રોથ્સીલ્ડ ફેમિલી Akash Kadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોથ્સીલ્ડ ફેમિલી

જો તમને પૂછવામાં આવે કે દુનિયા માં સહુથી ધનવાન ફેમિલી કયું તો જવાબ શુ હશે...? બિલ ગેટ્સ વિચારતા હોવ તો રેહવા દો બિલ ગેટ્સ સહુથી ધનવાન વ્યક્તિ છે પણ ધનવાન ફેમિલી એટલે પેઢીઓ થી જે ધનવાન છે માત્ર કોઈ એક વ્યક્તિ ની સંપત્તિ નહિ પણ આખા પરિવાર ની સંપત્તિ ગણતરી માં આવે. તો જવાબ છે રોથ્સીલ્ડ ફેમિલી. આ અઘરો લાગતો શબ્દ કદાચ તમે સાંભળ્યો નહિ હોય પણ અબજોપતિઓ કે ઇવેસ્ટમેન્ટ બેંકર્સ કે કોઈ ઇકોનોમિસ્ટ માટે આ શબ્દ નવો નથી. આ એક ફેમિલી નેમ છે એટલે કે નેહરુ, ગાંધી , અંબાણી (અને હવે તો મોદી પણ) ની જેમ ફેમિલી ની અટક છે. પણ અટક ઓછી અને એક ઓળખાણ જ કહી દો કેમકે Rothschild તમે ગૂગલ કે વિકીપીડિયા માં લખજો એક નહિ અનેક લિંક્સ અને ઘણી જ બધી માહિતી મળશે. તમને થશે એમાં શુ હશે કોઈક બહુ જ ધનવાન પરિવાર તો શું...?

ના અહીં જ ફેર છે મુકેશ અંબાણી ભારત માં સહુથી અમીર , બિલ ગેટ્સ દુનિયા માં સહુથી અમીર પણ એક અંદાજ મુજબ જો આ રોથ્સીલ્ડ ફેમીલી ની બધી જ મિલકત એટલે પ્રોપર્ટી, રોકડ, ઇન્વેસ્ટ કરેલી માલમત્તા બધું જોડો તો સરવાળો થાય છે ૫૦૦ ત્રિલિયન ડોલર....જો કોઈને ના સમજાય તો ચોખવટ કરી દઉં મિલિયન એટલે ૧૦ લાખ, બિલિયન એટલે ૧૦૦૦ મિલિયન અને ત્રિલિયન એટલે ૧૦૦૦ બિલિયન અથવા ૧૦૦૦ × ૧૦૦૦ મિલિયન. તો આ ફેમીલી ની કુલ મિલકત થઈ ૫૦૦ × ૧૦૦૦ × ૧૦૦૦ × ૧૦ લાખ ડોલર બહુ લાંબુ થઈ ગયું ટૂંકમાં ૫૦૦ ની પાછળ ૧૨ મીંડા એ પણ એક અંદાજ સાચો આંકડો તો વધારે પણ હોઈ શકે. એટલે કે બિલ ગેટ્સ કરતા અનેક ગણી વધારે...તેમ છતાં આ ફેમીલી નું નામ ફોર્બ્સ કે અન્ય કોઈ મીડિયા માં નથી છપાતું અને એજ વાત આશ્ચર્યચકિત કરે એવી છે.

પણ કોઈ ફેમિલી આટલી અમીર અને કયાં પણ નામ નહીં અરે લોકો ને તો પ્રસિદ્ધિ ગમે છે નાનું અમથું કાંઈ મેળવ્યું નથી ને ફેસબુક પર ફોટા ચડાવી દે જયારે અહીં આખી દુનિયામાં સહુ થી અમીર હોવાની વાત છે. પણ અમીર હોવાની સાથે તમારી સત્તા કે પોંહચ પણ એટલી બધી હોય કે દુનિયા માં લોકો ને શુ જણાવવું અને શું નહી એ પણ તમે નક્કી કરી શકો તો...! પણ એવું કરવાનું કારણ શું હોઈ શકે..? એ કારણ પર વિગતવાર ચર્ચા કરીશું પણ પહેલા થોડું આ ફેમિલી વિશે જાણી લઈએ.

ઇ.સ. ૧૫૭૭ માં જન્મેલા ઇઝાક ઈલચાનાન રોથ્સીલ્ડ એ સહુ પ્રથમ ફેમિલી નેમ તરીકે રોથ્સીલ્ડ વાપરવાનું શરૂ કર્યું હતું. કોર્ટ જયુવસ / court Jews (જ્યૂવિસ ફેમિલી જે યુરોપિયન રોયલ ફેમિલી ની ફાઇનાન્સ પૂરું પાડતી) હોવાને લીધે રોથ્સીલ્ડ ફેમિલી પહેલેથી જ સુખ સંપત્તિ વાળુ જીવન ધરાવતી હતી પરંતુ આ ફેમિલી ને ખરા અર્થમાં ધનવાન બનાવનાર માયેર આમ્સચેલ રોથ્સીલ્ડ, જેમનો જન્મ ૧૭૪૪ માં ફ્રાન્કફ્રુટ માં થયો હતો. તે જમાના માં લૂંટેરાઓ ,ચોર કે ડાકુઓ નો આતંક ઘણો હતો આથી માયેર રોથ્સીલ્ડ એ નક્કી કર્યું સંપત્તિ એવી જગ્યાએ રોકવી જ્યાંથી કોઈ ચોરી કરી ન શકે એટલે બધી સંપત્તિ કેશ કે દાગીના રૂપે રાખવા કરતા તેમને જમીન, શેર અને મોટો ભાગ બેંકિંગ ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરી, નોંધવાનું બેંક માં ઈન્વેસ્ટ કરી એટલે બેંક માં સેવિંગસ તરીકે નહિ પણ પોતાની માલિકીની અથવા કોઈની જોડે ભાગીદારી માં બેંક ખોલી અને તેમાં સંપત્તિ ને રોકી. આ એવી જગ્યાઓ હતી કે જ્યાંથી ચોર ડાકુઓ સંપત્તિ લૂંટી ના શકે સામાન્ય ચોર તો નહીં..(વિજય માલ્યા ની વાત અલગ છે જેણેે ભારતની બેંક ને આબાદ રીતે લૂંટી લીધી છે.) એ વખત માં ઘણા ધનવાન લોકો આ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરતા પણ માયેર રોથ્સીલ્ડ અલગ હતા તેમને માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ ન કર્યું પણ ઇન્વેસ્ટમેન્ટ થકી પુરે પુરુ રિટર્ન મળે અને સંપત્તિ વધ્યા જ કરે તેનું પણ ધ્યાન રાખ્યું.

માયેર રોથ્સીલ્ડ ને પાંચ દીકરાઓ હતા અને પાંચે પુત્રો ને અલગ અલગ પ્રદેશ માં અલગ અલગ ક્ષેત્રે વ્યાપાર સંભાળવા આપી દીધો.

૧) આર્મ્સચેલ માયેર રોથ્સીલ્ડ જેણે ફ્રેન્કફર્ટ માંથી કામકાજ સંભાળ્યું.

૨) સાલોમોન માયેર રોથ્સીલ્ડ જેણે વીએના માંથી કામકાજ સંભાળ્યું

૩) નથાન માયેર રોથ્સીલ્ડ જે લંડન માં કામકાજ સંભાળ્યું

૪) કેલમાન માયેર રોથ્સીલ્ડ જે નેપલ્સ માં સ્થાયી થયા

૫) જેકોબ માયેર રોથ્સીલ્ડ એ પેરિસમાં કામકાજ સંભાળ્યું

માયેર રોથ્સીલ્ડ એ પરિવાર ની આવક બહાર ન જાય તે માટે મેરેજ ના પણ કડક નિયમો બનાવ્યા એટલે મેરેજ માં સામેનું પાત્ર પણ રોથ્સીલ્ડ પરિવાર નું જ હોવું જોઈએ અને એટલે જ મેરેજ પણ પિતરાઈ ભાઈ કે બહેન જોડે અથવા કાકા ભત્રીજી કે ફઇ ભાણ્યા ના કરવા માં આવતા.રોથ્સીલ્ડ પરિવાર ની કોઈ પણ સ્ત્રી મેરેજ ની ઉમર ની થાય એટલે તેનો પરિવાર ની સંપત્તિ પર કોઈ જાતનો અધિકાર ન રહે અને નાનપણથી વૈભવી જીવન જીવતી પરિવાર ની સ્ત્રીઓ પણ એ જિંદગી છોડવા કરતા પરિવારના જ કોઈ સગા સંબંધી જોડે મેરેજ કરી લેતી. ૧૯ મી સદી ના અંત સુધી રોથ્સીલ્ડ ના પરિવાર માં અંદરોઅંદર જ લગ્ન થતા પણ ૨૦ મી સદી માં તે નિયમો તોડી પરિવાર ના છોકરાઓ કે છોકરીઓ પરિવાર ની બહાર ના વ્યક્તિ સાથે પણ લગ્ન કરવા લાગ્યા પણ પરિવાર ની સંપત્તિ અંકબધ રહે અને વધતી પણ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું.

તો હવે પાછો મૂળ સવાલ કે આટલા ધનવાન પરિવાર નું કોઈ જગ્યાએ નામ ચમકતું ના હોવાનું કારણ કદાચ એ પરિવાર નો પાવર એટલેકે તાકાત હોઈ શકે. આ પરિવાર માટે અનેક વાતો સાંભળવા મળે છે જેમકે આ પરિવાર દુનિયાનો સહુ થઈ ધનવાન જ નહીં પણ સહુથી શક્તિશાળી પરિવાર પણ છે. નેપોલિયનિક યુદ્ધ થી લઇ અત્યાર સુધી ના દુનિયા માં થયેલા કોઈ પણ યુદ્ધ માં સીધી કે આડકતરી રીતે આ પરિવાર જ જવાબદાર છે એટલે કે પરિવાર પોતાના ફાયદા માટે યુદ્ધ કરાવે અને ઈચ્છે ત્યારે યુદ્ધની સમાપ્તિ પણ કરાવી દે. નેપોલિયનીક યુદ્ધ જે ૧૮ મે ૧૮૦૩ થી ૨૦ નવેમ્બર ૧૮૧૫ સુધી ચાલ્યું તેમાં નથાન રોથ્સીલ્ડ બ્રિટિશ ગવર્મેન્ટ ને નાણાકીય સહાય પુરી પાડતો હતો. ૧૮૧૫ સુધી માં નથાન રોથ્સીલ્ડ એ એકલાએ બ્રિટિશ ગવર્મેન્ટ ને ૯.૮ મિલિયન યુરો પુરા પડ્યા હતા જેની કિંમત આજની તારીખે લગભગ ૧૦.૧ બિલિયન યુ એસ ડોલર ને સમાન છે. યુદ્ધ માં ભાગ લેતા દેશો માં નેપલ્સ બ્રિટન ની વિરુધ્ધ માં હતું કે જ્યાં કેલમાન રોથ્સીલ્ડ નાણાકીય સહાય પુરી પાડતો એટલે એક જ પરિવાર ના ભાઈઓ બન્ને તરફ ના દેશો ને નાણાકીય સહાય પુરી પડતા. યુદ્ધ ને સમાપ્ત કરાવવા બ્રિટન ની વિરુદ્ધ ના દેશો ને આ પરિવારે સહાય આપવાનું બંધ કરી દીધું અને આથી બ્રિટન અને તેની સાથે ના દેશો નો વિજય થયો. યુદ્ધ ની સમાપ્તિ ના અગાઉ જ નથાન રોથ્સીલ્ડ ને બ્રિટન ની જીત ની ખબર મળી ગઈ હતી અને તેને આ તક નો ફાયદો ઉઠાવી તેની પાસે ના મોટા ભાગના બ્રિટન ગવર્નમેન્ટ ના બોન્ડ બજાર માં વેંચવા કાઢ્યા આ વાત ની ખબર બીજા લોકોને થતા બધા એ માની લીધું બ્રિટન ની હાર થઈ છે આથી તેમણે પણ તેમના બધા જ બોન્ડ વેચવા કાઢ્યા. નથાન એ તેના અન્ય સાથીઓ અને કર્મચારીઓ મારફતે આ બોન્ડ બહુ સસ્તા ભાવે ખરીદી લીધા. પાછળથી બ્રિટન ની જીત થઈ છે તેવું સત્ય બહાર આવતા રાતોરાત આ બોન્ડ ના ભાવ વધી ગયા અને ગવર્નમેન્ટ બોન્ડ ના મોટો ભાગ નથાન રોથ્સીલ્ડ પાસે હોઈ તે રાતોરાત ખૂબ જ ધનવાન અને બ્રિટન ગવર્મેન્ટ નો આડકતરી રીતે માલીક પણ બની ગયો. માયેર રોથ્સીલ્ડ પછી નથાન રોથ્સીલ્ડ ના આ પગલાએ પરિવાર ની સંપત્તિ અઢળક રીતે વધારી દીધી.

સહુથી મોટી લોકવાયકા એવી છે કે દુનિયા ના માત્ર ત્રણ કે ચાર દેશ ને છોડી દુનિયાના બધા જ દેશો ની મુખ્ય બેંક કે પ્રખ્યાત બેંક ની રોથ્સીલ્ડ પરિવાર ના સભ્યો સીધી કે આડકતરી રીતે સંપૂર્ણ કે મોટાભાગની માલિકી ધરાવે છે પછી તે સ્વિસ બેંક એચ. એસ. બી. સી. કે પ્રખ્યાત બેંક જે પી મોર્ગન કે પછી વર્લ્ડબેંક જ કેમ ના હોય. એક વાયકા મુજબ ૧૯૩૯ માં સ્થાપયેલી ઇન્ડિયન રિસર્વ બેંક કે જે ૧૯૫૦ માં ભારતની રાષ્ટ્રીય એટલે કે નેશનલાઈઝડ બેંક બની તે પણ રોથ્સીલ્ડ પરિવાર ના કર્જા હેઠળ છે અને આ પરિવાર તેને પોતાના કંટ્રોલ માં રાખે છે. કહેવાય છે કે ભારત આઝાદ થયું ત્યારે ભારત ની સરકાર પાસે બહુ રૂપિયા નહતા કારણ અંગ્રેજો એ લૂંટવા માં કાઈ બાકી નોહતું રાખ્યું આથી દેશ ને ચલાવવા ભારતીય રિસર્વ બેંક ને જે નાણા ની જરૂર હતી તે આ પરિવાર તરફ થી સહાય માં મળ્યા હતા જે આજ સુધીમાં પાછા ચૂકવાયા નથી અને એટલે જ રિઝર્વ બેંક રોથ્સીલ્ડ પરિવાર ના કંટ્રોલ માં છે તે વાત સાચી પણ હોઈ શકે. કહેવાય છે કે ૧૯ મી સદી થી જ ઇંગ્લેન્ડ ના રાજઘરાના એટલેકે રોયલ ફેમિલી ને પણ આ રોથ્સીલ્ડ પરિવાર જ નાણાકીય સહાય પુરી પડતો આથી ઇંગ્લેન્ડ ના કબ્જા હેઠળ ના દરેક દેશો માં આડકતરી રીતે આ પરિવાર નું જ સાશન હતું.

અને વાત એટલે થી નથી અટકતી વર્લ્ડબેંક જે આખી દુનિયા માં બધા દેશો ને લોન આપે છે તે બેંક ના મેનેજમેન્ટ ના સહુથી ઉપર ના માળખે પણ રોથ્સીલ્ડ પરિવાર ના સભ્યો છે અને એ જ વર્લ્ડબેંક ને ચલાવે છે. આ વર્લ્ડબેંક ના કર્જા હેઠળ દબાયેલા દેશો માં ભારત જ નહીં પણ અમેરિકા જેવા વિકસિત દેશો નો સમાવેશ થાય છે અને દરેક દેશ નું વત્તેઓછે કેટલાય મિલિયન કે બિલિયન ડોલર નું દેવું બોલે છે. આ દરેક વાત માટે ના કોઈ લેખિત પુરાવા કે ડોક્યુમેન્ટ જોકે હાજર નથી પણ ઘણા લોકો આ વાત ને સત્ય કે અર્ધસત્ય તો માને જ છે. આ પરિવાર દુનિયા ના મોટા ભાગના બધાજ ન્યૂઝ મીડિયા ની પેરેન્ટ કંપની માં ભાગીદારી ધરાવે છે અને એટલે જ આ પરિવાર વિશે ભાગ્યેજ કોઈ ન્યૂઝ કે બીજા કોઈ પણ મીડિયાના માધ્યમ માં સાંભળવા મળે છે અને કદાચ એ કારણોસર ૫૦૦ ત્રિલિયન જેટલી અઢળક સંપત્તિ ધરાવતો પરિવાર છતાં લોકો એ રોથ્સીલ્ડ નું નામ સાંભળ્યું ના હોય એવું બની શકે..! આસ્તિક કહે કે દુનિયા આખી ભગવાન ચલાવે કે કંટ્રોલ કરે પણ માનવ સર્જિત ઘટનાઓ નું શુ ? કોઈ ઇકોનોમિસ્ટ ની નજરે જુઓ તો જ્યાંની ઇકોનોમી મજબુત એનું દુનિયામાં વર્ચસ્વ વધારે હોય પણ આખી દુનિયા ની જ ઇકોનોમી કોઈ ના કંટ્રોલ માં હોય તો...આખી દુનિયા માં ઘટતી બધી જ માનવસર્જિત ઘટનાઓ તે જ કંટ્રોલ કરે ને..?