સુનેહા - પ્રકરણ ૪ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુનેહા - પ્રકરણ ૪

-: ચાર :-

પ્લાસ્ટિકની દોરીઓ લઈને પવન બેડ તરફ આગળ વધ્યો જ્યાં દિવ્યા હજીપણ એના સ્તન પરનો પેલો લોહીવાળો ભાગ પંપાળી રહી હતી. દિવ્યાને બેધ્યાન જોઇને પવને બેડ ઉપર રીતસરનો કુદકો માર્યો અને દિવ્યાને ધક્કો મારી ને એને જબરદસ્તીથી બેડ ઉપર સુવાડી દીધી અને એની ઉપર રીતસર ચડી બેઠો. દિવ્યા કશું સમજે એ પહેલાતો પવને એનો ડાબો હાથ લઈને બેડ પાછળ આવેલી બારી ની જાળી સાથે બાંધી દીધો. દિવ્યાની ઉપર સવાર પવને કાચી સેકન્ડમાં દિવ્યાનો જમણો હાથ પણ જોરથી પકડી લીધો અને બીજીબાજુની બારી સાથે એને પણ બાંધી દીધો. દિવ્યા હજીપણ કશું નક્કી નહોતી કરી શકતી કે અચાનક પવનને શું થઇ ગયું છે? અચાનક પવને દિવ્યાના જમણા ગાલ ઉપર જોરથી તમાચો માર્યો અને દિવ્યાનું મોઢું જેવું ખુલ્યું કે તરતજ પવને એના મોઢામાં પોતાનાં રૂમાલનો ડૂચો ભરાવી દીધો.

હવે દિવ્યા રડી રહી હતી કારણકે એને પોતાની સાથે કશુક અજુગતું બનશે એવો ખ્યાલ આવી ગયો હતો. પવને દોરીના બીજાં બે લાંબા કટકા દિવ્યાના પગને બાંધ્યા અને એને વારાફરતી બાથરૂમનાં દરવાજે અને રૂમના બારણા સાથે બાંધી દીધા. આટલા મહિનામાં દિવ્યાએ પવનનું આ રૂપ કોઈવાર જોયું ન હતું. દિવ્યાની આંખોમાંથી ધોધમાર આંસુઓ વહી રહ્યાં હતા પણ મોઢું બંધ હોવાથી એ કશું બોલી શકતી કે જોરથી રડી શકતી ન હતી.

દિવ્યાને બાંધીને પવન બેડ સામેની ખુરશી પર બેઠો અને એક પેગ બનાવ્યો અને પછી સિગરેટ સળગાવી. એકવાર ગ્લાસમાંથી ઘૂંટડો અને એકવાર સિગરેટનો કશ લેતાલેતાં પવન દિવ્યાનું નગ્ન શરીર સ્કેન કરવા લાગ્યો અને એનીસામે અત્યંત ખરાબરીતે હસવા લાગ્યો. ગ્લાસ ખાલી થતાં જ પવન ઉભો થયો, એના જમણા હાથની પહેલી બે આંગળીઓ વચ્ચે સિગરેટ હતી. બેડ પાસે ઉભાઉભા પવને એક પછી એક પોતાનાં તમામ કપડાં ઉતારી નાખ્યાં અને ચારે બાજુએથી બંધાયેલી દિવ્યા ની બાજુમાં સુઈ ગયો.

પવનની નજર દિવ્યાની આંખોમાંથી અનરાધાર વરસી રહેલાં આંસુઓ પર ગઈ. સિગરેટનો એક કશ ખેંચીને એનો ધુમાડો પવને દિવ્યાના મોઢા ઉપર છોડ્યો. દિવ્યાથી આ સહન ન થઇ શક્યું અને એને ઉધરસ ચડી પણ એ લાચાર હતી. પવન ફરીથી ખંધુ હસ્યો.

‘જો દિવુરાણી! આ બધું આજે સાંજે પવનને ના પાડતા પે’લાં વિચારવાનું હતું. મેં તને પહેલેથીજ કીધું હતું કે આપણને ના સાંભળવાની જરાપણ આદત નથી. ગઈકાલે રાતે બી મને તે ચોથીવાર કરવાની ના પાડી હતી પણ મેં તને જવા દીધી હતી. પણ આજે તો તે હદ કરી નાખી મારી ડાર્લિંગ!! મને કીધા વગર મારાથી ભાગીને બરોડા જતી રઈ? આવું કરાય રાણી? હેં? એટલીસ્ટ પવન રાઠોડ સાથે તો આવી નાગાઈ ના જ કરાય, એટલે હવે તો તારે ભોગવવું પડશે કારણકે પવનને ના પાડનાર છોકરીને પવન સજા જરૂર આપે છે.’ પવન વારંવાર સિગરેટ નો કશ લઈને દિવ્યાના ચહેરા પર છોડી રહ્યો હતો. દિવ્યા ફક્ત પોતાનો ચહેરો હટાવ્યા સિવાય કશુંજ કરી શકે એમ ન હતી.

અચાનકજ પવન જરાક ઉંચો થયો અને એણે દિવ્યાની છાતી ઉપર સિગરેટ ની રાખ છાંટી અને એના ડંખથી દિવ્યા ખળભળી ઉઠી. એ કશું બોલી કે શારીરિક વિરોધ તો શકવાની નહોતી, એટલે એનું આખું શરીર આ પીડાને સહન કરવા માટે અચાનક જ ખુબ હલવા માંડ્યું.

‘શું થયું રાણીસાહેબા? બહુ બળ્યું ને? તે મને સાંજે ફોન કાર્યોને ત્યારે મને પણ આવીજ બળતરા થઇ હતી, પણ મારી એ બળતરા પર પાણી છાંટનારુ કોઈ નહોતું, પણ તારી પાસે તો તારો આ પવન છે એટલે ચિંતા ન કર. તારા એક એક જખમ પર હું પાણી છાંટીશ!’ આટલું બોલીને પવને જ્યાં એણે સિગરેટની રાખ છાંટી હતી એ ભાગ ઉપર બાજુની બોટલમાં પડેલું મિનરલ વોટર છાંટવા લાગ્યો.

પવન અહીંયા જ ન રોકાયો એ આગળ વધ્યો અને દિવ્યાના અંગેઅંગ પર પોતાના સિગરેટની ગરમ ગરમ રાખને છાંટી . દિવ્યા કણસતી રહી પણ પવનને મજા આવતી રહી. એ દિવ્યા સાથે ફક્ત એની એક ‘ના’ નો બદલો આ રીતે લઇ રહ્યો હતો. દિવ્યાને હવે એકએક પળ નર્ક જેવી લાગી રહી હતી. દિવ્યાના સારા નસીબે પવનની સિગરેટ ખતમ થઇ જવાની સાથે એની બર્બરતા પણ હાલપૂરતી બંધ થઇ. પવને ફરીએકવાર દિવ્યાના બદનને સ્કેન કર્યું એના શરીર પર એણે આપેલાં ઘાવને એ ધ્યાનથી નીરખી રહ્યો હતો. દિવ્યા હવે એક પ્રકારની શાંતિ અનુભવી રહી હતી કારણકે એને પડી રહેલા ત્રાસનો એક ભાગ પૂરો થયો હતો.

દિવ્યાના બદનને નીરખી રહેલા પવને ટેબલ પરથી વ્હીસ્કીની બોટલ ઉપાડી, દિવ્યા ની આંખોમાં ફરીથી ભય ફરી વળ્યો. પવને બોટલમાં થી બે-ત્રણ ઘૂંટડા સીધાં પીધા અને બોટલ ફરીથી ટેબલ પર મૂકી દીધી. પવનને હવે દિવ્યાને ભોગવવાનું મન થઇ રહ્યું હતું અને એનો આભાસ દિવ્યાને પણ પવનનાં તેના તરફ જોવાની રીતથી થઇ ગયો હતો. પવન દિવ્યા સામે હસ્યો અને તરતજ એના પર સવાર થઇ ગયો દિવ્યા હજી કશું સમજે એ પહેલાંજ એને ભોગવવા લાગ્યો. દિવ્યાને ફરીથી દર્દ નો અહેસાસ થયો પણ એ બંધાયેલી હતી. પવનનાં દરેક ત્રાસનો મૂંગા મોઢે સામનો કર્યા સીવાય એને છૂટકો ન હતો. પવનની આદત પ્રમાણે આખી રાતમાં દિવ્યાને એણે આવીજ રીતે પાંચવાર ભોગવી અને ત્યારબાદ જાણેકે ખુબ થાકી ગયો હોય એમ બંધાયેલી દિવ્યાની બાજુમાં પડખું ફરીને સુઈ ગયો ત્યારે દિવ્યાને હાશ થઇ. દિવ્યા પણ ત્રાસ સહન કરીને થાકી ગઈ હતી અને આથીજ એને બંધાયેલી હાલતમાં જ ઊંઘ આવી ગઈ પણ એવાં ડર સાથે કે ફરી બે-ત્રણ કલાકે એણે હવે નવું શું સહન કરવું પડશે?

લગભગ ત્રણેક કલાક પછી દિવ્યાની આંખ ઉઘડી, પોતે હજીપણ નગ્ન અને બંધાયેલી હાલતમાં જ હતી પણ પવન બાજુમાં ન હતો. એણે ડોકું આમતેમ ફેરવ્યું પણ પવન દેખાયો નહી. બાથરૂમમાં નળ નો અવાજ આવ્યો એટલે એને થયું કે પવન કદાચ બાથરૂમ ગયો હશે. બે મિનીટ પછી બારણું ખુલ્યું અને દિવ્યા ને આઘાત લાગ્યો. બાથરૂમમાંથી પવન નહીં પણ મુસ્તાક બહાર આવ્યો. દિવ્યા ફરીથી બેચેન થવા લાગી. પવન સુધી તો બરોબર હતું પણ હવે તે મુસ્તાક સામે સાવ નગ્નાવસ્થામાં હતી અને એપણ બંધાયેલી હાલતમાં. દિવ્યા મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મુસ્તાક હવે એની સાથે કશું ન કરે. પણ ઘણીવાર ભગવાન પણ આપણાથી મોઢું ફેરવી લે છે અને જે થવાનું હોય છે એ થઈને જ રહે છે.

દિવ્યાને જાગી ગયેલી જોતાંજ મુસ્તાકે રૂમનું બારણું બરોબર બંધ છે કે નહીં એ ચેક કર્યું અને કાચી સેકન્ડમાં પોતાનાં બધાજ કપડાં ઉતારીને એપણ દિવ્યાનાં શરીરને ભોગવવા લાગ્યો. દિવ્યાની પાછળની બારી અડધી ખુલી ગઈ હતી અને એમાંથી આવી રહેલું વહેલી સવારનું પહેલું કિરણ દિવ્યાના આંસુઓને ચમકાવી રહ્યું હતું. મુસ્તાક દિવ્યાના હોઠોને અને સમગ્ર ચહેરાને ચૂમી રહ્યો હતો અને એને સતત ભોગવી રહ્યો હતો. પોતાની વાસના સંતોષાઈ જતાં મુસ્તાકે તરતજ ઉભા થઈને પોતાનાં કપડાં પહેર્યા અને દિવ્યાને તેણે બંધન માંથી છૂટી કરી.

‘પંદર મીનીટમાં પાછો આવું છું, ત્યાંસુધીમાં તૈયાર થઇ જજે એટલે તને તારી હોસ્ટેલે મૂકી આવું.’ આટલું કહીને મુસ્તાક રૂમની બહાર જતો રહ્યો.

મુસ્તાકના ગયાં પછી દિવ્યા ખૂબ રડી, ખુબ રડી. એનામાં ઉભા થવાની જરાપણ તાકાત ન હતી પણ જો હવે એ વધુ વખત આ નરકમાં રહેશે તો કદાચ હજી બીજાં બે-ત્રણ લોકો એને એની ઈચ્છા વિરુદ્ધ ભોગવશે એવો એને ડર લાગ્યો એટલે એ પોતાની બધીજ તાકાત ભેગી કરીને તરત ઉભી થઇ અને સામે પડેલી પોતાની બેગમાંથી નવાં કપડાં લઈને બાથરૂમ તરફ રીતસર દોડી અને તરતજ કપડાં પહેરી લીધાં.

બરોબર પંદર મિનીટ પછી મુસ્તાક પાછો આવ્યો અને દિવ્યાને તૈયાર થયેલી જોઇને તેની સામે હસ્યો અને પોતાનાં નીચલા હોઠ ઉપર જીભ ફેરવી.

‘જાણે સે પેલે પવનભાઈ કા મેસેજ સુણલો. આજ ઇતવાર હૈ તો પૂરા આરામ કર લીયો, કલ સુબો ટાઈમ પે ઓફીસ પહોંચણા. સમજી? ચલ અભી.’ એટલું બોલીને મુસ્તાક રૂમની બહાર નીકળી ગયો અને ફટાફટ ચાલવા લાગ્યો અને દિવ્યા એની બેગ લઈને એની પાછળ રીતસરની દોડી.

દિવ્યાના નસીબે અત્યારે પેલો રીસેપ્શન એરિયા ખાલી હતો એટલે મુસ્તાકે ચાવી ટેબલ પરજ મુકીને આગળ ચાલવા લાગ્યું. દાદરા સામે પડેલી બાઈકને કિક મારીને મુસ્તાક દિવ્યાના બેસવાની રાહ જોવા લાગ્યો અને દિવ્યાએ પણ જરાય વાર ન કરી. અત્યંત થાકેલી હોવા છતાં દિવ્યા ઝડપથી એની પાછળ બેસી ગઈ.

નારોલ સર્કલેથી સરખેજ ચાર રસ્તા તરફ બાઈક વળતાં જ દિવ્યાએ રાહત નો શ્વાસ લીધો. બાઈક ધીરેધીરે સરખેજ ચાર રસ્તાથી એસ. જી હાઈવે તરફ ગયું અને હાઈવે પર થલતેજ ચાર રસ્તે દિવ્યાને મુસ્તાકે ઉતરી જવાનું કીધું. દિવ્યાની વર્કિંગ વુમન હોસ્ટેલ અહીં આસપાસમાં જ હતી.

‘ફિરસે મજા કરણેકી ઈચ્છા હોવે તો બોલણા, બંદા હાજર હો જાવેગા.’ દિવ્યા તરફ આંખ મારી, હસીને મુસ્તાકે બાઈક મારી મૂકી.

***

‘સાડા અગિયાર થઇ ગયાં, સાલી આઈ નઈ.’ સોમવારે ઓફિસમાં સવારની પહેલી ચા પીતાંપીતા પવન પોતાની સાથે જ વાત કરી રહ્યો હતો.

દિવ્યા સાથે આટલી ક્રુરતા આચરી હોઈ છતાં પણ પવનને તો એમજ હતું કે દિવ્યા ફરીથી ઓફિસમાં રોજની જેમજ આવીને કામ કરવા લાગશે. કદાચ પવનનો સ્વભાવ જ આવો હતો. એક પળનાં ગુસ્સામાં એ ગમેતે કરી જતો પણ પછી જાણેકે કશુંજ બન્યું નથી એવો વર્તાવ કરતો. દિવ્યા સાથે એણે જે કર્યું એમાં એને જરાપણ શરમની લાગણી નહોતી થતી, ઉલટું એ એમ વિચારતો હતો કે દિવ્યાને પ્રમોશન અને પગાર વધારો જોઈતો હતો એટલે એણે પોતે જેમ ઈચ્છે એમજ કરવાનું હતું પણ દિવ્યાએ એમ ન કર્યું એટલે એ એવી સજાને જ લાયક હતી અને એટલેજ પોતાને આ પ્રકારનું વર્તન દિવ્યા સાથે કરવું પડ્યું અને એમાં પવનને કશુંજ અજુગતું લાગતું ન હતું.

સાડાબાર થયા એટલે પવનથી ન રહેવાયું, દિવ્યાનો ફોન સતત સ્વીચ ઓફ આવતાં એનો ગુસ્સો ફરીથી સાતમાં આસમાને જવા લાગ્યો. મુસ્તાકને ફોન કરીને એણે પાક્કું પણ કર્યું કે એણે દિવ્યાને ટાઈમસર આવી જવાનો મેસેજ આપ્યો હતો કે નહીં. મુસ્તાકે કન્ફર્મેશન આપતાં જ પવન ઝડપથી પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને હૈદરને પોતે બે-ત્રણ કલાકમાં આવે છે એમ કહીને ઓફિસનો દાદરો ઉતરી ગયો.

લગભગ ચાલીસ મિનીટ પછી પવન થલતેજ વિસ્તારમાં આવેલી દિવ્યાની ‘માં બાઈસા મારવાડી વર્કિંગ વુમન્સ હોસ્ટેલ’ પર પહોંચી ગયો.

‘દિવ્યા મહેશ્વરી છે?’ હોસ્ટેલમાં દાખલ થતાંજ ફ્રન્ટ ડેસ્ક પર બેઠેલી મહિલાને પવને સીધો સવાલ કર્યો.

‘આપ કૌન?’ પેલી મહિલાએ હિન્દીમાં સવાલ કર્યો.

‘મૈ ઉનકા બોસ હું, આજ વો ઓફીસ આઈ નહીં ઔર ફોન ભી સ્વીચ ઓફ હૈ ઈસલીયે ઇધર પૂછને આયા હું.’ પવને પોતાનો ગુસ્સો કાબુમાં કરતાં પૂછ્યું.

‘વો તો કલ સુબહ હી હોસ્ટલ છોડ કર ચલી ગઈ!’ પેલી સ્ત્રી બોલી.

‘હેં? ક્યાં? કીધર?’ કદાચ પવનને તો આવું કશું બનશે એવો કોઈજ અણસાર ન હતો.

‘વો તો બતાયા નહીં, કલ સન્ડે થા તો હમ સબ છુટ્ટી પે થે, પ્યુનકો બોલા કી વો અબ કભી નહી આયેગી, ઉસકી ડીપોઝીટ ભી નહી લે ગઈ.’ પેલી સ્ત્રી નાં મોઢા પર અજીબ ખુશી હતી, કદાચ એની સંસ્થાને ડીપોઝીટ પછી નહીં આપવી પડે એનો એને આનંદ હતો.

‘ઉસકા એડ્રેસ મીલેગા? ઘરકા?’ હથેળીમાં પોતાનો મોબાઈલ ગોળ ગોળ ફેરવતા પવને પૂછ્યું.

‘નો સર, વો હમ આપકો નહીં દે સકતે.’ પેલી મહિલાના અવાજમાં સત્તાનો રણકો હતો.

‘ઠીક છે.’ વધુ ચર્ચા કરવાનું યોગ્ય ન લાગતાં પવન બહાર નીકળી ગયો.

બાઈક ચલાવતા ચલાવતા પવનને કેટલાય વિચારો આવી ગયાં કે ક્યાંક દિવ્યાએ પોલીસનું શરણ તો નહીં લીધું હોય? કે ક્યાંક એ પેલા મનીષીયા પાસે તો વડોદરા નહીં જતી રહી હોય? બે મિનીટ તો પવને એમપણ વિચારી લીધું કે એ વડોદરા જઈને દિવ્યાને શોધી લાવે પણ પછી એ વિચાર છોડી દીધો કારણકે એના મતે એમ કોઈ ‘ચાલુ છોકરી’ પાછળ ટાઈમ બગાડવો એને પરવડે એમ નહોતું. પણ હા પોલીસનો એક છૂપો ડર પવનને જરૂર હતો એટલે રસ્તામાંથી જ જેરામ દેસાઈને ફોન કરીને પ્રસંગનાં બહાને પોતાને ગામ જતો રહ્યો.

પવનને ડર હતો એવું કશુંજ થયું નહીં પણ તેમ છતાં વર્ષોથી એને બોલાવતા મિત્રોને હજી વધુ સમય આપવાનો નિર્ણય કરીને પોતાને ગામ બે દિવસને બદલે આખું અઠવાડિયું રોકાઈને અમદાવાદ પાછો આવી ગયો અને ધીમેધીમે બધુજ પૂર્વવર્ત થઇ ગયું.

***

સ્ત્રીસંગ વીના પવન અધુરો હતો. પવનને બજારુ સ્ત્રીઓને ભોગવવી પણ ગમતી પણ એને અસલ મજાતો રોજીંદા જીવનમાં એની આસપાસ ઘૂમતી સ્ત્રીઓને ભોગવવામાં જ આવતી. જેમ પવન કાયમ કહેતો એમ એનો શુક્ર ખરેખર મજબુત હતો અને એને ઈચ્છા થાય ત્યારે એને ગમતી સ્ત્રી મળી જતી પછીએ પોતાનાં સગા-સંબંધીઓમાં હોય કે પછી પડોશમાં.

આ બાજુ જેરામ દેસાઈની ઈચ્છા ઓછી હોવા છતાં પણ પવનની મહેનતને લીધે કુરિયર કંપનીનો ધંધો તો વધી જ રહ્યો હતો. પહેલાતો પવન એકાઉન્ટ્સમાં ફક્ત છોકરી અથવાતો સ્ત્રી જ હોય એવો આગ્રહ પોતાનાં રસ ને કારણે રાખતો, પણ હવે મુખ્ય ઓફીસ હોવાથી અને ધંધો ખુબ વધી ગયો હોવાથી હવે એક રીસેપ્શનીસ્ટની પણ જરૂર પડી. આ જરૂરનો ખ્યાલ આવતાંજ પવનની દાઢમાં રીતસરનું પાણી આવવા લાગ્યું અને રીસેપ્શનીસ્ટ માટેના પહેલાજ ઇન્ટરવ્યુંમાં એણે એનાથી ખાસી મોટી અને પરિણીત પણ આર્થિક સંકડાશ અનુભવી રહેલી પણ આકર્ષક શરીરવાળી મહિલા જયશ્રી જાદવને નોકરીએ રાખી. પવને જયશ્રીની આર્થિક નબળાઈનો પુરેપુરો લાભ ઉઠાવ્યો. એટલુંજ નહીં પવને જયશ્રીના ઘરમાં બેસી રહેલા બેકાર પતિની દારૂ પીવાની જરૂરિયાતો પણ બેધડક પૂરી કરવા માંડી અને પતિ-પત્ની બન્નેને પોતાનાં કાબુમાં કરી લીધાં.

જયશ્રીને પણ પવન ઈચ્છા થાય ત્યારે ઓફિસમાં અને જુદીજુદી હોટલોમાં ભોગવતો અને જયશ્રી પણ પોતાની આર્થિક સંકડાશ દુર થઇ રહી હોવાનાં બહાને પવનને ક્યારેય ના પણ ન પાડતી એટલે પવન અને જયશ્રીનો સંબંધ લગભગ ત્રણ વર્ષ સુધી શાંતિથી ચાલ્યો. પણ એક દિવસ વાઈરલ તાવની અસર હેઠળ અત્યંત નબળાઈ અનુભવી રહેલી જયશ્રીએ ત્રણ વર્ષમાં પહેલીવાર પવનને ઓફિસમાં લંચબ્રેકમાં પોતાને ભોગવવાની ના પાડી ત્યારે પવન એની આદત મુજબ અત્યંત ગુસ્સે થઇ ગયો અને પોતાની કેબીનમાં સામે ઉભેલી જયશ્રીને બે તમાચા માર્યા અને એનું માથું પકડીને એને જોરથી સામેની દીવાલે ભટકાડયું. લોહી નીતરતી હાલતમાં જયશ્રીએ બીજીજ ઘડીએ રાજીનામું લખીને આપી દીધું. પવનને પણ કોઈ પસ્તાવો નહોતો.

