37 - ‘સ્ત્રી-મિલનના ક્ષણિક સુખથી અટકો !’
આ એ જ સારાહ એલન સ્ટેઇન છે, જેની મોટાભાગની કૃતિઓ બેસ્ટ સેલર્સ બની છે અને અમુક કૃતિઓએ તો વિક્રમો સર્જીને સાહિત્ય જગતમાં ખળભળાટ મચાવ્યો હતો. આ વાતથી મારા માટે વધુ ગર્વ શું હોઈ શકે...? ફક્ત દશ ધોરણ પાસ માણસ માટે બહુ મોટી સિદ્ધિ કહી શકાય, જે મોટા ગજાના અંગ્રેજી સાહિત્યના લેખકોને નસીબ હોતી નથી. આ સિદ્ધિ મારા માટે બહુ મહત્વની છે, કારણ કે આ પુસ્તક માં મારા વિચારો અને મને કેન્દ્રમાં રાખીને લખાયું છે અને આ પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર જે કોપરમેન યોદ્ધા નું ચિતા છે, જે કોમ્પ્યુટર ગ્રાફીક્સથી બનાવવામાં આવ્યું છે તેમાં પણ મારા ચહેરાની આછી ઝલક દેખાય છે અને ખુશી એ વાતની છે કે અમારા હિન્દુસ્તાની બેકગ્રાઉન્ડ પર લખાયેલા છઠ્ઠા પુસ્તકને ‘પ્લેટીનમ બુક’ પ્રાઈઝ મળ્યું છે અને એક વાતનો ગમ પણ છે કે પહેલાના પાંચેપાંચ પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિને આડકતરી રીતે બદનામ ચીતરી છે અને છઠ્ઠા પુસ્તકમાં સારાહે ભારતીય હિંદુ સંસ્કૃતિની સચ્ચાઈ બતાવી છે અને એ માટે હું સારાહ અને એલનનો તમામ હિન્દુસ્તાની વતી એક સાચા દિલથી આભાર માનું છું.
સારાહ એલન : મિ. રામ, હજુ પણ અમારા સવાલનો જવાબ અધૂરો લાગે છે.
રામકુમાર : આજના જમાનામાં લગ્નેતર સંબંધોની બોલબાલા છે અને ખાસ કરીને પશ્ચિમ જગતમાં આ સમસ્યા બહુ વધી ગઈ છે અને અમારા હિન્દુસ્તાન પણ આ સંસ્કૃતિની અસર મોટાપાયે જોવા મળે છે અને આ બધા માટે ઘણી વસ્તુઓ જવાબદાર છે, જેમ કે વિચારભેદ, મતભેદ, શરીરભેદ, મહત્વાકાંક્ષા, ગ્લોબલાઇઝેશન, પોર્ન ફિલ્મો અને સૌથી વધુ મહત્વનું પાસું છે અતૃપ્તિ ! વિચારભેદ વિષે વાત કરીએ તો પતિ અથવા પત્નીના લગ્ન બાદ એકબીજાને અનુકુળ કઈ રીતે થવું તે સમજી ના શકે ત્યારે વિચારભેદ સ્પષ્ટ દેખાય છે. પતિને અથવા પત્નીને એકબીજા એકાંતમાં રોમાન્સ કરવા તમારી પાસે સારા વિચારો ના હોય તો છેતરવાની લાગણીનો અહેસાસ થાય છે. રહી મતભેદ ની વાત. મતભેદ ત્યારે જોવા મળે જયારે પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈપણ એકનું એજ્યુકેશન કે સ્ટેટસ થોડું ઊંચું હોય છે. જયારે વધુ એક એજ્યુકેટેડ પતિ કે પત્નીને જે ઓઈતું હોય તે પોતાનો સાથી ના આપી શકે ત્યારે મતભેદ સ્પષ્ટ દેખાય છે. ધારો કે ફેશન પરસ્ત અને ચોકસાઈ રાખતો પતિ તેની પત્ની પાસે ટ્રેન્ડી ડ્રેસ અને તે ડ્રેસને અનુરૂપ તેની પત્નીના શરીરની ચોકસાઈ રાખતો હોય અને આ ડ્રેસ અને શરીર વચ્ચે મેળ ના પડે ત્યારે આ મતભેદની સપાટી ધીરે ધીરે ઉપર આવતી દેખાય છે. મતલબ સાફ છે, તમારા બંનેના શરીરને યુવાન અને તરોતાજા અને ચરબીરહિત રાખવા યોગ અને કસરત અને વોકિંગ ખુબજ જરૂરી છે અને આ જ સમસ્યા શરીરભેદની છે. લગ્ન સમયે પતિ અને પત્નીના બંનેના શરીરો એકદમ ફિર હોય છે, પણ લગ્નના થોડા વર્ષો પછી કોઈપણ એક પાત્ર અથવા બંને પત્રો ફુગ્ગાની જેમ ફુલાવા લાગે છે ત્યારે કોઈપણ કાર્યમાં પૂર્ણ સંતોષ મળતો નથી અને સમય જતા અસંતોષનો માહોલ લગ્નજીવનમાં પેદા થવા લાગે છે. મહત્વાકાંક્ષા માટે પતિની ભૂમિકા વધારે જવાબદાર છે. કારણ કે લગ્ન થતા પતિની જવાબદારી વધતા તેનામાં મોટા માણસ અથવા પૈસાદાર થવામાં અથવા નોકરીમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા હોય છે. પણ આ મહત્વાકાંક્ષાને પત્ની તરફથી પુરતું પ્રોત્સાહન મળે નહિ એટલે પતિદેવની મહત્વાકાંક્ષા ધીરે ધીરે મંદ પડતી જાય છે ત્યારે પત્નીની જવાબદારી છે કે પતિની મહત્વાકાંક્ષા શું છે તેને બરાબર સમજીને પત્નીએ તેના પતિની મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવા પુરેપુરી રીતે મદદરૂપ થવું જરૂરી છે ! પણ મદદને બહાને પત્નીના ચારિત્ર્યને પણ હોડમાં મૂકવું પડે તેવી નોબત આવે એટલે સમજી લેવાનું કે તમારા લગ્નજીવનનો અંત ટૂંક સમયમાં આવી જવાનો છે. ( થોડીવાર શ્વાસ રોકાય છે, પાણીનો એક ગ્લાસ પીવો પડે છે. )
ગ્લોબલાઇઝેશનના જમાનામાં પતિએ અથવા ઉચ્ચસ્થાને નોકરી કરતી સ્ત્રીઓને લાંબા સમય સુધી અનેક દુરના શહેરોમાં અથવા દેશની બહાર રહેવું પડે છે. એટલે નવા માહોલમાં અને નવી નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બને છે. ક્યારેક અનાયાસે તમારા સાથીમાં જે ખામીઓ હોય છે તે આવા સમયમાં તમારા પરિચયમાં આવતી વ્યક્તિઓમાં આ ખામીઓ હોતી નથી એટલે અનાયાસે આવી વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ વધે છે અને ધીરે ધીરે આ આકર્ષણ વધતા નિકટતા વધે છે અને આ નિકટતા ધીરે ધીરે કોઈપણ એક સાથીને પોતાના સાથીથી દૂર કરતી જાય છે. પરિણામે ખામીઓ શોધવાની હરીફાઈ શરુ થાય છે, અને આ ખામીઓ જયારે કોઈપણ એક સાથીના મુખેથી વર્ણન થઈને બીજા સાથીના કાન સુધી પહોંચે છે ત્યારે બહુ મોડું થી ગયું હોય છે.
હવે રહી પોર્ન ફિલ્મોની વાર. સેક્સ ક્રાંતિની સદીમાં હવે પોર્ન ફિલ્મો નવાઈની વાત નથી. પણ અમુક બીભત્સ પોર્ન ફિલ્મો થકી વિકૃતિઓ પેદા થાય છે. હજુ પણ પુરુષ બે સ્ત્રીઓ વચ્ચે લેસબીયસ પોર્ન ફિલ્મ જોઈ શકે છે પણ સમલૈંગિક ગેની પોર્ન ફિલ્મો જોતા સૂગ ચડે છે. આ પોર્ન ફિલ્મોમાં જે સ્ત્રીઓ જોવા મળે છે તે કલ્પના જોનાર પુરુષના મનમાં થતી હોય છે અને આ પુરુષની પત્નીનું શરીર સૌષ્ઠવ ઉતરતી કક્ષાનું હોય ત્યારે અનાયાસે પુરુષ અન્ય સ્ત્રીઓના આકર્ષણમાં ફસાઈ જાય છે અને આજકાલ તો સ્ત્રીઓમાં પણ પોર્ન ફિલ્મો જોવાની હરીફાઈ જામી છે. પણ આ સમસ્યા મોટા શહેરો પુરતી છે. એટલે મેટ્રો સિટીમાં ગીગોલોની બોલબાલા છે જે કિટી પાર્ટીઓની જરૂરીઆત બને છે અથવા અતૃપ્ત સ્ત્રીઓની જરૂરીયાત બને છે. પોર્ન ફિલ્મ ખરાબ હોતી નથી, ક્યારેક ક્યારે બેડરૂમમાં રોમાંચ પેદા કરવા સારી એટલે કે વિકૃતીઓથી ભરેલી પોર્ન ફિલ્મોની બાદબાકી કરીને સારી પોર્ન ફિલ્મો માણવી જરૂરી બને છે, ક્યારેક પોતાના મનગમતા સાથીઓની ઠંડી પ્રકૃતિને ચાર્જ કરવી જરૂરી બને છે, જેની પણ એક લીમીટ હોવી જરૂરી છે અને સેક્સ વિષે એક વાત જરૂરી છે કે કુદરતી રીતે થતા સેક્સ થકી જ નવી સૃષ્ટિનું સર્જન થાય છે. વિજાતીય ધ્રુવોનું મિલન જ આત્મીય હોય છે. અકુદરતી રીતે થતી બધી શારીરિક ક્રિયાઓ જોખમભરેલી હોય છે. સમાન ધ્રુવોના મિલનથી કોઈ સર્જનની શક્યતા હોતી નથી એટલે જ થોડા સમય પહેલા પુરુષોને સંતાન મેળવવા એક સ્ત્રીની કૂખને ભાડે લેવી પડી હતી. મતલબ સાફ છે. અલ્પ સમયના વિકૃત આનંદ માટે કુદરતની વિરુદ્ધ જવું એ કુદરતને કોપાયમાન કરવાની એક ક્રિયા છે. બને ત્યાં સુધી આવા અલ્પ સમયના આનંદ કરતા એક વિજાતીય સાથીદાર સાથે પૂર્ણ સમયનો આનંદ મેળવીને જીંદગીમાં કુદરતના રંગો ભરી દો. મતલબ સાફ છે સ્ત્રીઓ વિના આ દુનિયા અધુરી છે અને મહાત્મા ગાંધીને પણ બ્રહ્મચર્ય સાબિત કરવા માટે સ્ત્રીશક્તિનો આશરો લેવો પડ્યો હતો. એટલે આજના યુગમાં આપણે સ્ત્રીશક્તિને મહત્વ આપવું ખુબજ જરૂરી છે અને બને ત્યાં સુધી બ્રહ્મચર્ય નામના શબ્દથી દૂર રહેવાનો આગ્રહ જરૂરી છે. અને હવે બીજા ગાંધીજી પેદા થવા શક્ય નથી. દરેક હિન્દુસ્તાની આજે પણ ગાંધીજીના નામ ઉપર પોતાનું સર ફક્રથી ઊંચું રાખી શકે છે.’
ફરીથી એકવાર હોલમાં તાળીઓનો ગડગડાટ થાય છે, યુવાન અને યુવતીઓની એક અલગ પ્રકારની ચિચિયારીઓ સાંભળવા મળે છે અને એ પણ ઇંગ્લેન્ડ જેવા સંસ્કૃત અને સભ્ય સમાજના લોકોના માહોલમાં...! આ વિષય જ એવો છે જે અઢારથી ઈકોતેર વર્ષના દરેક માણસને આકર્ષિત કરે છે.
સારાહ એલન : સુખી લગ્નજીવન વિષે આપનું શું કહેવાનું છે અને લગ્નજીવનના પૂર્ણ આનંદની વ્યાખ્યા શું હોય છે ?
