ખોજ ભાગ - ૬ shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોજ ભાગ - ૬

“મને આજે પણ યાદ છે એ ગોઝારી રાત” વિશુએ ઊંડો શ્વાસ લીધો અને બે ઘડી તેની આંખ મીંચી જાણે તેના માનસપટ પર એક ચિત્ર ના દોરાતું હોય! અભિજિત પણ ચેહરા ની બધી રેખાઓ ને શાંત કરી ગંભીર બની ગયો.

“એ દિવસે રાત ના લગભગ અગિયાર વાગ્યા હતા અને હું બધા કામ પતાવી થાક્યો પાક્યો પોતા ના રૂમ માં આવ્યો”

“તારો રૂમ ક્યાં હતો? હવેલી ની અંદર કે હવેલી ની બહાર?” અભજિત એક જાસૂસ ની અદામાં સવાલ કર્યો.

“મારો રૂમ હવેલી ની પાછળ ના ભાગ માં હતો. ત્યાં ઊંઘવા જતો હતો અને બે જણા વાતો કરતા હોય એવો અવાજ સંભળાયો તો મેં વિચાર્યું કે અત્યારે આટલું મોડું કોણ હશે? એ જોવા મેં દરવાજો ખોલ્યો ત્યારે જોરદાર ગોળી નો અવાજ સાંભળ્યો. મેં જોયું તો કોઈ કાળી શાળ ઓઢેલું વ્યક્તિ ભાગી રહ્યું હતું એ વખતે ખૂબ જ અંધારું હતું એટલે મને ખબર ના પડી કે કોણ હતું. અને મારા શેઠ નો અવાજ આવી રહ્યો હતો. મને અંધારા માં કશું દેખાતું નહતું એટલે મેં હાથ ફેરવી પરિસ્થિતિ સમજવા નો પ્રયત્ન કર્યો. ત્યારે મારા હાથ માં બદૂક આવી ગઈ. એ કઇ ઘડી માં બંદૂક હાથ માં આવી કે એની સજા આજે ભોગવું છું.” આ બોલતા સુધી વિશુ ની આંખ માં પાણી આવી ગયા. આંખ લાલ થઈ ગઈ ને છલોછલ છલકાઈ ગઈ. એજ વખત અભિજીત પણ ઢીલો પડી ગયો. તેની સામે બીજી ચાર આંખો આવી ગઈ.

“એ વખતે મારો હાથ શેઠ ના હાથ માં આવ્યો ને મારા હાથ માં એમણે રિંગ મૂકી દીધી અને એ આપતા સાથે કઈક બોલી રહ્યા હતા બહુ ખબર ના પડી પણ એટલું જ સમજાયું કે આ રાખજે , રાખજે . ત્યાં જ લાઈટ ચાલુ થઈ. બધા ગોળી નો અવાજ સાંભળી દોડ્યા આવ્યા. ત્યારે મારા શેઠ જમીન પર લોહી લુહાણ પડ્યા હતા ને મારા હાથ ની બંદૂક બધા ની નજરે પડી બધા ને એમ લાગ્યું કે મેં જ મારા શેઠ નું ખૂન કર્યું છે. મારા આટલા વર્ષ ની વફાદારી નું મને આ પરિણામ મળ્યું. ધર્માં દેવી એ પણ મારો બચાવ ના કર્યો. બધા સ્વાર્થી હોય છે આ દુનિયામાં. ત્યારે બાબા નરસિંહે કહ્યું કે હું ખૂની છું એટલે બધા એ બાબા ની વાત સાચી માની લીધી. એ પરમ જ્ઞાની એટલે એમની વાત જ માને ને! મારુ થોડું સાંભળવા ના હતા. પોલીસ ને બોલવી પોલીસ ના હવાલે કરી દીધો. “ વિશુ સળંગ બોલી ગયો. શ્વાસ ખાવા પણ ના રોક્યો.

બે મિનિટ નો સન્નટો છવાઈ ગયો. પછી ફરી વિશુ એ બોલવા નું ચાલુ કર્યું.

“મારા સગા બાપે ભાઈઓ એ પણ મોં ફેરવી લીધું તો હું બીજા પાસે શુ ઉમ્મીદ રાખું?” વિશુ નો ભોળો ચેહરો તેની અપાર વેદના બતાવી રહ્યું હતું.

“આજ થી હું તારો ભાઈ, બસ?” અભિજીતે વિશુ ની પીઠ થપથવતા કહ્યું.

વિશુ અડધી રડમસ આખે ફાડી ને અભિજિત ની સામે એકીટશે જોઇ રહ્યો. મન માં વિચાર આવ્યો કે પોતા ના કરતા પારકા સારા! પોતા ના માણસો હમેશા ખરા સમયે ફરી જાય અને ત્યારે પારકા ભગવાન ના અવતાર જેવા બની મદદ કરી જાય.

“પછી એ રિંગ નું શુ થયું?” અભિજીતે પૂછ્યું.

“મારી પાસે છે.” મોં નીચું કરી વિશુ એ જવાબ આપ્યો. જાણે એણે ચોરી ના કરી હોય!

“તારી પાસે? તે પોલીસ ને ના આપી દીધી?”

“ના”

“કેમ?” અભિજિત તો હવે CID બની ગયો.

“મને ડર લાગ્યો કે જો હું આ રિંગ આપી દઉં તો એ લોકો ને એવું જ લાગશે કે મેં ચોરી કરવા જ શેઠ નું ખૂન કર્યું.” વિશુ નો તર્ક સાચો હતો. કોઈ ને પણ એવું જ લાગે કે વિશુ એ ચોરી કરવા ખૂન કર્યું હશે.

“નાવ્યા, તું તો નસીબદાર છે. તને કમલ સફારી જેવા ઉદ્યોગપતિ ના કાર્યક્રમમાં નૃત્ય કરવા બોલાવે છે” નાવ્યા ની રૂમ પાર્ટનર કમ બહેનપણી નાવ્યા ને કહી રહી હતી.

નાવ્યા કાર્યક્રમ માં જવા માટે તૈયાર થઈ રહી હતી. નાવ્યા એ તૈયાર થતા પાછળ ફરી તેની બહેનપણી સામે જોયું. તેના મોઢા પર આનંદ કરતા ઈર્ષા ના ભાવ વધારે હતા.

“એમાં હું નસીબદાર થઈ ગઈ?” નાવ્યા ફરી અરીસા સામે જોઈ તૈયાર થવા લાગી.

“અને અભિજિત”

નાવ્યા આખી પાછળ ફરી ગઈ.તેને ક્યારેય તેની અને અભિજિત ની પવિત્ર મૈત્રી વિશે કોઈને નહતું કહ્યું કારણકે તે આ બૉલીવુડ ને જાણતી હતી. તો પછી આને કેવી રીતે ખબર હોય!

“અરે એમ કે તું અભિજિત ખુરાના ની સાથે પણ કામ કરે છે ને” નાવ્યાને આ સાંભળી રાહત થઈ.

“અભિજિત ના મુવી માં બે મિનિટ ના ગીત માં એક મિનિટ સાઈડ ડાન્સર ના ટોળા માં હોવું છું એટલે હું નસીબદાર!!” નાવ્યા એ જાણી જોઇ સફાઈ આપી દીધી એટલે ચર્ચા અહીં જ પતી જાય.

“જે પણ હોય તું મોટા માણસો સાથે નાના કામ તો કરે છે ને?”

“હા.” નાવ્યા ને મોડું થતું હતું. એટલે ટુંકમાં પતાવ્યું.

“તમારા અનાથ આશ્રમમાં પણ તમને આટલી સારી કેળવણી મળે?” નાવ્યા ની બહેનપણી ને મોડું થતું નહતું એટલે તે બંધ થવા નું નામ જ નહતી લેતી.

“મને નાનપણ થી નૃત્યમાં બહુ રસ હતો. જે મારા અનાથ ગૃહ ના માતા જાણતા હતા. તેમણે મને નાનપણ થી નાચતા જોયેલી. તે જાણતા કે જો મને પરંપરાગત નૃત્ય ની તાલીમ મળશે તો મારો ઉદ્ધાર થઇ જશે એટલે તેમણે શહેર ના સારા નૃત્ય તાલીમ કેન્દ્ર માં વાત કરી મને ભરતી કરાવી. અનાથ હોવા ના લીધે મારી ફી પણ માફ હતી.”

“તો આજે કમલ સફારી ના કાર્યક્રમ માં આમંત્રણ કેવી રીતે મળ્યું?” તેનો સવાલ સ્વાભાવિક હતો.

“મારા ગુરુ ના લીધે, મારા ગુરુ એ મારું નામ આપ્યુ હતુ.”

નાવ્યા હવે તૈયાર થઈ ગઈ હતી. તેને હાશ લાગી કે હવે તો પેલી સવાલ નહીં કરે.

પેલી ને તો હજુ ઘણું પૂછવું હતું એ પહેલાં નાવ્યા ઘર ની બહાર નીકળી ગઈ. નાવ્યા ને હાશકારો થયો કે સારું છે હજી સુધી કોઈ ને મારી ને અભિજીત ની મૈત્રી વિશે ખબર નથી.

કાર્યક્રમ ની શરૂઆત નાવ્યા ના નૃત્ય થી થઈ. નાવ્યા નૃત્ય કળા માં જેટલી નિપુણ હતી એથી વધુ સુંદર હતી એટલું જ નહીં તે મન મોહક પણ હતી. સામે વાળું વ્યક્તિ એક વાર તો નાવ્યા ને જોવા મજબુર થઈ જ જાય.

કમલ સફારી એક મિનિટ પણ નાવ્યા પર થી નજર ના હટાવી શક્યો. તેનું રૂપ, તેની વળતી કાયા, તેની લચકતી કમર, એક નજારો બની ગયો હતો. આખા કાર્યક્રમ ની રોનક વધી ગઈ.

કમલ સફારી એ તેના આસિસ્ટન્ટ ને પૂછ્યું કે આ કોણ છે. ક્યાં થી આવી છે તેની બધી જ વિગતો જોઈ મને. તેનો આસિટન્ટ એ કાર્યક્રમ ની બધી જવાબદારી નિભાવેલી એટલે તે જાણતો હતો. તેણે કહ્યું કે “ આ નાવ્યા કરી ને અનાથ છોકરી છે. આ શહેર ના ઉચ્ચ તાલીમ કેન્દ્ર માં તાલીમ લીધી છે.”

“બસ તો, એને કાલે મને મળવા માટે બોલાવી લે. બહુ જરૂરી કામ છે” આટલું બોલી કમલ સફારી ખૂંધુ હસ્યો.

***