Maanan ni mitrata - 8 books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - 8

માનન ની મિત્રતા

પાર્ટ 8

આગળ ના પાર્ટ માં જોયું તેમ મીરા તે વસ્તુ ને જોવે છે ને તરત જ ઓળખી જાય છે.

તે વસ્તુ બીજું કઈ ન હોય તે નલિની ના ઝૂમર હોય છે.

માનવ મીરા ને કહે છે કે આ નલિની ના ઝૂમર છે તું આટલી શ્યોર કેવી રીતે કહી શકે ?

મીરા ; માનવ આ ઝૂમર મેં જ નલિની ને તેના ગયા birthday માં gift માં આપ્યા હતા.

માનવ ; પણ આવા તો ઘણા ની પાસે હોય શકેને ?

મીરા ; ના માનવ આ ઘણા ની પાસે ન હોય શકે કારણ કે મેં સ્પેશ્યલ ઓર્ડર આપી ને રાજસ્થાન થી બનાવડાવ્યા હતા, પણ એ વાત જુદી હતી કે નલિની ને આ છોકરી ટાઈપ ની વસ્તુ માં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો. આથી કોઈ દિવસ તેને આ ઝૂમર પેહર્યા ન હતા, પણ જ્યારથી તેની જિંદગી માં તમે બંને આવ્યા ને ત્યારથી તે ચેન્જ થઇ ગઈ અને કાલ તેના માટે સ્પેશ્યલ ડે હતો આથી તેને આ જ ઝૂમર પેહર્યા હતા. મને ખાસ ખબર છે.

આટલું બોલી ને મીરા રડવા લાગી. માનવે જેમતેમ તેને શાંત કરી ને કીધું આપણ ને એક આશા નું કિરણ તો દેખાણું કે નલિની આજ રસ્તે થી નીકળી હતી. ચાલ આપણે આગળ જોઈ આવીએ કઈ વધારે આપણ ને હાથ માં લાગે તો. માનવ અને મીરા તે રસ્તે આગળ વધે છે એ આશ માં કે તેને મીરા ની કોઈ બીજી વસ્તુ હાથ માં લાગે પણ કોઈ વસ્તુ તેઓને મળી નહીં. આથી આ ઝૂમર વિષે નયન અને બીજા બધાને જણાવવા નયન ને ફોન કરે છે અને ક્યાં છે તે પૂછે છે.

તેઓ નયન અને રમણીકલાલ પાસે જાય છે ને તેમને નલિની ના ઝૂમર વિશે જણાવે છે, તરત જ રમણીકલાલ ઇન્સ્પેક્ટર દવે ને ફોન કરે છે અને નલિની નું ઝૂમર તેમને કોલેજ થી તેમના ઘર તરફ જવાના શોર્ટ રસ્તે થી મળ્યું છે તે જણાવે છે.

ઇન્સ્પેક્ટર દવે તરત જ તેમની ટીમ ને લઈને ત્યાં જાય છે પણ તેમને ત્યાંથી બીજો કોઈ સાબૂત મળતો નથી.

આમ ને આમ નલિની વિશે તપાસ કરવા માં જ સાંજ થઇ ગઈ તો પણ તેનો ક્યાંય પતો ન હતો, અને ધીમે ધીમે આ ખબર કે મશહૂર બિઝનેસ મેન ની એક એક દીકરી નું કોઈ એ કિડનેપિંગ કરી લીધું છે તે વાત આખા સીટી માં વાયુ વેગે ફેલાય ગઈ. મીડિયા પણ આ ન્યૂઝ ફૂલ વરેજ આપતું હતું. બ્રેકીંગ ન્યૂઝ હર ટીવી ચેનલ પર આવવા મંડ્યા.

ઇન્સ્પેક્ટર દવે હવે ઓફિશ્યિલ કંપેલેન લખી ને આગળ ની કાર્યવાહી કરવા માં વ્યસ્ત થઇ ગઈ, તેઓ જયારે બધું કામ કરીને પોલીસ ચોકી ની બહાર નીકળે છે ત્યારે ઘણા રિપોર્ટર, કેમેરા મેન વગેરે તેમની રાહ જોઈને બહાર જ ઉભા હોય છે.

જેવા ઇન્સ્પેક્ટર દવે બહાર નીકળે છે કે તેમની પર સવાલો ની વરસા કરી દે છે. દવે તેમના થોડાક સવાલો ના જવાબ આપી ને ઝડપ થી ત્યાંથી નીકળી જાય છે.

તે ઘરે જાય છે પણ તેને આ કેશ થી ઊંઘ જ ઉડી જાય છે. તે આમ તેમ પડખા ફેરવે છે પણ ઊંઘ આવતી નથી આથી ગેલેરી માં જાય છે તે જયારે બહુ પરેશાન હોય ત્યારે તેની જે ફેવરિટ બ્રાન્ડ ની સિગારેટ પીવે છે તે લાઇટર લઈને સળગાવે છે. ધીમે ધીમે તેના ઊંડા કશ લગાવતો વિચારવા લાગે છે.

સિગારેટ પીવા થી તેનું માઈન્ડ ઘણું શાંત થઇ જાય છે. તેને એક વાત ની તો ખાતરી થઇ જાય છે કે નલિની ને જેને ગાયબ કરી છે તે નલિની ને બહુ સારી રીતે જાણતો હોવો જોઈએ કે તેનો પીછો કરતો હોવો જોઈ કારણ કે તોજ તેને ખબર પડે કે આજ માનવ તેની સાથે નથી.

આટલું વિચારતા જ તેને ખબર પડી ગઈ કે કાલે શું કરવાનું છે અને તે તરત જ સુવા માટે ચાલ્યો ગયો.

બીજે દિવસે ઉઠી ને ફ્રેશ થઇ ને સીધો જ પોલીસ સ્ટેશન જાય છે ત્યાં થોડું કામ પતાવી ને તેના ખાસ હવાલદાર પટેલ ને લઈને રમણીકલાલ ની ઘરે જાય છે. તે જયારે કોઈ ખાસ કેસ માટે જાય છે ત્યારે હંમેશા પટેલ તેની સાથે જ હોઈ છે કારણ કે દવે ખાલી ઈશારો કરે ત્યાં જ પટેલ તેમનો ઈશારો સમજી જતા હતા.

દવે બહાર નીકળી ને રમણીકલાલ ને ફોન કરીને માનવ અને નયન ને તેમના ઘરે બોલાવવા નું જણાવે છે અને થોડીવાર જ તેઓ તેમના ઘરે આવશે તે કહે છે.

રમણિકલાલ, નયન અને માનવ ને પોતાની ઘરે આવવાનું કહે છે. નયન અને માનવ આવે છે ત્યાં થોડીવાર માં જ દવે ત્યાં આવે છે.

દવે આવી ને ડાયરેક્ટ નયન અને માનવ ને નલિની ગાયબ થઇ તે દિવસે શું શું બન્યું તે વિગતે વાત કરવા જણાવે છે.

નયન અને માનવ તે દિવસ શું બન્યું તે બંને એક પછી એક વાત કરે છે.

દવે તેની પાસે થી ઇન્ફોરમેશન લઈને ત્યાંથી નીકળી જાય છે, તે ત્યાંથી સીધો જ જ્યાં છેલ્લે બધા ડીનર માટે ગયા તે હોટેલ બ્લુ વિહાર માં જાય છે અને ત્યાંના મેનેજર ની પૂછતાછ કરે છે.

મેનેજર ને નયન, માનવ અને નલિની ના ફોટા બતાવે છે અને પૂછે બે દિવસ પેલા આ લોકો અહીં આવ્યા હતા.

મેનેજર તેને હા પડતા કહે છે હા તેઓ આવ્યા હતા અને તેમની સાથે બીજા થોડા વ્યક્તિઓ હતા,લગભગ તે બધા ફ્રેન્ડ હતા.

દવે કહે,"તમેને આટલી ખાતરી કેમ છે કે તેવો જ હતા.

મેનેજર કહે આ બધા ખુબ ખુશ લગતા હતા અને તેમના આવવાથી અમારી હોટેલ નું વાતાવરણ પણ સરસ થઇ ગયું હતું અને તેઓ જયારે ગયા ત્યારે વેઇટર્સ ને સારી ટીપ પણ આપેલી જે મને વેઇટર્સ એ જણાવેલું.દવે મેનેજર ની વાત સાંભળતો સાંભળતો તેનું ધ્યાન હોટેલ માં પણ ફરતું હતું. તે સીસીટીવી કેમેરા જોઈ ગયો અને મેનેજર ને તરત જ પૂછ્યું આ સીસીટીવી ચાલુ હાલત માં છે.

મેનેજરે તરત જ જણાવ્યું કે હા સર ચાલુ કન્ડિશન માં જ છે અમે તેનું રેગ્યુલર મેએટન્સ કરાવી છીએ.

તેઓ તરત જ સીસીટીવી વાળા રૂમ આવે છે,દવે તેમને તે દિવસ નું પૂરું રેકોર્ડિંગ બતાવાનું કહે છે, તેઓ ધીમે ધીમે એક પછી એક રેકોર્ડિંગ જોવે છે નલિની બહાર નીકળે છે તે પણ જોવે છે, નયન અને માનવ તેને બહાર મૂકી ને પાછા આવતા દેખાય છે. તે પાછા પોતાની જગ્યા એ બેસે છે.

ત્યાં થી નલિની દેખાતી ન હોય આથી દવે તેને પાર્કિંગ લોટ માં સીસીટીવી હોય તો તે બતાવાનું કહે છે, પાર્કિંગ માં સીસીટીવી હોય છે તેમાં દેખાય છે કે નલિની બહાર નીકળે છે,નયન અને માનવ તેને ગાડી સુધી મુકવા આવે છે ત્યાં થી નલિની ચાલી જાય, દવે એ બીજીવાર ફૂટેજ જોઈ, ત્રીજીવાર જોઈ, તે એક ની એક ફૂટેજ રિવાઇન્ડ કરી ને જોવા લાગ્યો. અચાનક તેને કઈ દેખાણું અને તેના મોઢા ઉપર આછી સી મુસ્કાન આવી ગઈ, જે પટેલે તરત જ જોઈ લીધી અને સમજી ગયો કે સાહેબ ને કોઈક સબૂત હાથ લાગ્યો લાગે છે.

દવે ને શું સબૂત મળ્યો હશે ? નલિની સાથે શું થયું હશે ? જાણવા માટે વાંચતા રહો માનન ની મિત્રતા.

આ સ્ટોરી તમને કેવી લાગી તેના રિવ્યૂ જરૂર થી આપજો, જો સારી લાગી હોય તો સારી અને જો કોઈ ફેરફાર કરવા ની જરૂર લાગતી હોય તો તે પણ અચૂક કહેજો. આગળ ના બધા પાર્ટ માં આપ્યો તેવો સપોર્ટ આપતા રહેજો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED