Elon musk books and stories free download online pdf in Gujarati

એલન મસ્ક

હોલીવુડ માં એક સુપરહીરો ની લિસ્ટ માં એક પાત્ર આવે છે "આયર્ન મેન" જેને એવેન્જર્સ મુવી સિરીઝ માં પણ અપણે જોયો છે. આ આર્યન મેન એટલે કે ટોની સ્ટાર્ક નામનો બિઝનેસમેન કે ઇન્ટરપ્રેન્યોર કે જે ખૂબ જ રિચ છે સાથે દેખાવડો છે અને જીનિયસ પણ છે તેણે ખુદના માટે એક મેટલનો એવો સ્યુટ બનાવ્યો જેને પહેરી તે આર્યન મેન બની જાય છે. તમને થશે રિચ , દેખાવડા અને સાથે જીનિયસ એવું તો માત્ર મુવીસ માં બનતું હશે તો આપણા રિયલ વર્લ્ડ માં એક માણસ એવો છે જેને હું આર્યન મેન તો નહીં પણ ટોની સ્ટાર્ક જરૂર કહી શકું. હું વાત કરું છું એલન મસ્ક ની એક એવો ઉદ્યોગસાહસિક જેને આપણે ઉધોગ ની દુનિયા માં ખતરો કે ખિલાડી કહી શકાય. હા, માન્યું કે વેપાર ઉધોગ માં જોખમ તો ખેડવું જ પડે પણ જે કોઈ અનુભવી બિઝનેસમેન વિચારતું ના હોય અથવા આવા ફિલ્ડ માં ના પડાય એવી સલાહ આપે તેવા ફિલ્ડ માં પણ બિઝનેસ કરવા માટે એલન જોખમ ઉઠાવ્યું છે અરે ત્યાં સુંધી કે જરૂર પડે રોકેટ સાયન્સ પણ શીખી લીધું.

કોઈ સામાન્ય માણસ નું રેઝ્યુમે એટલેકે નોકરી માટેની લાક્ષણિકતા દર્શાવતો કાગળ જોવો તો તેમાં પાસ્ટ એક્સપિરિયન્સ માં તે માણસે અત્યાર સુધીમાં જેટલી જગ્યાએ નોકરી કરી એ દર્શાવ્યું હશે પણ જો એલન મસ્ક નો પાસ્ટ એક્સપિરિયન્સ જોઈએ તો તે કઈ કંપનીઓનો સ્થાપક કે સહસ્થાપક કે સી ઇ ઓ રહી ચુક્યો છે તેવું જોવા મળે અને એ કંપનીઓ નું લિસ્ટ નાનું નથી અને એ પણ જાણવી દેવાનું કે અમાની એક પણ કંપની માં કોઈ વારસાગત માલિકી નથી એલન એ એકલા એ કે સહસ્થાપક તરીકે શરૂ કરેલી કંપનીઓ છે.

એલન નો જન્મ ૧૯૭૧ , ૨૮ જૂન ના રોજ સાઉથ આફ્રિકા માં થયો હતો. એલન મસ્ક સાઉથ આફ્રિકન, કેનેડિયન અને અમેરિકન સિટીઝનશીપ ધરાવે છે. એલન ના પિતા સાઉથ આફ્રિકા માં એલક્ટ્રોમિકેનિકલ એન્જીનીયર હતા અને તેની માતા કેનેડિયન મોડેલ અને એક ડાયેટિસીયન હતી. એલન ના માતા પિતા નો ૧૯૮૦ માં ડિવોર્સ લઇ અલગ થઇ ગયા હતા. એલન એ શરૂઆત ના વર્ષો તેના પિતા સાથે સાઉથ આફ્રિકા માં જ રહ્યો હતો. એલન ને નાનપણ થી વાંચનનો ખૂબ શોખ હતો માત્ર ૧૦ વર્ષ ની ઉંમરે તેણે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માં રુચિ હોઈ એ શીખવાનુ શરૂ કર્યું અને ૧૨ વર્ષની ઉંમરે એક વીડિયો ગેમ નો કોડ બનાવી તે ૫૦૦ ડોલર માં વેંચ્યો હતો. એલન નાનપણ માં બૂલિંગ (કોઈ એક છોકરાને લગભગ તેની ઉંમરના જ એક કે વધારે છોકરાઓ દ્વારા કોઈ કારણ વગર પરેશાન કરવું ,મારવું) નો ભોગ બન્યો હતો કેટલાક છોકરાઓ એ તેને સીડીઓ પરથી ધક્કો મારી ફેંકી દઈ તેને એટલો માર્યો કે તે બેભાન થઈ ગયો હતો. તેનું શાળાનું ભણતર પૂરું કર્યા બાદ તે આગળ ના ભણતર માટે કેનેડા આવી ગયો હતો જ્યાં તેની માતાને અધારે તેને કેનેડિયન સિટીઝનશીપ મેળવી હતી. ફિઝિક્સ માં બેચેલર ની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૯૫ માં તે ડૉક્ટરેટ ની ડીગ્રી મેળવવા કેલિફોર્નિયા આવી ગયો હતો અને ૨૦૦૨ માં તેને અમેરિકા ની સિટીઝનશીપ મેળવી હતી.

કરિયર ની વાત કરીએ તો ૧૯૯૫ માં એલન એ તેના ભાઈ સાથે મળી પિતાના ૨૮૦૦૦ ડોલર ની મદદથી ઝીપ2 નામની કંપની શરૂ કરી જે ૧૯૯૯ માં કોમ્પેક નામની કંપનીએ ૩૦૭ મિલિયન ડોલર કેશ અને ૩૪ મિલિયન ડોલર શેર મારફતે આપી ખરીદી લીધી જેમાંથી એલનને તેના ભાગના ૨૨ મિલિયન ડોલર મળ્યા હતા. ત્યાર બાદ ૧૯૯૯ માં આ જ ડોલર માંથી એલન એ સહસ્થાપક તરીકે એક્સ કોમ નામની કંપની શરૂ કરી જે ઓનલાઈન ફાઇનાન્સિયલ સર્વિસ અને ઇમેઇલ ની મદદથી નાણાકીય વ્યવહાર થઈ શકે તેવી સર્વિસ પુરી પાડતી હતી જે આગળ જતાં અન્ય એક કંપની એ તેની પે પલ નામની સર્વિસ માં તેનો ઉપયોગ કર્યો આ જ પે પલ ને વર્ષ ૨૦૦૨ માં ઇ બે નામની કંપની એ ૧.૫ બિલિયન ડોલર ના શેર ની કિંમતે ખરીદી લીધી જેમાંથી એલની ના ભાગે ૧૬૫ મિલિયન ડોલર આવ્યા.

એલન એવું માનતો કે કોઈક કુદરતી કે માનવસર્જિત અફતને લીધે પૃથ્વી નો સર્વનાશ થશે અને આથી માનવજાત ને બચાવવા અન્ય ગ્રહ પર માનવ જીવન શક્ય બનાવવું પડશે એ વિચાર સાથે તેને ૨૦૦૧ માં સ્પેસ એક્સ નામની કંપની સ્થાપી જેનો ધ્યેય એક સ્પેસ શટલ દ્વારા માનવી ને અન્ય ગ્રહ પર મોકલી ત્યાં માનવ વસાહત સ્થપવાનો હતો. તેને આ માટે શરૂઆત માં રશિયા પાસે થી સ્પેસ શટલ ખરીદવાનું નક્કી કર્યું પણ તેની કિંમત વધારે લાગતા તે સોદો પડતો મુકાયો. આખરે તેણે સ્પેસ શટલ ખરીદવા કરતા તેને ઘર આંગણે બનાવવાનું નક્કી કર્યું રોકેટ સાયન્સ અને સ્પેસ શટલ વિશે વાંચી તેને જાણવા મળ્યું કે રી યુઝેબલ એટલે ફરી ને ફરી ઉપયોગ માં લઇ શકાય તેવા સ્પેસ શટલ બનાવવું એ તેને ખરીદવા કરતા વધુ સસ્તું પડે તેમ છે. તેણે મીડિયા માં આ વાત ની જાહેરાત કરી ત્યારે સ્પેસ એક્સ એ સ્પેસ શટલ બનાવતી દુનિયા ની પ્રથમ પ્રાઇવેટ કંપની બની પણ સાથે તેની ટીકા પણ એટલીજ થઈ. મોટા ભાગ ના એ તેના આ પગલાંને મૂર્ખામી ગણાવી. રી યુઝેબલ સ્પેસ શટલ ના ઉતરાણ ના પ્રયોગ માં સ્પેસ એક્સ ને બે વાર નિષ્ફળતા મળી અને બન્ને વાર સ્પેસ શટલ તબાહ થઈ ગયું જેનાથી સ્પેસ એક્સ ને ઘણું આર્થિક નુકશાન થયું. નિલ આર્મસ્ટ્રોંગ જેને એલન પોતાનો પ્રેરણાના સ્ત્રોત માનતો હતો તેમણે પણ આડકતરી રીતે એલન ના સ્પેસ શટલ ના પ્રયાસો ને મૂર્ખામી તરીકે ગણાવ્યા. ચારે તરફથી થઈ રહેલી ટીકા અને લોકોના અવિશ્વાસ વાળા કપરા સમય માં પણ એલન એ તેના પ્રયાસો ચાલુ રાખ્યા અને ૨૦૧૫, ૨૨ ડિસેમ્બરે સ્પેસ એક્સ દ્વારા પ્રથમ વાર રી યુઝેબલ ફાલકન ૯ નું સફળ ઉતરાણ કરાયું.

જોકે માત્ર એક સ્પેસ એક્સ જ નહીં પણ એલન એ ૨૦૦૪ માં સહસ્થાપક તરીકે શરૂ કરેલી ટેસ્લા મોટર્સ જે ઇલેક્ટ્રિક કાર બનાવતી હતી તેણે પણ લોકોની ટીકા અને અવિશ્વાસનો ભોગ બનવું પડ્યું હતું. ૨૦૦૮ માં ફાઇનન્સીયલ ક્રાઇસીસ ને લીધે ટેસ્લા મોટર્સ એ બેંક માંથી લોન લેવાની વાત ને મીડિયા માં ઘણો જ નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. લોકોનું કહેવું હતું ઇલેક્ટ્રિક કાર નું કોઈ ભવિષ્ય નથી તે પેટ્રોલ કે ડીઝલ કાર જેવી સ્પીડ કે સ્પોર્ટ કાર જેવો લુક મેળવી ના શકે. આ વાત ને પણ ટેસ્લા મોટર્સ એ ખોટી પાડી અને મહત્તમ ૨૦૦ કિમી પ્રતિ કલાક થી વધુની ઝડપ ધરાવતી અને સ્પોર્ટ કાર જેવો લુક ધરાવતી કાર નું ઉત્પાદન શરૂ કર્યું અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માં અલગ જ સ્થાન બનાવી લીધું. ટેસ્લા મોટર્સ ને ફાળવવામાં આવેલ લોન વ્યાજ સહિત ચૂકવી દેવા માં આવ્યા જેથી અન્ય કંપનીઓ એ પણ ટેસ્લા મોટર્સ માં રોકાણ કરવાનું નક્કી કર્યું.

આ સિવાય એલન સોલાર સીટી સૌરઉર્જા નો ઉપયોગ થઈ સવલતો પુરી પાડતી કંપની, ઓપન એ આઈ - જે આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ ના ડેવલપમેન્ટ માટેનો પ્રોજેક્ટ, ન્યુરોલિંક નામનો હ્યુમન માઈન્ડ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ સાથે જોડવાનો પ્રોજેકટ, ધી બોરીંગ કંપની જમીન માં ડ્રિલિંગ કરતી કંપની , હાઇપર લુપ પ્રોજેકટ કે જેમાં શુન્યાવકાશ વાળી ચેમ્બર દ્વારા આજની ટ્રેનો કરતા અતિ ઝડપી એવો ટ્રાન્સપોર્ટેશન માટેની વ્યવસ્થા વાળો પ્રોજેકટ વગેરે ની સ્થાપના માં તેનો ફાળો રહેલો છે. એલન એ તેના પ્રોજેક્ટ્સ અને આઈડિયા ઓપન સોર્સ જાહેર કર્યા છે એટલે કે તે આઈડિયા નો ઉપયોગ દુનિયાની કોઈ પણ કંપની કોઈ જાતના લાઇસન્સ કે પેટર્ન ની ચિંતા વગર કરી શકે છે. એક ઇન્ટરવ્યૂ માં આ વિશે જ્યારે એલન ને પૂછવામાં આવ્યું ત્યારે એલન એ એક ઉદાહરણ આપી તેની વાત સમજાવી હતી. તેણે કહ્યું જો એક જહાજ માં નીચેના ભાગ માં એક કાણું પડે તો માત્ર જહાજ ની નીચેના ભાગના લોકોએ જ તેના વિશે ચિંતા કરે નહિ ચાલે. જહાજ ની ઉપર ના ભાગ માં કોઈ એક પાસે એ કાણું પુરવાનો ઉપાય છે તો તેણે બધા જોડે શેર કરવો જોઈએ જેથી કરીને આવેલી આફતને વહેલી તકે ટાળી શકાય. પૃથ્વી અને માનવજાત ના ભલા માટે પણ આ વાત લાગુ પડે પર્યાવરણ ને થતું નુકશાન અટકાવવા અને કુદરત માંથી મળતી ઉર્જાનો ઉપયોગ જો કોઈ રીતે થઈ શકે તો તેને બધા સાથે વેંહચવો જોઈએ જેથી બધા એ કામમાં જોડાઈ શકે. એલન પોતે ડોનાલ્ડ ટ્રમ્પ ની સલાહકાર સમિતિ માં હતો પણ ૨૦૧૭ ની પર્યાવરણ ના જતન માટે પેરિસ માં મળેલી G7 સમિટ માં અમેરિકા તેને નહિ અનુસરે તેવા ટ્રમ્પ ના નિવેદન બાદ સલાહકાર સમિતિ માંથી રાજીનામુ આપી દીધું.

ઉધોગ જગત માં નિષ્ફળતા અને લોકોની ટીકાઓ સહન કરીને પણ આગળ આવેલા એલન ની મેરેજ લાઈફ એટલી સુખદ નથી નીવડી. પ્રથમ પત્ની જસ્ટિન વિલ્સન થી ૨૦૦૮ માં છુટા પડી તેણે ૨૦૧૦ માં ઇંગલિશ એકટ્રેસ તેલુલાહ રાઇલી સાથે મેરેજ કર્યા અને ૨૦૧૨ માં ડિવોર્સ લઇ લીધા જોકે ૨૦૧૩ માં ફરી તેલુલાહ રાઇલી સાથે મેરેજ કર્યા પણ ૨૦૧૪ માં જ ફરી ડિવોર્સ માટે એપ્લિકેશન કરવામાં આવી અને ૨૦૧૬ માં તેઓ છુટા પડી ગયા. એલન અને તેની પ્રથમ પત્ની દ્વારા કુલ છ સંતાનો થયા જેમાંથી તેમના પ્રથમ સંતાનનું બહુ નાની ઉંમરે અવસાન થઈ ગયું.

એલન ના મતે દુનિયા માં માનવજાત ને અત્યારે પરમાણુ યુદ્ધ કરતા પણ વધુ ખતરારૂપ AI એટલે કે આર્ટિફિશિયલ એન્ટીલીઝન્સ થી થઈ શકે છે અને તેના માટે જ એલન એ ન્યુરોલિંક નામનો પ્રોજેકટ શરૂ કર્યો છે જેના વિશે વધુ માહિતી મારા "મનની અટારીએ - શુ તમે તમારા વિચારો નો બેકઅપ લીધો" માં આપવામાં આવી છે. બિલ ગેટ્સ, વોરેન બફેટ, જેફ બેઝોસ જેવા દુનિયાના ધનિકો કે ડોનાલ્ડ ટ્રમ્પ, વાલ્દમીર પુટીન જેવા શક્તિશાળી સત્તાધીશો ના નામ ની જેમ એલન મસ્કનું નામ ભલે રોજ છપાઓ માં ના ચર્ચાતું હોય પણ એક સાહસિક ઉધોગપતિ કે પોતાના અલગ જ આઈડિયા અને સંશોધનો માટે જાણીતા એવા એલન એ એક અલાયદું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેના દ્વારા પર્યાવરણ ને બચાવવા માટે કરવામાં આવતા પ્રયાસો ને અવગણી શકાય નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED