21મી સદીનું વેર
પ્રકરણ-42
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
રાત્રે કિશન રૂમ પહોચ્યો ત્યારે 9-30 થઇ ગયા હતા.કિશને ફ્રેસ થઇ નાઇટડ્રેસ પહેરી ટી.વી ઓન કર્યુ અને ડી.વી.ડી પ્લેયર સ્ટાર્ટ કર્યુ. બેગમાંથી ડી.વી.ડી કાઢી અને ડી.વી.ડી પ્લેયરમાં જોવાની શરૂઆત કરી.થોડીવાર તો કંઇ આવ્યુ નહી પણ 5 મિનીટ પછી ટી.વી પર એક રૂમનુ દ્રશ્ય આવ્યુ.અને પછી કિશને જે જોયુ તેનાથી કીશનને લાગ્યુ કે તેના હાથમાં હુકમનો એક્કો આવી ગયો હોય.ટીવી પર ઝંખના અને કોઇ પુરૂષના શારીરીક સંબંધના દ્રશ્યો હતા.કોઇએ ચોરી છુપીથી વિડીયો ઉતારી લીધો હોય એવુ લાગતુ હતુ.કિશને વિડીયોને ધ્યાનથી જોયો અને એક બે દ્રશ્ય PAUSE કરીને જોયા.પણ ઝંખનાની સાથેનો પુરૂષ કોણ હતો તે કિશનને ખબર પડી નહી.પુરૂષનો ચહેરો આખા વિડીયોમાં ક્યાંય દેખાતો નહોતો.કિશને ઘણીવાર વિચાર્યુ પણ કંઇ સમજાયુ નહી કે તે પુરૂષ કોણ હોઇ શકે? અંતે તેણે તે પ્રયત્ન છોડી દીધો અને એ વિચારવા લાગ્યો કે આ ડી.વી.ડીનો ઉપયોગ કઇ રીતે કરવો.અને આ ડી.વી.ડીને પપ્પાના મૃત્યુ સાથે શુ સંબંધ હોઇ શકે? આ ડી.વી.ડી મારા સુધી પહોંચાડવાનો શું ઉદેશ્ય હોઇ શકે? આમાંથી કઇ રીતે આગળ વધી શકાય? કેટલાય સમય કિશન આમનેઆમ વિચાર કરતો રહ્યો અંતે તેનુ મગજ થાકી ગયુ અને તે ઉંઘી ગયો.
બીજા દિવસે કિશને સવારે કોર્ટ જતા પહેલા ગગનને ફોન કર્યો અને પુછ્યુ
“ ડુંગરપુરના આચાર્ય સપનાને મળવા આવ્યા હતા તેના વિશે સપના પાસેથી કંઇ વધુ માહિતી મળી કે નહી?”
“હા, એ પંડ્યા સાહેબે સપનાના બધા રીપોર્ટ્સ ફરીથી કરાવડાવેલા.બાકી બીજી કંઇ ખાસ સપના સાથે વાત કરી નહોતી.” ગગને માહિતી આપતા કહ્યુ
“ એ રીપોર્ટ્સ ક્યાં છે?”
“એ તો ખબર નથી કેમકે તે પછી થોડાજ દિવસોમાં તેનું મૃત્યુ થઇ ગયુ હતુ.”
“એ રીપોર્ટ્સ કંઇ લેબોરેટરીમાં કરેલા તને ખબર છે?” કીસને કોઇ લીંક મળે તે આશએ પુછ્યુ.
“ના એતો મને કંઇ ખબર નથી.અને મે સપનાને પણ પુછેલુ તેને પણ એ વિશે કંઇ ખબર નથી.”ત્યારબાદ ગગને વાત બદલતા કહ્યુ
“અહી ડોક્ટર કહેછે કે સપનાની કીડની ખરાબ છે પણ હવે બહુ વાંધો નથી એટલે એકાદ દિવસમાં હવે ડીસ્ચાર્જ આપી દેશે.”
આ સાંભળી કિશને કહ્યુ “તુ એક કામ કરજે તેના રીપોર્ટસ અને કિડનીના રીપોર્ટ્સ માંગજે અને શું વાંધો છે એ પણ લખી આપવા કહેજે”
થોડુ વિચારીને કિશને આગળ કહ્યુ “અને ડોક્ટરને કહેજે મારે આગળ અમદાવાદ સીવિલમાં બતાવવાનું છે એટલે મેડીકલ સ્ટેટસ રીપોર્ટ લખી આપજો તમારી સહી સાથે.અને જો ના પાડે તો મને ફોન કરજે”
એમ કહી કિશને ફોન મુકી દીધો.અને વિચારવા લાગ્યો હવે ખરાખરીનો ખેલ જામશે.
ત્યારબાદ કિશન કોર્ટ જવા નીકળ્યો.
કિશન કોર્ટ પર કામ પતાવી ઓફીસ પર ગયો ત્યારે ચાર વાગી ગયા હતા. ઓફીસ પર જઇ તેણે કોર્ટનુ કામ પતાવ્યુ.હજુ નેહા આવી ન હતી.એટલે તે બેઠો બેઠો વિચારવા લાગ્યો કે હવે શું કરવુ.આ ઝંખનાના વિડીયોનો કઈ રીતે ઉપયોગ કરવો? હવે જે પણ સ્ટેપ હું લઇશ તેમાં ચોક્કશ ખતરો રહેશે.એટલે હવે પેલા અનનોન માસીની વાત માનીને સુરક્ષાની કઇક વ્યવસ્થા કરવી પડશે.એમ વિચારી તેણે ગણેશને ફોન કર્યો અને બધી તેને વાત કરી અને પછી ફોન પર મળેલી ધમકીની વાત કરી એટલે ગણેશે કહ્યુ “કિશનભાઇ મને પણ આ લોકો થોડા ખતરનાક લાગે છે.મારા ખ્યાલથી તમારે સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઇએ.”
આ સાંભળી કિશને કહ્યુ “ હા એટલા માટે તો તને ફોન કર્યો છે.બોલ શું કરશુ હવે?”
“ તમે કહો તો હું તમારા બોડીગાર્ડ તરીકે ગોઠવાઇ જઉં?”
“પણ તો પછી ત્યાં એ બધુ કોણ સંભાળશે?”
“એ તો મારા માણસો સંભાળી લેશે.”
“પણ જોજે કોઇ માહિતી લીક ના થવી જોઇએ.અને કોઇ માહિતી છટકવી પણ ના જોઇએ.”
“એ ચિંતા તમે છોડી દો.હું બધુજ સંભાળી લઇશ.તમે કહો ત્યારે આવી જાઉં” ગગને ધરપત આપતા કહ્યુ.
આ સાંભળી કિશને કહ્યુ “સારુતો ત્યાં બધી વ્યવસ્થા કરી કાલથી આવી જા” અને પછી થોડુ વિચારી કિશને કહ્યુ “ગણેશ ત્યાં હવે એકાદ દિવસમાં કંઇક જરૂર બનશે તું એક કામ કર તારા માણસને કહે કે ગગન પાસે જ રહે.” અને પછી કિશને ગણેશને આખો પ્લાન સમજાવી ફોન કટ કરી નાખ્યો.
ત્યારબાદ કિશન ફરીથી કામમાં લાગી ગયો.
બીજા દિવસે ગણેશ આવ્યો અને બોલ્યો “આજથી હું 24 કલાક તમારી સાથેજ રહીશ.એકલા ક્યાય જવાનું નહી.”
કિશને જોયુ તો ગણેશે સનગ્લાસીસ પહેર્યા હતા કાનમાં ઇયર ફોન હતા અને કમરમાં તેની લાઇશન્સવાળી ગન હતી.એકદમ ઝેડ સીક્યુરીટીના બોડીગાર્ડ જેવો તેનો લુક હતો. કિશને તેને બેસવાનુ કહ્યુ એટલે તે કિશનની સામેની ખુરશીમાં બેઠો અને ખીસ્સામાંથી એક પીન જેવુ ગેઝેટસ કાઢી તેણે કિશનને આપ્યુ અને કહ્યુ “આ તમે તમારા સર્ટના ખીસ્સામા પેન રાખો છો તેમ રાખીદો.આની મદદથી તમારૂ લોકેશન અને તમારી સામેનુ દ્ર્શ્ય મને મારા મોબાઇલમાં દેખાશે તથા વોઇઝ હું આ ઇયરફોનથી સાંભળી શકીશ.કોઇ જગ્યાએ તમે એકલા જ જવા ઇચ્છતા હોય તો પણ તમે સતત મારી નજર સામે રહો.અને કોઇ ખતરો લાગે તો ધીમેથી કહેવાનુ હેલ્પ એટલે હું તરતજ હાજર થઇ જઇશ.”
કિશને તે ગેઝેટ્સ ખીસ્સામાં પેનની પાસે ક્લીપ લગાવી ગોઠવી દીધુ.કિશને જોયુ કે ગણેશ બોડીગાર્ડ માટે એકદમ પરફેક્ટ હતો એટલે હવે તેને ચિંતા કરવાની જરૂર નહતી.અને જે થવાનુ છે તે તો ગમે તેમ થશે જ પણ હવે ગમે તે થાય આ આખા રહસ્યનો પર્દાફાસ તો કરવોજ છે.
ત્યારબાદ કિશન કામ કરવા લાગ્યો અને ગણેશ દરવાજા પર ઉભો રહી ગયો.થોડીવારમાં નેહા આવી ગણેશને આ રીતે ઉભો જોઇને તેને નવાઇ લાગી એટલે તેણે કિશનને તે વિશે પુછ્યુ
“કિશનભાઇ હમણા તમારી હિલચાલ કંઇ સમજાતી નથી.અને આ ગણેશભાઇ કેમ આ રીતે અહી છે?”
આ સાંભળી કિશને નેહાને બેસવાનો ઇશારો કર્યો અને પછી કહ્યુ “જો નેહા હું તને બધી જ વાત કરીશ પણ તારે મને પ્રોમીશ કરવુ પડશે કે આ વાતનો અણસાર પણ તું ઇશિતાને નહી આવવા દે”
“કેમ,એવુ શું છે કે જે તમે ઇશિતાથી છુપાવવા માંગો છો?” નેહાએ આશ્ચર્યથી કહ્યુ.
“ એ હું તને કહું છું પણ પહેલા તુ પ્રોમિશ આપ કે આના વિશે ઇશિતાને તુ કંઇ પણ નહી કહે.”
થોડીવાર રોકાઇને નેહાએ કહ્યુ “ઓકે હું ઇશિતાને કઇ નહી કહું બસ”
આ સાંભળી કિશને નેહાને ફોન પર ધમકી મળી હતી તે વાત કરી અને કહ્યુ “આખો મામલો શું છે એ હું તને સમય આવ્યે કહીશ પણ તને એટલુ કહુ કે આ મારા ફેમીલી સાથે સંકળાયેલ છે.અને આ વાત ઇશિતાને નથી કહેવાની કેમકે જો તેને ખબર પડશે તો તે તેનુ ભણવાનું છોડી અહી દોડી આવશે.”
નેહા થોડીવાર એમજ બેઠી રહી પછી થોડી અસ્વસ્થ થતા બોલી “ઓકે,પણ જો તમને કંઇ થશે તો ઇશિતાથી આ વાત છુપાવવા બદલ મને ખુબ અફસોસ થશે.”
“મને કંઇ નથી થવાનું.એટલે તો આ ગણેશને બોડીગાર્ડ તરીકે રાખ્યો છે.” કિશને હસતા હસતા કહ્યુ અને પછી નેહાને કિશને કોર્ટનુ કામ સમજાવવા લાગ્યો.નેહા કામ સમજીને કોમ્પ્યુટર પર કામ કરવા લાગી એટેલ કિશને ગણેશને કહ્યુ “ચાલ ગાડી કાઢ એક જગ્યાએ જવુ છે.”
ગણેશ કાર ડ્રાઇવ કરતો હતો અને કિશન તેની બાજુમાં બેઠો હતો કિશને ગણેશને કહ્યુ “રાજલક્ષ્મી પાર્ક લઇલે”
ગણેશે કારને મોતીબાગ તરફ જવા દીધી વચ્ચે વચ્ચે ગણેશ કાચમાં પાછળ જોઇ લેતો.
અચાનક આગળ જઇ ગણેશે કહ્યુ “આપણો પીછો થઇ રહ્યો છે.”
આ સાંભળી કિશને પાછળ જોયુ તો “એક યુવક બાઇક પર પાછળ આવી રહ્યો હતો.”
“કોઇ પણ રીતે તેનાથી પીછો છોડાવવો પડશે.” કિશને સુચના આપતા કહ્યુ.
“પહેલા ખાતરી કરી લઇએ કે તે સાચેજ પીછો કરે છે ને” એમ કહી ગણેશે કારને સીધી મોતીબાગ બાજુ જવા દીધી અને એક બે ગલીમાંથી લીધી તો પણ તે બાઇક તેની પાછળ જ આવતુ હતુ એટલે ગણેશને વિશ્વાસ થઇ ગયો કે તે પીછો જ કરી રહ્યો છે.એટલે ગણેશે કારને આગળ જવા દીધી અને એક એપાર્ટમેંટના અંડરગ્રાઉન્ડ પાર્કીંગમાં કારને લીધી અને બીજી બાજુના ગેટપરથી કારને બીજા રસ્તા પર જવા દીધી.પેલા યુવકને ખબર નહોતી કે આ એપાર્ટમેંટના પાર્કીંગનો બીજી તરફ પણ દરવાજો છે એટલે તે ત્યાંજ રાહ જોઇને ઉભો રહ્યો.ગણેશે કારને ત્યાંથી ફરીથી મોતીબાગ તરફ જવા દીધી અને ત્યાંથી જમણી બાજુ રાજલ્ક્ષ્મી પાર્કમાં લીધી અને ઝંખાનાના બંગલા પાસે ઉભી રાખી.કિશન બંગલામાં દાખલ થયો એટલે ગણેશે કારમાં બેસી મોબાઇલમાં એક એપ્લીકેશન ખોલીને પાસવર્ડ નાખ્યો કે તરતજ મોબાઇલ કિશનના ગેઝેટ સાથે કનેક્ટ થઇ ગયો.હવે તે કિશનની સામેનુ દ્રશ્ય અને તેની વાત સાંભળી શકતો હતો.ઝંખનાએ જ દરવાજો ખોલ્યો.કિશનને જોઇને તેના મો પર એક ડરની લહેર આવી ગઇ પણ તરતજ તેણે સ્માઇલ આપ્યુ અને કહ્યુ “આવો.”
કિશન અંદર ગયો અને સામે પડેલા સોફા પર બેસતા બોલ્યો “સોરી મારે તમને ફરીથી આજે ડીસ્ટર્બ કરવા પડ્યા.પણ કામજ એવુ હતુ.” આટલુ કહી ઝંખાનાનો પ્રતિભાવ જોવા કિશન રોકાયો તે કંઇ બોલી નહી એટલે કિશને આગળ કહ્યુ “જો તમે મારી વાતનું ખોટુ અર્થઘટન નહી કરતા.થોડી વાત વિચિત્ર છે.”
આ સાંભળી ઝંખનાના મોઢા પરનુ સ્મીત જતુ રહ્યુ અને ડર દેખાવા લાગ્યો એટલે કિશને કહ્યુ “તમારા માટે થોડી ખરાબ વાત છે.પણ તમને કરવીજ પડે એમ છે.”
આ સાંભળી ઝંખના ધ્રુજી ગઇ.એ જોઇ કિશન આગળ બોલ્યો “તમારે લગ્ન પહેલા કોઇ પ્રેમ સંબંધ હતો?” આ સાંભળી ઝંખના એકદમ થીજી ગઇ પણ તરતજ તેના હાવભાવ ફરી ગયા અને તે ગુસ્સે થઇને બોલી “તમે તમારી લીમીટ ક્રોસ કરી રહ્યા છો.આ તો તમે પંડ્યા સાહેબના સન છો એટલે અહી બેઠા છો બાકી બીજો કોઇ હોય તો આ વાત કર્યા પછી તેને ધક્કા મારી કાઢી મુકુ”
આ સાંભળી કિશનના ચહેરા પર તુચ્છકાર ભર્યુ સ્માઇલ આવી ગયુ અને તે બોલ્યો
“જો બેન તું મારા ગામની દિકરી છે એટલે આ રીતે તારી સાથે વાત કરૂ છું.તારી જગ્યાએ બીજી કોઇ હોતતો તે અત્યાર સુધીમાં રડી પડી હોત.અને હું કંઇ એમને એમ કહેતો નથી.મારી પાસે સબુત છે.”
એમ કહી કિશને ડી.વી.ડીની એક કોપી ઝંખનાને આપી અને ઉભો થતા બોલ્યો
“આ જોઇ લેજો આમા બધુજ રેકોર્ડીંગ છે.અને પછી લાગેકે આ બધુ છુપાયેલુ રાખવુ છે તો મને ફોન કરજો.”
એમ કહી કિશન જવા લાગ્યો.અચાનક દરવાજા પાસે જઇને ઉભો રહ્યો અને પછી ઝંખના તરફ ફરીને બોલ્યો “મને ખબર છે કે તમને ફસાવવામાં આવ્યા હતા.પણ જો તમે આમાથી બચવા માંગતા હો તો મને બધીજ સાચી વાત જણાવવી પડશે.હું તમારા ફોનની રાહ જોઇશ.”
એમ કહી કિશન ત્યાંથી બહરા નીકળી ગયો.અને કારમાં બેસીને ગણેશને કહ્યુ “ઓફીસ પર લઇલે.”
ઓફીસ પર જઇને બેઠો બેઠો વિચારવા લાગ્યો.ત્યાં અચાનક કિશનને યાદ આવ્યુ કે આજે તો શનિવાર છે.શિતલને ફોન કરવાનો છે એટલે કિશને મોબાઇલ હાથમાં લઇને સુરેશ પાલને ફોન જોડ્યો અને થોડી વાત કરીને ફોન મુકી દીધો અને પછી મોબાઇલમાં સીમકાર્ડ બદલીને શિતલને ફોન કર્યો. શિતલે ફોન ઉચકયો એટલે કિશને કહ્યુ “તો બોલો મિસ.શિતલ શું છે તમારો ફાઇનલ જવાબ?”
આ સાંભળી શિતલે થોડુ વિચારીને કહ્યુ “ પ્લીઝ તમે થોડો સમય આપો મારે વ્યવસ્થા કરવાની બાકી છે.” આ સાંભળી કિશને કહ્યુ “ઓકે બાય તો જેવી તમારી મરજી.” એમ કહી કિશન ફોન કટ કરવા જતો હતો ત્યાં શિતલે કહ્યુ “પ્લીઝ પ્લીઝ ફોન નહી મુકતા.”
આ સાંભળી કિશને કહ્યુ “હા, બોલો પણ હવે પછી રોકાઇશ નહી.” કિશને એકદમ કડક ભાષામાં કહ્યુ.
“પણ તમે સમજતા કેમ નથી કે દશ લાખની વ્યવસ્થા મારે કરવી પડશે.મને થોડો તો સમય આપો.”
આ સાંભળી કિશન જોરથી હસતા-હસતા બોલ્યો “મિસ શિતલ તમે મને શુ કામ એકને એક ડાયલોગ વારંવાર બોલવા મજબુર કરો છો.મારે તમને કેટલી વાર કહેવુ કે તમારી દરેક હિલચાલ પર મારી નજર છે.અને મને ખબર છે કે તમે રૂપીયાની વ્યવસ્થા કરી લીધી છે. છતા તે પૈસા તમારા છે તમારે મને ના આપવા હોય તો તમારી મરજી.”
આ સાંભળી શિતલ તો ચોંકી ગઇ અને થોડીવાર કંઇ બોલી નહી.પછી તેણે હિંમત કરીને કહ્યુ “પણ મને કંઇ રીતે વિશ્વાસ આવે કે તમને રૂપીયા મળી ગયા પછી તમે મને બધાજ સબુત આપી દેશો.”
આ સાંભળી કિશને કહ્યુ “મારા પર વિશ્વાસ કરવા સિવાય તમારી પાસે બીજો કોઇ વિકલ્પ છે જ નહી.”
આ સાંભળી શિતલ કંઇ બોલી નહી એટલે કિશને કહ્યુ “ઓકે મિસ શિતલ હું ફોન મુકુ છુ બાય”
આ સાંભળી શિતલે કહ્યુ “હું પૈસા આપવા માટે તૈયાર છું.મને કહો કે કઇ રીતે પૈસા પહોંચાડવાના છે?”
“ હવે તમે કંઇક મુદાની વાત કરી.હવે સાંભળો કાલે તમારે અને મિ.રૂપેશે એક્ઝેટ દશ વાગે હિરાબાગ સર્કલ પર પૈસા લઇને ઉભા રહેવાનુ છે.બાકીની સુચના તમને ત્યારેજ મળશે.અને કોઇ પ્રકારની ચાલાકીની કોશિષ તમને ભારે પડી શકે એમ છે એ યાદ રાખજો.” એમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો”
બીજા દિવસે એક્ઝેટ દશ વાગે શિતલ અને રૂપેશ બાઇક લઇને હિરાબાગ સર્કલ પહોચ્યા.તે લોકો હજુ બે મિનીટ ઉભા ત્યાં શિતલનો ફોન વાગ્યો. શિતલે ફોન ઉંચક્યો એટલે કિશને કહ્યુ “ સરસ તમે એકદમ સમયસર આવી ગયા છો આજરીતે હું કહુ તેમ કરશો તો કોઇ પ્રોબ્લેમ નહી થાય નહીતર પછી મારી કોઇ જવાબદારી નથી.હવે રૂપેશ ત્યાંજ રહેશે તમે કામરેજ તરફ જતા રસ્તા પર પૈસા સાથે લઇને થોડુચાલો.ત્યાં તમારી પાસે કાર આવશે તેમાં બેસી જજો.અને યાદ રાખજો કે ચાલાકી કરશો તો નુકશાન તમારૂજ છે.” એટલુ કહી કિશને ફોન કટ કરી નાખ્યો.
શિતલે રૂપેશને ત્યાંજ રહેવાનુ કહ્યુ અને તે કામરેજ તરફ જતા રોડ પર પૈસાની બેગ લઇને ચાલવા લાગી.તે હજુ બે મિનિટ ચાલી ત્યાં તેની પાસે એક કાર આવીને ઉભી.પાછલી સીટમાંથી એક યુવાન ઉતર્યો બોલ્યો
“મિસ શિતલ બેસી જાવ”
એટલે શિતલ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી ગઇ અને પેલો યુવાન પાછલી સીટમાં બેઠો.કાર કામરેજ તરફના રસ્તા પર આગળ વધી થોડી વાર ચાલી ત્યાં મોટા વરાછાના ઓવરબ્રીજ પાસે ટ્રાફીક હોવાથી કાર રોકાઇ કે તરતજ તેની કારની બાજુમાં બીજી કાર આવીને રોકાઇ એટલે પાછળ બેઠેલા યુવાને શિતલ પાસે થી પૈસાની બેગ લઇ લીધી અને કારમાંથી ઉતરી બાજુમાં ઉભેલી બીજી કારમાં બેસી ગયો.અને તે કાર ફુલસ્પીડમાં યુ ટર્ન લઇને ફરીથી હિરાબાગ સર્કલ પર તરફ ચાલી ગઇ અને શિતલની કાર કામરેજ તરફ આગળ વધી.
થોડા સમયમાં ટ્રાફીક હળવો થતા ડ્રાઇવરે કારને ફુલ સ્પીડમાં જવા દીધી થોડીવારમાં તો કાર કામરેજ ચોકડી થી ડાબીબાજુ વળીને નેશનલ હાઇવે નંબર 8 પર અમદાવાદ તરફ દોડવા લાગી.કાર લગભગ 10 મિનિટ ચાલી અને કિમચોકડી પાસે પહોંચી ત્યાં ડ્રાઇવરના મોબાઇલમાં રીંગ વાગી અને ડ્રાઇવરે ફોન ઉચક્યો એટલે સામેથી કહેવાયુ.
“બધુ જ ચેક થઇ ગયુ છે અને ઓકે છે.તેને ડીમાર્ટ પાસે ઉતારીને પેલુ કવર આપી દેજે.” આ સાંભળી ડ્રાઇવરે કહ્યુ “ઓકે બોસ” અને ફોન મુકી દીધો. અને ડ્રાઇવરે કિમ ચોકડી પર આવેલ ઓવર બ્રીજની નીચેથી કારનો યુ ટર્ન લઇ કારને ફરીથી કામરેજ ચોકડી તરફ જવા દીધી.10 મિનિટમાંતો કાર કામરેજ ચોક્ડીથી જમણી તરફ વળીને સુરત તરફ દોડવા લાગી.કાર સરથાણા જકાતનાકા પાસે આવેલ ડીમાર્ટ આગળ ડ્રાઇવરે કારને ઉભી રાખી અને શિતલને કહ્યુ “મેડમ તમારે અહીં ઉતરી જવાનુ છે.” આ સાંભળી શિતલ નીચે ઉતરી એટલે ડ્રાઇવરે તેને એક કવર આપ્યુ અને કારને ફુલ સ્પીડમાં જવા દીધી. શિતલે કવર પર્સમાં મુકી રૂપેશને ફોન કરવા માટે મોબાઇલ કાઢ્યો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. શિતલે ફોન ઉંચક્યો.
“વેલડન શિતલ.પૈસા મળી ગયા છે.તને તારી બધી વસ્તુ ક્યા અને ક્યારે મળશે તે કવરમાં લખેલુ છે.” એમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો.
ત્યારબાદ શિતલ ડીમાર્ટ ની સામે હોટલ ઓરેંજમાં જઇને બેઠી અને રૂપેશને ફોન કરી ત્યાં આવી જવા કહ્યુ.શિતલે ધીમેથી તે કવર ખોલ્યુ અને તેમાં રહેલ કાગળ વાંચવા લાગી.
***
હવે ઝંખના હવે શું કરશે? શું ઝંખના ષડયંત્રમાં સામેલ હશે કે પછી તેને ફસાવવામાં આવી હશે? કોણ છે આ ષડયંત્રની પાછળ? શિતલને ડ્રાઇવરે આપેલા કાગળમાં શુ લખેલુ છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આગળ વાંચતા રહો.
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160
Email id:- hirenami.jnd@gmail.com
Facebook id:- hirenami_jnd@yahoo.in