ચિંતનની પળે - સીઝન - 3

(1.6k)
  • 164.9k
  • 252
  • 50.5k

જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ? માણસ જન્મે પછી ચાલતાં શીખે છે, બોલતાં શીખે છે પણ જીવતાં શીખે છે?

Full Novel

1

ચિંતનની પળે - સીઝન - 3 - 1

જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ? માણસ જન્મે પછી ચાલતાં શીખે છે, બોલતાં શીખે છે પણ જીવતાં શીખે છે? ...વધુ વાંચો

2

ચિંતનની પળે - સીઝન - 3 - 2

સમય સાથે સંબંધોના દરેક સ્વરૂપમાં પરિવર્તન આવે છે. સમય ગતિશીલ છે અને પરિવર્તનશીલ પણ છે. ઘડિયાળનાં સ્વરૂપો પણ સમય બદલાયાં છે. દીવાલ પર ટીંગાડાતું લોલકવાળું ઘડિયાળ હવે ડિજિટલ થઈ ગયું છે. મહાત્મા ગાંધીજી રાખતા હતા તેવું દોરીવાળું ઘડિયાળ હવે લેટેસ્ટ ફેશન બની ગયું છે. કાંડે બાંધેલી ઘડિયાળ એકસાથે ત્રણ-ચાર દેશોના સમય આપે છે. સમયના આંકડા હવે મોબાઈલ સ્ક્રીનના એક ખૂણામાં પણ સચવાઈ જાય છે. ...વધુ વાંચો

3

ચિંતનની પળે - સીઝન - 3 - 3

જીવવું કેટલું અને વાત કેટલી ? મોજ કરોને યાર ! એક દિવસ મરી જ જવાનું છે ને ? બિન્દાસ્ત મોઢે આવી વાતો સાંભળવા મળે છે. જલસાને જ જીવન સમજનારા કોઈને કોઈ બહાનાં શોધી લે છે. આ જ વાત સમજુ માણસ જુદી રીતે લે છે. તેઓ કહે છે કે, કુદરતે જીવન આપ્યું છે તો કંઈક સારું ન કરીએ ? જીવનને માણસ કઈ રીતે જુએ છે એ મહત્વનું છે. માત્ર વિચારમાં જ ભેદ હોય છે. ...વધુ વાંચો

4

ચિંતનની પળે - સીઝન - 3 - 4

માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે જ માર્ક ટ્વેઇનને પૂછયું, શું લાગે છે, વરસાદ બંધ થશે? આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો. માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. ...વધુ વાંચો

5

ચિંતનની પળે - સીઝન - 3 - 5

જિંદગીમાં બે પ્રકારના લોકોનો કોઈ દિવસ ભરોસો ન કરવો. એક તો એનો જે કોઈ દિવસ હસતા નથી અને બીજા આખો દિવસ કારણ વગર હસ હસ કરે છે. માણસ અને પશુમાં મુખ્ય તફાવત જ એ છે કે પશુ હસી શકતાં નથી. હસવાનું સૌભાગ્ય કુદરતે માત્ર માણસને આપ્યું છે. અલબત્ત, મોટાભાગના લોકો કુદરતે આપેલી આ અનમોલ ભેટનો ઉપયોગ બહુ ઓછો કરે છે. કેટલાક લોકો તો એવા હોય છે જેનું મોઢું કાયમ ફૂલેલું જ હોય છે. સોગિયું મોઢું તેની આઈડેન્ટિટી બની ગયું હોય છે. ...વધુ વાંચો

6

ચિંતનની પળે - સીઝન - 3 - 6

ચમત્કાર વિશે સાવ સીધી સાદી અને સરળ ફિલોસોફી એ છે કે, ચમત્કાર થતાં નથી પણ ચમત્કાર કરવા પડે છે. વ્યક્તિમાં ચમત્કાર કરવાની શક્તિ છે પણ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે તેનામાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે. મોટાભાગે માણસો પોતાની શક્તિઓ વિશે જ સભાન હોતા નથી. ...વધુ વાંચો

7

ચિંતનની પળે - સીઝન - 3 - 7

બહારગામ જતાં હતા ત્યારે હાઇવે પર એક ટ્રકે અમારી કારથી ઓવરટેક લીધો. ટ્રકની પાછળ મોટા અક્ષરે લખ્યું હતું: ‘નિયત તો હરતરફ નફા’. વિચાર આવી ગયો કે ટ્રકના ડ્રાયવરે આવું શા માટે લખ્યું હશે? યોગાનુયોગ, હાઈવેની એક હોટલ પર રોકાયા ત્યારે એ ટ્રક પણ ત્યાં જ હતો. આ ટ્રક પંજાબ પાસિંગનો હતો. ડ્રાયવર પાસે જઈને પૂછ્યું કે, તમે ટ્રક પાછળ આવું શા માટે લખ્યું છે? અને તેનો મતલબ શું છે? શીખ ડ્રાઈવરે પંજાબી મિશ્રણવાળા હિંદીમાં મતલબ સમજાવ્યો. તેની વાતનો અર્થ એવો હતો કે, માણસની નિયત એટલે કે દાનત સાફ હોય તો દરેક બાજુએથી ફાયદો જ થાય છે! ...વધુ વાંચો

8

ચિંતનની પળે - સીઝન - 3 - 8

તમારે કંઇ નવું, જુદું અને અનોખું કામ કરવું છે? આ સવાલને શાંતિથી વિચારશો તો તેનો જવાબ ‘હા’ જ હશે. માણસને હંમેશાં કંઈક કરવું હોય છે, કંઈને કંઈ ઇચ્છા અને પ્લાનિંગ દરેક માણસના મનમાં રમતાં હોય છે. જ્યારે પણ પોતાની ઇચ્છા સાકાર કરવાનો વિચાર આવે ત્યારે માણસને તરત જ એવું થાય છે કે હમણાં નહીં, આ કામ માટે અત્યારે રાઈટ ટાઈમ નથી. ...વધુ વાંચો

9

ચિંતનની પળે - સીઝન - 3 - 9

આત્મીયતા ઉપર કોઈનો ઈજારો નથી અને સંવેદના કોઈની મોહતાજ નથી. શરીરમાં ધબકતાં દિલને સંકોચાવા ન દઇએ તો દિલમાં આખી સમાવી શકાય એટલી વિશાળતા છે. બધું જ જીવી શકો, બધું જ ઝીલી શકો અને પ્રકૃતિના દરેક કણને અને તમામ રંગને માણી શકો તો જીવનની કોઈ પણ ઉંમરે બચપણ અનુભવી શકો. ઉંમર માણસને ઘરડાં નથી બનાવતી પણ માનસિકતા માણસને બુઢ્ઢા કરી દે છે. ...વધુ વાંચો

10

ચિંતનની પળે - સીઝન - 3 - 10

એનિથીંગ ઇન એક્સેસ ઇઝ પોઇઝન. અતિરેક હંમેશાં આફત નોતરે છે. પ્રેમને પણ આ વાત સો એ સો ટકા લાગુ છે. પ્રેમને જો એક સિક્કો માનીએ તો તેની એક બાજુએ પ્રેમ અને બીજી બાજુએ પઝેશન છે. આધિપત્ય પ્રેમની સાથોસાથ ચાલે છે. જો આધિપત્ય તેની સીમા ઓળંગે તો એ પ્રેમને ઓગાળી નાખે છે. ...વધુ વાંચો

11

ચિંતનની પળે - સીઝન - 3 - 11

દરેક માણસ સ્વભાવે ચાલાક છે. મગજમાં ચાલતું વિચારોનું મશીન ચાલાકીનું ઉત્પાદન કરતું રહે છે. માણસ મનમાં કોઇ ને કોઇ રચે છે અને પછી એ રમત રમતો રહે છે. ક્યારેક જીતે છે અને ક્યારેક હારે. માણસ જ્યારે ચાલાકીમાં જીતે ત્યારે પોતાને બુદ્ધિશાળી સમજવા લાગે છે પણ જ્યારે ચાલાકીમાં હારે ત્યારે પોતાને મૂર્ખ માનવા તૈયાર હોતો નથી. રમત છે, આવું તો થાય, એવું વિચારીને મન મનાવતો રહે છે. ...વધુ વાંચો

12

ચિંતનની પળે - સીઝન - 3 - 12

જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહી શકાય કે, જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. આપણાં અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. નાના હોઈએ ત્યારે આપણે નાના નાના ડિસિઝન્સ લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે. ...વધુ વાંચો

13

ચિંતનની પળે - સીઝન - 3 - 13

તું મારાથી ખુશ છે? જિંદગીએ આજે એક અણિયાળો સવાલ પૂછી નાખ્યો. આમ તો તે અનેક વખત આવા સવાલો પૂછતી છે પણ હું તેને જવાબ આપતો નથી. આજે મેં જિંદગી સાથે સંવાદ સાઘ્યો.ના રે યાર! હું તારાથી પૂરેપૂરો ખુશ નથી. જો ને તું મારું ધાર્યું કંઈ થવા જ દેતી નથી. ખુશ થવાનું માંડ કંઈક કારણ મળે ત્યાં તું નવો કોઈ પ્રોબ્લેમ ઉભો કરી દે છે. આજે ઓફિસે જતો હતો ત્યાં જ ખબર મળ્યા કે, એક રિલેટિવને એક્સિડન્ટ થયો છે. બધું કામ પડતું મૂકીને ત્યાં દોડવું પડ્યું. ધારેલું બધું જ કામ રખડી પડ્યું. ...વધુ વાંચો

14

ચિંતનની પળે - સીઝન - 3 - 14

હસમુખા અને વેખલામાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. આપણી મજાક કોઇની મજા વધારતી હોવી જોઇએ અથવા તો કોઇનું દુ:ખ ઘટાડતી જોઇએ. મજાક પણ માર્મિક હોવી જોઇએ. સેન્સ ઓફ હ્યુમર માણસમાં હોવી જ જોઇએ. અલબત્ત, કોઇપણ સંજોગોમાં હ્યુમર ‘નોનસેન્સ’ ન થઇ જવી જોઇએ. નોનસેન્સ થાય તો હ્યુમર પણ ન્યુસન્સ બની જાય છે. ...વધુ વાંચો

15

ચિંતનની પળે - સીઝન - 3 - 15

પંખીને પોતાની પાંખ ઉપર ભરોસો હોય છે કે હું પાંખ ફેલાવીશ એટલે હવામાં તરવા લાગીશ. નાવિકને તેનાં હલેસાં ઉપર હોય છે કે એ મને સામે કાંઠે પહોંચાડશે. વિદ્યાર્થીને ગુરુ ઉપર વિશ્વાસ હોય છે કે એ મને જે શીખવશે એ સાચું જ હશે. નાના હોઈએ ત્યારે ક્લાસમાં આપણાં શિક્ષક સામે આપણે ક્યારેય શંકા કરતાં નથી કે, તમે જે દાખલો ગણો છો એ સાચો જ છે એની શું ખાતરી છે? સાચી વાત એ હોય છે કે આપણો તેના પર ભરોસો એ જ એમના સાચા હોવાની ખાતરી છે. ...વધુ વાંચો

16

ચિંતનની પળે - સીઝન - 3 - 16

સમય સાથે તમારે કેવો સંબંધ છે? દોસ્તીનો કે દુશ્મનીનો? સમય એવી ચીજ છે કે તમે તેની સાથે જેવો સંબંધ એવો સાથ આપશે. સમય સારો કે ખરાબ નથી હોતો, સમય સમય જ હોય છે. કોઈ ક્ષણ ગુડ ટાઈમ કે બેડ ટાઈમનું લેબલ લગાવીને આપણી સામે આવતી નથી. આપણે જ જો સમય પર અચ્છા કે બુરાનું સ્ટીકર ચોંટાડી દઈએ તો એમાં વાંક સમયનો નથી હોતો. ...વધુ વાંચો

17

ચિંતનની પળે - સીઝન - 3 - 17

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે! ...વધુ વાંચો

18

ચિંતનની પળે - સીઝન - 3 - 18

વધુ પડતું બોલવું જેટલું અયોગ્ય છે એટલું જ ગેરવાજબી નક્કામું સાંભળવું છે. જિંદગીનો થોડોક સમય ‘સાયલન્સ ઝોન’હોવો જોઈએ. જીવનના સમયે ઘડીયાળ સામે ‘નો નોઈસ પ્લીઝ’નું બોર્ડ મૂકી દેવું જોઈએ. સુરજ કોઈ અવાજ વગર ઉગે છે. હવા પણ જ્યાં સુધી એનો મગજ ન ફરે ત્યાં સુધી એની હાજરી ન વર્તાય એ રીતે વહેતી રહે છે. કૂંપળ ફૂટતાં પહેલાં ધડાકો કરતી નથી. સ્થિરતા એ હલનચલનનું મૌન છે. ...વધુ વાંચો

19

ચિંતનની પળે - સીઝન - 3 - 19

સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત? નાનું સુખ સસ્તું અને મોટું સુખ મોંઘું હોત? સુખની પણ હોત? ફેસ્ટીવલ ટાઈમમાં સુખના ભાવ વધારે અને સ્લેક સીઝનમાં સુખના દામ ઘટતાં હોત? સુખનું પણ સેલ નીકળત? અમારે ત્યાંથી સુખ ખરીદનાર વ્યક્તિને એક સુખ સાથે બીજું સુખ મફત મળશે, એવી જાહેરાતો થતી હોત? ...વધુ વાંચો

20

ચિંતનની પળે - સીઝન - 3 - 20

પતંગિયું ક્યારેય તેની પાંખોના રંગોની સરખામણી બીજા પતંગિયાના રંગો સાથે કરતું હશે? મેઘધનુષના સાતેય રંગોને એક-બીજાની ઇર્ષા થતી હશે? તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે એની સરખામણી કરતી હશે? આંબો ક્યારેય બાજુના આંબાને જોઈને એવું વિચારતો હશે કે એ આંબામાં કેરી કેમ વધુ છે. હા, એટલી ખબર છે કે માણસ કાયમ પોતાની સરખામણી બીજા સાથે કરતો ફરે છે! ...વધુ વાંચો

21

ચિંતનની પળે - સીઝન - 3 - 21

યાર, બહુ કંટાળો આવે છે! ક્યાંય મજા નથી આવતી! સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યું હી તમામ હૈ! રોજ એક જ સરખું કામ કરીને ત્રાસ થાય છે… આવાં વાક્યો આજકાલ બહુ સાંભળવા મળે છે. બધાને લાઈફ ‘બોરિંગ’ લાગે છે! ...વધુ વાંચો

22

ચિંતનની પળે - સીઝન - 3 - 22

માણસ માટે જિંદગીમાં સૌથી મહત્ત્વનું શું હોય છે? તમને તમારી જિંદગીની પ્રાયોરિટીઝના નંબર આપવાનું કહે તો તમે સૌથી પહેલો કોને આપો? દરેક વ્યક્તિ માટે તેના સંબંધો, દોસ્તી, પ્રેમ, પરિવાર અને કરિયર મહત્ત્વનાં હોય છે, આમ છતાં દરેક વ્યક્તિ માટે આ બધાંનું મહત્ત્વ થોડુંઘણું જુદુંજુદું હોય છે. ઘણી વખત એવી સ્થિતિ હોય છે કે આપણી એક તરફ કારકિર્દી હોય છે અને એક તરફ પરિવાર. બંને વચ્ચે એકસરખું અને બરાબરનું બેલેન્સ જાળવવું પડતું હોય છે. આપણે કોઈ એક તરફ સોએ સો ટકા વળી શકતા નથી. સંબંધોનું આ બેલેન્સ જો ડગમગે તો માણસની હાલત ડામાડોળ થઈ જાય છે. સમયાંતરે માણસે એ વિચારતા રહેવું જોઈએ કે મારી જિંદગીનાં બંને ત્રાજવાં બરાબર તો છે ને? ...વધુ વાંચો

23

ચિંતનની પળે - સીઝન - 3 - 23

સુખનો સ્વભાવ સરકણો છે. સુખનો થોડોક અહેસાસ થાય ત્યાં કંઇક એવું બને છે કે સુખ સરકી જાય છે. સુખ ડરાવે છે. સુખ હોય ત્યારે માણસ સતત ડરતો રહે છે કે આ સુખ ચાલ્યું જશે તો? આવો વિચાર આવે કે તરત જ સુખ સરકીને ચાલ્યું જાય છે અને માણસ દુ:ખના ડરમાં ડૂબી જાય છે. વિચારો સૌથી વધુ દુ:ખ આપે છે, કરુણતા પણ એ જ છે કે માણસ સૌથી વધુ વિચારો પણ સુખના નહીં, દુ:ખના કરે છે. માણસને એવું થયા રાખે છે કે સુખ એક રસ્તે આવે છે અને હજાર રસ્તે ભાગી જાય છે. દુ:ખ હજાર રસ્તે આવે છે અને જવા માટે માત્ર એકાદ રસ્તો જ હોય છે. માણસના સુખ અને દુ:ખનો આધાર એના ઉપર છે કે એ કયા રસ્તા ખુલ્લા રાખે છે અને કયા રસ્તા બંધ રાખે છે. ...વધુ વાંચો

24

ચિંતનની પળે - સીઝન - 3 - 24

માણસ મોટા ભાગે જે ન કરવાનું હોય એ કરતો રહે છે અને એટલે જ જે કરવાનું હોય છે એ કરી શકતો. શું કરવાનું છે એ નક્કી કરવાની સાથે શું નથી કરવાનું તેની સમજ વધુ સ્પષ્ટ રીતે હોવી જોઈએ. તમારી જિંદગીમાં તમે કોઈ એક વાત નક્કી કરો ત્યારે સામા પક્ષે એક નોંધ એવી પણ કરવી જોઈએ કે હું આટલું તો નહીં જ કરું. ...વધુ વાંચો

25

ચિંતનની પળે - સીઝન - 3 - 25

આબરૂ એક એવી ચીજ છે, જેની માણસ સૌથી વધુ દરકાર કરે છે. ઘણીવખત માણસના મોઢે એવું સાંભળવા મળે છે મને મારી આબરૂની પડી છે હોં! માણસ આખી જિંદગી આબરૂ ઓઢીને ફરતો હોય છે અને આબરૂ કોઈ સંજોગોમાં ન ખરડાય એની પૂરેપૂરી તકેદારી રાખતો હોય છે. સવાલ એટલો જ હોય છે કે, ઓઢેલી આબરૂની અંદર જે માણસ છે એ કેવો છે? ...વધુ વાંચો

26

ચિંતનની પળે - સીઝન - 3 - 26

પૃથ્વી પર અવતરતું દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરે હજુ માણસજાત ઉપરથી શ્રદ્ધા ગુમાવી નથી. છતાં પોતાની જાત, કાયનાત અને કુદરત પરથી શ્રદ્ધા કેમ ગુમાવી દે છે? માણસ પ્રકૃતિનો એક ઉમદા અંશ છે. કુદરતની રચના વિસ્મયકારક છે. પૃથ્વી, આકાશ, ગ્રહો, સૂર્ય, ચંદ્ર, તારા, ઝરણાં, નદી, દરિયો, પર્વત, જંગલ, રણ, ટાઢ, તડકો, વરસાદ, ફળ, ફૂલ, રંગ, અસંખ્ય જીવો અને માણસ. લાંબો વિચાર કરો તો એવું લાગે કે કુદરતે કોઈ કમી નથી રાખી, છતાં પણ માણસ કેમ સતત અભાવમાં જ જીવે છે? ...વધુ વાંચો

27

ચિંતનની પળે - સીઝન - 3 - 27

એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે કહ્યું કે, કોઈને સલાહ ન આપવી! બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે. ...વધુ વાંચો

28

ચિંતનની પળે - સીઝન - 3 - 28

માણસને વેદના, દર્દ અને પીડા સાથે આખા આયખાનો સંબંધ છે. એ ત્રણ સાથે જેટલો સંબંધ છે એટલો જ સંબંધ ખુશી અને શાંતિ સાથે છે. તમામ લોકો પાસે આ બધું જ છે. માણસ આમાંથી જેને પંપાળે રાખે એ એનો સ્વભાવ બની જાય છે. એવો કયો માણસ છે જેને કોઈ જ વેદના નથી? દરેક વ્યક્તિ પાસે પોતાની વેદના હોય છે. ...વધુ વાંચો

29

ચિંતનની પળે - સીઝન - 3 - 29

આજથી નવું વર્ષ શરૂ થયું. માણસને શું ફેર પડે છે? વર્ષ તો આવે અને જાય. આપણે ન હતા ત્યારે વર્ષ બદલાતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ વર્ષ બદલાશે. રોજ જેવી જ સવાર છે અને દરરોજ જેવી જ રાત હશે. માત્ર કેલેન્ડર બદલાય છે, બીજું કશું જ નહીં. આવું વિચારવું હોય તો વિચારી શકાય. ...વધુ વાંચો

30

ચિંતનની પળે - સીઝન - 3 - 30

જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ ભયમાં જીવે છે. આમ થશે તો? તેમ થશે તો? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘નેચરલ લાઇફ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી, જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે? ના, આપણને ખબર નથી, તો પછી સતત ડરવાનું શા માટે? ...વધુ વાંચો

31

ચિંતનની પળે - સીઝન - 3 - 31

માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાના લોકો સાથે લડી શકતો નથી, કારણ કે ત્યાં એને ‘જીતવું’ નથી પણ ‘જીવવું’ હોય છે. આખી દુનિયા પ્રેમ કરતી હોય પણ આપણે જેને પ્રેમ કરતાં હોય એવી એક વ્યક્તિ જો આપણને નફરત કરતી હોય તો જિંદગીમાં અધૂરપ લાગે છે. ...વધુ વાંચો

32

ચિંતનની પળે - સીઝન - 3 - 32

જિંદગી સારી છે કે ખરાબ? ઉપાધી છે કે આનંદ? અજંપો છે કે ઉત્સાહ? રોકિંગ છે કે શોકિંગ? તમે તમારી વિશે શું માનો છો? કેવી જિંદગી હોય તો ગમે? દરેક વ્યક્તિના દિલમાં પોતાની જિંદગી વિશેની કલ્પનાઓ હોય છે. મનમાં જિંદગીની એક ફ્રેમ તો તૈયાર જ હોય છે, આપણે બસ એ ફ્રેમ માટે જિંદગીનું ચિત્ર બનાવવાનું હોય છે. ઘણી વખત આ ચિત્ર આપણી ધારણા મુજબનું નથી થતું ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. ચિત્રના રંગો આપણી મરજી મુજબના હોય તો આપણને બધુ સારું લાગવા માંડે છે. દરેક વખતે ચિત્ર આપણી મરજી મુજબનું થાય એ જરૂરી નથી. ...વધુ વાંચો

33

ચિંતનની પળે - સીઝન - 3 - 33

દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. કોઈ સંબંધ કાયમી હોતા નથી. માણસ એની એક જિંદગીમાં અનેક સંબંધો જીવે છે. સમયે જે સૌથી નજીક હોય એ થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. ઘણી વખત જેની કલ્પના પણ ન હોય એ વ્યક્તિ નજીક આવી જાય છે. સંબંધોનાં કોઈ કારણ નથી હોતાં. કોઈ વ્યક્તિ શા માટે તમારો દોસ્ત છે? કોઈ વ્યક્તિને મળવાનું શા માટે મન થાય છે? જે ગમતું હોય એ જ કેમ દૂર થઈ જાય છે? દૂર થવું હોય તેનાથી દૂર નથી થવાતું અને નજીક રહેવું હોય તેને દૂર જતાં રોકી નથી શકાતા! આ બધું કોણ નક્કી કરે છે? શું સંબંધો નસીબનો જ એક ભાગ છે? આપણને સમજે અને આપણને ગમે એવા લોકો કેમ બહુ થોડા હોય છે? ...વધુ વાંચો

34

ચિંતનની પળે - સીઝન - 3 - 34

હું કોણ છું? હું માટે છું? હું કોના જેવો છું? મારે કોના જેવા બનવું છે?બીજામાં અને મારામાં શું ફર્ક જિંદગીનો કોઈ ઉદ્દેશ છે? શું બધું પહેલેથી જ નક્કી હોય છે? આપણો રોલ માત્ર વિધાતાએ લખેલી સ્ક્રિપ્ટ મુજબનો જ હોય છે? આ અને આવા સવાલો વારંવાર માણસને થતા રહે છે. ઘણી વખત આવા સવાલો માણસને મૂંઝવે છે અને ઘણી વખત ફિલોસોફી વિશે વિચારવા મજબૂર કરે છે. ...વધુ વાંચો

35

ચિંતનની પળે - સીઝન - 3 - 35

પ્રેમ માપવાની નહીં, પણ પામવાની ચીજ છે. લાગણીની ફૂટપટ્ટી ન હોય અને સંબંધનું મીટર ન હોય. જેને જીવવાનું હોય ગણવાનું ન હોય. માણસ ગણતરીઓ માંડતો રહે છે અને ખોટો પડતો રહે છે. સંબંધ, પ્રેમ અને લાગણીમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેના હિસાબ ન હોય. હિસાબ કરવા જઈએ તો દાખલો ખોટો જ પડે, કારણ કે એની ગણતરી જ ન હોય. તમે કોઈ દિવસ શ્વાસની ગણતરી કરી છે? જિંદગીમાં તમે ટોટલ કેટલા શ્વાસ લીધા? આપણું દિલ કેટલી વાર ધબક્યું? આપણે આવી ગણતરીઓ નથી કરતા, કારણ કે એ સહજ છે. શ્વાસ ચાલવાના જ છે, દિલ ધબકવાનું જ છે. સંબંધ પણ એવા જ હોવા જોઈએ. એકદમ સહજ અને સરળ સંબંધ જ સાચો હોય છે. સંબંધને જીવો, મહેસૂસ કરો અને કોઈ જ ગણતરી ન કરો. ...વધુ વાંચો

36

ચિંતનની પળે - સીઝન - 3 - 36

એક માણસ કાર લઇને પર્વતના રસ્તે જઈ રહ્યો હતો. અડધા રસ્તે તેની કારમાં પંક્ચર પડયું. કારમાં સ્પેર વ્હિલ હતું. સાઈડ પર કાર રોકી એ વ્હિલ બદલાવવા બેઠો. પંક્ચરવાળું વ્હિલ કાઢયું. વ્હિલના ચાર બોલ્ટ કાઢીને બાજુ પર મૂક્યા. નવું વ્હિલ ફીટ કર્યું. એ દરમિયાનમાં થયું એવું કે અકસ્માતે વ્હિલના ચારેય બોલ્ટ સરકીને પર્વતની ખીણમાં ગબડી ગયા. પેલો માણસ મૂંઝાઈ ગયો. બોલ્ટ વગર વ્હિલ કેવી રીતે ફીટ કરવું? તેનું ધ્યાન પડતું ન હતું. ...વધુ વાંચો

37

ચિંતનની પળે - સીઝન - 3 - 37

જિંદગીની સૌથી મોટી ખાસિયત એ છે કે ક્યારેય એ સીધી લીટીમાં ચાલતી નથી. ચડાવ-ઉતાર, અપ-ડાઉન એ જિંદગીની પ્રકૃતિ છે. જિંદગી સાથે અનુકૂલન સાધવું પડે છે. જિંદગી ક્યારેક આપણાથી આગળ નીકળી જાય છે અને ક્યારેક પાછળ રહી જાય છે. માણસે જિંદગીને પકડી રાખવી પડે છે. જિંદગીની સાથે રહેવું પડે છે અને દરેક સંજોગોમાં જિંદગી જીવવી પડે છે. ...વધુ વાંચો

38

ચિંતનની પળે - સીઝન - 3 - 38

સંબંધો અનાયાસે બંધાય છે અને અકસ્માતે તૂટે છે. થોડાક સંબંધો વારસામાં મળે છે પણ મોટાભાગના સંબંધો માણસ પોતે સર્જે આપણને ગમતા માણસો ધીમે ધીમે આપણી જિંદગીમાં પ્રવેશે છે અને ઘણા તો જિંદગીનો એક ભાગ બની જાય છે. માણસનો સ્વભાવ છે કે એને જે ચીજ ગમતી હોય તેની સાથે લાગણી થઈ જાય. ઘર,શહેર, અમુક વિસ્તાર, કોઈ દુકાનનો ઓટલો અને બીજી ઘણીબધી વસ્તુઓ એવી છે જે છોડતા માણસને જિંદગીનો એક હિસ્સો છૂટતો હોય એવું લાગે છે. ...વધુ વાંચો

39

ચિંતનની પળે - સીઝન - 3 - 39

જિંદગી ક્યારેક સાવ સહેલી લાગે છે અને ક્યારેક ખૂબ જ અઘરી. જિંદગી ક્યારેક સપનું લાગે છે અને ક્યારેક હકીક્ત. ક્યારેક કોયડો છે અને ક્યારેક ઉકેલ. જિંદગી ક્યારેક ગીત લાગે છે અને ક્યારેક ગઝલ. જિંદગીની મજા જ એ છે કે એ એકસરખી નથી. જો જિંદગી કાયમ એકસરખી જ હોત તો જીવવાની કોઈ મજા જ ન હોત. જિંદગીની વ્યાખ્યાઓ સમય અને ઉંમર સાથે બદલાતી રહે છે. માન્યતાઓ બદલાય છે, ધારણાઓ બદલાય છે, શક્યતાઓ બદલાય છે, આશાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, કારણ કે શ્વાસ બદલાતા રહે છે. ...વધુ વાંચો

40

ચિંતનની પળે - સીઝન - 3 - 40

દુનિયા વિશે દરેકની પોતાની એક માન્યતા હોય છે, કારણ કે દરેકની પોતાની એક દુનિયા હોય છે. દરેક વ્યક્તિ આ પોતાનાં ચશ્માંથી જુએ છે. કોઈને દુનિયા જીવવા જેવી અને કોઈને મરવા જેવી લાગે છે. દરેક પાસે દુનિયાને સમજવાની પોતાની રીત હોય છે. માણસ આખી જિંદગી દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતો રહે છે. દુનિયાને સમજવામાં પોતે જ ઘણી વખત ખોટો પડતો રહે છે. બધું જ સાવ હું માનું છું એવું નથી, ક્યાંક થોડુંક જુદું પણ છે. દુનિયા વિશે આપણે જ આપણી વ્યાખ્યાઓ ઘડતા રહીએ છીએ અને અનુભવો પછી વ્યાખ્યાઓ બદલતાં પણ રહીએ છીએ. ...વધુ વાંચો

41

ચિંતનની પળે - સીઝન - 3 - 41

દુઃખ શું છે એની જેને ખબર નથી એ માણસ સુખી છે, પણ સુખ શું છે એની જેને ખબર નથી માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. આપણને દુઃખી થવાની અને દુઃખી રહેવાની એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે સુખી થવાનું જ ભૂલી ગયા છીએ. હકીકતે તો આપણે જેને દુઃખ કહેતા ફરીએ છીએ એ દુઃખ હોતું જ નથી, આપણે તેને પંપાળી અને પોષીને આપણામાં ધરાર જીવતું રાખીએ છીએ. ...વધુ વાંચો

42

ચિંતનની પળે - સીઝન - 3 - 42

સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે. ...વધુ વાંચો

43

ચિંતનની પળે - સીઝન - 3 - 43

હું તને પ્રેમ કરું છું, એ વાક્ય દુનિયાના દરેક પ્રેમી માટે સૌથી સુંદર અને શ્રેષ્ઠ વાક્ય છે. આઈ લવ સાથે બીજું એક વાક્ય એ પણ બોલાતું હોય છે કે હું તને આખી જિંદગી પ્રેમ કરીશ. પ્રેમની શરૂઆત કમિટમેન્ટથી થાય છે પણ ધીમે ધીમે આ કમિટમેન્ટ કમજોર થતું જાય છે. આખી દુનિયાએ પ્રેમનો મહિમા ગાયો છે. જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે. પ્રેમ વગર જિંદગીનું સૌંદર્ય હણાઈ જાય છે. પ્રેમ જ એક એવી તાકાત છે જે માણસને દરેક સ્થિતિમાં ટકાવી રાખે છે. તું છે તો બધું જ છે, તારા વગરનો કશાનો કોઈ અર્થ નથી. પ્રેમ એ સપનાં જોવાનો સમય છે અને આ સપનાં પ્રેમ પ્રાપ્ત થઈ જાય પછી સાકાર કરવાનાં હોય છે. ...વધુ વાંચો

44

ચિંતનની પળે - સીઝન - 3 - 44

દરેક માણસને પોતાની રીતે જીવવું હોય છે. કેવી રીતે જિવાય એ વિશે દરેકની પોતાની ફિલોસોફી હોય છે. દરેકના ગમા, અણગમા, સ્વભાવ, માનસિકતા, આદતો, ઇચ્છાઓ અને દાનતો અલગ અલગ હોય છે. બે વ્યક્તિ સો એ સો ટકા એકસરખી ન હોઈ શકે. હા, થોડીક આદત અને થોડીક વિચારસરણી ચોક્કસ મળતી હોય પણ સંપૂર્ણ સરખાપણું શક્ય નથી. ...વધુ વાંચો

45

ચિંતનની પળે - સીઝન - 3 - 45

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ… ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ. ...વધુ વાંચો

46

ચિંતનની પળે - સીઝન - 3 - 46

એ માણસે મારી સાથે રમત કરી છે, તેણે મારો ભરોસો તોડયો છે મને તેની પાસેથી આવી અપેક્ષા ન હતી, એને કેવો ધાર્યો હતો અને એ કેવો નીકળ્યો, આવું તો દુશ્મન પણ ન કરે! કોઈ વ્યક્તિ આપણું દિલ દુભાવે ત્યારે આવી ફીલિંગ આપણને થાય છે. પછી શરૂ થાય છે જોઈ લેવાની અને બતાવી દેવાની લાગણી. હવે તેને ખબર પડશે કે દુશ્મની કે બેવફાઈ કોને કહેવાય! હું જ્યાં સુધી સારો છું ત્યાં સુધી જ સારો છું. ખરાબ અને નાલાયક થતાં મનેય આવડે છે. હવે તો કાં એ નહીં અને કાં હું નહીં ! માણસ પોતે જ ઘૂંટાયા રાખે છે અને પીડાયા રાખે છે. ...વધુ વાંચો

47

ચિંતનની પળે - સીઝન - 3 - 47

અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ જિંદગી મોકે ઔર ધોકે જ્યાદા દેતી હૈ…’ એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો. આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ. કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ. ...વધુ વાંચો

48

ચિંતનની પળે - સીઝન - 3 - 48

દરેક માણસ ક્યારેક ને ક્યારેક પોતાની જિંદગી સાથે વાત કરતો હોય છે. તું આવી કેમ છે? હું ઇચ્છું એ તું કેમ નથી ચાલતી? હું તને પકડવા ઇચ્છું ત્યારે તું હાથમાંથી સરકી જાય છે અને ક્યારેક ઇચ્છું કે તું હાથમાંથી સરકી જાય ત્યારે તું છૂટતી નથી. આખરે તારે જોઈએ છે શું? ક્યારેક તું ઓગળી જાય છે અને ક્યારેક તું કાળમીંઢ પથ્થર જેવી થઈ જાય છે. ઘણી વખત કોઈ રસ્તો સૂઝતો નથી અને તું નાનકડી કેડી કંડારી આપે છે. તું જ સવાલો આપે છે અને પછી તું જ જવાબો શોધી આપે છે. ...વધુ વાંચો

49

ચિંતનની પળે - સીઝન - 3 - 49

‘એને કેવી રીતે સમજાવવો એ જ મને સમજાતું નથી. એ કોઈ વાતમાં સમજતો જ નથી. કોઈની વાત સાંભળવાની કે તેની તૈયારી જ નથી.’ ઘણા લોકોના મોઢે આપણે આવી વાત સાંભળીએ છીએ. ઘણી વખત કોઈને સમજાવવા માટે આપણે કોઈને શોધીએ છીએ. તું વાત કરજે, એ તારું સાંભળશે, તારી વાત માનશે. જિંદગીમાં બે વસ્તુ સૌથી અઘરી છે, એક તો માણસને સમજાવવો અને બીજું માણસને સમજવો. જ્યાં સુધી તમે કોઈને સમજી ન શકો ત્યાં સુધી કોઈને સમજાવી ન શકો. ...વધુ વાંચો

50

ચિંતનની પળે - સીઝન - 3 - 50

જિંદગીનો કોઈ ભરોસો નથી. આ વાત આખી દુનિયાના લોકો જાણતા હોવા છતાં જિંદગી સાથે બાંધછોડ કરતા રહે છે. બધાને રસ્તો લઈ મંઝિલે પહોંચી જવું છે. આપણી ઇચ્છાઓ અને કલ્પનાઓ આપણા સંસ્કારો અને આપણી માન્યતાઓની પરીક્ષા કરતા રહે છે. કેટલી વસ્તુ એવી છે, જેનું આપણું મન ના પાડે છતાં પણ આપણે કરતાં હોઈએ છીએ? કેટલી વખત આપણે આપણું મન મારીને જીવતા હોઈએ છીએ? ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો