ખોજ - 9 shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોજ - 9

મુકિમ હવેલી માં પેહલી વાર પગ મુકતો હોય એમ હવેલી ને નિહાળી રહ્યો હતો. તે બસ માં બેઠો ત્યાર થી વિચારી લીધુ હતુ કે હવે ખાસો સમય વહી ગયો છે તેણે પાછળ પડી જવું પડશે. હવેલી માં જતા ની સાથે દરેક વસ્તુ નો તાગ મેળવો પડશે. અત્યાર સુધી શાંત રહ્યા પછી નું આ બીજું કામ છે. ખજાનો છે એ વાત ચોક્કસ છે. અભિજીત ને આવા કેસ ક્યાં થી મળી જાય છે? હમેશા અભિજિત પાસે નવા કેસ હોય જ. ખબર નહિ ભગવાને અભિજિત ને કેવું નાક આપેલું કે ખરાબ કેસ ની એને ગંધ આવી જ જતી. અને એ પણ પાછું છાપા માં ઉપર છલાં સમાચાર વાંચી ને કહી દેતો કે મુકિમ આ કેસ માં લાગી જા. વ્હોરા પોતા ની ઓળખાણો કામે લગાડી આખા કેસ ની માહિતી પોલીસ ખાતા માંથી મેળવી લેતો. જેથી મુકિમ ને સરળતા રહે. મુકિમ પોતા ની જાસૂસી આવડત નો ઉપયોગ કરી બધી વસ્તુ નો તાગ મેળવી લઈ સબુતો ભેગા કરી વ્હોરા ને આપી દે. પછી તો વ્હોરા સામે વાળા પાસે મોહમાંગી કિંમત કાઢવે. અને એના ત્રણ ભાગ પાડી વહેચી લે. શરૂ-શરૂ માં મુકિમ ને ઘણી વાર લાગે કે અભિજિત ને આટલી સારી આવક છે છતાં પણ આ કેમ આવું કામ કરી ને પૈસા ભેગા કરતો હશે. પછી અભિજિત સાથે રહેતા ખબર પડી કે અભિજિત આમાં થી કમાઇ ને બધું જરૂરીયાત વાળા લોકો ને દાન કરી દે છે. એક વાર મુકીમે પૂછ્યું કે અભિજિત આવા બે નંબર ના ધંધા ની રકમ દાન કેમ કરે છે?

“દુનિયા બહુ ખરાબ છે. આ કળિયુગ છે. જ્યાં સાચું ખોટુ કરી નથી શકતું. અહીંયા સાચા ગુનેગાર ને સજા આપી નથી સકાતી. અને ન્યાય કરવા જઇએ તો આપણે જ ભરાઈ જઈ. એના કરતાં આવા લોકો જેમની પાસે બહુ પૈસા છે એ પડાવી લઇ ને દાન કરી દઉં. એક સાથે બે તીર નિશાના પર લાગે. જો લોકો ને પ્રેમ થી સમજાવી, દાન કરવા નું કહીશું તો કરશે નહીં અને ગરીબ લોકો ને હેરાન કરશે. પણ ડરી ને એ લોકો પૈસા આપી દે અને પછી જરૂરિયાતમંદ લોકો ને આપી દેવાના.” અભિજિત પોતા ની મન ની વાત કહેતો. ત્યારે મુકિમ વિચારતો કે પોતા ને ખાવા ના ફાંફાં છે ત્યાં બીજા ને શુ આપવાનુ. અને વહોરા અભિજિત ની વાત ગમતી પણ પોતા ના ભૂતકાળ ના લીધે તે ક્યારેય સારું કામ કરવા માંગતો નહતો.

હવેલી નો દરવાજો ખોલ્યો. અને અંદર પગ મુકતા તેની નજર કુવા પર પડી. તે કુવા ને ઘુરી ઘુરી જોવા લાગ્યો. વર્ષો જૂનો કુવો જાળાં જાળાં બઝ્યા હતા. તેની ઉપર કચરો ભરાયેલો હતો.વર્ષો થી એનો ઉપયોગ ના કર્યો હોય એવું લાગતું હતું. મુકીમે ઘર માં પ્રવેશ કર્યો. તેને સીધું રસોડા માં જવાનું હતું સાંજ ની રસોઈ તૈયાર કરવા ત્યાં તેની નજર વિક્ટર પર પડી. વિક્ટર ફોન પર કોઈક ની સાથે અંગ્રેજી માં વાત કરી રહ્યો હતો. મુકિમને આવતા જોઈ એ અચકાયો ,પછી જાણે ભાન થયું હોય ને કે મુકિમ તો સાદો રસોઈયો છે એને અંગ્રેજી થોડી સમજ માં આવશે. એટલે વાત ચાલુ જ રાખી. મુકિમ ના કાને થોડા શબ્દો પડ્યા.

“ Almost done, I will be there within a three four months.” – આટલું બોલી એણે ફોન મૂકી દીધો.

મુકિમ સાંભળી ને વિચાર માં પડી ગયો. વિક્ટર નું કયું કામ લગભગ થઈ ગયા જેવું છે? ખજાનો? પણ વિક્ટર ને ખજાના સાથે શુ લેવા દેવા? એને ખબર હશે કે અહીંયા ખજાનો છે? મુકિમ ના મગજ માં હજારો વિચાર ચાલુ થઈ ગયા. ખજાના ની ક્યાંક થી વિક્ટર ને ખબર પડી ગઈ હોવી જોઈ તો જ આટલું બધું રોકાયો હોય ને બાકી આમ પડી શુ કામ રહે? અને એ પણ લંડન છોડી ને !!! અને જો ખજાના માટે નથી આવ્યો તો પછી બીજું ક્યુ કામ હોઈ શકે! મુકિમ ને લાગતી વળગતી તમામ શક્યતા ઓ વિચારી જોઈ. પણ કઈ જડ્યું નહીં એટલે કામ પર લાગી ગયો અને નક્કી કર્યું કે હવે થી વિક્ટર પર વધુ ધ્યાન આપશે./

“મારી તબિયત સારી નથી. હું કમલ સર ને મળવા નહીં આવી શકું.” નાવ્યાએ અવાજ માં ધ્રુજારી આવે એવી રીતે બોલી જે કમલ ના પીએ ને લાગે કે પોતા ની તબિયત સારી નથી.

“સારું” કમલ ના પીએ પાસે સારું બોલવા સિવાય કોઈ ઉપાય નહતો. તે વિચારમાં પડી ગયો કે કમલ ને જઈ ને કેવી રીતે વાત કરે.

માંડ માંડ કમલ પાસે જઈને વાત ની શરૂઆત કરી. કમલ તેના ફોન માં વ્યસ્ત હતો, તેની નજર તેના પીએ પર પડી, તેનું ઉતરેલું મોઢુ જોઇ ને સમજી ગયો કે કઇક અણછાજતું બન્યું હોવું જોઇએ. તેણે ફોન મૂકી ને પૂછ્યું.

“નાવ્યા” પેલો આટલું પરાણે બોલ્યો.

“શાલી..” આગળ બોલવા માંગતો કમલ અટકી પડ્યો.

“એની તબિયત નથી સારી”

“આના સિવાય કોઈ બહાનું ના મળ્યું એ…” બે ત્રણ ગાળો બોલી ગયો.

“એના અવાજ પર થી લાગ્યું કે..”

“ડફોળ, ક્યારે બુધ્ધિ આવશે તને.” કમલ છોકરીઓ નો શોખીન હતો તે છોકરીઓ ના નખરા સારી રીતે જાણતો હતો એટલે એને ગાળા સુધી વિશ્વાસ હતો ને આ નાવ્યા નું નાટક જ છે.

“મારા ડ્રાઈવર ને કહે ગાડી કાઢે. નાવ્યા ની જરા ખબર કાઢી આવુ.” કમલ ખડખડાટ હસવા લાગ્યો. /

નિશા એ અભિજિત ના મિસ કોલ જોઈ પરાણે અભિજિત ને ફોન કર્યો.

“હેલો!” જેવો અભિજીતે ફોન ઉપડ્યો તરત નિશા બોલી. જાણે કઈ બન્યું જ ના હોય એમ.

“આ શું માંડ્યું છે, નિશા?” અભિજિત ને નિશા ના નામ થી ખિન્ન ચડતું હતું.

“શુ?” નિશા ને બોલવા માં જોર પડતું હતું.

“ જાણે છે છતાં અંજાણ બને છે!! વાહ, વાહ, નિશા તને તો નોબલ પ્રાઈઝ આપવો જોઈ!” અભિજિત બોલતા બોલતા મોઢું મચકોડયું.

“એ બધી તારી જ તો બદૌલત છે.” નિશા જાણતી હતી અભિજિત ભડકેલો જ હશે. હમેશ ની જેમ વખાણ કરી કરી અભિજિત ને ભોળવી લેતી હતી.

“ઓહ! પેહલા ની નિશા માં અને આજ ની નિશા માં આસમાન જમીન નો ફરક છે. પણ તું યાદ રાખી લે હું તારી જોડે લગ્ન નથી કરવા નો.” અભિજિત ગુસ્સામાં બોલી ગયો.

“તું મારી જોડે જ લગ્ન કરીશ.” નિશા વધુ પડતું આત્મ વિશ્વાસ હતો.

“જોઈ છે કોણ કોની જોડે લગ્ન કરે છે.” અભિજિત પણ નમવા તૈયાર નહતો.

નિશા એ ફોન કાપી નાખ્યો. ફોન સ્પીકર પર હતો ને વિકી બધું સાંભળી રહ્યો હતો. તરત જ બોલ્યો

“જોયું નિશા, આજકાલ અભિજિત બદલાયેલો બદલાયેલો રહે છે, ચોક્કસ કોઈ વાત છે.”

“મને હવે ટેંશન થાય છે. કેવી રીતે બધું થશે.” નિશા નું ઘમંડ અભિજિત ની સાથે વાત કરતા ની સાથે ઉતરી ગયું.

“મારી ધમકી જ કાફી છે તારી જોડે લગ્ન કરાવવા માટે.” વિકી ના મન માં ગંદી રમત ચાલતી હતી.

“ધમકી?” નિશા ને કઈ સમજતું નહતું કે વિકી ના દિમાગ માં શુ ચાલે છે?