Akad books and stories free download online pdf in Gujarati

અકળ

નવલીકા

અકળ

“આજે મારા ભાઇને દર્શન કરવા સાથે લાવ્યા હો બાકી તમે પણ પતિદેવ.” જાનવી કારમાં બેસતા જ પોતાના પતિ સંદિપને મજાકમાં બોલી. સંદિપનો તો વર્ષો થયે એક નિયમ કે દર મહીનાનાં પહેલા રવિવારે પાવાગઢ માતાજીના દર્શને જવું. આમ પણ વડોદરાથી આવવું સહેલુ. પણ જાનવીનો ભાઇ જગત કયાંય પણ કોઇ મંદીરે દર્શન કરવા ન જાય. એને કોઇપણ જગ્યાએ કોઇપણ જાતની આસ્થા જ નહી. ઘરના લોકો પણ બધા સમજાવીને થાકી ગયા. પણ તર્ક કરવામાં જગતને કોઇ ન પહોંચી શકે. આજે અચાનક જ જગત સાથે આવવા રાજી થઇ ગયેલો. આમપણ જગત જયાં નોકરી કરતો હતો ત્યાં રાજીનામું આપીને આવેલો અને હવે કઇ બીઝનેશ કરવાનુ વિચારેલ એટલે સાથે આવવા તૈયાર થયેલો.

ચાંપાનેર ગામ આવતા જ ત્રણેયને ખ્યાલ આવ્યો કે આજે બહુ જ ભીડ લાગે છે. એવામાં જાનવીને યાદ આવ્યુ કે આજે તો પુનમ પણ છે એટલે આટલા બધા માણસો દર્શને આવ્યા હશે. તેમ કરીને સંદીપે કાર પાર્ક કરી એ પણ ચાંપાનેર અને માંચીની વચ્ચે રસ્તામાં કયાક “અરે આવી ભીડમાં હેરાન થઇને દર્શન કરવા ફરજીયાત છે?” કારમાંથી નીચે ઉતરતાવેત જ જગતે ગુસ્સાભર્યો સવાલ કર્યો. “તુ ચાલને બકા મારૂ અહી બધુ સેટીંગ છે, તને તકલીફ નહી પડવા દઉં.” સંદિપે જગતના ઇરાદા પર પાણી ફેરવતા કહ્યુ. જગતને જીજાજીની વાત પર ભરોસો હતો જ, એટલે એ સાથે આવેલો. અને ત્રણ જ વ્યક્તિની વ્યવસ્થા કરવી કોઇ માટે અઘરૂ ન હતુ. છોકરાઓ પણ સાથે ન હતા. બધુ સંદિપના સેટીંગ મુજબ ગોઠવાય ગયુ. દર્શન કરી બધા નીચે રોપ-વે સુધી ચાલીને ઉતરતા હતા ત્યાં જ જગતના નામની બુમ સંભળાઇ. એ જગતનો કોલેજ સમયનો મિત્ર અંબર હતો. બંને ખાસ મિત્રો પણ પછી માત્ર ટેલિફોનિક સંપર્કો જ હતા.

અંબર એના બાળકો અને પત્ની સાથે એક દુકાનેથી શ્રીફળ અને પુજાની સામગ્રી ખરીદતો હતો ત્યારે તેની નજર જગત પર પડી. જગત પણ અંબરને ઓળખી ગયો. બંને મિત્રો ભેટ્યા. સામાન્ય વાતચીત કરી. અંબરે પોતાના પરીવારની ઓળખાણ કરાવી. નાનો દીકરો શ્રેય જગતને વહાલો લાગ્યો. અંબરે કોલેજ પુરી કરી સુરતમાં જ પોતાના પિતાનો ફર્નિચરનો શો રૂમ સંભાળેલો. જગતને મિત્ર સાથે સમય લાગશે એમ સમજીને તેના બહેન અને જીજાજી “તુ નીચે આવજે નિરાંતે. અમે કાર પાસે તારી રાહ જોઇશું.” કહીને ચાલતા થયા.

“ચાલ બાજુમાં સાથે ચા લઇએ” જગતને મિત્ર સાથે વધારે સમય વિતાવવો હતો એટલે અંબરને કહયુ, બંને એકલા હોટલના ટેબલ પર બેસી ચા મંગાવી. ચા પીતા પીતા અંબરે જગતને જોઇ અચરજથી પુછ્યુ “તારા કપાળે આ ચાંદલો.” જગતના જવાબની રાહ જોયા વિના તરત જ અંબર પાછો બોલ્યો “જોયુને દોસ્ત જીંદગીએ તને પણ આસ્તિક કરી દીધો.” ચા ની અધુરી પ્યાલી ટેબલ પર મુકીને જગતે કહ્યુ. “અરે નારે યાર આપણને તો હજુ પણ આ બધુ નથી ગમતુ, આ તો મોટી બહેન સાથે હતી તે ચાંદલો કરી દીધો. આ ફકત એનુ માન છે” જગતને આમ અડિખમ જોઇને અંબરે પુછયુ “શું કામ તુ નથી માનતો ઇશ્વરમાં અને એની અદ્રશ્ય શક્તિઓમાં?” અંબરનો આ સવાલ નવો ન હતો. અત્યારે તો જગતનો જવાબ માત્ર અટટાહાસ્ય જ હતો. પણ અંબરને જગતની કોલેજકાળની દલીલો યાદ હતી. “જો ઇશ્વર હોય અને એણે દુનિયા બનાવી હોય તો માલિક તરીકે એની ફરજ છે કે કોઇ ગરીબ, ભુખ્યુ, અપંગ કે દુખી ન રહે. પણ આ દુનિયામાં તો દુખી લોકો રોજેરોજ વધતા જ જાય છે. કેમ કોઇ બચાવવા નથી આવતુ આવા લાચાર માણસોને?” અંબરને આમ વિચારમાં ખોવાયેલ જોઇ જગતે જાણે એને જગાડતા કહ્યુ, “તારામાં પણ કયાં કશો ફેરફાર થયો છે? જોને દર પુનમ પર દર્શન કરવા આવી જાય આટલી ભીડમાં શું મળવાનુ છે તને અહી ? પાછો તો ફેમીલીને લઇ આવે હેરાન કરવા, સાવ લબાણ માણસ. તારો ઉપરવાળો આવે તને મળવા તો મારા નમસ્કાર કહેજે.” જગતની આટલી બધી વાતો સાંભળીને પણ અંબર માત્ર મરક મરક હસ્યો. ચર્ચાનો વિષય બદલવા અંબરે પુછ્યુ “તો મેનેજર સાહેબનો દબદબો હજુ પણ એવો જ છે કે?” જગતે નોકરી છોડ્યાની અને નવા ધંધા વિશે આખી વાત કરી. અંબર ખુશ થઇ બોલ્યો, “હા તું એ કરી શકે, કોઇ પ્લાનીંગ તૈયાર કર્યુ છે.” “હા મારા તરફથી પુરતી કોશિષ રહેશે. આજે જ ચાઇના જાવ છુ ટેક્ષટાઇલ મશીનની એક કંપની છે એની ડીલરશીપ લેવી છે સાઉથ ગુજરાતની. પણ શક્યતા બિલ્કુલ નહિવત છે છતાં થોડા દિવસ ત્યાં રોકાણ કરીને જોઇશ.” જગતે જવાબ આપ્યો . અંબર પણ મિત્ર તરીકે આસ્વાસન આપતા બોલ્યો, “તુ જા બિન્દાસ, તારૂ એ કામ થઇ જશે. હું પ્રાર્થના કરીશ ભગવાનને.” પણ જગતે જાણે વાસ્તવિકતા બતાવતા કહ્યુ, “એવુ નથી મારા કરતા ઘણા મોટા માથા પ્રયત્નો કરે છે એટલે શક્યતા નથી. પણ એ બહાને કશુ શિખાઇ જાય.” પણ અંબરની આસ્તિકતા જાણે આભ જેટલી ઉંચી. એનાથી બોલાઇ જ ગયુ “જો તારૂ આ કામ એક ધક્કે જ થઇ જાય તો પ્રોમીસ કર કે આવતી પુનમ પર તુ અહીં દર્શન કરવા આવીશ અને તારે આવવુ જ પડશે અહીં, તૈયારી રાખજે.” હજુ જગત જવાબ દેવા કશું વિચારી રહ્યો હતો ત્યાં જ એનો ફોન રણક્યો. એ જીજાજીનો ફોન હતો એ રાહ જોતા હતા. બંને મિત્રો ફરી મળવાના વાયદા સાથે છુટા પડયા. અંબર પણ પરીવાર સાથે દર્શનની લાઇનમાં ઉભો રહી ગયો.

આ બાજુ સંદિપ પણ કાર સ્પીડમાં હંકારી મુકે છે. સવારના અગિયાર વાગી ગયા હતા. જગતને સાંજે ચાર વાગે વડોદરાથી મુંબઇને ફલાઇટમાં બેસાડી સંદિપ પણ જાણે જવાબદારીમાંથી મુક્ત થયો. જગત ચાઇના પહોંચી ગયો. એની માન્યતા વિરુધ્ધ જાણે બધુ સારૂ થતુ ગયું. આજે વીસ દિવસ પછી ફાઇનલ ડીલ થવા જઇ રહી હતી. છેલ્લા ડોક્યુમેન્ટ સાઇન થવાના હતા. સવારે નિરાંતની પળોમાં જગત મનોમંથન કરતો બેઠો છે. અંબરની વાત તો સાચી પડી. એની પ્રાર્થનામાં કઇક શક્તિ તો છે. નહિતર આવી અશક્ય ડીલ મારી ફેવરમાં કેમ થાય? વચ્ચે વચ્ચે એના તર્ક પણ આડા આવી જાય છે પણ કોણ જાણે અત્યાર સુધીની બધી પરીસ્થિતિ એને સહકાર આપતી જાય છે એવા વિચારે વળી અંબર ની આસ્થા જીતતી હોય એવુ લાગે છે. આખરે નકકી કરે છે. કે અંબરના વાયદા પ્રમાણે આવતી પુનમ પર પાવાગઢ દર્શન કરવા જવુ જ. અંબરને સરપ્રાઇઝ આપવી છે એવા વિચારે એને ફોન કરવાનુ ટાળે છે. બીજા થોડા દિવસ પછી જગતને ચાઇનામાં જ સુરતથી મશીનોનો ઓર્ડર પણ મળે છે. જગતને હવે પાક્કુ થયુ કે આ બધુ આમ ગોઠવાય જવુ આપણા હાથની વાત નથી. કોઇ તો અદ્રશ્ય શક્તિ કામ કરતી હોવી જોઇએ.

છેવટે જગતને પરત ઘરે આવવાનુ થયુ. વડોદરા પહોંચયો તે જ દિવસે પુનમ પણ હતી. એરપોર્ટથી ટેક્સી કરી સીધો જ પાવાગઢ પહોંચી ગયો. એક મહિના પહેલા પણ જગત દર્શન કરવા આવેલો પણ આજે જે ભાવ હતો એ જુદો હતો, આજે જગત ખુશ હતો. એનામાં એક શ્રધ્ધાનો જાણે સુર્યોદય થતો હોય એવુ એને લાગી રહ્યુ હતુ. અને અત્યાર સુધી પોતે માનેલા તર્કને તુટતા જોઇ રહ્યો સાથે ક્ષોભની હળવી પીડા પણ અનુભવી રહ્યો હતો. પણ પછી આ આસ્થા મારામાં જાગી એનો સૌથી વધારે આનંદ અંબરને થશે. માટે દર્શન કરી પછી અંબરને ફોન કરવો, સૌથી વધારે એ ખુશ થશે, આજે પુનમ છે, એ આવ્યો જ હશે, કદાચ હમણા મળી પણ જાય. એમ વિચારતો અંબરને શોધતો જગત દર્શન કરી થોડા પગથીયા માંડ ઉતરી શક્યો. તરત જ ફોન કાઢ્યો ખિસ્સામાથી અને અંબરનો નંબર ડાયલ કર્યો. ‘’“હેલો હેલો અંબર, હું જગત.”’’ સામે કોઇ અજાણ્યો અવાજ બોલ્યો “ ‘’હાં અંકલ હું અંબરભાઇનો ભાણેજ બોલુ છું. મામા ઘરે ફોન મુકીને ગયા છે.”’’ “ ‘’બેટા હુ તારા મામાનો ખાસ મિત્ર જગત બોલુ છું. ક્યાં ગયો છે એ ?” જગતે ઉતાવળે પુછ્યુ. ‘’“મામા તો હોસ્પિટલ ગયા છે”’’ જગતને આંચકો લાગ્યો. ‘’કેમ શું થયુ એને”’’ ‘’“તમને ખબર નથી? ગયા મહિને એ પાવાગઢથી આવતા હતા ત્યારે એમનુ કારમા એક્સીડન્ટ થયુ. મામી હજુ કોમામાં છે અને મામાના દિકરા શ્રેયની પણ સારવાર ચાલુ છે.”’’ થોડીવાર જગતથી કઇ બોલાયુ નહી તો સામેથી અવાજ આવ્યો ‘’“હેલો અંકલ મામાને અને એમની દિકરીને કઇ નથી વાગ્યુ”.’’ “ ‘’બેટા મને જલ્દી હોસ્પિટલનુ સરનામુ આપ”.’’ જગત સીધો જ સુરત જવા નિકળી ગયો.

હોસ્પિટલમાં પહોંચી જગત સીધો જ રૂમમાં જાય છે. અંબર એના દિકરા સાથે વાત કરી રહ્યો હોય છે. જગતને જોઇને અંબર ઉભો થઇ મિત્રને ભેટી પડે છે. રડવા લાગે છે. જગત પણ સાંતવના આપી હિંમત રાખવાની વાત કરે છે. શ્રેયને પણ વહાલથી માથા પર હાથ ફેરવતા કહે છે “ ‘’મારો દિકરો હમણા સાજો થઇ જશે”’’ થોડી વાર પછી અંબર બીજા રૂમમાં લઇ જાય છે ત્યાં એની પત્ની કોમામાં પડી હોય છે. જગતને શુ બોલવુ એનુ કઇ સુજતુ નથી. પણ અંબરથી કયા મૌન રહેવાય એમ હતુ “ ‘’યાર જગત હું બરબાદ થઇ ગયો. દિકરાની કરોડરજ્જુ ડેમેજ છે. એની કમરની નીચેનો ભાગ નકામો થઇ ગયો છે. તારી ભાભી ક્યારે ભાનમા આવશે એ ખબર નથી. આજે એક મહિનાથી હું હેરાન પરેશાન થઇ ગયો છું દોસ્ત.’’” ફરી જગતે હિંમત આપતા કહ્યુ ‘’“જો અંબર તારુ દુ:ખ ખરેખર ભારે છે. હું સમજુ છુ પણ તારે જ આ બધુ સંભાળવુ પડશે. તારી દિકરીનુ પણ ધ્યાન તારે રાખવાનુ છે.”’’ દિકરીની વાતથી અંબરને ઘર યાદ આવતા જગતને ઘરે લઇ જાય છે.

ઘરે પહોચી અંબર એના ભાણેજને ચા અને પાણી માટે કહી પોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે. જગત પણ હોલમાં બેઠા બેઠા આખા ઘરમાં નજર દોડાવે છે. બધુ જ અસ્ત વ્યસ્ત લાગે છે. ટેબલ પર ભગવાનની મુર્તિ પર ધુળ અને દિવસો પહેલાનો હાર એવુ કહેતા હતા કે ઘણા સમયથી અમારી કોઇએ ખબર નથી પુછી. જગતના મનમા થોડી શંકા થતા પુજારુમમાં નજર કરે છે. ત્યાં પણ એજ હાલ જગત વિચારોમાં ખોવાયો. હવે અંબરને પોતાની ખુશીની વાત હમણા નથી કહેવી. કેટલો દુખી છે તે. ત્યાં તો અંબર ચા લઇને આવે છે. ચા પીતા પીતા જગત ફરીયાદના સુરમાં પુછે છે ‘’“આ બનાવ બન્યો ત્યારે તે મને ફોન ન કર્યો યાર?” અંબરના ચહેરા પર ભયંકર ગમગીની છવાઇ ગઇ. “’’ ‘’સૌથી પહેલા તને જ ફોન કર્યો હતો. પણ તારો ફોન બંધ હતો. પછી થયુ કે તુ ફ્લાઇટમાં હઇશ. હાઇવે પર બીજા કોઇ હતા પણ નહી. કોઇ મદદે આવ્યુ નહી. એમ્બ્યુલન્સને આવતા પણ બહુ જ વાર લાગી. તુ સાચુ જ કહેતો યાર કે કેમ કોઇ મદદે નથી આવતુ લાચાર માણસની. કોઇ અદ્રશ્ય શક્તિ આપણી પ્રાર્થના સાંભળતી નથી. ક્યાંથી સાંભળે ? કોઇ છે જ નહી આકાશે. જે છે તે આ દુખભરી જીંદગી છે. જો હોય તો મારા આવા હાલ કેમ થયા ? તુ સાચો જગત મારી તમામ માન્યતા ખોટી પડી દોસ્ત” જગતને અંબરની ગરમ ચા તો ગળે ઉતરી ગઇ પણ આ લાંબી વાત ન ઉતરી. કારણ કે હજી તો એ મંદિરેથી દર્શન કરીને સીધો જ અહી આવ્યો હતો. પણ આજે એને અંબર સાથે દલીલ કરવાની જરા પણ ઇચ્છા જ ન થઇ. ડર હતો કે હજુ હમણા જાગેલી આસ્થા પાછી હાથમાંથી સરી જશે તો. છતા પણ જગતથી બોલાઇ ગયુ “ના મિત્ર એવુ નથી. મારી વાત ખોટી પણ હોઇ શકે.” પણ આજે અંબર માનવા તૈયાર ન હતો કે જગતની વાત ખોટી હતી, એની વાત તો અંબરના સંદર્ભે સાચી પડી. એટલે જાણે પાક્કુ કરવા માંગતો હોય એમ અંબર પુછે છે કે ‘’તારા બીજનેસનુ શું થયુ ?’’ જગતે પોતાની જુની વાત સાબીત કરવા કહ્યુ, “બસ એજ જે હું તને કહીને ગયો હતો. નો રીઝલ્ટ”. જગતને થયુ કે સાચુ કહીશ તો પણ અંબર આજે નહી માને, દલીલો કરશે, એટલે વાતને ખાસ મિત્ર સામે પણ દબાવી. આટલુ બોલી મુંજાયેલો જગત ઉભો થઇ જાય છે જાણે વાત દબાવવા તાકાત કરી. તો પણ ઉભા ઉભા જ જગત બોલ્યો “અંબર જો આ દુનીયામાં દિવસ અને રાત થાય છે કારણકે પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આપણે નથી એની સ્પીડ વધારી શકવાના કે નથી આપણે એને રોકી શકવાના. આ ઘટનાઓ એની મેળે ઘટ્યા કરે છે. બાકી દોસ્ત છેલ્લે એટલુ જરૂર કહીશ કે તારો ઉપરવાળો બધુ સારૂ કરી દેશે . બસ એને થોડો સમય આપવો પડશે.” “ઠીક ત્યારે અંબર મારે વડોદરા પહોંચતા રાત થઇ જશે તો નીકળુ હવે.’’ ‘’“અરે મારી દીકરી ટયુશન ગઇ છે, હમણા આવશે મળીને જા’’ ” અંબર જગતને રોકવાનો પ્રયત્ન કરે છે. પણ જગતને જાણે હવે ઘરની બહાર નીકળી જવામાં સારૂ લાગ્યુ. અંબર ઘરના બારણે મિત્રને વળાવવા જાય છે. પેલી તરફ જગતની ટેક્સી ચાલુ થાય છે ને વળી આ તરફ અંબરના વિચારો આ જગતનુ કામ જ છે દરેક વાતનો તર્કથી વિરોધ. આજે હું એની વાત માનતો થયો તો પણ મારી વાતમાં હા ભરવાને બદલે બસ તર્કથી વિરોધ. ત્યાં પાછળથી અવાજ આવે છે. ‘’“મામા આજે તમે મંદિરમાં દિવો કરશો?” અંબર રોજની જેમ જ સહજતાથી ના પાડે છે.

જગત ટેક્સીમાં બારી બહાર સુરત શહેરના ટ્રાફીકને નિહાળતો આગળ વધે છે. રસ્તામાં એક મંદીરમાં આરતીનો અવાજ સંભળાતા જગતના મનમાં માંગ ઉઠે છે ‘’“હે પ્રભુ મારા મિત્રને આ દુખમાંથી જલ્દી બહાર કાઢજો, તમે ધારો તો એ શક્ય છે બાપ.’’ ”

ઇશ્વર તુ તો આકાશે અટકી જાય છે..

વળી દ્રશ્ય માંથી પણ છટકી જાય છે..

પછી અહીં ધરા પર બધા ભટકી જાય છે..

જે તને જાણીને છેતરાતા નથી,

એ તારી ને અમારી નજરે ખટકી જાય છે...

રઇશ મણિયાર સાહેબની એક નવલિકાથી

પ્રેરીત થઇને-ભ્રમિત ભરત.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED