Maanan ni mitrata - 10 books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - 10

માનન ની મિત્રતા

પાર્ટ 10

આગળ ના પાર્ટ માં જોયું તેમ પાર્કિંગ માં જે માણસ હોય છે તે રમણીકલાલ નો ડ્રાઈવર હોય છે.

નલિની એક અંધારિયા રૂમ માં બંધ હોય છે. તે જયારે ભાન માં આવે છે ત્યારે જોવે છે કે તેના હાથ, મોઢું અને પગ બાંધેલા હોય છે. તે ઉભા થવાની કોશિશ કરે છે પણ અશક્તિ ના લીધે ઉભી થઇ શકતી નથી.

તે બેઠા બેઠા જ આજુ બાજુ જોવે છે તો તેની જેમ જ બીજી 4, 5 છોકરીયું બાંધેલી હોય છે તે કોઈ પણ ભાન માં નથી હોતું. નલિની હજી ત્યાં જવાની કોશિશ કરે તે પહેલા જ કોઈનો પગરવ સંભળાય છે અને તે પાછી બેભાન હોવાનો ઢોંગ કરે છે. પેલો માણસ એક પછી એક બધાને એક ઈન્જેકશન આપે અને બધા પાછા બેહોશ થઇ જાય છે.

આ બાજુ દવે તપાસ કરવા માટે મનસુખલાલ ના ઘરે પોહ્ચે છે ત્યાં જઈ ને જુએ છે તો મનસુખલાલ ઓફિસ જવાની તૈયારી કરતા હોય છે. ઇન્સ્પેક્ટર ને જોઈને જતા નથી અને મીઠો આવકાર આપતા કહે છે કે તમારે તફલીક લેવાની જરૂર ન હતી મને કીધું હોત તો હું પોલીસ સ્ટેશન આવી જાત, કઈ વાંધો નહીં તમે આવી ગયા છો તો મને અહીં આવવા માટેનું રીઝન શું છે તે જણાવો.

દવે : થૅન્ક યુ, તમે આટલો બધો આવકાર આપ્યો તેના માટે, નહીતર મોસ્ટલી અમે કોઈ ની ઘરે જાય તે ઘરવાળા ને અમારી આવવાની ખુશી થતી નથી.

તમે મને અહીં આવવાનું રીઝન પૂછી લીધું છે તો હું તમને જણાવવું છું કે તમને ખબર જ હશે કે તમારા બિઝનેસ રાઈવલ મિસ્ટર રમણીકલાલ ની છોકરી નું કિડનેપિંગ થઇ ગયું છે તો તે કેસ ની તપાસ કરવા માટે તમારા ઘરે આવવું પડ્યું.

મનસુખલાલ : હા, એ જાણવા મળ્યું કે રમણીકલાલ ની દીકરી નું અપહરણ થઇ ગયું છે પણ તેનું મારી સાથે શું કનેકશન ?

દવે : મને જાણવા મળ્યું છે કે રમણીકલાલ ની ઘરે પહેલા જે ડ્રાઈવર રામુ હતો તે હવે તમારી ત્યાં જોબ કરે છે, તેના જ રિલેટેડ ઇન્ફોરમેશન માટે અમે આવ્યા છીએ, અમને શક છેકે નલિની ના ગાયબ થવા પાછળ રામુ નો હાથ છે.

તમે અમને જણાવી શકશો કે અત્યારે તે ક્યાં હશે. તે તમારી કાર લઈને ગયો છે ને ?

મનસુખલાલ : ઇન્સ્પેક્ટર એ વાત તમારી સાચી કે એ મારી કાર લઈને ગયો છે પણ ક્યાં ગયો છે તે મને ખબર નથી. એ 2 દિવસ ની મારી પાસે રાજા લઈને ગયો છે અને જણાવી ને નથી ગયો ક્યાં જાય છે તેમ.મને ખાલી અરજન્ટ કામ આવી ગયું છે તેથી તમારી કાર જોઈએ છે એટલું જ કહ્યું છે.

દવે : કઈ વાંધો નહીં,તેના ખાલી મોબાઈલ નંબર આપી દયો ને બીજું અમે જાતે તપાસ કરી લેશું.

મનસુખલાલ મોબાઈલ નંબર આપે છે તે લઈને તેઓ નીકળી જાય છે. રસ્તા માં દવે,પટેલ ને કહે છે મને આ માણસ પર પૂરો શક છે, તે જેવી રીતે જવાબ દેતો હતો એના ઉપર થી તો એવું જ લાગે છે કે તેને આ બધા જવાબ ગોખેલા છે.

આમ વાત કરતા કરતા તેઓ પોલીસ સ્ટેશન પોહ્ચે છે. ત્યાં જઈને તેઓ પેલા તો રામુ ને ફોન લગાવે છે પણ ફોન સ્વીચઑફ આવે છે. તે ઘણી વાર ટ્રાય કરે છે પણ ફોન લાગતો જ નથી અને ફોન સ્વીચઑફ હોય છે. કંઈક વિચારીને પટેલ ને મનસુખલાલ નો ફોન ટ્રેસ કરવાનો કીધો અને એક બીજા હવાલદાર ને ત્યાં રેકોર્ડર પાસે તેની વાત સાંભળવા માટે બેસાડી દીધો.

હજી તેઓ મનસુખલાલ ના ઘરે થી આવ્યા તેની થોડી જ વાર થઇ હતી ત્યાં મનસુખલાલ એ કોઈ ને ફોન કર્યો. તે હવાલદારે તરત જ દવે ને બોલાવ્યો અને રેકોર્ડર સાંભળવા માટે આપ્યું. સામેથી મનસુખલાલ કોઈક ને કહેતો હતો કે તું જ્યાં છો ત્યાં જ રહેજે અહીં વાતાવરણ તંગ છે.

આટલું સાંભળ્યું ને દવે ના મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. દવે તરત જ આ રેકોર્ડિંગ લઈને કમિશનર ની ઓફિસ જાય છે અને આ રેકોર્ડિંગ સંભળાવે છે અને પછી પુરી હકીકત થી વાકેફ કરે છે, અને મનસુખલાલ નો અરેસ્ટ વોરન્ટ આપવા માટે રીક્વેસ્ટ કરે છે.

કમિશનર પણ પુરી હકીકત જાણી ગયા હોવાથી તેને અરેસ્ટ વોરન્ટ આપે છે અને જેમ બંને તેમ જલ્દી જ કેસ સોલ્વ કરવા માટે કહે છે, આ માટે મનસુખલાલ ને રિમાન્ડ પર લેવા પડે તો તે માટેની પણ છૂટ આપે છે.

દવે ત્યાંથી નીકળી ને સીધો જ મનસુખલાલ ની ઓફિસ જવા માટે નીકળે છે અને રસ્તામાંથી તેની ટીમ ને ફોન કરીને મનસુખલાલ ની ઓફિસે બોલાવી લે છે. જયારે તેની ટીમ ઓફિસ પોહ્ચે છે એ જ સમયે દવે પણ ત્યાં પોહચી જાય છે.

તેઓ બધા બીજા ફ્લોર પર જાય છે કેમ કે મનસુખલાલ ની ઓફિસ બીજા ફ્લોર પર હોય છે. ત્યાં જઈને રિસેપ્શનિસ્ટ ને તેની ઓફિસ ક્યાં છે તે પૂછે છે અને ઓફિસ માં જઈને હજી બીજા કોઈ કઈ સમજે તે પહેલા જ તેની ધરપકડ કરીને નીચ્ચે લઇ આવે છે, મનસુખલાલ ચિલ્લાતો હોય છે મને ક્યાં લઇ જાવ છો ? મેં શું કર્યું છે ? મારો વાંક શું છે ? મને પહેલા મારા વકીલ સાથે વાત કરવા દયો પણ દવે તેની કઈ પણ વાત સાંભળ્યા સિવાય જ તેને પકડી લે છે અને કહે છે હવે તારે જે વાત કરવી હોય તે પોલીસ સ્ટેશન માં જઈને આરામ થી કરજે આમ કહીને તેને પોલીસ ની વાન માં બેસાડી દે છે.

આ બાજુ તેની ઓફિસ માં પોલીસ ને જોવા થી તેના કર્મચારીઓ હરકત માં આવી ગયા અને પહેલા તેમને તેમના વકીલ ને ફોન કરીને જણાવી દીધું કે આવી રીતે બધું બન્યું અને ઇન્સ્પેક્ટર મનસુખલાલ ને પકડી ને લઇ ગયા છે તમે તેમને છોડાવી દયો. વકીલ તેમને આશ્વાશન આપી ને તરત જ પોલીસ સ્ટેશન જાય છે.

તે દવે સાથે વાત કરે છે અને દવે તેને વોરન્ટ બતાવે છે જે બિનજામીન પાત્ર હોય છે. આથી વકીલ મનસુખલાલ ને મળી ને નીકળી જાય છે.

દવે ત્યારથી મનસુખલાલ ની પૂછતાછ ચાલુ કરી દે છે ત્યારે મનસુખલાલ તેનું મોઢું ખોલતો નથી.આથી બીજી રીત અપનાવતા કહે છે હું તમને ધીમેથી પૂછું છું તો તમે મને જવાબ આપતા નથી.તમે મને થર્ડ ડિગ્રી આપનાવા માટે મજબુર કરો નહીં. આતો હું તમારી ઉંમર અને તમારું સ્ટેટ્સ નું લિહાજ કરું છું નહિતર ક્યારનાય તમારી ઉપર થર્ડ ડિગ્રી અપનાવી હોત તો હવે તમે તમારું મોઢું ખોલો છો કે હું થર્ડ ડિગ્રી આપનાવુ.

મનસુખલાલ, દવે નું રોદ્ર રૂપ જોઈ ગયા, તો પણ મોઢું ખોલતા ન હતા કારણ કે જો એકવાર તેમનો ભાંડો ફૂટી જાય તો તેઓ ક્યારેય જેલ ની બહાર નીકળે તેમ ન હતા.

દવે પાસે બીજો કોઈ ઓપ્શન ન હોવાથી તેને મારવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મારવાનો ડોઝ વધતો જતો હતો. જયારે દવે એ મારવાનું બંધ કર્યું ત્યારે મનસુખલાલ નો શ્વાસ નીચ્ચે બેઠો પણ એ થોડીવાર જ હતું કારણ કે તે મનસુખલાલ ની કોટડી માંથી બહાર નીકળી મોટેથી મનસુખલાલ ને સંભળાય તેમ રાડ પાડીને પટેલ ને બોલાવ્યો અને તેને મીઠું અને લાલ મરચું પાવડર લાવવાનો હુકમ કર્યો. આ સાંભળીને મનસુખલાલ થરથર કાંપવા લાગ્યો કારણ કે દવે તેને એટલો માર્યો હતો કે ઘણી જગ્યા એ લોહી નીકળવા લાગ્યું હતું અને તેને ખબર હતી જો ઘાવ પાર મીઠું અને મરચું પાવડર લગાવવા માં આવે તો બહુ બળતરા થાય છે. તેના થી બોલાય તેમ ન હતું તો પણ તેને હિમંત એકઠી કરી ને દવે ને બોલાવ્યો અને કીધું હું બધું કહેવા તૈયાર છું.

( હવે ની વાત મનસુખલાલ ના શબ્દો માં )

ચાર -પાંચ મહિના પહેલા ની વાત છે. એક દિવસ અચાનક જ રામુ મારા ઘરે આવી ચડ્યો. હું એને જોઈને ચોંકી ગયો હતો કારણ કે મારે અને રમણીકલાલ ને ઘણીવાર આમને સામને મળવા નું થયું છે ત્યારે લગભગ બધી જગ્યા એ રામુ સાથે જ હોય. આથી હું તેને સારી રીતે ઓળખતો હતો, અને બીજી વાત અમારે બંને બિઝનેસ માં કટર હરીફાઈ રહેતી હતી. તે નીતિ વાળો માણસ, ક્યારેય બિઝનેસ માં કોઈ ખોટી વસ્તુ ન કરે અને હું જીતવા માટે ગમે તે કરી શકું.

રામુ એ આવતા વેંત કીધું કે તમે મને જોઈને ચોંકી ગયા હશો પણ મારે તમારું અરજન્ટ કામ છે અને હું રમણીકલાલ ની નોકરી છોડી ને આવ્યો છું તો તેની ચિંતા નહીં કરતા કે તેને મને મોકલ્યો છે. મારે મોડું થતું હતું ઓફિસ જવા માટે તો પણ મેં તેની વાત સાંભળી.

આટલું બોલીને તે બોલતો બંધ થઇ ગયો,આથી દવે એ પાછું પૂછ્યું રામુ એ શું કીધું એ પૂરેપૂરું કોઈ વાત છુપાવ્યા વગર જણાવ નહીંતર તારા હાલ કેવા થશે એ કેવાની મારે જરૂર નથી.

મનસુખલાલ બોલવાનું ચાલુ કર્યું. એ મારા વિશે, મારા ધંધા વિશે બધું જાણતો હતો.

દવે : કેવા ધંધા ?

હું આરબ દેશો માં છોકરીઓની સપ્લાય કરું છું,ત્યાં આપણા દેશ ની છોકરીઓની ખુબ ડિમાન્ડ છે. તે દિવસે રામુ મારી પાસે આવી ને સીધું એમ જ કીધું. હું તમારી વિશે બધું જાણું છું. મારે કઈ જોતું નથી,પણ તમારે હું કહું તે છોકરી ને ઉઠાવવાની ની છે અને પછી એ ક્યારેય તેના બાપ ને ન મેળવી જોઈએ. આમ પણ તમારે 5 છોકરીઓના સ્ટોક માં એક ઘટે જ છે.

હું તેની વાત સાંભળીને હકોબકો રહી ગયો કારણ કે આ મારી બહુ પર્સનલ વાત હતી,જે હજુ મેં કોઈને ભનક પણ પડવા દીધી ન હતી.મેં એને ટાળવા ની ખુબ કોશિષ કરી કારણ કે મને અંદર થી લાગતું હતું કે કંઈક ખોટું થવાનું છે અને મારા રાઝ પર થી પડતો ઉતરી જશે પણ રામુ માન્યો નહીં. છેલ્લે તેને મને ધમકી આપી કે જો હું તેનું કામ નહીં કરી આપું તો તે મારા વિરુદ્ધ ફરિયાદ કરશે આથી વગર કીધે મારે તેની વાત માનવી પડી.

તે ત્યારથી જ નલિની નો પીછો કરવા લાગ્યો, તેને લાગ્યું હતું તેને હમણાં જ જોબ છોડી છે તો હજી કોઈ ડ્રાઈવર આવ્યો નહીં હોય અને નલિની ને ઉઠાવવી મુશ્કેલ નહીં બને પણ અમારા નસીબ જ ખરાબ હતા.માનવ આવી ગયો હતો અને તે હરહમેંશ તેની સાથે જ જોવા મળતો હતો. અમે તક ની રાહ જોતા હતા કે જયારે નલિની એકલી હોય અને અમે તેને ઉઠાવીએ. હોટેલ માં તે દિવસે અમને તક મળી ગઈ અને અમે તેને ઉઠાવી લીધી.

દવે : આટલું કીધું તો હવે એ પણ કહી દયો કે નલીની ક્યાં છે અત્યારે ?

મનસુખલાલ : શાયદ તમે મોડા પડશો કારણ કે તે બધાનું આજે પાર્સલ થવાનું છે.

દવે : એ અમે જોઈ લેશું. તેને જવા નહીં દવ.

દવે તરત જ બહાર નીકળી ગયો અને તેની ટીમ ને ઓડર આપ્યો કે ઝડપ થી આ રામુ ના નવા નંબર ને ટ્રેસ કરો. અને બધા ટ્રાફિક કન્ટ્રોલર માં ફોન કરીને એક એક ગાડીઓની ચેકીંગ કરો. ગમે તેમ કરી ને આપણે નલિની અને બીજી છોકરીઓને સીટી ની બહાર નીકળવા નહીં દઈએ.જો તેવો બહાર નીકળી જશે તો ક્યારેય આપણી હાથ માં નહીં આવે તો જેમ બને તેમ આપણે તેમને રોકવા જ પડશે તો ટીમ તૈયાર થઇ જાવ.

આટલો ઓર્ડર આપી ને બધા પોતપોતાના કામે લાગી ગયા. હાઇવે પર જોરશોર ચેકીંગ ચાલતું હતું. એક પણ ગાડી બાકી રહેતી ન હતી.

ત્યાં તેમને દૂર થી એક નાનો ટ્રક આવતો દેખાણો. તે ટ્રકવાળા ડ્રાઈવરે પણ પોલીસ વાળા ને જોયા પણ તેને એમ કે સેટિંગ છે આ પોસ્ટ ઉપર તો આસાની થી અહીં થી નીકળી જવાશે, પણ તેને ક્યાં ખબર હતી કે હવે આ કેસ બહુ હાઈફાઈ થઇ ગયો હતો. જો એક પણ ગાડી ચેકીંગ કર્યા વગર જવા દે તો જેને જવા દીધી હોય તેની અને સાથે સાથે તેમની સાથે ના બધા કર્મચારીઓ ના માથે આભ તૂટી પડે તેમ હતું. આથી એકપણ ગફલત ચાલે તેમ ન હતી.

ટ્રક નજીક આવી ગયો. ડ્રાઈવર ને ગાડી માંથી નીચ્ચે ઉતારવાનું કહેવામાં આવ્યું. ડ્રાઈવર આજુ બાજુ જોતો હતો કારણ કે તેમના જે પોલીસ સાથે સેટિંગ હતું તે ન હતો. તે થોડો આગળ બીજી જગ્યા એ કામ કરતો હતો. તે ડ્રાઈવર તેને ઘણીવાર ઈશારો કરી ને બોલાવ્યો પણ બધું જ વ્યર્થ હતું કેમ કે તે આ બાજુ ધ્યાન જ આપતો ન હતો.

તે ડ્રાઈવર વીલા મોઢે બહાર નીકળી ને ઉભો રહી ગયો. ઈન્સ્પેક્ટરે તેને પૂછ્યું ટ્રક માં શું છે. તે ગેંગેફેંફે કરતા બોલ્યો,તેમાં કહી નથી. તેમાં તો પશુઓને ખવડાવવા માટેની નીરણ છે જે અમે સીટી ની બહાર તબેલો છે ત્યાં લઇ જઈએ છીએ.

ઇન્સ્પેક્ટર : ભલે નીરણ ભરી હોય તોય ખોલી ને બતાવ.

ડ્રાઈવર મને પાછળ જઈને ટ્રક ખોલે છે. ઇન્સ્પેક્ટર અને બીજા બે ત્રણ હવાલદાર બહાર ઉભા રહીને જોવે છે તો છેલ્લે સુધી નીરણ ભરી હોય છે. ઇન્સ્પેક્ટર હજી એમ બોલે કે આને બંધ કરી ને જવા દે તે પહેલા તો તેને કોઈના ઉંહકારા સંભળાય છે. તે બહુ ધીમા હોય છે. આથી ખાલી ઇન્સ્પેક્ટર ને સંભળાણાં હોય છે. તે પોતાનો ભ્રમ મને અને ડ્રાઈવર સાથે વાતચીત ચાલુ રાખે છે. ત્યાં બીજી વાર અવાજ આવે છે. તેને ખાતરી થઇ જાય છે કે નક્કી ટ્રક માં કંઈક તો ગરબડ છે.

તે હજી કઈ એક્શન લે તે પહેલા જ ટ્રક ડ્રાઈવર ત્યાં થી ભાગી નીકળે છે. તેને ખાતરી થઇ જાય છે તે સાચ્ચું જ વિચારતો હોય છે. તેને તરત જ બે કોન્સ્ટેબલ ને તેની પાછળ મુક્યા અને તેને પકડી લાવવાનો ઓર્ડર આપ્યો અને બીજા સાથીઓને બોલાવ્યા. તેમાંથી તેણે ત્રણ ને ઉપર ચડવાનું કીધું અને જગ્યા કરવા માટે આગળ જેટલી નીરણ હતી તેને પહેલા નીચ્ચે ફેંકી દીધી.

ઉપર ચડી ગયા બાદ તેમને જોયું કે આગળ એક પાર્ટીશન જેવા કંઈક હતું. તેમને ધીમે ધીમે બધી નીરણ આગળ થી નીચ્ચે આવવા દીધી. બધી નીરણ આવી ગયા બાદ જોયું તો સાચ્ચે જ વચ્ચે એક પાટિયું હતું. તેમણે ધીમે ધીમે તે પાટિયું નીચ્ચે ઉતાર્યું, અને તેની પાછળ જોયું તો તેમના મોઢા પર આશ્ચર્ય અને આનંદ જોવા મળ્યો, કારણ કે તેમાં નલિની અને તેની સાથે બીજી 4 છોકરીયું હતી. તેમની પાસે નલિની નો ફોટો હતો, આથી તેવો તેને આસાની થી ઓળખી ગયા પણ બીજી છોકરીયું ને ઓળખતા ન હતા.

તેમને બધા ને ચેક કર્યા તો તેવો જીવતા તો હતો,પણ બેભાન હાલત માં હતા. તેમના માંથી 2 ની કન્ડિશન તો ખુબ ખરાબ હતી. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ ને ફોન કર્યો.

10 - 15 મિનિટ મા જ ઍમ્બ્યુલન્સ આવી ગઈ. તેમને તરત જ હોસ્પિટલ લઇ ગઈ. ત્યાં સુધી માં બધા ને ખબર આપી દીધા હતા. દવે તરત જ ત્યાં પોહચી ગયો હતો. મીડિયા વાળાઓને પણ ખબર પડી ગઈ હતી અને તેવો લાઈવ બતાવતા હતા. દવે એ નલિની ને જોઈને રાહત નો શ્વાસ લીધો હતો, પણ હજી સુધી તે કેવી રીતે ત્યાં પોહચી ગઈ તે જોવાનું બાકી છે.

હવે ફરી મળીશું અંતિમ ચેપ્ટર માનન ની મિત્રતા માં. નલિની કેવી રીતે ત્યાં પોહચી તે જુવા માટે અચૂક વાંચો લાસ્ટ ચેપ્ટર. નલિની અને નયન ની જેમ માનવ અને મીરા ની સ્ટોરી આગળ વધે છે તે પણ ત્યાં જ જોશું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED