"You can fail at what you don't want, so you might as well take a chance on doing what you love" આ વાક્ય માં કહેવામાં આવેલી વાત ૧૦૦% કારગર છે કોઈ પણ માનવી ને એ લાગુ પડી શકે છે. જો તમે વિચારતા હોવ કે આ કવોટ કોઈ વર્લ્ડ લીડર કે કોઈ મોટીવેશનલ સ્પીકર કે કોઈ મહાન ધર્મ ગુરુ દ્વારા કહેવામાં આવ્યું છે તો ના તમે ખોટા છો, આ વાક્ય કહેનાર ને તમે હોલીવુડ ની મુવી લાયર લાયર (જેના પરથી હિન્દી મુવી ક્યોંકી મેં જૂથ નહિ બોલતા બન્યું હતું) માં વિચિત્ર હરકતો કરતો અથવા ધી માસ્ક નામે આવેલા મુવી માં લીલા કલરનું મુખોટુ પહેરી કાર્ટૂન ની જેમ ઉછળકુદ કરતા જોયો હશે. વાત થઈ રહી છે હોલીવુડ ના ગ્રેટ કોમેડિયન એક્ટર જિમ કેરી ની જેણે શરૂઆત એક સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરી હતી અને પછી હોલીવુડ કેટલીક બેસ્ટ કોમેડી/ડ્રામા મુવીસ માટે ગોલ્ડન ગ્લોબ અને બીજા કેટલાય એ જ કેટેગરી ના એવોર્ડ્સ મળી ચુક્યા છે.
જિમ કેરી ની બાળપણ થી એક્ટર સુધી ની સફર પણ ઘણી મુશ્કેલી થી ભરેલી રહી છે. જિમ કેરી બાળપણ માં ડિસલેકશિયા થી પીડિત હતો એને શાળા માં તેના કોઈ મિત્ર પણ નહતા. ચિત્ર વિચિત્ર ચેહરા બનાવતો અને મિમિક્રી કરી લોકો ને હસાવાનું કામ કરતો. તેની માતા ને આ વાત એટલી ના ગમતી પણ તેના પિતા તેને ઘણું પ્રોત્સાહન આપતા. તેના પિતા પોતે ખુદ સારા કોમેડિયન હતા પરંતુ કોમેડિયન તરીકેની જોબમાં તેમને ભવિષ્ય સુરક્ષિત ના લાગતા એક એકાઉન્ટન્ટ તરીકે ની જોબ તેમને સ્વીકારી લીધી પરંતુ તે નોકરી લાંબો સમય ન ટકી અને જિમ ના પિતાએ નોકરી છોડી દેવી પડી આથી ઘર ચલાવવા જિમ કેરીએ પણ પાર્ટટાઇમ ની નોકરી શરૂ કરી નાખી. જિમ નું ભણતર ના બગડે તેવા ઈરાદા થી તેમનો પરિવાર કેનેડા આવી ગયો પરંતુ પરિવાર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોઈ પરિવાર આખો એક ટ્રેઇલર (મોબાઈલ હોમ) માં રહેતા. ફાઇનલી એક ટીવી શો માં તેને સારું એવું કામ મળી ગયું અને ત્યાં તેને લોકો ને હસાવી શકવાના હુંનર ના વખાણ થવા લાગ્યા. ટીવી શો માંથી તે હોલીવુડ ની ફિલ્મી દુનિયામાં જવાનો ચાન્સ મળ્યો અને તેને એશ વેન્ચયુરા પેટ ડિટેકટિવ , માસ્ક, ડમ્બ એન્ડ ડમ્બર જેવી મુવીઓ માં કામ કર્યું.
એક સ્પીચ માં જિમે જણાવ્યું હતું કે તે હંમેશા આશાવાદી રહ્યો છે તેના સ્ટેજ એક્ટર તરીકે સ્ટ્રગલ ના દિવસો માં પણ તે એવું જ વિચારતો કે દુનિયા તેને એક એક્ટર તરીકે સ્વીકારવા તૈયાર જ છે બસ સાચી તક હજુ તેને મળી નથી. સ્ટેજ કોમિડિયન તરીકે ના તેન દિવસો માં એક વાર થેન્કસગીવિંગ ના તહેવાર ની આસપાસ ના સમય માં તેણે ખુદ ના માટે ૧૦ મિલિયન ડૉલર નો ચેક લખી પાંચ વર્ષ પછીની તારીખ આપી અને એ ચેક પોતાની પાસે સાચવી ને મૂકી રાખ્યો હતો. તેને વિશ્વાસ હતો કે પાંચ વર્ષ પછી તે આ ચેક ને વિડ્રોવ કરશે તયારે તેના બેંક એકાઉન્ટ માં આટલી રકમ હશે. પાંચ વર્ષ પછી જયારે તેણે ડમ્બ એન્ડ ડમ્બર મુવી કર્યું તયારે તેનું એ સપનું સાકાર થયું હતું અને એ ચેક તેને તેના પિતાના ફોટો પાસે મૂકી રાખ્યો જેમનું પ્રોત્સાહન જિમ ને આગળ વધવામાં મદદ કરતું રહ્યું.
જિમ ના મુવીસ ની વાત કરીએ તો મોટા ભાગના મુવીસમાં તે કોમિક રોલ માં જોવા મળ્યો છે જેમાં ડમ્બ એન્ડ ડમ્બર માં એક નિર્દોષ કોલેજ નો સ્ટુડન્ટ જે દુનિયાદારી નથી જાણતો, એશ વેન્ચયુરા પેટ ડિટેકટિવ અને બીજો ભાગ વ્હેન નેચર કોલ્સ માં એક પ્રાણી પ્રેમી જાસૂસ , ધી માસ્ક માં સીધા સાદા સ્ટેનલી ઇપકીન્સ નામના બેન્કર જે એક લાકડાનું જાદુઈ મુખોટું પહેર્યા બાદ સીધો સાદો સ્ટેનલી લીલા મોઢા વાળો મજાકિયો અને એનરજેટીક મસકરો બની જાય છે, લાયર લાયર માં એક વકીલ જે ખોટું બોલવામાં માહેર છે પણ તેના છોકરાની બર્થડે વિશ ને લીધે માત્ર સાચું જ બોલવા લાગે છે, "બ્રુસ ઓલ માઇટી" કે જેમાં ભગવાન થોડા સમય માટે પોતાના જીવન થી પરેશાન એવા ન્યૂઝ રિપોર્ટર જિમ કેરી ને પોતાની શક્તિઓ આપી દે છે હિન્દી મુવી "ગોડ તુસ્સી ગ્રેટ હો" આજ મુવી ની રિમેક છે, તો એક માણસ ના જન્મ થી તેના મોટા થવા સુધી ની આખી સફર એક ટીવી શો મારફતે રજૂ કરવાના ના હટકે વિચાર વાળી મુવી એટલે "ધી ટ્રુમેન શો" અને આ સિવાય બીજા ઘણા અન્ય મુવીસ પણ ખરા. આ બધા મુવીસ માં જિમ ની બોડી લેંગ્વેજ તેના ફેસ એક્સપ્રેશન તેના સ્ટેજ કોમેડિયન તરીકે નો ટેલેન્ટ નો પરચો જોવા મળે છે. તેના આવા ફની ફેસ એક્સપ્રેશન ને લીધે જ આ લેખ નું શીર્ષક મેન વિથ રબર ફેસ રખાયું છે. ફની ફેસ એક્સપ્રેશન ની વાત કરીએ તો મેં મિસ્ટર બિન ની સિરીઝ માં રોવન અટકીનશન ના ફેસ પર આવા એક્સપ્રેશન જોયા છે. જિમ આ સિવાય "એ કેબલ ગાય" નામની મુવી માં ડાર્ક કેરેક્ટર પણ ભજવ્યું છે તો "ધી ટ્રુમન શો" નામની ડ્રામા મુવી માં પણ કામ કર્યું જેના માટે તેને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો. તેના પછી ના જ વર્ષે આવેલ મુવી "મેન ઓન ધી મુન" માટે પણ તેને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. "Number 23" એ જિમની થ્રિલર મુવી હતી જે એટલી સફળ નોહતી નીવડી અને તે મુવી માં તેની એકટિંગ માટે તેની ટીકા પણ થઈ હતી તેનું નામ એ વર્ષ ના ગોલ્ડન રાસ્પબેરી એવોર્ડ (હોલીવુડ માં સૌથી ખરાબ કે બકવાસ કહી શકાય તેવા કામ બદલ આપવામાં આવતો એવોર્ડ) માટે તેનું નામ નોમિનેટ કરાયું હતું.
મુવીસ માં હાસ્ય રેલાવતા આ એક્ટર ની મેરેજ લાઈફ એટલી સારી ન હતી. તેના મેલીસા વૉમર સાથેના પ્રથમ મેરેજ (૧૯૮૭ - ૧૯૯૫) નો આઠ વર્ષ બાદ અંત આવી ગયો તો લોરેન હોલી સાથે ના બીજા મેરેજ (૧૯૯૬ - ૧૯૯૭) એક વર્ષ જ ટકી શક્યા. આ ઉપરાંત તેની એક્સ ગર્લફ્રેન્ડ કૅથરીઓના વહાઈટ ની આત્મહત્યા બાદ જિમ પર તેની એક્સ ગર્લફ્રેન્ડ ને ડ્રગ્સ ની વ્યસની બનાવવા માટે કેસ ચલાવવા માં આવ્યો.
"Your need for acceptance can make you invisible in this world" મહર્ષિ યુનિવર્સિટી માં પદવીદાન સમારંભ વખતે આપેલી સ્પીચ માં જિમે કહેલું આ વાક્ય તેની ઘણી ખરી મુવી માં ભજવેલા પાત્રો સાર્થક કરતા જણાય છે કે લોકો ધ્વારા સ્વીકૃતી પામવા લોકો જેવા બની અને ટોળા માં ભળી જાવા કરતા જેવા છો તેવા જ રહો. "Jim Carey's speech at MUM" યૂટ્યૂબ પર આ વીડિયો સર્ચ કરી જોવા જેવો ખરો અને જો કયારેક કંટાળો ચડે તો જિમ કેરી ની ઉપર લખેલી કોમેડી મુવી માંથી કોઈ પણ મુવી જોઈ લેજો માઈન્ડ ફ્રેશ થઈ જશે ગેરેન્ટી...