રામકુમાર : એક પુરુષ તરીકે સુખી લગ્નજીવનની વ્યાખ્યા આપતા થોડું અજુગતું લાગશે કારણકે આજે પણ આપણો સમાજ પુરુષપ્રધાન છે અને પુરુષ લેખકો માટે સિમોન દ’બુવારનું ‘સેકન્ડ સેક્સ’ પુસ્તક હાથવગું હથિયાર છે જે પુસ્તકના અનુસંધાને સ્ત્રીઓને સેકન્ડ સેક્સનું માધ્યમ ગણે છે. પણ મારા માનવા મુજબ હું સેકન્ડ સેક્સ સાથે સહમત નથી. માનવીય જીવનમાં લગ્ન અથવા એક પુરુષ અને એક સ્ત્રીનું સંબંધોનું વર્તુળ રચાય છે ત્યારે દરેક પુરુષના જીવનમાં આવતી સ્ત્રી ઈશ્વરે આપેલા કુમળા છોડ સમાન છે જેને તમારા દિલના અરમાનોની કોમળ માટીમાં રોપી અને તેને માવજતથી ઉછેરવો પડે છે.
જે છોડને સમયે સમયે તમારા શ્વાસોની હવા મળવી જોઈએ, તમારા શરીરની હૂંફની ગરમી મળવી જોઈએ, તમારી ધડકનની સંગીતમય તર્જો સંભળાવવી પડે છે, તમારી આંગળીઓની કોમળ સ્પર્શથી તેમાં સંવેદના જગાવવી પડે છે, સમયે સમયે તમારા શરીરમાંથી ખાતર આપવું પડે છે અને આ ઈશ્વરે આપેલા કુમળા છોડને એક માનવીય સજીવતા બક્ષી છે અને સજીવતાને જીવંત કરવા તેને તમારા હોઠોના અમૃત પ્યાલાની જરૂર રહે છે. અને થોડા મહિનાઓ પછી તો આ નાનકડો કોમળ અને કુમળો છોડ એક નવું ઘટાદાર વૃક્ષ બને છે જેમાં ફૂલોની મોસમની કરામત માઝા મુકે છે અને રસદાર ફળોથી લચી પડે છે. ઈશ્વર દ્વારા સૃષ્ટિનું સૌથી અનુપમ રહસ્ય તમારી જીવનસાથી બનીને આવેલી તમારી પત્નીને જ્યાં સુધી આ સંવેદના અને લાગણીઓ મળશે નહિ ત્યાં સુધી આ કુમળા છોડનો વિકાસ શક્ય નથી અને આ ઈશ્વર પણ મોજીલો પુરુષ છે જે પૃથ્વી પરના દરેક પુરુષનો મિત્ર છે અને વારતહેવારે આ કુમળા છોડને વસંતના વરદાન આપતો રહે છે, જેથી આ પૃથ્વી પરના પુરુષને કદી પણ પાનખરનો અનુભવ ના થાય. ( થોડીવાર રોકાઈને લાંબો શ્વાસ ભરું છું. )
જયારે પુરુષ એકલતાની ટોચે બેઠેલો હોય છે ત્યારે આ કુમળા છોડના પુષ્પો હવામાં ઉડીને તમારા શ્વાસમાં ખુશ્બુ ભરી દેશે અને તમારી એકલતા પણ ઓગળી નાખે છે. જયારે તમે ઉદાસીની અંધારી ખીણમાં ગબડી પડશો ત્યારે આ વૃક્ષ પોતાની શાખાઓ તમારા સુધી લંબાવી શકે છે અને તમને ઉદાસીના અંધકારમાંથી બહાર કાઢી અને પોતાના આંતરમનના ઉજાસ પાથરી તમારું જીવન પ્રકાશમય બનાવે છે. પણ આ બધું ત્યારે જ શક્ય બને છે જયારે કુમળા છોડમાંથી વૃક્ષ બનવાની તમામ જવાબદારી તમોએ સંપૂર્ણપણે વફાદારીપૂર્વક નિભાવી હોય તો જ આ વૃક્ષ તમને ફળ તથા ફૂલોની મજા માણવાની સંમતિ આપી શકે છે અને કદાચ જો આ જવાબદારી નિભાવવામાં તમો નિષ્ફળ ગયા અથવા છોડને ઉછેરવાની જવાબદારીથી દૂર ભાગશો તો આ તમારા વાવેલા કુમળા છોડના ફળ અને ફૂલોની મોસમની મજા કોઈ અન્યના નસીબને બલિહારી બની શકે છે. ( ફરીથી પાણીને ન્યાય આપું છું. )
કુદરતના આ સૌથી સુંદર અને ખુબસુરત નઝારાને છોડીને કુત્રિમ ખુબસુરતીની દુનિયા થોડા સમય માટે સારી લાગે છે અને છેવટે તો કુદરતી માહોલ જ આપણા પુરુષ માટે છેલ્લું આશ્રય સ્થા છે. માટે પતિ અને પત્ની વચ્ચે આટલી સંવેદના હોય તો કદી પણ લગ્નજીવનમાં અન્ય વ્યક્તિઓની જરૂર રહેશે નહી જ્યાં તૃપ્ત થયેલો એક કુમળો છોડ એક વૃક્ષ બનીને પુરુષના પુરા ફેમિલીને પોતાની છત્રછાયામાં સમાવે છે ત્યારે અતૃપ્તીની ભાવના નષ્ટ થઇ જાય છે અને આ રહસ્ય છે અમારા ખુબસુરત લગ્નજીવનનું એટલે કે નયનતારા નામની મારી પત્નીને જયારે જયારે મારી જરૂર પડી છે ત્યારે હું તેની પાસે પહોંચી જાઉં છું અને લગ્નના સોઢ વર્ષ પછી પણ કુદરતના કલ્પવૃક્ષના ફળો તથા ફૂલોની ગુલાબી તાજગી તેના વસંતી વાયરા થકી મારી નસેનસમાં ભરી લઉં છું. ( ફરીથી પાણીને ન્યાય આપું છું. )
છેલ્લે એક સંસ્કૃતના શ્લોકથી મારી મુલાકાતનો અંત ઈચ્છું છું અને સારાહ તથા એલનને એક વિનંતી કરું છું કે તેના ફેમિલીને આ સ્ટેજ પર બોલાવી એક એવાં ફેમિલીનો દુનિયાને નઝારો દેખાડવા માંગું છું કે ઉષ્મા અને લાગણી અને પ્રેમની દુનિયાનો રંગભેદ કે સંસ્કૃતિભેદ કે સરહદના સીમાડા નડતા નથી.અને શક્ય હોય તો મારી પુત્રી તારાને થોડા સમય માટે મારી સાથે લઈ જવા માંગું છું અને તારાને એ ભૂમિના દર્શન કરાવવા માંગું છું જે તેના પિતાની વિરાટ વિશ્વભૂમિ હિન્દુસ્તાનનું કાઠીયાવાડ છે.
આજે વિક્ટોરિયા હોલના સ્ટેજ પર અનંત અશ્રુઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. એક પુરુષ તેની પુત્રીને ગળે લગાડી ચોધાર આંખે રડી પડે છે જે માત્ર એક લાગણીશીલ પિતાની મમતામય આંખો છે. જેનું એક સ્ટેટસ છે, એ કાઠીયાવાડી લાગણીશીલ પિતા જેનું હૃદય પુરા વિશ્વ માટે ધડકે છે. સંબંધો, લાગણીઓ અને પ્રેમનું એક નવું ક્રોસબિડીંગનું રહસ્ય છતું થાય છે.
દુનિયાને આ ગુજરાતી હિંદુ પુરુષ એક નવું સુત્ર આપવા માંગે છે : ‘પ્રેમ-એ દુનિયાની દરેક પ્રજાના દિલની ભાષા જાણવાનો હિંદુ ધર્મગ્રંથ છે જે દરેક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને આ ગ્રંથોના ગ્લોસીપેપરની ચમકમાં ઉતારેલું લખાણ દુનિયાના દરેક વિશ્વબંધુ એવાં હિન્દુઓની લાગણીઓની શાહીથી લખાયેલો એક વિશ્વબંધુત્વની ભાવનાનો શબ્દકોષ છે.’
વિસ્મત બુધા યોવિત્સદ્રગન્સુરવાત્ક્ષણભડ્ડગરાત
કુરુત કરણામૈત્રીપ્રજ્ઞાવધુબનસંગમમ
ન અલુ નરકે હારાક્રાંત ધન સ્તનમઈડમ
શરણમથવા શ્રણીવિમ્બ રણન્મણીમેસ્વભમ્મ
‘હે સજ્જનો ! ક્ષણભંગુર એવાં સ્ત્રીમિલનના ક્ષણિક સુખથી અટકો અને કરુણા, મિત્રતા અને પ્રજ્ઞારૂપી કુળવધુઓનો સમાગમ કરો, કારણકે નરકની અંદર કોઈ ઝૂલતા હારવાળા પુષ્ટ સ્તનો નહિ હોય, અથવા ઝંકાર કરતી મણી મેખલાવાળા નીતમ્બોનો વિસામો નહિ હોય.’