Adwait Krishna Dwait Radha Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Adwait Krishna Dwait Radha


અદ્વેત ક્રિષ્ન દ્વેત રાધા

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અદ્વેત ક્રિષ્ન દ્વેત રાધા

આજકલ સબકુછ બદલાસા લગતા હૈ,

વહ તીતલી, વહ ભંવરા ઔર રસ સે ભરી કલી,

પાની સે મીલને કે લીયે તડપતી હુઈ બારીશ કી બુંદે.

વહ હીલતે પત્તે ના જાને ક્યાં ફુસફુસાતે હૈ ?

યહ ગગન કીસીકો ઉડાને કે લીયે હલકા હો ગયા હૈ,

યે બાદલ કીસીકો જોર જોર સે આવાજ દે રહે હૈ.

યહ બાદલ ઔર જમીન કી ગુફ્તેગુહ હૈ,

યહ પાની ઔર આગ કા મીલન હૈ,

યહ લહુ સે મીલને કે લીયે બેતાબ તલવાર કા મીલન હૈ,

પ્રેમ મુજ જૈસે ભંવરે કો તુજ જૈસી કલી કો મીલને કી ચાહ હૈ.

“રાધા પ્રેમતો બે વચ્ચે થાય.. લગ્ન તો બે વચ્ચે થાય. આપણે બન્નેતો એક જ છીએ. તો આ કેવી રીતે શક્ય છે..?”, ક્રિષ્નનાં ધતીંગ તો આવા જ હોય. બે ને એક બનાવવા માટે ની એક જ ઘટના છે, પ્રેમ, મોહબ્બત, લવ.

પ્રેમમાં ભુખ ઉંઘ અને વિચારોનો થાક નથી હોતો એ બધુ ચર્ચાઈ ચુક્યુ છે. પરંતુ આ બધા પાછળનુ કારણ શું ?

ઉંઘતો આંખ પાસે ટકટકી લગાવીને બેસેલી જ હોય છે, પરંતુ એજ આંખોને જાગરણ કરીને જુગાર રમવાનુ મન કેમ થાય છે..? હ્ય્દયને તો ક્યારેક પરિણામની ખબર પણ હોય છે. પણ એ છાનુમાનુ જોયા કરે છે. એને પણ પ્રેમની રમત રમવાનો નશો હોય છે. એટલે એને કોઈ પણ પરિણામની પરવા નથી હોતી. એની પાસે વજ્ર જેવી સહન શક્તિ હોય છે, પછી ભલેને એ સહનશક્તિ જાળવવા આંસુ ઉછીના લેવા પડે.

પ્રેમમાં એક સુગંધ છે, જે પળે પળે વ્યક્તિને ફ્રેશ રાખે છે. એટલે એને આખી રાત ના જાગરણ નો કોઈ જ થાક નથી. પ્રેમ વ્યક્તિને રૂપના ઘુંટડા પીવરાવે છે. એટલે એને તરસ કે ભુખ નથી. પ્રેમ માણસને દુર દ્રષ્ટિ આપી જતો હોય છે, એને ભાળ આપી જતો હોય છે. એ આઘેનુ વિચારવામાં એને થાક નથી લાગતો, એટલે જ પ્રેમ એક નશો પણ છે. નશા ઘણા પ્રકારના હોઈ શકે, એક પીવો ત્યાં સુધી રહે, બીજો રાતે પીવો અને સવારે ઉતરી જાય, પરંતુ પ્રેમ બે વ્યક્તિ ને જ એકબીજાનો નશો બનાવી દે છે, એકબીજાને પીધા વિના ન ચાલે એટલે ન જ ચાલે, પીધે જ રાખો.

પ્રેમ કદી એક દ્વારા થતો જ નથી. ક્રિષ્નને તો નીતનવા ધતીંગ કરવાની આદત જ છે, એ એના માટે જ આટલો બધો લવેબલ લાગે છે. પ્રેમના કારણે એવી તો કેવી તલબ લાગે કે શરાબનો નશો સાઈડ માં રહી જાયપ? શરાબનો આદતી જ્યારે શરાબ ના પીવે ત્યારે માત્ર હાથપગ ધ્રૂજતા હોય, પરંતુ સાલુ પ્રેમી સાથે વાત ના થાય તો પેટમાં સલ્ફ્યુરીક એસીડ કેમ છંટાઈ જાય છે..? હાથ પગ તો ઠીક હૈયુ ધબક્યા વિના ધ્રૂજતુ હોય. દેશી મીક્સ માં કહીએ તો માઈન્ડ બેડ મારી જતુ હોય છે.

પ્રીયનો અવાજ સંભળાતા ટાઢા શેરડા પડે, એ સામે આવી જાય તો જામ પીવાઈ જાય. પરંતુ એ જામનો નશો ઉતરે એટલે પાછી તલબ ઉપડે. ફરી આંહ, નિગાહ ઔર હમ તબાહ.

પ્રેમને સ્પર્શની આંસ હોય છે, પ્રેમને નજરોનો શ્વાસ હોય છે, પ્રેમને દર્દની પાંખ હોય છે. ત્રણેયની હાજરી પ્રેમને મહેસુસ કરવા પર મજબુર કરી દે છે.

પ્રેમ સ્પર્શ માંગે જ છે, ભલે એ સ્પર્શનુ સ્વરૂપ સ્થુળ ન હોય. એવુ જરૂરી નથી કે કોઈ વ્યક્તિનો કોમળ કરનો સ્પર્શ પ્રેમી માંગશે જ. કદાચ હાથ ખરડાયેલા હશે તોય એ લપસણા કમળ જેવા જ લાગશે. પ્રેમમાં તો હોઠોનુ યુધ્ધ છે, યુધ્ધ હોઠોની વચ્ચે, યુધ્ધ કરવા વાળાય હોઠો, જે મેદાન પર યુધ્ધ થાય એ પણ હોઠોપ પાછી આ યુધ્ધમાં હાર તો કોઈની નહિ,,, દોનો ઔર ધજા પતાકા. માળુ હાળુ ખરૂ છે..! આ યુધ્ધ વારંવાર ખેલાવુ જોઈએ કારણ કે આ સ્પર્શની આંસ છે.

પ્રેમને નજરોનો શ્વાસ હોય છે. “જબ આપકી નીગાહે મેરી કુરબત સે દુર હો જાયેગી તબ યે સાંસે રૂક જાયેગીપ” . “એક નજર અને ધડકન બે”. નજરો મળતા મળતા તો હ્ય્દય એવુ ધડકવા માંડયુ હોય કે જાણે હ્ય્‌દય રૂપી પંપને ૫૦૦૦ હોર્સપાવર આપવામાં આવ્યો હોય. હરખઘેલુ હ્ય્દય ફરી લલચાય છે, કારણ કે એને પ્રીયના હ્ય્દયને પણ એટલુ જ ઝડપથી દોડાવવુ છે. એને ત્યાં સુધી દોડવુ છે, જ્યાં સુધી એક વિરાનતા ના આવી જાય. એ વિરાનતા દ્વેતને એક્ય બનાવી નાખે.

“પછી ક્રિષ્ન કહી શકે હો કે આપણે બન્ને તો એક જ છીએપ ઓકે ઓકે.. લોલ .”

પ્રેમને દર્દની પાંખો હોય છે. પ્રેમનો ન તો જન્મ થાય છે, ન તો એનો કોઈ અંત છે, એ સર્વત્ર ફેલાયેલ છે. પરંતુ પ્રેમ ઉડે છે, પ્રસરે છે, ફેલાય છે. એને ઉડવા માટે જે પાંખો જોઈએ એ દર્દની પાંખો છે. પ્રેમ દર્દ વિના પાંગળો છે. જ્યાં સુધી એકબીજાથી થોડાક દુર જવાની ક્ષણ નહિ આવે ત્યાં સુધી એ ખાલીપો ક્યાંથી આવશે..? જેમાં પ્રેમનો જામ ભરવાનો હોય એ ખાલીપો એટલે જ દર્દ અને આ દર્દ જ આગ લગાવતુ હોય છે.

શાસ્ત્રોમાં વરસાદને અગ્નિ કહેવામાં આવ્યો છે. “પર્જન્યો વાવ ગૌતમાગ્નિ.” ઢળી ગયેલી સાંજે છુટા પડયા પછી અને ઢળતી સાંજે ફરી મળવા વચ્ચેનો જે સમય છે એ દર્દ છે. વરસાદતો કોઈને મળવા આવતો હોય છે, એ અવનિ ને પલાળવા આવતો હોય છે. પરંતુ સમજાતુ નથી, આ વરસાદ આગ બનીને અગ્નિને જ બુજાવવા કેવી રીતે આવી શકેપ? શાયદ મોહબ્બત મેં આગ દોનો તરફ લગતી હૈ. ભલે એ ઠંડો પવન અને સેન્સીટીવ છાંટા કાન પાસેથી પસાર થતા હોય પરંતુ એ ટાઢકની સાથે કોઈની યાદની અગ્નિ જલાવી જતા હોય છે. પછી આ મનને હું તો કાબુમાં ના જ રાખી શકુ. કોઈ ભડના દિકરાઓ હોઈ શકે પણ એ એનુ દુર્ભાગ્ય જ કહેવાય. આવી ક્ષણો માં મનને ઉડતા ન આવડતુ હોય તો એને ધક્કો મારી દેવો જોઈએ, એને ઉડતા આવડી જ જશે.

પ્રેમમાં ઘણુ બધુ હોય છે. પ્રેમમાં એક જગ્યાએ મળતી બે નજર હોય છે.

પ્રેમમાં બે નામ હોય છે, જે બદનામ થવા તૈયાર હોય.

પ્રેમમાં વિચાર્યા વિનાની ક્ષણો હોય છે.

પ્રોગ્રામીંગ ની ભાષામાં કહેવામાં આવેતો,

પ્રેમમાં ઈન્સ્ટન્ટ ઈનીશલાઈઝેશન હોય છે.

પ્રેમમાં પરમાત્મા હોય છે.

( છતા લોકો જાતી પાતી ના નામે એ પરમાત્માનુ ખુન કરવા આડા ઉભા રહી જાય એ વાત અલગ છે.)

પ્રેમમાં પુરૂષાર્થ હોય છે.

( નાનુ ઉદાહરણ, મુવી : મૈને પ્યાર કીયા)

પ્રેમમાં ઉડતા વાળને કાનની પાછળ કરતી ચાર આંગળી અને એક અંગુઠો હોય છે.

પ્રેમમાં કોઈના શ્રૂંગારનુ વર્ણન કરતા શબ્દો હોય છે.

પ્રેમમાં ખટમીઠા ઝઘડાઓ હોય છે.

પ્રેમમાં નજાકત, નખરા અને નગ્નતા હોય છે.

પ્રેમમાં પુર્ણતા હોય છે.

પ્રેમની પુર્ણતામાં એક ખાલીપો હોય છે.

ખરેખર તો પ્રેમમાં કશુ હોતુ જ નથી. પ્રેમમાં પ્રેમ જ હોય છે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App