Maanan ni mitrata - 9 books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - 9

માનન ની મિત્રતા

પાર્ટ 9

ગયા પાર્ટ માં જોયું તેમ દવે ને કોઈ સાબૂત મળે છે.

તે સબૂત સિસિટીવી નું ફૂટેજ હોય છે,તે જયારે ફૂટેજ ચેક કરતો હોય છે ત્યારે જોવે છે કે એક માણસ છે તે ક્યારનો પાર્કિંગ માં જ આંટા મારતો હોય છે જેવી નલિની તેની ગાડી લઈને નીકળે છે તેવો તે તરત જ તેની પાછળ નીકળે છે.

તેને આ માણસ ઉપર શક જાય છે તે ફરીથી પુરી ફૂટેજ ચેક કરે છે. તે જોવે છે કે જયારે નલિની ને બધા હોટેલ માં આવ્યા ત્યારે તે માણસ તેમની પાછળ પાછળ હોટેલ માં આવેલો અને જયારે બધા અંદર ગયા ત્યારે કાર માંથી ઉતરી ને તરત બહાર નીકળયો અને ફોન માં કોઈ ની સાથે વાત કરવા લાગ્યો. ફોન મૂકી દીધા પછી તે આમ થી તેમ પાર્કિંગ માં ચક્કર લગાવા લાગ્યો. નલિની પુરા બે કલાક હોટેલ માં હતી તો પણ તે માણસ ત્યાંથી ખસ્યો ન હતો અને જેવી નલિની ને બહાર આવતા જોઈ તેવો જ પોતાની ગાડી માં બેસી ગયો અને જેવી નલિની ને બહાર નીકળતા જોઈ પોતે પણ તેની પાછળ નીકળી ગયો.

દવે ને આ માણસ પર પૂરો શક હતો કે નલિની ના ગાયબ થવાની પાછળ આનો જરૂર કોઈ હાથ હશે. આથી ઇન્સ્પેક્ટર દવે એ તે ફૂટેજ એકદમ ઝૂમ કરાવી અને તેનો ફોટો પ્રિન્ટર દ્વારા કાઢી લીધો.

તેને પુરી ખાતરી હતી કે રમણીકલાલ જરૂર તેને ઓળખાતા હશે,આથી તે અને પટેલ બંને રમણીકલાલ ના બંગલે જવા નીકળી ગયા.

દવે અને પટેલ જયારે ત્યાં પોહ્ચ્યા ત્યારે નયન અને માનવ ઓલ રેડી ત્યાં હતા અને બધા ના મોઢા ઉપર ચિંતા સાફ દેખાતી હતી કારણ કે નલિની ના ગાયબ થયા ના પુરા 2 દિવસ થઇ ગયા હતા પણ પોલીસ ને હજુ સુધી નાનો કલુ પણ મળ્યો ન હતો.

દવે ત્યાં ગયા તો તેમના મનમાં એક આશ બંધાણી કે નલિની વિશે કંઈક તો માહિતી મળેલી હોવી જોઈએ.

દવે ત્યાં જઈને કઈ આડી અવળી વાત કર્યાં સિવાય ચોખેચોખ્ખી જે હકીકત હતી તે જણાવી દીધી અને બાદ માં તેમની સામે પેલો ફોટો મુક્યો અને તેમના હાવભાવ જોવા લાગ્યો.

રમણીકલાલ ફોટો જોઈને ચોકી ગયા હતા તે તેણે તરત જ નોટિસ કરી લીધું.

રમણીકલાલ તરત જ બોલ્યા કે આ આમ ન કરી શકે તમારી કંઈક ભૂલ થતી લાગે છે.

દવે એ કહ્યું કે આજ માણસ હતો જે નલિની નો પીછો કરતો હતો પણ તમે કેમ કહ્યું કે આ આમ ન કરી શકે તમે તેને ઓળખો છો ?

રમણીકલાલે કહ્યું કે હા હું તેને સારી રીતે ઓળખું છે તે નલિની ને પોતાની દીકરી ની જેમ રાખતો હતો, તે અમારો જૂનો અને જાણીતો ડ્રાઈવર રામુ છે. તે વરસો થી અમારી સાથે કામ કરતો હતો પણ થોડાક મહિના પહેલા જ તેને કામ છોડ્યું છે. તે ખુબ વિશ્વાસુ માણસ હતો. મને હજી નથી સમજાતું કે તે નલિની નો પીછો શું કામ કરતો હશે ?

દવે એ કહ્યું તમે એ વાત નું ટેંશન ન લ્યો તેને હું ગમે ત્યાંથી શોધી કાઢીશ અને હકીકત શું છે એ જાણીને રહીશ. પેલા મને તેના ઘર નું એડ્રેસ આપો,હું ત્યાં પેલા ચેક કરું તે ત્યાં છે કે નહીં.

રમણીકલાલ તેમને રામુ ના ઘર નું એડ્રસ આપે છે,તે લઇ ને ઇન્સ્પેક્ટર દવે ત્યાંથી ચાલ્યો જાય છે.

દવે એડ્રસ લઈને સીધો જ રામુ ના ઘરે જાય પણ ત્યાં જઈને જુવે છે કે ઘર ની બહાર તો તાળું મારેલું હોય છે. આથી આજુ બાજુ માં તપાસ કરતા ખબર પડે છે તે 4,5 મહિના થી ઘરે નથી આવ્યો.

દવે એ એમના ઘર ના લોકો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે વર્ષ પહેલા તેના દીકરા ના મોત થી તેની માને એટલે કે રામુ ની પત્ની ને બહુ મોટો આઘાત લાગ્યો હતો અને તે પાગલ થઇ ગઈ હતી અને 6 મહિના પહેલા તે પણ ગુજરી ગઈ.

દવે આટલી પૂછતાછ કરીને જયારે પોલીસ સ્ટેશન આવ્યો ત્યાં સાંજ પણ પડી ગઈ હતી. તે પોલીસ સ્ટેશન નું થોડું ઘણું કામ કરીને ઘરે આવે છે.

આ બાજુ નયન,માનવ અને રમણીકલાલ ની હિંમત પણ ધીમે ધીમે તૂટવા લાગી હતી, પણ એકબીજા ને સંભાળવા ના હોવાથી જેમ તેમ કરીને સ્વસ્થ દેખાવા ની કોશિશ કરતા હતા.

બીજા દિવસે સવાર માં તે પાછો હોટેલ માં જાય છે અને ફરી પેલું રેકોર્ડિંગ જોવે છે અને તે ગાડી નો નંબર મેળવી લે છે.

પોલીસ સ્ટેશન જઈને આ નંબર હવાલદાર પટેલ ને આપે છે અને આ કોની ગાડી છે તે ચેક કરવાનું કહે છે.

પટેલ નંબર લઈને ને નીકળી ગયો, પુરા બે કલાક પછી પાછો આવે છે ત્યારે તેનું મોઢું હસતું જોઈને દવે ને ખબર પડી જાય છે કે તેની પાસે કોઈ પાકી ઇન્ફોરમેશન હશે.

પટેલ જણાવે છે કે આ ગાડી કોઈ મનસુખલાલ ના નામ થી રજીસ્ટર છે અને ચોંકાવનારી વાત બહાર આવી છે, રમણીકલાલ અને મનસુખલાલ ને કટર દુશ્મની છે.

રમણીકલાલ અને મનસુખલાલ ને શું દુશ્મની હોય શકે ? શું મનસુખલાલે જ નલિની ને ગાયબ કરી છે કે કોઈ બીજું જ છે આની પાછળ તે જોવા માટે વાંચતા રહો માનન ની મિત્રતા.

સ્ટોરી તમને કેવી લાગી તેના રિવ્યૂ જરૂર થી આપજો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED