અંતર આગ - 12 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતર આગ - 12

12. અજનબી...

રચિત અગ્નિહોત્રીની ધરપકડ કરી લીધા પછી રુદ્રસિંહે વિઠ્ઠલદાસની સિક્યોરિટી હટાવી દીધી હતી. એટલે વિઠ્ઠલદાસ હવે એ બંગલામાં એકલો પડી ગયો હતો. આમ તો એને ચારેક નોકર, એક માળી અને એક ડ્રાઇવર હતો એટલે ઘર ભર્યું લાગતું. પણ રુદ્રસિંહ જે દિવસે વોર્નિંગ આપી ગયો તેજ દિવસે બધાએ ગભરાઈને નોકરી છોડી દીધી હતી.

રાજવીર દક્ષની હત્યાથી વિઠ્ઠલદાસ વ્યાકુળ તો હતો જ. એને એક ભય રહેતો કે રચિત એની પણ હત્યા કરી દેશે. એને થતું કે એની લાસ પણ ગવર્નમેન્ટ જ બાળશે. પોતાની પત્ની અને છોકરાને તો એણે વર્ષો પહેલા ઘરથી કાઢી મુક્યા હતા. એ પત્ની કે છોકરા શુ એના અગ્નિસંસ્કારની વિધિ કરવા આવે ખરા....!

આખરે રચીતની ધરપકડ ના સમાચાર મળ્યા ત્યારે એના જીવને હાશકારો થયો હતો. આજે મી.રચિતને કોર્ટમાં હાજર કરવાનો હતા. વિઠ્ઠલદાસ પણ એ સુનવાહી કનોકાન સાંભળવા ની ઉત્કંઠાથી વહેલી સવારે નીકળી પડ્યો હતો. કાળી ફ્રેમના ચશ્માંના જાડા કાચની આરપાર નજર દોડાવી એણે રસ્તાની બન્ને બાજુ એક નજર દોડાવી ને ઝડપથી નજીકના પિકઅપ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યો. એક પીળી ટેક્સી એની પાછળ જઇ રહી હતી. પિકઅપ સ્ટેન્ડ પહોંચીને એ સીટી બસની રાહ જોતો એ ઉભો હતો.

અચાનક એને એક વિચાર આવ્યો. રાજવીર અને જયદીપની હત્યા રાચીતે આવેશમાં આવીને કરી હોત તો કોઈ કલ્યું કેમ ન મળ્યો? શુ એણે કોઈ પ્લાનિંગ કર્યું હશે? ના ના પરિવારના મૃત્યુ પછી એ શું પલાનિંગ કરે? પણ હવે તો એ આજીવન કેદ જ રહેશેને અથવા તો ફાંસીએ લટકશે....! મને હવે શું ચિંતા? રચિતનો ભય એણે મન માંથી કાઢી ફેંકવાનો પ્રયત્ન કર્યો.

"તમે જે અધર્મ આચર્યો છે એની સજા મારો શિવ શંકર આપશે. એવો કોઈ તો હશે જેને આંખોમાં ધૂળ ન નાખી શકાય. જેનું ઇમાન ભૈરવસિંહની જેમ ખરીદી ન શકાય...."

રચિત અગ્નિહોત્રીની પત્નીએ આપેલો શ્રાપ એને અચાનક યાદ આવ્યો.

શુ મને પણ?..... ના ના રચિત તો હવે જેલમાં જ મરશે તો તો મને હવે કોણ મારી..... શુ ખરેખર કોઈ સિરિયલ કિલર હશે? શુ અમેરિકા જેવા સ્ટ્રેશફુલ દેશની બીમારી નો શિકાર અહીં ભારતમાં કોઈ થઈ શકે? એ પણ વડોદરા જેવા શહેરમાં?

બસના હોર્નના તીવ્ર અવાજ અને પાછળ ઉભેલા વ્યક્તિએ બસમાં ઝડપથી ચડી જાવા માટે ડોટ લગાવી એનો ધક્કો વિઠ્ઠલદાસને ફરી વર્તમાનમાં લઇ આવ્યો. બસના દાદરા ચડી ફરી ચશ્માંના કાચ આરપાર એક નજર બસમાં દોડાવી. પાછળના ભાગમાં એક યુવાન બેઠો હતો અને એની પાસેની સીટ ખાલી હતી. વિઠ્ઠલદાસ ત્યાં જઈને ગોઠવાયો.

"મી.વિઠ્ઠલદાસ તમે?" પેલા મજબૂત બાધાના યુવકે આશ્ચર્ય ભાવ ઠાલવ્યો. "અંતર આગ" ના રાઇટર ને તમે? મર્શડીઝ ના મલિક આજે બસ માં....!"

"હા હા હું જ એ વિઠ્ઠલદાસ. ડ્રાઇવર આજે રજા ઉપર છે એટલે." વિઠ્ઠલદાસનો ચહેરો ચમક્યો.

"મેં તમારા ઘણા પુસ્તકો વાંચ્યા છે. શમણાંનો સોદાગર, આનંદ અભિલાષા, પુસ્તકના પતંગિયા અને કપાયેલી પાંખ પંખીની...."

આંગળીના વેઢા ઉપર એણે ગણતરી કરીને કહ્યું પછી ઉમેર્યું " એમાં અંતર આગ તો મારું ફેવરિટ સાહેબ"

"હમમ" વિઠ્ઠલદાસની ગરદન સહેજ ટટ્ટાર થઈ. નર્યા ખોટા ગર્વથી.

"સાહેબ તમારા હસ્તાક્ષર....."

"કેમ નહિ બિલકુલ" યુવકના હાથ માંથી બોલ પોઇન્ટ પેન ઝડપી લેતા કહ્યું.

"અહીં" પેલા યુવકે એક ડાયરી ના કોરા પન્ના ઉપર ઈશારો કર્યો.

વિઠ્ઠલદાસે હસ્તાક્ષર કર્યા. પેલા યુવકે એની કપડાંની બેગમાંથી બોટલ નીકાળી બે ઘૂંટ પાણી પીધું. સવારના ટ્રાફિકમાં બસ ધીમી ગતિએ પ્રયાણ કરતી હતી.

"તમે પાણી પીશો? ઘરનું જ છે. બહારનું મને સદતું નથી. " ઠંડા પાણીની બોટલ ઉપર સ્ફુરીત થયેલ પાણીના ટીપા પોતાના હેનકર ચીફ થી લૂછતાં એણે કહ્યું.

"આભાર.. " કહી પેલા યુવકના હાથમાંથી બોટલ લઇ વિઠ્ઠલદાસે બે ઘૂંટ પાણી પી લીધું.

"તમને મળ્યો એ મારું અહોભાગ્ય છે સાહેબ" કહી એણે બોટલ બેગના એક અલાયદા ખાનામા સરકાવી દીધી.

"મને પણ મારા પ્રસંસક ને મળીને આનંદ થયો." વિઠ્ઠલદાસે સ્મિત આપી કહ્યું.

"એ તો તમારી મોટાઈ છે સાહેબ. ચાલો ત્યારે મારી મંજીલ આવી ગઈ" યુવક ઉભો થયો. "મારુ સ્ટોપ થોડીવારમાં આવી જશે. ફરી મળીશું" કહી યુવક બસના દાદરા પાસે પહોંચી ગયો.

સ્ટેન્ડ આવતા બસ થોભી એટલે ફરી પેલા યુવકે વિઠ્ઠલદાસ સામે જોયું " અને હા..... તમારા મિત્ર રાજવીરની આત્માને ભગવાન શાંતિ અર્પે" કહી એ દાદરા ઉતરી ગયો.

"રાજવીર" રાજવીર અને મારી દોસ્તીની એને શુ ખબર? એ કોણ હશે? ઓહ નો મારા વખાણમાં હું એનું નામ પૂછવાનુય ભૂલી ગયો. કોણ હશે એ? સ્વભાવ અને વાતચીતમાં તો સજ્જન લાગતો હતો તો પછી એ છેલ્લે કેમ ડંખીલું હસીને બોલ્યો? લાવ એનું નામ પૂછી લઉં. વિઠ્ઠલદાસના મનમાં વિચારોના મોજા અથડાવા લાગ્યા. એ ઉભો થઈને બસ નીકળી પડે એ પહેલાં સડસડાટ દાદરા ઉતરી ગયો. બસ ફરી ચાલવા લાગી. એણે ફરી ચારે તરફ બાજ નજર દોડાવી પણ પેલો અજાણ યુવક પિક અપ સ્ટેન્ડની ભીડમાં ક્યાંય ગાયબ થઈ ગયો.

મોડું થશે તો? બસ પણ નીકળી ગઈ કમબખત. કોર્ટતો સમયસર પહોંચવું પડશે ને જવાડે ને એ જે પણ હોય હતો તો મારો જ ફેન ને .....! મન મક્કમ કર્યું પછી સડસડાટ વહી આવતી એક ટેક્સી રોકી વિઠ્ઠલદાસ કોર્ટ ભણી રવાના થઈ ગયો.

***

રુદ્રસિંહ તૈયાર થઈને સોફામાં બેઠો હતો. લક્ષ્મી ચા લઈને આવી ત્યારે એને એકી ટશે જોઈ રહ્યો.

"હવે લગન ને 5 વર્ષ થયાં હજુય મને જોઈને જીવ નથી ધરાયો તમારો ?"

"રાજપુતાની તમારા ચહેરા માં કૈક એવું છે જે મને હિંમત આપે છે."

"ઓહો એવું છે એમ.....!" લક્ષમી હસી.

"અને રહી વાત જોવાની તો અસ્ત થતા સૂરજને લોકો સદીઓથી રોજ દેખે છે પણ એને ફરી જોવાની ઈચ્છા કદી ઓછી ન થાય. તો અહીં તો માત્ર પાંચ વર્ષ જ થયા છે..." રુદ્રસિંહે સોફામાં લંબાવતા કહ્યું.

લક્ષ્મી કાઈ બોલ્યા વગર મલકાતી ચાલી ગઈ. પછી રુદ્રસિંહે મોબાઈલ ઊઠાવી સેવડ નંબર સર્ચ કરી લગાવ્યો....

"હલો વ્હેર આર યુ આદિ....?"

"સ્ટેશન જ હોઉં ને બીજે ક્યાં જાઉં? મારે ક્યાં તારી જેમ પૂનમ નો ચાંદ ઘરમાં છે?" મી.આદિત્ય હસીને બોલ્યા.

"અરે તું તૈયાર થા લગ્ન કરવા પછી જો આ રાજપુત કેટલા ચાંદ તારા આગળ ખડા કરી દઉં" રુદ્રસિંહ પણ હસ્યો.

"તે બધા તમારા જેવા ચકોર ન હોય રાજપૂત. દુનિયામાં જોવા માટે બીજું ય ઘણું છે." લક્ષમીએ અંદર થી જ તિર માર્યું.

રુદ્રસિંહે એને કોઈ પ્રતિકાર આપ્યો નહિ.

"દોસ્ત આભાર તારો .... તે મને પુસ્તક નો કલ્યું આપીને આખો કેશ સોલ્વ કરી દીધો. અને હા મેં રચિતને ઍરેસ્ટ કરી દીધો છે આજે એને કોર્ટમાં હાજર કરવાનો છે."

"હમમ ગુડ જોબ રુદ્ર"

"થેન્ક્સ બડી. તારા લીધે હું ફર્સ્ટ ટાઈમ સક્સેસ થયો છું." સિગારેટ સળગાવી અને લાઈટર ની જ્યોત સાથે રુદ્રસિંહના મન માં પણ અચાનક એક તણખો થયો.

"પણ તને કઈ રીતે ખબર પડી કે મને એ પુસ્તક પરથી બધા કલ્યું મળી જશે ?"

સામેના છેડેથી મી. આદિત્યના હસવસનો અવાજ સંભળાયો. પણ ના રુદ્રસિંહ તો ખરેખર ગંભીર હતો.

"આઈ એમ સિરિયસ આદિ." તેને કહ્યું.

"ઓકે. લીસન ત્યાં કોઈ ચાકુ,ગન, સ્ક્રુડ્રાઇવર કે બીજો કોઈ કલ્યું નહોતો, ન કોઈ ફિંગર પ્રિન્ટ હતી એટલે મારી નજર એ પુસ્તક ઉપર ગઈ. અને મને લાગ્યું કે એ પુસ્તક કુદરતી રીતે લોહીથી ખરડાયેલું નથી પણ કોઈએ એને મેન્યુઅલી લોહીથી ધગળ્યું છે. અને એમ પણ બાથરૂમ માં કોઈ પુસ્તક શુ કામ રાખે ? એટલે એ બંને મર્ડર નું રહસ્ય એ પુસ્તકમાં જ હશે એની મને ખાતરી થઈ ગઈ." મી. આદિત્યએ સપસ્ટતા કરી.

"વેલ. મારે એ કહેવાનું છે કે આજે રચિત ને કોર્ટમાં હાજર કરવાનો છે તો ઇફ પોશીબલ તું આવે તો...."

"ઓકે. વહાય નોટ. આઈ વિલ બી ઘેર." કહી મી. આદિત્યએ ફોન કટ કરી દીધો. સામે બેઠેલ મનું ને એક સ્માઈલ આપી એ સ્ટેશન બહાર નીકળી ગયા.

આ બધું મનું સાંભળતો હતો એટલે એ ત્યાંજ બેસી રહ્યો. એનું દિમાગ કઈક ગોથાં ખાતું હતું અમુક કડીઓ એને સમજાતી ન હતી.....

***

રચિત અગ્નિહોત્રીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટની બહાર પત્રકારો અને જાહેર જનતાની ભીડ ખાસ્સી એવી થઈ હતી. હમણાં જ જેલમાંથી બહાર આવીને ફરી રાજવીર દક્ષની મર્ડર કેશમાં બીજી વાર એજ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો એ વાત વડોદરા શહેરના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ હતી.

એ વખતે કોર્ટની સીડીઓ ચડતા ભયભીત મી. રચિત ને આજે કોઈ ભય ન હતો. આજે ભય શબ્દથી જ અજાણ હતો. કદાચ એ વખત નો ભય પરિવાર માટે જ હશે. એક પ્રતિષ્ઠિત લેખક એક જવાબદાર પિતા અને પતિ તરીકે એ ભય વ્યાજબી હતો પણ હવે શાનો ભય?

મજબૂત બાંધો, મોટું કદ, વધેલી સ્વેત દાઢી અને માથાના અર્ધ સ્વેત વાળ, ઉદાસ દરિયાથીએ ગહેરી આંખો અને હાથમાં બેડી..... રચિત અગ્નિહોત્રીને લઈને રુદ્રસિંહની પાછળ દેવીસિંહ અને બીજા બે સંત્રીઓ કોર્ટમાં દાખલ થયા ત્યારે જજ આર. કે. મૂર્તિ સહિત હાજર બધાની નજર રચિત અગ્નિહોત્રી ઉપર સ્થિર થઈ ગઈ હતી.

બધાની નજર પોતાની ઉપર છે એની કોઈ જાણ લીધા વગર મી. રચિતના પગ બસ કોર્ટરૂમમાં બેઠેલા માણસો વચ્ચેથી વીંટનેસ બોક્ષ તરફ જઈ રહ્યા હતા. એને ફાંસીએ લટકી જવાની કેવી ઉતાવળ હતી ?

બારમાં બેઠેલો વિઠ્ઠલદાસ રચિત ઉપરથી પોતાની નજર હટાવી શક્યો નહિ. આ રચિત કેટલો સરળ અને સીધો દેખાતો હતો ! રાજવીરે એને અડધૂત કરીને નીકાળ્યો ત્યારે એ એક શબ્દ પણ બોલ્યો ન હતો. અને આજે આ કેટલો ભયાનક લાગે છે? વિઠ્ઠલદાસ એને જોઈને વિચારે ચડી ગયો. એને થયું કે પરિવાર ને ખોયા પછી એ સંપૂર્ણ પાગલ, ખુનન્સી અને કેટલેક અંશે મારા જેવોજ ક્રૂર થઈ ગયો છે. તો શું એને એ પણ ખબર પડી ગઈ હશે ? જો એની ધરપકડ ન થઈ હોત તો એ મને પણ રિબાવી રિબાવી ને મારોત. ભયની એક ધ્રુજારી વિઠ્ઠલદાસના શરીરમાંથી પસાર થઈ ગઈ. તે મહામહેનતે પોતાની નજર હટાવી શક્યો.

રચિતની આંખો માટે એ કોર્ટ અજાણી ન હતી. એજ કોર્ટ, એજ જજ આર. કે.મૂર્તિ, એજ વકીલ લીલા દેસાઈ, એજ તૈનાત પોલોશ, એજ વીંટનેસ બોક્ષ અને એજ બેડીઓ એજ આંખો પર પટ્ટી બાંધેલી મૂર્તિ અને એના હાથમાં લટકતું ત્રાજવું ..... મી. રચિતથી થોડું લુખ્ખુ હસી જવાયું, કદાચ એ ત્રાજવા જોઈને.....!

