માનવીને જીવવા માટે એક લક્ષ જોઈએ, અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનામાં રહેલી દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. લી કલ્પેશ દિયોરા..થાર મરૂસ્થળ એક ભયાનક સ્થળ છે.રાજસ્થાનના રણમાં આવેલું છે.ઉનાળામાં અહીં રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે.અહીં ઉનાળામાં 60 ડિગ્રી તાપમાન હોય છે.એક અદભુત અને સૌંદર્ય ત્યાનું વાતાવરણ હોય છે.જ્યાં જીવવું મુશ્કેલ છે,જે જગ્યા પર ગરમીનો પ્રકોપ છે, સર્પનો ત્યાં વસવસાટ છે.જોવા જેવું અને માણવા જેવું સ્થળ એટલે થાર મરૂસ્થળ.આ વાત છે,આજથી પંદર વર્ષ પહેલાંની.જીગર અને કવિતા,મહેશ અને સોનલ,મિલન અને માધવી,કિશન અને અવની,આ

Full Novel

1

થાર મરુસ્થળ (ભાગ-૧)

માનવીને જીવવા માટે એક લક્ષ જોઈએ, અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનામાં રહેલી દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો લી કલ્પેશ દિયોરા..થાર મરૂસ્થળ એક ભયાનક સ્થળ છે.રાજસ્થાનના રણમાં આવેલું છે.ઉનાળામાં અહીં રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે.અહીં ઉનાળામાં 60 ડિગ્રી તાપમાન હોય છે.એક અદભુત અને સૌંદર્ય ત્યાનું વાતાવરણ હોય છે.જ્યાં જીવવું મુશ્કેલ છે,જે જગ્યા પર ગરમીનો પ્રકોપ છે, સર્પનો ત્યાં વસવસાટ છે.જોવા જેવું અને માણવા જેવું સ્થળ એટલે થાર મરૂસ્થળ.આ વાત છે,આજથી પંદર વર્ષ પહેલાંની.જીગર અને કવિતા,મહેશ અને સોનલ,મિલન અને માધવી,કિશન અને અવની,આ ...વધુ વાંચો

2

થાર મરૂસ્થળ (ભાગ-૨)

માનવી તારું મૃત્યુ નક્કી છે.હા,સમય અને તારીખ નક્કી નથી.તારામાં જેટલી તાકાત હોઈ એટલું તું લડી લે..અહીં લોકો બધા વ્યક્તિને "પણ" નથી કરતા. લી. કલ્પેશ દિયોરા..ગાડી ધીમે ધીમે રાજસ્થાન તરફ જઈ રહી હતી.મિલન ધીમે ચલાવ આગળ રસ્તો ખરાબ છે.હા,કિશન મને દેખાય છે.તું ચિંતાનો કર ભાભીના ખોળામાં માથું મૂકીને નિરાંતે નિંદર કરી લે કાલ તારે જ ગાડી ચલાવાની છે...ત્યાં જ ગાડીની બહાર ધડાક કરતો અવાજ આવીયો..શું થયું મિલન...?**********************કઈ નહીં આગળ પથર હતો.શાયદ તેના કારણે ગાડીના ટાયરને પંચર પણ પડી ગયું હોઈ એવું મનર લાગી ...વધુ વાંચો

3

થાર મરૂસ્થળ (ભાગ-૩)

તમારું જીવન એક નાટક છે,એ નાટકને કેમ ભજવું અને કોની સાથે કેવી રીતે ભજવું એ તમારા વ્યક્તિવ પર નિર્ભર છે. લી.કલ્પેશ દિયોરાવાહ,મહેશ તું તો પ્રેમીઓનો ગ્રુરુ બની ગયો..!!આ તારા ભાભી સોનલે મને બનાવી દિધો. મિલન.... મિલન....મિલન ગાડી ઉભી રાખ ,પણ શુ છે જીગર...!!હજી હમણાં તો ઉભી રાખી.એક વાર તું ગાડીની ડાબી બાજુ જોતા ખરા.ઓહ...અ...ઈ... ફટકો છે ફટકો...!!!વાહ,કિશન ઘણા સમય પછી તારા મોં માં થી આ શબ્દ સાંભળી આનંદ થયો.તું દરરોજ કોલજમાં કોઈ સારી છોકરી સામે મળે તો બોલતો...મિલન આ તમારી કોલેજ નથી...!!શાંતિ ...વધુ વાંચો

4

થાર મરૂસ્થળ (ભાગ-૪)

તમારું મૌન એ કોઈ વ્યક્તિ સામે લડવાની સૌથી મોટી દલીલ હોઈ શકે છે. લી.કલ્પેશ દિયોરાબસ બસ અહીં ગાડી ઉભી રાખ કિશન થોડો નાસ્તો કરી લઈએ હવે થાર મરૂસ્થળ અહીંથી બહુ દૂર નથી આઠ થી દસ કિલોમિટર જ હશે.થાર મરૂસ્થળનો અર્થ થાય છે,મૃત્યુની એક જગ્યાજ્યાં પાણી વગર માનવી અને જાનવરોને જીવવું મુશ્કેલ છે.થાર મરૂસ્થળ એવું સ્થળ છે જ્યાં ઘણા વર્ષો સુધી એક પાણીનું ટીપું પણ ત્યાં ...વધુ વાંચો

