21મી સદીનું વેર
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
કિશનની વાત સાંભળી શિખરે કહ્યુ કિશનભાઇ હું એ વાત સારી રીતે સમજુ છુ કે વકીલ અને ડૉક્ટરથી કંઇ પણ છુપાવવુ એ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. મને ખબર છે કે તમને વિશ્વાસ નથી આવતો કે કોઇ પણ જાતના પ્રોબ્લેમ વગર વાત છુટાછેડા સુધી કેમ પહોંચે? પણ હું તમને કઇ રીતે વિશ્વાસ કરાવુ કે મને પણ એજ વાત નથી સમજાતી કે શિતલ કેમ આવુ કરે છે? શરૂઆતમાં તો મને પ્રાઇવેટ ડીટેક્ટીવ રાખવાનું પણ મન થઇ ગયુ હતુ પણ હું શિતલને એટલો પ્રેમ કરતો હતો કે તે વાત મને યોગ્ય ન લાગી. અને આમ પણ તેના વિશે કંઇ પણ ખરાબ સાંભળવાની મારી તૈયારી ન હતી.
આ સાંભળી કિશને કહ્યુ શિખરભાઇ તમે ચિંતા ન કરો મારો પ્રથમ પ્રયત્નતો તમને બન્નેને ફરીથી એક કરવાનો જ રહેશે. પણ જો એ શકય નહી હોય તો પણ મારૂ તમને પ્રોમીસ છે કે હું તમારી ઇજ્જત જાય એવુ કંઇ થવા નહી દઉં.
આ સાંભળી શિખર ભાવુક થઇ ગયો અને બોલ્યો કિશનભાઇ તમારો ખુબ ખુબ આભાર. હું તમારો આ અહેસાન જીંદગીભર યાદ રાખીશ.
કિશને કહ્યુ અરે આ તો મારી ફરજ છે. અને હા હવે અમારે તમારા મમ્મી પપ્પા સાથે પણ થોડી વાતો કરવી પડશે. તમે જ્યારે પણ તે લોકો ફ્રી હોય ત્યારે અમને જાણ કરજો અમે તમારા ઘરે આવી તેમને મળી લઇશુ.
આ સાંભળી શિખરે કિશન સાથે હાથ મિલાવ્યા અને કહ્યુ ઓકે તો હું તમને કોલ કરી જાણ કરી દઇશ. અને પછી શિખર ત્યાંથી નીકળી ગયો.
નેહાએ કહ્યુ શિખરભાઇ શિતલને ખુબ પ્રેમ કરે છે. આવા પેમાળ માણસ સાથે શિતલ કેમ આવુ કરતી હશે?
કિશને કહ્યુ ક્યારેક અધુરી વાત પરથી લીધેલો નીર્ણય સામેવાળા માણસને અન્યાય કરી દે છે. હજુ આપણે જ્યાં સુધી શિખરના મમ્મી પપ્પા અને શિતલ સાથે વાત ન કરીએ ત્યાં સુધી કોઇ પણ નિર્ણય પર આવવુ એ આપણા માટે શક્ય નથી. મને પણ શિખર માટે હમદર્દી છે પણ શિતલે કંઇ પરીસ્થીતિમાં આ નિર્ણય લીધો છે તે ન જાણીએ ત્યાં સુધી શિતલ વિશે કોઇ અભિપ્રાય બાંધી શકાય નહી.
ત્યારબાદ કિશન થોડો રોકાઇને પછી બોલ્યો આપણે શિખરના મમ્મી-પપ્પાને મળીએ એટલે અડધુ ચિત્ર તો સ્પષ્ટ થઇ જશે.
નેહાએ કહ્યુ કિશનભાઇ તમારી વાત સાચી છે કોઇ પણ સ્ત્રી માટે આવો નિર્ણય લેવો સહેલો નથી. જરૂર કંઇ કારણ હશે.
કિશને કહ્યુ ચાલ હવે જઇએ. ત્યારબાદ બન્ને ઓફીસ બંધ કરી નીકળી ગયા.
બીજા દિવસે શુક્રવારે કિશન કોર્ટ પરથી આવ્યો ત્યારે નેહા કિશનની રાહ જોઇનેજ બેઠી હતી. કિશનને જોઇને તેણે કહ્યુ હમણા થોડીવાર પહેલાજ શિખરભાઇનો ફોન હતો. તેણે કહ્યુ કે આજે તેના મમ્મી-પપ્પા ઘરે જ છે એટલે ગમે ત્યારે આપણે તેના ઘરે જઇ શકીએ છીએ.
કિશને કહ્યુ ચાલ ફાઇલ અને બધુ લઇલે આપણે પહેલા ત્યાંજ જઇ આવીએ પછી આવીને બિજા કામ કરીશુ. ત્યારબાદ બન્ને શિખરના ઘરે જવા રવાના થયા.
ઓફીસ પર આવી કિશને નેહાને કહ્યુ ચાલ પહેલા ચા મંગાવ પછીજ બીજી વાત કરીએ. એટલે નેહાએ ફોન કરી ચાનો ઓર્ડર આપ્યો. બન્ને એ ચા પી લીધી ત્યાં સુધી કંઇ જ વાત કરી નહી બન્ને શિખરના મમ્મી-પપ્પા સાથે થયેલી વાતને મનમાં રીવાઇંન્ડ કરતા બેસી રહ્યા.
ચા પીધા પછી કિશને જ વાતની શરૂઆત કરતા કહ્યુ બોલ હવે તારૂ ઇન્વેસ્ટીગેસન શુ કહે છે?
નેહા એ કહ્યુ શિખરભાઇના મમ્મી તો એકદમ માયાળુ લાગ્યા. તેણે કહ્યુ કે શિતલતો મારી દીકરી જેમજ રહેતી હતી. તેના આ ઘરમા આવ્યા પછી મને એકદમ જ નીરાંત થઇ ગઇ હતી.
થોડીવાર રોકાઇને નેહા એ કહ્યુ તે તો એવુ કહેતા હતા કે જરૂર કોઇકે શિતલને કંઇક કરી નાખ્યુ છે નહીતર તે આવુ કરે જ નહી. તે તો મારી આગળ રડી પડ્યા અને બોલ્યા મારો શિખર તો શિતલને કેટલો પ્રેમ કરતો હતો. અમારા પરીવારને કોઇકની નજર લાગી ગઇ લાગે છે.
આ વાત કરતા કરતા નેહા થોડી ભાવુક થઇ ગઇ અને બોલી મારી સિક્થ સેન્સ તો કહે છે કે આ લોકો નીર્દોશ છે જે કંઇ પણ પ્રોબ્લેમ છે તે શિતલના પક્ષે જ છે.
આમ કહી શિતલ શાંત થઇ ગઇ. થોડીવારતો કિશને તેને બેસવા દીધી. પછી કહ્યુ નેહા મારો અભીપ્રાય પણ તાર જેવોજ છે. અને તને એક વાત કહુ તારી અંદર જે આ લાગણીશિલતા છે ને એ તુ જાળવી રાખજે.
કિશને આગળ વાત કરતા કહ્યુ માણસને માણસ પ્રત્યેની લાગણી ઓછી થઇ ગઇ છે. માણસોની સંવેદના બુઠ્ઠી થઇ ગઇ છે અને તેને કારણે જ આજે આ બધા ખરાબ પરીણામો જોવા મળે છે.
જ્યારે મને કોઇને રડતા જોઇને દૂઃખ ન થાય ત્યારે મારે સમજવાનું કે મારામાંથી માણસાઇ મરી ગઇ છે. આજે માણસને મુર્તિમાં ભગવાન દેખાય છે પણ સામે રહેલા જીવંત માણસમાં ભગવાન નથી દેખાતો.
નેહા કિશનને બોલતો સાંભળતી રહી.
ત્યારબાદ કિશને કહ્યુ સોરી મે તને લાંબુ લેક્ચર આપી દીધુ. હવે એ ફાઇનલ છેકે મારે માંડવી જઇ શિતલને મળવું પડશે તોજ આપણને ખબર પડશે કે સાચુ શું છે?
ત્યારબાદ કિશન રીવોલ્વીંગ ચેરમાં ટેકો દઇને આંખો બંધ કરીને વિચારમાં ખોવાઇ ગયો. આ તેની આદત હતી કે જ્યારે કોઇ વાતમાં ગુચવાઇ જાય ત્યારે આંખો બંધ કરીને વિચારમાં ખોવાઇ જાય અને તેને કોઇક ઉકેલ મળી જતો. અચાનક જ કંઇક યાદ આવતા તેણે ફોન હાથમાં લીધો અને કોઇકને ફોન કર્યો સામેથી કોલ રીશીવ થતા કિશને કહ્યુ કેમ છે સાહેબ?
સામેથી કંઇક કહેવાયુ એટલે કિશને કહ્યુ બસ સાહેબ મજા છે. આતો તમારૂ એક કામ હતુ એટલે ફોન કર્યો હતો. સુરત જીલ્લામાં મદદ જોઇએ છે. કોઇ કોન્ટેક્ટ છે?
સામેથી કઇક કહેવાયુ એટલે કિશને કહ્યુ ના ના એવી કંઇ જરૂર નથી. મારે તો માત્ર એક વ્યક્તિની તપાસ કરાવવી છે. તમારી ભાષામાં કહીએતો કુંડળી કઢાવવી છે.
ત્યારબાદ સામેથી એક નંબર લખાવ્યો જે કિશને ટેબલ ડાયરીમાં નોંધી લીધો અને પછી આભાર માની ફોન મુકી દીધો.
કિશને ફરીથી ડાયરીમાં આપેલ નંબર પર ફોન કરી થોડી વાત કરી અને પછી સામેથી થોડી વિગત લખાવાઇ તે વિગત કિશને ડાયરીમાં નોધી લીધી.
ત્યારબાદ કિશને શિખરને ફોન કરી કહ્યુ કે તમે મને મારા વોટસ એપમાં શિતલનો લેટેસ્ટ ફોટો મોકલો. અને તેનુ માંડવીનું સરનામુ પણ મોકલજો.
નેહા સામે બેઠી બેઠી આ બધુ જ જોયા કરતી હતી. ત્યારબાદ કિશને નેહાને કહ્યુ આ મારા મોબાઇલમાં હમણા શિખર શિતલનો ફોટો અને એડ્રેસ મોકલશે તે આ ડાયરીમાં લખેલ મેઇલ આઇડી પર સેન્ડ કરી દે. અને હા આપણુ કાર્ડ પણ તેને સેન્ડ કરી દે. નેહા એ કિશનનો મોબાઇલ લઇને કામે લાગી ગઇ.
ત્યારબાદ કિશને નેહાને પુછ્યુ આપણી દર મહીના આવક જાવકની ફાઇલ આપતો. આ સાંભળી નેહાને નવાઇ લાગી કેમકે આ ફાઇલ નેહાજ મેન્ટેન કરતી કિશન ક્યારેય જોતો નહી.
નેહાએ ફાઇલ કિશનને આપીને કામે લાગી ગઇ. કામ પતી ગયું એટલે નેહાએ કિશનને મોબાઇલ પાછો આપી દીધો.
કિશને નેહાને કહ્યુ અહી આવ તારી સાથે વાત કરવી છે. એટલે નેહા કિશનની સામે ગોઠવાઇ ગઇ.
તને એક વાત કરવાની રહી ગઇ છે. આપણે થોડા સમય પહેલા મેઘાવાળો કેસ જીતી ગયા હતા તે યાદ છે?
નેહાએ હા મા માથુ હલાવ્યુ એટલે કિશને આગળ ચલાવ્યુ તે મેઘાનો ભાઇ ગણેશ તે વખતે આર્મીમાં હતો. તે મને એક અઠવાડીયા પહેલા અચાનક મળી ગયો હતો. તેણે આર્મીમાં જોબ છોડી દીધી છે. તે આર્મીમાં ટેકનીશીયન તરીકે કામ કરતો હતો. તેનુ કામ જાસુસી કરવાનું અને જાસુશીને લગતા સાધનો બનાવવાનું હતુ તે મને કહેતો હતો કે કોઇ નોકરી હોય તો કહેજો.
આ સાંભળી નેહા વિચારમાં પડી ગઇ કે તેનું આ વાત સાથે શું કનેક્શન છે? તેના હાવભાવ જોઇને કિશને કહ્યુ હું તને બધુ જ કહુ છુ એટલે તને સમજાઇ જશે કે હું આ વાત તને હમણા શું કામ કરૂ છું?
ત્યાર બાદ કિશને કહ્યુ મે આ ફાઇલ એટલે માગી હતી કે આપણી આવકમાં અત્યારે એક માણસને પગાર આપી શકાય એટલી જગ્યા છે કે નહી. મે જોયુ કે આપણી આવક દર મહીને વધી રહી છે અને એક માણસ રાખીએ તો કોઇ પ્રોબ્લેમ નથી. મારો વિચાર છે કે આપણે દરેક કેસમાં ઇન્વેસ્ટીગેસન તો કરવુ જ પડશે જો આવો કોઇ માણસ આપણી પાસે હોય તો આપને ધારીએ તે માહીતી મેળવી શકીએ અને તો પછી આપણી કેસ જીતવાની શકયતા વધી જાય. આમા તારો શુ અભીપ્રાય છે?
નેહાએ કહ્યુ તમારી વાત એકદમ સાચી છે દર વખતે કોઇ ડીટેક્ટીવ એજન્સીને કામ સોપવા કરતા આ માણસ આપણને બધી રીતે મદદ કરી શકે. પણ તમે એક વાર ફરીથી ફાઇનાન્સીયલ રીતે ચેક કરી લેજો. પાછળથી કોઇને નોકરીમાંથી કાઢવો પડે તે યોગ્ય ન કહેવાય.
કિશને કહ્યુ તારી વાત સાચી છે હમણા થોડો ટાઇમ આપણે તેને કોન્ટ્રાક્ટ પર રાખીશુ. જે કામ કરશે તેના પૈસા આપશુ. અને પછી જો આવક વધશે તો કાયમી રાખી લેશુ.
નેહાએ કહ્યુ હા એ બરાબર છે.
ત્યારબાદ કિશને નેહાને ગણેશે આપેલુ કાર્ડ આપ્યુ અને કહ્યુ તુ તેને મળવા સોમવારે બોલાવી લે. હુ શની-રવિ ઓફીસે નહી આવુ. નેહાએ કાર્ડ લઇ તેના ખાનામાં મુકી દીધુ.
કિશન નેહાને હજુ કંઇક કહેવાજ જતો હતો ત્યાં મોબાઇલની રીંગ વાગી એટલે તેણે ફોન હાથમા લીધો અને જોયુતો સુનીલનો જ ફોન હતો. કિશને ફોન રીશીવ કરીને કહ્યુ બોલ બોલ ક્યારે નીકળે છે?
સામેથી સુનીલે કહ્યુ યાર, એક પ્રોબ્લેમ થઇ ગયો છે હું હમણા નીકળવાનોજ હતો ત્યાં એક ફોન આવ્યો કે મારા એક મિત્રનો અકસ્માત થયો છે અને હોસ્પીલમાં દાખલ કર્યો છે એટલે હવે મારાથી નીકળાશે નહી. હું આવતા અઠવાડીયે આવીશ.
કાંઇ વાંધો નહી તું જા હોસ્પીટલ પહોંચ પછી આપણે વાત કરીશું. એમ કહી કિશને ફોન મુકી દીધો.
ત્યારબાદ કિશને નેહાને કહ્યુ હવે હુ શની-રવિ કયાય જવાનો નથી. એટલે એક કામ કર ગણેશને ફોન કરી કાલે બોલાવી લે જે અને ચાલ હવે આપણે નીકળીએ. ત્યારબાદ કિશન અને નેહા ઓફીસેથી નીકળી ગયા.
કિશને ફોન કરી મનિષને સુનીલ નથી આવવાનો એ જાણ કરી દીધી. અને પછી જમીને રૂમ પર ગયો. રૂમ પર જઇ તેણે નાઇટ ડ્રેસ પહેર્યો અને પોતાના પલંગ પર લાંબો થયો અને ઓશોની બુક “કૃષ્ણ મારી નજરે લઇ” ને વાંચવા લાગ્યો. કિશનને વાંચનનો ખુબજ શોખ હતો. ઓશો અશ્વિનીભટ્ટ અને ચંદ્રકાન્ત બક્ષી તેના પ્રિય લેખકો હતા.
કિશને થોડી વાર વાચ્યા બાદ સુનીલને ફોન લગાવી તેના મિત્રને કેમ છે એ પુછ્યુ તો સુનીલે કહ્યુ વાંધો નથી હાથ પગમાં ફેક્ચર થઇ ગયા છે એટલે બે ત્રણ દિવસમાં હોસ્પીટલમાંથી રજા આપી દેશે. હું આવતા વિકમાં ચોક્કશ આવીશ.
કિશને કહ્યુ આવતા વિકમાં તો હું સુરત જાવ છું ત્યાં થોડુ કામ પણ છે અને ઇશિતા પણ સુરત આવે છે એટલે તેને મળાય પણ જાય.
આ સાંભળી સુનીલે કહ્યુ હવે કામના ખોટા બહાના ના કર એમ કહે ને હિરોઇનને મળવા જાય છે.
કિશને કહ્યુ એક કામ કર આવતા શનિ-રવિમાં તુ સુરત જ આવ અહીથી મનિષને પણ કહી દઇએ કે તે પણ પ્રિયાને વિદ્યાનગરથી લઇને સુરત આવે. ઘણા ટાઇમે બધા ભેગા થઇશુ તો મોજ પડી જશે.
સુનિલે કહ્યુ ઓકે મારી તો હા જ છે. બીજા બધા સાથે કન્ફર્મ કરી લે.
કિશને કહ્યુ ઓકે ચાલ ફાઇનલ કરીને તને ફોન કરૂ છુ એમ કહી ફોન કટ કરી નાખ્યો.
ત્યારબાદ તેણે ઇશિતાને ફોન કરી આખી વાત કરી તો તે તો ખુબજ ખુશ થઇ ગઇ અને બોલી હું હમણાજ પ્રિયા સાથે વાત કરી તને કહુ છું. મજા પડી જશે.
ત્યાર બાદ બધાજ એગ્રી થઇ જતા પ્લાન ફાઇનલ થઇ ગયો. કિશન તો ગુરૂવારે જતો રહેવાનો હતો. અને મનિષ સુનીલ અને પ્રિયા શુક્રવારે નીકળવાના હતા. આમ ફાઇનલ કરી કિશને ફોન મુકી થોડીવાર વાંચ્યુ અને પછી ઉંઘી ગયો.
***
ક્ર્મશ:
હવે કિશને કોની સાથે ફોન પર વાત કરી? શું શિખર કંઇ છુપાવતો હશે ? શિતલે શિખર પર લગાવેલો આરોપ સાચો હશે? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160
Mail id – hirenami. jnd@gmail. com