21મી સદીનું વેર - 35 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 35

21મી સદીનું વેર

પ્રકરણ-35

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશનની બસ સુરતની બહાર નીકળી અને કામરેજ પાસે આવેલ ટોલનાકાથી આગળ નીકળી પુરપાટ ઝડપે દોડવા લાગી એ સાથે કિશનની વિચારયાત્રા પણ દોડવા લાગી. કિશન અને ઇશિતા લગભગ 10 વાગ્યા સુધી સુતા રહ્યા ત્યારબાદ બન્ને ઉઠ્યા અને નિત્યક્રમ પતાવ્યો. કિશન જ્યારે તૈયાર થતો હતો ત્યારે ઇશિતા વિચારમાં ખોવાયેલી હતી એ જોઇ કિશને પુછ્યુ

“ઇશિ, શુ વિચારે છે?”

“ બસ એજ કે કોઇને ખબર પડે કે આપણે બન્ને એ રાત એકજ રૂમમાં એકજ બેડ પર ગાળી છે. તો બધા કેવી કેવી કલ્પના કરે અને આપણા વિશે કેવુ વિચારે?”

“ ઇશિ, લોકોને ક્યાં ખબર છે કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે જ્યારે સાચા અર્થમાં પ્રેમ કરે છે ત્યારે આ બધી બાબતો એકદમ ગૌણ બની જાય છે. તે બન્ને મનથી એટલા બધા નજીક હોય છે કે તેને એકબીજાની સાથે ગમે તેટલો સમય અને ગમે તે પરિસ્થિતીમાં મળે તો પણ તે પોતાની એક લીમીટ વટાવતા નથી. બન્ને હ્રદયના ઉંડાણથી એકબીજામાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે બન્ને પોતપોતાની જવાબદારી સમજે છે. અને પોતાની નૈતિકતા છોડતા નથી. ”

કિશન એકસાથે કેટલુ બધુ બોલી ગયો એટલે થોડુ રોકાયો અને હસીને બોલ્યો “મે તો તને લેક્ચર આપી દીધુ. ”

“ના પણ તારા આવા વિચારને લીધેજ મને તુ સાથે હોય ત્યારે ક્યારેય કોઇ પ્રકારનો ભય હોતો નથી. આ તો જસ્ટ અત્યારે આવો વિચાર આવી ગયો. ”

કિશન ઇશિતાની પાસે જઇને તેને વળગી પડ્યો બન્ને ના આંખમાં આંસુ આવી આવી ગયા. અને પછી બન્ને એકબીજાને જોઇને હસી પડ્યા.

“ ઇશિ, ભલે ગમે તેટલા દુર હોય પણ દિલથી આપણે હંમેશા એકબીજા સાથે જ છીએ. ચાલ હવે હું તને મુકી જાવ. ”

અચાનક બસમાં બ્રેક લાગતા કિશનની વિચારધારા અટકી ગઇ. તેણે બસની બારીમાંથી બહાર જોયુ તો બસ કિમ ચોકડી પાસે આવેલ ‘શિવશક્તિ હોટેલ’ પરથી પેસેંન્જર લેવા માટે ઉભી રાખી હતી. થોડીવાર બાદ બધા પેસેન્જર આવી જતા ફરીથી બસ ચાલવા લાગી અને કિશનના વિચાર પણ આગળ ચાલવા લાગ્યા.

કિશન ઇશિતાને તેના ગેસ્ટ હાઉસ પર મુકી આવ્યો અને પછી તેણે ત્યાંથી એક સ્ટેશનરી પર બાઇક ઉભી રાખી અને ત્યાંથી એક કવર લઇ તેમાં તેણે ખીસ્સામાં રહેલ કાગળો નાખ્યા અને તેને સેલોટેપથી પેક કરી દીધુ. ત્યાંથી તે સીધો પ્રાઇમ માર્કેટ શિતલની ઓફીસ તરફ ગયો. અને શિતલની ઓફીસની સામે આવેલ ચાની કેબીન પર જઇને ઉભો. તેણે એક ચાનો ઓર્ડર આપ્યો. અને ચા બનાવતા કાકા સાથે વાતો કરવા લાગ્યો. ત્યાં એક છોકરો ચાની કિટલી લઇને આવ્યો. કાકાએ ચા બની જતા, પહેલા કિશનને ચા આપી અને પછી બીજા ગ્રાહકોને ચા આપી. કિશન ચા પીતો હતો ત્યાં કાકાએ પેલા છોકરાને ચાની કિટલી ભરી આપી અને ફરીથી તે આજુબાજુમાં ચા દેવા જવા લાગ્યો. કિશને ચા પીને પૈસા ચુકવ્યા અને તે ઝડપથી ચાલીને પેલા છોકરા સાથે થઇ ગયો અને બોલ્યો “ બેટા તારૂ નામ શું છે?”

આ સાંભળી છોકરો ઉભો રહી ગયો. અને પહેલા તો કિશનને જોવા લાગ્યો પછી બોલ્યો “નામ તો પ્રિતમ છે પણ અહી બધા છોટુથીજ ઓળખે છે. ”

“હા તો છોટુ તુ મારૂ એક કામ કરીશ? ”

“ શુ કામ છે તે કહો તો ખબર પડે? “

“ તુ મારૂ આ કામ કરીશ તો હું તને 100 રૂપીયા આપીશ. ”

100 રૂપીયા સાંભળતાજ છોકરાની આંખમાં ચમક આવી જે કિશને જોયુ એટલે તેણે ખીસ્સામાંથી કવર કાઢ્યુ અને કહ્યુ “ આ કવર તારે સામે જો પેલી ઓફીસ છે ને ત્યાં જઇ શિતલ મેડમને આપવાનું છે. ?”

છોકરો થોડીવાર સુધી કવર સામે જોઇ રહ્યો પછી બોલ્યો “સાહેબ કોઇ લફડુ થાય તેવુ નથીને? “

“ના બેટા આ તો તે મારી મિત્ર છે તેને ખબર નથી કે હું અહી આવ્યો છું એટલે આ ગીફ્ટ વડે તેને સરપ્રાઇઝ આપવી છે. ”

છોકરાએ થોડુ વિચારીને કહ્યુ “ ઓકે કોને આપવાનુ છે? “

કિશને કવર ઉપર શિતલ વસાવા લખીને આપ્યુ અને કહ્યુ “આ મેડમના હાથમાંજ આપજે હો?” એમ કહી કિશને બે 100ની નોટ ખીસ્સામાંથી કાઢી છોકરાને આપી એટલે તે ખુબ ખુશ થઇ ગયો અને બોલ્યો “ સાહેબ ચિંતા ના કરો તમારૂ કામ પતી જશે. ”

એમ કહી તે ઓફીસ તરફ ચાલવા લાગ્યો અને જેવો તે ઓફીસમાં દાખલ થયો એટલે કિશને બાઇક પાસે ગયો અને ચાલુ કરી સ્ટેશન તરફ જવા દીધી. સ્ટેશનથી લંબે હનુમાન રોડ તરફ જઇ કિશન માતાવાડી ચોક પહોંચ્યો. અને ત્યાં આવેલ મહાસાગરની ઓફીસ પર જઇ તેણે જુનાગઢની ટીકીટ બુક કરાવી. ત્યાંથી તે ફરીથી હોટલ પર આવ્યો અને જમીને સુઇ ગયો. સાંજે ચાર વાગે ઇશિતાનો ફોન આવ્યો ત્યારે તે ઉઠ્યો. ઇશિતા બેંગ્લોર જવા માટે નીકળી ગઇ હતી એટલે તેણે જાણ કરવા ફોન કર્યો હતો. કિશન ઇશિતા સાથે ફોન પર વાત પતાવી પછી ઉભો થયો અને ફ્રેસ થયો.

ત્યારબાદ તે હોટલમાંથી નીકળી ચા પીવા ગયો અને ત્યાંથી સરદાર બ્રીઝ પર ગયો અને ત્યાં બાઇક સાઇડમાં મુકી અને ત્યાંથી દેખાતુ તાપીનુ એકદમ નયન રમ્ય દ્રશ્ય જોવા લાગ્યો. થોડીવાર બાદ તેણે ખીસ્સામાંથી મોબાઇલ કાઢી અને શિતલને ફોન લગાવ્યો. બીજી રીંગે ફોન ઉચકાયો એટલે કિશને કહ્યુ “હેલો મિસ શિતલ તમને મારી ગીફટ મળી ગઇ?”

થોડીવાર સુધી સામેથી કોઇ જવાબ ન આવતા કિશને કહ્યુ “ઓકે તમારી મારી સાથે વાત કરવાની ઇચ્છા ના હોય તો હું ફોન મુકુ છું. ”

તે હજુ ફોન કટ કરવા જ જતો હતો ત્યાં શિતલ બોલી “ પ્લીઝ ફોન નહી મુકતા. હા, મને તમારૂ પેકેટ મળી ગયુ છે”

“ઓકે તો હવે તમારે મને એક અઠવાડીયામાં રકમ પહોંચાડવાની છે. ”

“ પ્લીઝ તમે મારી વાત સાંભળો તમે મને થોડો ટાઇમ આપો હું તમને તમારા રૂપીયા પહોંચાડી દઇશ. ”

“ઓકે ચાલો તમને બે અઠવાડીયા આપ્યા. પણ પછી હવે તેનાથી મોડુ થશે તો હું તમને વોર્નીંગ પણ નહી આપુ. અને મિ. શિખર સાથે સોદો કરી લઇશ. ”

“ઓકે મારે તમને કેવી રીતે પૈસા પહોંચાડવાના છે?”

“એ માટે હું તમને જાણ કરીશ તમે પહેલા પૈસાની વ્યવસ્થા કરો. ”

એમ કહી કિશને ફોન કાપી નાખ્યો.

ત્યારબાદ તે ત્યાંથી અઠવાલાઇન્સ પર આવેલ બુક માટેના સુપર સ્ટોર “ક્રોસવર્ડમાં” ગયો અને ત્યાંથી તેને ગમતી બુક્સ ખરીદી. અને પછી હોટલ પર ગયો. રૂમમાં જઇ તેણે પેકીંગ કર્યુ અને ફ્રેસ થયો ત્યાં 6 વાગી ગયા. પછી તેણે રૂમ સર્વીશને ફોન કરી તેનુ ચેકઆઉટ કરવાની જાણ કરી એટલે થોડી વારમાં એક છોકરો આવ્યો તેણે કિશનની બેગ લઇ લીધી અને કિશન સાથે રીસેપ્શન પર આવ્યો. રીશેપ્શન પર જઇ કિશને બાઇકની ચાવી આપી અને બીલ ચુકવ્યુ. અને હોટલની કાર તેને કામરેજ ચોકડી પર 7 વાગે ઉતારી ગઇ. કિશન અહીથી 8 વાગે બસમાં બેસવાનુ હતુ. હજુ તેની પાસે એક કલાક હતો. અને તેને ભુખ પણ લાગી હતી. તેથી તે કામરેજ ચોકડી પર આવેલ પ્રખ્યાત “પટેલ પાઉભાજી” ની દુકાન પર ગયો અને પાઉભાજી ખાધી. અને પછી 8 વાગે બસ આવતા તેમાં બેસી ગયો.

અચાનક બસ ઉભી રહેતા કિશને બારીની બહાર જોયુ તો નર્મદા પુલ પરથી બસ પસાર થઇ રહી હતી. કિશને મનમાં કહ્યુ “નર્મદે સર્વદે“ અને નર્મદા મૈયાને નમસ્કાર કર્યા. બસ ટોલ નાકુ પસાર કરીને પુરપાટ ઝડપથી દોડવા લાગી એટલે બસની બધીજ લાઈટ બંધ થઇ ગઇ અને કિશન પણ ઉંઘી ગયો.

***

કિશન કોર્ટ પરથી સાંજે 4 વાગે ઓફીસે પહોંચ્યો ત્યારે નેહા તેની રાહ જોઇને જ બેઠી હતી. 10 દિવસથી કિશન ઓફીસ નહોતો આવ્યો એટલે ઘણુ બધુ કામ પેન્ડીગ હતુ. ઓફીસમાં દાખલ થઇ કિશને ભગવાનના મંદિર અને તેના મમ્મી પપ્પાના ફોટાને વંદન કર્યા અને પછી પોતાની ચેર પર બેઠો. એટલે નેહા તેની સામેની ખુરશી પર બેસી ગઇ અને બોલી

"શુ કિશન ભાઇ, સુરતની ટુર કેવી રહી? "

" સારી રહી,કામ પણ થઇ ગયુ અને તારી ફ્રેંડને મળાઇ પણ ગયું. "

આ સાંભળી નેહા હસી પડી અને બોલી "કિશનભાઇ તમે નસીબદાર છો હો. ઇશિતા ખુબ સરસ છોકરી છે. "

"તો હું શુ ખરાબ છું?"

" અરે ના. ઇશિતા પણ લકી છે કે તેને તમે મળ્યા. તમે બન્ને ભાગ્યેજ જોવા મળે તેવુ પરફેક્ટ કપલ છો. "

" તને પણ સમય આવ્યે નસીબદાર બનાવી દેશુ હો"

"શુ કિશન ભાઇ તમે પણ મારી મજાક ઉડાવો છો. " નેહા હસતા હસતા બોલી.

" શુ તને કેમ છે? તારા મમ્મીની તબીયત તો સારી છેને?"

"હા એકદમ સારી છે"

"ચાલ હવે કામ પર વળગીએ 10 દિવસનુ કામ જે કંઇ પણ હોય તે કહેતી જા એટલે પતાવવા લાગીએ. "

એમ કહી બન્ને કામ પર લાગી ગયા. નેહાએ 10 દિવસનો કિશનને રેકોર્ડ આપ્યો અને બાકી એપોઇન્ટમેન્ટ ની જાણ કરી. આમને આમ બન્ને બે કલાક સુધી કામ કરતા રહ્યા. પછી કિશને કહ્યુ નેહા હવે ચાનો ઓર્ડર આપ થોડો બ્રેક લઇએ. નેહાએ ફોન કરી ચાનો ઓર્ડર આપ્યો અને અને બન્ને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. કિશને કહ્યુ" નેહા ગણેશના કાંઇ સમાચાર છે?"

"ના મે ફોન પર તમને જાણ તો કરી હતી કે તે તો ત્યાર પછી દેખાયા જ નથી. "

" હા, કાંઇ વાંધો નહી. મે તેને મારા એક પર્શનલ કામ માટે રોકી રાખ્યો છે"

ત્યારબાદ કિશને મોબાઇલ લઇ ગણેશને ફોન લગાવ્યો અને કહ્યુ " શુ ગણેશ શુ ચાલે છે. ઘરમાં બધા મજામાં ને? "

"હા બધા મજામાં છે. તમે જુનાગઢ આવી ગયા? " ગણેશે પુછ્યુ

"હા આજે સવારેજ આવ્યો. એક કામ કર આજે રાતે તુ મને 9-30 વાગે બાયપાસ પર આવેલ “હીંગળાજ હોટલ” પર મળવા આવજે આપણે સાથે જમીશુ. "

ત્યારબાદ કિશને ફોન કટ કરી નાખ્યો.

વાત પુરી થતા નેહાએ કહ્યુ "કિશનભાઇ તમે શિખરભાઇના કેસનુ શુ થયુ તે તો કહો?"

ત્યારબાદ કિશને નેહાને સુરતની આખી વાત કરી અને છેલ્લે શિતલને કવર આપવા છોકરાને આપ્યુ તે પણ કહ્યુ. આખી વાત સાંભળી નેહા એ કહ્યુ " કિશનભાઇ આ તો હું કોઇ પીક્ચરની સ્ટોરી સાંભળતી હોવ એવુ લાગે છે. અને તમે તો જેમ્સ બોન્ડ જેવુ કામ કરીને આવ્યા છો. તમારે વકીલ નહી. ડીટેક્ટીવ થવાની જરૂર હતી. "

"ક્યારેક જીંદગી પીક્ચર કરતા પણ વધારે રોમાંચક થઇ જાય છે. "કિશને કહ્યુ.

"તમે તે કવરમાં શિતલને શુ મોકલ્યુ છે કે તે જોઇને તે તમારી માંગણી સ્વિકારવા તૈયાર થઇ ગઇ?"

આ સાંભળી કિશનના મો પર સ્માઇલ આવી ગયુ અને તે બોલ્યો

"તેમા તો મારો હુકમનો એક્કો હતો. જે એકજ તેના બધાજ પાના પર ભારે પડી શકે એમ છે. "

"કિશનભાઇ, આમ ગોળ-ગોળ વાત કરો નહી. મને ખુબજ ઇંતેજારી છે તે જાણવાની ચોખ્ખુ કહોને તેમાં શુ હતુ?"

"તેમાં શિતલે કરેલા એબોર્શનના રીપોર્ટ હતા. "

"તો તેનાથી શુ સાબિત થાય તે તો કદાચ શિખરને લીધે પણ પ્રેગ્નેટ થઇ હોય? "

"હા. તેજ આપણે સાબિત કરવાનુ છે. તને યાદ છે શિતલના વકીલ તરફથી આવેલ નોટીસમાં છુટાછેડા માટેનું કારણ શુ લખેલુ હતુ? "

ઇશિતાના મગજમાં આખીવાત સમજાઇ જતા તે બોલી “હા,હા કિશનભાઇ સમજાઇ ગયું. આ પ્રેગ્નેંન્સી જો શિખરને લીધે હોય તો સાબિત થઇ જાય કે શિતલે તેના પર લગાવેલો આરોપ કે શિખર શારીરીક સુખ આપવા માટે સક્ષમ નથી તે ખોટો સાબિત થાય અને શિતલ કેસ હારી જાય એમજ ને?”

કિશનના મોં પર સ્માઇલ આવી ગયુ અને તે બોલ્યો. “હા અને જો તે એવુ સાબિત કરે કે પ્રેગ્નેન્સી શિખરને કારણે નથી તો પછી એ સાબિત થાય કે તેના આડા સંબંધને લીધે તે છુટાછેડા લેવા માંગે છે. અને તેથી તે શિખરને આવા આરોપ દ્વારા બ્લેકમેઇલ કરી પૈસા પડાવવા માંગે છે. એટલે બન્ને બાજુ કેસ આપણે જ જીતી જઇએ. અને પછી આપણે તેના પર બદનક્ષીનો દાવો માંડી શકીએ. ”

આ સાંભળી નેહા તો અહોભાવથી કિશનને તાકી રહી અને બોલી “કિશનભાઇ તમે જીનીયસ છો. થોડા સમયમાં ગુજરાતના પ્રખ્યાત વકીલના લીસ્ટમાં તમારૂ નામ હશે. ”

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો “તુ મને ખોટો ચણાના ઝાડ પર ચડાવ નહી. આમપણ આ કામ મારી વકીલાતનું નહોતુ આતો શિખરના મારા પરના વિશ્વાસને લીધે મારે આ કરવુ પડ્યુ. પણ આવા લોકોને તો સજા થવીજ જોઇએ. ”

“તમારી વાત સાચી છે કિશનભાઇ,શિખરભાઇ જેવા સીધા અને પ્રેમાળ માણસ સાથે આવુ કરી શિતલ ક્યારેય સુખી નહી થાય. ” નેહાએ કહ્યુ.

ત્યારબાદ કિશને કહ્યુ “ચાલ નેહા હવે બાકી કામ કાલે કરીશુ આજે હું જઉ છુ. તુ પણ બધુ બંધ કરીને નીકળી જજે. ”

એમ કહી કિશન ઓફીસ પરથી પોતાની કાર લઇ નીકળી ગયો.

***

રાત્રે 9 વાગે કિશનની કાર મારૂતી 800 જુનાગઢ બાયપાસ પર દોડી રહી હતી. કિશન હિંગળાજ હોટલ તરફ જઇ રહ્યો હતો. હિંગળાજ હોટલ જુનાગઢની બહાર થી નીકળતા બાયપાસ પર ખામધ્રોડ ચોકડી પાસે આવેલી હતી. આ હોટલ એકદમ શાંત વિસ્તારમાં હતી. તે શહેરથી દુર હોવાથી ત્યાં ખુબ ઓછા લોકો આવતા. પણ તેનુ કાઠીયાવાડી ખાણુ ખુબ પ્રખ્યાત હતુ એટલે ઘણી વખત લોકો તે ખાવા માટે આટલે દુર પણ આવતા. ખાસ રવિવારે ત્યાં થોડો ધસારો રહેતો. કિશને એકાદ વર્ષ પહેલા હોટલના માલીક જસાભાઇ આહિરનો એક જમીનનો કેસ લડેલો ત્યારે તે આ હોટલ પર આવેલો. તે કેસ જીતી ગયો હતો. જસાભાઇ ખુબ ઉદાર દિલનો માણસ હતો. તેણે કિશનને ઘણીવાર તેની હોટલ પર આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ પણ કિશન બીજી વખત આવ્યો નહોતો. આજે ગણેશને એકાંતમાં મળવા માટે તેણે આ હોટલ પસંદ કરી હતી. કિશન જ્યારે હોટલ પર પહોંચ્યો ત્યારે દુરથીજ તેને ગણેશને જોઇ લીધો. કિશને કારને પાર્ક કરી ગણેશ પાસે ગયો અને હાથ મિલાવી કહ્યુ “કેમ છે ગણેશ?”

“બસ મજા છે”

તે લોકો હજુ વાત કરતાજ હતા ત્યાં જશાભાઇ આવ્યા અને કિશનને જોઇને બોલ્યા અરે પંડ્યા સાહેબ તમે અહી અચાનક.

“ હા આજે તમારી હોટલનો લાભ લેવા આવ્યો છું”

“ અરે સાહેબ હું તો તમને કહી કહીને થાક્યો પણ તમે આવ્યા જ નહી. આજે છેક દેખાયા અને ફોન કરવો જોઇએને સાહેબ તો તમારા માટે કઇક સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવી શકીએ. ”

“અરે જશાભાઇ સ્પેશિયલ વ્યવસ્થાની કોઇ જરૂર નથી. અચાનક આવવાનુ નક્કી થયુ એટલે પછી ફોન કર્યો નહી. ”

“ સાહેબ કોઇ વાંધો નહી. પહેલા તમે કહો ક્યાં બેસવુ છે અંદર કે અહી બહાર વ્યવસ્થા કરાવી આપુ?”

“અહી બહાર જ મજા આવશે. એક ટેબલ નખાવી આપોને. ”

તરતજ બે છોકરા આવીને બહાર ટેબલ તૈયાર કરી ગયા. અને બે બીસ્લેરીની બોટલ મુકી ગયા. એટલે કિશન અને ગણેશ બેઠા અને વાતો કરવા લાગ્યા.

કિશને કહ્યુ “ ગણેશ ઘરમાં બધા કેમ છે? કાઇ તકલીફ નથીને?”

“અરે ના સાહેબ ભગવાનની દયાથી અને તમારી મહેરબાનીથી બધુજ સરસ ચાલે છે. ”

તે બન્ને વાત કરતા હતા ત્યાંજ જશાભાઇ આવ્યા અને બોલ્યા

“સાહેબ તમારી વાતોમાં વચ્ચે વિક્ષેપ ના પડે એટલે પહેલા કહી દો શુ ખાવુ છે એટલે તમારા માટે સ્પેશિયલ બનાવડાવુ. ”

“અરે જશાભાઇ એવુ કાઇ સ્પેશિયલ નથી ખાવુ. હું તો તમારી પ્રખ્યાત ડીશ રીંગણનું ભડથુ અને બાજરીનો રોટલો ખાવાજ આવ્યો છું. ”

આ સાંભળી જશાભાઇ બોલ્યા “અરે સાહેબ એ આઇટમ તો તમારા માટે એવી બનાવડાવુ છુ કે તમે આંગળા ચાંટતા રહી જશો. હવે તમે વાતો કરો હમણા અડધા કલાકમાં ઓર્ડર આવશે પછી તમારે કાંઇ જોઇતુ હોયતો સંકોચ વગર કહેજો”

આટલુ કહી જશાભાઇ રસોડા તરફ ગયા. કિશન અને ગણેશ ફરીથી વાતોએ વળગ્યા.

***

કોણે કિશનની ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શુ કરશે? કિશનનો શુ પ્લાન છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ

whatsapp no - 9426429160

Mail id – hirenami. jnd@gmail. com