5

થાર મરૂસ્થળ (ભાગ-૫)

મનુષ્ય તું પરિશ્રમ કર બહાના જેવો શબ્દ ગીતામાં એક પણ જગ્યા પર નથી.તું જ તારું ભવિષ્ય નક્કી કરી શકે,બીજા નહીં. લી.કલ્પેશ દિયોરા.બે લીટીમાં એક ઉપનિષદ છે !!!મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !બસ એટલી જ વાર લાગે.મૃત્યુને કોણ રોકી શકેકોઈ નહીં.પણ જે મૃત્યુનો ડર છે એ ભયાનક હોઈ છે.તમને ખબર હોઈ કે આ જગ્યા પર ...વધુ વાંચો

6

થાર મરૂસ્થળ (ભાગ-૬)

"કયારેક હારવાની પણ તમારે તૈયારી રાખવી જોઈએ. અને,જીતવાના પ્રયાસ તમારે છોડી દેવા ન જોઈએ" લી. કલ્પેશ દિયોરા.પણ,હું કવ તે તું સાંભળ આપડા ગ્રુપમાંથી કોઈને પણ આ વાતની ખબર પડવી જોઇએ નહીં કે આપડી પાસેરેગીસ્તાનનો જાણકાર છે તેની પાસે પૂરતી માહિતી નથી.નહીં તો દરેકની અંદર ડર પેદા થશે.અને એ ડર આપણને આગળ નહીં વધવા દે.જેવી સ્ફૂર્તિ તારી પેહલા હતી તેવી સ્ફૂર્તિ તું અત્યારે ફરી વાર ઊંટની સવારી કર ત્યારે પણ હોવી જોઈએ.હા,મિલન....!!!!************************આગળ જોઈએ કોઈ સારુ ગામ આવે તો તે ગામમાં રેગીસ્તાનનો જાણકાર હોઈ તો આપણે ...વધુ વાંચો

7

થાર મરૂસ્થળ (ભાગ-૭)

તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તમે આગળ વધો.એ આવેલ પરિસ્થિતિ જ તમને આગળ વધવામાં મદદ કરશે. લી. કલ્પેશ દિયોરા.સાંજ પડે એ પહેલાં આપડે કોઈ ગામ ગોતવું પડશેનહીં તો રેગીસ્તાનમાં જ આજની રાત વિતાવી પડશે.અને સાંભળ.તારે અમારી સાથે જ આવાનું છે તું જ અમને અહીં લઈને આવીયો છો.અને તારે જ અમને કોઈ ગામ ગોતી આપવું પડશે.સારું સાહેબ હું કોશીશ કરીશ...!!!!**********************શું તમે વાત કરી રહિયા છો?મને પણ કઈ સમજાતું નથી જયારથી આપડે ઊંટનીસવારી કરી ત્યારથી મહેશ અને મિલન કંઈક વાત કરી ...વધુ વાંચો

8

થાર મરૂસ્થળ (ભાગ-૮)

"ખુશી તો એટલી જ હોઈ છે, જેટલી તમેં માણી શકો.ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી અને વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલપતંગિયું દિલમાં રંગો ભરી જાય છે"પણ,મિલન તમે બંને લોકો એ અત્યાર સુધી અમને કેમ ન કહ્યું?અમને એમ હતું કે સાંજ સુધીમાં કોઈ ગામ આવી જશે પણ કોઈ ગામ દેખાયુ નહીં.જીગર જે થઈ ગયું એ થઈ ગયું એ વાતને યાદ કરી અફસોસ નહિ કરોઆપડે અત્યારે આગળ વધવું જોઈયે.****************મેં સાંભળ્યું છે કે દુઃખ આવે તૈયાર ભયંકર આવે છે.જયારે પણ આવે છે,ત્યારે આપણને ઘણા દુઃખી કરે છે.પણ જયારે આવે છે,ત્યારે તમને જિંદગીનો પાઠ ભણાવી જાય છે.કોઈએ પણ ડરવાની ...વધુ વાંચો

9

થાર મરુસ્થળ (ભાગ-૯)

જિંદગી જીવવાની મજાતો ત્યારે જ આવે,કે પહેલા તમે તમને ઓળખો કે હું કોણ છું લી.કલ્પેશ દિયોરા.મહેશ અને સોનલના પણ એ જ હાલ હતા.સોનલને કડકડતી ભૂખ લાગી હતી.પણ ઉપર બાજ અને સમડીના અવાજ સાંભળી તેની ભૂખ મટી જતી હતી.મહેશના ખોળામાં માથું નાંખી સોનલ ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી. મિલન સાપ...!!!ક્યાં છે કવિતા?મને તો દેખાયો નહિ.તું મજાક ન કર કવિતા.અરે મિલન મેં જોયો તારી પાછળ જ હતો.તારી પાછળથી જ જતો મેં જોયો.હું ખોટું શા માટે બોલું મિલન.હા,અહીં સાપ રેગીસ્તાનમાં જોવા મળે છે,મિલનએકવાર દેખાય પછી ...વધુ વાંચો

10

થાર મરુસ્થળ (ભાગ-૧૦)

"તમે યુવાન છો,તમેં કઈ પણ કરી શકો છો.ઘરનો એક ખૂણો પકડી લેવાથી દુનીયા તમને યાદ નહિ કરે.અહીં અવાનો પણ એક મકસદ હોવો જોઈએ" લી.કલ્પેશ દિયોરા.જો મિલન આપણી પાસે હવે આજ સાંજ સુધીની જ ખાવાની વસ્તુ છે.કાલે સવારે કોઈને કઈ મળવાનું નથી.એ પણ થોડો થોડો બધા પાસે નાસ્તો છે,અને પાણી પણ હવે પૂરું થઈ જાય એમ છે.પાણીની ફક્ત ત્રણ બોટલ જ છે.ગમે તેમ કરી આજ કોઈને કોઈ ગામ ગોતવું જ પડશે.****************સાંજ પડવાને થોડી જ વાર હતી.કિશન મને ...વધુ વાંચો

11

થાર મરૂસ્થળ (ભાગ-૧૧)

તમારું જીવન ગ્રહો જોઈને બદલાતું નથી તમારી મહેનતથી બદલાઈ છે.લી. કલ્પેશ દિયોરાકોઈને નિંદર નોહતી આવી રહી.બધા જ એકબીજાની સામે રહિયા હતા.બધાના ચહેરા પર મૃત્યુનો ભય હતો.હવે એક જ લક્ષ હતું કે ગમે તેમ કરી આ રેગીસ્તાનમાંથી બહાર નીકળવું.**********************અચાનક સિસકારા મારતી રેતીના અવાજ આવા લાગીયા.થોડે દુર આંધી આવી હોઈ એવું લાગી રહ્યું હતું.ઝીણી ઝીણી રેતી બધાની ઉપર વરસાદની જેમ પડી રહી હતી.થોડીવારમાં જ રેતીની આંધી કબ્રસ્તાન પાસે આવી ગઈ.આંધીનું જોર એટલું હતું કે બધા જ એકબીજાના હાથ પકડીને બેસી ગયા હતા. આજુબાજુ કોઈને કઈ દેખાય રહ્યું ન હતું.રેતીની આંધી સાથે ઉડતું ઉડતું એક હાડપિંજર કવિતા પર પડ્યું.કવિતા એ મોટેથી રાડ નાખી.જીગરે ...વધુ વાંચો

12

થાર મરૂસ્થળ (ભાગ-૧૨)

તમારા જીવનમાં તમારે સૂર્યાસ્ત પહેલા વિજય મેળવોજોઈએ.લી. કલ્પેશ દિયોરામિલને ઊંટ પર ચડીને તપાસ કરી.તો રેતીની આંધી આવી રહી હતી.જલ્દી હાથ પકડી લ્યો.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એકબીજાનો હાથ છોડશો નહિં.નહિ તો રેતીની આંધી તમને તેની સાથે લઈ જશે.થોડીજવારમાં બધા એક ઊંટની પાછળ એકબીજાના હાથ પકડીને ઉભા રહી ગયા.****************************રેતીની આંધી એટલી ભયાનક હતી કે તે આંધીમાં ઉભું રહેવું પણ મુશ્કેલ હતું.ધીમે ધીમે તે રુદ્ર સ્વરૂપ લઈ રહી હતી.જાણે ખળખળતી નદીનો પ્રવાહ વહી જતો હોઈ તેમ રેતી પગ પાસેથી વહી જતી હતી.થોડીવારમાં જ તે આંધી અમારી પાસે આવી તેનો અવાજ કોઈ વ્યક્તિએ મધપૂડાને પથ્થર લઇને માર્યો હોઈ અને એક સાથે ઘણનનનનનન...ઘણનનનનન કરતી ...વધુ વાંચો

13

થાર મરૂસ્થળ (ભાગ-૧૩)

હા,કવિતા ડાબી બાજુ થોડે દુર કાંટાળી વનસ્પતી જોવા મળી રહી છે,ત્યાં આપડે બધા આરામ કરીશું.આજ રેગીસ્તાનમાં ત્રીજો દિવસ હતો.કોઈ જમવાનું કે નાસ્તો કઈ પણ હતું નહિ.પાણીની બોટલમાં થોડું પાણી હતું તે પણ અવનીને મજા ન હોવાથી આપી દીધું હતું.********************************આજુ બાજુ કાંટાળી વનસ્પતિ હતી.રેગીસ્તાનની રેતીમાંથી કયારે સાપ બહાર નીકળે તે કહી શકાય.નહીં નવેમ્બર મહિનો હોવાથી રાત્રે ઠંડી પણ પડી રહી હતી.પણ સવારે પડતા જ સૂર્યનો ધક ધકતો તડકો માથે આવી જતો હતો.મિલન મને લાગે છે,હવે આપણે આગળ નહિ વધી શકીએ.આગળ વધવા માટે પણ શરીરમાં શક્તિની જરૂર પડે હવે આપના શરીરમાં થોડીપણ શક્તિ રહી નથી.હું તો આગળ વધી શકીશ જ નહીં.એક ...વધુ વાંચો

14

થાર મરૂસ્થળ (ભાગ-૧૪)

વ્યક્તિ એ ગમે તેવી પરિસ્થિતિ આવે બહાદુર બનવું જોઈએ તમે શાયદ બાહદુર ન પણ બની શકો તો પણ તમે કરો.લી.કલ્પેશ દિયોરા.હા,મિલન તું જે કહી રહ્યો છે,તે વાત સાથે હું સહમત છું.આ ઊંટ ઉભો પણ નથી થઈ શકતો તો સાથે લઈ જઈને આપણે શું કરીશું.આ એક ઊંટ આપણી સાથે આવશે.*******************************હજુ તો ચાલવાની શરૂવાત કરવાની હતી ત્યાં બીજું એક સંકટ આવીને ઉભું રહ્યું.સોનલ નીચે પડી ગઇબધા જ સોનલ પાસે ભેગા થઈ ગયા.સોનલના ધબકારા શરૂ હતા પણ પાણી ન પીવાને લીધી તે પડી ગઈ હતી.પણ અચાનક ઇશ્વરની દયાથી તેની આંખોખુલી ગઈ,અને તે ઉભી થઇ ગઇ.મહેશ મારુ શરીર હવે કામ નથી કરી રહ્યું.પણ ...વધુ વાંચો

15

થાર મરૂસ્થળ (ભાગ-૧૫)

મનમાં આવે તે કેહવું અને પાંચ સેકન્ડ પછી વિચારીને કેહવું એ બંને શબ્દોમાં ઘણો ફરક હોઈ છે.લી.કલ્પેશ દિયોરા.મિલન મને અહીં આજુબાજુ કોઈ ગામ દેખાય નથી રહ્યું.તું ખોટું તો નથી બોલી રહ્યો ને?કે મને આગળ જમણી બાજુ એક ગામ દેખાયું.મને તો એવું લાગે છે કે તું ખોટું બોલી રહયો હતો.અહીં કોઈ ગામ છે નહીં કે નથી કોઈ ઝુંપડી.***********************************હા,કિશન હું ખોટું બોલી રહ્યો હતો.આગળ કોઈ ગામ નથી.કે આગળ કોઈ ઝુંપડી પણ નથી.તે આવું શા માટે અમારી સાથે કર્યું?કેમકે કે તમે બધા ડરી ગયા હતાં.મેં તમને એમ કહ્યું કે આગળ કોઈ ગામ છે.તો તમારામાં શક્તિ આવી.તમને ખ્યાલ છે કે તમે આ આગળના ...વધુ વાંચો

16

થાર મરૂસ્થળ (ભાગ-૧૬)

દુનિયા રંગબેરંગી છેતું જાગ ઉઠ તારી પ્રતિક્ષા કરોડો લોકો કરી રહ્યા છે,તે તો હજી યુવાનીમાં જન્મ લીધો છે.તારે તારા ઘણુ બધુ કરવાનું હજુ બાકી છે.લી. કલ્પેશ દિયોરાનહીં આ ઊંટ પર જ ભલે હું મરી જાવ.રેગીસ્તાનમાં ગમી તેવી આંધી આવે.ગમે તેવી પરિસ્થિતિ આવે ભલે મારે અહીં જ રાત્રી વિતાવી પડે,પણ હું આ ઊંટને કોઈ સંજોગોમાં મરવા નહિ દવ.*********************************મિલન તું આ માધવીને સમજાવાની કોશિશ કર.એક બાજુ રાત્રી થવા આવી છે.અને બીજી બાજુ સોનલનો જીવ જાય એમ છે.માધવી તું સમજવાની કોશિશ કર.આ ઊંટનો જીવ કરતા સોનલનો જીવ આપણાં માટે અગત્યનો છે.જો સોનલને કઈ થશે તો આપડે પણ હિંમત હારી જશું.અને આગળ નહિ ...વધુ વાંચો

17

થાર મરૂસ્થળ (ભાગ-૧૭)

ભય માણસને મુત્યું તરફની દિશાનું બતાવે છે.જીવનમાં ગમે તેવું પરિસ્થિતિ આવે ડરવું જોયે નહીં.લી.કલ્પેશ દિયોરા.પણ અહીં આ જગ્યા પર આપડે રહેશું.આ પગથિયાં પર જ આપડે સવાર સુધી બેસીને સવારે તપાસ કરી શું કે અહીં કહી છે તો નહીં ને.એ પછી આપડે આગળ જાશું.*****************નહિ જીગર આવી જગ્યા પર રેહવું હિતવાહક નથી.અહીં કઈ પણ થઈ શકે છે.સિસકારા મારતી રેતીની આંધી આ રેગીસ્તાનમાં ગમે ત્યારે આવી શકે છે.હા, હું જાણું છું મિલન પણ તમને કોઈને આ અંધારામાં આનાથી સારી જગ્યા કઈ આજુબાજુમાં દેખાય રહી છે.આજુબાજુ જોઈને કોઈ કહી બોલ્યું નહીં એક પછી એક બધા પગથિયાં પર બેસી ગયા.આમ પણ આજ બધાજ થાકી ...વધુ વાંચો

18

થાર મરૂસ્થળ (ભાગ-૧૮)

કવિતા તું મજાક કરે છો...!!!નહિ કવિતાની વાત માનવી પડે તેમ છે.આપડે એક વાર તે સ્ત્રીની મૂર્તિને થોડી એકબાજુ લઈને કરવી જોઈએ.ત્યાં કોઈ વસ્તું હોઈ શકે છે.મૂર્તિ થોડી વજનદાર છે પણ આપડે આંઠ લોકો છીએ આપડે તે કરી શકીએ.*********************************આપડે કવિતાની વાત પર વિશ્વાસ કરી એકવાર તપાસ કરવી જોઈએ.ત્યાં કઇ છે તો નહીં ને?એવું પણ બને કે ત્યાંથી આપણને કોઈ વસ્તું મળી જાય અને આ રેગીસ્તાનમાં આગળ જવા માટે કામ પણ લાગે.બધા એક સાથે એ સ્ત્રીની મૂર્તિ પાસે આવિયા.એક સાથે બધાએ બળ કરીને એ પથ્થરની મૂર્તિને એકબાજુ કરી.એ પથ્થરની મૂર્તિ એકબાજુ લેતા જબધા એકબીજાની સામું જોઈ રહિયા.કવિતાની વાતખોટી ન હતી.એ પથ્થરની નીચે ...વધુ વાંચો

19

થાર મરૂસ્થળ (ભાગ-૧૯)

માધવી તું સમજવાની કોશીશ કર આપડી પાસે સમય નથી.દરવાજો બંધ કરવો જ પડશે નહીં તો મિલન અને જીગર બહાર નહીં નીકળી શકે.કવિતા અને મહેશ જલ્દી જમણી તરફ ગયા અને બાકી બધા ડાબી બાજુ તરફ રહ્યા બંને બાજુથી દરવાજો ખેંચીને બંધ કર્યો.ત્યાં બળબળતી રેતીની આંધી આવી ચડી બધા જ દરવાજા પાસે એકબીજાને પકડીને બેસી ગયા.જાણે કોઈ નદીનો પ્રવાહ એક તરફી વહી જતો હોઈ એમ રેતી એક જગ્યાએથી બીજી જગ્યા પર જય રહી હતી.************************************ગુફા ઉપરથી બંધ થઈ ગઈ હતી તો પણ જીગર અને મિલન હજુ ગુફામાં આગળ આગળ જઈ રહિયા હતા.તે બંનેને ગુફાની અંદર પક્ષી જોઈને કંઈક આશા હતી કે આ ...વધુ વાંચો

20

થાર મરૂસ્થળ (ભાગ-૨૦)

શું તમને ગુફામાંથી ખજાનો પણ મળ્યો છે.મને ખબર હતી કે આ ગુફા કોઈ રાજા મહારાજા વખતની છે અહીં હીરા સોનામહોર હશે જ.એ જ તમે લઈ આવિયા છો ને?***************************************હા,માધવી હીરા અને સોનામહોરથી પણ કિંમતી વસ્તું આ ગુફામાંથી મળી છે.તમે ગુફામાં થોડા અંદર આવી અમને બહાર લાવવામાં મદદ કરો.હા,કેમ નહિ..!!!મહેશ કિશન અને માધવી ત્રણેય ગુફાની અંદર ગયા.વસ્તુંઓને બહાર લઈ આવવા માટેમદદ કરી.અહીં તો અંધારું છે.આની અંદર કોઈ સોનામહોર હોઈ એવું મને લાગતું નથી.માધવી આ રેગીસ્તાનમાં હીરા અને સોનામહોર કરતા પણ કિંમતી અત્યારે પાણી છે.અને આ ગુફામાંથી અમને એક પાણીનું કુંડ મળ્યું છે.એ કુંડામાંથી અમે આ માટલું પાણીનું ભરીને લાવીયા છીએ.માધવી મિલને ...વધુ વાંચો

21

થાર મરૂસ્થળ (ભાગ-૨૧)

છઠ્ઠો દિવસ સવારે 6:30----------------આજે રેગીસ્તાનમાં છઠ્ઠો દિવસ હતો બધાને ગમે તે રીતે આ રેગીસ્તાનમાંથી હવે બહાર નીકળવું હતું.મિલન હવે જલ્દી અહીંથી નીકળવું જોઈએ.હા,મહેશ આજે આપણા શરીરમાં પણ થોડી શક્તિ પણ છે.આપણે જલ્દી નીકળી જવું જોઈએ.સિસકારા મારી રીતે ના અવાજ હજુ પણ સંભળાઇ રહ્યા હતા મહેશ અને જીગર જમણી બાજુ જવાનું ટાળ્યું જે તરફ અવાજ આવી રહ્યા હતા એ જ તરફ થોડી ડાબી બાજુ ચાલવાનું નક્કી કર્યું હજી તો ચાલવાનું શરુ જ કર્યું હતું ત્યાં જ સોનલે બૂમ પાડી.બધા જ એક સાથે ત્યાં દોડી ગયા મહેશ અને સોનલ સૌથી આગળ ચાલી રહ્યા હતા જેવી સોનલે બૂમ પાડી ત્યાં જ બધા ...વધુ વાંચો

22

થાર મરૂસ્થળ (ભાગ-૨૨)

સોનલ મિલનની થોડી નજીક આવી તેને પકડીને રડવા લાગી.મિલન મેં તને કહ્યું હતું ને કે આ રેગીસ્તાનમાં એક એક બધા જ મુત્યું પામશું.આપણા માંથી કોઈ પણ જીવતું અહીંથી બહાર નહીં નીકળે.ક્યાં છે મારો મહેશ...??બોલ ને મિલન ક્યાં છે?જો તું નહીં શોધી આપે તો હું અહીંથી એક ડગલું પણ આગળ નથી વધું હવે.*******************************સોનલ તું ચિંતા ન કર મળી જશે મહેશ એ અહીં કહી આસપાસ જ હશે.તું અમારી સાથે તેને શોધવાનીકોશિશ કર.તું જગર તરફ ધ્યાન કર તે કવિતાને ક્યાં જઈને શોધી રહ્યો છે.તું પણ અમારી મદદ કર.જ્યાં સુધી આપણને મહેશ અને કવિતા મળશે નહીં ત્યાં સુધી આપડે અહીથી આગળ જવાના પણ ...વધુ વાંચો

23

થાર મરૂસ્થળ(ભાગ-૨૩)

મિલને તો સોનલને આજ ઘણું કહેવું હતું પણ શું કહે મિલન તેણે ચુપ રહેવાનું પસંદ કર્યું.તે સોનલની પીડા સમજી હતો પણ હવે તે કહી કરે શકે તેમ પણ ન હતો.જયારે ખબર પડશે સોનલને કે મહેશનું મુત્યું થયું છે.ત્યારે સોનલને કેવો આઘાત લાગશે એ વર્ણવું મુશ્કેલ હતું.હજુ તો એમના લગ્ન પણ થયા નથી.*************************************મિલન મને અલગે છે કે આગળ હવે કોઈ ગામ નહિ આવે કોઈ સારી જગ્યાએ બેસી જવું પડશે.મને તો આ મહેશની લાશ આપડી પાસે છે,એનો ડર લાગી રહ્યો છે.સોનલ સાંજના સાત વાગી ગયા છે.હવે આગળ જવું મુશ્કેલ છે.આપડે અહીં કહી આરામ લેવો પડશે.નહીં મિલન મારુ મુત્યું ભલે આ રેગીસ્તાનમાં ...વધુ વાંચો

24

થાર મરૂસ્થળ (ભાગ-૨૪)

મિલન મને લાગે છે કે આ સમડી અને ગીધ આપણને નહિ જીવતા રહેવા દે.આપડે આ મહેશની લાશને અહીં મેકીને જવું પડશે.સોનલને આપડે કહી દેવું જોઈએ કે મહેશનું મુત્યું થયું છે.નહી જીગર આપડે એવું ક્યારેય નહીં કરીએ.મિલન તું સમજવાની કોશિશ કર.તું હજુ પણ આ મહેશની લાશને પ્રેમ કરી રહયો છે.તું તારા દિલમાંથી મહેશને ખાલી કર.તું વિચાર મહેશની લાશને લીધે આપણા બધાનું મુત્યું થઈ શકે છે.***********************************હા,જીગર હું જાણું છું.પણ મહેશને હું હજુ પણ એટલો જ પ્રેમ કરું છું.મને હજુ પણ એવું નથી લાગતું કે મહેશનું મુત્યું થયું છે.સોનલને હવે આપણે કહેવું જોઈએ હું તારી વાત સાથે સહમત છું.જીગર અને મિલન સોનલની ...વધુ વાંચો

25

થાર મરૂસ્થળ (ભાગ-૨૫)

જીવનમાં ઘણા દુઃખ આવે છે.પણ પરિસ્થિતિને સમજીને હમેશા યોગ્ય નિર્ણય લઈ આગળ વધવું જોઈએ.આજ સોનલ જો મહેશની પાસે જ હોત તો શું મોત જ મળેત ને?પણ આજ સોનલે તેના જીવનો યોગ્ય નિર્ણય લીધો હતો.હજુ તો આ બળબળતા રેગીસસ્તાનમાં આગળ શું થશે એની જાણ ન હતી પણ સોનલનો નિર્ણય યોગ્ય હતો.***********************************આજ રેગીસ્તાનમાં સાતમો દિવસ હતો.બધાના શરીરની ચામડી રેગીસ્તાની રેતીથી કાળી મશ થઈ ગઈ હતી.આખા શરીર પર રાત દિવસ ખંજવાળ આવી રહી હતી.શરીરમાં હાડકા જ હવે રહ્યા હતા.બોર અને ઝમરૂખ મળ્યા હતા આગળ જતા ખાશું એ ચક્કરમાં જ રેગીસ્તાની આંધી એકસાથે બધું લઈ ગઈ.નવ ને ત્રીસ થઈ ગઈ હતી.આજ પણ તાપ ...વધુ વાંચો

26

થાર મરૂસ્થળ (ભાગ-૨૬)

રેગીસ્તાનમાં એક નાનકડું એવું રેતીનું થર જામી ગયું હતું.તેની નીચે બધાએ આરામ કર્યો.હજુ પણ અવની કયારે આવે એની બધા જોઈ રહ્યા હતા.પણ હવે તે આ તરફ આવે તે મુશ્કેલ જેવું લાગતું હતું.ઉપર ગીધ અને સમડી હજુ પણ અમારી રાહ જોઈ રહ્યા હતા.થોડી વાર પણ આંખ બંધ કરીને બેસાય તેમ ન હતું.કોણ કયું જાનવર અમારા માંથી કોઈને લઇ જાય તે કહેવું હવે મુશ્કેલ હતું.****************************************કિશન રેગીસ્તાનમાં રડી રહ્યો હતો આજુબાજુ બધા જ તેને સાંત્વના આપી રહ્યા હતા.મુત્યુંથી હવે ડરી રહ્યા હતા.કોણ ક્યારેય અને કેવી રીતે મુત્યું પામે તે કહેવું પણ મુશ્કેલ હતું.હજુ તો એકબીજાની સામે જોઇને વાત કરી રહ્યા હતા.ત્યાં જ ...વધુ વાંચો

27

થાર મરૂસ્થળ (ભાગ-૨૭)

દૂર સુધી કોઈ ગામ નથી દેખાય રહયું.મિલન આપડે રસ્તો બદલવો જોઈએ. મને નથી લાગતું કે આ તરફ કોઈ ગામ દિવસથી આ ભયાનક જેવી જગ્યામાં આપડે છીયે પણ હજુ કોઈ ગામ મળ્યું નથી અને આપડા બે મિત્રો પણ ખોયા.આજે આપણે બીજો રસ્તો પસંદ કરવો જોઈએ.*****************************************ચાલવા માટેનો આજ છેલ્લો દિવસ છે.કાલ પાણી અને કઈ ખાવા ન મળ્યું તો કોઈ આગળ ચાલી શકવાનું નથી માટે રસ્તો બદલો જરૂર છે.રસ્તો બદલીયે તો કોઈ ગામ આવી પણ જાય.તમારા માંથી કોઈએ રેગીસ્તાનમાં કઇ બાજુ અને ક્યાં ગામ છે,તમે જોઈયું છે?નહીં..!!!તો પછી આપડે આ જ તરફ ચાલવું જોઈએ.કેમકે કે એ તરફ પણ કોઈ ગામ આવી શકે ...વધુ વાંચો

28

થાર મરૂસ્થળ (ભાગ-૨૮)

મિલન તેની જગ્યા પરથી ઉભો થયો.બધાને સંભળાય તે રીતે જોરથી બોલ્યો હું અહીંથી હવે એકલો જ આગળ જઈ રહ્યો મારી સાથે આવવા ત્યાર છે.જો હોઈ તો "હા' કહે.બધા જ મિલન સામે ઘુવડની જેમ તાકી રહ્યા પણ કોઈ કઈ બોલ્યું નહિ અંતે માધવી બોલી શું મિલન તું મને પણ એકલી આ રેગીસ્તાનમાં મૂકીને વહી જશ.મને તારું વચન યાદ છે હજુ પણ,તે મને કહ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિમાં હું તારો સાથ માધવી નહિ છોડું.આજ આ રીતે મુત્યુંના મો માં મને એકલી છોડીને તું કેવી રીતે જઈ શકે?*****************************************કેમકે માધવી તમે મનથી બધા થાકી ગયા છો.તમારા માં હજુ પણ આગળ જવાની શક્તિ ...વધુ વાંચો

29

થાર મરૂસ્થળ (ભાગ-૨૯)

કવિતાના શરીરમાં શક્તિ ન હતી તો પણ તે ઉભી થઇ અને મિલને એક ગાલ પર ચડાવી દીધી.મિલન તે મારો છે.મારે સામે જ તમને ટુકડા કરી કેમ ખાવા દવ.અને એ પણ તારો ખાસ મિત્ર પણ હતો.હા,કવિતા એ મારો ખાસ મિત્ર પણ હતો અને તારો પતિ પણ હતો પણ હવે તે બે માંથી એક પણ નથી એ તારે સમજવું જોઈએ.***************************************ભલે ઉપર બાજ અને સમડી જીગરના શરીરને ખાય જતા.ભલે એ જીગરના શરીરને વીંધી નાખતા.ભલે હું ભૂખી મરી જાવ આ રેગીસ્તાનમાં પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી જીગરના શરીરને હાથ પણ તમને લગાવા નહિ દવ.મને એમ હતું મિલન કે તું અમને ...વધુ વાંચો

30

થાર મરૂસ્થળ (ભાગ-૩૦)

નહીં,તમે ખાય શકો છો હું તમને ના નથી પાડી રહી પણ મને તમે ખાવા માટે ફોર્સ ન કરો.એક પત્ની પતિના શરીરના ટુકડા કેવી રીતે ખાય શકે.કવિતા જીવીત રેહવા માટે તારે આ ટુકડા ખાવા પડશે.મારે નથી જીવું મિલન.મને હવે મરવા દયો રેગીસ્તાનમાં.હું તો બાજ અને સમડીને બોલવી રહી છું.આવો મને ખાવ..!!મારુ શરીર વીંધી નાંખો.!! મારા આત્માને પણ થોડી શાંતિ મળે.હું હવે આ નથી જોઈ શક્તિ મિલન.**************************************બધા મિલન તરફ જોઈ રહિયા હતા.કોઈ જીગરના શરીરના ટુકડા કરી ખાય રહ્યું ન હતું.કિશને ખાવાની શરૂવાત કરી.કેમકે તે છ દિવસથી પાણી અને અન્ન વગર ચાલી રહ્યો હતો.મોં માં નાખવું જરા પણ ગમતું ન હતું.કેમકે બધા ...વધુ વાંચો

31

થાર મરૂસ્થળ (ભાગ-૩૧)

માધવી રેગીસ્તાનમાં એવા ઘણા ઘર છે.જ્યાં લાઈટ છે જ નહીં.આ રેગીસ્તાન જેવા વિસ્તારમાં લાઈટ ક્યાંથી લેવા જવી.માટે આપણે એ આગળ ચાલવું જોઈએ જો આપડા આજ ભાગ્ય હશે તો આપણને તે ગામ મળી જશે.નહિ તો આ રેગીસ્તાન તો છે જ.દસ દિવસથી અહીં રેતીમાં જ છીયે.આજની રાત પણ અહીં રેગીસ્તાનમાં જ વિતાવીશું.*****************************************.એટલી બધી રાત થઈ ગઈ હતી કે બાજુમાં એકબીજાના ચેહરા પણ સ્પષ્ટ દેખાય રહ્યા હતા.તો પણ રેગીસ્તાનમાં જીવવા માટે આગળ ચાલી રહ્યા હતા.થોડીજવારમાં કોઈ ગામ આવી જશે એવી આશા એ બધા આગળ ચાલી રહ્યા હતા.થોડું આગળ ચાલતા કુતરાઓના અવાજ આવા લાગીયા.બધાને થયું નક્કી તે જગ્યા પર કોઈને કોઈ તો રહે ...વધુ વાંચો

32

થાર મરૂસ્થળ (ભાગ-૩૨)

પણ આજ તે અંદરથી ખુશ હતી કે જીગરના શરીરને લીધે જ અમે આ ગામ શોધી શક્યા.પહેલા દુઃખમાં અને આજ કોઈને નિંદર આવી રહી ન હતી.સવાર પડી ગઈ હતી.મિલન જીગર બધા જ જાગતા હતા.એક કવિતા થાકને કારણે આજ દસ દિવસની નિંદર એક સાથે લઈ રહી હતી.****************************************થોડીવારમાં જ ગામના ચાર લોકો તે ઝુંપડીની અંદર આવિયા.અમને હવે તમારી ઉપર વિશ્વાસ છે કે તમે ચોર કે લૂંટારા નથી.ઘણા દિવસ રેગીસ્તાનમાં ભટકીને તમે અહીં આવીયા છો.તમે બહાર નીકળી અમારુ ગામ જોઈ શકો છો.ગામની અંદર જ તમને અમારા સરપંચ મળી જશે.જે કઈ પણ વાત તમારે રજૂ કરવી હોઈ તે તેને કહી શકો છો.અહીંથી જ્યાં પણ ...વધુ વાંચો

33

થાર મરૂસ્થળ (ભાગ-૩૩) - છેલ્લો ભાગ

મને પહેલા પ્રશ્ન કર્યો તમારું નામ?હું થોડીવાર તેની સામે જોઈ રહ્યો.પછી મેં કહ્યું મારુ નામ મિલન અને આમનું નામ આ કવિતા,સોનલ અને માધવી છે.****************************************તમે બધા આ રેગીસ્તાનમાં ફરવા માટે આવીયા હતા?હા,અમે બધા થાર રેગીસ્તાને જોવા માટે આવિયા હતા.પણ અમે અમારો રસ્તો ભૂલી ગયા.આજ આ રેગીસ્તાનમાં અમારો અગિયાર મો દિવસ છે.તમે દસ દિવસ કેવી રીતે જીવીત રહી શકયા આ બળબળતા રેગીસ્તાનમાં?અમારી પાસે ઘણો બધો નાસ્તો હતો.મિલને બીજી બધી વાત કરવી અનુકૂળ ન લાગી.તે જલ્દી અહીંથી નીકળવા માંગતા હતા.તમે બધા મિત્રો છો કે પછી તમારામાંથી કોઈના લગ્ન થઈ ગયા છે.અમારા બધાના લગ્ન થઈ ગયા છે.અમે રેગીસ્તાના થારમાં આઠ લોકો ફરવા આવ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો