Maanan ni mitrata - 7 books and stories free download online pdf in Gujarati

માનન ની મિત્રતા - 7

માનન ની મિત્રતા

પાર્ટ 7

આગળ ના પાર્ટ માં જોયું તેમ નલિની ને હોટેલ માંથી નીકળ્યા ને 2 કલાક થઇ ગઈ હતી, તો પણ તે હજુ સુધી ઘરે પોંહચી ન હતી.

નયન, માનવ અને રમણીકલાલ ત્રણેય પોલીસ સ્ટેશન જાય છે, ત્યાંના ઇન્ચાર્જ દવે હોય છે, જે રમણીકલાલ ને સારી રીતે ઓળખતા હોય છે.

તેઓ ત્યાં જઈને વિગતે વાત કરે છે કે નલિની 3, 4 કલાક થયા હજુ સુધી ઘરે નથી આવી અને તેના કોઈ ફ્રેન્ડ ની સાથે પણ નથી. અમે બધે તપાસ કરી લીધી છે હવે તમે જ કૅમ્પલેઇન નોંધી ને જેમ બને તેમ જલ્દી જ નલિની ને શોધી કાઢો.

ઇન્સેપ્ક્ટર દવે તેમને શાંત પડતા કહે છે કે હજુ સુધી નલિની ગાયબ થઇ તેને 24 કલાક નથી થયા. આથી હું કંપ્લેઇન તો ન લખી શકું પણ હું તમને સારી રીતે ઓળખું છું. આથી હું મારી રીતે જ અનઓફિશ્યિલ તપાસ કરાવું છું અને જો નલિની 24 કલાક સુધી માં નહીં મળે તો કંપ્લેઇન લખી ને આગળ ની કાર્યવાહી કરશું. અત્યારે તમે ઘરે જાવ અને હું મારી રીતે બધે તપાસ કરાવું છું.

તેઓ ત્યાંથી નીકળી જાય છે પણ તેમને ક્યાં ચેન હોતું નથી, ત્યાંથી તેઓ રમણીકલાલ ના ઘરે જાય છે અને હોલ માં બેસે છે. તેઓ હોલ માં હોય ત્યાં જ અચાનક રમણીકલાલ નયન ની સામે જુવે છે અને તેમને યાદ આવે છે કે આ કોણ છે? તે કેમ અમારી સાથે નલિની ને શોધવા માટે ફરે છે.

તેઓ તરત જ માનવ સામે જુએ છે અને માનવ ને પૂછે છે કે આ કોણ છે ? તે કેમ તરત તેને ફોન કર્યો ?

માનવ જવાબ આપતા કહે છે, તમને યાદ છે ગામ માં હું, નલિની અને નયન સાથે જ રહેતા હતા. રમણીકલાલ તેનો જવાબ આપતા કહે કે તે કેમ ભુલાય, તમારી દોસ્તી જ એવી હતી.

માનવ આગળ વાત કરતા કહે છે કે બસ તે જ આ નયન છે, અને બીજું કે શાયદ તમારો ભાવિ જમાઈ પણ કારણ કે તેને નલિની ને આજે જ પ્રપોઝ કર્યું હતું અને નલિની એ હા પણ પડી હતી, તેની જ પાર્ટી માટે અમે બધા હોટલ માં ગયા હતા, નલિની ને આ ખુશખબર તમને આપવા હતા. આથી જ તે હોટેલ માંથી તરત નીકળી ગઈ અને અમારી સાથે બહાર ન આવી. મને પણ ન આવવા દીધો તેની સાથે. જો હું તેની સાથે હોત ને તો તેને કહી થાત નહીં. આટલું બોલતા જ માનવ ની આંખ માં ઝળઝળિયાં આવી ગયા.

રમણીકલાલ તેને સંભાળતા બોલ્યા, તું તો નલિની ને સારી રીતે ઓળખે છે, જ્યાં હશે ત્યાં સહીસલામત હશે મને મારી નલિની પર પૂરો ભરોસો છે કે તે જેની સાથે હશે તેનું તો આવી બનશે. તેઓ પણ બોલતા બોલતા રડવા માંડ્યા, આથી નયને તેમને શાંત પાડતા કહ્યું કે હમણાં તમે તો કહ્યું કે જ્યાં હશે ત્યાં બીજા નું આવી બનશે તો ચિંતા શું કામ કરો છો.

રમણીકલાલ શાંત થઇ ગયા પછી બોલ્યા બીજું બધું તો ઠીક છે પણ મારી બેટી ની ચોઈસ સારી છે. જેવી નલિની મળી જશે હું બેટા નયન તારા ઘરે આવી ને તારો હાથ માંગીશ અને જેમ બને તેમ જલ્દી જ તમારી સગાઈ કરાવી દઈશ.

આ સાંભળીને થોડીવાર તો નયન અને માનવ બંને ખુશ થઇ ગયા પણ તરત જ તેમને નલિની યાદ આવી ગઈ અને મોઢા ઉપર ચિંતા ની લકીર ઉપસી આવી.

રાત ઘણી થઇ ગઈ હતી, આથી નયન ને પણ રમણીકલાલ એ પોતાના બંગલે રહેવાનું કીધું અને બોલ્યા મને મારી નલિની પર પૂરો ભરોસો છે જ્યાં હશે ત્યાં સહીસલામત હશે અને તમે બંને ટેંશન ન લ્યો, ટેંશન તો તે લેશે જેની સાથે નલિની હશે.

આટલું બોલીને રમણીકલાલ સુવા માટે ચાલ્યા ગયા તેમને બંને પણ ગેસ્ટ રૂમ માં જઈને સુવા નું કીધું.

નયન અને માનવ પણ ગેસ્ટ રૂમ માં ગયા ત્યાં જઈને પેલા નયને તેની ઘરે ફોન કર્યો અને પુરી હકીકત કહી કે નલિની ગાયબ છે અને તે અત્યારે તેના ઘરે છે.

રમણીકલાલ, તે બંને આશ્વાશન આપીને રૂમ માં તો ચાલ્યા ગયા પણ તેમને પણ અંદર થી ડર લાગી રહ્યો હતો, પણ જો તેઓ બહાર કમજોર પડ્યા હોત તો નયન અને માનવ પણ કમજોર પડી જાત આ વિચારી ને જ તેમને બહાર હિંમત બતાવી હતી પણ રૂમ માં ગયા પછી તો તેમના થી ન રહેવાયું અને તેઓ એકલા એકલા રડી પડ્યા, અને તેમની આંખ પાસે થી નલિની નાની હતી ત્યારથી અત્યાર સુધી ની એક એક છબી પસાર થવા માંડી, તેમની ઊંઘ તો ઉડી જ ગઈ હતી પણ આરામ કરવો પણ જરૂરી હતો. આથી તેઓ પલંગ માં એમનેમ સુતા.

આ બાજુ નયન અને માનવ ની પણ ઊંઘ હરામ થઇ ગઈ હતી તેઓ પણ અલગ અલગ ડિરેકશન માં વિચારતા હતા. તેઓ નલિની ના સ્વભાવ થી પુરી રીતે વાકેફ હતા, તે કોઈ પણ સાથે ગમે ત્યારે પંગો લઇ લેતી. તે જ તેની મુસીબત નું કારણ ન બને તો સારું એવું તેઓ માનતા હતા.

ત્રણેય પોલીસ સ્ટેશન થી બહાર નીકળ્યા ત્યારે જ ઇન્સપેક્ટરે દવે એ તેનું કામ ચાલુ કરી દીધું હતું.તેને તેના બધા ખબરીઓને કામે લગાડી દીધા હતા કોઈ પણ નાની પણ વાત તેમની જાણ બહાર ન જવી જોઈએ અને અત્યારે કઈ કઈ ગેંગ સક્રિય છે તેમના વિશે ની પણ પુરી માહિતી એકઠી કરવાનો હુકમ તેમને આપી દીધો હતો.

તેઓ ખુદ પણ નલિની ની તાપસ માં લાગી ગયા હતા. તેમને અત્યારે થી અંદેશો આવી ગયો હતો કે જો નલિની સાથે કઈ પણ થશે તો તેની માથે તો માછલાં ધોવાશે ઉપર થી પોલીસ ઉપર પણ ફિટકાર વરસશે કારણ કે નલિની કોઈ આમ જેવાતેવા વ્યક્તિ ની દીકરી ન હતી તે મશહૂર બિઝનેસમેન રમણીકલાલ ની એકની એક દીકરી હતી. આથી મીડિયા પણ ફૂલ અટેંશન આપવાનું હતું જો નલિની નહીં મળે તો ?

સવાર ના 4 વાગ્યા સુધી દવે એ તપાસ કરી પણ તેમને એક નાનો એવો કલુ પણ ન મળ્યો.

આથી તેઓ થોડી ઊંઘ લેવા માટે ઘરે ગયા. તેઓ ઉઠ્યા ત્યાં ઓલ રેડી 7:30 થઇ ગયા. તેઓ સ્પીડ માં ફ્રેશ થઇ નાસ્તો કરીને પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ગયા.

આ બાજુ નયન, માનવ અને રમણીકલાલ પણ જેમતેમ નાસ્તો કરીને પોલીસ સ્ટેશન જવા માટે બહાર નીકળયા. હજી તેઓ બહાર નીકળ્યા ત્યાં મીરા પણ આવી પોંહચી. આવી ને તરત જ માનવ ને ગળે લગાડી ને રોવા લાગી. માનવે તેને શાંત પાડી અને કહ્યું નલિની જ્યાં પણ હશે ત્યાં સહીસલામત હશે અને આપણે ગમે તેમ કરીને નલિની ને શોધી ને રહેશું તું ચિંતા ન કર, હવે રોવા નું બંધ કર ને ચાલો આપણે પોલીસ સ્ટેશન જઈ ને ત્યાં પૂછીએ ત્યાં થી કહી ખબર મળે તો.

મીરા આવી ને સીધી માનવ ને ગળે લગાવી ને રોવા લાગી હતી તે નયન ને થોડું વિચિત્ર તો લાગ્યું પણ તેને વધારે નલિની ની ચિંતા હતી. આથી આ વિશે તેને માનવ ને પછી પૂછવાનું વિચાર્યું. તેઓ બધા કાર લઈને જાય છે.

ઇન્સ્પેક્ટર દવે ત્યારે પોલીસ સ્ટેશન માં હાજર થઇ ગયા હોય છે. તેમને આખી રાત બધે તપાસ કરી પણ નલિની નો ક્યાં પતો મળ્યો ન હતો, આથી તેઓ પણ ચિંતાતુર હતા.ત્યાં જ તેમને રમણીકલાલ અને બધા ને અંદર આવતા જોયા.

તેમને આવી ને તરત જ નલિની વિશે પૂછ્યું, પણ દવે પાસે પણ આ વાત નો કોઈ જવાબ ન હતો.તો પણ તેને ખાતરી આપી કે નલિની ને કોઈ પણ ભોગે હું ગોતી ને જ રહીશ.

આ સાંભળી ને તેઓ થોડા દુઃખી તો થયા કે હજુ સુધી નલિની ની પાસે પોહ્ચવા નો કોઈ નાનો કલુ પણ નથી મળ્યો, પણ તેઓ આટલી જલ્દી હતાશ થવા નોતા માંગતા.આથી તેઓ પોલીસ સ્ટેશન ની બહાર નીકળી ને પોતાની રીતે તપાસ કરવાનું નક્કી કર્યું.

રમણીકલાલ અને નયન તેઓ નલિની કાયમ જે રસ્તે થી કોલેજ થી ઘર જતી હતી તે રસ્તે તપાસ કરવા ગયા, માનવ અને મીરા જે શોર્ટકટ રસ્તો હતો જે તેમની કોલેજ થી ઘર તરફ જતો હતો ત્યાં ગયા. શોર્ટકટ રસ્તો ભાગ્યે જ કોઈ use કરતું કારણ કે ત્યાં ભૂત -પ્રેત થાય છે તેવી અફવા હતી અને સાથે સાથે રસ્તો પણ ઘણી ખરાબ કન્ડિશન માં હતો.

મીરા અને માનવ ધીમે ધીમે તે રસ્તા માં જોતા જોતા આગળ વધતા હતા ત્યાં અચાનક મીરા એ માનવ ને ગાડી રોકવા નું કીધું . તે ઝડપ થી નીચ્ચે ઉતરે છે. માનવ પણ ગાડી સાઈડ માં રાખી ને નીચ્ચે આવે. તે જોવે છે કે મીરા જે રસ્તા ની બાજુ માં જે કાંટાળી વાડ હોય છે ત્યાં બાજુ માં નીચ્ચે વળી ને કંઈક લેવાની ટ્રાય કરતી હતી પણ તેનો હાથ ત્યાં સુધી પોહ્ચતો નોહ્તો.

માનવ પણ બાજુ માં આવી ગયો હતો.તેને જોયું કે મીરા નીચ્ચે નમી ને કંઈક લેવાની ટ્રાય કરતી હતી પણ ત્યાં સુધી તેનો હાથ પોહ્ચતો હતો નહીં. આથી માનવે કીધું મીરા શું છે લાવ હું લઇ દવ.

મીરા ઉભી થઈ ગઈ અને કીધું મને અહીં કંઈક પડ્યું હોય એવું લાગે છે તું કાઢી દેને.

માનવ નીચ્ચે નમી ને હાથ અંદર જવા દે છે અને થોડી માથાકૂટ કરીને તેના હાથ માં તે આવી જાય છે. તે મીરા ને આપે છે.

મીરા તરત જ તે વસ્તુ ને ઓળખી જાય છે.

મીરા ને ત્યાંથી શું મળ્યું હશે ? તેને કેમ ત્યાં માનવ પાસે ગાડી રોકાવી હશે. શું તેને કોઈ નલિની ની વસ્તુ મળી હશે કે કંઈક બીજું જ હશે ? શું છે તે ? નલિની ક્યાં ગાયબ થઇ ગઈ ? નલિની સાથે શું થયું તે જાણવા માટે વાંચતા રહો.માનન ની મિત્રતા પાર્ટ 8.

આ સ્ટોરી કેવી લાગી તેના રિવ્યૂ જરૂર આપજો. અને આગળ ના બધા પાર્ટ માં જેવો સાથ સહકાર આપ્યો તેવો આપતા રહેજો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED