SUneha - 2 books and stories free download online pdf in Gujarati

સુનેહા - પ્રકરણ ૨

-: બે :-

‘અરે હૈદર!! ભૂષણભૈ આયા કે નહી?’ પવને પોતાની કેબીન માંથી જ હૈદરને બુમ પાડી.

દર શનિવારે એક તો અડધો દિવસ હોવાથી અને લગભગ બે થી અઢીની વચ્ચે અઠવાડિક હિસાબ ક્લીયર કરવા આવતાં ભૂષણ સાથે ગરમાગરમ નાસ્તો અને ચા કરવાનો ક્રમ કાયમી થઇ ચુક્યો હોવાથી પવન ટીફીન નહોતો મંગાવતો. અત્યારે ઓલરેડી ત્રણ વાગી ચુક્યા હતાં અને ઓફિસમાં ફક્ત પવન અને હૈદર જ હતાં.

‘ના રે ના, જુવો ને? બળ્યું મને તો ક્યારનીય ભૂખ લાગી છે પવનભૈ... પણ આ ભૂસણભૈ આવે તો ને?’ હૈદર એનાં ચિતપરિચિત લટકા કરતો પવનની કેબીનમાં દાખલ થયો અને પવનની સામેની ખુરશીમાં બેસી ગયો.

‘તો પછી લેન્ડલાઈન ઉપરથી ફોન કર ને? ભૂખ તો સાલી મનેય બહુ લાગી છે.’ પવને હૈદરને રીતસરનો હુકમ જ કર્યો અને હૈદરે યંત્રવત સામે પડેલાં ફોનને ઉપાડી પોતાની નજીક મુક્યો અને ભૂષણનો નંબર ડાયલ કર્યો.

‘ઓહ્હો આ લોકો આ મુવા ટાવરો જમીનની અંદર મુકે છે કે સું? જયારે જોઈએ ત્યારે જ કવરેજ વિસ્તારની બહાર આવે..હંહ.’ ભૂષણનો નંબર ન લાગતાં હૈદર ખીજાયો.

‘બે મિનીટ પછી ટ્રાય કરને લ્યા, શું કરવા આટલો ગુસ્સે થાય છે?’ પવન કમ્પ્યુટરમાં કશીક એન્ટ્રી કરતાં બોલ્યો.

‘લો આ આયા...’ હૈદરે જેવી પોતાની ખુરશી પાછળ ફેરવી કે ભૂષણ બહાર પોતાનાં બુટ ઉતારતાં દેખાયા.

‘અંદર આવું રાઠોડ સાહેબ?’ બોલતાં બોલતાં ભૂષણે પોતાનાં ઓટોગ્રાફ જેવાં સ્મીત સાથે પવનની કેબીનનો દરવાજો ખોલ્યો.

‘હાઈસ તમે આયા તો ખરા નહીંતો મારાં પવનભૈ ભૂખ્યા રહી જાત.’ ભૂષણની કેબીનમાં એન્ટ્રી થતાંજ એની સામે આંખ મારતો હૈદર બોલ્યો.

‘હૈદર....’ પવને કડક નજરે હૈદર સામે જોયું.

‘અરે ના ના હૈદર, આ તો આજે આસ્ટોડિયા ગયો હતોને એટલે થોડી વાર થઇ.’ ભૂષણે પોતાનાં મોડાં આવવાનું કારણ ટૂંકમાં જણાવ્યું.

‘ચલ હવે ફટાફટ નાસ્તો લઇ આવ.’ ચપટી વગાડતાં વગાડતાં અતિશય ભૂખ્યા થયેલાં પવને હૈદરને કહ્યું.

‘અરે પવનભાઈ, આજે તો હું આસ્ટોડિયાના મિક્સ ભજીયા લઇ આવ્યો છું. ગરમાગરમ છે, હૈદર તું ખાલી ચા લેતો આવ.’ ભૂષણ મુસ્કુરાતા બોલ્યો.

‘શું વાત છે? આસ્ટોડિયાનાં ભજીયા? આયહાય મને તો બહુ ભાવે, અબ્બીહાલ ચા લઇ આવું. પણ તમે કોઈ મારાં આયા પેલ્લા ભજીયા ખાતાં નહી હોં?’ આટલું કહીને હૈદર તરતજ ઉભો થયો અને કેબીનની બહાર નીકળી ગયો.

‘વાહ ભૂષણભૈ, આજે અચાનક તમે ભજીયા લાયા?’ પવનને આશ્ચર્ય થયું.

‘હા, આ અઠવાડીએ પચાસ હજારનું કલેક્શન થયું છે પવનભાઈ!’ ભૂષણનાં ચહેરા પરનું કાયમ રહેતું સ્મીત વધુ પહોળું થયું.

‘મા કી આંખ, ભૂષણભૈ! દર મહીને પંદર-વીસ હજારની એવરેજ માંથી સીધાં પચાસ હજાર? કેવી રીતે?’ ભૂષણની વાત સાંભળતા જ અતિ આનંદમાં આવી ગયેલો પવન બોલ્યો.

એક છોકરો રાખ્યો છે, સેલ્સમાં. એને નોકરીની જરૂર હતી અને પાંચ-છ હજારમાં કામ કરવાયે તૈયાર હતો. એક નાનો ઇન્ટરવ્યુ લીધો અને મને હોશિયાર પણ લાગ્યો એટલે રાખી લીધો. પણ ખબર નહોતી કે પહેલાંજ અઠવાડીયામાં પચાસ હજારનો ધંધો લઇ આવશે.’ ભૂષણે ખુલાસો કરતાં કહ્યું.

‘વાહ વાહ વાહ તો તો મજો જ મજો. એટલે હવે તમારી દર અઠવાડિયાની એવરેજ પચાસની ગણી લઉં?’ પવન એકદમ ઉત્સાહીત હતો.

‘હા એટલીતો ખરી અને એનાંથી પણ વધી શકે, કારણકે છોકરો મહેનતુ છે, મેં એને મારાં ખિસ્સામાંથી આજે પંદરસો કમિશન લેખે આપી દીધાં, બિચારો ખુશ થઇ ગયો!’ ભૂષણનાં ચહેરા પર પણ એક આત્મવિશ્વાસ દોડી રહ્યો હતો.

‘એની માં ને!! હવે આમાં ભજીયાથી કામ નહી ચાલે, પાર્ટી જોઈએ, ફાઈવ સ્ટારમાં.’ પવને પોતાની માંગણી રજુ કરી.

‘હા હા પવનભાઈ કેમ નહી, બસ તમે કમીશનનો ચેક જલ્દી પાસ કરી દો, એટલે પાર્ટી!’ ભૂષણે પણ આંખ મારીને પોતાની જરૂરિયાત પવનને જણાવી દીધી.

‘અરે, સાહેબ, અવાજ કરો ને? આવતાં શનિવારે તમે આવશોને? ત્યારે તમારો ચેક રેડી હશે બસ?’ પવન બોલ્યો.

‘બસ તો પછી તમે કયો ત્યાં અને ત્યારેજ પાર્ટી!’ ભૂષણનો જવાબ તૈયાર જ હતો.

‘હા તો આવતે શનિવારે જ ગોઠવીએ ને? ડીનર સાથે ડ્રીંક અને પછી એજ હોટલમાં છોકરી!’ પવન હસતાંહસતાં બોલ્યો.

‘ઓ ભાઈ, ડીનર સુધી બરોબર છે પણ ડ્રીંક અને છોકરી બોકરી આપણું કામ નહી હોં!’ ભૂષણ થોડાંક ગભરાયેલા સ્વરમાં બોલ્યો.

‘અરે, શું કરવા ચિંતા કરો છો, ડીનર તમે કો’ એવું અને ડ્રીંક હું કઉ એવું યાર અને છોકરીની વ્યવસ્થા પણ હું જ કરી આલીશ, અરે એકદમ રાપચીક માલ લેતો આઇશ.’ પવનનાં મોઢાં પર તોફાની હાસ્ય હતું, એને ખબર હતી કે ભૂષણ આ બધાંથી ફક્ત દુર જ નથી રહેતો પણ એમ કરવાથી ડરે પણ છે.

‘અરે ના ના ના..એ બધું તમારાં જેવા મોટાં માણસોનું કામ, મારું નહી ભાઈ.’ ભૂષણ હવે રીતસર ગભરાઈ રહ્યો હતો.

‘લો! હવે આમાં મોટાં માણસ કે નાનાં માણસની ક્યાં વાત આઈ? આપણે તો દોસ્ત છીએ અને દોસ્તીમાં તો આટલું ચાલે ને યાર? અરે એકદમ જોઇને જ લપસી પડશો એવી અપ્સરા લાઈશ.’ પવન હજીપણ ભૂષણને ખીજવી રહ્યો હતો.

‘અરે ના ભાઈ, આપણને એમાં રસ નથી યાર, હા તમારું ડીનર પાક્કું અને બાકીનાં જલસા માટેનાં પૈસા હું તમને આપી દઈશ, પણ ડીનર પછી હું ઘરે જતો રઈશ.’ ભૂષણ પવનની કોઇપણ વાતથી બંધાઈ જવા તૈયાર ન હતો.

‘અરે, આખી રાતમાં જેટલાં શોટ કઈશુંને એટલા મારવા દેશે, જરાય ના નઈ પાડે અને તમે તો પાછાં આમ હેન્ડસમ ને ગોરગોરા છો એટલે તમને તો એમેય ના નઈ પાડી શકે, ચાલો ચાલો આ વખતે તો થઇ જ જાય.’ પવન હવે ભૂષણને હદ બહાર ચીડવી રહ્યો હતો અને ભૂષણ, હૈદરનાં જલ્દીથી પાછાં આવવાની મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો.

‘અરે ના ભાઈ, હું પરણેલો માણસ છું અને મારે આવાં કશા ધંધામાં નથી પડવું, તમે કુંવારા છો એટલે તમે જલસા કરો.’ ભૂષણ હવે પૂરી રીતે પવનનાં કંટ્રોલમાં હતો અને કોઈને પણ પોતાનાં કાબુમાં કરી લેવાં એ પવનની એક મોટી ખૂબી હતી.

‘હા હા હા, ચલો ઠીક છે જવા દીધા તમને...’ પવન ખડખડાટ હસી પડ્યો અને ભૂષણને થોડી રાહત થઇ.

‘સું થ્યું પવનભૈ આટલું જોર જોર થી કેમ હસો છો, છેક બા’ર સુધી અવાજ આવે છે.’ કેબીનમાં દાખલ થતાંજ હૈદર બોલ્યો, એનાં હાથમાં એક ટ્રે હતી જેમાં ચા નાં ત્રણ કપ હતાં.

‘તું તારું કામ કરને લ્યા..ચલ ટેબલ ઉપર છાપું પાથર એટલે ભજીયા ખઈએ, સાલા કેટલી વાર લગાડી તે? આ ભજીયા બી ઠંડા થઇ ગયાં જો!’ પવન હૈદર પર ખીજાયો.

‘હું સું કરું પવનભૈ? ચા વાળો કાકો મૂવો દૂધ લેવા ગ્યો’તો, એ પાછો આવે તાણે ચા બનાવે ને? બાકી ચા તો ગરમ ગરમ જ છે હોં ભૂસણભૈ!’ હૈદર ભૂષણ સામે જોઇને બોલ્યો.

હૈદરને ભૂષણ પ્રત્યે કોઈક અજીબ આકર્ષણ હતું એ પવનની પારખી નજર ક્યારનીય ભાળી ગઈ હતી એટલે એ બને તેટલો હૈદરને ભૂષણથી દુર રાખતો.

‘બસ હવે, જલ્દી ચા પી, ભજીયા ખા અને ઘેર જા અને બે દિવસનાં કપડાં લઈને સીધો મહેસાણા જતો રે, કાલે જેરામ દાદાને ત્યાં હવન છે, ભાભી એ તને બોલાયો છે એમને તારી ખાસ જરૂર છે.’ પવન હૈદર સામે થોડોક કડક થઈને બોલ્યો.

‘હા ભૈ હા આપણા નસીબમાં તો કામ જ છે ને? તમારી જેમ થોડું એસી માં બેસવાનું છે? હેં ભૂસણ ભૈ?” હૈદર હજી અટક્યો ન હતો અને ભૂષણ સામે સતત જોઈ રહ્યો હતો.

‘ચલ ચલ! દસ મીનીટમાં ઓફિસની બા’ર તારો ટાંગો નાં ગયો તો તોડી નાખીશ એને.’ હૈદરની ક્રિયા-પ્રતિક્રિયાથી પવન હવે ખરેખર ગુસ્સે થઇ રહ્યો હતો.

‘ટાંગો તોડી નાખસો તો બા’ર કેવી રીતે જૈસ? હે હે હે’ હૈદર લુખ્ખું હસ્યો, પણ પવને કરડી આંખે એની સામે જોયું એટલે તરતજ બાજુમાં પડેલું છાપું એણે પવનનાં ટેબલ પર પાથર્યું અને એનાં પર ભજીયાનું પેકેટ મુકીને ખોલ્યું.

ભજીયાનું પેકેટ ખોલીને તરતજ હૈદર એમાંથી જેટલાં એની હથેળીમાં સમાય એટલાં, લગભગ ચાર-પાંચ ભજીયા અને પોતાનો ચા નો કપ લઈને પવનની કેબીનની બહાર જતો રહ્યો.

‘ખોટું લાગ્યું લાગે છે.’ હૈદર તરફ વળીને જોતજોતા ભૂષણ બોલ્યો.

‘લાગે રાખે, એની બહુ ચિંતા નહી કરવાની, હું તમારીજ રાહ જોતો હતો યાર.’ પવને બટેટાનું એક ભજીયું પોતાનાં અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે રાખ્યું હતું અને પછી બીજી આંગળીથી એને ગોળ ગોળ ફેરવવા માંડ્યો.

‘કેમ શું થયું? એટલીબધી ભૂખ લાગી હતી?’ ભૂષણ ફરીથી પવન તરફ ફર્યો.

‘બે ના યાર, પેલી દિવ્યા છે ને? કાલે રાત્રે એને પાડી દીધી!’ કહીને પવને આખું ભજીયું મોઢામાં મૂકી દીધું અને ભૂષણ સામે આંખ મારી.

‘હેં? શું વાત કરો છો? દિવ્યા એટલે પેલી કોલ સેન્ટર વાળી છોકરીને?’ જોરથી હેં બોલાઈ જતાં અને પછી તરતજ હૈદરનું કેબીનની બહારજ બેઠાં હોવાનો ખ્યાલ આવતાં જ દિવ્યાનું નામ ભૂષણે સ્હેજ ધીરેથી લીધું.

‘હા હા એ જ. છેલ્લાં પંદર દિવસથી રીસેસમાં કેબીનમાંતો એને દબાઈજ લેતો હતો પણ કાલે તો ‘હોટલ મહાસમુદ્ર’માં...’ આટલું બોલીને પવને ફરીથી પોતાની જમણી આંખ ઝબકાવી.

‘શું વાત છે પવનભાઈ, તમારા ડેરિંગને તો માન આપવું પડે.’ એક હાથમાં ભજીયું અને બીજાં હાથમાં ચા ની પ્યાલી પકડેલા ભૂષણનાં ચહેરા પર પવન પર એક અનોખા આદરનો ભાવ જાણેકે ટપકી રહ્યો હતો, કારણકે એ જાણતો હતો કે એનામાં આમ કરવાની તો શું પણ વિચારવાની પણ હિંમત ન હતી.

‘અરે, એમાં ડેરિંગ શું? આપણો શુક્ર જ મજબુત છે. બહુ મહેનત કરવાની જ નહી. એં, આંબા નીચે જઈને ઉભો રઉંને તોય કેરી એની મેળેજ નીચે પડે, હા હા હા હા હા!’ પવન ખડખડાટ હસી પડ્યો.

‘હા ભાઈ હા, તમે તો નસીબ લઇને આવ્યા છો એમાં ના નહીં.’ ભૂષણનાં અવાજમાં નિરાશા નહોતી પણ પોતે આવું કશું કરી શકવા માટે જરાપણ હિંમત ધરાવતો નહોતો એનો હળવો ઈઝહાર પણ હતો.

‘આખી રાતમાં ચાર વાર, ભૂષણભૈ ચાર વાર.’ પવન પોતાની બહાદુરીની વાત કરતાં સતત પોરસાઈ રહ્યો હતો. અમ્સ્તુય એને પોતાની સેકસ્યુઆલિટી પર ખુબજ અભિમાન હતું પણ પોતાની પોઝીશનને ધ્યાનમાં રાખતાં ભૂષણ સિવાય કોઈનીય સાથે આ વાત શેર નહોતો કરતો.

‘તમને થાક ના લાગે? અમે તો યાર એકજ વારમાં...’ ભૂષણનાં ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

‘થાક? હા હા, અરે એકવાર પતે એટલે બીજીવાર કરવાનું જોર આઈ જાય, અને એય ખાલી દસ પંદર મિનીટ માં જ.’ પવને ફરીથી આંખ મારી.

‘હમમ.. દિવ્યાએ ના ન પાડી?’ ભૂષણને હવે વધુ જાણવું હતું.

‘હા હા હા .. એનામાં હિંમત હતી ના પાડવાની? કાલે સાંજે એને એની હોસ્ટેલ પરથી ઉપાડીને હોટેલમાં જમવા લઇ ગયો ત્યારેજ કીધું હતું કે છોકરી મને ના પાડે એ એકતો મને જરા બી પસંદ નથી અને જો પ્રમોશન અને પગાર વધારો જોઈતો હોય તો તો ના તો બીલકુલ પાડવાની જ નઈ.’ પવને દિવ્યા સામે મુકેલી પોતાની શરત ભૂષણને કીધી.

‘હેંડો હવે હું નીકરું પવનભૈ? પાછા ભાભી મારી ચિંતા કરતાં હસે કે હૈદર કેમ ના આયો?’ પોતાનું મોઢું અને હાથ પોતાનાં રૂમાલથી લૂછતો લૂછતો હૈદર એની આદત પ્રમાણે અચાનક જ પવનની કેબીનમાં દાખલ થયો, એવી રીતે કે જાણે ફક્ત પંદર મિનીટ પહેલાં કશું બન્યું જ ન હતું.

જોકે એ એવોજ હતો.

‘હા ભૈ હા તું ઉપડ, નહીતો ભાભી તારી ચિંતા કરીને અડધા થઇ જશે.’ પવન દાઢમાં બોલ્યો.

‘હાસ્તો બીજું સું વરી..હેંડો ત્યારે ભૂસણભૈ હું નીકરું, નેક્સ્ટ ટાઈમ તમનેય ભેગો લઇ જૈસ.’ હૈદર ભૂષણની બાજુમાં જ ઉભો હતો એટલે એના ખભા પર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો.

‘અલ્યા તું ઉપડને યાર? મગજની મેથી ના માર!!’ હૈદરનું ભૂષણનાં ખભા પર હાથ ફેરવવું પવનને જરાપણ ન ગમ્યું એટલે એણે લગભગ ત્રાડ નાખી અને હૈદર જાણેકે પવને કોઈ સ્વીચ દબાવી હોય એમ ત્યાંથી ભાગ્યો.

‘એમ નહીં મને ડીટેઇલમાં સમજાવો.’ ભૂષણે વાતનો દોર ફરીથી સંભાળ્યો, પવનની વાતમાં વધુ રસ હોવાથી એને હૈદરની હરકતનો જરાપણ અંદાજ ન હતો.

‘અરે ત્રણ મહિનાથી આપણે ત્યાં છે અને તમને ખબર તો છે જ કે જરા આમ ભરેલી ભરેલી છોકરીઓ આપણને ખુબ ગમે છે. સાલી રોજ ટાઈટ કપડાં પે’રે પછી પંજાબી હોય કે પછી ટી શર્ટ અને જીન્સ. રોજ એની માં ને એનાં બધાજ ઘાટ દેખાય અને મારી હાલત એટલી ખરાબ થઇ જાય કે વાત ના પૂછો.’ પવને શરુ કર્યું અને ભૂષણ એકદમ ધ્યાનથી સાંભળવા લાગ્યો.

‘હમમ.. પછી?’ ભૂષણને તો પવન વાત કરતા રોકાય જ નહીં એવી ઈચ્છા રાખતો હતો.

‘પછી લગભગ ગયા મહીને મારે ગુરુવારનો અપવાસ હતો પણ સાલી ગરમી એટલી કે એસીમાં બી ત્રોસ પડે અને હૈદરીયો હતો નહીં એટલે હું જાતેજ આપણી પેન્ટ્રીમાં પાણી પીવા ગયો, ત્યાં વોશબેઝીનમાં આ વાંકી વળીને મોઢું ધોતી હતી. કુલર એની પાછળ હતું અને તમને ખબર જ છે કે આપણી પેન્ટ્રી કેટલી સાંકડી છે?’ પવન એક પછી એક ભજીયા ખાઈ રહ્યો હતો અને બોલી પણ રહ્યો હતો.

‘હમમ...પછી?’ ભૂષણ ફરીથી એમજ બોલ્યો.

‘પછી મેં જાણી જોઇને એના મોટા મોટા ઢગરા ઉપર મારો હાથ મુકીને કુલરમાંથી પાણી ભર્યું અને એ પાછળ જોઇને હસી.’ પવન પણ મલકી રહ્યો હતો.

‘ઓહ.’ ભૂષણને ફરીથી પવનની હિંમત પર માન થઇ ગયું.

‘બોસ્સ આપણને એની સ્માઈલ પરથી જ ખ્યાલ આઈ ગયો કે આ છોકરી ચાલુ છે.’ પવન બોલ્યો.

‘પછી? ભૂષણની ઇન્તેજારી હવે વધી રહી હતી.

‘એક-બે દિવસ પછી એના કોમ્પ્યુટર પર એણે કોને કેટલા કોલ કર્યા એ ચેક કરવાનાં બા’ને એની બાજુમાં બેઠો. એ દિવસે એણે ટાઈટ જીન્સ પહેર્યું હતું.’ પવને એની વાત આગળ વધારી.

‘હમમ પછી?’ ભૂષણ બોલ્યો.

‘એની મા ને એની જાંઘોનો ઘાટ જ કઈક એવો સેક્સી છે ને ભૂષણભૈ કે મારાથી તો ના જ રે’વાયું.’ પવન બોલ્યો.

‘એટલે પછી તમે શું કર્યું?’ ભૂષણ હવે પવનની વાત પુરેપુરી તાલાવેલીથી સાંભળી રહ્યો હતો.

‘બે મિનીટ તો કન્ટ્રોલ કરવાની ટ્રાય કરી પણ જે રીતે એ મને સમજાવતા સમજાવતા પોતાની ધૂનમાં જ પોતાનાં બેય પગ હલાવતી હતી અને પોતાની મસાલેદાર જાંઘોને એકબીજા સાથે ટકરાવતી હતી, મેં તો મારી આંગળીઓ એની એક જાંઘ ઉપર મૂકી જ દીધી! અને ધીરે ધીરે એના પર ફેરવવા લાગ્યો.’ પવને હસતાંહસતાં ભૂષણ સામે આંખ મારી.

‘તો પછી એણે શું કર્યું?’ ભૂષણે તરતજ પૂછ્યું

‘કશું નહી એ ફરીથી હસી અને આપણે કન્ફર્મ થઇ ગયાં કે છોકરી બાટલીમાં ઉતરી ગઈ છે.’ પવન હસી રહ્યો હતો.

‘પછી?’ ભૂષણની તાલાવેલી દેખીતી હતી.

‘પછી એને તે દિવસે બધાની સામે કીધું કે તારે સાંજે રોકાવું પડશે મને આમ આટલાબધા કામ વચ્ચે આબધું સમજવામાં ખ્યાલ નથી આઈ રયો.’ પવને વાત આગળ વધારી.

‘પછી? એણે હા પાડી?’ ભૂષણથી કદાચ હવે રાહ જોઈ શકાતી નહતી.

‘શું કરવા ના પાડે? પછી સાંજે બધા ગયાં એટલે મારી કેબીનમાં આવી, હૈદરીયા ને મેં ઘેરે વહેલો મોકલી દીધો હતો.’ પવન બોલ્યો.

‘પછી? તમે વાત કેવીરીતે આગળ વધારી?’ ભૂષણે પૂછ્યું.

‘એ કેબીનમાં આવી કે તરતજ મેં કેબીન બંધ કરી અને એને ચોંટી જ પડ્યો. અને એને બસ દબાવવા જ માંડ્યો અને એના મોઢા પર અને બીજે બધેજ કીસો કરવા લાગ્યો. સાલું મેં બપોરથી સાંજ સુધી બહુ કન્ટ્રોલ કરેલો.’ પવન પોતાની કહાણી એકદમ રસપૂર્વક સંભળાવી રહ્યો હતો.

‘તો એ કાઈ બોલી નહીં? આઈ મીન એણે ના ન પાડી?’ ભૂષણને જરાક આશ્ચર્ય થયું.

‘અરે ના શેની પાડે એને ચૂલ નહોતી? એનેય પોતાનો પગાર વધારવો હતો ને? ઉલટું એ મારાં શર્ટના બટનો ખોલવા લાગી.’ પવન બોલ્યો.

‘ઓહ! પછી?’ ભૂષણથી હવે રહેવાતું ન હતું.

‘પછી કશું નહીં એના ઉપરનાં કપડાં ઉપર કરી દીધા અને નીચેના કપડાં નીચે અને ...’ પવન જરાક અટક્યો

‘ના હોય!!’ ભૂષણનાં ચહેરા પરનું આશ્ચર્ય સમાતું ન હતું.

‘ના શું હોય? આપણે એમ કઈ કોઈ છોકરીને છોડીએ નહી પણ આ તો ઓફીસ છે અને સાંજે બી કોઈ અચાનક આઈ જાય તો? એટલે તે દિવસ ફૂલ પ્રોગ્રામ ના કરી શક્યો અને વચ્ચે બી બે ત્રણ વાર કર્યું પણ મજા નાં આઈ! પણ એ પણ કાલે રાત્રે તો પતાઈ જ દીધો!!’ પવને વાત પતાવી અને ભૂષણને આંખ મારી.

ત્યાંજ ભૂષણનો ફોન રણક્યો.

‘હા બસ નીકળું જ છું, હા હા સાડા છ સુધીમાં ઘેરે પહોંચી જઈશ.’ ભૂષણે ફોન પર વાત કરી અને કટ કરી નાખ્યો.

‘ભાભી હતા?’ પવને ફરીથી એની ટેવ મુજબ આંખ મારી.

‘હા ભાઈ તમારાં જેવાં આઝાદ પંખી થોડા છીએ? કાલ રાતની વાત હવે આવતાં શનિવારે! હું નીકળું તો પછી પવનભાઈ.’ ભૂષણે પવન તરફ પોતાનો હાથ લંબાવ્યો અને ખુરશીમાંથી ઉભો થયો.

‘ચોક્કસ, તમારી ઈચ્છા હોય તો દિવ્યા સાથે એકવાર તમનેય ગોઠવી દઈએ, એનું પ્રમોશન સો ટકા પાક્કું કરવા.’ પવન પણ પોતાની ખુરશી પરથી ઉભો થયો અને એ ખંધુ મલકાઈ રહ્યો હતો એને ખબર હતી કે ભૂષણનો જવાબ શું હશે.

‘તમે યાર ક્યાં મને ભરાવવાની વાતો કરો છો, જરા પણ નહીં હો? પાછુ એને કહેતા નહી કે હું બધું જાણું છું.’ ભૂષણનાં ચહેરા પર અચાનક ગભરાટ છવાઈ ગયો.

‘શું યાર તમે બી? આટલી અમથી મજાક નથી સમજી શકતા? મારે તો આજે રાતે એને ફરી મળવાનું છે. શનિવાર રાત્રે જલ્સા કરીને કાલે આખો દિવસ આરામ.’ એમ કરીને પવન ફરી પાછો ખડખડાટ હસી પડ્યો.

પવને પોતાની કેબીનનું કમ્પ્યુટર, એસી, ઓફિસની લાઈટો અને પંખાઓ બંધ કર્યા અને પછી ઓફિસનું મેઈન બારણું લોક કર્યું અને શટર પાડ્યું અને એનું તાળું પણ માર્યું.

પવન અને ભૂષણ બંને લીફ્ટમાં નીચે ઉતર્યા અને પાર્કિંગમાંથી પોતપોતાનું વાહન લઈને છુટા પડ્યાં. પણ પવન હજી કોમ્પ્લેક્સનાં પાર્કિંગની બહારજ નીકળ્યો હશે ત્યાંજ એના સેલફોન પર રીંગ આવી. બાઈક બાજુમાં રાખીને પવને સેલફોન સામે જોયું અને હસ્યો, એ કોલ દિવ્યાનો હતો.

=: પ્રકરણ બે સમાપ્ત :=

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED