ઓહ ! નયનતારા - 33 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 33

33 - ‘તું હી મેરી દોસ્ત હૈ !’

આજે ૧૧ ડિસેમ્બર ૨૦૦૬ નો દિવસ છે. પ્રિયાના ખાસ આગ્રહથી અમારી એનીવર્સરી મનાવવા માટે મુંબઈ આવ્યા છીએ. મહિનામાં લગભગ મુંબઈમાં મારે સાતથી આઠ દિવસ રહેવાનું હોય છે અને મુંબઈમાં પરસેવો પાડવા માટે ગો બનાના ડિસ્કોથેકમાં મારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મિત્ર રાજવીર ખોસલાનો ભરપુર સાથ છે. રાત્રે અમો ગો બનાનામાં પહોંચી જઈએ અને થોડી બિયરની મસ્તી માણીને શરીરને કષ્ટ આપવાનું શરુ થાય છે. નયનતારાને આપેલા વચન નિભાવવા નાછૂટકે બીયરનો સહારો લેવો પડે છે. દુનિયાનો બધો આનંદ માણવા માટે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ હોવું જરૂરી છે.

એક ખાસ વાત છે કે લગ્નને ચૌદ વર્ષ પુરા થવા આવ્યા છે. ખૂબસૂરત હુશ્નપરીઓ, ખૂબસૂરત રુપસીઓ જેવી યુવતીઓ ડિસ્કોથેક, મીટીંગોમાં અને ઓફિસોના માહોલમાં મળી જાય છે. પણ આજ સુધી નયનતારા સાથે કદી પણ બેવફાઈ નહી કરીને તેને આપેલું વચન પૂરેપૂરું નિભાવ્યું છે તેમાં સૌથી મહત્વનું પરિબળ છે. આજે પણ મારા દિમાગમાં એ જ બાવીસ વર્ષની નયનતારાનો ચહેરો કોતરાઈ ગયો છે. કેશીનોની લાસ્ટ સ્પ્રિન્ટ યાદ આવે છે - ‘નો મોર બેટ પ્લીઝ.’

વાફા અને નયનતારા બંને વચ્ચે કલ્પના કરું ત્યારે અચાનક મારામાં એક તત્વજ્ઞાની યુવાન પેદા થાય છે, જેનું એક જ કામ છે સૌંદર્યની શોધ...

પછી ઈશ્વરનો વિચાર કરું છું - ઈશ્વરે આ સૃષ્ટિ ઉપર પ્રથમ વખત વાફા અને નયનતારાના બંનેની શરીરની રચના વખતે વાસ્તુશાસ્ત્રનો સચોટ ઉપયોગ કર્યો છે, જેનું સચોટ ઉદાહરણ એ છે કે બંનેના શરીરનો એક પણ ભાગ એવો નથી કે જેને જોતા કોઈપણ જાતની વિકૃત લાગણી પેદા થઇ હોય ! બંનેની ખુલ્લી આરસ જેવી સપાટ પીઠ જાણે કે મારા જેવા યુવાનને લસરવાની લસરપટ્ટી હોય ! પવિત્રતા પણ બંને વચ્ચે સરખી રીતે વહેંચી છે - એનું પણ સચોટ કારણ છે, બંને જાણે રાત્રીના સમયે ફક્ત મારા માટે જ સ્નાન કરવા જતી હતી. એ તો ઠીક ! સ્નાન કર્યા પછી પવિત્રતા ધારણ કરી અને પછી મારા સિવાય કોઈ નજરે પડતું જ નહી. કદાચ સ્ત્રીઓની પવિત્રતાની નવી વ્યાખ્યા હશે ?

લસરપટ્ટીમાં લસરીને નીચે પહોંચો ત્યાં આવે બંનેનો કટીપ્રદેશ. આ એ જ કટીપ્રદેશ છે એને મારા બંને હાથ થકી ગાળિયો બનાવી ભીંસી નાખી હતી. કમર પ્રદેશ પણ સપ્રમાણ અને સુરેખ વળાંકવાળો - જાણે ચંદ્રકાંત બક્ષીની કલ્પનાનો કાચનો સ્ટેમ ગ્લાસ ! બિલકુલ એવું જ કઈક.

લાંબા અને સપ્રમાણ પગ સુરેખ અને સમપ્રમાણ એવાં કે જાણે તરાપા બનાવીને સૌંદર્ય સાગરમાં તરવાની ઈચ્છા થઇ જાય. રહી હોઠોની વાત...! એનું તે શું કહેવું ? જે મને એકલાને જ ખબર છે.

કારણ કે આ બાબત રસોઈશાસ્ત્રને સંલગ્ન છે. સચોટ કારણ છે કે રસોઈ ચાખ્યા પછી જ ખબર પડે કે રસોઈનો સ્વાદ કેવો છે ?

બંનેના અધરો છોડીને થોડા નીચે આવીએ ત્યારે કુદરત કે ઈશ્વરની શરીરની શ્રેષ્ઠ કલારચનાનો સાક્ષાત પરિચય નજરને થાય છે. સ્ત્રી શરીરની આ એક જ રચના એવી છે જેને પ્રાણી કે મનુષ્યજગતમાં સર્વોત્તમ શ્રેષ્ઠતા બક્ષી છે, જેના થકી મનુષ્ય અને પ્રાણીજગતના જીવોનો વિકાસ શક્ય બન્યો છે.

વધારે વિચારીને અને વધારે લખવા બેસીએ તો પાનાં ને પાનાં ભરાઈ જેટલું ટાંચણ નીકળે માટે આટલું જ બસ છે. દેવી તત્વો તો અમાપ છે જેના વિષે હજારો ગ્રંથ લખાયા છે અને હજુ લખાશે.

આજે પ્રિયાએ લેડીશ અને જેન્ટ્સ કલેક્શનની પ્રેઝન્ટેશન માટે એક ખાસ શોનું આયોજન કરેલ છે. આ કલેક્શનનો લેડીઝ સારીઝની ‘કોપરમેન પિંક લેડી’ અને જેન્ટ્સ માટે ‘કોપર બ્રાઉન મેન’ નામના બે કલેક્શનની લોન્ચિંગ માટે આ શોમાં ભાગ લેવા આવેલા યુવાન છોકરાઓ અને છોકરીઓ જોઇને નેવી ડેનો ફેશન શો યાદ આવી જાય છે. સાલ ૧૯૯૨ અને ૬ ડિસેમ્બર જયારે પહેલી વખત નયનતારા સાથે મારી ડેટ પર આવી હતી. કદાચ તે સમય પ્રિયાએ નયનતારાને મારી સાથે મોકલવા જે રીતે સમજાવી હતી તે યાદ આવતા દિલ પર આજે પણ મૃદુ સ્પંદનો જાગી જાય છે. ચૌદ વર્ષમાં બાવીસ વર્ષનો એ યુવાન આજે છત્રીસ વર્ષની વયે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે ! પ્રિયાએ મોકલાવેલો સુટ આજે પહેર્યો છે. પ્રિયાના લગ્ન પછી પોતાની બહેને ભેટ આપેલા કપડા પહેરીને મફતિયો માભો મારે છે અને પોતાની જાતને મોટો બિઝનેસમેન સમજે છે !

બધા મોડેલ યુવાનો અને યુવતીઓ ચેન્જ રૂમમાં પ્રિયાએ ડીઝાઇન કરેલા વસ્ત્રો પહેરવામાં અને ટ્રાય માટે વ્યસ્ત છે.

પ્રિયા નયનતારાને રૂમમાં લઈ જાય છે એટલે નયનતારા મારી સામે મૌનસુચક નજરે જુએ છે. હકારમાં ડોકું હલાવીને અને તેને પ્રિયા સાથે જવા મંજૂરી આપું છું.

થોડીવાર પછી નવી બદલાયેલી હેરસ્ટાઈલ અને નવા રંગરૂપમાં અને પ્રિયાએ ડીઝાઇન કરેલી એક શાનદાર સાડી અને લો કટ બ્લાઉઝ પહેરેલી મારા મનની એકમાત્ર સૌંદર્યસામ્રાજ્ઞી મારી નાગરાણી નયનતારા પદ્મિની જેમ મહાલતી આવે છે અને મારી બાજુમાં બેસે છે. તેની પાછળ પાછળ પ્રિયા અને તરુણ પણ આવીને અમારી આજુબાજુ ગોઠવાઈ જાય છે.

મારી બાજુમાં બેઠેલી નયનતારાના ઠસ્સા જોઇને હું અચંબિત થઇ ગયો હતો. મારી નજર તેના આછા મેકઅપ કરેલા ચહેરા પર ગઈ, ખુબસુરતીની ભાષાની નજાકતની ગઝલોની ભીની ભીની શબનમી આંખોમાં જાણે શરાબી નશો છલકાય છે અને સમી સાંજે આ પુરુષ નાગરાણીના કામબાણથી વિંધાય છે. ઈશ્વર પણ મોજીલો છે, થોડા થોડા દિવસે જીનને પૂરવા નવી નવી બોટલો મને મોકલતો રહે છે.

નયનતારા એક પછી એક રેમ્પ પર ચાલતા મોડેલ યુવાન અને યુવતીઓ જોવામાં મશગૂલ હતી ત્યારે આછી પારદર્શક સાડીની આરપાર દેખાતી લો કટ બ્લાઉઝની કામણગારી કલાત્મક કમાલ થકી દેખાતી તેના સ્તન-સૌંદર્યની ઝાંખી કરાવતી કરામતે માઝા મૂકી છે. છેલ્લા ચૌદ વર્ષથી આ ગ્લોશીપેપર સમી કાયા પર આ દસ ધોરણ પાસ બિઝનેસમેને એકડિયા ઘૂંટીને નયનતારા નામના વિષય ઉપર પીએચડી કરી છે, છતાં પણ હજુ સુધી એવું લાગે છે કે મારો આ વિષય ઉપર અભ્યાસ અધૂરો છે.

નયનતારા ધીરેથી મારા કાનમાં કહે છે, એકમાત્ર ચર્ચાસ્પદ શબ્દપ્રયોગ કરે છે, ‘હલકટ માણસ, કોઈ દી બાયડી જોઈ નથી...?’

હું પણ ચર્ચાસ્પદ વિધાનને ખણખોદીયા પત્રકારોની જેમ મરીમસાલો ભભરાવી નયનતારાના કાનમાં કહું છું : ‘બાયડીઓ તો ઘણી જોઈ છે, પણ તારા જેવી બાયડી જોઈ નથી !’

બસ અમારા બંનેના ખૂબસૂરત લગ્નજીવનનું રહસ્ય પણ આ વસ્તુ જ છે, જે આજ સુધી અમારું પોતીકું અખંડ પ્રેમગાન છે; જેને આજે ચૌદ વર્ષ વર્ષ પુરા થયા છે.

આજે તો પ્રેમની ભાષા માટે નવા સાધનો આવી ગયા છે. મોબાઈલ, ઈન્ટરનેટ, અને વિશ્વના સીમાડાઓ ટૂંકા કરતુ સત્ય છે ગ્લોબલાઈઝેશન. આ ત્રણે વસ્તુઓ થકી દસ હજાર કિલોમીટર બેઠેલા સાથીના મનની ભાષા સમજી શકાય છે.

પણ મારી પાસે તો ચૌદ વર્ષ જૂનો સાથીની મનની ભાષા સમજવાનો પ્રેમ નામનો શબ્દકોશ છે, જેનો આજે પણ હું ઉપયોગ કરું છું.

નયનતારા માટે મેં હંમેશા એક વાક્યનું રટણ કર્યે રાખ્યું છે. જયારે સાવ એકાંતમાં અમારા બેડરૂમમાં અથવા કોઈ એવી જગ્યા હોય જ્યાં અમારા સિવાય કોઈની હાજરી હોતી નથી ત્યારે જ કહું છું : ‘એય...નયનતારા, આવું તે બેફામ સૌંદય તારું ઘાયલ કરી દે તેવું, તને એવું નથી લાગતું કે હવે મારે કામધંધો છોડીને તારી પાસે બેસી અને તારા રૂપને પીતા પીતા નશો કરવો જોઈએ, ગણતરીઓ છોડીને ગઝલ રચવી જોઈએ, શેરોને વેચીને શાયરી કરવી જોઈએ. કાંઈક તો કહે મને કે તારા એકાંતમાં આ કાન્તની કિંમત શું છે ?’

ઘણી વખત નયનતારા મને કહે છે : ‘તે કદી પણ તારા મુખેથી મને આઈ લવ યુ કહ્યું નથી.’ એટલે તને હું જવાબ આપું છું કે ‘અમે રહ્યા કાઠીયાવાડી, ભાષા અમારી એક ઘા અને બે કટકાવાળી. અહીયા તો ગુલાલની ગમ્મત થાય છે, એટલે બાઈઓને ઊલટા ચોંટીયે છીએ અને સામેથી અમે પૂછીએ છીએ કે - તું મને પ્રેમ કાં નથી કરતી ?’

એટલે ઘણીવાર નયનતારા મને કહે છે કે ‘અમારા નાગર જેવી રસિકતા તારામાં ક્યાંથી આવી છે...?’

એટલે તેને કહું છું કે ‘તારા જેવી રૂપસી અને રસિકડી નાગરાણી જેવી પત્ની હોય તો નાગર તો શું.. નાગાલેન્ડનો માણસ પણ તારી નજાકત જોઇને રસિકડો થઇ જાય..!’

વિચારોમાં પ્રિયા અને તરુણનો આ કાર્યક્રમ પૂરો થાય છે. તરુણ અને પ્રિયાની હાઈપ્રોફાઈલ આજના શોમાં મોટી ફિલ્મી હસ્તીઓ, અમીરોના શોખીન લાઈફમાં નવાબઝાદાઓ અને નવાબઝાદીઓ, કલાના કદરદાનો અહી પધારવાનો અંદાજ નિરાળો લાગ્યો હતો.

કાર્યક્રમ પૂરો થતા પ્રિયા તેના કલેક્શન ડિઝાઈનને ‘ફેમિલી ફેશન’ જેવું નામ આપે છે અને મને અને નયનતારાને રેમ્પ પર આવવા નિમંત્રણ આપે છે. એટલે હું અને નયનતારા રેમ્પ પર પ્રિયા પાસે પહોંચી ગયા.

એટલે પ્રિયાએ આ કલેક્શનની ડીઝાઇનની પ્રેરણા માટે અમારા બંનેનું નામ આપે છે અને કહે છે કે ‘મારા ભાઈ અને ખાસ તો તેની વાઈફ મોટેભાગે સાડી પહેરે છે તેને જોઇને આ ડિઝાઈનનો વિચાર મારા મગજ માં આવ્યો હતો અને આજના દિવસે આ બંનેની મેરેજ એનીવર્સરી હોવાથી આજનો શો મારા ભાઈ તથા ભાભીને નામે કરું છું.’ પ્રિયાનું ભાષણ પૂરું થતા જ ફોટોગ્રાફરો ફ્લેશોની ઝડી લાગી જાય છે.

આજે રાતની ડીનર પાર્ટી પ્રિયા અને તરુણ તરફથી અમારા લગ્નની ચૌદમી એનીવર્સરી માટે આપી હતી અને આ પાર્ટીમાં ખ્યાતનામ હસ્તીઓની હાજરી ઊડીને આંખે વળગી હતી. ઘણી વખત અમુક પત્રકારો ક્યારેક આડાઅવળા સવાલ પુછાતા હોય છે, જેનો આજે અમને બંનેને અનુભવ થઇ ગયો હતો. એક મહિલા પત્રકારે અમને બંનેને એક સવાલ પૂછ્યો કે, ‘તમારા બંનેનું કાર્યક્ષેત્ર અલગ હોવાથી ઘણી વખત પાંચથી દસ દિવસ સુધી અલગ રહેવું પડે છે ત્યારે તમારા બંનેમાંથી કોઈને કદી અવિશ્વાસની લાગણી પેદા થઇ છે ?’

એટલે હું જવાબ આપવા જતો હતો ત્યારે નયનતારા મારી સામે જોઇને મને કહ્યું કે, ‘વેઇટ...લેઇઝ ફર્સ્ટ !’ એટલે નયનતારાએ પેલી પત્રકારને સામો સવાલ પૂછ્યો કે,

‘આર યુ મેરીડ...?’

પેલી કહે છે : ‘ના.. મારા ડિવોર્સ થયા છે.’

એટલે નયનતારા પેલી પત્રકારને કહે છે કે ‘આ સવાલ અમને બંનેને પુછવા કરતા તે તારી જાતને પૂછ્યો હોત તો વધુ સારું રહેશે.’

પેલી પત્રકારનું મોઢું જરા ખાસીયાણું બની ગયું અને પ્રિયા તે પત્રકારને કહે છે : ‘આ કપલ લગ્નના સાત ફેરાથી જોડાયું નથી બલ્કે આ કપલ સ્વર્ગમાંથી ધરતી ઉપર ઊતર્યું છે.’

આ પત્રકારને જતી જોઇને એક મેઘાણી સાહિત્યની પંક્તિ યાદ આવે છે :

‘હટ ! રસ્તે પડ પગલી !

તું તો છે દેરાની ટકોરી જેવી :

જે આવે તે વગાડે.’

જિંદગીમાં પહેલી વખત સ્ત્રીજાતિ માટે આ શબ્દો યાદ આવ્યા એટલે થોડી ખિન્નતાની લાગણી અનુભવાય છે. છતાં પણ જિંદગી છે એટલે નયનતારાના જોખમી સૌંદર્યની વચ્ચે પણ જીવવાની મોજ માણું છું.

થોડા દિવસો પછી પ્રિયાના પાર્સલમાં ખ્યાતનામ ફેશન મેગેઝીન નીકળે છે જેમાં અમારા બંનેના અને પ્રિયા અને તરુણ ના ઘણા ફોટાઓ છપાણા હતા અને જેમાંનાલખાણોના ઘણા મથાળાઓ અલગ અલગ શબ્દોમાં જોવા મળ્યા હતા. જેમકે ‘લેટેસ્ટ ફેશન ક્રેઝ ફ્રોમ ગુજરાતી વિલેજ કલ્ચર’, ‘ધ ફેમિલી ફેશન-ફેશન કલેક્શ ઓફ પ્રિયા અને તરુણ પંચાલ’ વગેરે વગેરે.

મમ્મીને આ ફોટો દેખાડ્યા એટલે રાબેતા મુજબ તેનો લેટેસ્ટ ટ્રેન્ડ જાણવા મળ્યો : ‘જોઈ લીધી મારી વહુ ને ! અને તારો ફોટો જોઈ લે, પાંત્રીસ છત્રીસની લાગે છે તને દીકરા..?’

સમય સમયની વાત છે. સમય બળવાન છે, જિંદગી હવે આરામદાયક લાગે છે. ‘હવે બહુ દોડાદોડી કરવાની ઈચ્છા નથી.’ નયનતારા કહે છે.

‘શા માટે ?’

એટલે નયનતારા કહે છે : ‘હવે આપણને બંનેને આડત્રીસમુ વર્ષ બેસી ગયું, તને ખબર પડી કે નહી ?’

‘તો શું થયું ? હજુ પણ કડેઘડે છું કે તું થાકી જાય છે ?’

નયનતારા કહે છે : ‘રૂપતારા ચૌદ વર્ષની થઇ ગઈ છે અને તારી બંને ફોટો કોપીઓ દસ વર્ષની થઇ ગઈ છે.’

‘તો શું તકલીફ છે ? ત્રણે છોકરાઓ તો મુંબઈમાં સ્ટડી કરે છે, પ્રિયાને દાદ આપવી પડે કે પાંચ છોકરાઓને સંભાળે છે.’

‘એ જ તો તકલીફ છે. મારું મન માનતું નથી. આપણા છોકરાઓને અહીયા બોલાવી લેવા છે. હવે મારે વધારે સમય તેઓની સાથે વિતાવવો છે.’ નયનતારા ના ચહેરા પર ઘણા લાંબા સમય પછી ઉદાસી દેખાય છે.

‘તું કહેતી હોય તો રૂપતારાને અહીયા બોલાવી લઈએ.’

‘કેમ ! મારા બંને દીકરાનો શું વાંક છે ?’

‘એ ભલે ત્યાં સ્ટડી કરે, થોડા મોટા થશે પછી ફોરેન મોકલી આપીશું.’

‘ના ! મારા એક પણ છોકરાને ફોરેન સ્ટડી માટે મોકલવો નથી.’

‘શા માટે ?’

‘રામ ! હવે અહીયા આપણે ત્યાં ટોપક્લાસ યુનિવર્સીટીની ખામી થોડી છે...? આપણા બંને દીકરાઓને આખરે તો આપણો બીઝનેસ જ સંભાળવાનો છે.’

‘એ વાત નથી... પણ એક વાર સંતાનને નવા વાતાવરણમાં મોકલવા જરૂરી છે. અલગ અલગ સંસ્કૃતિની પ્રજાઓના માહોલમાં બે-ચાર વર્ષ પોતાની જિંદગી જીવે એટલે તેને પોતાની જાતને સ્વતંત્ર રીતે સક્ષમ બનાવી શકે છે.’ નયનતારાને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરું છું.

‘રામ...! પ્રિયાનો ફોન હતો ત્યારે કહેતી હતી કે રૂપતારાને પણ એના ફઈબા ની જેમ ફેશન ડિઝાઈનિંગના કામમાં વધુ રસ પડે છે. કહે છે કે આ ચૌદ વર્ષની છોકરી એના બાપ ઉપર ગઈ છે. એની કલ્પનાશક્તિ પૂરબહારમાં ખીલી છે. જો ભાઈ હા કહે તો એની ટેલેન્ટને આ ફિલ્ડમાં અજમાવવાની જરૂર છે.’

‘મારી કોઈ ના નથી...! આપણા સંતાનો પર ઠોકી બેસાડવાની મારી આદત નથી એ વાતનો તને બરાબર ખ્યાલ છે.’

‘રામ ! રૂપતારા ચૌદ વર્ષની ઉમરે નયનતારાની કોપી લાગે છે, પ્રિયા કહેતી હતી કે...?’

‘કેમ બોલતી નથી...?’

‘તું નારાજ થશે એટલે મને ડર લાગે છે ! એ કહેતી હતી કે આ છોકરી તો મોડેલ બનવાને લાયક છે...!’

એક લાંબો શ્વાસ લેવો પડે છે. મગજમાં કાઠીયાવાડી પ્રકૃતિ હજુ સુધી ગઈ નથી એટલે વિચારવા મજબુર બનવું પડે છે.

‘તું ચિંતા છોડી દે, હું પ્રિયા સાથે વાત કરી લઈશ. હજુ ચૌદ વર્ષની છે એટલે આ બાબત પર ભવિષ્યમાં વિચાર કરીશું...!’

‘તારી મરજી શું છે ?’

‘કદાચ...! હું આ બાબતે મારી નામરજી બતાવી શકું છું, ડિઝાઈનિંગ કરી શકે છે, પણ મોડેલીંગ કરવાની વાત મને પસંદ નથી.’

‘મને પણ પસંદ નથી, એટલે આજે મારું થોડું ભારેભારે થઇ ગયું છે.’ નયનતારા અને મારા વિચારોમાં ભાગ્યે જ મતભેદ જોવા મળે છે. આ સોળ વર્ષના લગ્નજીવનમાં એકબીજાની પ્રકૃતિ પ્રમાણે અને બંનેએ એકબીજાને પોતાની જાતને અમારી રીતે અમારી બંનેની સહિયારી પ્રકૃતિ પ્રમાણે ઢાળી દીધી છે.

‘રામ ! ગઈકાલે હું મારી કોલેજમાં ગઈ હતી ત્યારે તારી યાદ આવી ગઈ હતી, સૌળ વર્ષ પહેલાની જૂની યાદો ફરીથી તાજી થઇ ગઈ હતી. એક બાવીસ-ત્રેવીસ વર્ષનો એક યંગ છોકરો બુલેટમાં આવ્યો અને કોલેજના ગેટ પાસે ઊભો ઊભો મોબાઈલમાં વાત કરતો હતો અને હું ત્યાં આપણા ડ્રાઈવરની રાહ જોતી હતી, એવામાં આ છોકારાની મોબાઈલ માં વાત પૂરી થઇ એટલે બિલકુલ તારી જેમ નફિકરા અંદાજમાં મારી સામે જોયું એટલે મનમાં તારા પ્રત્યેના સ્પંદનો ફરીથી જાગી ઉઠ્યા હતા.’ નયનતારાની આંખોમાં એ જ ચૌદ વર્ષ પહેલાના હિરાની ચમક દેખાતી હતી.

જૂની વાતો યાદ આવતા જ નયનતારાની બાજુમાં બેઠેલો તેનો પતિના યુવાન આત્મા ને ખોળિયાને આત્મસાત કરે છે.

‘એ નયનતારા...! આજ આડત્રીસ વર્ષની ઉમરે પણ તું આપણી સુહાગરાતના રોમાંચની પરાકાષ્ઠા કરતા વધુ પ્રમાણમાં એ પરાકાષ્ઠાની હદ પાર કરી શકે છે ! હવે જ આપણી સેક્સ લાઈફને સાચી રીતે માણવાની છે. કારણકે તારા હોઠોના રસ પીને મેં યુવાનીનું અમરત્વ પ્રાપ્ત કર્યું છે અને શરાબના નશાની જગ્યાએ નાગરાણીની આંખોનો નશો કરીને મારી યુવાનીના આલમને બેફામ અને છાકટો બનાવ્યો છે.’

‘સાલા ! નાલાયક ! મારો પતિ છે કે મારી ખુબસુરતીનો દુશ્મન છે ! તું કહે તે પહેલા જ બાથરૂમમાં જઈને ઝાકુઝીમાં પાણી ભરીને આવું છું.’ મને અચાનક યાદ આવ્યું સાથીના મનની ભાષાનો શબ્દકોશ તો નયનતારા પાસે પણ છે.

છેલ્લા ત્રણ વર્ષથી ત્રણે બાળકો મુંબઈમાં હોવાથી કદી પણ નયનતારાને એકલું લાગે નહી તેનો બરોબર ખ્યાલ રાખું છું. હું ભલે મહિનામાં પંદર દિવસ કે વીસ દિવસ ઘરે આવું છું પણ આ પંદર-વીસ દિવસના સમયમાં સમાજના પતિ-પત્નીનો માભો જાળવીએ છીએ અને બેડરૂમમાં પ્રેમી-પ્રેમિકા બની જઈએ છીએ.

ઝાકુઝીમાં હુંફાળા પાણીના ટીપાઓ નયનતારાના દેહના સૌન્દર્યમાં ઔર નિખાર લાવતા હતા અને નયનતારાને ઝાકુઝીમાં મારા ટેકે બેસવાની આદત પડી ગઈ છે. અસબાબની બિલાફ્તના માહોલમાં શિષ્ટાચારની જબાન નાફરમાની છે. આ યુવાની જાળવી રાખવા અને બંનેએ અમારી જાતને પરસેવામાં ઓગળી નાખી છે એટલે સોળ વર્ષ પહેલાના અમારા બંનેના શરીરોના વજન આજ સુધી જાળવી રાખ્યા છે. યોગ અને કસરતની કમાલથી અમારી કાયા ચેતનવંતી રાખી છે. માંસાહાર અને શરાબ છોડ્યા પછી જિંદગી સંગીન બની છે.

‘રામ ! તું મહિનામાં દસ-પંદર દિવસ સુધી બહાર રહે છે એ દરમિયાન કદી પણ તારી એકલતા ને દૂર કરવા શરાબ કે સુંદરીનો સહારો લીધો છે ? આ સવાલને આજે સોળ વર્ષ પછી પહેલી વખત પૂછ્યો છે.’ નયનતારા ઝાકુઝીના પાણીમાં રમત રમત કરતા મને પૂછે છે.

‘કદી પણ આવો વિચાર આવ્યો નથી, પણ જયારે મુંબઈમાં રહેવાનો વારો આવે છે ત્યારે રાજવીર સાથે રોજ રાત્રે ગો બનાના ડિસ્કોથેકમાં જઈને બીયર પીવાનું અને નાચવાનું મને બહુ ગમે છે, એ તો તું જાણે છે, કદાચ તારી ઈચ્છા હોય તો તમારી નાતમાંથી પાંત્રીસ વર્ષની બીજી નાગરાણી શોધી શકે છે એટલે તને આરામ પણ મળી જશે.’ નયનતારાને અચાનક ઝાટકો લાગે છે. પોતાની કમરને નેવું ડીગ્રીએ ફેરવીને મારી સામે આંખોનું ત્રાટક કરે છે.

ફરીથી નયનતારા મોમાંથી અખબારી આલમનો ચર્ચાસ્પદ શબ્દ નીકળે છે : ‘હલકટ માણસ ! અમારી નાગરજાતીમાંથી ત્રીસ-પાંત્રીસ વર્ષની કુંવારી છોકરી જોવા મળશે, કારણ કે ત્રીસ વર્ષ પછી તો અમારા નાગર ના છોકરાઓ અને છોકરીઓ પરણે છે ! કદાચ હું પહેલી એવી છોકરી હતી જેને અભ્યાસની સાથે સાથે બાવીસ વર્ષની ઉમરે લગ્ન કર્યા છે અને તને કોઈ નહી ને આ નાગરાણી કઈ રીતે નજરમાં આવી તે રહસ્ય આજ સુધી અકબંધ છે.’ વાતને પૂરી કરતા મારા મો પર પાણીની છાલક મારે છે.

‘નયનતારા એક વાત પૂછું ?’

‘પૂછી લે તારે જે પૂછવું હોય તે, બેધડક બોલી જા.’ આજે નયનતારાનો મૂડ બદલાયેલો છે.

‘તમારી હોસ્પીટલમાં ઘણા યુવાન ડોકટરો તારા જુનિયર છે. મારી ગેરહાજરીમાં કોઈ યુવાન ડોક્ટર જોડે રોમાંસ કરે છે એવું મને જાણવા મળ્યું છે.’ નયનતારાની ફિરકી લેવાનો ઈરાદો જાહેર કરું છું.

‘તારી કાઠીયાવાડી ભાષામાં જ હું તને જવાબ આપું છું...! તું કાઠીયાવાડી ભાયડો છે કે નમાલો પતિ...?’

હવે તો મારે નયનતારાને જવાબ આપવો જ પડશે : ‘આ કાઠીયાવાડની ભૂમિ છે અને ભાયડાઓની ચિતા જલતી હોય ત્યારે પણ તેની વિધવાઓની ગુલાબી સાદગી હોય છે. અહીયા ખાદ્ડાઓની ખિદમત થતી નથી અને ભાઈડાઓના ભાવ પૂછાય છે, સમજી કે નહી કે સમજાવવું પડશે...! નયનતારા ડાર્લિંગ...!’

‘આવા માથાભારે ભાઈડાની બાયડી સાથે બચારા કબૂતર જેવા નરમ દિલ યુવાનોની હિંમત છે કે રોમાન્સ કરી શકે !’ નયનતારાએ પણ મારી ભાષામાં જવાબ આપ્યો.

‘કદી પણ તને આજના યુવાનોનો કડવો અનુભવ થયો છે ?’

‘એક સાચી વાત કહું છું. આજના યુવાનો પોતાના કામ પ્રત્યે બહુ વફાદાર છે. ઓપરેશન થીયેટરમાં જૂનિયર ડોક્ટરોની આંખમાં જીગ્યાસાભાવ દેખાય છે અને આ ૨૦૦૮ની સાલના યુવાનોની આછકલાઈમાં પણ વિનમ્રતાના ભાવ દેખાય છે. તને એક વાતનો આજે ફોડ પાડું છું જે જૂનિયર ડોકટરો મારાથી બાર-પંદર વર્ષ ઉમરમાં નાના છે તેના માટે અનાયાસે મારા મુખેથી ‘બેટા’ના નામનું સંબોધન થઇ જાય છે.’ નયનતારા ભાવુક થઈને બોલે છે તે મનને સ્પર્શી જાય છે.

મારી સાથે સદાય પ્રેમિકા જેવું અલ્લડન વર્તન કરતી આ નાગરપુત્રી નયનતારાએ કદી પણ મને એક મોટા બિઝનેસમેન હોવાનો અહેસાસ થવા દીધો નથી, આ ઓર્થોપેડિક સર્જન પત્નીએ કેટલી ભૂમિકા ભજવી છે - પ્રેમિકા, પત્ની માતા, ભાભી, માર્ગદર્શક અને જૂનિયર ડોકટરો માટે મેડમ ગુરુ બની છે ! એક બિઝનેસમેન હોવાને નાતે મને એક વાત સમજાઈ ગઈ છે કે ‘આ ગુણિયલ અને સંસ્કારી નાગરપુત્રીએ જાતીય સંસ્કાર ભૂલીને બાવીશ વર્ષ એક લુહાર પુત્રને પરણીને આ બિઝનેસમેનને સંસ્કાર અને સભ્યતાની બંપર કમાણી કરાવી છે.’

‘નારાજ છે મારાથી નયનતારા...!’

‘રામ ! તારો ચહેરો જ એવો છે, નારાજ થયેલી સ્ત્રીઓને પણ તારા હોઠોને સ્પર્શ કરવાની અબળખા જાગે છે.’ નયનતારાની આંખોમાંથી આજે રોમાંસની ઉલ્કાઓ ખરે છે.

‘તો તારે ફરીથી નેવું ડિગ્રીએ કમરને કરવી પડશે.’

‘ઓહ...! તારા માટે તો ત્રણસો સાઈંઠ ડિગ્રીએ કમરને ફેરવી શકું છું.’

‘નારાજ થયેલી સ્ત્રીની અબળખાઓનું શું ?’

‘આવી ગયોને સીધી લાઈન ઉપર, મારો કાઠીયાવાડી ભાઈડો ? બસ, તારી આ કાઠીયાવાડી ભાષાની મર્દાનગીએ જ મને સદાય મર્દાના સ્ત્રી બનાવી રાખી છે, સ્ત્રીઓને ખુશ કરવાના નવા નવા નુસખાઓ તું કયા બિઝનેસમાંથી કમાઈને તારી પત્ની પાછળ ખર્ચી નાખે છે ?’ નયનતારાની ભાષામાં નાગરત્વની ઝલક દેખાય છે.

‘નયનતારા...! સોળ વર્ષના લગ્નજીવનમાં તે મને તારી આખી જિંદગીની કમાણી આપી દીધી છે. મને એવું લાગે છે કે તારી ખૂબસુરતીના ખજાનાનો હું કુબેર ભંડારી છું.’

‘કાઠીયાવાડી અને કવિતા, કઈક અજૂગતું નથી લાગતું રામ...!’ નયનતારા આંખોના ત્રાટક કરતા કહે છે.

તો સાંભળી લે આ કાઠીયાવાડી કવિને

‘કાઠીયાવાડીના અંતરની ઉષ્માઓ ઊડીને તારી છાતીએ વળગે છે,

ને જાણે પંખીડા બની કલકલ ઊડે છે.’

‘રામ... તારું કવિઓ જેવું લાગણીશીલ હૃદય અને પ્રેમી જેવું વર્તન મારા મનમાં ક્યારેક સવાલ ઊભો કરે છે કે તારા બિઝનેસના ફિલ્ડમાં હરીફો સાથેની તારી કઠોરતા અને કંપનીના કર્મચારી પર મેનેજમેન્ટની ધાક કઈ રીતે ઊભી કરી છે ? તારા હરીફની હાલત આજે શું છે ? અજય પારેખ અને નવનીત આશરની આજે પોઝીશન શું છે ? તું આટલો શ્રુડ કઈ રીતે બની જાય છે, એ મારે માટે આજે પણ એક ગૂઢ રહસ્ય છે !’ નયનતારાએ આજ સુધી આવી બાબત પર ભાગ્યે જ ચર્ચા કરી હશે.

‘દરેક કંપનીઓમાં સ્ટોરથી લઈને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ સુધીમાં અમારા ખાસ વિશ્વાસુ માણસોમાંથી કોઈ એકથી બે વ્યક્તિ સામાન્ય હોદ્દા પર બેસાડેલી હોય છે. તેને ફક્ત એટલું જ કામ કરવાનું હોય છે કે પોતાની આજુબાજુના સ્ટાફના માણસોમાં મેનેજમેન્ટને પ્રિય થવાનો અને અંદરોઅંદર સ્ટાફમાં એક જાતની હરીફાઈ જેવો માહોલ બનાવવાનો હોય છે. એટલે સ્ટાફ નો એક માણસ કઈ પણ ખોટું કરતા પહેલા સજાગ રહે અને મેનેજમેન્ટને પ્રિય થવા દિલ દઈને કામ કર્યે રાખે છે. સામાન્ય સ્ટાફના માણસથી લઈને એક્ઝીક્યુટીવ કક્ષાના માણસ વચ્ચે એક એવી માઈન્ડગેમ રમાય છે અને થોડા થોડા દિવસે એવી અફવા ફેલાવાય છે કે ફલાણા પ્લાન્ટમાંથી કોઈપણ સૂચના વગર એક ઓફિસરને ઘરે બેસાડી દેવામાં આવ્યો છે, જેમાં સ્ટોર ઇન્ચાર્જથી લઈને ઓફિસર કક્ષાના માણસોના નામ ઉછળતા રહે છે. આ એક જાતની માઈન્ડગેમ છે. થોડુંઘણું ખોટું તો બધે થતું હોય છે. વધારે પડતું પર્ચેઇઝ ડીપાર્ટમેન્ટ પર ધ્યાન આપીએ તો ખોટું થવાની શક્યતા બહુ નહીવત્ત રહે છે.’ નયનતારાને બધી ચોખવટ કરવી જરૂરી લાગે છે.

‘પેલા અજય પારેખ અને નવનીત આશરની આજે પોઝીશન શું છે ?’ નયનતારાએ ઝાકુજીના ટબને આજે બોર્ડરૂમમાં ફેરવી નાખ્યું છે.

આ બંને માણસોને ગાલને તમાચો મારી લાલ રાખવાની આદત પડી ગઈ છે. આપણા કાઠીયાવાડની એક કહેવત યાદ રાખવી જરૂરી છે કે ‘પછેડી હોય તેટલી સોડ તાણવાની’ એટલે આ લોકોએ આ કહેવતને ગણકારી નહી અને છેવટે બિઝનેસમાં બંનેની ખૂબસૂરત પત્નીઓનો ગેરઉપયોગ થતા આ લોકોની પછેડી ટૂંકી પડતી ગઈ અને છેવટે દારુએ બરબાદ કરી નાખ્યા. અતિ ધનવાન માણસો ખૂબસૂરત પત્ની કે પ્રેમિકા કે ઉપપત્ની અને દારૂ વચ્ચે જો બેલેન્સ ના જાળવી શકે તો છેવટે ઊંચેથી નીચે પટકાતા વાર લાગતી નથી. કદાચ તારા જેવી બુદ્ધિશાળી અને ઉચ્ચ અભ્યાસી અને નાગરપત્ની મને મળી ન હોત તો આજે મારું ચિત્ર કઈક અલગ હોત. ભણતર ક્યારે દીપે ? જયારે ભણતર અને ગણતર બંનેનો સમન્વય હોય તો જ ભણતર દીપે છે.’ નયનતારાને ઝાકુઝીના ટબમાં બિઝનેસ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે છે અને તે પણ અસબાબી બિલાફ્તના માહોલમાં...!

‘રામ...! હજુ પણ તું મૂળ વાત છુપાવે છે. બંનેને બરબાદ કરવાનો પ્લાન તારા ભેજાની કમાલ હતી. તારી પત્ની છું એટલે મને બધી ખબર હોય છે !’ નયનતારા સર્જનમાંથી ડિટેકટીવ બની ગઈ છે.

‘ઓકે...! તને ખબર છે તો તું મને સાચી હકીકત કહી દે.’

‘સૌથી પહેલા તે બંનેની સેક્રેટરીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ બંને સેક્રેટરીઓને સમજાવી અને અજય પારેખ સાથે રચના પાટીલની મુલાકાત ગોઠવી આપી. ત્યારબાદ નવનીતની સેક્રેટરી દ્વારા નવનીત સાથે સુહાસિની ચક્રવર્તીની મુલાકાત ગોઠવી આપી હતી.

‘ધીરે ધીરે તારા બંને હરીફોને આ લલનાઓની કામણગારી કાયાઓના ગુલામ બનાવી નાખ્યા હતા અને જ્યાં શબાબની હાજરી હોય ત્યારે કબાબ, શરાબ આ બંનેની હાજરી જરૂરી હોય છે ત્યારે જ આ જોખમી રાસાયણિક પ્રક્રિયા શરુ થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓની અસર પુરુષને પુરેપુરી રીતે ભરખી જાય છે. આ બંને પુરુષોની ખૂબસૂરત પત્નીઓની એકલતાનો લાભ પણ તારી મહેરબાનીથી તારા ખાસ બિઝનેસ મિત્રોને મળ્યો છે. છેવટે તો અંજામ શું આવ્યો...? તમારા પુરુષોની દુશ્મનાવટમાં છેવટે તો સ્ત્રીઓને જ ભોગવવાનું આવે છે.’ નયનતારાનું એકધારું બ્યાન સાંભળીને તેના વિશેની કલ્પના બદલાય છે. હવે ખબર પડી કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી શા માટે હોય છે ?

‘તું આ બધું કઈ રીતે જાણે છે ? આજ સુધી તે એક પણ બોર્ડ મીટિંગમાં હાજરી આપી નથી અને મોટેભાગે તારો સમય ટ્રસ્ટ અને હોસ્પીટલના કામકાજમાં વીતે છે.’ નયનતારાને આ બધી જાણકારી કેવી રીતે મળી તેનો તાગ મેળવવા કોશિશ કરું છું.

‘તારી પત્ની છું એટલે તારી એક એક વિગતની મને જાણકારી મળે છે અને એ માટે મારું પણ એક જાસુસીતંત્ર કામ કરે છે.’ નયનતારા આજે ધૂંવાધાર બેટિંગ કરવાના મૂડમાં જણાય છે.

‘ઓહ... નયનતારા, તું તો કાતિલ દિમાગવાળી નાગરાણી છે ! તારા પ્રત્યેનું મારું અભિમાન સતત વધતું જાય છે !’

‘રામ... સાંભળી લે... મારા જાસૂસ કોણ કોણ છે, એક પછી એક નામ આવતા જ તું ચકિત થઇ જશે. તારી બહેન પ્રિયા, તારી સેક્રેટરી અને પોણા છ ફૂટ ઊંચી અમારી નાગરાણી પ્રિયાંશી રીંડાણી, તારી એડવાઇઝર અંજલી રાઠી, મારા રાહુલમામા અને તારો જમણો હાથ શશાંક તંબોલી. કેમ કાઈ બોલતો નથી...! કે બોલતી બંધ થઇ ગઈ છે ?’

ઓહ માય ગોડ... આ સર્જન તો કોઈપણ વ્યક્તિનું એનેસ્થેટિક વિના ઓપરેશન કરી નાખે તેવી છે !

‘નયનતારા, હવે બસ કર પ્લીઝ, એક કલાકથી તે આ બાથરૂમને બોર્ડરૂમ બનાવી દીધો છે. હવે તો મારું ઓપરેશન કરી નાખ અને...?’

‘સાલા... આવી ગયોને સીધી લાઈન ઉપર ? મને જોતા જ તારા હાવભાવ તુરત બદલાય જાય છે, આજે તું ડોક્ટર છે અને હું તારી પેશન્ટ છું. જલદી ઓપરેશન શરુ કરવું પડશે, નહીતર એનેસ્થેસ્ટીકની અસર ઓછી થઇ જશે.’ નયનતારાની ખામોશી આવા સમયે અત્યંત તોફાની બને છે.

બંનેના અંતરની ઉષ્મા ઝાકુઝીના હૂંફાળા પાણીમાં ઓગળી નાખવાની પ્રક્રિયા શરુ થાય છે. અચાનક શાંત પાણીમાંથી વરાળોની ખુશ્બુ રેલાતા બાથરૂમના અસબાબી ખિલાફતના માહોલ વચ્ચે શબનમી રાતના અંધકારમાં રોશનીનો આલમ સર્જાય છે. હે... શાંત પાણી હવે ઠંડા થઇ જાવ. નાગરાણી હવે સૈયા પર સંગીની બનીને ચિરનીન્દ્રામાં સરી ગયા છે.

‘નજરો મેં તેરી કોશિશ કા આલમ, દિલ મેં હૈ અરમાનો કી સરગમ,

કિયા મુજે તેરે નૂરને ઘાયલ, નઝારો મેં મચી દર્દી કી હલચલ,

મેં ભી દિયા મેરે જીયા કો... તેરે ઈશ્કને, લૂંટ જાઉ... લૂંટ જાઉ.. ઉસ કર્ઝ પે.’

કદાચ મારી નયનતારાનું કર્જ સાત જન્મમાં પણ નહી ચૂકવી શકું, પણ નયનતારા તો સો જન્મના સાથ નિભાવવાનું એક્સટેન્શન માંગે છે...!

ફિલ્મી ગીતોને મારા ભરચક બિઝનેસ શેડ્યુલ વચ્ચે સાંભળવાનો એક પણ મોકો છોડતો નથી. જૂના અને નવા બંને પ્રકારના ગીતો રમે છે. મારી બધી ઓફિસમાં મ્યુઝીક સિસ્ટમ રાખેલી છે, જયારે જયારે અતિશય કામથી મગજ થાકે છે ત્યારે પંદર-વીસ મિનિટ સુધી શાંત ચિત્તે મારી પસંદગીના ગીતો સાંભળીને મગજને શાંત રાખું છું અને તણાવ પણ ઓછો થઇ જાય છે.

સુભાષ ઘાઈનું સંગીત અને સુરો પરનું વર્ચસ્વ આજે પણ અકબંધ છે. ફિલ્મ યુવરાજનું એક ગીત આજે પણ મને રોમેન્ટીક અને યુવાન બનાવે છે.

‘આજા મૈ હવાઓ મેં બીઠાકે લે ચલુ, તું હી તો મેરી દોસ્તી હૈ,

આજા મૈ ખયાલો મેં ઉઠાકે લે ચલુ, તું હી તો મેરી દોસ્ત હૈ.’

ફરી ફરીને અમો બંને બાવીસ વર્ષના થયાના સપના ફિલ્મીગીતો સાંભળીને પૂરા કરીએ છીએ.