મુકીમે પેહલા ની જેમ રાત્રે સાડા અગિયાર હવેલીના રસોડાના દરવાજે થી અંદર ઘૂસ્યો. અને સીધો ભોંયરા માં ગયો. ભોંયરા માં મોબાઈલ ની લાઈટ ચાલુ કરી, જોયું તો રાજા ના ચિત્ર માં કલમ હતી, જ્યારે રાણી ના ચિત્ર માં ખાલી કંગન જ પહેરેલા હતા. એવા જ કલમ અને કંગન હતા જે વિક્ટર પાસે થી મળેલા. મુકીમે મેં ધારી ધારી ને જોયા, એ તો પાક્કું થઈ ગયું કે આવા જ કલમ અને કંગન છે. મુકીમે વિચાર્યું કે સો ટકા આ કલમ અને કંગન ને ખજાના સાથે લેવાદેવા છે. પણ શું હોઈ શકે? એટલું જ નહીં એ વિક્ટર પાસે કેવી રીતે પોહચ્યા હશે? તેને રાધા કૃષ્ણ નો ફોટો ફરી જોયો કે કદાચ એમાં પણ આવો કોઈ સંકેત હોય! રાધા કૃષ્ણ ના ફોટા માં કૃષ્ણ બંસરી વગાડતા હતા, તેમની સાથે રાધા હતા અને એની પાછળ કૂવો હતો. પણ મુકિમ ને એમાં કોઈ સંકેત હોય એવું લાગ્યું નહિ. અને તે પાછો ફરી ગયો.
નાવ્યા ની વાત સાંભળી અભિજિત વિચાર માં પડી ગયો. અભિજીતે એના પિતા સાથે વાત કરી. વર્ષો પછી બન્ને વચ્ચે મહેફિલ જામી અને બન્ને ને ખૂબ મજા આવી. વર્ષો પછી પેહલી વાર બાપ અને દીકરા વચ્ચે આટલો સરસ વાર્તાલાપ થયો હશે. નાવ્યા ને પણ સંતોષ થયો બે જણ ને આટલી સારી રીતે વાત કરતા જોયા ત્યારે. પોતા ના બધા દુઃખ ભૂલી ગઈ. કદાચ કોઈ ની નિયતિ માં સુખ લખતા લખતા પોતા નું દુઃખ વિસરાઈ ગયું. બીજા દિવસે સવારે અભિજિત, નાવ્યા અને અલોકજી ભારત પાછા આવવાના હતા. આલોકજી ના ઘરે નાવ્યા અને અલોકજી રોકાયા.
અભિજિત જેલ માં જતા પહેલા બે દિવસ પોતા ના ઘરે રોકાયો. કાયમ ની માફક મોહિતે વિકી ને જણાવી દીધું કે અભિજિત બે દિવસ ઘરે રોકવવા નો છે. વિકી એ તેના ગંદા પ્લાન બનાવી ને મોહિત ને અભિજિત ને ડરાવવા નું કહી દીધું.
ઘણા સમય થી અભિજિત અને મુકિમ ને વાત થઈ નહતી. મુકીમે અભિજિત ને ફોન કર્યો.
“લગ્ન ની શુભકામનાઓ, મિત્ર.” મુકિમે વાત ની શરૂઆત કરી.
“આભાર, કોઈ એવી માહિતી મળી કે વિશુને બને એટલું જલ્દી જેલ માંથી બહાર નીકાળી શકાય?” અભિજીતે તરત કામ ની વાત કરી.
“કોઈ ખાસ માહિતી તો મળી નથી. પણ શંકા તો બધા પર છે એકેય માણસ શંકા ની સુઈ માંથી બાકાત નથી સિવાય વ્યોમેશ. એની હરકતોમાં શંકા નથી. અને વિક્ટર પાસેથી કલમ અને કંગન મળ્યા. જેના પર સૌથી વધારે શક છે. એટલું જ નહીં બે દિવસ પહેલા મણિયાર ને ફોન પર વાત કરતા સાંભળેલો કે ‘બેટા, અહીંયા બધું સહી સલામત છે. તું તારા બાપ ની ચિંતા ના કર. બસ તારી મમ્મી નું ધ્યાન રાખજે. જેટલું બનશે એટલું જલ્દી હું પાછો આવી જઈશ.’ વિશુ ના કહ્યા પ્રમાણે એના પરિવાર અકસ્માતમાં મરી ગયેલો તો પછી એ જૂઠું બોલે છે. અને મને તો એમજ લાગે છે કે એ અપંગ નહિ હોય. એ પણ જૂઠું છે. ધર્મા દેવી અને બાબા નરસિંહ તો ઢોંગી છે જ.”
“ધર્મા દેવી અને બાબા નરસિંહ પણ?” અભિજિત જાણવા માંગતો હતો કે કેમ બંને ઢોંગી હોઈ શકે.
“તેમના વિચિત્ર વર્તન પર થી લાગે છે.” મુકીમે જાણી જોઇને ને ના કહ્યું કે નાવ્યાના માતા પિતા છે.
અભિજિત ઘણા સમયે ઘરે આવેલો તેની ગેરહાજરી માં તેના નોકરો તેના ઘર નું ઘણું સારું ધ્યાન રાખેલું એટલે એણે ખુશ થઈ ને બધા ને પચાસ હજાર આપવાનું નક્કી કર્યું. મોહિતે પૈસા લેવાની ના પાડી. મોહિત ના મનમાં એ વાત નું દુઃખ હતું કે અભિજિત જેવા સારા માણસ જોડે પોતે અન્યાય કરી રહ્યો છે. તેણે બધા ના ગયા પછી પોતે એને કેવી રીતે ડરાવતો હતો, એ વિગતસર કહી દીધું. અભિજિત ને આંચકો લાગ્યો કે જે માણસો પર પોતે આંખ બંધ કરી ને વિશ્વાસ કરતો હતો તે મોહિત આવો નીકળ્યો. તેનું મન માનવા તૈયાર નહતું કે મોહિત આવું કરી શકે!
“તું તારી મરજી થી કરતો હતો કે કોઈ ના કેહવાથી?” અભિજીતે સખત શબ્દો માં પૂછ્યુ.
“સાહેબ, જો એને ખબર પડશે તો મારા પરિવાર ને ખતમ કરી દેશે.” મોહિતે ડરતા ડરતા કહ્યું.
“કોણ છે? નામ કહે, એના મૂળિયાં છુટા પાડી દઈશ પણ તારો વાળ વાંકો નહીં થવા દઉં.”
“વિકી.” મોહિત આટલું જ બોલ્યો. અને આજે જે વાત થઈ હતી ફોન પર વિકી જોડે એનું રેકોર્ડિંગ સંભળાવ્યું.
અભિજિતને નવાઈ જરૂર લાગી પણ આઘાત ના લાગ્યો કારણકે એ આવા પ્રકાર ના માણસ ને જાણતો હતો. તેને ખબર તો પડી ગઈ હતી કે નિશા તેની સાથે પૈસા ના લીધે જ હતી. જ્યારે નિશા ન્યુયોર્ક ‘દીલ કી આગ’ ના શૂટિંગ માં ગઇ એ પેહલા તેની જન્મદિવસ ની પાર્ટી હતી. પાર્ટી લગભગ સવારે ચાર વાગ્યા સુધી ચાલેલી. અને એ પછી નિશાએ અને વિકીએ ખૂબ દારૂ પીધેલું. નિશા તો સૂઈ ગઈ. વિકી નશા માં ધૂત હતો, તેને ભાન નહતું કે તે શું બોલી રહ્યો છે. અને નશા ની હાલત માં બધું બકી ગયો કે એણે નિશા ના લગ્ન અભિજિત સાથે કરાવી ને પૈસા પડવવાનો પ્લાન બનાવ્યો છે. એટલે અભિજિત ને ખૂબ દુઃખ થયું અને જેથી એ નાવ્યા સાથે વાત કરી પોતા નું મન માનવી લીધું. ધીમે ધીમે એને નિશા થી નફરત થઈ ગઈ. અને એનું વર્તન પણ બદલી કાઢ્યું, જેથી નિશા એને છોડી ને જતી રહે. પણ ત્યારે ખબર નહતી કે વિકી આટલો ખતરનાક હોઈ શકશે. જો પોતે કહી નહિ કરે તો વિકી તેને આખી જિંદગી હેરાન કરશે. એટલે એણે મોહિત ને જવા દીધો અને દિવંગત ત્રિપાઠી ને ફોન જોડ્યો વિકી નું સેટિંગ પાડવા માટે. દિવંગત ત્રિપાઠી એ લાવરીશ મળેલી નકલી નોટો ને વિકી ના ઘર માંથી મળી એવું બતાડી વિકી અને નિશા ને દિલ્લી ની જેલના સળિયા પાછળ નાખી દીધો. અભિજિત બન્ને ને ધમકાવવા જેલ માં ગયો કે જો આજ પછી કઈ પણ કરશે તો પરિણામ શુ આવશે?
“તને એમ લાગે છે હું અહીંયા થી બહાર નહિ આવી શકું? અરે રેલવે સ્ટેશન પર અમે ભીખ માંગતા હતા અને આજે ક્યાં છીએ? તે કલ્પના પણ નહીં કરી હોય કે હું શું કરી શકું એમ છું.” વિકી પોતાની બુદ્ધિ પર ખૂબ ઘમંડ હતું. અભિજિત નિશા ને સમજાવવા મહિલા જેલ માં ગયો કે આ બધું કરી ને કશું મળશે નહીં. પણ અભિજિત ને જાણવું હતું કે નિશા લોકો ભીખ માંગતા માંગતા અહીં સુધી પોહચ્યા કેવી રીતે? જો એણે વિકી ને પૂછ્યું હોત તો એ બરાબર જવાબ ના આપત, એટલે એણે નિશા ને પૂછ્યું. “અમે ભિખારી હતા પણ મને ભગવાને ખૂબ રૂપ આપેલું. લોકો મને બધા કરતા સૌથી વધારે ભીખ આપતા. જ્યારે વિકી સમજણો થયો ત્યારે એણે નક્કી કરી લીધું કે એ મારા રૂપ નો ઉપયોગ કરી અમારું નસીબ ચમકાવશે. ભીખ માંથી પૈસા ભેગા કરી મારા માટે સરસ કપડાં ને મેકઅપ ખરીદતા. એનો ઉપયોગ કરી સારા ઘરના લોકો પાસે જઈ ખોટી-ખોટી વાર્તા બનાવી પૈસા પડાવતા. પણ એક વાર કોઈ આર્ટિસ્ટ ના ઘરે ગયા હતા, એણે અમને પકડી પડ્યા. અમે બહુ કગરયા એટલે એને પોલીસ ને ફોન ના કર્યો. પણ એને એવું લાગ્યું કે હું ખૂબ સરસ નાટક કરી શકું છું અને ઉપરવાળા ની મહેરબાની થી રૂપ પણ છે જેથી હું એક્ટિંગ કરી શકીશ અને એને મને નાનકડો રોલ અપાવ્યો. એમ કરતાં બે ત્રણ નાનકડા રોલ મળવા લાગ્યા. એ જ રીતે તમારા ફિલ્મ માં નાનકડો રોલ મળ્યો ત્યારે વિકી ની નજર તમારા પર હતી. અને એને તમને ફસાવવા નો પ્લાન બનાવી લીધો. તમારી ખૂબી થી લઈ તમારા શોખ, તમારી નબળાઈ બધું જાણી લીધું. અને પછી હું ધીમે ધીમે તમારી નજીક આવી ગઈ. એ પછી અમારા બન્ને ના નસીબ બદલાઈ ગયા.” નિશા ની આંખ માં ઝળઝળિયાં આવી ગયા.
***