Maanan ni mitrata - 11 books and stories free download online pdf in Gujarati

માનનની મિત્રતા - 11

માનન ની મિત્રતા

પાર્ટ 11

યા પાર્ટ માં જોયું તેમ નલિની અને તેની સાથે બીજી 4 છોકરીયું પણ મળે છે અને તે બધા ને તાત્કાલિક હોસ્પિટલ માં એડમિટ કરવા માં આવે છે.

તે દિવસે તેમને હોસ્પિટલ લઈને જતા હોય છે ત્યારે દવે ફોન કરીને રમણીકલાલ ને ઇન્ફોર્મ કરી દે છે અને તેમને સીધા જ હોસ્પિટલ આવવા માટે નું જણાવે છે.

રમણીકલાલ આ સાંભળીને એક દમ ઉત્સાહ માં આવી જાય છે. નયન અને માનવ ને સાથે લઈને સીધા હોસ્પિટલ પોહ્ચે છે.

તેઓ ત્યાં જઈને સીધા જ નલિની વિશે પૂછે છે, તો તેમને જાણવા મળે છે કે તેમની હાલત સારી નથી. તેમને icu માં રાખવા માં આવ્યા છે.

નલિની ની તબિયત બીજી 4 છોકરીયું કરતા સારી હતી. આથી 3 કલાક માં જ તેને હોશ આવી ગયો. તેમને બેભાન રાખવા માટે ભારી માત્રા માં ડ્રગ ઇન્જેક્શન માં ભરી ને આપવા માં આવતો હતો.

નલિની હોશ માં આવી તો તેને પહેલા તો પાણી માંગ્યું. તેણે જોયું કે તેના હાથ, પગ ખુલેલા છે અને તે અત્યારે હોસ્પિટલ માં હોય તેવું તેને લાગ્યું.

નર્સ તરત જ ડોક્ટર ને બોલાવી લાવી. ડોકટરે તેને તપાસ કરી ને ખતરા મુક્ત જાહેર કરી. તેને બહાર નીકળી ને આ વાત તેના ફેમિલી અને દવે ને જણાવી. દવે પૂછતાછ માટે જતો હતો, ત્યાં જ રમણીકલાલ એ તેને રિકવેસ્ટ કરી કે અમે પહેલા મળી લઈએ પછી તમે પૂછતાછ કરજો પ્લીઝ.

દવે પણ માણસ જ હતો ને તે રમણીકલાલ ના જજબાત સમજી ગયો અને તેમને પહેલા મળવા ની મંજૂરી આપી દીધી.

રમણીકલાલ, નયન અને માનવ ત્રણેય અંદર ગયા. તેઓ નલિની ને જોઈને પોતાને કાબુ ન કરી શક્યા અને રોવા લાગ્યા. નલિની પણ આ જોઈને રોવા લાગી. આ કોઈ દુઃખ ના આશુ ન હતા,આતો ખુશી ના આશુ હતા.

રમણીકલાલ તરત જ નલિની ને ભેટી પડ્યા. અને બોલ્યા હવે હું તને ક્યારેય એકલી નહીં મુકું. મને માફ કરી દે બેટા.

નલિની કહે," પપ્પા આમા તમારો કોઈ વાંક નથી. આતો મારી કિસ્મત હતી કે મારે આ બધું જેલવું પડ્યું, પણ હવે તો ખુશ થઇ જાવ હું પાછી આવી ગઈ છું.

રમણીકલાલ : હા બેટા હું આજે ખુબ ખુશ છું અને તને એક ખુશખબર આપવા માંગુ છું. તું જયારે સંપૂર્ણ રીતે ઠીક થઇ જાય પછી તારી અને નયન ની એંગેજમેન્ટ છે.

આટલું રમણીકલાલ બોલ્યા ત્યાં તો નલિની પેહલીવાર શરમાઈ ગઈ જે જોઈને માનવ બોલ્યો, અંકલ આપણે તો નયન ને પહેલા નલિની ની લાઈફ માં લઇ આવવા ની જરૂર હતી. જોવો તો ખરા તેને શરમાતા પણ આવડી ગયું. જો થોડા વધારે દિવસો તે નયન સાથે કાઢશે તો પુરેપુરી છોકરી જ બની જશે. આથી આપણે જેમ બંને તેમ જલ્દી જ આ બંને ની ઍંગેજમેન્ટ કરાવી દેવી જોઈએ.

માનવ ના બોલતા જ રમણીકલાલ જોર થી હસવા લાગ્યા અને નલિની અને નયન બંને પણ નીચું મોઢું રાખી ને ધીમે થી સ્માઈલ કરવા લાગ્યા. હજી તેમની વાતો ચાલતી જ હતી ત્યાં પાછળ થી મીરા બોલી, હા અંકલ હું પણ એમ જ કહું છું કે જેમ બંને તેમ જલ્દી જ આ બંને ને એકબીજા ને વળગાડી દો એટલે આપણે લપ છૂટે. તે આટલું બોલતા બોલતા જ નલિની ને ભેટી પડી. થોડીવાર એમ જ રહી જયારે તે ઉભી થઇ ત્યારે આડકછડી નજર તેને માનવ પર નાખી જે નયન અને નલિની બંને જોઈ ગયા. તેમને એકબીજા ને ઈશારો કરી ને વાત કરી લીધી.

હજી તો ઘણીવાર વાત કરત પણ ત્યાં જ દવે આવ્યો, અને કીધું હવે હું મેડમ નું સ્ટેટમેન્ટ લઇ લવ. તમે થોડીવાર બહાર વેઇટ કરો. બધા એક પછી એક બહાર નીકળવા લાગ્યા.

નલિની હજી પણ બેડ માં સૂતી જ હતી અને તેને શક્તિ ની બોટલ ચડતી હતી. દવે એ આવી ને તેની તબિયત વિશે પુચ્છા કરી ને નલિની ને પુરા વાક્યા જણાવવાનું કીધું.

( નલિની ના શબ્દો માં આગળ ની વાત )

સર હું તે દિવસે ખુબ ખુશ હતી. મારે આ ખુશખબર જલ્દી જ મારા પપ્પા ને રૂબરૂ માં આપવા હતા.

આથી સીટી નો જે શૉર્ટ રસ્તો છે એ જગ્યા એ થી નીકળી. મેં એ રસ્તા વિશે ઘણું સાંભળ્યું હતું પણ હું બધું જ ભૂલી ગઈ હતી એટલી ખુશ હતી. માનવ મારી સાથે આવતો હતો પણ મેં તેને પણ ના પાડી દીધી.

હું હજી અધવચ્ચે જ પોહચી હતી,ત્યાં મેં રસ્તા માં જોયું કે એક બાઈક રસ્તા વચ્ચે ઉંધી પડી છે અને ત્યાં બાજુ માં એક માણસ નીચ્ચે પડ્યો છે અને લોહીલુહાણ હાલત માં છે. મારે ઘરે પોહ્ચવાની ઉતાવળ તો હતી,પણ રસ્તા માં કોઈને આ રીતે મુકીને હું જઈ ન શકું.

આથી હું નીચ્ચે ઉતરી અને તેની મદદ કરવા માટે આગળ વધી ત્યાં પાછળ થી મેં જોયું કે બીજી એક ગાડી આવી રહી હતી. મેં તે ગાડી ને ઉભી રાખી કેમ કે હું એકલી તે ભાઈ ની હેલ્પ ન કરી શકું. મારા આશ્ચર્ય વચ્ચે તેમાંથી રામુ કાકા નીકળયા. હું તેમને જોઈને ખુશ થઇ ગઈ. હું રામુકાકા ને પૂછવા જતી હતી કે આટલો ટાઈમ તમે ક્યાં હતા ? જોબ કેમ છોડી દીધી હતી ? પણ હું કઈ પૂછું એ પહેલા જ કાકા એ કહ્યું બીજી વાત પછી થશે પહેલા આપણે આ વ્યક્તિ ને હોસ્પિટલ લઇ જવો જોઈએ. હું પણ તેમની વાત થી સંમત થઇ ગઈ હું જેવી પાછી ફરી કે કોઈએ મારા મોઢા ઉપર રૂમાલ રાખી દીધો અને હું બેહોશ થવા લાગી. બેહોશ થતા પહેલા મેં જોયું કે જે રસ્તા ઉપર માણસ હતો તે પણ ઉભો થઇ ગયો હતો અને હું સમજી ચુકી હતી કે હું કોઈ જાળ માં ફસાઈ ગઈ છું. મેં બેહોશ થતા પહેલા જે મેં એરિંગ પહેર્યા હતા તે કાઢી ને ફેંકી દીધા કારણ કે કોઈ મને શોધવા માટે આવે તો તેમને ખબર તો પડે ને કે હું અહીંયા સુધી તો આવી હતી, પછી હું બેહોશ થઇ ગઈ, અને જયારે હોશ આવ્યો ત્યારે હું કોઈ રૂમ માં બંધ હતી અને મારા હાથ - પગ અને મોઢું બધું બાંધેલું હતું.

તેઓ અમને ટાઈમે ટાઈમે ઇન્જેક્શન આપતા હતા આથી અમે જાજો ટાઈમ બેહોશ જ રહેતા હતા. આટલી ઇન્ફોરમેશન લઈને દવે તરત જ રૂમ ની બહાર નીકળી ગયો,હવે તેની પાસે પૂરતા સબૂત હતા. આથી તે આસાની થી રામુ ને ગિરફતાર કરી શકે તેમ હતો. તે તરત જ પોલીસ સ્ટેશન ગયો અને રામુ ના ફોન નું લોકેશન ટ્રેસ કરવાનું કીધું. થોડીવાર માં જ તેમને ખબર પડી ગઈ કે રામુ અહીં જ એક હોટેલ માં રોકાયેલો છે તો તેવો તરત જ તેની ટીમ ને લઈને હોટેલ પર જવા નીકળી ગયો. હોટેલ પોહચી તેમને રિસેપ્શન પર રામુ નો ફોટો બતાવ્યો અને ક્યાં રૂમ માં રોકાયેલો છે તે પૂછ્યું. તે ઉપર ના ફ્લોર પર હતો. આથી હોટેલ ના એક માણસ ને પણ સાથે લઈને તેવો ઉપર ગયા.

વેઈટર એ દારવાજો નોક કર્યો . રામુ દરવાજો ખોલતા પહેલા બહાર ચેક કર્યું પણ તેને વેઈટર જ દેખાણો. આથી તેને દરવાજો ખોલ્યો,જેવો દરવાજો ખુલ્યો કે તરત જ દવે અને તેની ટીમ અંદર ઘુસી ગઈ. રામુ ને પકડી ને સીધા જ પોલીસ સ્ટેશન લઇ આવ્યા. રસ્તા માંથી રમણીકલાલ ને પણ ફોન કરી દીધો હતો,આથી તેઓ પણ આવી પોહ્ચ્યા હતા.

રમણીકલાલ એ આવતા વેંત જ રામુ ને કહ્યું કે તારી મારી સાથે એવી તે કઈ દુશ્મની કે તું અહીં પોહચી ગયો અને જેને પોતાની દીકરી માનતો હતો. તેને જ કિડનેપ કરાવી ને તેને બીજા દેશ માં વહેંચવા માંગતો હતો ? અમે તો તને કુટુંબના સભ્ય માનતા હતા અને તે અમારી સાથે આવી હરકત કરી ? મારુ તો માનવામાં જ નથી આવતું કે તું આવું પણ કરી શકે ?

રામુ આ સાંભળી ને હસવા લાગ્યો અને કહ્યું તમારી દીકરી હજી તો તમારી પાસે છે પણ મારુ તો વિચારો તમારે લીધે મારે કુટુંબ વિહોણા બનવાનો વારો આવ્યો.

આ સાંભળીને રમણીકલાલ તો છ્ક થઇ ગયા અને બોલ્યા મારે લીધે એમ થોડું થયું હોય તું જે હોય તે સાચું સાચું મને કે ?

રામુ કહે તો સાંભળો,"મારા દીકરા દિપક ને બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજ માં હતું ત્યારે ડિટેક્ટ થયું આથી તાત્કાલિક મારાથી પૈસા નો બંદોબસ્ત થાય તેમ ન હતો. આથી મેં બેન્ક માં લોન માટે અરજી કરી પણ લોન ના પૈસા આવતા પણ વાર લાગે તેમ હતા. આથી મેં વિચાર્યું કે જ્યાં સુધી લોન ના પૈસા આવે ત્યાં સુધી જો મારા શેઠ મતલબ આ રમણીકલાલ મારી થોડીક મદદ કરે તો મારો દીકરો બચી જાય તેમ હતો. જો તેનું ઓપરેશન સમયસર થયું હોત તો.

મને ગળા સુધી વિશ્વાસ હતો કે રમણીકલાલ મારી મદદ કરશે કારણકે તેઓ પણ દિપક ને પોતાના દીકરા ની જેમ જ રાખતા હતા.

મેં જયારે રમણીકલાલ પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા ત્યારે તેમને તરત જ ના પડી દીધી અને પૂછ્યું પણ નહીં આટલા બધા પૈસા ને શું કરવા છે.

રમણીકલાલ આટલું સાંભળી ને શોક માં ચાલ્યા ગયા અને ત્યારબાદ બોલ્યા મેં તો તને ન પૂછ્યું પણ તું તો મને જણાવી શક્યો હોત ? હું ત્યારે ખુબ ટેન્શન માં હતો. તે અત્યારે જેની મદદ કરી એના લીધે જ હું સડક પર આવવાની નોબત પર હતો અને મારાં માથા પર દેવું પણ વધી ગયું હતું પણ જો એકવાર તે મને ખાલી જણાવી દીધું હોત ને તો હું મારુ બધું વેચીને અને જરૂર પડ તો મારો બંગલો પણ વેચી દઈને આપણા દિપક ને બચાવી લેત. રમણીકલાલ આટલું બોલ્યા ત્યાં જ તેમના થી કંટ્રોલ ન થયો અને તેઓ રોઈ પડ્યા.

રામુ પણ આ સાંભળી ને રોઈ પડ્યો અને રોતા રોતા બોલ્યો આમાં મારો જ વાંક હતો. મારે તમને પુરી હકીકત જણાવવાની જરૂર હતી પણ તમે ના પડી પછી હું મારા હોશ ઠેકાણે ન રાખી શક્યો, અને થોડાક દિવસો બાદ દિપક આ દુનિયા છોડી ને ચાલ્યો ગયો અને તેની માં આ જીરવી ન શકી અને તે પાગલ થઇ ગઈ અને દિપક ના ગયા ના બે મહિના બાદ તેની માં પણ મને છોડી ને ચાલી ગઈ. હું એટલો દુઃખી હતો કે મને લાગ્યું કે મારુ ઘર બરબાદ કરવા માં રમણીકલાલ નો હાથ છે. આથી મેં નલિની ને કિડનેપ કરવા નો પ્લાન બનાવ્યો.

હું એક દિવસ મારા દુઃખ ને દૂર કરવા માટે એક બાર પર બેઠો હતો ત્યારે મવાલી જેવા લાગતા 2,3 માણસો વાત કરતા હતા કે આ એસાઇન્મેન્ટ પૂરું થઇ જાય તો આપણે માલામાલ થઇ જાય એમ ખાલી એક જ છોકરી ઘટે છે જો મેળ પડી જાય તો જામો પડી જાય.

હું એની વાત સાંભળીને અડધી વાત તો સમજી જ ગયો હતો પણ પુરી વાત શું છે તે જાણવા માટે તેના ટેબલ પર ગયો અને કહ્યું મારા ધ્યાન માં એક છોકરી છે જો તેવો ઇચ્છતા હોય તો હું હેલ્પ કરી શકું તેમ છું. આ વાત સાંભળીને તેઓ રાજી થઇ ગયા અને મને તેમની અને મનસુખલાલ ની પુરી હકીકત જણાવી દીધી.

હું ત્યાંથી સીધો જ મનસુખલાલ ને ત્યાં ગયો અને આના બાદ ની વાત તો તમને ખબર જ હશે.

હું ખાલી નલિની ને જ કિડનેપ જ કરવાનો હતો ત્યારબાદ હું મનસુખલાલ નો પણ પર્દાફાશ કરવાનો હતો. આટલું બોલી ને રામુ રોઈ પડ્યો,અને રમણીકલાલ ની માફી માંગી.

દવે એ પણ ફાઈલ કલોઝ કરી,રામુ નું સ્ટેટમેન્ટ લેવાય ગયું હતું અને તેને જે વાત કરી તે પણ રેકોર્ડ થઇ ગઈ હતી.

નલિની ને બીજા દિવસે હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવી અને સાથે સાથે બીજી છોકરીયું ને પણ તેમના ઘર ના એડ્રેસ લઈને તેમને પણ તેમના ઘરે પોહ્ચાડવા માં આવી.

બીજા જ દિવસે જયારે નલિની તેના ઘરે પોહચી ત્યારે નયન ના માતા પિતા નલિની ની તબિયત પૂછવા અને નયન અને નલિની ના એંગેજમેન્ટ નું નક્કી કરવા માટે આવ્યા. તેમને એંગેજમેન્ટ નયન ના બર્થડે ના દિવસે રાખવા નું નક્કી કર્યું જે 20 દિવસ પછી જ હતો. આથી તે દિવસ થી બધા તૈયારી માં લાગી ગયા.

સગાઇ ના બધા કપડાં ની તૈયારી નયન,નલિની,મીરા અને માનવ સાથે જ કરતા હતા. તેઓ તેમના કપડાં નું મેચિંગ કરવા માંગતા હતા.

એક દિવસ સવાર માં જ તેઓ બાજુ ના શહેર માં આવેલ એક મોટી શોરૂમ માં ગયા, ત્યાં જ નલિની એ તેની માટે એક મસ્ત મજાનું બેબી પિન્ક કલર નું ડોલ ટાઈપ નું ગાઉન સિલેક્ટ કર્યું. આ જોઈને નયન, માનવ અને મીરા ત્રણેય ચોકી ગયા કારણ કે નલિની ની ચોઈસ ની તેમને ખબર હતી પણ તેને જે ગાઉન સિલેક્ટ કર્યું તે બહુ જ સરસ હતું. તેના જ કલર ને મેચિંગ એકદમ લાઈટ પિન્ક કલર ની નયન માટે શેરવાની લીધી.

હવે થોડી શોપિંગ બાકી હતી અને બધાને કકડી ને ભૂખ પણ લાગેલી. આથી તેઓ બાજુ માં જ આવેલા રેસ્ટ્રોરન્ટ માં ગયા અને ત્યાં ભરપેટ જમીને તેઓ મૂવી જોવા ગયા ત્યાંથી નીકળી ને તેઓ પાછા થોડું શોપિંગ બાકી હતું તે પતાવવામાં લાગી ગયા.

આમને આમ સાંજ પડી ગઈ. તેઓ ઘરે પાછા ફર્યા. નયન તેમને ઘરે ઉતારી ને પોતાના ઘરે ગયો. હવે તો લગભગ માનવ પણ રમણીકલાલ ના ઘરે જ રોકાતો હતો. ખાલી સુવા માટે જ પોતાના રૂમે જતો હતો. જયારે મીરા ને નલિની એ ફરમાન જ આપી દીધું હતું કે જ્યાં સુધી મારી સગાઇ પુરી ન થાય ત્યાં સુધી તારે તો અહીં રહેવાનું છે. આથી મીરા પણ રમણીકલાલ ની ઘરે જ રોકાતી હતી.

તૈયારી કરતા કરતા જ મીરા અને માનવ એકબીજા ની વધુ નજીક આવવા લાગ્યા હતા,તેમને એમ કે આ વિશે કોઈને કઈ ખબર નહીં પડે પણ નયન અને નલિની આ વાત સારી રીતે જાણતા જ હતા. તેમણે તે બંને માટે એક સરપ્રાઈઝ રાખી હતી. જે તેમની એંગેજમેન્ટ ના દિવસે તેમને આપવાના હતા. મીરા ને પણ હમણાં નલિની નું બિહેવિયર થોડું ચેન્ઝ લાગતું હતું કારણ કે નલિની તેના રૂમ માં ફોન પર વાત કરતી હોય ને અચાનક મીરા ત્યાં જાય તો તે ફોન મૂકી દેતી હતી, અને મીરા આ વિશે પૂછે તો વાત સિફતપૂર્વક ઉડાડી દેતી હતી. મીરા એ ઘણી વખત પૂછવાની ટ્રાય કરી પણ નલિની હરહમેંશ બીજી કોઈ વાત લાવી દેતી હતી. આથી હવે મીરા એ પૂછવાનું જ બંધ કરી દીધું કારણ કે જાણતી હતી. જ્યાં સુધી નલિની ને કઈ નહિ કેવું હોય ત્યાં સુધી પોતે ગમે તે કરશે પણ તે વાત નહીં જણાવે.

આમને આમ દિવસો પસાર થવા લાગ્યા અને નલિની અને નયન ની સગાઇ નો દિવસ નજીક આવી ગયો.

તેમની સગાઇ બાજુ ના જ એક પાર્ટી પ્લોટ માં રાખવામાં આવી હતી અને બાજુ માં જ્યાં એક મેદાન ખાલી પડ્યું હતું ત્યાં પણ છાયો કરવા માં આવ્યો હતો કારણ કે ત્યાં નલિની જે બસ્તિ માં ભણાવવા માટે જતી હતી તેમને બધાને પણ બોલાવવા માં આવ્યા હતા અને તેઓ નું જમણવાર ત્યાં રાખેલું હતું.

આ બાજુ પાર્ટી પ્લોટ એકદમ મસ્ત શણગારવામાં આવ્યો હતો. પાર્ટી પ્લોટ ના ગેટ થી જ શરૂઆત કરવા માં આવી હતી. ગેટ ને એકદમ યુનિક લૂક આપવા માં આવ્યો હતો. તેની બંને બાજુ પર એક એક મોર શણગારવા માં આવ્યા હતા અને ગેટ ને પીંછા થી શણગારવા માં આવ્યો હતો અને તેની વચોવચ એક સરસ મજાનું ગુલાબ નું ફૂલ મુકવા માં આવ્યું હતું. તેની અંદર એન્ટર થતા જ એક બાજુ નયન ની અને એક બાજુ નલિની ની ફોટો ફ્રેમ મુકવામાં આવ્યું હતું. થોડે આગળ જતા બંને ની સાથે ફ્રેમ મુકેલી હતી અને થોડે આગળ એક માનવ ની એક મીરા ની પણ ફ્રેમ મુકેલી હતી. આ બધું પીંછા જેવા કલર માં જ હતું, અને વચ્ચે વચ્ચે પાણી ના એકદમ યુનિક કુંડ મુકેલા હતા અને તે પાણી માં કલેરે કલર ના ગુલાબ હતા. તે બધા ઓરિજિનલ ફૂલ હતા. આથી તેની ખુશ્બૂ વાતાવરણ ને સરસ બનાવતા હતા. આવી જ રીતે તે આખી લોબી સજાવવામાં આવી હતી અને અંદર સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને તેની લગોલગ જ મંડપ શણગારવામાં આવ્યો હતો. તેમાં 4 ચેઇર રાખેલી હતી તેમાંથી 2 ચેઇર પિન્ક પ્લાસ્ટિક ના ફૂલ થી અને બીજી 2 ચેઇર બ્લુ પ્લાસ્ટિક ના ફૂલ થી સજાવવામાં આવી હતી.

આ બધી સજાવટ મીરા અને માનવે સાથે મળી ને કરેલી હતી બસ ખાલી લાસ્ટ તેમનો ફોટો લાગ્યો અને બીજી વધારે ચેર લાગી, તેનો આઈડિયા નલિની અને નયન નો હતો તેમને આ વિશે કઈ ખબર ન હતી

નયન અને નલિની બંને તૈયાર થઈ ગયા, પણ હજી મીરા અને માનવ બધી તૈયારી જોવા માં જ વ્યસ્ત હતા. આથી થોડી વારે ને થોડી વારે નલિની અને નયન તેમને ફોન કરતા હતા. જેથી તેઓ તૈયાર થઇ શકે. જેમ મીરા ને નલિની એ પોતાની પાસે રોકી લીધી હતી તેમ નયન પણ બે દિવસ પેલા માનવ ને પોતાના ઘરે લઇ ગયો હતો.

ઉપરા ઉપરી બંને ના ફોન માં ફોન આવતા હતા, આથી મીરા રમણીકલાલ ના ઘરે ગઈ અને માનવ, નયન ના ઘરે ગયો. ત્યાં જઈને મીરા નલિની ને જોતી જ રહે છે કેમ નલિની કોઈ અપ્સરા થી કમ નોતી લાગી રહી અને આ બાજુ માનવ પણ નયન ને જોઈને ખુશ થઇ જાય છે કેમ કે તે પણ એકદમ હેન્ડસમ હીરો લાગતો હોય છે.

નલિની, મીરા ને જોતા વેંત જ ભેટી પડે છે અને કહે છે આટલી વાર હોય તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો તારે તો આજે ખાસ તૈયાર થવાનું હોય. મીરા કહે છે આ તું જો હું હમણાં જ રેડી થઇ જઈશ. મારે વાર નહીં લાગે.

નલિની : તું શું પહેરવાની છો ?

મીરા : તારી એંગેજમેન્ટ માટે મેં એક સ્પેશ્યલ અનારકલી પિન્ક એન્ડ પર્પલ ડ્રેસ લીધો છે તે પહેરવાની છું.

નલિની : ના તારે એ ડ્રેસ નથી પહેરવાનો. મેં તારા રૂમ માં એક બીજો ડ્રેસ મુકેલો છે તે જ પહેરવાનો છે અને જલ્દી પેહરી લેજે. મેં હજી પાર્લરવાળા ને જવા નથી દીધા. તે તને તૈયાર કરી દેશે, અને તને ખબર છે ને કે હું કોઈનું કઈ ચાલવા દેતી નથી, આથી મારી સાથે હા ના કર્યા વગર જ ડ્રેસ ચેન્ઝ કરી આવ.

મીરા ને ખબર જ હતી કે નલિની પાસે તેનું કઈ નહીં આવે આથી તે ત્યાંથી ચુપચાપ રૂમ માં આવે છે જેવી મીરા આવવા નીકળી નલિની હસવા લાગી જે મીરા ને ખબર પડી ગઈ પણ તે કઈ બોલી નહીં.

મીરા રૂમ માં આવી ને જોવે છે કે એક બોક્સ પડ્યું હોય છે બેડ પર તેને જાણવાની ઇંતેજારી થાય છે કે નલિની શું લઇ આવી હોય છે, આથી તે તરત જ બોક્સ ખોલે છે, તો તે આશ્ચર્ય ચકિત થઇ જાય છે અને તરત જ નલિની પાસે જાય છે. હજી નલિની ત્યાં જ ઉભી હોય છે તેને ખબર જ હોય છે ડ્રેસ જોઈને મીરા તરત જ તેની પાસે આવશે. મીરા કઈ બોલવા જાય તે પહેલા જ નલિની કહી દે છે, તારે આ જ ડ્રેસ પહેરવાનો છે અને તારો અનારકલી ડ્રેસ તો ક્યારનો આંટી ને પાછો મોકલાવી દીધો છે. આ તો હું ખાલી તને પૂછતી હતી કે તને એના વિશે ખબર છે કે નહીં. જા હવે ચુપચાપ આ પેહરી લે. મીરા ને બોલવા નો કઈ મોકો જ ન મળ્યો. આથી તે રૂમ માં આવી ગઈ અને તે ડ્રેસ પેહરી લીધો અને પાર્લરવાળા લોકો એ મીરા ને પણ તૈયાર કરી દીધી.

તે જયારે તૈયાર થઇ ને નલિની ના રૂમ માં ગઈ ત્યારે નલિની તેને જોતા જ ભેટી પડી અને બોલી તું ખુબ સરસ લાગે છે મારી બેસ્ટી. મીરા પણ રાજી થઇ ગઈ હતી પણ તેને હજી ગડ બેસતી ન હતી, કારણ કે નલિની એ મીરા માટે પોતાના જેવો જ પણ થોડો જુદો અને બ્લુ કલર નો ડ્રેસ લીધો હતો. મીરા કન્ફ્યુઝ હતી. આથી નલિની એ કીધું કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો,આથી જ મેં તારા માટે મારા જેવો જ ડ્રેસ લીધો છે.

આ બાજુ માનવ પણ જયારે ઘરે પોહ્ચ્યો ત્યારે નયને પણ ગમે તે રીતે માનવ ને પોતે લાવેલી બ્લુ કલર ની પોતાના જેવી જ શેરવાની પહેરાવી દીધી.

રમણીકલાલ એ નયન અને તેની ફેમિલી ને પોતાના ઘરે થી નીકળવાનું કહી દીધું અને પછી પોતે પણ નલિની ને લેવા માટે ઘરે પોહચી ગયા. પાર્ટી પ્લોટ માં એંગેજમેન્ટ રાખેલી હતી આથી પોતાના ઘરે મહેમાન બહુ ઓછા હતા અને હતા તે બહુ નજીક ના હતા. રમણીકલાલ નલિની ને લેવા માટે નલિની ના રૂમ માં ગયા ત્યાં જઈને જોયું તો મીરા અને નલિની બંને વાતો કરતા બેઠા હતા અને તે બંને કોઈ દુલ્હન થી કમ નોહતા લાગતા. તરત જ જઈને તે નલિની ને ભેટી પડ્યા અને બોલ્યા આજે તારી માં જીવતી હોત તો તને જોઈને બહુ ખુશ થાત. તું ખુબ સારી લાગે છે બેટા. આટલું સાંભળતા નલિની ના આંખ માં પણ આશુ આવવા લાગ્યા, ત્યાં જ મીરા બોલી માંડ અંકલ આજે નલિની થોડાક છોકરીવેડા કરે છે જો તમે આમ રોવા લાગશો તો મને નથી લાગતું કે તે અહીં થી ક્યાંય જાય આથી તમે બંને રોવા નું બંધ કરો નહિતર આનો મેકઅપ ખરાબ થઇ જશે તો નયન જોઈને ડરી ને ભાગી જશે. આટલું બોલી ત્યાં જ તેઓ ત્રણેય હસવા લાગ્યા, રમણીકલાલ એ મીરા ના માથા પર પ્યાર થી હાથ ફેરવી ને કીધું બેટા આવી રીતે જ હસ્તી હસાવતી રહે અને તું પણ આજે સારી લાગે છે.

હજી તેઓ વધારે વાત કરત પણ ત્યાં જ રમણીકલાલ નો ફોન ની રિંગ વાગી તેને જોયું કે માનવ નો ફોન હતો. રમણીકલાલ એ ફોન ઉઠાવ્યો,માનવે તરત જ કીધું અમે પોહચી ગયા છીએ અને ગેટ આગળ જ ગાડી માં બેઠા છીએ તમે જલ્દી આવી જાવ. રમણીકલાલ એ હા પડી ને ફોન મૂકી દીધો અને કહ્યું આપણે જવું પડશે નયન એ પોહચી ગયા છે તે તમારી રાહ જોઈને ઉભા છે. તેમને કપલ એન્ટ્રી કરવાની હતી. આથી તેઓ પણ ઝડપથી નીકળી ગયા.

રમણીકલાલ એ ગાડી ગેટ ની બાજુ માં ઉભી રાખી. હજી તેઓ નલિની ની સાઈડવાળો દરવાજો ખોલવા જાય ત્યાં જ રાજુ આવી ગયો અને દરવાજો ખોલ્યો અને બોલ્યો હવે તો અમારે થોડીક ભાભી ની પણ ચેવાચાકરી કરવી પડશે ને જેથી તે અમને અમારા દોસ્ત થી છુટા ન પાડે. નલિની ગાડી માંથી ઉતરી ને બોલી તમને તો મારા થી રોકાય પણ તેમ નથી અને તમે રોકાવ તેમ પણ નથી. આટલું બોલી ને તે હસવા લાગી,બીજા બધાને પણ હસવું આવી ગયું. રાજુ બીજી સાઈડ ગયો અને મીરા ની સાઈડ નો પણ દરવાજો ખોલી નાખ્યો. મીરા પણ નીચ્ચે ઉતરી. આ બાજુ નયન અને માનવ હજી પણ કાર માં જ બેઠા હતા. તે એકધારા નલિની અને મીરા ને જોતા હતા. તેઓ તેમને જોઈને મંત્ર મુગ્ધ થઇ ગયા. આની કળ પેલા નયન ને વળી તેને બાજુ માં જોયું તો માનવ પણ તેની જેમ જ મીરા ને જોઈ રહ્યો હતો. જેવી રીતે પોતે નલિની ને જોતો હતો. તેને થોડી ટાંગ ખેંચવાની ઈચ્છા થઇ આથી પોતે કઈ જોયું જ ન હોય તેમ અચાનક બોલ્યો માનવ શું જોવે છે બહાર કઈ જોવા જેવું હોય તો મને કેજે હુંય જોવ. આ સાંભળીને અચાનક નીંદ્રા માંથી જાગ્યો હોય તેમ માનવ બોલ્યો ના ના કહી નહીં, ચાલ આપણે નીચ્ચે ઉતરીએ. નયન અને માનવ બંને ગાડી માંથી બહાર નીકળે છે અને નલિની અને મીરા પાસે આવે છે.

તે ચારેય એકબીજા ને જોતા ત્યાં જ ઉભા હોય છે,આથી રાજુ મજાક કરતા કહે છે આપણે અહીં જ નજર થી એંગેજમેન્ટ નથી કરી નાખવાની અંદર પણ જવાનું છે તો ચાલો.

તે વાત સાંભળીને બધા હસતા હસતા ચાલવા લાગે છે. તે ચારેય સાથે ચાલતા હોય છે. સૌથી પહેલા માનવ,તેની બાજુ માં નયન,તેની બાજુ માં નલિની અને તેની બાજુ માં મીરા. એમ એકસાથે હાર માં ચાલતા હોય અને લોબી ની સાઈડ માં રાખેલા ફોટા પણ જોતા જાય છે. થોડેક આગળ જઈને નયન અને નલિની થોડા ઝડપ થી આગળ નીકળી જાય છે. તેથી હવે મીરા અને માનવ પણ બંને સાથે હોય છે. તે જતા હોય છે ત્યારે આગળ જોવે છે તો તેમને વિશ્વાશ નથી આવતો કારણ કે આગળ તેમના પણ ફોટો હોય છે. તે કઈ બોલી શકવાની સ્તીથી માં ન હોય છે. તેઓ નયન અને નલિની ને પૂછવા માંગતા હોય પણ તેઓ આગળ નીકળી ગયા હોય. આથી તેઓ પણ પાછળ પાછળ આવે છે. હવે તેઓ અંદર એન્ટર થઇ ગયા હોય છે. આથી પ્લોટ માં રહેલા બધા ઉભા થઇ જાય છે અને તાલિ પાડવા લાગે.

આગળ નલિની અને નયન હોય છે અને પાછળ માનવ અને મીરા હોય છે. બધા તેમને જોઈને ખુશ થઇ જાય છે તેઓ ખુબ જ સુંદર લાગતા હોય છે.

નલિની અને નયન સ્ટેઝ પર ચડવા લાગે છે અને મીરા અને માનવ પણ નીચે રહેલી ચેર પર બેસવા આગળ વધે છે,હજી તે બેસવા જાય તે પહેલા નલિની સ્ટેઝ પર માઈક લઈને બોલે છે અમારા બંને ના બેસ્ટ ફ્રેન્ડ ને અહીં સ્ટેઝ પર આવવા આમન્ત્રણ આપું છું. મીરા અને માનવ એકબીજા ની સામે જોવે છે.

આટલા બધા મહેમાન વચ્ચે તેમને કહી કહેવું ઉચિત નથી લાગતું,આથી તેઓ ચુપચાપ સ્ટેઝ પર ચડવા લાગે છે. હવે તેમનું ધ્યાન ત્યાં પડેલ વધારાની બે ચેર પર ગયું. જે તેમના ડ્રેસ ને મેચિંગ હતું અને તેમના બંને ના ડ્રેસ પણ મેચિંગ હતા. હજી તેઓ કઈ સમજવા ની ટ્રાય કરે તે પહેલા જ નલિની પાછો બૉમ્બ ફોડ્યો અને કહ્યું મારા અને નયન ની ફેમિલી સાથે હું માનવ અને મીરા ની ફેમિલી ને પણ સ્ટેઝ પર આવવા માં ઇન્વાઇટ કરું છું. તેમને જોયું કે રમણીકલાલ અને નયન ની ફેમિલી ની સાથે જ તેમની ફેમિલી આવતી હતી. તે બંને હવે પુરી રીતે ચોંકી ગયા હતા. તેમને ખબર પડતી ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે, તેમને તો એ પણ ખબર ન હતી કે તેમની ફેમિલી સગાઇ માં આવવા ની છે. તે બંને હજી એમનમ જ ઉભા હતા. આજે અમારી સાથે સાથે આ મીરા અને માનવ ની પણ સગાઇ છે જે તમને તો ખબર જ છે, ખાલી આ બંને ને જણાવવાનું બાકી હતું. એટલે કહું છું અને તેમની ફેમિલી પણ અહીં જ છે તો અમારી સાથે સાથે તેમની સગાઇ પણ અહીં જ છે. હવે હું માઈક નયન ને આપું છું. આટલું બોલી ને માઈક નયન તરફ આપે છે.

નયન : કેવી લાગી સરપ્રાઈઝ મારા દોસ્તો. તમને એમ કેમ લાગ્યું કે તમારી આ આંખમિચોલી કોઈની ધ્યાન માં નહીં આવે. જેવી રીતે તમે અમારા વિશે વિચારી શકો એમ અમે પણ તમારા વિશે વિચારી જ શકીએ ને !

મેં અને નલિની એ ક્યાર ની આ વાત નોંધી લીધી હતી, પછી તમારી ફેમિલી સાથે વાત કરી તેઓ તો ખુબ ખુશ થઇ ગયા અને આ કામ માં જો કોઈ એ અમારી સૌથી વધુ હેલ્પ કરી હોય તો તે છે રાજુ. રાજુ તારો ખુબ ખુબ આભાર અમને આ સરપ્રાઈઝ માં હેલ્પ કરવા માટે. મને ખબર છે દોસ્તો ને થૅન્ક યુ ન કહેવાનું હોય, પણ અમુક વખતે કેવું જરૂરી હોય છે.

હવે મીરા થી ન રહેવાતા તે નલિની ને જોર થી હગ કરે છે અને કહે છે થૅન્ક યુ થૅન્ક યુ વેરી મચ.

આ સાથે જ પૂરું ફેમિલી બોલે છે ચાલો ત્યારે એક બીજા ને અંગૂઠી પહેનાવો. તેઓ એકબીજા ને અંગૂઠી પહેનાવે છે ત્યારે તેમના દોસ્તો ફૂલ ઉડાડે છે અને જોર થી તેમને કોન્ગ્રેચ્યુલેશન કહે છે. આમ માનવ ને મીરા અને નયન ને નલિની મળી ગઈ.

***

આ મારી પહેલી સ્ટોરી હતી. તે માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ હું માતૃભારતી નો ખરા દિલ થી શુક્રિયા કરું છું.

મારા માતા - પિતા નો આભાર માનું છું જેવો એ મને હું જે કામ કરવા ઇચ્છતી હોય તે માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ આપી છે.

મારા ફ્રેન્ડ નો પણ આભાર માનુ છું જેવો એ મારી સ્ટોરી રીડ કરી મને સુધારા વધારા સૂચવ્યા છે. શ્રદ્ધા, કૃપાલી, ભારતી નો ખુબ ખુબ આભાર કે મને મારી જ્યાં ભૂલ હોય તે બતાવવા માટે, હજી એવા ઘણા લોકો છે જેમને મને બહુ સાથ આપ્યો છે તો તે બધા નો આભાર અને મારા વાંચકો નો ખાસ કરી ને જેમને મને આગળ વધવા માં સાથ આપ્યો

હવે ફરી મળીશું નવી સ્ટોરી સાથે, નવા રૂપ રંગ સાથે, જે સ્ટોરી નું નામ છે બ્લૅક આઈ. તો ત્યાં સુધી બાય બાય, શબા ખેર, જય શ્રી કૃષ્ણ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED