21મી સદીનું વેર - 19 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 19

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

હવે કિશનની દલીલથી કેસ એકદમ કિશનના પક્ષમાં જતો રહે છે. દીપેશનુ ફેમીલી તો કિશનની દલીલથી ચિંતામા પડી ગયું. અને જનક દેસાઇ પણ ગભરાઇ ગયા. પણ એમ હાર માનીલે તો તે જનક દેસાઇ નહી. તેણે હવે તેની છેલ્લી ચાલ ચાલવાનું વિચાર્યુ કે જેથી કમસેકમ સજામાંથી મુક્તિ મળે. આ વિચાર કરતા હતા ત્યારેજ જજ સાહેબે જનક દેસાઇને પુછ્યુ કે બચાવ પક્ષના વકીલે હવે કોઇ રજુઆત કરવી છે?

એટલે જનક દેસાઇ ઊભા થયા, અને બોલ્યા યસ માયલોર્ડ છેલ્લી પાંચ મિનિટ જ મારે જોઇએ છે.

આ સાંભળી જજ સાહેબ બોલ્યા આ તમને છેલ્લો મોકો છે, જે પણ દલીલ કરવી હોય તે ફાઇનલ કરી દો

એટલે જનક દેસાઇ આગળ આવ્યા અને બોલ્યા થેંક્યુ યોર ઓનર. એમ કહી તેણે દલીલ શરૂ કરી.

યોર ઓનર મારા સાથી મિત્રએ જે પણ સબુત રજુ કર્યા, તેના પરથી એ સાબિત થાય છે કે મારા અસીલે મિસ નુરી સાથે સંબંધ બાંધ્યો. અને તેણે નુરી સાથે શરીર સંબંધ બાંધવામાં પહેલ કરી હતી. અને એ પણ સાબિત કર્યુ કે તેણે પહેલેથી પ્લાન કર્યો હતો. પણ આ બધા સબુતથી કોઇ રીતે એ વસ્તુ સાબિત થતી નથી કે મારા અસીલે મિસ નુરી પર બળાત્કાર કર્યો. આ સાબિતીથી તો માત્ર મિસ નુરીને કમ્પલ્સેસન મળી શકે પણ મારા અસિલને બળાત્કારની સજા મળી શકે નહી. થેંક્યુ યોર ઓનર. એમ કહી જનક દેસાઇ બેસી જાય છે.

ત્યાર બાદ જજ સાહેબ કિશનને પુછે છે કે તેણે કઇ દલીલ કરવાની છે?

બીજાકોઇ વકીલ હોય તો કમ્પલસેશન મળી ગયા પછી કંઇ દલીલ ન કરે પણ આ તો કિશન હતો બીજા જ્યાં વિચરવાનું બંધ કરે ત્યાંથી કિશન શરૂઆત કરતો. અને તેણે આ માટે પુરી તૈયારી કરી હતી. અને તે કોઇ હિસાબે દીપેશને સજા કરાવ્યા વગર છોડવા માંગતો નહોતો. તેથી તેણે ઊભા થઇ પોતાની રજુઆત શરૂ કરી.

માય લોર્ડ મારા ખુબજ અનુભવી સાથી વકીલે એકદમ જ ચતુરાઇથી કમ્પલ્સેશન આપીને પોતાના અસીલને સજામાંથી બચાવી લેવાની ચાલ રમી છે. તેણે કમ્પલ્સેશન તો આપવુજ પડશે. પણ તેનો અસીલ પણ બચશે નહી. આમ કહી તેણે થોડીવાર ઊભો રહે છે આ સાંભળી કોર્ટરૂમમાં બધાજ એકદમ સ્તબ્ધ થઇ જાય છે. બધા કિશન હવે શુ કરશે તે સાંભળવા માટે એકદમ જ એકાગ્ર થઇ જાય છે. હવે કેસ એકદમ નિર્ણાયક મોડ પર આવી ગયો હોય છે. એટલે હવે પછી કિશનની દલીલ પર આખો કેસનો આધાર હોય છે. કિશન આખા કોર્ટરૂમમાં એક નજર ફેરવી ફરીથી બોલવાનું ચાલુ કરે છે. યોર ઓનર આ નુરીનું બર્થ સર્ટીફીકેટ છે એમ કહી કિશન એક કાગળ જજ સાહેબને આપે છે અને કહે છે, આ મુજબ નુરીની હાલની ઉંમર 18 વર્ષ છે. અને દીપેશના કહેવા મુજબ તેની ઉંમર 25 વર્ષ છે. તેથી વારદાતના દિવસે એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલા કે જે દિવસે દીપેશે પ્રથમ વખત મારી અસીલ સાથે શરીર સંબધ બાધ્યો ત્યારે દીપેશની ઉંમર 22 વર્ષની હતી. એટલે કે તે કાનુની રીતે પુખ્ત હતો. પણ મારી અસીલની ઉંમર 15 વર્ષ હતી જે આ સર્ટીફીકેટ પરથી સાબીત થાય છે. મારા સાથી વકીલ મિત્ર એ ભુલી જાય છે કે ઇન્ડીયન ક્રિમિનલ લો ની આઇ. પી. સી ના આર્ટીકલ 375 મુજબ 16 વર્ષથી નીચેની કોઇ સ્ત્રી સાથે પુખ્ત વયનો કોઇ પણ પુરૂષ શરીર સંબંધ બાંધેતો તે બળાત્કાર જ ગણવામાં આવશે. તેમા સ્ત્રીની મરજી કે મરજી વિરૂધ એ વાતથી કોઇ ફેર પડતો નથી. તેથી તેથી મારી જજ સાહેબને વિનંતી છે કે આ આર્ટીકલ મુજબ આ બળાત્કારજ ગણવામાં આવે અને મિ. દીપેશને સજા કરવામાં આવે. તોજ મારી અસીલને સાચો ન્યાય મળશે. અને સમાજમાં પણ એક દાખલો બેસશે. થેંક્યુ વેરી મચ. આટલુ કહી કિશન બેસી જાય છે. પણ ત્યાં તો આખો કોર્ટરૂમ તાલીથી ગાજી ઊઠે છે. જનક દેસાઇ ને પણ ખબર પડી જાય છે કે પોતે આ કેસ હારી ચુક્યો છે.

જજસાહેબે કહ્યુ મે બન્ને પક્ષની દલીલ સાંભળી છે. હવે હું બ્રેક પછી ચુકાદો જાહેર કરીશ. એમ કહી જજ સાહેબ પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. કિશન હજુ તો તેના સ્થાનેથી ઊભો થાય તે પહેલા લોકોએ તેને ઘેરી લીધો અને અભિનંદન આપવા લાગ્યા. જેમા કેટલાક પત્રકારો પણ હતા. એકાદ બે ન્યુઝ ચેનલવાળા એ તેના ફોટા પણ પાડ્યા. ત્યાર બાદ કિશન નુરીને લઇ ને નાસ્તો કરવા માટે કેન્ટીન તરફ ગયો. તે હજુ કોર્ટરૂમની બહાર નીકળ્યો ત્યાં પાછળથી કોઇએ બુમા પાડી “કિશનભાઇ એક મીનિટ” એટલે કિશન રોકાઇને પાછળ જોયુ તો એક તેની જ ઉંમરનો જુવાન તેની પાસે આવ્યો અને તેણે કહ્યુ કિશનભાઇ કોંગ્રેચ્યુલેશન તમે તો છવાઇ ગયા. આ કેસ તમે જીતી જવાના અને જનક દેસાઇ સામે કેસ જીત્યા એટલે સ્ટાર થઇ ગયા એમ સમજો. તે હજુ પણ આગળ કહેવા જતો હતો પણ કિશને તેને વચ્ચેથીજ અટકાવીને કહ્યુ મિત્ર હજુ ચુકાદો બાકી છે ત્યાં સુધી કંઇ કહી શકાય

નહી. પણ તમારો ખુબ ખુબ આભાર એમ કહી કિશન જવા માટે ચાલતો થયો. ત્યાં તે યુવકે કહ્યું એક મીનિટ કિશનભાઇ મારૂ નામ મોહીત જૈન છે અને હું સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પત્રકાર છું. મારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. આ મારૂ કાર્ડ છે એમ કહી તેણે પોતાનું કાર્ડ કિશનને આપ્યુ અને કહ્યુ કે તમે જ્યારે પણ ફ્રી થાવ ત્યારે મને કોલ કરજો. કિશને કાર્ડ ખીસ્સામાં મુકી દીધુ અને મોહીત સાથે હાથ મિલાવી કેન્ટીન તરફ નાસ્તો કરવા ગયો.

***

બ્રેક પછી જજસાહેબ કોર્ટરૂમમાં આવ્યાં એટલે બધા ઊભા થઇ ગયા. ત્યારબાદ જજ સાહેબે ચુકાદો આપવાની શરૂઆત કરતા કહ્યુ.

આ કેસમાં બન્ને વકિલોએ પોતપોતાની દલીલો રજુ કરી તેનો મે ઘણો અભ્યાસ કર્યો. પણ છેલ્લે મિ. કિશનની દલીલ પછી લગભગ કેસમાં વધુ વિચાર કરવા જેવુ રહ્યુ નહોતુ, છતા કેસના બધાજ પાસા પર વિચાર કર્યો છે. આ કેસ સમાજનું પ્રતિબિંબ છે તેથી તેનો ચુકાદો પણ સમાજમાં અસર કરશે તે વાત ધ્યાનમાં રાખી હું એ ચુકાદો આપુ છું કે મિ. કિશનની દલીલ અને સબુતથી એ સાબિત થઇ જાય છે કે દીપેશે મિસ નુરી પર વારંવાર બળાત્કાર કર્યા અને તેને ગર્ભવતી બનાવી. તેથી મિ. દીપેશને બળાત્કારના ગુના માટે 10 વર્ષની કેદની સજા કરવામાં આવે છે. તથા મિસ નુરીને કમ્પલ્સેશન તરીકે 10 લાખ રૂપીયા કોર્ટની હાજરીમા આપે તેવો આદેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મિસ નુરીનો બાળક મિ. દીપેશના કુટુંબનો વારસ ગણાય તેથી તે 18 વર્ષનો થાય ત્યાર બાદ તે બાળક ઇચ્છેતો વારસાઇ હક માટે દાવો કરી શકે.

આ સાંભળી બધા ઊભા થઇ ગયા અને કોર્ટના ફેસલાને તાલીઓથી વધાવી લીધો.

કોર્ટનો ફેસલો સાંભળી નુરીની આંખમાં પણ ખુશીના આંસુ આવી ગયા. ત્યાર બાદ કિશન અને નુરી બહાર આવ્યા તો પત્રકારો તેને ઘેરી વળ્યા અને પ્રશ્નો પુછવા લાગ્યા. કિશને બધાજ પ્રશ્નોના શાંતિથી જવાબ આપ્યા. ત્યારબાદ કિશન નુરી ઘરે ઉતારી તેના રૂમ પર ગયો.

રૂમ પર પહોંચી તેણે ઇશિતાને ફોન કર્યો અને બધીજ વાત કરી આ સાંભળી ઇશિતા ખુશ ખુશ થઇ ગઇ અને બોલી હું આવુ ત્યારે આ ખુશી માટે તો તારે ગ્રાંડ પાર્ટી આપવી પડશે .

આ સાંભળી કિશન બોલ્યો તું આવ એજ મારા માટે તો પાર્ટી સમાન છે.

ઇશિતા;- જો ચિંગુશ, આ વખતે આવા કોઇ બહાના નહી ચાલે. આ વખતે હું તને છોડવાની નથી. અને બહું મસ્કા ના માર હો.

કિશન;- લો બોલો સાચુ કહીએ તો મસ્કા લાગે.

ઇશિતા;- મને તો અત્યારેજ તારી પાસે આવી આ ખુશી સેલીબ્રેટ કરવાનું મન થાય છે. મને અફસોસ થાય છે કે તારી આવી સફળતા વખતે હું તારી સાથે નથી.

કિશન;- કોણે કહ્યુ તું મારી સાથે નથી? આ બધી સફળતા તારા સાથને લીધેજ છે. અને હુ તને મારાથી દૂર સમજતો જ નથી.

ઇશિતા;- તો પણ યાર તને મળવાનું ખુબજ મન થયું છે.

કિશનને થયુ કે થોડુ વાતાવરણ ભારે થઇ ગયુ છે એટલે તેણે મજાક કરતા કહ્યું.

તો આવીજાને તને કોણ રોકે છે. આમ પણ એમ. એલ. એની છોકરીને અહી આવવામાં ક્યાં કોઇ પ્રોબ્લેમ નડે છે.

આ સાંભળી ઇશિતાએ પણ હસતા હસતા કહ્યું

એમ. એલ. એની છોકરી આમ કંઇ ચીલા ચાલુ માણસોને મળવા દોડી ન આવે.

કિશન;- પણ એમ. એલ. એની છોકરી જેને મળવા છેક બેંગ્લોરથી સ્પેશિયલ આવે તે થોડો ચીલા-ચાલુ રહે તે તો સેલીબ્રીટી થઇ જાય.

આ સાંભળી તે હસતા હસતા બોલી મારે લીધે તુ સેલીબ્રીટી થઇ જાય એ દિવસો હવે જતા રહ્યા થોડા સમયમા તારે લીધે હું સેલીબ્રીટી બની જઇશ એવા દિવસો આવશે .

કિશન;- બસ હો, હવે ખોટે ખોટા ગપ્પા રહેવા દો. નહીતર પછી કિશન પંડ્યા હવામાં ઉડવા માંડશે.

ઇશિતા;- પણ મિ. કિશન પંડ્યા એ યાદ રાખજો આ એમ. એલ. એ ની દીકરી તમારે પનારે પડી ગઇ છે. સેલીબ્રીટી થઇ જતા એને ભુલી જતા નહી.

કિશન;- અરે તો તો એમ. એલ. એ મારૂ એન્કાઉન્ટર કરાવી નાખે હો.

ઇશિતા;- આ એમ. એલ. એની છોકરીના નખરા તમારે લાઇફ ટાઇમ સહન કરવા પડશે.

કિશન;- પણ આ એમ. એલ. એ ની છોકરી કંઇ નખરા કરતીજ નથી. મને વિશ્વાસ નથી બેસતો કે આના પપ્પા સાચેજ એમ. એલ. એ છે કે પછી ગપ્પા મારે છે?

ઇશિતા;- એતો લગ્ન પછીજ ખબર પડશે કે કેવા નખરા કરે છે?

કિશન;- પણ એમ. એલ. એ ની છોકરી આ ચીલા-ચાલુ છોકરા સાથે લગ્ન કરશે ખરી?

ઇશિતા;- એમ. એલ. એ ની છોકરી જેને મળવા આવે તે સેલીબ્રીટી બની જાય તો પછી એમ. એલ. એની છોકરી જેની સાથે લગ્ન કરે તે તો મહાન હસ્તી જ બની જાય ને?

કિશન;- મારી સાથે રહીને બહુ બોલતા શીખી ગઇ હો.

ઇશિતા;- જા જા હવે તું મારી સાથે રહીને બોલતા શિખી ગયો. પહેલા તો મારી સાથે વાત કરવાની પણ હિંમત નહોતી. પ્રપોઝ પણ મારે કરવું પડ્યુ હતુ યાદ છે ને?

કિશન;- એ તો હુ જોતો હતો કે તું મારા પર કેટલી ફીદા થઇ છે? બાકી એ તો હુ પણ કહી દેત એમા શુ?

ઇશિતા;- હવે જા ને પહેલા તો કાંઇ ત્રેવડ નહોતી. મારા લીધે જ શેર થઇ ગયો. અને હવે મેરી બિલ્લી મુજસે મ્યાંઉ?

કિશન;- એય બિલ્લી તો તું છે. હું તો ટોમ એન્ડ જેરી વાળો ટોમ બિલાડો છું

આ સાંભળી બન્ને ખડખડાટ હસી પડ્યાં. ત્યારબાદ ફોન મુકી દીધો.

ત્યાર બાદ કિશન જમવા ગયો અને જમીને આવીને થાક ને લીધે ઉંઘી ગયો.

સવારે મોબાઇલ ફોનની રીંગ વાગવાથી તેની ઊંઘ ઉડી તેણે આંખ ખોલ્યા વગર જ ફોન ઉપાડ્યો ત્યાં સામે છેડે જે કહેવાયું તેનાથી કિશનની ઊંઘ ઉડી ગઇ અને તે પલંગમાં બેઠો થઇ ગયો.

ક્ર્મશ:

કિશન પર કોનો ફોન હતો?અને તેણે કિશનને શું કહ્યુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com