ચરણ ચાંપી મૂછ મરડી...! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચરણ ચાંપી મૂછ મરડી...!

ચરણ ચાંપી મૂછ મરડી....!

ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં ‘ નાગ-નાગણી ‘ પણ કેવાં બિન્દાસ હતાં...? ખુલ્લાં મને ‘ મન કી બાત ‘કરી શકતાં. બનવા જોગ છે કે, માણસો, નાગ કરતાં વધારે ઝેરીલા ના પણ હોય...! અત્યારે તો નાગે ઝેર ‘ રીચાર્જ ‘ કરાવવું હોય તો, માણસ પાસે આવવું પડે...? જાણે ઘેર ઘેર ઝેરની પરબ....! એની કોમેન્ટ ચમનિયા....?

નાગ એના એ જ, માત્ર માણસ બદલાયો...! આ હિશાબે એમ લાગે કે, ભગવાન શંકર ખરેખર દુરંદેશી કહેવાય. ફૂલહારને બદલે સાપને ગળે વીંટાળેલો, મિત્રોમાં ભૂત રાખેલા, ને માણસની હાઈફાઈ સોસાયટીમાં રહેવાને બદલે, આવાસ સ્મશાનમાં રાખેલું. માણસના પનારે માત્ર ભક્તિભાવ જેટલાં જ નાતો...!

‘ નાગદમન ‘ કવિતા તો કદાચ જે ગુજરાતી આળસુ હોય તે જ સાંભળવાનો રહી ગયો હશે. ભગવાન શ્રી કૃષ્ણએ “ ફ્રી કોલિંગ સર્વિસ “ ની માફક નાગ નાગણી સાથે એમાં કેટલી ખેંચી છે....? આપણે જો આટલી નાગ સાથે ખેંચવા જઈએ, તો નાગ તો પછી આવે, પહેલાં નાગણ જ ગુલાંટ ખવડાવી દે....! ફૂંફાડા તો એવાં મારે કે, વાઈફના ફૂંફાડા પણ એની આગળ ‘ નોર્મલ ‘ લાગે. ઝેરના પારખા કરવાના થયાં, તો સમઝો કે પરવારી ગયાં....!

‘ નાગદમન ‘ ની આ કવિતા આજે પણ ચમનિયાના મગજમાં અકબંધ છે. કોઈની તો આંખમાં સાપ રમે, પણ ચમનિયાના મગજમાં તો આજે પણ સાપ અંગ કસરતના પ્રયોગ કરે છે, બોલ્લો....! જો કે એને પ્રાણી પ્રેમ નહિ કહેવાય, પણ ચમનીયો ભેરવાય ગયેલો. બાકી આપણે એટલે સગવડિયા ધરમવાળા...! ગણપતિ ચોથ આવે, એટલે ગજાનંદ યાદ આવે, કેવડા ત્રીજ આવે એટલે કેવડો યાદ આવે, વટ સાવિત્રી આવે એટલે વડ યાદ આવે, નોળી નેમ આવે એટલે નોળિયો યાદ આવે, ને નાગ પંચમી આવે એટલે નાગ યાદ આવે....! હમણાં જ નાગ પંચમી આવશે એટલે, નાગ દર્શન ને નાગપુંજાની દોડાદોડી ચાલુ. એમ નહિ કે, આપણાવાળો જ નાગ જેવો છે, લાવ એની પુંજા કરૂ....! સારું છે કે, કેવડા ત્રીજની પુંજા કરવા કેવડો લઇ જાય, એમ નાગ પંચમીએ નાગની પુંજા કરવા માટે નાગ લઇને જવાનું આવતું નથી. નહિ તો ગળામાં નાગ વીંટાળીને જ બધાં દોડતાં હોત...! કોઈપણ પૂજા લોં, એમાં ભાયડાઓના ભાગે તો રોલ ઓછા જ આવે. કોઈપણ તહેવારમાં ઉપવાસની વાત આવી એટલે, વેઠ બહેનોએ જ કરવાની....? ભાઈઓએ માત્ર હથેળીમાં માવા મસેળીને માવા જ ઝાપટવાના .....! એના કપાળમાં કાંદા ફોડું....!

જોવાની વાત એ છે કે, દરેક તહેવારની પાછળ દંતકથા તો હોય જ. નાગ પંચમી માટે પણ અનેક દંતકથાઓ છે. ને તે પણ પ્રદેશે પ્રદેશે જુદી જુદી. જેને જેવી ફાવી તેવી તેણે બનાવી. એટલે સાચી છે કે, ખોટી, એની પળોજણમાં પડવા ગયાં તો નાગબાપા ખીજાય....! જેવી જેની શ્રદ્ધા, તેવી તેની દંતકથા. શ્રદ્ધા હોય તો નાગપંચમી મનાવવાની, નહિ તો ચુપચાપ ખીચડી ખાય લેવાની, ને ખીચડી પાંચમ મનાવી લેવાની. વાર્તા પૂરી.....!

શહેર બનતા જમીનના દર સાંભળીને નાગદેવતાએ પણ એના રાફડા ઉઠાવી લીધા. આજે પોશ વિસ્તારમાં રાફડા ક્યાં જોવા મળે છે....? ને નાગબાપાને તો ફાર્મ હાઉસ જ ફાવે. સિમેન્ટ કોન્ક્રેટના જંગલમાં તો જીવ ગૂંગળાય. એટલે તો નાગ પંચમીએ નાગાઓ મળે પણ નાગ શોધેલો નહિ મળે....! નાગ પંચમીએ નાગ શોધવો, એટલે નોટબંધીમાં એટીએમ માંથી પૈસા મેળવવા જેટલું અઘરું કામ ...!

કોઈને એવું યાદ ખરું કે, નાગબાપાએ કોઈ નેતાને ચુમ્મી આપી હોય....? આલતુ ફાલતું ને શ્રમજીવીને નાગદેવતાએ પરચો બતાવ્યો હશે, બાકી કોઈ નેતાની અડફટમાં નહિ આવ્યો હોય....! સાપના ઘરે કયો સાપ પરોણો જાય, એ પણ ખરું ને....? ઝેરના કેરેટ પણ જોવા પડે યાર....! ટ્રાય કરવા ગયો તો નાગમણી પણ ગુમાવવાનો વારો આવે. જીએસટીનો પણ ડર લાગે ને...? નાગદર્શન માટે તો ભાગ્ય જોઈએ. નાગાઓની પુંજા કરવાથી નાગપંચમી ફળતી હોય તો તો મહોલ્લે મહોલ્લે પુંજા થાય....! એની કોમેન્ટ ચમનિયા....?

પહેલાં તો ગામેગામ મદારી પણ નાગદર્શન કરાવવા આવતાં. ડુગડુગીના અવાજમાં મહોલ્લા ગાજી ઉઠતાં. જાણે ફેણીયા પણ ચૂંટણીમાં ચૂંટાઈ ગયાં હોય, હવે એ પણ દેખાતા બંધ થઇ ગયાં. ગામમાં મદારી આવે એટલે આપણે પણ નાગાપૂગા કેવાં બહાર નીકળી આવતાં....? બચપણ તે બચપણ....! પ્લેનમાં બેસવા કરતાં, કાગળના પ્લેન ઉડાડવાની મઝા બચપણમાં આવતી. સ્ટીમ્બરની સફર કરતાં, ખાબોચિયામાં કાગળની હોડી મુકવાની મઝા બચપણમાં આવતી. એટીએમ કાર્ડમાં ભલે કરોડ રૂપિયા પડ્યાં હોય, પણ,, એટીએમ મશીનમાંથી હવે બચપણ નીકળવાનું છે....?

શું આપણા જાજરમાન શિક્ષકો હતાં...? સંપૂર્ણ ગાંધીવાદી, છતાં લેશન કરવાનું રહી ગયું તો, માર મારવામાં પુરા હિટલર....! છતાં, આજે પણ એની છબીને પ્રણામ કરવાનું મન થાય. શું સોલ્લીડ એમનો ધાક રહેતો...? વાઈફના ધાકનું તો એમની આગળ પાંચિયું પણ નહિ આવે....!

પેટ છૂટી વાત કરવામાં જાય શું....? સાથે ભણતી છોકરી પણ કેવો નિર્દોષ વ્યવહાર કરતી...? પાપ વગર કહેતી કે, ‘ ચમુ....! ( ચમુ એટલે ચમનીયો....! આ ચમનીયો નામ તો પરણ્યા પછી ચલણમાં આવેલું....! ) તું મારી સાથે લગન કરશે....? ચમનીયો કહે, ‘ અમારામાં તો બધાં સગા સગામાં જ પરણે. દાદાએ દાદી સાથે, મામાએ મામી સાથે, પપ્પાએ મમ્મી સાથે, કાકાએ કાકી સાથે, ને માસાએ માસી સાથે, જ લગન કરેલાં....! તું જો મારી કોઈ સગી થતી હોય, તો જ આપણાથી લગન થાય....! ને રાખડી બાંધવાની તો લાઈન લાગતી. ચમનીયાએ એક છોકરીને રાખડી નહિ બાંધવા દીધેલી, એમાં તો મામલો હેડ માસ્તર સુધી પહોંચેલો. ચમનીયો કહે, એ મને મંગલસુત્ર નહિ બાંધવા દે, તો હું શું કામ એને રાખડી બાંધવા દઉં.....? તારી ભલી થાય તારી ચમનિયા....!

પરસ્પર ખબર જ નહિ પડતી કે, કઈ વસ્તુ ક્યાં અને કોને બંધાય....! ‘ ગીનીઝ બુક ઓફ વર્લડ રેકોર્ડ ‘ ની જેમ, આવાં તો અનેક બનાવો બધાના ભેજામાં અકબંધ હશે. પણ બધાના ડબ્બા કંઈ જાહેરમાં થોડાં ખોલાય....? પણ ચમનિયાનો એક બાનાવ હજી આજે પણ એને હિબકે ચઢાવે છે....! દાઢના દુઃખણાની માફક હજી આજે પણ એને ઉભરે છે. વાત છે, નરસિંહ મહેતાની ‘ નાગદમન ‘ કવિતાની.....! ‘જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે....! ‘ચમનિયાનો નિશાળમાં રેકોર્ડ છે કે, આ કવિતાને કારણે ચમનિયાને જેટલા સપાટા પડેલાં, એટલાં સપાટા હજી કોઈને મળ્યા નથી. આજે પણ એના ભેજામાં સવાલ ચિહ્ન છે કે, માંગણ હોય તો સમઝ્યા કે એ બોલે, પણ આ ‘ નાગ-નાગણ ‘ કેવી રીતે બોલતાં હશે...?

નાગપંચમી આવે, એટલે ચમનિયાને આ કવિતા યાદ આવે. થયેલું એવું કે, ટીચરે, ચમનિયાને, લેશનમાં આ કવિતા ૧૦ વખત લખવા ને મોઢે કરી લાવવા આપેલી. ભાડેનો વિદ્યાર્થી કરીને ચમનીયો લખી તો લાવ્યો, પણ સાલી કવિતા મોઢે નહિ થઇ. એમાં એને જે વીતી છે....! આજે પણ એની ટણક ગઈ નથી. ગુન્હો મોઢાએ કર્યો, પણ માર હથેળીની હસ્તરેખાએ ખાધો. ધનુષ્ય ના સપાટા હથેળી ઉપર એવાં સોલ્લીડ પડેલા કે, આજે પણ એને વ્હેમ છે કે, ‘ સપાટાને કારણે જ મારી સારી સારી હસ્તરેખાઓ બ્રેક થઇ ગયેલી. નહિતર આજે હું સામાન્ય ચમન ચક્કી નહિ, , ચમન અંબાણી હોત.....! એના કપાળમાં કાંદા ફોડું....!

એને એક જ વાતનો અફસોસ કે, નરસૈયાના નાથે નાગને બચાવ્યો, પણ મને કેમ નહિ સપાટાથી બચાવેલો...? આ કવિતા સાંભળવામાં આવે ત્યારે, એની સમક્ષ પેલો શિક્ષક ધનુષ્ય ને નિશાળ બધું આપોઆપ પ્રગટ થવા માંડે. ને સપાટા વાળો હાથ ઓટોમેટિક ખિસ્સામાં ચાલી જાય....! જયારે પણ આકાશમાં મેઘધનુષ નીકળે, ત્યારે નિશાળવાળું જાલિમ ધનુષ પણ યાદ આવી જાય. નફરત તો ત્યાં સુધી રહી કે, નરસિહ મહેતાએ આ કવિતા લખેલી, ને કવિ જુનાગઢના હોવાથી, એણે હજી જૂનાગઢનું પાદર પણ જોયું નથી....! ત્રણ ત્રણ પેઢીનો આસામી હોવા છતાં, હજી પણ એનામા આ સપાટાનો ડર અકબંધ છે....!

મઝા તો ત્યારે આવેલી કે, અમેરિકાની એમ્બસીએ અમેરિકાના વિઝા આપવાની ચમનિયાને ઘસીને ના પાડી. એજ સમયે, બાજુમા ઉભેલા કોઈ ભાઈના મોબાઈલમાં ‘ નાગદમન ‘ ગીતની રીંગ ટોન વાગી. પછી તો પૂછવાનું જ શું....? એમ્બસીવાળી આલ્સેશિયન માસી એને પૂછે શું, એ સાંભળે શું, ને એ સમઝે શું...? જાણે પેલી નાગદમન કવિતામાં જ એને પ્રશ્ન નહિ પૂછતી હોય એવું એને ફીલ થવા માંડ્યું. આ રીતે.....!

એમ્બસી છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જાગશે કંઈ સાંભળશે ને મને અતિથી દોષ લાગશે

કહે ચમનિયા મારગ ભૂલ્યો કે ભારત છોડીને ભાગ્યો

શાના કાજે વિઝા લેવાને તું માલ્યો બની અહીં આવ્યો

( હવે....આ બૂચો, રોજની પોણો સો પાણીપુરી ખાનારો....! ગુજરાતી ચમનીયો પછી ગાંઠે...? એણે પણ કળથી જવાબ આપ્યો.)

નથી માસી હું મારગ ભૂલ્યો. નથી લોચા કરીને ભાગ્યો

અમેરિકાના વિઝા માટે હું તો માંગણ બની અહીં આવ્યો

( પછી તો.... નાગદમનની નાગણ માફક, પેલી માસી પણ ઈમ્પોર્ટેડ માયાજાળ પાથરવા લાગી. )

રંગે મસ્ત તું, રૂપે મસ્ત તું, દેખાવે કોડીલો કોડામણો

અમેરિકાની શું ધૂનકી લાગી કે, ભારત છોડીને ચાલ્યો

( ચમનીયો સમઝી ગયો કે, આ નાગણ ગાંઠે એવી નથી.. એટલે ચમનિયાએ દાવપેચ ચાલુ કરીને મોદી સાહેબનું પત્તું કાઢ્યું....! )

ભારત માનો સપૂત છું માસી, મૂળે હું ગુજરાતી ભાયડો

બોલાવ તારા ટ્રમ્પને કે, હું છું બંદો મોદીના ગુજરાતનો

ને બોંસ.....! મોદી સાહેબનું નામ પડતાં જ માસી થથરી ગઈ હંઅઅઅ કે...? જોયું કે, આપણે આપણી નોકરીની સલામતી સલામતી સંભાળો. એટલે લપ્પન છપ્પન કર્યા વગર વિઝાનો થપ્પો લગાવી જ દીધો. તમે માનશો નહિ કે, આજે ચમનીયો, અમેરિકામાં બેસીને નાગપંચમીના દિવસે ‘ પીઝા પંચમી ‘ ઉજવે છે બોલ્લો......! એના કપાળમાં કાંદા ફોડું....!

***

ખરેખર આપણા બ્રહ્મદેવતાઓ, કેવડા ત્રીજને દિવસે કેવડો લઇ જવાનું કહે, એમ નાગ પંચમીના દિવસે નાગ લઈને જવાનું કહેતાં નથી. નહિ તો નાગની ખરીદી કરિને બધી બહેનો ગાળામાં નાગ નાંખીને પુંજા કરવા જતી જોવા મળત. ને નાગ પાળીને તેની પુંજા કરવાની સલાહ આપી હોત....!

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ

શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો

સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે

મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને

અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો

નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

એમાં નાગ પંચમીએ તો ઠેર ઠેર પુંજા પણ થશે. સારૂ છે કે, કેવડા ત્રીજને દિવસે લોકો કેવડો ચઢાવે એમ, નાગ ચઢાવતા નથી. નહિ તો જીવતા નાગની દુકાન પણ ખુલી જાય. નાગ ખરીદીને ગળામાં નાગ વીંટાળી પુંજા કરવા

શ્રેણી:

નરસિંહ મહેતા