Khoj - 8 books and stories free download online pdf in Gujarati

ખોજ - 8

અભિજિત ને હજુ નહતું સમજાતું કે નિશા શા માટે આવું કર્યું હશે? હવે તો કેદીઓ પણ તેને અભિનંદન આપવા લાગેલા. સાલું સમજાતું નહતું કે બધા ને શુ કેહવું?

નિશા ને ફોન કર્યા પંદર વાર પણ એક પણ ફોન ના ઉપાડયો. નિશા શૂટિંગ માં વ્યસ્ત હશે એટલે ફોન નહીં ઉપડતી હોય એવું અભિજીતે માની પ્રયત્ન છોડી દીધા. વિકી એ જોયા મિસ્કોલ, પણ ના ઉપડ્યા. વિકી બને ત્યાં સુધી અભિજિતના ફોન ના ઉપડતો બાકી બધાના ફોન જેટલા નિશા પર આવતા તે બધા ઉપડતો. અભિજિત બેબાકળો બની રહ્યો હતો પણ કરે તો કરે શુ જ્યાં સુધી નિશા જોડે વાત ના થાય.

નાવ્યા રૂમ પર આવી એની સહેલી એ અભિજિત ના લગ્ન વિશે વાત કરી. નાવ્યા ને બે ઘડી વિશ્વાસ જ ના આવ્યો એટલે એણે સમાચાર જોયા. તેનું મન માનવા તૈયાર જ નહતું કે અભિજિત આટલા જલ્દી લગ્ન કરી લે. તેના હાવભાવ તેની સહેલી વાંચી ગઈ. એટલે એને ટોણો માર્યો કે અભિજિત ની તું ખાલી એક નાનકડી બે મિનિટ ના ગીત ની ડાન્સર છે પ્રેમિકા નહીં તો આટલી બધી આશ્ચર્ય ચકિત થઈ ગઈ.

સહેલી ના શબ્દો સાંભળી, ડઘાઈ ગયેલી નાવ્યા ભાન માં આવી. જાણે પોતા નું એક અંગ ખોટું ના થઇ ગયું હોય એવું એને લાગ્યું. પણ તેની સહેલી ની વાત સાચી હતી.

એની સહેલી થી છૂટી પડી એણે અભિજિત ને ફોન જોડ્યો કોઈ ને જાણ ન થાય એટલે ધાબા પર જતી રહી.

“અભિનંદન”- જેવો અભિજીતે ફોન ઉપાડ્યો કે નાવ્યા એ કીધું.

અભિજિત મોબાઈલ ની સ્ક્રીન પર નામ વાંચી સમજી ગયો.

“થેંક્યું” અભિજિત જાણી જોઈ વધારે ના બોલ્યો. તે બને માંથી એકેય જાણતા નહોતા કે આ કયો આત્મીય સંબંધ છે એ લોકો વચ્ચે, મૈત્રી કે તેથી વધારે?

“ક્યારે લગ્ન કરો છો?”- જવાબ જાણતી હોવા છતાં નાવ્યા એ વાત ચાલુ રાખવા સવાલ કર્યો.

“સાચું કહું નાવ્યા, મને જ નથી ખબર કે મારા લગ્ન છે”- અભિજિત જવાબ આપતા આપતા બિચારો બની ગયો.

“પણ ન્યુઝ માં?”

“ખોટી વાત છે. મને ખબર પણ નથી ને નિશા એ જાહેર કરી દીધું. હું લગ્ન કરવા માંગતો પણ નથી. અને હવે તો મને એમ લાગે છે કે હું નિશા ને પ્રેમ પણ નથી કરતો.”- અભિજિત એ પોતા ના દિલ નો ઉકાળો ઠાલવ્યો.

“તો હવે?” નાવ્યા મૂંઝાઈ ગઈ. તે જ્યારે જયારે અભિજિત ને સમજવા નો પ્રયત્ન કરે ને એને સમજી નથી શકતી એવું લાગતું.

“હું લગ્ન નહીં કરું. જે થવું હશે તે થશે.” અભિજિત નો અવાજ ધીરે-ધીરે મક્કમ થઈ ગયો. કદાચ નાવ્યા જોડે વાતો કરી ને તેનું મગજ સ્વસ્થ અને શાંત થઈ ગયુ.

બને જણે ઘણી બધી આડી અવળી વાતો કરી અને નાવ્યા એ એની ને કમલ ની મુલાકાત વિશે જણાવ્યું. અભિજીત કમલ સફારી ને સારી રીતે જાણતો હતો. તેથી એણે મળવા જવાની ના પાડી. અને કીધું કે કોઈ ને કહેતી નહિ કે મેં ના પાડી છે અને માંદગીનું કે બીજું કોઈ જોરદાર બહાનું બનાવી દેજે તો જ વાંધો નહીં આવે.

મુકિમ અભિજિત જોડે વાત કરી વિચારમાં પડી ગયો. અભિજિત ના અવાજમાં પર થી સમજાઈ ગયું હતું કે અભિજિત ને લગ્ન વિશે ખબર જ નહતી તો પછી નિશા એ એવું સ્ટેટમેન્ટ કેમ આપ્યું? કદાચ એને એની ફિલ્મ ‘દિલ કી આગ’ ના પ્રમોશન માટે એણે એવું કર્યું હશે જેથી તેની ફિલ્મ ચર્ચા માં રહે. આવી જ રીતે બૉલીવુડ માં માર્કેટિંગ થાય છે. એણે વ્હોરા સાહેબ ને આખી વાત જણાવી. વ્હોરા બે ઘડી વિચારમાં પડી ગયો કે આ કેવો ખતરનાક ખેલ રમાઈ રહ્યો છે જે સમજતો જ નથી પણ નિશા ના ને અભિજિત ના લગ્ન તો ના જ થવા જોઈ એ નિશ્ચિત છે. વ્હોરા સાહેબે મુકિમ ને સલાહ આપી કે તું અભિજિત કરતા ખજાના પર વધુ ધ્યાન આપ. અભિજિત ને હું સંભાળી લઈશ.

મુકિમ ને હવેલી માં આવે મહિનો થઈ ગયો હતો. તેણે મહિના સુધી બહુ ચહલ -પહલ ના કરી. એને બધા નો વિશ્વાસ જીતી લીધો. બધા ને ભનક ના પડે એટલે અત્યાર સુધી શાંત રહ્યો. બધા ના વર્તન, બધા નું એક બીજા પ્રત્યે નું લાગણીઓ, એકબીજા સાથે ની વાતચીત, બધું એને અજીબ લાગતું કારણકે એણે ક્યારેય ધર્માદેવી ને અને વ્યોમેશ ને વાત કરતા પણ નહોતા જોયા. મા-દીકરો હોવા છતાં બને વચ્ચે કોઈ વાતચીત નો પ્રસંગ નહોતો. એ ઉપરાંત દરેક જણ પોત-પોતા ની રીતે જીવે. એના પર થી મુકીમે અનુમાન લગાવ્યું કે ચોક્ક્સ બધા એમ વિચારતા હોવ જોઇ કે આ ખજાનો મળે એટલે અહીં થી નાસી છૂટવું અને બીજી વ્યક્તિ સાથે બિલકુલ સંબંધ નહીં રહે. ધર્માદેવી વારંવાર તેલસિંગ, તેમના જુના રસોઈયા વિશે પૂછતાં રહેતા. અને ભીમસિંગ ઉર્ફે મુકિમ કહેતો કે હજી એને ગામડે રેહવું પડશે.

બીજા દિવસે મુકિમ ને મુંબઈ કામ થી આવું પડે એમ હતું એટલે વહેલા ઉઠી બધું કામ પતાવી ધર્માદેવી ની રજા લઈ એ રાયગઢ થી મુંબઈ આવવા નીકયો. બે કલાક નો રસ્તો હતો. તેને સૌથી વધારે આવવા જવા નો કંટાળો આવ્યો. પણ કરે તો કરે શુ, ખજાના ની લાલચે બધું કરવું પડતું.

મુંબઈ નું કામ પતાવી એ અભિજિત ને જેલ માં મળવા ગયો. એ વિશુ, અભિજિત ત્રણે જણાં બેસી વાતો કરવા લાગ્યા. મુકીમે ફરી એ વિશુ ના શેઠ ના ખૂન ની રાત વાળી વાત કાઢી અને બધું ફરી વિશુ ના મોઢે પૂછ્યું. જો કોઈ પોઈન્ટ છૂટી જતો હોય તો કાંઈક મળી જાય.

ત્યાં વિશુ વીંટી ની વાત કરતા એને એ વીંટી માગી. અને એ સાથે એને નવાઈ લાગી કે વિશુ જેલ માં વીંટી કેવી રીતે લઈ આવ્યો હશે એટલે એણે વિશુ ને પૂછ્યું કે જેલ માં એક પણ ઘરેણું પહેરવા ની પરવાનગી નથી તો વીંટી કેવી રીતે લાવ્યો? જાણે પોલીસ ને ખબર પડી ગઈ હોય ને ઉલટ તાપસ કરે એમ એણે પૂછ્યું.

વિશુ જાણે એણે કઈ કર્યું ના હોય એમ શાંતિ થી જવાબ આપ્યો-“ બધા અહીંયા ફોન રાખે છે, મેં તો એક વીંટી રાખી એમાં શું થઈ ગયું. અને જ્યારે મને અહીંયા લાવ્યા ત્યારે મેં પેન્ટ ની અંદર થી વીંટી સરકાવી દીધી અને જમીન પર પડી ગઈ એના પર મારો પગ મૂકી દીધો. હવાલદાર એ બધું તપાસયું એને ખબર ના પડી અને પછી હવાલદાર ના ગયા પછી ઉપાડી લીધી અને સંતાડી દીધી.”

મુકીમે વીંટી હાથ માં લીધી. અજીબ પ્રકાર ની વીંટી હતી આવી એણે પેહલા ક્યારેય જોઈ નહતી. વીંટી ની ઉપર ના ભાગ માં E જેવું લખાયેલું હોય એવું લાગતું હતું. મુકિમ થોડીવાર સુધી જોયા કરી અને પછી પાછી આપી દીધી.

અભિજિત અને મુકિમ જોડે આડી અવળી વાતો કરી મુકિમ રાયગઢ જવા રવાના થઈ ગયો.

અભિજીત વિશુ ની સામે જોયું ને કંઈક યાદ આવ્યું હોય એમ નિસાસો નાંખ્યો. જેવો વિશુ તેની કોટડી માંથી બહાર નીકયો એણે એના મેનેજર ને ફોન જોડ્યો કે સિંગાપોર માં મારો કોઈ પણ કાર્યક્રમ ગોઠવ. અને મને જામીન પર બહાર નીકળવા મળે એની તૈયારી ચાલુ કર.

“પણ સિંગાપોર કેમ?”- અભિજિત ના મેનેજરે સવાલ કર્યો.

“મેં તને કીધું એટલું જ કર”- અભિજિત ગુસ્સા માં બોલી ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED