Maanan ni mitrata - 3 books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - 3

માનન ની મિત્રતા

પાર્ટ ૩

સોરી મોડું થયું એ બદલ

આગળ ના પાર્ટ માં જોયું તેમ માનવ ને નલિની વિશે બધી ખબર પડી ગઈ હતી પણ નયન હજી પણ અજાણ હતો.

માનવ નલિની વિશે બધું જાણતો હતો પરંતુ તેને ડાયરેક્ટ હકીકત પૂછી શકતો ન હતો કારણ કે નલિની એ કીધેલું કે મને કહી પણ પૂછ્યું તો તું જોબ માંથી છૂટો એ હજી તેને યાદ હતું.

માનવ એક્સટર્નલ ક્લાસ માં જતો હતો ત્યાં તેને એક સારો ફ્રેન્ડ મળી ગયો હતો તેનું નામ રાજેશ હતું, પણ બધા તેને રાજુ નામ થી જ ઓળખતા હતા. રાજુ ખુબ ધિંગામસ્તી કરતો હતો, તે ગંભીર વાત ને પણ હસી મજાક થી આસાન કરી દેતો હતો. ઇત્તેફાક થી તે નયન નો પણ ફ્રેન્ડ હતો. નયન જયારે તેના ગામ થી અમરેલી આવ્યો ત્યારે તેનો પેલો ફ્રેન્ડ આ રાજુ હતો અને હજી સુધી તેમની મિત્રતા અકબંધ હતી.

નયન ક્યારેક ક્યારેક રાજુ ને મુકવા તેના ક્લાસ જતો હતો,પણ જ્યારે થી માનવે ક્લાસ જોઈન કર્યા છે ત્યારથી તે ત્યાં ગયો નથી.આથી નયન અને માનવ નો ભેટો થયો નથી,

પરંતુ એક દિવસ અચાનક જ રાજુ નો ફોન નયન ને આવે છે કે તેની બાઈક માં પંચર પડી ગયું છે આથી મને ક્લાસ માં મૂકી જા. રાજુ ને ખબર હોય છે કે નયન હજુ સૂતો હશે આથી કે છે કે ઉઠી ને ફટાફટ આવ, મારે લેટ થાય છે.

નયન ઉભો થાય છે. બ્રશ કરી ને સીધો નીચે જાય છે.તેના મમી નાસ્તા નું કહે છે પણ તેને ના પાડી ને સીધો નીકળી જાય છે. તે સીધો જ રાજુ ના ઘરે જાય છે, ત્યાં રાજુ રાહ જોઈને બહાર ઉભો હોય છે. રાજુ બેસી જાય છે અને તે બંને ક્લાસ જવા નીકળે છે.

માનવ તેની રાહ જોઈ ને બહાર જ ઉભો હોય છે. રાજુ તેને દૂર થી જ જોય જાય છે, અને તેની પાસે જ બાઈક ઉભી રખાવે છે.

રાજુ નીચે ઉતરે છે અને માનવ અને નયન ને એકબીજા નો પરિચય આપે છે. પરિચય આપતા કહે છે કે આ માનવ છે જે મારો કલાસમેટ કમ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, અને આ નયન છે જે નાનપણ થી જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. નયન અને માનવ બંને નામ સાંભળી ચોંકી ગયા.તેમને તરત એકબીજા સામે જોયું ને એકસાથે જ બોલ્યા રામપર ?

અને પછી એકબીજા ને ભેટી પડ્યા. આ બધું રાજુ જોતો હોય છે પણ તેને કઈ ખબર પડતી નથી. આથી તે બંને ને પ્રશ્નાર્થ નજરે જોવે છે. આથી નયન અને માનવ બંને તેને પાસે બોલાવે છે અને સારી હકીકત કહે છે.

તે ખુબ ખુશ થઇ જાય છે કારણ કે તેના લીધે નાનપણ થી જુદા પડેલ બે ફ્રેન્ડ મળે છે.

ત્યારબાદ તો તેઓ ક્લાસ માં જવાનું જ ભૂલી જાય છે અને આખા સીટી માં રખડવા નીકળી જાય છે.

આમ જ નાનપણ ની દોસ્તી વધારે ગાઢ થઇ જાય છે.

થોડા દિવસ બાદ નયન અને માનવ બંને ચા ની કીટલી પર બેઠા હોય છે ત્યારે અચાનક જ માનવ ને યાદ આવે છે કે નલિની વિશે નયન ને કઈ જણાવ્યું જ નથી ? તે તરત જ નયન ને કહે છે કે તને નલિની યાદ છે ? તરત જ નયન કહે છે કે એ કઈ ભૂલવાની વસ્તુ છે કે તેને ભૂલી જાવ ? મને બધું જ યાદ છે પણ તું શું કામ કહે છે.

માનવ : હું તેની ત્યાં ડ્રાઈવર ની જોબ કરું છું પણ તે મને ઓળખી શકી નથી.

નયન : તે કીધું નહીં કે તું કોણ છે ? તે તરત જ તને ઓળખી જશે.

માનવ : તું જેમ માને છે તેવી હવે નલિની રહી નથી. તે પુરી રીતે બદલાઈ ગઈ છે. તે કોઈ ની સાથે સરખી રીતે વાત પણ નથી કરતી.

હું આની પાછળ નું કારણ જાણવા માંગતો હતો, અને તે મને મળી ગયું છે.

ત્યારબાદ માનવ નયન ને પુરી હકીકત જણાવે છે કે તે કેવી રીતે જોબ પર રહ્યો, કેવી રીતે નલિની નો પીછો કર્યો અને કેવી રીતે તેને સારી હકીકત ખબર પડી.

નયન આ સાંભળી ને ચોંકી ગયો. તેને માનવામાં ન આવતું હતું કે નલિની આ હદ સુધી બદલાય જશે.

પણ પછી નયને પોતાની જાત ને સંભાળી ને માનવ ને કહ્યું કે ગમે તે થાય પણ આપણી બેસ્ટ ફ્રેન્ડ ને આપણે આ રીતે તો નહિ જ રહેવા દઈએ.

નયન : માનવ તું મારો સાથ આપવા તૈયાર થઇ જા. આપણે આપણી ફ્રેન્ડ ને પાછી તે જેવી હતી તેવી કરવાની છે. તો આજથી આપણું મિશન ચાલુ થાય છે મિશન નલિની.

આટલું જ બોલી ને નયન અને માનવ એકબીજા ને ભેટી પડ્યા.

તેઓ વિચારતા હતા કે કેવી રીતે આપણે નલિની સાથે પેલા ની જેમ ફ્રેન્ડશીપ કરીએ, પણ તેમને કઈ સુજતુ ન હતું.

પણ, એક દિવસ અચાનક જ તક તેમને મળી ગઈ. થયું એવું કે કોલેજ માં યુથ ફેસ્ટિવલ નું દર વર્ષે આયોજન કરવા માં આવે છે. આ વર્ષે પણ યુથ ફેસ્ટિવલ ગોઠવવા માં આવ્યો,અને તેમાં એક કેટેગરી બ્લાઇન્ડ પેઈટીંગ માટેની હોય છે. આ વર્ષે પણ હતી.

નલિની ને નાનપણ થી જ પેઈટીંગ માટેનો જબરજસ્ત શોખ હતો. તે જયારે એકલી પડતી ત્યારે પેઈટીંગ કરવા બેસી જતી.

તેને ગયા વર્ષે પણ પાર્ટિસિપેટ કર્યું હતું પણ તે જીતી શકી ન હતી, કારણ કે એક તો બ્લાઇન્ડ પેન્ટિંગ અને ઉપર થી તેમાં પણ જોડી માં હતું.

નલિની ની ઇમેજ ની તો કોલેજ માં ખબર હતી એટલે કોઈ તેની સાથે પાર્ટ ન લીધો. અને જે ફ્રેન્ડે તેની સાથે પાર્ટ લીધો તેને પણ સરખું પેઈટીંગ આવડું ન હતું.

નલિની ક્યાંક થી સાંભળ્યું હતું કે જે નવો સ્ટુડન્ટ આવ્યો છે તેને સરસ ચિત્ર દોરતા આવડે છે. આથી જયારે એક દિવસ નયન કેન્ટીન માં બેઠો હતો ત્યારે અચાનક ત્યાં જઈને પૂછી લીધું.

નલિની : હાય, આઈ એમ નલિની, સેમ ક્લાસ.

નયન ( હાથ મિલાવતા) : હાય આઈ એમ નયન. આઈ નો સેમ ક્લાસ. મે આઈ હેલ્પ યુ ?

નલિની : પ્લીઝ એક ફેવર કરશો ?

નયન : બોલો?

નલિની : મેં સાંભળ્યું છે કે તમે એક બહુ સરસ પેઈટીંગ કરો છો તો તમે મારી સાથે યુથ ફેસ્ટિવલ માં બ્લાઇન્ડ પેઈટીંગ કોમ્પિટિશન માં પાર્ટ લેશો પ્લીઝ ?

નયન : મને આ કોમ્પિટિશન વિશે કઈ ખ્યાલ નથી જો તમે મારી હેલ્પ કરશો તો હું તમારી સાથે પાર્ટ લઈશ.

નલિની : ઓકે હું તમને આના વિશે બધું જણાવીશ. આજ થી આપણે ફ્રેન્ડ એમ કહી નલિની હાથ લંબાવે છે.

નયન પણ હાથ લંબાવતા ફ્રેન્ડ એમ કે છે.

ત્યારબાદ તેઓ તેમના નામ નું રજિસ્ટ્રેશન કરાવે છે. નલિની જાય છે. અને જતા જતા કે છે આ કોમ્પિટિશન વિશે હું કાલે તમને જણાવીશ.

નયન પણ મનમાં મુસ્કુરાતો હોય છે કારણ કે તે કેટલા દિવસ થી કેમ નલિની સાથે ફ્રેન્ડશીપ કરવી તેમ વિચારતો હોય છે તે તક તો તેને સામે ચાલી થી જ મળી ગઈ.

આ બાજુ નલિની પણ વિચારતી હોય છે કે હું કોલેજ ના કોઈ સાથે સરખી વાત પણ નથી કરતી પણ આની સાથે હું કેમ આટલું નોર્મલ બિહેવ કરું છું,અને મને કેમ લાગે છે કે આને હું પેલે થી જ ઓળખું છું.

નલિની આ બધું વિચારતી હોય છે ત્યારે એક વાત તેના દિમાગ થી સાવ નીકળી જાય કે તેને શું નામ કહ્યું હતું ! નયન !

તે આના વિશે વિચાર્યા વગર જ ચાલી જાય છે.

જેવી નલિની નીકળી જાય છે કે તરત જ નયન માનવ ને ફોન કરીને કે છે પેલું સ્ટેપ પાર મારી નલિની સાથે દોસ્તી થઇ ગઈ. હવે બીજા સ્ટેપ ની વારી, તારી નલિની સાથે દોસ્તી કરાવવાની. આ સાંભળી ને માનવ પણ ખુશ થઈ જાય છે.

શું નયન અને માનવ બંને મળી ને નલિની ને પેલાં જેમ બનાવી શકશે ? નયન અને નલિની કોમ્પિટિશન જીતી શકશે ? કે તેઓ ની લાઈફ માં કોઈ અણધાર્યા જ વળાંક આવે છે ? તે જોવા માટે વાંચતા રહો માનન ની મિત્રતા.

તમને આ સ્ટોરી કેવી લાગી તે અચૂક જણાવજો અને રિવ્યૂ પણ આપજો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED