ખોજ - ભાગ 4 shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

ખોજ - ભાગ 4

અભિજિત ના દિમાગ માંથી વિશુ નીકળી ગયો. પરંતુ સાંજે જ્યારે તે તેની કોટડી આગળ થઈ જતો હતો ત્યારે તે વિશુ કાંઈક લખતો હતો. ફરી અભિજિત ના દિમાગ માં વિશુ નું ભૂત ઉપડ્યું. તે વિશુ પાસે ગયો. વિશુ એ એને આવતો જોઇ લખવા નું મૂકી દીધું. અભિજીતે જોયું તો વિશુ ડાબા હાથે લખી રહ્યો હતો. અને અભિજિત ની નજર વિશુ ના જમણા હાથ પર ગઈ તેનો જમણા હાથ ની પેહલી આંગળી કપાયેલી હતી અને તેનો વિશ્વાસ બેસી ગયો કે આ એ જ વિશુ છે. તેની આંખ માં ઝળઝળિયાં આવતા રહી ગયા. એની સાથે તેનું બીજું દિમાગ પણ કામ કરવા લાગ્યું. વિશુ અભિજિત ને જોઈ મલકાયો તેનો ભોળો ચેહરો જાણે અભિજિત ને કોઈ ની યાદ અપાવતું હતું.

અભિજિત તેની પાસે પૂછવા જતો હતો ત્યાં તેને લાગ્યું કે અત્યારે વિશુ સાથે વાત કરવી એ બરાબર નથી. એટલે એણે ફરી હવાલદાર ને પકડ્યો ને પૂછ્યુ- “કેવી રીતે વિશુ આ કેસ માં ભર્યો છે?”

હવાલદાર ગૂંચવાઈ ગયો તેને સમજાયું નહી કે અભિજિત ને કેમ એવું લાગ્યા કરે છે કે વિશુ એ કઈ ના કર્યું હોય. આ એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ આવ્યો હશે.

“ખબર નહી સાહેબ બહુ, પણ એટલું ખબર છે કે કઈક એને બંદૂક સાથે રંગે હાથ પકડ્યો હતો એના શેઠ ના ઘરવાળા લોકો એ, એવું પણ સાંભળ્યું છે કે એના શેઠ ના ખજાના માટે એને એના શેઠ ને પતાવી દીધા.” “ખબર નહી સાહેબ બહુ, પણ એટલું ખબર છે કે કઈક એને બંદૂક સાથે રંગે હાથ પકડ્યો હતો એના શેઠ ના ઘરવાળા લોકો એ, એવું પણ સાંભળ્યું છે કે એના શેઠ ના ખજાના માટે એને આ એના શેઠ ને પતાવી દીધા.”

અભિજિત વિશુ ની સામે જોઈ રહ્યો તેને લાગ્યું નહી આ ભોળો ચેહરો આવું કરી શકે!

અભિજિત આ બધું વિચારતા અચાનક ચમક્યો. તેણે ફરી વીશું ની સામે જોયું હજી ફરી પાછો કઈક લખી રહ્યો હતો એ પણ ડાબા હાથે, તેને જોઈ લાગતું નહતું કે આ માણસ એટલો બધો પાવરધો હોય ને જમણો હાથ કામ નથી કરતો ને ડાબા હાથે પણ એ બંદૂક ચલાવી શકે! તેની પાસે હવે કારણ હતું વીશું ને બચાવવા નું.

અભિજીતે મુકિમ ને ફોન જોડ્યો, ”મારે તને મળવું છે બહુ જ જરૂરી છે તું બને એટલો જલ્દી મને મળવા આવ.”

અભિજિત નો ફોન સાંભળી મુકિમ બધા કામ પડતા મૂકી અભિજિત ને મળવા આવી ગયો.

મુકિમ અભિજિત ને મળવા આવ્યો ત્યારે અભિજિત તેની કોટડી માં હતો. મુકિમ આવી ને બેઠો ત્યારે અભિજીતે મુકિમ માટે ચા મંગાવી જાણે પોતા ની ઓફિસ ની કેબીન માં બેઠો હોય એમ એને ઑર્ડર કર્યો! જોકે આવા તેના વર્તન થી કોઈ ને તકલીફ નહતી કારણકે એ એક અભિનેતા છે, તે એક નામી વ્યક્તિ છે તેની દરેક હરકત અહીંયા માફ છે.

“એવું શુ કામ પડ્યું કે મને અહીંયા ઉતાવળ કરી બોલાવ્યો? કોઈ નવો કેસ છે કે શું?” – મુકીમે વાતની શરૂઆત કરી.

“હા, એક કેસ છે જેમાં તારે અસલી ખૂની ને શોધવાનો છે” અભિજિત બોલતા બોલતા ગંભીર થઈ ગયો. મુકિમ તેના બધા હાવભાવ નિહાળી રહ્યો હતો. દરેક હાવભાવ નું નિરીક્ષણ કરી રહ્યો હતો. તે સારી રીતે જાણતો હતો ક્યારેય અભિજિત એટલો ગંભીર નહતો. આવા કેટલાય કેસ સોલ્વ કર્યા છે.

“કેવો કેસ છે?” મુકિમ નું મગજ ચારે બાજુ કામ કરવા લાગ્યું. તે એક જાસૂસ છે તેને બધી દિશા માં મગજ ને દોડવા નું ચાલુ કરી દીધું.

અભિજીતે વિશુ સામે ઈશારો કરી કહ્યું-“આ માણસ પર આરોપ છે કે એને એના શેઠ નું ખૂન કર્યું છે,એને આ જેલ માંથી બહાર કાઢવા નો છે”

“આમાં આપણે કેટલા મળશે?” મુકીમે ધારદાર સવાલ કર્યોં.

“પરમ સંતોષ!” અભિજિત ના હોઠ અધકચરા ફફડ્યા.પણ મુકિમ ને સમજાય ગયું.

“પરમ સંતોષ?”

“અરે! ૧૦૦૦-૧૨૦૦ કરોડ” અભિજિત એ લપસી પડેલી જીભ સાચવી લીધી.

મુકિમ નું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું.

અભિજિત, મુકિમ અને વ્હોરા સાહેબ, આ ત્રણ જણ મળી ને બ્લેક મેઈલ નો ધંધો કરતા હતા. વ્હોરા સાહેબ અન્ડર વર્લ્ડ ના ડોન, જ્યારે મુકિમ એક જાસૂસ છે. મુકિમ વર્ષો થી પોતા નું ખાનગી જાસૂસી નું કામ કરતો હતો. પણ એક વાર તે કમલ સફારી નામના મોટા ઉદ્યોગપતિ ના કાળા ધંધા જાણી ગયો અને નામના કમાવવા ની લાલશા માં તેણે કમલ સફારી ના કૌભાંડો જગજાહેર કરી દીધા. કમલ સફારી ને અબજો નું નુકશાન ગયું, મુકિમ ના આ પગલે ત્યાર થી કમલ સફારી તેની પાછળ પડી ગયો.તેને શોધી રહ્યો છે. પણ કહેવત છે કે દુશ્મન નો દુશ્મન એટલે દોસ્ત. એવી જ રીતે વ્હોરા સાહેબ ને મુકિમ દોસ્ત બની ગયા. પછી આ ત્રિપુટી એ મળી ને ધંધો શરૂ કર્યો.

આપણા દેશ માં અસલી ગુનેગાર કોઈ હોય ને સજા કોઈ બીજું ભોગવતું હોય કાતો કેસ ક્યાંય ખાલી ચોપડે ચઢેલો હોય. મોટા ભાગ ના હાઇ પ્રોફાઈલ કેસ માં આવું થતું હોય. એવા સમયે આ ત્રિપુટી કામે લાગી જાય. એટલે મુકિમ આવા કેસ માં જાસૂસી કરી સાચા ગુનેગાર ને પકડે ને તેના વિરુદ્ધ બધા સબૂત ભેગા કરે પછી વ્હોરા સાહેબ તેને બ્લેક મેઇલ કરી પૈસા પડાવે. જેમાં અભિજિત પરદા પાછળ કામ કરે. આ ધંધા વિશે કોઈ ને જાણકારી નહતી.

MLA દિવંગત પાઠક તેમની પ્રેમિકા શુભાંગી બ્રવે સાથે લગ્ન ઉપરાંત સંબંધ હતા. જેના કારણે તેમની રાજકીય ઇમેજ બગડી એટલુંજ નહી જેવા તેમના સબંધ જાહેર થયા ત્યાં શુભાંગી એ લગ્ન કરવાની વાત છેડી. શુભાંગી ના નખરા થી કંટાળેલા દિવંગત પાઠક એ તેનો રોડ એક્સિડન્ટ કરાવેલો. દુનિયા માં આ વાત ની ચર્ચા ચાલેલી કે શુભાંગી નું મૃત્યુ એ સોચી સમજી ને કરેલું ખૂન છે. છતાંય બધું પતી ગયું કોઈ ને પણ ના ખબર પડી કે આવું કામ કોણે કરેલું. પણ આ સમાચાર છાપામાં વાંચતા અભિજિત, વ્હોરા સાહેબ અને મુકિમ મચી પડેલા. મુકીમે શોધી કાઢ્યું કે આ કામ દિવંગત પાઠક એ જ કરેલું. સબુતો જે પોલીસ ના શોધી શકી એ એને શોધી કાઢેલા. બસ! એનો ઉપયોગ કરી દિવંગત પાઠક ને બ્લેક મેઇલ કરી ખાસી રોકડી કરેલી.

મુકિમ ના વિચિત્ર હાવભાવ જોઈ અભિજિત બોલ્યો-“ તને નવાઈ લાગતી હશે કે હું આવા માખી મચ્છર માં ક્યારથી રસ લેવા લાગ્યો?” મુકીમે વિશુ સામે જોતા ખાલી હકારમાં માથું ધુણાવ્યું.

“આ વીશું ને બચાવવો એ તો એક બહાનું છે ખજાના સુધી પોહચવાનું.” અભિજિત બોલતો રહ્યો પણ મુકિમ ના મનમાં સવાલો વધતા ગયા.

“હું જાણુ છું તારા મન માં બહુ સવાલો છે પણ જ્યાં સુધી તું આ કેસ માં કામ ચાલુ નહી કરે ત્યાં સુધી તને જવાબો નહી મળે. હું તને એના શેઠ નું ઘર, બધી માહિતી મેસેજ કરી દઈશ. બસ તું કામ ચાલુ કરી દે.”

મુકિમ સારી રીતે જાણતો હતો કે વાત જેટલી દેખાય છે એના થી કઈક વધારે છે. પણ અત્યારે આ બધા જવાબ નહિ મળે. એટલે મગજમારી કરવા નો મતલબ નથી. અને એ ઉભો થઇ જતો રહ્યો.

નિશા એ મુકિમ ને જતા જોયો. તેને નવાઇ લાગી. જેલ માં મુકિમ શા માટે મળવા આવ્યો હશે? મુકિમ ના હોવા છતાં અભિજિત જેલ માં કેમ છે? મુકિમ તો આરામ થી બચાવી શકત! વિકી સાચું જ કહે છે વાત જરૂર કરતા વધારે અલગ છે. હવે જાણવું જ પડશે.

નિશા ને આવતા જોઇ અભિજિત મલકાયો અને તરત બોલ્યો- “ સમય મળ્યો નિશા, તારા પ્રેમી ને મળવા આવાનો?”

ધારદાર સવાલ સાંભળી નિશા સ્તબ્ધ રહી ગઈ.