નાનુભાઈ, પ્રદીપ, મનું અને મી. આદિત્ય બધા બાર માં હાજર હતા. ધીમે ધીમે કાર્યવાહી શરૂ થઈ....

"યોર ઓનર" માથું નમાવતા લોયર લીલા દેસાઈએ શરૂ કર્યું. "રચિત અગ્નિહોત્રી કે જે એક ઓથર છે તે લેખક રાજવીર દક્ષ અને એના ભત્રીજા જયદીપ દક્સની હત્યાનો આરોપી છે."

આરોપી, મુઝરીમ એ બધા શબ્દો મી.રચિત માટે નવા ન હતા. ચાર મહિના પહેલા એને અહીં જ ગુનેગાર સાબિત કરી દીધા હતા. એ બસ પોતાની બેડિઓ ઉપર નજર સ્થિર કરીને ખડા હતા.

"હું મેડિકલ લેબ રિપોર્ટ અને પોલિશ રિપોર્ટ તમારી સમક્ષ રજુ કરવાની પરમિશન માંગુ છું" લીલા દેસાઈએ દરખાસ્ત કરી.

"પરમિશન ગ્રાન્ટેડ" હળવા અવાજે મી. મૂર્તિ બોલ્યા.

લીલા દેસાઈએ મેડિકલ રિપોર્ટ અને પોલિશ ફાઇલ કોર્ટ રિપોર્ટરને આપી . રિપોર્ટરે ફાઇલ મી. મૂર્તિ ના ટેબલ પર સરકાવી.

"યોર ઓનર આરોપી રચિત અગ્નિહોત્રી જેમને અગાઉ પણ આજ કોર્ટમાં વિઠ્ઠલદાસ અને રાજવીર દક્ષ ઉપર 'અંતર આગ' પુસ્તક માટે દાવો કર્યો હતો જે તદ્દન ખોટો સાબીત થયો હતો."

"ઓબજેક્સન, માય લોર્ડ." નાનુભાઈએ રોકેલ વકીલ મી. યશ ઉભા થઇ વાંધો ઉઠાવ્યો " લીલા દેસાઈ આડકતરી રીતે એવું કહે છે કે એક કેસ માં જે માણસ ગુનેગાર સાબિત થયો એ માણસ બીજા કેસમાં પણ ગુનેગાર હોય જ. જે ખોટી ધારણા છે. એ કેસ ને આ કેસ સાથે કોઈ જ નિસબત નથી અને કોર્ટ બંને કેસ સ્વતંત્ર રીતે જ દેખે છે માય લોર્ડ"

"છે યોર ઓનર. નિસબત છે. હું સાબિત કરી બતાવીશ કે આ કેશમાં અગાઉના કેસની એક એક વિગત સાથે નિસબત છે." લીલા દેસાઈએ વિઠ્ઠલદાસ સામે નજર કરી.

નાનુભાઈએ લીલા દેસાઈ નો ઈશારો જોઈ લીધો હતો. લીલા દેસાઇ રચિતને ગુનેગાર સાબિત કરવા માટે એટલા ધમપછાડા કેમ કરતી હતી એ બધુ એ સમજી ગયા.

"યોર ઓનર પોતાનો પરિવાર ખોયા પછી આરોપી રચિત પાગલ થઇ ગયો. પોતે કરેલી લાલચ બેસ્ટ સેલર અંતર આગ પુસ્તક પચાવી પાડવામાં એ ફાવ્યો નહિ. અને જેલવાસ દરમિયાન પત્ની અને બાળકોને મિત્ર નાનુભાઈનો આશરો લેવાની ફરજ પડી અને ત્યાં આગ દુર્ઘટનામાં એ લોકો મૃત્યુ પામ્યા. જો પોતે એ લાલચ માં જેલમાં ન ગયો હોત તો પોતાનો પરિવાર આવા મોતને ન ભેટોત એવો અફસોસ રચિતને થયો ." લીલા દેસાઈએ સોગંઠા ફેંકવાનું શરૂ કર્યું.

"ઓબજેક્સન માય લોર્ડ. મારા ક્લાયન્ટ ની પર્શનલ લાઈફ ને અહીં કોઈ રિલેવન્સ નથી. લીલા દેસાઈ મારા ક્લાયન્ટ ને ઇમોશનલ કરીને ભડકાવવા માંગે છે." મી. યશ બોલ્યા.

"યોર ઓનર રિલેવન્સ છે. મને થોડો સમય આપો પ્લીઝ." લીલા દેસાઈ એ દરખાસ્ત કરી."ગો અહેડ" મી. મૂર્તિએ પરવાનગી આપી.

"પુસ્તક ના કોપી રાઈટ પડાવી લેવાના કાવતરામા ફાવ્યો નહિ અને પરિવાર ખોવો પડ્યો એ બે વિચારોમાં રચિત ની માનસિક બીમારી ની હાલત ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગઈ."

"લીલા જી તમે માનસિક બીમારી થી કહેવા શુ માંગો છો?" મી. મૂર્તિએ આશ્ચર્ય થી પૂછ્યું.

"એજ કે આરોપી રચિત માનસિક બીમાર છે. હી ઇઝ એ મેન્ટલી ડિસઓર્ડરડ પર્શન. અને એજ બીમારી ના આવેશમાં જ એણે બન્ને હત્યા કરી છે. આ એક એવી બીમારી છે જેમાં અવેગના સમયે માણસ પોતાના વિચારો ઉપરથી કાબુ ગુમાવી દે છે. અમેરિકા જેવા દેશમાં એવા કેટલાય કિલર પકડાયા છે યોર ઓનર. અને હોલિવૂડ માં તો લોક જાગૃતિ માટે એનું ફિલ્મ એડોપશન પણ થયું છે."

"હમમમમમ." મી. મૂર્તિએ ડોકું ધુણાવ્યું.

"બસ એવી જ આવેગની હાલતમાં રચિત ને પણ હત્યા કરવાનો વિચાર આવ્યો અને પછી પોતાના ઉપર કાબુ ગુમાવીને ને એ હત્યા કરી બેઠો. પોલિશ રિપોર્ટ તમારા મેજ ઉપર છે યોર ઓનર"

મી.મૂર્તિએ રિપોર્ટ ઉપર નજર કરી. નાનુભાઈ વકીલ ના દાવપેચ થી જ થથરી ગયા હતા પણ મી. રચિત ના ચહેરા ઉપર ભય નો કોઈ અણસાર નહોતો. એમની આંખોમાં એક રહસ્યમય ચમક હતી.

"માય લોર્ડ હત્યા મારા ક્લાયન્ટ મી. રાચીતે કરી છે એવા કોઈ પુરાવા નથી. અને મી. રચિત કોઈ પણ માનસિક બીમારીનો ભોગ નથી બનેલા." મી. યશે દલીલ કરી.

"યોર ઓનર આરોપીની બીમારી નું પ્રુફ પણ છે ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ જ્યારે એની ધરપકડ કરી ત્યારે એ પોતાની જ કતલ કરવા જઇ રહ્યો હતો. અને આત્મહત્યા એ એક મેન્ટલ ડિસઓર્ડર ડિઝ છે. રુદ્રસિંહને હું બયાન માટે બોલવા માંગીશ." લીલા દેસાઈએ ફરી એક સોંગઠું ફેંક્યું.

"પરમિશન ગ્રાન્ટેડ"

રુદ્રસિંહ વીંટનેસ બોક્ષમાં હાજર થયો.

"યોર ઓનર મેં જ્યારે મી. રચિત ને ઍરેસ્ટ કર્યા ત્યારે એ આત્મહત્યા કરવા ની કોશિશ માં હતા." ગીતા પર હાથ મૂકી રુદ્રસિંહે બયાન આપ્યું.

"માય લોર્ડ હું રુદ્રસિંહ ની પૂછપરછ કરવા માંગીશ" મી. યશે દરખાસ્ત કરી અને રુદ્રસિંહ તરફ ફર્યા.

"જી તો મી. રુદ્રસિંહ રાઠોર તમે પણ એવું માનો છો કે આત્મહત્યા કરનાર વ્યક્તિ મેન્ટલી ડિસઓર્ડર હોય?"

"જી. આ.. " રુદ્રસિંહ ને શબ્દો મળ્યા નહીં " એ મારો ખ્યાલ નથી યોર ઓનર મેં બસ જે દેખ્યું છે એ બયાન આપ્યું છે."

"મી. રુદ્રસિંહ પોતાના બયાન ઉપર મક્કમ નથી. ઇટ ઈઝ એબસોલ્યુટલી રાઈટ મારા ક્લાયન્ટએ આત્મહત્યાની કોશિશ કરી હતી પણ એ કોઈ બીમારીનો પ્રભાવ નહોતો પણ એ એક લાગણીની અસર હતી. માય લોર્ડ પત્ની અને બાળકો એક સાથે મૃત્યુ પામે તો કોઈ પણ વ્યક્તિ ને જીવન માંથી રસ ઉઠી જાય." મી. યશે લીલા દેસાઈ સામે જોઈ કહ્યું.

"યોર ઓનર હું બીજો એક એવીડન્સ રજૂ કરવા માંગીશ. અંતર આગ પુસ્તકનો પ્લોટ હું કોર્ટમાં રજુ કરવા માંગીશ." લીલા દેસાઈના એ વાત થી આખી કોર્ટમાં નવાઈ પ્રસરી ગઇ.

"લીલા જી આ કોર્ટ છે." મી. મૂર્તિએ જરા કડકાઈ થી કહ્યું.

"જી યોર ઓનર અને કોર્ટ ને મજબૂત પ્રુફ જોઈએ જે આ પુસ્તકમાં છે." કહી લીલા દેસાઈએ પુસ્તક રિપોર્ટરને આપ્યું.

મી.મૂર્તિએ અનુમતિ આપી એટલે લીલા દેસાઈએ અંતર આગ પુસ્તકની સ્ટોરી ના તારવેલા મુદ્દાઓ વાળું એક કાગળ લઇ શરૂ કર્યું.

"યોર ઓનર અંતર આગ નવલકથાની સ્ટોરી માં પણ એક લેખક પોતાની મેનુસક્રીપ્ત એક પબ્લિશરને આપે છે. પણ પબ્લિસર એ લેખક સાથે વિશ્વાસઘાત કરે છે અને એ સ્ટોરી બીજા લેખકને વેચી દે છે. અને એ ખરો લેખક કેસ કરે છે પણ ચાલતો નથી બલકી એને જ સજા થાય છે. જ્યારે એ લેખક એક વર્ષ ની સજા ભોગવીને બહાર આવે છે ત્યારે જ એ પબ્લિસર નું મર્ડર થાય છે. પણ તપાસમાં ડેડ બોડી પાસે થી માત્ર એ પુસ્તક જ મળે છે બીજા કોઈ કલ્યું મળતા નથી. પણ એ સમયે પોલિશ એ પુસ્તક ઉપર કોઈ ધ્યાન આપતી નથી. પણ જ્યારે જે લેખકે પુસ્તકમાં ખોટી રીતે પોતાનું નામ મેળવ્યું હતું એનું પણ મર્ડર થાય છે અને એજ પુસ્તક ત્યાંથી પણ મળે છે. પોલિશ ને ત્યારે જ ધ્યાન માં આવે છે કે બન્ને મર્ડરમાં આ પુસ્તક બોડી પાસે થી મળ્યુ છે."

"હમમમ." મી. મૂર્તિએ રસપૂર્વક સસમભળ્યુ. નાનું ભાઈ તો હતાશ થઈને બેઠા હતા માત્ર શૂન્યમનસ્ક બની ને. પણ મનું એક એક દલીલ ધ્યાન થી સાંભળતો હતો.

"એ પુસ્તક પરથી પોલિશ કોઈ કલું મેળવી શકી નહિ પણ એક ડિટેકટિવને કાતિલ નો અંદાજ મળી ગયો. જે લેખકે કોર્ટમાં કેસ કર્યો અને હારી ગયો એણે જ મર્ડર કર્યા હશે એટલે એ ત્યાં પુસ્તક મૂકી ને જતો હશે એવો અંદાજ લગાવી ડિટેકટિવ એને એરેસ્ટ કરે છે. પણ એ અંદાજ ખોટો નીકળે છે એની ધરપકડ થયા પછી પણ એક વકીલ નું મર્ડર થાય છે જે પેલા લેખકનો કેસ લડી હતી અને હારી ગઈ હતી. એટલે એ લેખક નિર્દોષ સાબિત થાય છે અને એ પણ પુરવાર થાય છે કે એ પુસ્તક એની જ રચના હતી અને એને માન ભેર આઝાદ કરવામાં આવ્યો"

"એનાથી મી. રચિતના કેસને શુ રિલવાન્સ?" મી. મૂર્તિ જ મુંજવાઈ ગયા હતા.

"યોર ઓનર આરોપી રચીતે પણ એ પુસ્તક ની સ્ટોરી જેમ જ બધુ પ્લાનિંગ કર્યું હતું. પહેલા કેસ કર્યો પછી પબ્લિશરનું મર્ડર કર્યું અને એના પછી લેખક અને વકીલ એટલે કે મારું અને વિઠ્ઠલદાસનું મર્ડર કરવાનો હતો પણ મી. રુદ્રસિંહ જેવા કાબીલ ઇન્સ્પેક્ટરે એને પકડી લીધો અને એનું પ્લાનિંગ ખોટું પડ્યું. જો કે આરોપી રચિત એક સિરિયલ કિલર નો ભય ફેલાવવા માંગતો હતો પણ મનસૂબો મન માં જ રહી ગયો. પણ અહીં કોઈ સિરિયલ કિલર છે જ નહીં યોર ઓનર આરોપી રચિત ને સજા થયા પછી અહીં કોઈ મર્ડર થવાના જ નથી."

રુદ્રસિંહ મનોમન કેસ સોલ્વ કરવા માટે ખુશ થતો હતો. પ્રદીપ દાંત ભીંસીને બેઠો હતો.

એક નીરવ શાંતિ કોર્ટમાં ફેલાઈ ગઈ. કેવા કાવાદાવા? વકીલની કેવા ધારદાર પ્રસ્તાવો? નાનુંભાઈએ મન માં ગાંઠ વળી દીધી કે હવે રચિત કોઈ સંજોગોમાં બચશે જ નહીં. નાનુભઈએ રચિત તરફ જોયું એમના માથા ઉપર ફાંસીનો ફન્ડો લટકતો દેખાતો હતો. મી. યશ પાસે પણ કોઈ દલીલ બચી ન હતી.

પ્રદીપ અને નાનુભાઈ ઉપર રચિત ના મૃત્યુના વિષાદના સુર ઘેરી વળ્યાં હતા.

"માય લોર્ડ મારા ક્લાયન્ટની પર્શનલ લાઈફ સાથે ભળતી કહાની બનાવી લીલા જી એને ખોટી સજા આપી દેવા માંગે છે" મી. યશ પાસે બીજી કોઈ દલીલ નહોતી.

"તમારે તમારા બચાવ માં કાઈ કહેવું છે મી.રચિત?" મી. મૂર્તિએ પૂછ્યું.

"બચાવ......!" એક રહસ્યમય સ્મિત આપી એ શાંત થઈ ગયા.

"કેસના શંજોગ જોતા નાનુભાઈ શાહે કરેલ અપીલ કોર્ટ નામંજૂર કરે છે. અને આવનારી 7 તારીખ સુધી આરોપી રચિત અગ્નિહોત્રીને કસ્ટડીમાં જ રાખવામાં આવશે. ત્યાં સુધી મી. યશ કોઈ ઠોશ સબૂત રજૂ નહિ કરે તો આવતી તારીખે કેસ નો ફેંસલો કોર્ટ આપશે."

કોર્ટ ડિસમિશ થઈ ગઈ. મી. રચિતને કસ્ટડીમાં લઇ જવા માટે તૈયારીઓ થઈ. કોર્ટની બહાર પબ્લિક અને પત્રકારો ના ટોળા ઉમટી પડ્યા હતા.

"શુ મી. રચિત જ ખૂની છે?"

"આવનારી 7 તારીખ સુધી કોર્ટ નો ફેંસલો મુલતવી રાખેલ છે"

"શુ તમે...."

"નો મોર કવેસ્ચન પ્લીઝ..." મી. રુદ્રસિંહ પોલિશ સ્ટેશન તરફ રવાના થઈ ગયો.

નાનુભાઈ, પ્રદીપ અને મનું ક્યાંય સુધી વહી જતી વેનની બારીમાંથી દેખાતા કેદી રચિત સામે જોઈ રહ્યા......

***

To be continue.....

વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'