થાર મરૂસ્થળ(ભાગ-૨૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ(ભાગ-૨૩)

મિલને તો સોનલને આજ ઘણું કહેવું હતું પણ શું કહે મિલન તેણે ચુપ રહેવાનું પસંદ કર્યું.તે સોનલની પીડા સમજી શકતો હતો પણ હવે તે કહી કરે શકે તેમ પણ ન હતો.જયારે ખબર પડશે સોનલને કે મહેશનું મુત્યું થયું છે.ત્યારે સોનલને કેવો આઘાત લાગશે એ વર્ણવું મુશ્કેલ હતું.હજુ તો એમના લગ્ન પણ થયા નથી.

*************************************
મિલન મને અલગે છે કે આગળ હવે કોઈ ગામ નહિ આવે કોઈ સારી જગ્યાએ બેસી જવું પડશે.મને તો આ મહેશની લાશ આપડી પાસે છે,એનો ડર લાગી રહ્યો છે.

સોનલ સાંજના સાત વાગી ગયા છે.હવે આગળ જવું મુશ્કેલ છે.આપડે અહીં કહી આરામ લેવો પડશે.
નહીં મિલન મારુ મુત્યું ભલે આ રેગીસ્તાનમાં જ થઈ જાય પણ આ મહેશને હું નહીં મરવા દવ.હું ગમે ત્યાંથી પાણી શોધીને લાવીશ.

સોનલ તું સમજવાની કોશીશ કર.રાત્રે આ રેગીસ્તાનમાં ચારેય બાજુથી ભયંકર અવાજ થઈ રહ્યા છે.ગમે ત્યારે તારા પગમાં ઝેરી સાપ કરડી શકે છે.આકાશ માંથી ગીધ અને સમડી આવીને આપણી પર તરાપ મારી શકે છે.મહેશને કઈ નહિ થાય અમે બધા જ તારી સાથે છીયે સોનલ.

સોનલના ચહેરા પર થોડી નીરાશા જોવા મળી.પણ શું કરે સોનલ બીજો કોઈ રસ્તો ન હતો.તે પછડાયને નીચે પડી.માધવી અને કવિતાએ સોનલને સંભાળી લીધી.થોડે દુર એક સારી જગ્યા હતી ત્યાં બધાએ વિરામ લીધો.

આજની રાત્રીએ કોઈ પાસે ખાવાનું ન હતું.કોઈ પાસે પીવા માટે પાણી પણ ન હતું.બધાના શરીરમાંથી બે ત્રણ દિવસથી રોડ પર ખાધા પીધા વગર પડેલ કૂતરા જેવી દુર્ગંધ આવી રહી હતી.આ દુર્ગંધને લીધે જ મહેશની લાશ માંથી દુર્ગંધ કોઈને આવી રહી ન હતી.

કાલે આ રેગીસ્તાનમાં સાતમાં દિવસની શરૂઆત થવાની હતી.પણ કાલે આગળ વધશું કે નહીં તે કહેવું મુશ્કેલ હતું.કેમકે જો સોનલને ખબર પડી જાય કે મહેશનું મુત્યું થયું છે તો આગળ ચાલવું મુશ્કેલ બની જશે.

મિલન મને તો ડર લાગે છે.મેં તને કહ્યું હતું ને કે આ ગીધ અને સમડી આપણને કોઈ જગ્યાએ બેસવા નહિ દે એને ગમે ત્યાંથી દુર્ગંધ આવી જ જાય.તું એક વાર ઉપર નજર કર.મિલને ઉપર નજર કરી તો ગીધ એ રીતે જોય રહ્યા હતા જાણે હમણાં જ અમારી પર હુમલો કરશે.

હવે તો મિલને પણ ડર લાગી રહ્યો હતો.ત્યાં જ માધવી બોલી આ આપણી ઉપર આજ સમડી અને ગીધના એટલા બધા અવાજ કેમ આવી રહયા છે.
માધવી આપણા શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે એમને.આપણા મરવાની તે રાહ જોઈ રહ્યા છે.જેવા આપણે અંદરથી શ્વાસ જશે.એ આવીને આપડું શરીર વીંધીને ખાય જશે.

કિશન તું ડરાવ નહિ.હું ડરાવી નથી રહ્યો જીગર જે છે એ હકીકત કહી રહ્યું છું.આપણા માંથી હવે કોઈ અહીંથી બહાર નીકળી શકે તેમ છે નહીં.મને નથી લાગતું કે કાલ કોઈ ગામ આપડે શોધી શકીશું.
મેં તો આજ પણ કઈ મોં માં નથી નાખ્યુ.મને એમ કે આગળ આપણે જઈને ખાશું.પણ જે વસ્તું આપડી પાસે ખાવાની હતી તે રેગીસ્તાની આંધી સાથે વહી ગઈ.હું વિચારી રહ્યો છું કે આ રેગીસ્તાની રેતી ખાવાની હું શરૂ કરી દવ.એનાથી હું બે દિવસ વધુ જીવી શકીશ.

નહીં કિશન તું એવું ન વિચાર આપણને કોઈને કોઈ ગામ મળી જાશે કાલે આપડે વહેલા ચાલવાની શરૂઆત કરીશું.હા,હું જાણું છું મિલન પણ આ મહેશને તમે આ રીતે ક્યાં સુધી લઈ જશો તમારું શરીર પણ હવે કમજોર પડી ગયું છે.

બધા જ થોડીવાર સૂપ રહ્યા.કોઈ બોલી રહ્યું ન હતું.
ત્યાં જ ઉપરથી ગીધે હુમલો કર્યો.મિલન અને જીગર ની નજર ત્યાં જ હતી એટલે ગીધ મહેશની લાશને કહી ન કરી શક્યું.પણ હવે ડર લાગી રહ્યો હતો.ઉપર એટલા બધા ગીધ અને સમડી ભેગા થઈ ગયા હતા કે જો તે નીચે આવે તો અમારામાંથી કોઈ જીવતું રહે તેમ ન હતું.

બધા જ એકબીજાની પાછળ છુપાય ગયા હતા.ગીધ અને સમડીના અવાજથી ડરી રહ્યા હતા.માધવી અને કવિતા અને સોનલ રડી રહ્યા હતા.પણ આ પરિસ્થિતિમાં કઈ કોઈ કરી શકે તેમ હતું નહી.ઈશ્વર પર બધા ભરોસો રાખીને એકબીજાનો હાથ પકડી બેઠા હતાં.

મિલન મને લાગે છે કે આ સમડી અને ગીધ આપણને નહિ જીવતા રહેવા દે.આપડે આ મહેશની લાશને અહીં મેકીને જ જવું પડશે.સોનલને આપડે કહી દેવું જોઈએ કે મહેશનું મુત્યું થયું છે.નહી જીગર આપડે એવું ક્યારેય નહીં કરીએ.મિલન તું સમજવાની કોશિશ કર.તું હજુ પણ આ મહેશની લાશને પ્રેમ કરી રહયો છે.તું તારા દિલમાંથી મહેશને ખાલી કર.તું વિચાર મહેશની લાશને લીધે આપણા બધાનું મુત્યું પણ થઈ શકે છે.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)