‘તું નહી તો કોઈ બીજી આવશે, જતી રહે હવે અહીં થી, ફૂટ!’ એમ કહીને પવને જયશ્રીને પોતાની કેબીનમાંથી કાઢી મૂકી.

***

આ ત્રણ વર્ષમાં તો પવનનો ધંધો હવે દોડવા લાગ્યો હતો અને ભારતનાં લગભગ તમામ તમામ મુખ્ય શહેરોમાં પવનની કુરિયર કંપનીની ઓફિસો ખુલી ચુકી હતી. પવનની ભૂષણ સાથેની દોસ્તી પણ વધુ મજબુત થઇ ગઈ હતી. હજી સુધી ભૂષણે પવનની પોતાની સાથે કોઈ સ્ત્રીને ભોગવવાની કે પોતાની સાથે દારૂ પીવાની વાત હજી માની ન હતી, પણ હા પવનનાં પરાક્રમો એ હજીપણ રસથી સાંભળતો.

જયશ્રીના રાજીનામાં પછી, પવને ફરીએકવાર છાપામાં રીસેપ્શનીસ્ટ માટે જાહેરાત આપી અને હવે તો ઓફીસ સી.જી. રોડ જેવાં પોશ વિસ્તારમાં હોવાથી કેટલીય સુંદર અને સ્માર્ટ છોકરીઓની ફોટા સહીત અરજીઓ આવી પડી. પવને દરેક ફોટાને રસપૂર્વક જોયા અને છેવટે પંદર છોકરીઓને ઇન્ટરવ્યુ માટે પસંદ કરી. પણ જયારે ઇન્ટરવ્યુ થયો ત્યારે પવન નિરાશ થયો. પવનને પોતાનો અંગત રસ તો હતોજ પણ એને ઓફીસ માટે જોઈતી હતી એવી કોઈ સ્માર્ટ છોકરી ન મળી. ચૌદ ઇન્ટરવ્યુ લીધાં પછી પવને આશા છોડી દીધી, પણ હવે એકજ છોકરી બાકી છે તો એનો પણ ઇન્ટરવ્યુ લઇ લઉં એમ કહીને એણે હૈદરને પેલી બાકી રહેલી છોકરીને અંદર મોકલવાનું કહ્યું.

‘મે આઈ કમ ઇન સર?’ બાયોડેટા ફાઈલ જોઈ રહેલા પવનનાં કાન ઉપર એક મીઠો અવાજ પડ્યો.

‘હા...હા.. પ્લીજ.’ પવનની નજર પેલી છોકરી પર પડી અને બસ સ્થિર થઇ ગઈ.

‘થેન્ક્સ..’ સ્મીત આપતી પેલી છોકરી પવનનાં આગલાં આદેશની રાહ જોઈ રહી હતી.

‘બેસો ને, મીસ્સ...અમમ....મીસ્સ.....’ પવન બાયોડેટાની ફાઈલમાં પેલીનો બાયોડેટા શોધવા લાગ્યો.

‘સુનેહા...સર, માય નેઈમ ઈઝ સુનેહા અગ્રવાલ!’ પેલીએ બેસીને તરતજ એક પહોળા સ્મીત સાથે પવન સામે પોતાનો જમણો હાથ લાંબો કર્યો!.

=: પ્રકરણ ચાર સમાપ્ત :=