Khoj 25 books and stories free download online pdf in Gujarati

ખોજ 25

મુકિમ કેટલાય દિવસ થી વોચમેન ને મળવા માંગતો હતો પણ એને મેળ પડતો નહતો બીજા કામ માં એટલો ભરાઈ જતો કે એ વોચમેન મળવા જઈ નહતો શકતો.

આ ઘર માં ધર્માદેવી અને વ્યોમેશ કેમ એક બીજા સાથે ક્યારેય બોલતા નથી?મુકીમે વોચમેન ની પાસે બેસતા ની સાથે સવાલ કર્યો.

વ્યોમેશ ધર્માદેવી નો પુત્ર નથી એટલે.વોચમેન માવો હાથ માં મસળતા મસળતા બોલ્યો.

તો કોનો પુત્ર છે?મુકિમ ની ધારણા સાચી પડી.

વિશ્વમભર નાયક ની પેહલી પત્ની.વોચમેન માવો મોઢા મૂકી ને ચાવવા લાગ્યો.

તો ધર્માદેવી વિશ્વમભર નાયક ના બીજા પત્ની છે?

હા, એમની પેહલી પત્ની નું નિધન થયું એના પછી ઘણા વર્ષો સુધી શેઠ એકલા રહ્યા. અને એમના માતાજી વ્યોમેશ નું ધ્યાન રાખતા, સમય જતાં એમની ઉંમર થઈ અને એકલા હાથે કામ થતું નહતું, એ સમયે ધર્માદેવી નવા નવા રાયગઢ આવેલા અને સહારા ની જરૂરત હતી. હવેલી માં આવી ને એમને મદદ માંગી. શેઠ ના માતાજી ને હેલ્પર ની જરૂરત હતી અને ધર્માદેવી ને છત ની જરૂર હતી. બન્ને નું કામ થઈ ગયું. ધર્માદેવી હવેલી અને હવેલી ના બધા સભ્યો ને બરાબર કાળજી રાખતા, કુંવારા હતા એમનું બીજું કોઈ હતું નહીં. એટલે શેઠ ના માતાજી ને લાગતું કે ધર્માદેવી હવેલી ના સભ્ય ની જેમ બધા ની સાથે ભળી ગયા છે એટલે એમને એમના છેલ્લા સમયે ધર્માદેવી અને શેઠ ના લગ્ન કરાવ્યા. એ સમયે તો વ્યોમેશ અને ધર્માદેવી ને ખૂબ બનતું હતું. પણ વ્યોમેશ શેઠ લંડન થી પાછા આવ્યા ત્યારે એમના એક મિત્ર ને લઈ ને આવેલા, એ પછી અચાનક શુ થયું એ ખબર નહિ પણ એ અને ધર્માંદેવી એકબીજા ની સાથે બોલવા નું બંધ કરી દીધું.વોચમેન ને હવેલી ના ઇતિહાસ માં ખૂબ મજા આવતી.

અને બાબા નરસિંહ અહીંયા કેટલા સમય થી છે?મુકિમ પાસે સવાલો ની દુકાન હતી.

શેઠ ના માતાજી ના નિધન ના થોડા સમય થી, એકવાર રાયગઠ માં મંદિર માં આવી વસેલા, શેઠ ને એક બે વાર મળેલા પછી એમના થી ખૂબ પ્રભાવિત થયા, એમના કેહવા થી બાબા નરસિંહ અહીંયા સ્થાયી થયા.વોચમેન ની પાસે થી જોઈતી માહિતી કઢાવી મુકિમ ત્યાં થી જતો રહ્યો. તેને કદાચ તેના થોડા સવાલ ના જવાબ મળી ગયા. ધર્માદેવી અને બાબા નરસિંહ ક્યાંક થી જાણી ગયા હશે ખજાના વિશે, એટલે એમને ખજાનો પડાવવા મેહનત કરી રહ્યા હશે એવું અનુમાન મુકીમે લગાવ્યું. નાવ્યા એમની દીકરી ને પણ ખજાના ની લાલચ માં એ લોકો એ કદાચ તરછોડી દીધી હશે. નવાઈ ની વાત એ છે કે આટલા વર્ષો થી બધા મેહનત કરે છે તો પણ હજી સુધી કોઈ ને ખજાનો કેમ મળતો નથી? અને એવુ શુ થયું હશે કે વ્યોમેશ અને ધર્માદેવી એકબીજા સાથે બોલવા નું બંધ કરી દીધું હશે?

આભાર તમારો, વિકી ના કેસ માં મદદ કરવા અને મને સિંગાપોર જવા ની વ્યવસ્થા કરી આપવા બદલ.અભિજિત દિવંગત ત્રિપાઠીને કહી રહ્યો હતો.

એમાં આભાર શેનો? તમે પણ મારી મદદ કરેલી ને જ્યારે મને જરૂર હતી.દિવંગત પાઠક એ ભૂતકાળ નું ઉપકાર યાદ કરાવ્યો. જ્યારે શુભાંગી બ્રવે ના કેસ માં પોલીસ ની ચુન્ગલ માંથી છૂટી ગયા પણ મુકીમે દિવંગત પાઠક ને પકડી પડ્યા ને સબુતો શોધી કાઢ્યા. નક્કી કર્યા મુજબ મોં માંગી કિંમત એકવાર પડાવી. એ સમયે વ્હોરા એ અને મુકિમ અભિજિત ને અંધારા માં રાખી બે-ત્રણ વાર પાઠક ને ખંખેર્યા. આ વાત થી અંજાણ અભિજિત દિવંગત પાઠક ને એક પાર્ટી માં મળ્યો. દિવંગત બહુ પરેશાન રહેતા હતા. એ પણ જાણતા નહતા કે બ્લેકમેઇલ કંપની નો અભિજિત પણ હિસ્સો હશે. મન ને હલકું કરવા માટે એમને અભિજિત ને વાત કરી. અભિજિત ને આશ્ચર્ય લાગ્યું કે પોતા ની જાણ બહાર મુકીમે અને વ્હોરા એ આવું કર્યું. એ વખતે દિવંગતે મદદ માંગી અને વ્હોરા મુકિમ ને ભોળવી ને સબુતો લઈ, દિવંગત ને આપી દીધા. વ્હોરા અને મુકિમ જાણતા પણ નહતા કે અભિજીતે એની સાથે ચાલ રમી. ત્યાર થી દિવંગત એનો અહેસાન માનતો હતો. બીજા દિવસે સવારે ની જામીન પુરી થતી હતી એટલે અભિજિત જેલ માં જતો રહ્યો.

મુકીમે મણિયાર ના રૂમ માં જઈ શોધ ખોળ કરવા નું નક્કી કર્યું. પણ મણિયાર પોતાના રૂમ માંથી ભાગ્યેજ બહાર આવતો. જેથી બહુ જ અઘરું હતું કે એના રૂમ માં જઈ ને ફેંદી શકે. જો મણિયાર ઘર ની બહાર જાય ત્યારે જ કઈ થઇ શકે. તેણે મણિયાર ને ઘર ની બહાર મોકલવા માટે નો પ્લાન બનાવી દીધો.

તમે ભગવાન માં નથી માનતા?મુકીમે મણિયાર ને પૂછ્યું.

હા માનું છું ને. પણ તે કેમ આવું પુછ્યું?

ક્યારેય તમને મંદિર જતા નથી જોયા એટલે મેં પૂછ્યું.મનમાં તૈયાર જવાબ મુકીમે આપી દીધો.

મને કોણ લઈ જાય?નિસાસો નાખતા મણિયાર બોલ્યો.

હું અને વોચમેન જઈ છે. તમને લઈ જઈએ.મુકીમે વોચમેન ને મંદિર જવા માટે તૈયાર કરી રાખેલો.

મને લઈ જાશો?મણિયાર ને માનવા તૈયાર નહતો કે મુકિમ ઉર્ફે ભીમસિંગ એને લઈ જશે.

હા, કેમ નહીં.મુકિમ બોલતા ની સાથે પૂછ્યા કર્યા વગર હક થી મણિયાર ની વહીલચેર લઈ ને હવેલી ની બહાર જવા નીકળ્યો. વોચમેન ને કહ્યું કેઆ પણ આપણી સાથે આવે છે.જેવા બંને હવેલી ના મુખ્ય દરવાજા ની બહાર નીકળ્યા કે તરત જ મુકીમે પોતા નો જમણો પગ વાળી ને મોટી ચીસ પાડી,મરી ગયો.ત્યાં ને ત્યાં જમીન પર બેસી ગયો. વોચમેને મુકિમ ને ઉભા કરવાનો પ્રયત્ન કર્યો પણ મુકિમ ઉભો ના થઇ શક્યો.હું મારી રીતે ઉભો થઇ જઈશ. તમે લોકો જાવ. મણિયાર સાહેબે કેટલાય સમય થી મંદિર ગયા નથી એમને મંદિર લઈ જાવ.વોચમેન એ બહુ આનાકાની કરી છેલ્લે મુકિમ આગળ એને ઝુકવું પડ્યું.

મુકિમ નો રસ્તો સાફ થઈ ગયો. પણ સાંજ નો સમય હતો એટલે બાબા નરસિંહ બહાર હોલ માં બેઠા હતા. જો પેહલા માળે મણિયાર ના રૂમ માં જાય તો શક જાય કે મુકિમ કેમ ઉપર ગયો હશે એટલે બાબા નરસિંહ ને કહ્યું,મણિયાર સાહેબ ના રૂમ માંથી શાલ લેવાની છે.બાબા નરસિંહે માથું હલાવ્યું ને મુકિમ નો બીજો રસ્તો પણ ખુલી ગયો.

મણિયાર ના રૂમ માં દાખલ થતાં નોંધ્યું કે રૂમ ની બહુ કાળજી લેવાઈ નથી એટલું જ નહીં બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે. મણિયાર ના રૂમ માં પુસ્તકો ખૂબ હતા. જેથી મુકીમે માન્યું કે મણિયાર આખો દિવસ પુસ્તકો વાંચી ને સમય પસાર કરતો હોવો જોઈએ. બધી વસ્તુ ફેંદી જોઈ. મુકિમ પાસે સમય ઓછો હતો જો વધુ સમય લગાડે તો બાબા નરસિંહ ને શક જાય. વસ્તુઓ ઝાઝી હતી નહિ એટલે વાર ના લાગી. બધા પુસ્તકો ફેંદી જોયા અને એક જીર્ણ થઈ ગયેલો કાગળ પડ્યો. મુકીમે ઉપાડી ને જોયો એમાં એક નજર નાખી, પત્ર હતો. જોઈ ને લાગ્યું કે રાજા ભૂપતસિંહ એ ધર્મવીર ને લખ્યો હશે. પત્ર લઈ એ ફટાફટ નીચે આવી ગયો. બાબા નરસિંહ છાપું વાંચી રહ્યા હતા એટલે એમનું ધ્યાન નહતું. ફરી પગ વાળી ને ચીસ પાડી ને જાતાવ્યું કે પગ મચકોડયો છે. બાબા નરસિંહે ઉભા થવા માં મદદ કરી ને મુકિમ ને એના રૂમ સુધી મૂકી ગયા.

રૂમ માં આવતા ની સાથે મુકીમે પત્ર કાઢી ને વાંચ્યો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED