સમય - પૈસા yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય - પૈસા

[ 1 ]

સમય થંભી જાય તો......?

આ પળે જ કદાચ સમય થંભી જાય તો...?

તો કદાચ,

બાળક, બાળક જ રહે.

ને યુવાન સદાય યુવાન જ.

વ્રુધ કદી મરે જ નહીં.

સુખી સદા સુખી રહેત,

ને દુ:ખીનુ દુ:ખ કયારેય દૂર ન થાત.

હોય તેમ સૌ ટકી રહેત.

જીવન જ જાણે થંભી જાત.

મ્રુત્યુ નો ડર ના રહેત,

સમયને કોઈ ન સાચવેત.

સમયનુ કોઇ જ મુલ્ય ના રહેત.

ને તેથી જ કદાચ,

આજ સુધી તો-

સમય અટક્યો નથી ....

* માનવીએ પણ પોતાનું માનવી તરિકેનુ મુલ્ય જાળવી રાખવા ક્યારેય અટકવુ ન જોઇએ, સદાય પ્રવુત્તીશીલ રહેવું જોઇએ .

[ 2 ]

સમય- સામ્રાજ્ય

સમયનું સામ્રાજ્ય ફેલાયેલું છે સર્વત્ર .

સમયના સામ્રાજ્ય તળે છે, સૌ કોઇ .

સમયે બાળક, સમયે યુવાન, સમયે જ વ્રુધ્ધ.

સમયે જન્મ, ને સમયે જ મ્રુત્યુ, સમયે જ જીવન .

સમયે જ સુખી, સમયે જ દુ:ખી છે સર્વ કોઇ.

સમય જ છે સર્વત્ર સર્વ શક્તિશાળી.

સમયના ગુલામ બની ગયાં છે સર્વ કોઇ .

સમયે અમીર, સમયે ગરીબ, સમયે સર્વ કઇ.

સમયની સાપેક્ષ છે સર્વ જીવન આજ.

પણ સમય શું છે ? સમય છે કોની સાપેક્ષ .?

શોધી ન સકે કોઇ સમયને કોઇ સમયે.

છતાં સમય વર્તે સાવધાન, ન વર્તે તે દુ:ખી.

સમયને જે સાચવે સમય પણ તેને સાચવે.

સમય જે ગુમાવે છે તે સર્વસ્વ ગુમાવે છે.

સમયવગર ચાલે નહિ સમયે જ ચાલે સર્વ.

પણ સમય કોના વડે ચાલે ? શોધી ન સકે કોઇ .

[ 3 ]

પળમાં પણ જિવી જવું છે મારે.

પળમાં પણ જિવી જવું છે મારે.

જિવવુ છે શાને કાજ ? ખબર નથી છતાં,

ક્ષણમાં પણ જિવી જવું છે મારે.

બહુ રહ્યો નિરાશાને નિષ્ફળતાથી ઘેરાઇ.

આ નિરાશા નિષ્ફળતાનુ નથી હવે કામ.

સમય ના કણમાં પણ જિવી જવું છે મારે.

હવે તો બસ એકજ રહે છે ઇચ્છા.

રણમાં પણ વ્રુક્ષ બની જિવી જવાની .

કાલ આવતીકાલ ગમે તેવી હોય.

આજ માં જ જિવી જવું છે મારે..

પળમા પણ જીવિ જવું છે મારે...

[ 4 ]

જગતની આ વિદાય ક્ષણે

ક્ષમા ને સ્નેહ માંગુ છુ.

જીવતા સુધી જગતે ન આપ્યું,

તે મ્રુત્યુ ક્ષણે પણ માગુ છું .

[ 5 ] ૨૦ મી સદિના અંતમા....

બુધવાર ના બિનાકા ગીતમાલા તો હવે ટી.વી.ના ચિત્રહારમા

કયારનાય ભુલાઇ રહ્યાં છે.

રેડિયો પર સંભળાતી નિરમાની જાહેરાત,

ટી.વિ. પર દેખાતી 'મેગી'ની જાહેરાત આગળ કયાય ફીકી લાગે છે.

રવિવારે થિયેટરમા ફિલ્મ જોવા જવાનું ટી.વિ.-વીડિયો ફિલ્મ શરૂ થતા લગભગ બંધ થઈ ગયુ છે.

બળદગાડી ને ઘોડાગાડીઓ તો જાણે ટેક્ષી અને રિક્શામા ક્યાંય અટવાઇ ગયા છે.

ૠતુઓનો આહલદાયક અનુભવ એરકન્ડીશનોમા કયારનોય વિલીન થઇ ગયો છે.

હવે તો પેલા જયોતિષીઓ પણ આંગળીને વેઢે ગ્રહ નક્ષત્રો ગણી જન્મ કુંડલી કાઢવાને બદલે કોમ્પ્યુટર કુંડળી જ પકડાવી દે છે ને..?

[ 6 ]

અને ૨૧મી સદીના અંતમા..... તો ...

૨૧મી સદી અંતમા.....જન્મવા માટે

માતાના ગર્ભમાં નવમાસ રહરવાનુ.

ટેસ્ટ ટયુબ બેબિ જન્મ સફળ થતા

કયારનુય બંધ થઈ ગયુ હસે.

ડેરિનુ દુધ ને ઇંડાની આમલેટ જેવા શક્તિશાળી ગણાતા ખોરાકો

શક્તિ વર્ધક ટેબ્લેટ મા સમાય ગયા હસે.

વિવિધ સમાચારો જાણવા વિવિધ સમાચારપત્ર વાંચવા ને બદલે

ટી.વિ.પરની ચેનલ બટનો પુશ કરતા જ પ્રત્યક્ષ જ જોઇ સાંભળી સકાશે.

બાળકોને શાળા મહાશાળામા જવાને બદલે ટીવિ કમ કોમ્પ્યુટર શીક્ષકો ઘેર બેઠા જ શિક્ષણ આપતા હશે.

દેશ વિદેશની સફરો શહેર-ગામ જેટલી ગ્રહ ઉપગ્રહની સફર દેશ વિદેશ જેટલી સરળ બની ગઇ હશે.

રોજિંદા વ્યવહાર મા,

માનવિને બદલે યંત્ર અને

યંત્ર ને બદલે યંત્રમાનવ ( રોબટ )

આવી ગયા હશે.

શકય છે

૨૧મી સદીની સળગતી સમસ્યા

માનવ વસ્તી વિસ્ફોટ ને બદલે

યંત્ર - માનવ વસ્તી વિસ્ફોટ બની જાય.

[ 8 ]

પૈસો.

ઍ આજના યુગમાં

કદાચ,

સુખ પ્રાપ્ત કરવાનું

કલ્પવૃક્ષ હોય શકે

પરંતું

તે આજ સુધી,

દુઃખ ચૂસવા માટેનું

બ્લોટીંગપેપર તો

નથી જ બની શક્યું.

[ 9 ]

પંચ ધાતુ મેળવી એ સર્વ નુ મિશ્રણ કર્યું.

એમ એક દિ માનવીએ સિક્કા નુ સર્જન કર્યું.

રુપાળા આ રુપિયાની શોધ જ્યાં બિંબે ઢળી,

તે દિ` થી જ ગરીબી કેરી ભેટ દુનિયાને મળી.

[ 10 ]

તું આવે છે અને....

તું ઘણી વખત મને પુછે છો ને કે હું આવું છું એટલે તમો કેમ આનંદમા આવી જાવ છો.અને મારા ચાલ્યા જવાથી તમે કેમ ઉદાસ થઇ જાવ છો.?

તારે એનુ રહસ્ય જાણવું છે ?

તો સાંભળ.-

તું આવે છો મારા જીવનમાં,

અનેક સ્વપ્નો સાકાર કરવા.

તું આવે છો અને લાવે છો,

અનેક મિત્રો- સબંધિઓને લઇને.

તું આવે છો ને લાવે છો,

અનેક મૌજમજા લઇને.

તું આવે છો મારી અનેક

અત્રુપ્ત ત્રુષ્ણાઓને ત્રૄપ્ત કરવા.

તું આવે છો સાથે,

અપુર્વ લોક ચાહના લઇને.

તું આવે છો મારા,

જીવન ના શ્વાસ લઇને.

અને તું જાય છે ત્યારે ....

તું જાય છે સર્વને લઇ જઇને,

'એકલતા' મૂકી જઇને.

તું જાય છે મારું ,

સર્વ સુખ-ચૈન ખુશી હરીને.

તું જાય છે મારા,

વિચારોનુ કેન્દ્ર બનીને.

તું જાય છે અને આવે છે,

અનેક દુ:ખોના વાદળો .

તું જાય છે મળે છે,

મને જગતનો તીરષ્કાર.

તું જાય છે મારા,

જીવન ના બચેલા શ્વાસ લઇને.

( મિત્રો આ કોઈ મારી પ્રેમિકા કે પત્ની ની વાત નથી આ તો છે વાત છે માત્ર પૈસાની. )

[ 11 ]પૈસા ને રુપ નથી

છતાં તેનાથી આકર્ષાય છે સર્વ.

પૈસાને રંગ નથી,

છતાં તેનાથી રંગાય છે સર્વ.

પૈસાને ગંધ નથી,

છતાં તેની સુગંધ ફેલાય છે સર્વત્ર.

પૈસા ને સ્વાદ નથી,

છતાં તે લાગે છે સર્વને મીઠો .

પૈસા ને હાથ નથી,

છતાં તે કામ કરી સકે છે સર્વ.

પૈસા ને પગ નથી,

છતાં તે ચાલી જાય છે સર્વ પાસ.

પૈસા ને આંખ નથી,

છતાં તે દેખાય છે સર્વને.

પૈસા ને જીભ નથી,

છતા તે બોલે છે સર્વત્ર .

પૈસા ને કાન નથી,

છતાં તેનાથી સાંભળે છે સર્વ કોઇ .

પૈસા ને શ્વાસ નથી,

છતાં તેનાથી જીવે છે સર્વ કોઇ.

પૈસો એ ઇશ્વર નથી,

છતાં તેને પુજે છે સર્વ કોઇ.

પૈસા ને હ્રદય નથી,

છતાં તેને ચાહે છે સર્વ કોઇ .

[ 11 ]

એક વિચાર......

માણસ જિંદગીના દિવસો ને પણ રુપિયાની જેમ જ કમાય સકતો હોત અને વાપરી સકતો હોત તો...?

જીંદગીના વર્ષોને પણ ફિક્સ ડિપોઝીટ વોલ્ટમાં સાચવીને મૂકી સકાતા હોત તો......?

તો માણસ પોતાની જિંદગીના બાકીના વર્ષોને ફિક્સમાં રાખી બમણા બનાવતો રહેત અને મ્રૃત્યું કદિ તેમની પાસે ફરકી જ ન શકેતને..?

તેને કોયનો પણ ડર ના રહેત. તે પોતાની મસ્તી મા હમેંશા જીવિ સકેત.

અને તેથી કદાચ,

તે એકલુ સારું ન કરેત અને ખરાબ કરવામાં પણ કોયનાથી ના ડરેત. તેને ઇશ્વર નો પણ ભય ના રહેતા તે તેને પણ ભુલી જાત.

સારું છે કે આવું કઇ નથી.

નહિતર કદાચ..

ગરીબો ધનવાન પાસે ઘરેણા~પૈસા બધુજ ગીરવી મુકે છે ને અંતમા ખોઇ બેસે છે, તેમ જીંદગી ના વર્ષો પણ ગીરવી મુકાઇને અંતમા તે ખોઇ બેસતે.

અને કોઇ એક દિવસ પોલીસ દફતરે ફરિયાદ પણ નોંધાત

કે...ચોરાયા છે દિવસો જિંદગી ના મારા....!!! શોધી આપશો.....?!!

- ' આકાશ '

યશવંત શાહ.