અંતર આગ Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતર આગ

અંતર આગ

11. ધરપકડ...

સૂરજ આથમ્યો. જોતજોતામાં અંધારું ઘેરાવા લાગ્યું. પોતે જેલમાં ગયો પછી પત્ની અને બાળકોના જીવનમાં પણ કેવું અંધારું છવાઈ ગયું હતું.....! પતિ પત્નીનું તો ઠીક પણ બાળકોના જીવન નો સુરજ તો હજુ હમણાં જ ઉગ્યો હતો અને એટલામાં આથમી પણ ગયો....

"ગુડ નાઈટ અંકલ"

"ગુડનાઇટ બેટા "

પ્રદીપ હજુ અશક્ત હતો એટલે સુઈ ગયો. નાનુભાઈ અને રચિત અગ્નિહોત્રીએ થોડી વાર વાતો કરી પછી નાનુભાઈની પણ આંખ મળી ગઈ. પણ મી. રચિત ને ઊંઘ નહોતી આવતી. આંખો બંધ કરતા જ આંખો અને પોપચાં વચ્ચે પત્ની અને બાળકોના ચહેરા તરવરવા લાગતા હતા. કાસ ભૂતકાળ ભૂલવાનું કોઈ મશીન હોત.....!

મી.અગ્નિહોત્રીને ઊંઘ ન જ આવી. આલિયા કેટલી સંસ્કારી હતી. પહેલે ખોળે દીકરી જન્મી ત્યારે ઘણાએ કિધેલું દીકરી જન્મી શુ કામ ની ? પણ બધા ખોટા ઠર્યા હતા. આલિયા તો દીકરા કરતા પણ વધારે આધારભૂત પુરવાર થઇ હતી. કેટલા હેતથી આર્યન ને સાચવતી એની સાથે રમતી.....! ઘણી વાર તો પોતાના ભાગના પૈસાથી પણ આર્યન ને આઈસ્ક્રીમ અપાવતી. પપ્પા પૂછતાં કેમ બેટા તારે ? ડેડી આર્યન ઇઝ માય ઓન્લી ડિયર બ્રધર અને એમ પણ હું મોટી થઈને ખૂબ આઈસ્ક્રીમ ખાઇશ પછી આર્યન સામે જોઇને ઉમેરતી આર્યન કમાશે ત્યારે.

'મોટી થઇશ' એ શબ્દો સહન ન થયા. ડૂસકું ગળામાં દબાવી રાખ્યું એટલે શરીરમાં એક કંપન આવી ગયું. અરેરે બિચારી યુવાન થઈ ન થઈ ને કાળ એને ભરખી ગયો......

આંખો ભીની થઇ ગઇ. વહેવા લાગી. ઘોર કાળી રાતનું અંધારું બારીમાંથી ભરખી જવા ડોકિયું કરતું હતું. દીકરીના ફોટાને છાતીએ દબાવી દીધો.....

સવાર પડી. રાતનો આવેશ ન રોકી શકયા, આંખોમાં રોષ આવેગ અને નફરતનું મિશ્રણ દેખાતું હતું. ઘરમાંથી ક્યાંકથી મોટું ચપ્પુ શોધી કાઢ્યું, લઈને નીકળ્યા.

***

સવારે નવેક વાગ્યાના સુમારે રુદ્રસિંહ નાનુભાઈની હોટલે પહોંચી ગયો. ત્યાં જઈને રચિત અગ્નિહોત્રિ ની પૂછપરછ કરી.

"રચિત તમારો મિત્ર છે અને તમારી પાસે રાખો છો અંકલ"

"હા પણ કેમ? શુ થયું સાહેબ?" એમને ફરી ફાળ પડી.

"હી ઇઝ અ મર્ડરર. કાતિલ છે એ."

"હત્યા?" અશક્ય જેવા એ શબ્દો સાંભળી એ ધ્રુજી ઉઠ્યા "કોની હત્યા?"

"રાજવીર અને જયદીપ દક્ષની. શનિવારે રાત્રે એ બન્ને ની હત્યા થઈ છે અને હત્યારો તમારો મિત્ર છે" કડકાઇથી ઇન્સ્પેક્ટર બોલ્યો.

"પણ..... પણ સાહેબ રચિત તો જ્યારથી જેલથી છૂટ્યો છે ત્યારનો એ મારી પાસે જ છે. હત્યા એ ક્યારે અને કઈ રીતે કરે?" એમને દલીલ કરી.

"મર્ડર કરવા માટે કલાકોની જરૂર નથી હોતી. એ ચોવીસ કલાક તો તમારી નજર સામે નઈ રહેતો હોય ને?"

"એટલે?" નાનુભાઈને આવનાર ભય દેખાયો.

"એવરીથિંગ ઇઝ ક્લિયર .... જેમ અત્યારે રચિત તમારી પાસે નથી શુ તમે કહી શકો એ અત્યારે ક્યાં હશે? કોnu મર્ડર કરતો હશે? એવી જ રીતે શનિવારે રાત્રે પણ એ....."

"એ બિચારો મારા જુના ઘરે ગયો હશે" વચ્ચે જ બોલ્યા.

"કેમ?"

"એનો પરિવારે ત્યાં રિબાઈને દમ તોડ્યો હતો એટલે એ ત્યાં જઈ મન હળવું કરે છે સાહેબ"

"ઇકજેટલી શનિવારે રાત્રે પણ એ ત્યાં જ ગયો હશે અને પરિવાર ખોયાની આગમાં એ બધાની યાદમાં એ પાગલ થઈ રાજવીર દક્ષ ના પબ્લિકેસન હાઉસે પહોંચી ગયો હશે." રચિત અત્યારે ક્યાં હશે એ અંદાજ મળી જતા રુદ્રસિંહે ટૂંકાવ્યું.

***

પત્ની અને બાળકોએ લીધેલા છેલ્લા શ્વાસ વાળી જમીન તેને વારંવાર ખેંચી જતી હતી. ફરી એકવાર રચિત અગ્નિહોત્રી ત્યાં પહોંચ્યા. બળીને ખાખ થઈ ગયેલા ઘરમાં હજુય જમીન કાળી હતી. અર્ધા બળેલા પથ્થર અને ઈંટો ભેંકાર લાગતી હતી. એ સ્મશાન જેવી મરું ભૂમિ પર રચિત ને હજુય બધાની ચિતા બળતી દેખાતી હતી.

આલિયા અને આર્યન ના ખિલખિલાટ થી જે હરયુભર્યું લાગતું એ ઘર આજે એને ભરખી જાવા માંગતું હતું. ત્રણ ચહેરા આંખો આગળ દ્રશ્યમાન થઈને ઓગળી જતા હતા. મી. રાચીતની આંખો માંથી આંસુઓ જાણે એ જમીન હજુય ધગધગતી હોય એમ એને ઠારવા માટે એના પર પડતા હતા. કોઈ સંગીતકાર એકલતામાં કરૂણ સુર રેલાવતો હોય એવું વાતાવરણ હતું. એ ઘૂંટણ પર બેસી પડ્યા. કરુણતા ની સીમા વટાવી દેનારું એ દ્રશ્ય ખડું થયું હતું.

કોટના ખિસ્સામાંથી પેલું ચપ્પુ નીકાળી પોતાના પેટમાં જ ઘુસી આંતરડાનો ઢગલો કરી દે એવા જોશથી બે હાથ વડે તેણે ચપ્પુ પોતાના પેટ તરફ ઉગામયુ.

ફરી એક ચહેરો દેખાવા લાગ્યો. અમે બધા હજુ જીવીએ છીએ ડેડી. શુ કામ આત્મહત્યા....? એ ચહેરો એમને જાણે રોકતો હતો. એમના હાથની પકડ ઢીલી થઈ ગઈ. પણ ફરી પોતે એકલો કઈ રીતે જીવશે એવા વિચારથી પકડ મજબૂત થઈ. અંશુઓ થી તરબતર એના ધ્રુજતા હોઠ ઉપર છેલ્લી વાર કેટલાક નામ આવ્યા. આલિયા, આર્યન, કોકિલા. એની આંખો બંધ થઈ ગઈ અને હાથ માં રહેલુ ધારદાર ચપ્પુ પેટ તરફ ધસ્યું....

***

નાનુભાઈ પાસેથી રચિત ક્યાં હશે એ માહિતી મેળવીને રુદ્રસિંહ એ તરફ નીકળી ગયો હતો. ગાડી રોકતા જ એની નજર આત્મહત્યા કરવા જઇ રહેલા રચિત સગ્નિહોત્રી ઉપર પડી.

"સ્ટોપ ઇટ....." કહી એ રચિત પાસે ધસી ગયો. "આઈ સે સ્ટોપ ઇટ...." ચપ્પુ ઝુંટવી લેતા રુદ્રસિંહ બરાડયો.

"કાયર પહેલા મર્ડર કર્યા અને હવે સજા થી ડરીને આત્મહત્યા કરે છે.....!" રુદ્રસિંહ તોછડાઈ થી બોલ્યો.

"મર્ડર.....? ઇન્સ્પેક્ટર તમારી કોઈ ભૂલ થાય છે. હું ગણતરીના દિવસો પહેલા તો જેલ માંથી છૂટ્યો છું." રચિત ને કાઈ સમજાતું ન હતું.

"ભૂલતો તે કરી છે અને રુદ્રસિંહ રાઠોર ભૂલ ન કરે. તે રાજવીર દક્ષ અને જયદીપ દક્સની હત્યા કરી છે." કહીને ઇન્સ્પેક્ટરે ઉમેર્યું " યુ આર અન્ડર ઍરેસ્ટ."

રાજવીર દક્ષની હત્યા સાંભળીને મી. રચિત ના ચહેરા ઉપર એક ખંધુ સ્મિત ફરી વળ્યું. એને હાથ આગળ કરી અને રુદ્રસિંહ ને કહ્યું " તો મને જેલ જવું મંજુર છે."

ઘડીભર તો રુદ્રસિંહ એ અસ્પષ્ટ વાક્યને સમજી ન શક્યો. પછી મી. રચિતને પોતાની જીપ્સીમાં સ્ટેશન લઇ ગયો.

"પૂટ હિમ ઇન ધ સેલ" રુદ્રસિંહે દેવીસિંહ ને ઉકમ કર્યો.

દેવીસિંહે મી. રચિતને ફરી એક વાર લોખંડના સળિયા પાછળ ધકેલી દીધા. પણ આ વખતે એ લોહના સળિયા કઠોર નતા, એ ચાર દીવાલો ભેંકાર નતી, મી. રચિતને કોઈ મૂંઝવણ ન હતી. ખરું કહીએ તો જે માણસ આત્મહત્યા કરવા માંગતો હોય એને જેલ શુ ને આઝાદી શુ.....! એને એ દીવાલો અને સળિયા શુ મૂંઝવે?

રચિત હત્યા કરે એ માની લેવા નાનુભાઈ જરાય તૈયાર ન હતા. પણ કાનૂન સામે શુ ચાલે? કોઈ દલીલ નો તો અર્થ હતો જ નહી.....!

પ્રદીપ હોટેલ આવ્યો ત્યારે નાનુભાઈએ ખૂનની વાત કરી. પ્રદીપને પણ એ માન્યા મા ન આવ્યું.

"આપણે એમને મળી આવીએ પપ્પા."

"પણ બેટા ભૈરવસિંહ પાસે ગયા એ તું ભૂલી ગયો?"

"રુદ્રસિંહ એવા નથી દાદા." મનું વચ્ચે જ બોલ્યો " એ મી. આદિત્યના મિત્ર છે મને ઓળખે છે."

નાનુભાઈ અને પ્રદીપના ચહેરા ઉપરથી એક ચિંતા ખસી ગઇ. વધારે કાઈ ચર્ચા કર્યા વગર એ બધા રુદ્રસિંહના સ્ટેશને પહોંચી ગયા.

"મનુ તું અહીં?" રુદ્રસિંહ ને નવાઈ થઇ.

"સાહેબ આ મારા નાનુદાદા છે. એમને એક વાર એમના મિત્ર હારે મળવા દો પ્લીઝ."

"વ્હાય નોટ." કહી રુદ્રસિંહે દેવીસિંહને ઈશારો કર્યો.

દેવીસિંહ ઈશારો સમજી ગયા એ બધાને રચિત અગ્નિહોત્રીની સેલ પાસે લઈ ગયા. રચિત અગ્નિહોત્રી હાથમાં આલિયાની પેલી તસ્વીર લઈને એક ખૂણામાં બેઠા હતા.

"રચિત"

"અંકલ"

નાનુભાઈ અને પ્રદીપ એક સાથે બોલ્યા. મી. રચીતે એમનો બેનૂર આંખો તસ્વીર માંથી હટાવી અને ઉદાસ ચહેરો ઉઠાવી બહાર જોયું. પછી ઉભા થઈને નજીક આવ્યા.

"તું ગભરાતો નઈ .... હું આ વખતે સારો વકીલ રોકીશ. તને આ નર્કથી છોડાવી લઇશ રચિત." નાનુભાઈ એક સાથે બોલી ગયા.

"કોઈ જરૂર નથી નાનું" એમના શબ્દોમાં મક્કમતા હતી.

"એટલે? તમે આ શું બોલો છો અંકલ" પ્રદીપે સળિયા પકડીને કહ્યું.

"મારે વકીલની જરૂર નથી " ધીમા અવાજે એ બોલ્યા.

"પણ કેમ રચિત?"

"મારા માટે આ જીવન જ નર્ક છે નાનું, દુનિયા આખીયે જેલ છે અને હવે ફાંસીજ મને મુક્તિ આપી શકશે." એ તસ્વીરમાં જોઈને બોલ્યા.

નાનુભાઈ પ્રદીપ અને મનુ એમને જોઈ રહ્યા. એમના એ શબ્દો માં ભારોભાર વ્યથા હતી. અપાર વેદના.....!

"મળવાનો સમય પૂરો થયો." દેવીસિંહ અનિચ્છાએ બોલ્યા.

રચિત અગ્નિહોત્રી એમની પીઠ બતાવીને પેલા ખુણામાં જઈને ફરી એ તસ્વીરમાં નજર માંડીને બેસી ગયા. એમને હવે ફાંસીએ લટકવાનો પણ કોઈ ભય નહોતો.

એમને હવે ફાંસીએ લટકવાનો પણ કોઈ ભય નહોતો. એ કઠોર સળિયાની અને ભેંકાર દીવાલોમાં મોતની રાહ જોતા હોય એમ એ ત્યાં બેઠા હતા. નાનુભાઈ, પ્રદીપ અને મનુ નિરાશ થઈને સ્ટેશન બહાર નીકળ્યા. બધા અવાચક બની ગયા હતા. પણ મનુના મન માં કઈક ચાલી રહ્યું હતું.....

***

To be continue.....

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’