Maanan ni Mitrata books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા

માનન ની મિત્રતા

મારી પહેલી સ્ટોરી છે. હું જે કઈ છું એ મારા માતા-પિતા ના આશીર્વાદ થી જ છું. મને આગળ લાવવામાં મારા માતા-pita એ ખુબ મહેનત કરી. તેથી હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

આ સ્ટોરી હું માતા-પિતા અને જેને પણ મને આગળ વધવામાં મદદ કરી છે, તેમને બધા ને અર્પણ કરું છું, અને ખાસ કરીને માતૃભારતી નો જેને મને લખવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું .

***

ક સરસ મજાનુ ગામ હતુ. ગામ નુ નામ રામપર હતુ. ગામ ની આજુબાજુ સરસ મજાની હરીયાળી હતી. આમ જોવા જઇ તો ગામ સંપૂણ રીતે કુદરત ના ખોળે રહેનાર હતુ.

આ ગામ ના લોકો પણ સારા અને સુખી હતા. આ ગામ મા ત્રણ સાચા અને પાકા મિત્રો રહેતા હતા. તેમના નામ માનવ, નયન અને નલિનિ હતુ. જયા જોવો તયા આ ત્રણેય સાથેને સાથે. આ ત્રણેય ની મીત્રતા ની ગામ વાળા લોકો પણ મિશાલ આપતા હતા.

ગામ હતુ તો શાળા પણ હોય. ગામ મા ધોરણ ૭ સુધીની શાળા હતી. આ ત્રણેય મીત્રો નુ છેલ્લું વષૅ હતુ, કારણ કે ગામમાં આના થી આગળ ની શાળા ન હતી.

ગામ ના જમીનદાર નું નામ રમણીકલાલ હતું. નલિની તેમની છોકરી હતી. રમણીકલાલ સારા વ્યક્તિ હતા. તેઓ ખરા દિલ થી ગામ વાળા વ્યક્તિ ઓની સેવા કરતા હતા. નલિની નાની હતી ત્યારથી જ તેની મા ગુજરી ગઈ હતી,આથી રમણીકલાલ તેને એકલા હાથે ખુબ લાડકોડ થી ઉછેરી હતી અને તેની બધી જરૂરિયાત પુરી કરતા હતા. તો પણ નલિની માં આ વાત નું જરા પણ અભિમાન ન હતું.

નયન અને માનવ પણ આ જ ગામ ના હતા. નયન તેની બહેન અને તેના માતા-પિતા સાથે રહેતા હતા. જયારે માનવ નો પરિવાર મોટો હતો. તે તેની બે બહેનો અને તેના માતા-પિતા ખુબ હળીમળી રહેતા હતા. તેઓ નયન અને નલિની ના માતા-પિતા જેટલા પૈસાદાર ન હતા પરંતુ મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિ નો હતા.

નલિની ના પપ્પા તેને આગળ ભણાવવા માંગતા હતા. આથી તેઓ ગામ છોડીને હંમેશ માટે બાજુના શહેર અમરેલી માં રહેવા માટે ચાલ્યા ગયા.

નયન પણ થોડા ટાઈમ પછી તેના પરિવાર સાથે બીજા શહેર માં ચાલ્યો ગયો અને આ બાજુ માનવ એકલો ગામ માં રહી ગયો. તે આગળ ભણી શકે તેમ ન હતો આથી તે ગામ માં જ તેના પપ્પા ની મદદ કરવા લાગ્યો.

***

થોડા વરસો પછી હવે તેઓ મોટા થઇ ગયા હતા. તેઓ કોલેજ માં આવી ગયા હતા. નયન અને નલિની કોલેજ ના બીજા વર્ષ માં આવી ગયા હતા. નલિની ની કોલેજ નું નામ એમ. જે. કોલેજ હતું. નયન પણ અમરેલી માં કોલજ કરતો હતો. તે ઉપડાઉન કરતો હતો. તેની કોલેજ નું નામ કે. વ્યાસ કોલેજ હતું.

નલિની અને નયન પુરી રીતે તેમના ગામ ને ભૂલી ગયા હતા, અને સાથે સાથે તેઓ એકબીજા ને અને માનવ ને પણ ભૂલી ગયા હતા. તેઓ તેમની જિંદગી માં આગળ વધી ગયા હતા.

એમ. કે. કોલેજ શહેર ની પ્રખ્યાત કોલેજ હતી. નયન બીજા વર્ષ માં હતો પણ તેની કોલેજ માં કોઈ પ્રોબ્લમ આવતા તેને કોલેજ ચેન્જ કરી અને તે નલિની ની કોલેજ એમ. જે. કોલેજ માં એડમિશન લીધું હતું.

નલિની પુરી રીતે બદલાય ગઈ હતી. તેની પાછળ નું કારણ તેના પપ્પા હતા. કારણ કે તેના પપ્પા નલિની ના ભવિસ્ય માટે અમરેલી તો આવતા રહયા પરંતુ તેને પૂરતો ટાઈમ ન આપી શક્યા. આથી નલિની તેના પપ્પા ના સાથ વગર પુરી રીતે બદલાય ગઈ.

નલિની એકલવાયા જીવન થી કંટાળી ગઈ હતી. તેની અસર તેના વર્તન માં દેખાતી હતી. એ પોતાનામાં જ મસ્ત રહેતી હતી. તેનો ગુસ્સો બધા ઉપર વરસતો હતો. તે એકદમ ટોમબોય જેવી થઇ ગઈ હતી.

આ બાજુ નયન અને માનવ બન્ને નલિની થી એકદમ અલગ હતા. બન્ને શાંત અને સુશીલ હતા. નયન અને નલિની બંને એક કોલેજ માં હતા પરંતુ,બંને માંથી કોઈ પણ એક બીજાને ઓળખી શક્યા ન હતા.

અહીં ગામ માં માનવ નો પરિવાર મોટો હતો અને તેના પિતા પણ મોટી ઉમર ના થી ગયા હતા,આથી તેઓ પૂરું કામકાજ કરી શકતા ન હતા. અને તેમના પરિવાર નું ભારણપોષણ સરખું થતું ન હતું.

આથી એકદિવસ માનવ તેના માતા-પિતા ની રજા લઈને અમરેલી નલિની ના પપ્પા પાસે તેના લાયક કોઈ નોકરી હોય તો કરવા માટે આવ્યો. રમણીકલાલ પહેલા તો તેને ઓળખી ન શક્યા પરંતુ માનવે ઓળખાણ આપી તો ઓળખી ગયા. માનવ ભણ્યો ન હતો આથી તેમની ઓફીસ માં નોકરી આપી શકે તેમ ન હતા , પરંતુ તેમને નલિની માટે ડ્રાયવર ની જરૂર હતી. આથી તેમને ડ્રાયવર ની જોબ આપી દીધી. મનાવે જતા પહેલા તેમને વિનંતી કરી કે નલિની ને ન જણાવે કે આ તેનો નાનપણ નો દોસ્ત માનવ જ છે. અને રમણીકલાલ એ માટે હા પડી.

આમ ત્રણેય એકબીજા ની જિંદગી માં પાછા ફર્યા હતા પરંતુ એકબીજા ને પહેલા ની જેમ ઓળખાતા ન હતા.

***

નયન અને નલિની એક જ કોલેજ માં હતા. આથી તેઓ ક્યારેક ક્યારેક સામસામા આવી જતા પરંતુ એકબીજા ને ઓળખી સકતા ન હતા.

નયન ખુબ જ સારો અને ડાહ્યો છોકરો હતો. આથી આ કોલજ માં થોડા સમય માં જ તેના ફ્રેન્ડ બની ગયા હતા.

નયન હંમેશા તેના ફ્રેન્ડ સાથે જ જોવા મળતો તે ઘણીવાર નલિની ને જોતો તેને એમ લાગતું કે આને ક્યાંક જોયેલ છે પરંતુ ક્યાં તે તેને યાદ આવતું ન હતું.

નયન કોલેજ માં આવી ગયા પછી ફ્રી ટાઈમ માં તેના પપ્પા ના કોલસેન્ટર માં કામ પણ કરતો હતો.

નલિની જિંદગી થી કંટાળી ને બધાની સામે ખરાબ વર્તન કરતી હતી પરંતુ દિલ થી તો તે પેલાની જેમ જ સારી વ્યક્તિ હતી. પરંતુ આ વાત ની ન તો કોલેજ માં કોઈને ખબર હતી કે ન તો ઘર માં કોઈને ખબર હતી.

તે જયારે જયારે ફ્રી હોય ત્યારે શહેર થી થોડે દૂર આવેલી જગ્યા એ ગરીબ બાળકોને ભણાવવા અને સ્ત્રીઓ ને ગુહઉદ્યોગ નું કામ શીખવવા જતી હતી. તે કોણ છે તે વાત ની ખબર ત્યાંના વ્યક્તિઓને પણ ન હતી. તે હંમેશા મોઢા ઉપર દુપ્પટો બાંધી ને જ જતી હતી.

બાળકોની બુક, બીજી કઈ જરૂરિયાત ની વસ્તુ લાવવા માટે તે એક કોલસેન્ટર માં પાર્ટ ટાઈમ જોબ કરતી હતી. એવું ન હતું કે તે તેના પપ્પા પાસે પૈસા માંગે ને તેઓ ન આપે પરંતુ નલિની જ માંગતી નહિ અને કોઈને આવાત કહેતી નહિ.

તે ઈચ્છતી હતી કે આ વાત ની કોઈને પણ જાણ થાય પરંતુ તે ક્યાં જાણતી હતી કે જે થવાનું છે તે થઇ ને જ રહે છે. તે જે કોલસેન્ટર માં જોબ કરતી હતી તે નયન ના પપ્પા નું હતું.

આગળ શું થાય છે, શું નલિની વિષે નયન ને ખબર પડે છે? નલિની,નયન અને માનવ ની જિંદગી માં કેવા કેવા વળાંક આવે છે તે વાંચવા માટે રાહ જોવા પાર્ટ નો.

આ મારી પહેલી સ્ટોરી છે આથી કોઈ ભૂલ ચૂક થઇ ગઈ હોય તો માફ કરજો અને આ સ્ટોરી તમને કેવી લાગી તે જણાવવા રિવ્યૂ આપજો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED