ઓહ ! નયનતારા - 36 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 36

36 - ‘પ્લેટીનમ બુક પ્રાઈઝ વિજેતા‘

મારી હથેળીને નયનતારાની નાજુક આંગળીઓનો સ્પર્શ થાય છે. આ સ્પર્શ સંમતીને હું સમજીને મારી બેઠક સંભાળું છું.

સારાહને વિવાદ ઊભો કરવાની આદત પડી હોય તેવું લાગે છે, આજે તેણે પણ હિન્દુસ્તાની સ્ત્રીઓની જેમ સાડી પહેરેલી છે. મૂક પ્રેક્ષકો બનીને સંવાદ માણતા સભ્ય ગોરાઓમાં પણ સારાહને જોઇને અંદરોઅંદર સંવાદોની ચણભણ થાય છે.

આ એવોર્ડ ફંક્શનને સ્ટેઇન ફેમિલીનો આગવો ટચ મળ્યો છે. સ્ટેઇન ફેમિલીએ તેની પ્રતિષ્ઠા મુજબ આ સાહિત્ય એવોર્ડ ફંક્શનને એક રંગારંગ કાર્યક્રમ ફેરવી નાખ્યું છે. કાર્યક્રમની શરૂઆત બ્રિટીશ પરંપરાગત નૃત્યથી થાય છે. નૃત્ય પૂરું થતા એક મધુર ગીત ફક્ત ગીટારની ધૂનો પર એક દાઢીધારી સુઘડ પુરુષ તેના ભીના અને પૌરુષી અવાજમાં ગાય છે. સંગીતની ભાષામાં શબ્દોને અવકાશ નથી, આ ભાષા આંખોની બદલે કાનથી માણવાની સંગીતમય ભાષા છે.

નયનતારા ધીરેથી મારા કાનમાં કહે છે : ‘તારી સારાહ તો હજુ પણ તરતાજા મૃદુકુસુમ જેવી દેખાય છે. તેને જોતા ચુમાલીસનાઆંકડામાં થોડી બાદબાકી કરી નાખવી જોઈએ.’

‘મારી સારાહ...? તું કાંઈક આવું જ બોલી હતી...?’

‘કેમ, આજે તારી આંખો ફરકતી નથી ? આંખોને ભાર લાગે છે ?’ નયનતારાએ આજે પહેલીવાર કટાક્ષમય શબ્દપ્રયોગ કર્યો છે.

‘શા માટે આવું બોલે છે ?’ એક ખિન્ન ઉદાસીભર્યો શબ્દ મારા મોમાંથી નીકળે છે.

‘શા માટે બોલું...! આ સારાહએ જ મારા ખીલતી કળી જેવા રામને વગર મૌસમે પૂર્ણપુષ્પ જેમની ખીલવી નાખ્યો હતો.’ પહેલી વખત એક સ્ત્રીની આંખોમાં મર્દાનગીનો રતાશભર્યો રંગ જોતા જ હું અંદરથી થથરી ઊઠું છું.

‘મહેરબાની કરીને આજે થોડી શાંતિ રાખે તો સારું છે.’ નયનતારાને વિનંતીની ભાષાનો લગ્ન પછી પહેલીવાર ઉપયોગ કર્યો હતો.

‘રામ...! કેવી રીતે શાંત રહી શકું ? આ સારાહની ખૂબસુરતી સામે આજે હું મારી જાતને તેનાથી ઉતારવી કક્ષાની સમજુ છું. તું પુરુષ છે એટલે તારામાં એક સ્ત્રીની ઈર્ષા સમજી સહવાની તાકાત નથી.’ બોલવાનું પૂરું કર્યા પછી નયનતારાએ તેના કાન ઉપર આવેલા તેના સ્ટ્રેઈટ હેરને ઝાટકાથી પાછળ ધકેલ્યા અને શેમ્પુની ખુશબો મારા નાક સુધી પહોંચી ગઈ.

‘હવે હું એક પણ શબ્દ નહિ બોલું અને તું પણ શાંત રહેશે...’

મારી સામે જોયા વિના નયનતારાની અશ્રુથી ચમકતી આંખો સ્ટેજ પર ખોડાઈ ગઈ છે. લગ્નના સોઢ વર્ષ પછી પહેલી વખત વિષાદીભરી પરિસ્થિતિનો સામનો કરવો અતિશય આકારો લાગે છે. પોતાના પુરુષ પ્રત્યેની અતિશયોક્તિભાવોનું પૂર્ણ સ્વરૂપ ફક્ત આપણી હિંદુ સ્ત્રીઓમાં જ જોવા મળે તેની પુરેપુરી ખાતરી થાય છે. એક તાકાતવર ગુજરાતી બિઝનેસમેન આકે એક સ્ત્રીશક્તિની સામે ગરીબ ગાય જેવો બની ગયો છે.

ભરત મારો હાથ દબાવે છે અને કહે છે : ‘શાંત થઇ જા. થોડીવાર પછી નયનતારા પણ હળવીફૂલ થઇ જશે, આવી પરિસ્થિતિનો સૌથી વધુ સામનો મેં પોતે કર્યો છે.’

‘ભરત...! આ નયનતારા છે, જેટલી હું તેને ઓળખું છું, એટલી તો મારી સાસુ પણ તેની દીકરીને ઓળખી શકી નથી. મારા માટે નયનતારાનો ગુસ્સો એક અંગ કપાયાના દર્દનો અહેસાસ કરાવે છે.’ ગમગીન ચહેરે ભરત પાસે મારી વ્યથા ઠાલવું છું.

‘રામ, તું મારી ચેર પર આવતો રહે. હું નયનતારા સાથે વાત કરવા માંગું છું.’ ભરત મને ગમગીનીના માહોલમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે.

હું મારી ચેર પરથી ઊભો થઈને ભરતની ચેર પર બેસું છું. મારા કાન નયનતારા અને ભરત વચ્ચેની વાત સાંભળવા મંડાય છે અને આંખો સ્ટેજ પર સ્થિર થાય છે. બધા કાર્યક્રમોની પુર્ણાહુતી થતા સ્ટેજ પર બ્રિટીશ સાહિત્યના માંધાતાઓના વક્તવ્ય શરુ થાય છે. જે મોટા ગજાના સાહિત્યકારોની કૃતિઓ વાંચી છે તેમાંના અમુક લોકોની ભાષણ અને સાહિત્ય વિશેના જ્ઞાનનો સંગમ એક રસાધારા જેવો લાગે છે.

આજે મને એવું લાગે છે કે આ મારું વિશ્વ નથી, આ ફલક પર હું અજાણ્યા મુસાફર જેવો લાગુ છું. એક વાચક અને લેખની વિચારર્દ્રષ્ટિની ઊંડી ખાઈ જોવા મળે છે. આજે પણ નવલકથાઓમાં પત્રવ્યવહાર ચાલે છે. ઈંટરનેટ, મોબાઈલ અને ઈ-મેઈલના જમાનામાં આજે પણ પોસ્ટકાર્ડની પ્રથા ચાલે છે.

અચાનક સોઢ વર્ષ પહેલાના ઝંકૃત કરી નાખનારા, દિલના તારને ઝણઝણાવી નાખનાર, દિલને પલાળી નાખનાર અવાજ સંભળાય છે :

‘ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એન્ડ માય સ્પેશિયલ ગેસ્ટ કોપરમેન ફેમિલી.’

મારી અને નયનતારાની આંખો સામસામે ટકરાય છે. વીજળી જેમ તણખા વેરતી આંખોની ચમક નજરથી દૂર થતા સ્ટ્રેઈટ હેરની લટોની એક કાળી વાદળી આ આંખોની ચમકને ઢાંકે છે.

ફરીથી સારાહનો અવાજ આગળ વધે છે : ‘ખરેખર હું સાચું બોલું તો, આ પુસ્તક મારી કલમથી લખાયેલું નથી, એક અજાણી શક્તિથી મારી કલમ ચાલતી હતી અને આ કલમને ચલાવનારી મારી આંગળીઓ હતી, પણ અક્ષરો તો કોઈ અજ્ઞાત શક્તિ કાગળ પર ઉતારતી હતી. આ પુસ્તકમાં મારી શૈલી નથી, મારા વિચારો નથી, મારું મનોમંથન નથી, ફક્ત એટલું જ કહેવાનું છે કે આ પુસ્તકમાં મારો એક પણ અંશ નથી.’

થોડીવાર રોકાઇને સારાહ ફરીથી સંવાદ આગળ વધારે છે : ‘મને યાદ છે કે આ પુસ્તક લખતા લખતા કલાકો સુધી વિચારમગ્ન અવસ્થામાં ગુજાર્યા છે. ત્રણથી ચાર કલાક ટેબલ પર બેસીને ફક્ત એક કે બે પાનાં ભર્યા હતા. હજુ પણ મને કલ્પના નથી કે આ પુસ્તક મારું છે !’

ફરીથી થોડીવાર માટે ખામોશી છવાય છે : ‘છતાં પણ એક વાતનો આનંદ પણ છે અને થોડું દુઃખ પણ છે. આનંદ એ વાતનો છે કે લગભગ સોઢ વર્ષ પછી સાહિત્ય જગતે મારી નોંધ લીધી છે અને દુઃખ એ વાતનું છે કે બ્રિટીશ મીડીયાએ આ કાલ્પનિક સ્ટોરીને વધારે પડતી પ્રસિદ્ધિ આપી અને તેમાં મરીમસાલા ભેળવી આ સ્ટોરીને એક રામકીય રંગ આપી દીધો છે. હકીકત મારા માનવા મુજબ હિંદુ ધર્મથી પ્રેરાઈને આ સ્ટોરીને કલ્પનામાં ઉતારી છે. આ સ્ટોરીમાં જે શાસ્ત્રોક્ત ચર્ચાનું વિસ્તૃત આલેખનમાં જે સંસ્કૃત ભાષાનો સમન્વય છે તે પ્રખ્યાત બનારસ હિંદુ યુનિવર્સીટીના નિવૃત વિદ્વાન પ્રોફેસર પંડિત ઓમકારનાથ શાસ્ત્રીની કલમથી લખાયેલા છે ! આ ઓમકારનાથ શાસ્ત્રી છેલ્લા ચાર વર્ષથી સ્ટેઇન પબ્લીકેશન વતી હિંદુ ગ્રંથોની લગભગ સત્તાવીસ જેટલી પ્રતો લખી છે જે ટૂંક સમયમાં ગોલ્ડ સ્ટાર બુક પ્રસિદ્ધ કરવાની છે. આ આખી પુસ્તક શ્રેણી લગભગ એનસાઈકલોપીડિયા જેવી છે, જેમાં હિંદુ ધર્મના તમામ પાસાઓનું મજબૂત આલેખન છે.’

ફરીથી સારાહ એટલે છે. પૂરા હોલમાં શાંતિનો માહોલ છે. ફરીથી નયનતારા અને મારી આંખો સામસામે ટકરાય છે, ખુમારી ગાયબ છે. આંખોમાં હજુ પણ એક ગેબી રહસ્ય છુપાયેલું દેખાય છે. સારાહનો અવાજ આગળ વધે છે : ‘છેલ્લા ચાર વર્ષથી પંડિત ઓમકારનાથ પાસેથી હિંદુ ધર્મની બારીકાઇ, તેના ચારેય વેદો તથા સંસ્કૃત ભાષાની શિક્ષા અમારા તમામ ફેમિલી મેમ્બર મેળવે છે. આ પુસ્તક લખવાની શરૂઆત પણ લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા પંડિત ઓમકારનાથજીની પ્રેરણાથી કરી હતી ત્યારે પુસ્તક લખવાનો આશય હિંદુ વિચારધારાનો ફેલાવો કરવા માટે હતો પણ મારો લેખક જીવ કાઈક બીજું વિચારતો હતો એટલે ધાર્મિક બોધ સિવાય પણ એક એવું લખાણ હોવું જોઈએ જે આજની ડિઝીટલ યુગની પ્રજાને પસંદ પડે. ખાસ કરીને આજની યુવાપેઢીને ધ્યાનમાં રાખી આ પુસ્તક લખાયેલું છે. છેલ્લા પંદર વર્ષ દરમિયાન હિન્દુસ્તાની બેકગ્રાઉન્ડ ઉપર લખાયેલા પાંચ પુસ્તકોને ‘પ્લેટીનમ બુક’ પ્રાઈઝ મળ્યું છે. આ પાંચેય બુકની લેખનશૈલી લગભગ એક પ્રકારની રહી છે. થ્રીલીંગ, રોમાન્સ અને સેક્સ આ ત્રણેય તત્વોની હાજરીના કારણે આ તમામ કૃતિઓ આ પ્રાઈઝની હકદાર બની છે અને ફરીથી કહું છું કે આ લખાણ મારું નથી પણ કોઈ એવી શક્તિ છે જેના કારણે આ પુસ્તક લખાયું છે.’

ફરી સારાહ શ્વાસ લેવા રોકાય છે. પાણીનો એક ગ્લાસ ખાલી કરે છે, આગલી હરોળમાં અમારા બધાનું સ્થાન હોવાથી સારાહની નજર અને મારી નજર સામસામે ટકરાય છે. અચાનક મારો ચહેરો ફરીથી નયનતારાની આંખો પર મંડાય છે. ભરતભાઈ હવે ખુરશી પરથી ઊભા થઈને મને નયનતારાની બાજુમાં બેસવાનો ઈશારો કરે છે, પણ નયનતારા સાથે નજર મેળવવા હજુ પણ મન માનતું નથી.

અચાનક મારા હથેળી પર નયનતારાની કોમળ આંગળીઓ સ્પર્શે છે અને અત્યંત મૃદુ સ્વરમાં નયનતારા બોલે છે : રામ... હજુ પણ મારાથી નારામ છે ?’

જવાબ આપવા માટે નયનતારાની હથેળીને દબાવું છું અને તેને જવાબ આપું છું : ‘આજ સુધી કદી એવું બન્યું છે ખરું કે હું તારાથી નારામ થયો હોઉં...!’

સારાહનો અવાજ સાંભળતા જ નયનતારા સ્ટેજની સામે જોઇને હસતા હસતા કહે છે : ‘તારી સારાહ બહુ હોશિયાર છે, કદાચ મારાથી પણ હોશિયાર છે.’

‘મહેરબાની કરીને ‘તારી સારાહ’ શબ્દોનો ઉપયોગ ના કરે તો સારું છે.’ નયનતારાના ચહેરાની નજીક જઈને તેને કહું છું.

‘સારાહ ભલે અત્યારે તારી ના હોય પણ આપણા લગ્ન પહેલા તું લંડનમાં જેટલા દિવસો સુધી રોકાયેલો હતો તેટલા દિવસો સુધી તો તારી બનીને રહી છે.’ નયનતારા થોડી રિલેક્સ થઈને બોલે છે.

‘ભૂતકાળની વાતોને ઉખેડીને કશો ફાયદો નથી. લગ્ન પછી તારા સિવાય કોઈપણ સ્ત્રીની કલ્પના પણ કરી નથી.’ મેં પણ હસતા હસતા જવાબ આપ્યો.

ફરી સારાહની મધુર વાળી આગળ વધે છે : ‘આજના આપણા ઇંગ્લેન્ડના મુક્ત વાતાવરણના કારણે લગ્ન બાહ્ય સંબંધોમાં ખુબ વધારો થયો છે. દુનિયાના સર્વેક્ષણ મુજબ લગ્નેતર સંબંધોની સૌથી વધુ ટકાવારી આપણા ઇંગ્લેન્ડ ની છે ! ડ્રગ્સ અને સમલૈંગિકોની ટકાવારી સમયાંતરે વધતી જાય છે. આ બધું જોતા જો આપણે હિંદુ ધર્મના પાયાના સિદ્ધાંતોને અપનાવીને આપણે જીવન જીવી શકીએ તો આ પરિસ્થિતિ પર મહદઅંશે કાબૂ આવી શકે છે.

‘છેલ્લા સાડા ત્રણ વર્ષમાં હિંદુ ધર્મના સિદ્ધાંતો પર ચાલીને માંસાહાર અમારા ફેમેલીમાં બંધ કર્યો છે. મેં તો છેલ્લા પંદર વર્ષથી યોગ થકી મારી તંદુરસ્તી જાળવી રાખી છે. એટલે જ તો ચુમાલીસ વર્ષની સ્ત્રીની લાઈફ સ્ટાઈલ અને ડ્રેસની નોંધ મીડિયાએ લેવી પડે છે એ હું કદાચ ફક્ત એક લેખિકા હોત તો આ ઇવેન્ટનું મીડિયા માટે એટલું મહત્વ ના હોય પણ, સારાહ એલન સ્ટેઇનના નામને કારણે જ મીડિયાએ મારી નોંધ લેવી પડે છે. મીડિયાવાળા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સાચા-ખોટા સમાચાર છાપે છે પણ હકીકત એ છે કે એલન સાથે મારા લગ્ન થયા પછી આજ સુધી અમો એકબીજાને વફાદાર છીએ અને અમારા બંનેના જીવનમાં લગ્ન બાદ કોઈ ત્રીજી વ્યક્તિનું આગમન થયું નથી અને આ ઈંગ્લેન્ડમાં અમારા જેવા હાઈપ્રોફાઈલ ફેમેલીમાં પંદર વર્ષ સુધી લગ્નજીવન ટકાવી રાખવું બહુ કપરું કામે છે.’

સારાહ ફરીથી થોડા સમય માટે શ્વાસ લેવા રોકાય છે. નયનતારાનો પંજો હજુ સુધી મારા હાથમાં દબાયેલો છે. હું સમજી ગયો કે સારાહની નજર થોડી થોડી વારે અમારી તરફ પડતી હતી એટલે સમજી વિચારીને મારા હાથમાં તેનો પંજો દબાયેલો રહેવા દીધો હતો.

‘આ સારાહ સાચું બોલે છે ?’ નયનતારા વ્યંગનાત્મક સ્વર પૂછે છે.

‘યસ...! સોએ સો ટકા સાચું બોલે છે અને લગ્ન પહેલા એના જીવનમાં લગભગ અઢાર જેટલા પુરુષો આવી ગયા હતા.’ નયનતારાને હું વિશ્વાસથી જવાબ આપું છું.

‘આટલો વિશ્વાસ છે ?’ નયનતારાનો વેધક સવાલ આકારો લાગે છે.

‘મારો અઢી ત્રણ મહિનાનો અનુભવ છે. જેટલી લાગણી તું મારા માટે ધરાવે છે તેટલી જ લાગણી તે સમયે તે મારા માટે ધરાવતી હતી, જયારે હું હિન્દુસ્તાન આવવા માટે નીકળ્યો હતો ત્યારે તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ચુકી હતી ત્યારે મને એવું લાગ્યું હતું કે આ છોકરી કદાચ મારા વિના જીવી શકશે નહી ! એટલી હદે તેણે મને મૂંઝવી નાખ્યો હતો.’ નયનતારાને પૂરેપૂરી સચ્ચાઈની હકીકત વિસ્તારપૂર્વક લગ્ન બાદ પહેલી વખત કહું છું.

ફરી સારાહનોઅવાજ આગળ વધે છે : ‘હિંદુ ધર્મના આકર્ષણનું મુખ્ય કારણ મારા અને એલનના લગ્ન બાદ અમો બનારસમાં એક મહિનો રોકાયા હતા. તે એક મહિનાના સમય દરમિયાન અમારા બંનેના લેખકજીવે હનીમુનની સાથે બનારસની હિંદુ સંસ્કૃતિ પણ માણી હતી જેના કારણે અમો બંને ખુબ જ પ્રભાવિત થયા હતા અને ત્યારબાદ થોડા થોડા સમયે બંને પંડિત ઓમકારનાથની મુલાકાતોના કારણે હિંદુ ધર્મના વિશાળ જ્ઞાનબોધ, જીવન જીવવાનું રહસ્ય, પ્રાણીસૃષ્ટિથી કુદરતના દરેક તત્વોની મહત્વતા, શરીરશાસ્ત્ર, યુંદ્ધશાસ્ત્ર, વાસ્તુકલા, સ્થાપત્યોની મહત્ત્વતા, આયુર્વેદ, બ્રહ્માથી લઈને શ્રીકૃષ્ણ ભગવાનની હિંદુ ધર્મ માટે મહત્વતા, ચાણક્ય નીતિ અને અસંખ્ય ધર્મગ્રંથોનું વિસ્તારપૂર્વક વર્ણન તેના કંઠસ્થ મુખેથી સાંભળીને અમોએ લગભગ દસથી બાર ગ્રંથો અમારા સ્વહસ્તે લખાયેલા છે. ખાસ તો લગ્નજીવનમાં એક પત્નીત્વનું મહત્વ અમોને જે રીતે સમજાવ્યું હતું તેનાથી અમારું લગ્નજીવન અતિ આનંદમય બની ગયું હતું. ત્યારબાદ ધીરે ધીરે ચેઈન સ્મોકર એલને સિગારેટ છોડી દીધી. શરાબી જીવન જીવતા એલને શરાબ પીવાનું બહુ ઓછું કરી નાખ્યું હતું. પંડિત ઓમકારનાથ ખુદ નવ ભાષાના જાણકાર છે. સાડા ત્રણ વર્ષમાં મેં અને એલને પણ હિન્દી અને સંસ્કૃત ભાષા પણ શીખી લીધી છે.’

ફરીથી સારાહ એક ગ્લાસ પાણીની માંગણી કરે છે. મારા માનવા મુજબ સારાહના લાગણીભર્યા અને મખમલી મધુર અવાજે શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવીને જકડી રાખ્યા છે !

‘રામ...! મને લાગે છે કે લગ્ન પહેલા જયારે તને સારાહ મળી હશે ત્યારથી તેને આપણા હિંદુ ધર્મ પ્રત્યેનો લગાવ વધી ગયો હશે...! અને તારી સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરીને તે સારાહને પણ મારી જેમ માયાજાળમાં લપેટી લીધી હશે.’

‘કદાચ... એવું બની શકે પણ જ્યારથી તેની બનારસની મુલાકાતો વધતી જતી તેમ તેમ તેનો રસ વધવા લાગ્યો હશે મારું એવું માનવું છે.’ નયનતારાને મારો તર્ક જણાવું છું.

ફરીથી સારાહનો અવાજ સંભળાય છે : ‘એટેન્શન ઓલ મીડિયા પર્સન્સ ! છેલા ઘણા મહિનાથી તમારા મન એક કુતૂહલ અને શંકાની ભાવના છે તે દૂર કરવા હું કોપરમેન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી મિ. રામકુમારને સ્ટેજ ઉપર આવવા નિમંત્રણ આપું છું અને સારાહ એલન સ્ટેઇનને જાહેર ઈન્ટરવ્યું આપશે. જેથી બ્રિટીશ મીડિયા જે થોડા ટાઈમથી સ્ટેઇન ફેમિલી વિષે જે જુઠાનાં ફેલાવે છે તેનો અંત પણ આવી જશે અને એક સચ્ચાઈ છે જેનું રહસ્ય પણ આપ લોકો જાણી શકશો. તો હવે આ જાહેર ઈન્ટરવ્યું શરુ કરું છું અને આ જાહેર ઈન્ટરવ્યું હોવાથી દરેક મીડિયાને હું વિનંતી કરું છું કે આ ઈન્ટરવ્યુંના અંશને વ્યવસ્થિત રીતે પોતપોતાના માધ્યમમાં પ્રસિદ્ધ કરે.’

સારાહ એલન સ્ટેઇન : મિ. રામ ! આપણા બંનેની છેલ્લી અને પહેલી મુલાકાત ક્યારે થઇ હતી ?

રામકુમાર : પહેલી મુલાકાત જુલાઈ ૧૯૯૨ અને છેલ્લી મુલાકાત આ સ્ટેજ ઉપર જે આપ જોઈ રહ્યા છો.

સારાહ એલન સ્ટેઇન : આપણા હિંદુ ધર્મમાં એક સ્ત્રીશક્તિનું શું મહત્વ છે જે જરા વિસ્તારપૂર્વક તમારી જાણકારી મુજબ જણાવવા આપણે વિનંતી કરું છું.

રામકુમાર : સ્ત્રીશક્તિનું મહત્વ સમજાવવા હું એક સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરું છું :

શંભુસ્વયં મુહરયો હરિણે ક્ષણાનાં

યેનાક્રિયંત સતતં ગૃહકુમ્ભદાસા: |

વાચામગોચરચરિત્રવિચિત્રતાય

તસ્મૈ નમો ભગવતે મકરધ્વજાય ||

(જેણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને હંમેશ માટે મૃગનયની સુંદરીઓના ઘરકામ કરનારા દાસ બનાવી દીધા હતા અને વાણી પણ જેના વિચિત્ર ચરિત્રનો પાર પામી શકતી નથી એવાં ભગવાન કામદેવને નમસ્કાર.)

‘છેલ્લા હજારો વર્ષો પહેલાના આ એક શ્લોકમાં જ સ્ત્રીશક્તિનું મહત્વ સમજાવી દીધું છે કે જે મૃગનયની સુંદરી છે, જે જન્મી ત્યારે કોઈની પુત્રી હતી, ત્યારબાદ બહેન બની છે, ત્યારબાદ કોઈની પત્ની બની છે, ત્યારબાદ પોતે માતા બની છે, કાકી બની છે, ભાભી બની છે, સાસુ બની છે, ત્યારબાદ પોતાના સંતાનોના લગ્ન થતા મધર ઇન લો બની છે, ત્યારબાદ દાદી માં બની છે અને છેલ્લે પરદાદીમાં બની છે.

(થોડીવાર શ્વાસ લેવા રોકાય છે) ‘આપ લોકોને જન્મતી છોકરી અને પરદાદીમાં સુધીનો લાંબો સમય ટકાવી શકવા અને પ્રત્યક્ષ નિહાળવા માટે અમારા હિન્દુસ્તાની હિન્દુઓની કુટુંબભાવનાનો અભ્યાસ કરવો પડે. કદાચ આટલો લાંબો સંબંધ તમારી પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા નહિ મળે અને આજે અમારા હિન્દુસ્તાનમાં આવા કુટુંબો નાના ગામડાથી લઈને મહાનગરોમાં જોવા મળે છે. અમારા હિંદુ ધર્મમાં દરેક પ્રસંગોમાં સ્ત્રીશક્તિની ફરજીયાત જરૂરિયાત રહે છે. નવા જન્મતા બાળકની છઠ્ઠા દિવસની વિધિ, ત્યારબાદ તેના નામકરણની વિધિ, ત્યારબાદ બાલમોવાળા વિધિ, ત્યારબાદ દરેક વર્ષે આવતા રક્ષાબંધનનો તહેવાર, સગાઇ, લગ્ન સિમંત જે બેબીશાવર જેવી વિધિ છે, ત્યારબાદ નવા જન્મતા બાળકની પરવરિશમાં સૌથી વધુ જરૂરીઆત માતા અને દાદીમાની રહે છે. આવા અનેક હિંદુ ધર્મના પ્રસંગોમાં સ્ત્રીઓની જરૂરીયાત રહે છે અને આ જ સ્ત્રીશક્તિનો એક મહત્વનો સ્ત્રોત છે જે અમારા હિન્દુઓની મુર્તીપુજાનો અદ્દભુત મહિમા વર્ણવે છે અને એટલા માટે જ અમારા હિંદુ ધર્મમાં ગોડેસ (માતાજી)નું સ્થાન અમારા ભગવાન (ગોડ) કરતા એક પગીથીયું (સ્ટેપ) ઊંચું છે.’

સારાહ એલન વચ્ચેથી આ મારું વાક્ય કાપીને ઉપસ્થિત મહેમાનોને કહે છે, ‘આ રામકુમાર એક મોટા બિઝનેસમેન છે છતાં પણ મેં જયારે સ્ટેજ પર આવવા નિમંત્રણ આપ્યું ત્યારે તેની ખૂબસૂરત પત્ની સામે જોઇને મૌનસુચક સંમતિ માગી હતી અને જયારે તેની પત્નીએ એ પણ હકારમાં ડોકું હલાવી સંમતિ આપી હતી ત્યારબાદ તેઓ સ્ટેજ પર આવ્યા હતા, આનાથી વધારે પત્ની અને પતિ વચ્ચેની વિશ્વાસની ભાવના શું હોવી જોઈએ તે કહેવાની જરૂર છે ખરી...!’

આખા હોલમાં તાળીઓનો ગડગડાટ અને અમુક યુવાનો અને યુવતીઓની ચિચિયારીઓની અવાજોથી શાંતિનો ભંગ થઇ જાય છે.

સારાહ એલન : હાલના સમયમાં બ્રિટીશ મીડિયા અને ઇન્ડિયન મીડિયા વારંવાર રામ અને નયનતારાની જોડીને હેપ્પી અને બ્યુટીફૂલ કપલનું બિરુદ આપે છે તેનું રહસ્ય શું છે ? ( સારાહ તેની સુંદર દંતપંક્તિ દેખાડતા કહે છે )

રામકુમાર : બધા મીડિયાપર્સનો ધ્યાનથી સાંભળો...! મારી હેપ્પી મેરેજ લાઈફ માટે સારાહ એલનને શ્રેય આપું છું. જયારે હું પહેલી વખત લંડન આવ્યો હતો ત્યારે હું બેચલર હતો અને મારી ઉમર બાવીસ વર્ષની હતી. અને સારાહ તે સમયે અઠ્ઠાવીસની હતી અને આ પહેલા કોઈ સ્ત્રી મારી જીંદગી માં આવી ન હતી અને તે સમય સારાહ ના કારણે હું સ્ત્રીને સમજતા શીખ્યો હતો અને ત્યારેજ મને શીખવા મળ્યું કે દસ ધોરણ પાસ પુરુષે વેલ એજ્યુકેટેડ સ્ત્રીને પરણવા અને તેને ખુશ રાખવા શું કરવું જોઈએ ? આ માટે બુદ્ધિશાળી અને હોશિયાર સ્ત્રીને ખુશ રાખવા માટે તેની બરાબરની મારી જાત ને તૈયાર કરવામાં સારાહે મને પ્રોત્સાહિત કર્યો છે. એ માટે પોતાને તન અને મનથી પોતાની જાતને અઢી-ત્રણ મહિના માટે મને સમર્પિત કરી દીધી હતી. એક સ્ત્રીને શું જોઈએ છે એ હું મારા લગ્ન પહેલા જ જાણી શક્યો. એ માટે બધો શ્રેય સારાહ ને આપું છું ! આજે જે વાત મીડિયા એ બહુ ચગાવી છે એ હું સામેથી જાહેર કરું છું કે સારાહ એલન સ્ટેઇનની પહેલી પુત્રી તારાનો હું પિતા છું અને મારી પુત્રી તારાને એલન સ્ટેઇને એક પિતાથી પણ અધિક પ્રેમ આપ્યો છે એ માટે એલન સ્ટેઇન અને તેના ફેમેલીનો ખરા દિલથી આભાર માનું છું. અને એ સમયે સારાહ પણ અનમેરીડ હતી પણ ફક્ત મારા પ્રેમને જીવંત રાખવા મારા સંતાન ની માતા બનવાની તેની ઈચ્છા હતી તે સમયે તેને ખબર હતી કે મારા લગ્ન નયનતારા સાથે થવાના હતા છતાં પણ દિલ પર પથ્થર રાખી મારી પાસે એવું વચન લીધું હતું કે નયનતારા પછી મારા જીવનમાં કોઈ સ્ત્રીનો અવકાશ ન હોવો જોઈએ અને આજ સુધી નયનતારા સિવાય કોઈ બીજી સ્ત્રીનું અમારા લગ્નજીવનમાં આગમન થયું નથી. મીડિયા જે રીતે લખે છે કે તેનો જવાબ પણ એલન અને સારાહ પાસેથી મળી જશે. એ જવાબ એ છે કે ૧૯૯૨ની છેલ્લી મુલાકાત પછી તમારા બધાની ઉપસ્થિતિ સાલ ૨૦૦૯ના તમારી સામે આ સ્ટેજ પર થઇ છે, જે તમે જોઈ રહ્યા છો. અમારા કોપરમેન ઇન્કોર્પોરેશનમાં સ્ટેઇન ફેમિલીનો બાવીસ ટકા હિસ્સો છે છતાં પણ સારાહ સાથે પ્રત્યક્ષ કે ફોન પર મળ્યો નથી, જે કદાચ આજના આધુનિક યુગમાં નવાઈભરી વાત લગતી હશે...! છતાં પણ આ હકીકત છે ! અને આ હકીકત પણ દબાયેલી જ રહે, જો હું અને સારાહ સામાન્ય માણસ હોત તો મીડિયા જગત આ શુદ્ધ અને બલીદાનની ભાવનાને આટલું મહત્વ આપી શકે...? એટલે મારું કહેવાનું છે જયારે અમો બંને સામાન્ય માણસો હતા ત્યારે પણ જે ભોગ બલીદાનની ભાવના હતી તેટલી જ આજે છે. પ્રેમ અને સાથીના મનની ભાષાને જાણવાનો શબ્દકોશ છે, જે ડિઝીટલ યુગમાં પણ બ્રેઈન લિપિમાં લખાયેલો છે, એટલે અંધની જેમ આંખો બંધ કરી, આંગળીથી સ્પર્શ કરી અને સ્પર્શશક્તિથી આ ભાષા સમજી શકાય છે...!

ફરીથી તાળીઓના ગડગડાટ અને યુવાન અને યુવતીઓએ ચિચીયારીભર્યા અવાજે મારા બ્રિટીશ ઈંગ્લીશ ભાષામાં અપાયેલા જવાબને વધાવી લીધો હતી.

સારાહ એલન : મિ. રામ ! મને એવું લાગે છે કે તમારો જવાબ અધુરો છે. હેલ્ધી, હેપ્પી અને બ્યુટીફૂલ કપલની યુવાનીનું રહસ્ય પણ આપ જરા કહેશો તો મારા સવાલનો જવાબ પૂર્ણ રીતે મળશે.

રામકુમાર : ઓકે...જયારે નયનતારા સાથે પ્રથમ મુલાકાત થઇ હતી ત્યારે તેને ખબર હતી કે હું હાઈસ્કુલમાં દસ ધોરણ સુધી ભણેલો છું અને તે સમયે નયનતારા મેડિકલ કોલેજમાં એમ. એસ. ઓર્થોપેડિક સર્જનનો અભ્યાસ કરતી હતી ત્યારે નયનતારા સાથે મારા અને તેના વિચારોમાં ઊંડી ખાઈ હતી. તે મારા લાઈબ્રેરીમાંના પુસ્તકોમાંથી મેળવેલા જ્ઞાનથી ભરી દીધી હતીય તેની શાર્પ બુદ્ધિ અને સેન્સ ઓફ હ્યુમરવાળી ભાષાનો જવાબ આપવા અમારા ગુજરાતી સાહિત્યના લેખકોના પુસ્તકોનું મહત્વનું યોગદાન છે અને આ પુસ્તકો થકી મેળવેલા જ્ઞાનથી સારાહ અને નયનતારા જેવી હાઈ એજ્યુકેટેડ સ્ત્રીઓ મારા જીવનમાં આવી છે ! જે સારાહ એલનની ચુમાલીસ વર્ષની ખૂબસુરતીને બ્રિટીશ મીડિયા ભૂલી શકતા નથી એ સારાહ અને એલન અઠ્ઠાવીસ વર્ષે મારા સંતાન ની માતા બનવા તૈયાર હતી તથા આજે હું આ સ્ટેજ પર ઊભો છું તે સ્ટેજ પર પહોંચવાનું દરેક હિન્દુસ્તાની કે આંતરરાષ્ટ્રીય લેખકનું સપનું હોય છે, જયારે સ્ટેજ ઉપરથી દસ ધોરણ પાસ બીઝનેસમેનનો ઈન્ટરવ્યું ‘પ્લેટીનમ બુક’ પ્રાઈઝ વિજેતા સારાહ એલન સ્ટેઇન નામની લેખિકાને લેવો પડે છે.