21મી સદીનું વેર - 21 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 21

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

વહેલી સવારે કિશન હજુ તો ઘસઘસાટ ઊંઘતો હતો ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી કિશને સુતા સુતાજ કોલ રીસીવ કર્યો સામેથી જે કહેવાયુ તે સાંભળીને કિશનના ચહેરા પર ચિંતાના ભાવ થીજી ગયા. સામેથી ફોન મુકાઇ ગયો હોવા છતા કેટલીય વાર સુધી કિશન કાન પાસે ફોન રાખી દીગ્મૂઢ સ્થિતીમાં વિચારતો રહ્યો. પછી અચાનક જ વિચારતંદ્રામાંથી બહાર આવ્યો. અને તરતજ નહાઇ ધોઇને બાઇક લઇને ગામ જવા રવાના થયો. કિશનનુ ગામ જુનાગઢ જીલ્લાનું ડુંગરપુર હતું. જે જુનાગઢથી 30 કિલોમીટર દૂર આવેલુ હતુ. કિશનની બાઇક ફુલ સ્પીડમાં રસ્તા પર દોડી રહી હતી. પણ તેના મગજમા તેના કરતા પણ ઝ્ડપથી વિચારો દોડી રહ્યા હતા. કિશન પર તેના બાજુવાળા મનસુખ કાકાનો ફોન આવ્યો હતો. તેણે કિશનને કહ્યુ કે કિશનની માને વહેલી સવારે અચાનક માનસિક હુમલો આવ્યો હતો. તે ઊઠીને જોર જોરથી બુમો પાડવા માંડી હતી અને પોતાના વાળ ખેંચાવા લાગેલી. તેથી ગામના ડોક્ટરને બોલાવેલા. તેણે માને ઘેનનું ઇંજેક્શન આપ્યુ એટલે તે ઊઘી ગઇ. તે પછી મનસુખકાકાએ કિશનને ફોન કરીને ગામ આવી જવા કહયુ હતુ. કિશન વિચારમાં ને વિચારમાં કયારે ગામ પહોંચી ગયો, તે પણ તેને ખબર પડી નહી. ગામ આવતા તેણે બાઇક ધીમી પાડી. ગામને છેડે છેલ્લુ તેનુ ઘર હતું. તે ઘરે પહોંચ્યો તો બાજુવાળા ચંપાકાકી કે જે માનું ધ્યાન રાખતા હતા તે ખાટલા પાસે બેઠા હતા. માને હજુ ઘેનની અસર હતી. તેથી તે ઊંઘતી હતી. કિશન જઇને બેઠો એટલે ચંપાકાકીએ પાણીનો ગ્લાસ તેને આપ્યો. અને પછી તેણે કિશનને બધી વાત કરી. હમણાથી કિશનની મા સૂનમૂન રહેતી હતી. તેને કોઇ નેકોઇ ચિંતા જરૂર હતી. ઘણી વખત તે રાતે જબકીને ઊઠી જતી. અને ક્યારેક આખી આખી રાત જાગતી રહેતી. ચંપામાસીએ કહ્યુ મે તેને કેટલીય વાર પુછ્યુ કે તમને શેની ચિંતા છે તો તે વાતને ઊડાવી દેતા. અને હા હું તને એકવાત કહેવાની ભુલી ગઇ તુ કોલેજ કરવા ગયો ત્યારબાદ એકાદ વર્ષ પછી કોઇ બે જણ તારા મમ્મીને મળવા આવેલા તેણે તારી મા સાથે કલાક જેવી વાત કરેલી. હુ ત્યારે મારા ઘરે ગઇ હતી પણ હુ આવી ત્યારે તે બન્ને ઘરની બહાર નીકળતા હતા. તે ગયા પછી મે જોયુ તો ઘરની બધી વસ્તુ અસ્ત વ્યસ્ત હતી અને કબાટ પણ ખુલ્લો હતો. મે પછ્યુ તો તારી મમ્મીએ કહ્યુ કે તે તો તારા પપ્પાના ઓળખીતા હતા પણ ત્યારથી તે ખૂબ ટેન્સનમા રહેતા હોય એવુ લાગ્યુ.

આ સાંભળી કિશન ચોંકી ગયો. અને વિચારવા લાગ્યો એ વ્યક્તિ કોણ હોઇ શકે? અને શા માટે માને મળવા આવ્યા હશે? કિશને કહ્યુ કાકી તમારે આ વાત વહેલા કરવી જોઇતી હતી. સારુ હું તપાસ કરીશ કે તે કોણ હતું? ત્યાર બાદ ચંપાકાકીએ કહ્યુ ડોક્ટર રામાનંદીએ કહ્યુ હતુ કે કિશન આવે તો કેજો મને મળી જાય એટલે તું તેને મળી આવ ત્યાં સુધી હું અહી બેઠી છુ. પછી તુ અહી બેસજે હું આપણા બધા માટે રસોઇ બનાવી લાવીશ.

આ સાંભળી કિશન ડો. રામાનંદીને મળવા તેના ક્લીનીક પર ગયો. ડૉ. રામાનંદીએ ઘણા વર્ષો આર્મીમા ડોક્ટર તરીકે નોકરી કરી હતી. પણ થોડા વર્ષો પહેલા નિવૃત થયા તેથી તેણે ગામમાં ક્લિનીક ચાલુ કર્યુ હતુ. કિશન ક્લિનીક પર પહોંચ્યો ત્યારે એક પેશન્ટ તેનો વારો આવે તેની રાહ જોઇ બહાર બેઠો હતો. એટલે કિશન પણ બેન્ચ પર બેસી બધા પેશન્ટ જાય તેની રાહ જોતો બેઠો. ત્યારબાદ તે ડોકટરની કેબીનમાં ગયો. ડોક્ટરે કિશનને કહ્યુ કે તારા મમ્મીની માનસિક સમતુલા ખોરવાઇ ગઇ છે. તેને જરૂર કોઇ ટેન્સન છે.

આ સાંભળી કિશને કહ્યુ મે તેને ઘણીવાર આ વિશે પુછ્યુ છે પણ તે કઇ કહેતીજ નથી. મે તો તેને મારી સાથે જુનાગઢ આવવા માટે પણ કેટલી સમજાવી. પણ તે મારી વાત માનીજ નહી.

આ બોલતા કિશનની આંખ ભીની થઇ ગઇ.

એ જોઇ ડોક્ટરે કહ્યુ એક કામ કર હવે તેને ગામમા રાખવા હિતાવહ નથી. તુ તેને ગમે તેમ કરીને સમજાવ. અને જામનગર હોસ્પીટલ સારવાર કેન્દ્રમાં દાખલ કરી દે. ત્યા તેની સારવાર પણ થશે અને દેખભાળ પણ રહેશે. આ હોસ્પીટલ ટ્ર્સ્ટ સંચાલીત છે. તેથી તને બહુ વધુ ખર્ચ પણ નહી લાગે. અને ત્યાંનો ડોક્ટર જયસ્વાલ મારો મિત્ર છે. એટલે તને બને એટલી મદદ કરશે. તુ પહેલા તારા મમ્મીને આ માટે તૈયાર કર. હું મારા મિત્રને ફોન કરી દઉ છુ. ત્યાર બાદ ડોકટરે તેને બીજી થોડી સલાહો આપી.

ત્યાર બાદ કિશન ઘરે આવ્યો. તેની મા હજુ સુધી ઊઘતીજ હતી. તેથી તે ખાટલા પાસે બેઠો. અને તેણે બાજુવાળા ચંપામાસીને તેના ઘરે રસોઇ બનાવવા ગયા. કિશન તેની માની બાજુમા બેઠો બેઠો વિચાર તંદ્રામાં સરી ગયો. તેની આંખ સામેથી તેનો ભુતકાળ પસાર થવા લાગ્યો. તે નાનો હતો ત્યારે તેના પપ્પા તેને ખોળામાં બેસીને વાર્તા સંભળાવતા. અને તેના પપ્પા તેના માટે જે જોઇએ તે હાજર કરતા. તેની મા પણ તેને ખુબજ લાડ કરતી. પોતે સાત ધોરણ સુધી ગામની પ્રાથમિક શાળામાંજ અભ્યાસ કર્યો કે જેમા તેના પપ્પા આચાર્ય હતા. પહેલેથીજ ભણવામા હોશિયાર હોવાથી અને બધા ગુરૂનો આદર કરતો હોવાથી,તે શાળામાં સૌનો પ્રિયા વિદ્યાર્થી બની રહેતો. આમને આમ તેણે સાત ધોરણ સુધીનો અભ્યાસ પુરો કર્યો. ત્યાર બાદ આગળના અભ્યાસ માટે ગામમાં શાળા ન હોવાથી તે જુનાગઢ ભણવા માટે ગયો. તે ત્યાં હોસ્ટેલમાં રહેતો. ત્યા પણ તે અભ્યાસમાં સૌથી આગળ રહેતો. તેની 10મા ધોરણની બોર્ડની પરીક્ષાને એક મહિનાની વાર હતી ત્યાં તેના પપ્પાનું અવસાન થઇ ગયો. તે છેલ્લે તેના પપ્પને મળી પણ ના શક્યો. તેના પપ્પાનુ આગમા દાજી જવાથી અવસાન થયેલુ. તે ગામ પહોંચ્યો ત્યારે તેને તેના પપ્પાનું મોઢુ પણ જોવા મળેલુ નહી. બધા કહેતા હતા કે તે એટલી હદે બળી ગયુ હતુ કે તે કોણ છે તે ઓળખાય તેમ પણ નહોતુ. ત્યાર બાદ તે ખુબજ ઉદાસ રહેતો. તે બોર્ડની એક્ઝામની કોઇ તૈયારી ના કરી શક્યો. તેને તેના પપ્પાની જ યાદ આવ્યા કરતી હતી. તે 10મા ધોરણ ની બોર્ડની પરીક્ષામા 60% સાથે પાસ થયો. ત્યાર બાદ તેણે આર્ટસમાં 11 અને 12 ધોરણ કર્યુ અને પછી કોલેજ જોઇન કરી. પણ જ્યારથી તેના પપ્પા મૃત્યુ પામ્યા ત્યારથી તેની મા ખુબજ ટેન્સનમાં રહેતી હોય તેવુ કિશનને લાગ્યુ. તેણે ઘણીવાર તેની માને આ વિશે પુછ્યુ તો તેણે કહ્યુ તારા પપ્પા ગયા પછી મારો જિંદગીમાંથી રસ ઊડી ગયો છે.

છતા કિશનને ક્યારેક એવો અહેસાસ થતો કે, તેની માને જરૂર કંઇક ટેન્સન છે. તેની વિચારયાત્રા હજુ ચાલુજ રહેત પણ ત્યાં તેની મા એકદમ જટકા સાથે બેડમાંથી ઊભી થઇ ગઇ એટલે કિશનની વિચારમાંથી બહાર આવી ગયો. કિશને તરતજ તેની માને ખભે થી પકડી લીધી. માનું ધ્યાન કિશન પર પડતા તેના હાવભાવ બદલાઇ ગયા. તે કિશનને વળગીને રડવા લાગી કિશન તેને પસવારતો રહ્યો. થોડીવાર બાદ તે શાંત થઇ ગઇ પણ તેની આંખોમાં રહેલ શુન્યાવકાશ જોઇ કિશન ડઘાઇ ગયો. ત્યારબાદ કિશને તેન ફરીથી ખાટલામાં સુવડાવી. કિશને તેને શું થાય છે તેવું પુછ્યુ?પણ તેની માએ કોઇ જવાબ ના આપ્યો તે એકધારી છત પર તાકી રહી. ત્યાર બાદ કિશને તેની સાથે વાત કરવાના કેટલાય પ્રયત્ન કર્યા. પણ બધામાં તે નિષ્ફળ ગયો. તેની મા એકધારી છત સામેજ તાકી રહી. ના તેણે કિશનને કોઇ જવાબ આપ્યો કે ન તેના હાવભાવમાં કઇ ફેર પડ્યો આ જોઇ કિશન એકદમ નીરાશ થઇ ગયો. છેલ્લે કિશને તેને હોસ્પીટલમાં દાખલ થવાની વાત કરી તો પણ તેણે કાઇ પ્રતિભાવ આપ્યો નહી. ત્યાર બાદ કિશન જમીને ડૉકટર પાસે ગયો. ડોક્ટરે કિશનને એક ફાઇલ આપી જેમા હોસ્પીટલનુ સરનામુ અને ડોક્ટરનો મોબાઇલ નંબર હતો. તથા તેની માની દવા અને રીપોર્ટ હતા. તે બધુ લઇ કિશન ઘરે આવ્યો અને સવારે જામનગર જવાનું નક્કી કરી તેણે મનીષને ફોન કરી દીધો.

સવારે મનિષ તેની સ્વીફ્ટ લઇને આવ્યો એટલે કિશને તેની માને પાછલી સીટ પર સુવડાવી. અને તેણે ચંપાકાકી અને મનસુખ કાકાનો આભાર માન્યો અને એક કવર તેણે ચંપાકાકીના હાથમાં આપતા તેણે કહ્યુ કાકી તમે જે કર્યુ છે તેની કિમતતો હુ નહી ચુકવી શકુ પણ મારા તરફથી આ નાની ભેટ તમે સ્વીકારો. ચંપાકાકી એ ખુબ ના પાડી છતા કિશને આગ્રહ કરી તેને પૈસા આપ્યા. અને પછી જામનગર જવા માટે નીકળી ગયા.

જામનગર પહોંચી કિશને તેની માને હોસ્પીટલમાં દાખલ કરી દીધી. અને તેની બધી વ્યવસ્થા માટે તેણે ફી ભરી દીધી. જો કે તે લોકો પહોચ્યા તે પહેલા ડોકટર જયસ્વાલે બધીજ વ્યવસ્થા કરી દીધી હતી. ત્યાર બાદ કિશને હોસ્પીટલની સામે આવેલ ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરાવી. તે અને મનિષ બન્ને ફ્રેસ થઇને જમવા ગયા. ત્યારબાદ કિશને મનિષને કહ્યુ હવે તું તારે જા હું હમણા થોડા દિવસ રોકાઇશ અને કામ હશે તો તને કોલ કરીશ. ત્યારબાદ મનિષ જુનાગઢ જવા રવાના થયો.

કિશને જોયુ કે તેની માની તબિયતમા બીજા દિવસથીજ સુધારો થવા લાગ્યો છે. તેથી તેને સંતોષ થયો. આમને આમ બે ત્રણ દિવસ નિકળી ગયા. વચ્ચે વચ્ચે ઇશિતાના પણ ફોન આવી ગયા. તે કિશનને હિંમત આપતી, અને પોતે હમેશા કિશનની સાથે જ છે એવો અહેસાસ કરાવતી. તેથી કિશનને ઘણી રાહત લાગતી. કિશન પોતાને આવી પ્રેયસી મળવા બદલ ભગવાનનો આભાર માનતો. એક દિવસ તેને ડોકટર જયસ્વાલે મળવા બોલાવ્યો. તેથી તે ડો. ની ચેમ્બરમાં ગયો. ડોકટર કોઇક સાથે ફોન પર વાત કરતા હતા તેથી ઇશારાથીજ તેણે કિશનને બેસવા કહ્યું. કિશન સામેની ખુરશી પર બેસી ગયો. થોડીવાર બાદ ડોક્ટરે ફોન પુરો કર્યો અને કિશનને કહ્યુ શુ ચાલે છે? કેવી લાગી હોસ્પીટલ?

કિશને કહ્યુ ખુબ સરસ છે અને મારી મમ્મીની તબીયતમાં પણ ઘણો સુધારો થયો છે.

ડોકટરે કિશનને કહ્યુ જો કિશન હજુ તારા મમ્મીની તબીયત એકદમ નોર્મલ થતા એકાદ વર્ષ લાગશે. અને ત્યાં સુધી તેની સાર સંભાળ પણ રાખવી પડ્શે. તારી પરિસ્થીતિ જોતા મારી સલાહ છે કે તુ તેને અહીજ રહેવા દે જેથી તેને સારુ વાતાવરણ અને સાર સંભાળ તથા સારી સારવાર મળશે. અને અમારી ફી પણ બહુ વધુ નથી તેથી તને એ કોઇ પ્રોબ્લેમ નથી. અને અહિ તેની બધી વ્યવસ્થા હુ જાતે ધ્યાન રાખીશ. તારે હવે અહી રોકાવાની જરૂર નથી. આમ પણ તું હજી ઊગતો વકીલ છો. તે પહેલાજ કેસથી તારી ઓળખ ઊભી કરી લીધી છે. છતા તારે હજુ આ લાઇનમા ટકવા માટે મહેનત કરવી પડશે. તેથી તું તારા કામ ધંધે લાગી જા. અને એકાદ વિકએન્ડમાં આવીને તારે તારા મમ્મીને મળતું રહેવાનું. આ સાંભળી કિશન વિચારમા પડી ગહયો. કિશને વિચાર્યુ કે ડોકટર જયસ્વાલ કહે છે તે વાત પણ સાચી છે. તેના કેરીયરની હજુ તો શરૂઆત છે. અને આ હોસ્પીટલના ખર્ચને પહોચી વળવા પણ તેણે કામ તો કરવુ જ પડશે. છતા પણ કિશનને તેની મમ્મીને એકલી મુકીને જવાનું મન થતુ નહોતુ. કિશનને વિચારમાં પડી ગયેલો જોઇને ડોકટરે કહ્યુ તુ ચિંતા ન કર અહી ઘણા બધા પેશન્ટ એકલા જ રહે છે અને તુ મારી સાથે ફોન પર કોન્ટેક્ટમાં રહેજે. અને તું અહી રહીને પણ કશુ કરી શકવાનો નથી એના કરતા સારુ છે કે તું તારા કામ પર લાગીજા.

કિશનને પણ આ વાત યોગ્ય લાગી. તેથી તેની મમ્મીને મળીને બીજા દિવસે જુનાગઢ જવા નીકળ્યો. રસ્તામાંથી કિશને મોહિતને ફોન લગાવ્યો. મોહિત કિશનને દરરોજ ફોન કરી તેની માની ખબર પુછતો. મોહિતે તો જામનગર આવવાની તૈયારી દર્શાવી હતી. પણ કિશને જ તેને ના પાડી હતી અને કહ્યુ હતુ કે ખાલી ખોટો ધક્કો ખાવાની જરૂર નથી. જરૂર પડશે તો હું સામેથીજ તને ફોન કરીને કહીશ. તેની લાગણી કિશનને સ્પર્શી ગઇ હતી. પહેલી રીંગ વાગતાજ મોહિતે ફોન ઊપાડી લીધો કિશને તેને પોતે જુનાગઢ આવતો હોવાની વાત કરી અને ડોકટરે કરેલી બધી વાત કરી.

એ સાંભળી મોહિતે કહ્યુ તે સારુ જ કર્યુ આમ પણ તેને સાંજે અડધા કલાક કરતા વધારે તો તને મળવા પણ દેતા નથી. તો પછી ત્યાં રોકાવાનો શું મતલબ. બાકી શું ચાલે છે?

આ સાંભળી કિશન બોલ્યો મારે તને પાર્ટી આપવાની હતી તે તો રહી જ ગઇ.

અરે યાર તું ક્યાં ભાગી જવાનો છે? અને તારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ. તું આટલા ટેન્સનમાં હોય અને હું તારી પાસેથી પાર્ટી લેવાનુ વિચારુ તો પછી હું મિત્ર શું કામનો?

તુ આજે આરામ કરીલે પછી કાલે રાતે આપણે બાલવી પર મળશુ અને વાતો કરશુ.

કિશને હા પાડી અને પછી ફોન મુકી દીધો.

ત્યારબાદ જુનાગઢ આવી જતા તે રૂમ પર ગયો અને થાકને લીધે સીધો જ ઊંઘી ગયો.

બીજા દિવસે તે સ્મૃતિ મેડમને મળવા ગયો. સ્મૃતિ મેડમની ચેમ્બરમાં કોઇ બેઠુ હોવાથી કિશન રાહ

જોઇ વેઇટીંગ એરીયામાં બેઠો તેને જોઇ પ્યુન આવીને ચા આપી ગયો. કિશન વિચારવા લાગ્યો કે સ્મૃતિ મેડમ સાથે તેને ચોક્ક્સ કોઇક સંબંધ છે જ્યારે તે તેને મળે છે ત્યારે તેને એક અલગ પ્રકારનું ખેંચાણ અનુભવાતુ હતું. આ લાગણી તેને કેમ થતી હતી તે કિશન હજુ સુધી સમજમાં નહોતુ આવ્યુ. અને સ્મૃતિ મેડમની આખમા તેણે પોતાના માટે મમતા જોઇ હતી. કિસન વિચારતો હતો કે ભગવાન પણ માણસ સાથે કેવા કેવા ખેલ ખેલે છે?

સ્મૃતિ મેડમની ચેમ્બર બેઠેલા લોકો બહાર નીકળ્યા એટલે કિશન ચેમ્બરમાં ગયો. તેને જોઇને સ્મૃતિ મેડમ ખુશ થઇ ગયા. કિશને તેની માની તબીયતની અને બધીજ વાત સ્મૃતિ મેડમને કહી. આ સાંભળી સ્મૃતિ મેડમે કિશનને કહ્યુ આ બધી પરિસ્થીતિમાંજ આપણા મનોબળની પરીક્ષા થાય છે. તું ચિંતા કરતો નહી અને કંઇ પણ જરૂર હોય તો મને નિસંકોચ કહેજે. ત્યાર બાદ કિશન ત્યાંથી નિકળીને જમવા ગયો અને પછી મોહિતને મળવા ભવનાથ તરફ બાઇક મારી મુકી

ક્ર્મશ:

કિશન પર કોનો ફોન હતો?અને તેણે કિશનને શું કહ્યુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com