સુનેહા - ૬ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સુનેહા - ૬

-: છ :-

આ બે કારણોમાંથી પહેલું કારણ હતું સુનેહા અને જગતાપ વચ્ચે ઉંમરનો એક મોટો તફાવત. બે વર્ષ પહેલાં જયારે સુનેહા અને જગતાપનાં લગ્ન થયા ત્યારે સુનેહા ફક્ત એકવીસ વર્ષની હતી અને જગતાપ ઓલરેડી સાડત્રીસનો હતો. સુનેહાનાં પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે સુનેહાએ કોઇપણ હિસાબે વહેલાં પરણી જવાનું નક્કી કર્યું હતું, કારણકે તો જ એ પિતાનો ‘ભાર’ થોડોક હળવો કરીશકે એમ હતી. સુનેહા, એનું માંગુ લઈને આવનાર ઉમેદવાર સામે કાયમ બે શરતો મુકતી. એક તો એ કે લગ્ન પછી એ નોકરી કરશે અને બીજી એ કે મહિનાને અંતે પોતાનો તમામ પગાર પોતાનાં પિતાને આપી દેશે. મોટાભાગનાં છોકરાઓને સુનેહાની નોકરી કરવાની શરત સામે ખાસ વાંધો ન હતો પણ જયારે એ પોતાનો આખોય પગાર પોતાનાં પિતાના નામે કરીદેવાની બીજી શરત મુકતી ત્યારે બધાના મોઢાં બગડી જતાં.

સુનેહા જેવી અતિસુંદર અને પોતાનાથી ઉંમરમાં કેટલીય નાની એવી છોકરી જો પોતાની પત્ની બને તો એનો સમાજમાં અને પોતાનાં બીઝનેસ સર્કલમાં કેટલો વટ પડી જાય?, એમ વિચારીને જગતાપે સુનેહાની આ બંને શરતો પહેલાં ધડાકે જ સ્વીકારી લીધી અને અમસ્તુંય આર્થિક રીતે પણ જગતાપ સુખી હતો એટલે એને સુનેહાના પગારની કોઈજ જરૂર ન હતી વળી લગ્નની ઉંમર પણ વીતી જઈ રહી હતી વળી જગતાપે એમ પણ વિચાર્યુંકે પોતે આખો દિવસ બહાર રહે તો સુનેહા ભલેને નોકરી કરીને ટાઈમપાસ કરે? સુનેહાએ પણ આ રીતે પહેલીવાર કોઈએ પોતાની બંને શરતો સ્વીકારી લેતાં ઉંમરનું કારણ હોવા છતાંપણ તરતજ જગતાપનું માંગું સ્વીકારી લીધું હતું. એના માં-બાપે અને અમુક નજીકના સગાઓએ એને ખુબ સમજાવી પણ ખરી કે આમ ઉતાવળ ન કર અને તને તારી ઉંમરને લાયક એવો છોકરો યોગ્ય સમયે જરૂર મળી રહેશે, પણ સુનેહા એના નિર્ણય પર મક્કમ રહી. જો કે સગાઈ પછી જગતાપ એના માતા-પિતાના દબાણ હેઠળ જેવાં લગ્ન થાય એવું તરતજ પોતાનું વચન ફેરવી તોળવા ઓલમોસ્ટ તૈયાર થઇ ગયો હતો, પણ એ ન બની શક્યું અને એ જ બન્યું સુનેહાને નોકરી કરવા દેવાનું બીજું કારણ.

લગ્નની પહેલી રાતે, ‘તું સૂઈજા થાકી ગઈ હોઈશ!’ કહીને જગતાપ પડખું ફેરવી ને સુઈ ગયો, ત્યારેતો સુનેહાને કોઈ ખ્યાલ ન આવ્યો, પણ બીજી રાતે પોતે સાવ નગ્ન થઈને અને સુનેહાને પણ સંપૂર્ણ નગ્ન કરીને અને પોતાનાં મોબાઈલ ઉપર એક સાથે કેટલીય પોર્ન ક્લીપ્સ જોયા પછી પણ જયારે જગતાપનું ઉત્થાન શક્ય ન બન્યું ત્યારે સુનેહાને ખ્યાલ આવી ગયો કે જગતાપ કદાચ ‘પુરુષમાં’ નથી.! એ આખીય રાતમાં અઢળક કોશિશો કરવા છતાં જયારે જગતાપને ઉત્થાન ન થયું ત્યારે એણે રીતસર સુનેહાને પગે પડીને અને રડતાં રડતાં આ વાત કોઈને પણ ન કહેવા અને એ જેમ કહેશે એમ જ થશે એવું વચન પણ આપી દીધું. સુનેહાને તો ફક્ત પોતાનાં માતા-પિતાની જ ચિંતા હતી એટલે એણે જગતાપ સામે ફક્ત એક જ શરત મૂકી કે એ હવે કોઈવાર એને નોકરી ન કરવા બાબતે દબાણ નહીં કરે અને જગતાપ તરતજ માની ગયો.

પછી તો મિત્રવર્તુળમાં અને ધંધાની પાર્ટીઓમાં પણ જયારે જગતાપ અને સુનેહા જતાં ત્યારે એના મિત્રો અને અન્યો સુનેહાના રૂપના વખાણ કરતાં એટલે જગતાપને એના પતિ હોવાનો ગર્વ પણ થતો. પણ, સુનેહાનું રૂપ એટલું ઝાકમઝોળ હતું કે જગતાપ પોતાની મજબૂરી છતાંપણ ઘણીવાર જાતને કન્ટ્રોલ કરી શકતો ન હતો એટલે મિત્રોની આડીઅવળી સલાહો માનીને નકલી વૈધો અને હકીમો પાસે ઉત્થાનની દેસી દવાઓ લઇ આવતો. હા એનાથી એને અમુક સમય ઉત્થાન જરૂર રહેતું એટલે એ સમય દરમ્યાન એ સુનેહાને ભોગવવાની કોશિશ પણ કરતો પણ એમ કરવાનું એ શરુ કરે ત્યાંજ એનું સ્ખલન થઇ જતું અને સરવાળે એ અને સુનેહા બંને ભૂખ્યા રહેતા અનેસાથેસાથે બંને ખુબ માનસિક તાણ પણ અનુભવતા.

***

સુનેહાને પવનની કંપનીમાં નોકરી શરુ કરે હવે ત્રણ મહિના થઇ ગયાં હતા. સુનેહા ભલે ગ્રેજ્યુએટ ન હતી પણ સ્માર્ટ જરૂર હતી. રીસેપ્શનીસ્ટનું કામ ઉપરાંત એણે પોતાની મેળે કુરિયરનાં ઓનલાઈન ઇન-આઉટ રજીસ્ટર મેઇન્ટેઇન કરવાનું પણ શીખી લીધું હતું. પવનનું દિલ તો એણે પહેલેથી જ જીતી લીધું હતું અને પોતાનાં મળતાવડા અને સહુને મદદ કરવાનાં સ્વભાવથી એ સ્ટાફના તમામ લોકોમાં એ ખાસીએવી લોકપ્રિય થઇ ચુકી હતી. પવનને પોતાનાં શુક્ર ઉપર ખુબ અભિમાન હતું પણ એને હજી વિશ્વાસ નહોતો આવતો કે ત્રણ-ત્રણ મહિના પછી પણ એને હજી એકવાર પણ સુનેહાનાં શરીરને ભોગવવાની કોઈજ ઈચ્છા નહોતી થઇ. હા એનો એવો મતલબ જરાપણ નહોતો કે એ એની ફિરાકમાં ન હતો, પણ ખબર નહીં કેમ આ વખતે શરીર કરતાં પવનને સુનેહાનું દિલ જીતવામાં વધુ રસ હતો અને એટલેજ એ કાયમ સુનેહાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ પણ કરે રાખતો. પણ એમ કોઇપણ રીતે સુનેહા પોતાનું મન કળવા દેતી ન હતી. હા એનો મોટાભાગનો સમય પવનની કેબીનમાં જ વીતતો અને બંને ખુબ વાતો પણ કરતાં. અરે! પવનની ત્રણ વખતની ચા સુદ્ધાં સુનેહા જ બનાવતી. જો કે સુનેહાને પણ પવનનો આત્મવિશ્વાસ અને ઓફિસમાં એનો રૂતબો ખુબ ગમતો.

અમુક સમયબાદ પવન સાથે વધુ દોસ્તી થતાં કોઇપણ આકાંક્ષા વગર પોતાનું જીવન વિતાવી રહેલી સુનેહાને પવન પોતાની રણ જેવી જીંદગીમાં મીઠી વીરડી જેવો લાગવા લાગ્યો હતો. સુનેહાએ એનું અત્યારસુધીનું જીવન ફક્ત પોતાનાં માતાપિતા માટેજ સમર્પિત કરી દીધું હતું. એના લગ્ન પણ એના માતાપિતાને ટેકો કરવા માટેજ થયા હતા. મોટી ઉંમરનાં પતિ પાસેથી પ્રેમ મળવાની આશા પણ ઠગારી નીવડી હતી. સુનેહાને આ દરમ્યાન જો પવન પોતાની નજીક આવવાની કોશિશ કરે તો તેને તેમ કરવા દેવામાં કોઈજ વાંધો નહતો પણ આ બાબતે એ પહેલ કરવા તૈયાર ન હતી. પવનને પોતે સુનેહાને ગમે છે કે નહીં એની હજીપણ ખબર ન હતી. અઢળક વાતો અને સતત એકબીજાની મજાક-મસ્તી કરવામાં ત્રણ મહિના આમનેઆમજ વીતી ગયાં હોવાથી પવને હવે આ બાબતે કોઈ ફેસલો લાવવા થોડાંક બોલ્ડ થઈને આગળ વધવાનું નક્કી કર્યું.

***

‘અરે સુનેહા મેડમ!! જરા આવો તો!!’ ઇન્ટરકોમને બદલે પવને સુનેહાને પોતાની કેબીનમાં બેઠાબેઠાજ બુમ પાડી.

‘જી, સર?’ કેબીનમાં ઘૂસતાંજ સુનેહા બોલી.

‘મેડમ, મેં તમને કીધું હતું ને કે મારી ચા બનાવો ત્યારે એમાં ખાંડ જરાક વધુ નાખવાની?’ પવને જાણેકે ફરિયાદ કરતો હોય એમ બોલ્યો. પવનની ચા પણ હવે સુનેહાજ બનાવતી.

‘હા, તો સર મેં ટી-મેકરની બાજુમાં જ ખાસ તમારાં માટેજ ખાંડનો ડબ્બો મુક્યો છે અને આજે પણ ત્રણ આખી ચમચી મેં મારી જાતેજ નાખી છે.’ સુનેહાને આશ્ચર્ય થયું.

‘મને તો નથી લાગતું, જુવો તો?’ પવને પોતાનો કપ સુનેહા સામે ધર્યો.

‘બરોબર તો છે સર?’ પવનનાં કપમાંથી એક ઘૂંટડો લઈને સુનેહા બોલી.

‘એમ? ના હોય!’ પવને તરતજ સુનેહાના હાથમાંથી કપ લઇ લીધો.

‘હા, સર એકદમ ગળી છે, મને યાદ છે મેં આમાં ખાંડ નાખી હતી.’ સુનેહા ફરીથી બોલી.

‘હમમ...હવે આનો સ્વાદ બરોબર થયો હોં કે!’ પવને હવે ફરીએકવાર કપમાંથી ચા નો ઘૂંટડો પીતાં કહ્યું. સુનેહા તરફ જોઈ રહેલા એના ચહેરા પર તોફાની સ્મિત હતું.

પહેલાંતો સુનેહાને પવનનાં આ તોફાન બાબતે કોઈજ ખ્યાલ ન આવ્યો પણ પછી જયારે એને ખબર પડી કે પોતે ચા ચાખ્યા પછી પવનને ચા વધુ મીઠી લાગી એટલે એ તરતજ શરમાઈ ગઈ અને હસતાંહસતાં કેબીનની બહાર જતી રહી. પવનને પણ ખુબ ગમ્યું અને એને લાગ્યું કે એનાં પહેલાં પાસાં તો પોબાર પડ્યા છે અને સુનેહાને પોતાનાં આ તોફાનથી કોઈ દેખીતો વાંધો નથી. પવન પોતાનાં ટેબલ પર પગ લંબાવીને ધીમેધીમે હસવા લાગ્યો અને હવે આગળ શું કરવું જેનાથી સુનેહા એની ઔર નજીક આવી જાય. સામેપક્ષે સુનેહાને પણ પોતે કોઈને ખરેખર ગમે છે અને એને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યું છે એવી લાગણી થઇ અને પોતાનાં ટેબલ પર બેઠીબેઠી શરમાવા અને પોતાની જાત ઉપર ઇતરાવવા લાગી.

***

‘સુનેહા મેડમ, જરા ચલો તો? પેલો રાયકા માઈન્સ વાળો કે છે કે આપણા હિસાબમાં ભૂલ છે, આપણે એમને મળવા જવું પડશે.’ ચા વાળી ઘટનાના એક દિવસ પછી પવન સવારે અચાનક જ પોતાની કેબિનમાંથી બહાર આવીને સુનેહાના ટેબલ પાસે આવીને લગભગ હુકમના સ્વરમાં બોલ્યો એના હાથમાં રાયકા માઈન્સની ફાઈલ હતી.

‘હું? કેમ?’ સુનેહાને નવાઈ લાગી કારણકે એનું કામ તો ફક્ત રીસેપ્શન પુરતું જ મર્યાદિત હતું અને બહારનું કોઈજ કામ કામ કરવાનું ન હતું. હા પોતાની નવરાશના સમયમાં એ એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ કે ડીસ્પેચ ડીપાર્ટમેન્ટનાં સહ-કર્મચારીઓ ને અથવાતો પવનને પણ જરૂર પડે મદદ કરતી પણ ખરેખરતો એ એનું કામ નહોતું.

‘અરે, તમેજ આ દેવાંગીયાને ગઈ વખતે એમનું એકાઉન્ટ સરખું કરવામાં મદદ કરી’તીને? એટલે તમારી જરૂર પડશે, ચાલો હું નીચે પાર્કિંગમાં તમારી રાહ જોવું છું.’ બસ આટલું કહીને પવન તરતજ ઓફિસની બહાર નીકળી ગયો.

સુનેહાને આમ જુવોતો પવન સાથે બહાર જવાનો કોઈ વાંધો ન હતો પણ આ ત્રણ મહિનામાં આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. હા પવનને એ ખુબ આદર આપતી હતી અને ગઈકાલે એને ખ્યાલ પણ આવી ગયો હતો કે કદાચ પવન એની નજીક આવવાની કોશિશ કરી રહ્યો છે અને એને શંકા પણ ગઈ કે ક્યાંક પવનનું આ અચાનક જ બહાર જવા પાછળ સુનેહાને એની વધુ નજીક ખેંચવાનું તો નહીં હોય ને? જો કે હ્રદયના એક ઊંડા ખૂણે પવનનું આમ કરવું સુનેહાને પણ ગમતું જ હતું એટલેજ એણે પવનને વધુ કોઈ પ્રશ્ન ન પૂછ્યા.

સ્ટાફના સભ્યો ખાસકરીને હૈદર પાસેથી એણે પવનનાં ગુસ્સા વિષે ઘણું સાંભળ્યું હતું પણ એના આવ્યાં બાદ પવને કોઈવાર ગુસ્સો કર્યો ન હતો એ બાબત પણ એના ધ્યાનમાં હતીજ, પણ રિસ્ક શું કરવા લેવું? કદાચ પવન સાથે દલીલ કરે તો પવન ગુસ્સામાં આવી જાય તો? આખા સ્ટાફનો દિવસ બગાડવો એના કરતાં પોતે બે કલાક એની સાથે જઈ આવે તો એમાં કશોજ વાંધો નથી. એમ વિચારીને સુનેહા, પોતાનું પર્સ અને મોબાઈલ લઈને પવનની પાછળ પાછળ જ નીચે ઉતરી ગઈ.

પાર્કિંગમાં પવન સુનેહાની જ રાહ જોતો હતો. પવન સુનેહા સામે જોઇને હસ્યો અને ગોગલ્સ પહેરીને એણે પોતાની બાઈકને કિક મારી, રાયકા માઈન્સની ફાઈલ બાઈકની પેટ્રોલની ટાંકી ઉપર મૂકી અને સુનેહાની પાછળ બેસવાની રાહ જોવા લાગ્યો. સુનેહા હળવેકથી પવનની પાછળ બેસી ગઈ અને પવનનાં ખભે પોતાનો હાથ મુક્યો. પોતાનો પ્લાન સાકાર થતો જોઈ પવનનાં ચહેરા પર સ્મિત આવી ગયું અને એણે બાઈક ચલાવી મૂકી.

સુનેહા વારંવાર આગળના મિરરમાં ગોગલ્સ પહેરેલા પવનને જોઈ રહી હતી, ખબર નહીં કેમ પણ રોજ થોડો થોડો ગમતો પવન આજે એને જરા વધુ ગમવા માંડ્યો હતો. સુનેહાએ પવનનાં ખભા ઉપર પોતાની પકડ મજબુત કરી એની સાથેજ એને પવનનાં કસરતી બદનનો ખ્યાલ પણ આવી ગયો. પવનનાં શરીરનો પહેલીવાર સીધો સ્પર્શ થતાંજ છેલ્લાં બે વર્ષથી પરિણીત હોવા છતાંપણ શારીરિક સુખથી વંચીત સુનેહાનું મન થોડુક વિચલિત પણ થવા લાગ્યું અને એને પોતાને પણ ખ્યાલ નહોતો આવતો કે આમ કેમ થઇ રહ્યું છે? પણ જે કઈપણ લાગણી અત્યારે થઇ રહી હતી એ લાગણીને સુનેહાને રોકવી પણ ન હતી એટલું તો પાક્કું હતું.

***

‘રાયકા સાહેબને મલવું છે.’ રાયકા માઈન્સની ગુજરાત હાઈકોર્ટ સામે આવેલી ઓફિસમાં ઘૂસતાંજ પવને રીસેપ્શનીસ્ટને કહ્યું. સુનેહા પવનની પાછળ ફાઈલ લઈને ઉભી હતી.

‘સર તો હમણાંજ બહાર ગયાં!’ રીસેપ્શનીસ્ટે પવને ફોન ઉપર પહેલેથી જ ગોખાવી રાખેલો જવાબ આપ્યો.

‘હેં? પણ મને તો એમણે કીધું કે બેઠોજ છું આઈ જાવ!’ પવને સાવ ખોટું આશ્ચર્ય દેખાડ્યું.

‘હા પણ અચાનક ગાંધીનગરથી મીનીસ્ટર સાહેબનો ફોન આવી ગયો એટલે સર લગભગ પંદર-વીસ મિનીટ પહેલાંજ નીકળી ગયાં.’ રીસેપ્શનીસ્ટ ફરીથી પોતાની સ્ક્રીપ્ટ પ્રમાણે બોલી.

‘શીટ! પાછા ક્યારે આવશે?’ પવને પણ પોતાની સ્ક્રીપ્ટ ચાલુ રાખી.

‘લગભગ ત્રણેક કલાક તો લાગશે જ.’ રીસેપ્શનીસ્ટ બોલી એની નજર સતત સુનેહા પર હતી કારણકે ફોન ઉપર પવને એને કહી રાખ્યું હતું કે એની સાથે જે મેડમ આવે એમાં એને ‘રસ’ છે અને એ જયારે એની ઓફિસે આવે ત્યારે અત્યારે એ શીખવે એમ જ એણે બોલવાનું છે એટલેજ એણે અત્યારસુધી પવને કહેલા સંવાદો જ બોલ્યા હતા.

‘ઠીક છે, સર આવી જાય એટલે મારાં મોબાઈલ પર કોલ કરાવજો ઓકે?’ આટલું કહીને પવન પાછળ ફર્યો અને સુનેહાને ‘ચાલો’ એવો ઈશારો કર્યો અને આગળ ચાલવા લાગ્યો.

રાયકા માઈન્સની રીસેપ્શનીસ્ટે પોતાનો ભાગ બરોબર ભજવ્યો હોવાથી પવનને હાશ થઇ હતી અને એટલેજ એ મનમાં તોફાની વિચારો કરતોકરતો અને હવે આગળ આ પ્લાન કેમ વધારવો એમ નક્કી કરતો આગળ ચાલી રહ્યો હતો અને સુનેહા, જેના મનમાં અત્યારે પવન સિવાય બીજી કોઈજ બાબતે વિચાર નહોતો આવી રહ્યો એ એની પાછળપાછળ ચાલી રહી હતી.

‘શું કરીશું?’ રાયકા માઈન્સનાં કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી પોતાની બાઈક પાસે પહોંચતાજ પવન બોલ્યો.

‘ઓફીસ જઈએ?’ સુનેહાએ જવાબ આપ્યો.

‘ફરી ત્રણ કલાકે પાછું આવવાનું? છેક અહીંયા? ઓફિસે પહોંચતા કલાક થશે, પાછાં આવતાં બી કલાક થશે, તો એક કલાક માટે ઓફીસ?’ પવને વળતો સવાલ કર્યો.

‘હમમ...તો કાલે?’ સુનેહા બોલી.

‘ના ના, મારે ગમેતે રીતે આ હિસાબ આજેજ પૂરો કરી દેવો છે. આ રાયકો આપણા સહુથી મોટાં ક્લાયન્ટ માંથી એક છે અને જેરામ સર પણ થોડાંક દિવસોમાં આવવાનાં છે એટલે એમનાં અમદાવાદ આયા પહેલાં તો આ હિસાબ ક્લીયર કરીજ દેવો પડશે.’ પવનને ખબર હતી કે જેરામ દેસાઈ હમણાં નહોતો આવવાનો અને આવે તોપણ એ કોઈવાર કોઈજ હિસાબ પવન પાસે માંગતો ન હતો.

‘તો?’ સુનેહા પાસે આ બાબતનો કોઈજ ઉકેલ નહતો.

‘તમને વાંધો ના હોય તો અહીંયા નજીકમાં એક મલ્ટીપ્લેક્સ છે ત્યાં પિક્ચર જોઈ નાખીએ, આ ગરમીમાં બીજે તો ક્યાં જઈશું? અને ટાઈમપાસ બી થઇ જશે.’ પવને પોતાની રમત આગળ વધારી.

‘પિક્ચર?’ હવે સુનેહા થોડીક ગભરાઈ.

‘તમને વાંધો ન હોય તો જ, નહીં તો અહીં ક્યાંક ગાર્ડનમાં બેસીએ, પણ પહેલાં થોડુક ખઈ લઈએ.’ સુનેહાના ચહેરા પર પરેશાની જોઇને પવનને લાગ્યું કે એ કદાચ એની સાથે એકલા પિક્ચર જોવાની ના પાડશે.

‘ના ચલો પિક્ચર જ જોઈ લઈએ, મેં પણ ઘણા ટાઈમથી નથી જોયું.’ સુનેહા તરતજ તૈયાર થઇ જતાં હવે પવનને નવાઈ લાગી, પણ એને એવાત નો ક્યાં ખ્યાલ હતો કે અત્યારે સુનેહા પણ એના પ્રત્યે અત્યારે તીવ્ર ખેંચાણ અનુભવી રહી હતી?

સુનેહાના જવાબથી અતિશય ખુશ થયેલો પવન એને ફરીથી બાઈક ઉપર બેસાડીને ખુબ નજીક આવેલા એક મલ્ટીપ્લેક્સમાં પહોંચી ગયો. આ આખાયે સમય દરમ્યાન સુનેહાએ પવનનાં બંને ખભાઓ પર બરોબરની પકડ જમાવી હતી એની નોંધ પવને જરૂર લીધી.

મલ્ટીપ્લેક્સની જ એક રેસ્ટોરાંમાં હળવો નાસ્તો કરી અને પવન અને સુનેહા થીયેટરમાં પોતાની ખુરશીઓમાં ગોઠવાયા. ગામથી થોડુક દુર હોવાં છતાં આ મલ્ટીપ્લેક્સ સારુએવું ભરેલું હતું. કોઈ લો બજેટની, મોડર્ન વાર્તા ધરાવતી અને ઓછા જાણીતા કલાકારો વાળી ફિલ્મ શરુ થઇ. ફિલ્મની શરૂઆત તો સારી હતી પણ ધીરેધીરે એ બોરીંગ થવા લાગી અને પવન અને સુનેહા બંનેને કંટાળો આવવા લાગ્યો પણ ત્યાં બેસી રહેવા સિવાય એમની પાસે બીજો કોઈજ વિકલ્પ ન હતો. જો કે પવને આ બોરિયત નો ફાયદો ઉપાડવાનું નક્કી કર્યું અને પોતાનો જમણો હાથ સુનેહાના ડાબા હાથને અડે એમ બે સેકન્ડ મુક્યો અને જાણેકે પોતાનાથી ભૂલથી આમ થઇ ગયું હોય એમ તરતજ લઇ લીધો.

થોડીવાર થતાં પવને ફરીવાર એમ કર્યું પણ આ વખતે એણે હાથ મૂકીને પાછો લઇ ન લીધો અને સુનેહાએ પણ પોતાનો હાથ પાછો ન લીધો. પોતાના સ્પર્શમાત્રથી સુનેહાનાં શરીરમાં અત્યારે કરંટ દોડી રહ્યો હતો એની પવનને ખબર ન હતી. સુનેહાના આમ કરવાથી પ્રોત્સાહિત થયેલા પવને થોડીવાર પછી પોતાનાં શર્ટની બાંયો વળી દીધી અને પોતાના હાથ સાથે સુનેહાની નરમ ત્વચા એકબીજાને સીધીરીતે અડે એમ પોતાનો હાથ મુક્યો. સુનેહાએ પોતાનો હાથ ન લીધો કારણકે એને પોતાની જિંદગીમાં પહેલીવાર કોઈ પુરુષનો આમ પ્રેમાળ સ્પર્શ થઇ રહ્યો હતો અને એનું અંગેઅંગ અત્યારે કશુંક પામવાની તીવ્ર ઈચ્છા કરી રહ્યું હતું.

સુનેહાનો બોલકો કે મૂંગો એમ કોઇપણ વિરોધ ન જોતાં પવનની હિંમત હવે બરોબર ખુલી અને એણે પોતાની ટચલી આંગળી સુનેહાની ટચલી આંગળી સાથે અડાડી. ફરીથી સુનેહાએ પોતાની આંગળી ન હટાવતાં એમને એમજ રાખી. થોડીવાર પછી પવને પોતાની ટચલી આંગળીથી સુનેહાની ટચલી આંગળી બેવાર સહેલાવી અને મૂકી દીધી. સુનેહાએ જવાબમાં પોતાની ટચલી આંગળી ફરીથી પવનની ટચલી આંગળીને અડાડી. પવનને સુનેહાના હકારાત્મક સિગ્નલની આટલી જલ્દી આશા ન હતી પણ એને પોતાનો પ્લાન સફળ થયો છે અને પોતાને સુનેહાનાં મનની વાત પણ ખબર પડી ગઈ છે એ જાણીને પવન રોમાંચિત થઇ ગયો.

થોડીવાર સુધી આમ કર્યા પછી છોકરીઓ અને સ્ત્રીઓનાં મનની વાત આસાનીથી જાણી લેતો અને એમને કઈ કળથી ફસાવવી એની કળા સુપેરે જાણતો પવન હવે થોડો વધુ આગળ વધ્યો અને પોતાની ટચલી આંગળીથી સુનેહાની ટચલી આંગળીનો અંકોડો ભરાવ્યો અને સામે સુનેહાએ પણ પોતાની ટચલી આંગળી પવનની ટચલી આંગળી માં ભરાવી દીધી અને બે મિનીટ બાદ તો પવન અને સુનેહાની બધીજ આંગળીઓ એકબીજાની આંગળીઓમાં મળી ગઈ હતી. અંધારામાં જ પવને પહેલીવાર સુનેહા સામે જોયું અને સુનેહાએ પણ પવન સામે જોયું અને એ બંનેએ એકબીજા સામે જોઇને સ્મિત ની આપ-લે કરી અને સુનેહાએ પવનનાં ખભે પોતાનું માથું ઢાળી દીધું

=: પ્રકરણ છ સમાપ્ત :=

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 4 અઠવાડિયા પહેલા

Bhavik Patel

Bhavik Patel 12 માસ પહેલા

Bijal Patel

Bijal Patel 12 માસ પહેલા

Ami

Ami 1 વર્ષ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 1 વર્ષ પહેલા