પ્રેમ થાય કે કરાય?

(98)
  • 46.2k
  • 1
  • 32k

"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન સુધી પહોંચે છે. રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે. "મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે.

1

પ્રેમ થાય કે કરાય? ભાગ - 1

વેકેશન"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન પહોંચે છે.રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે."મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે."એક તો આને કેટલી વાર કીધું કે મારું નામ મનુ નહિ માનવી છે માનવી... ખબર જ નથી પડતી." માનવી ...વધુ વાંચો

2

પ્રેમ થાય કે કરાય? ભાગ - 2

કંકોત્રીમાનવી ઘરનો દરવાજો ખોલે તો સામે તેના જાની દુશ્મન એવા ચંપાબેન ઉભા હતાં. ચંપાબેન પહેલા માનવીના પાડોશી હતાં. તેમના જેમ તે પણ બધાની ચાપલુસી કરતા રહેતા હતાં. તેમના મોટા દીકરાને સારા પગારની નોકરી મળતા તેઓ ઘર ખાલી કરીને બીજા સારા એરિયામાં રહેવા જતા રહ્યા હતાં. તેમના ગયાં પછી તો આખી સોસાયટીમાં શાંતિ ફેલાઈ ગયી હતી. ખબર નહિ આજે બપોરે અમારે ઘરે કેમ પધાર્યા હતાં?"મનુ... તું તો મોટી થઈ ગયી બેટા" ચંપાબેન માનવીના ગાલ પર હાથ ફેરવવા લાગે છે."મારું નામ મનુ નહિ માનવી છે." માનવી મોઢું બગાડી પોતાના રૂમમાં જઈને ફોન લઈને બેસી જાય છે."કોણ છે બેટા?" રસોડામાંથી નીતાબેન બહાર ...વધુ વાંચો

3

પ્રેમ થાય કે કરાય? ભાગ - 3

વિચાર મમ્મી આજે ખબર નહિ કેમ રસોડાનું દરેક કામ ઝડપથી પૂરું કરવાની લ્હાયમાં દેખાઈ રહી છે. બટેટા પર આજે એ રીતે ફરી રહ્યું છે જાણે બટેટાએ કરેલા કોઈ ગુનાની સજા મમ્મી આપી રહી હોય. કાલ ચંપાબેને કરેલી વાત મમ્મીના મગજમાં વિચારોનાં વંટોળ સ્વરૂપે ફરી રહી છે."ચંપાબેન ભલે ગમે તેવા હોય પણ એમની વાત તો સાચી હતી. આજકાલની છોકરીઓ આખો દિવસ ફોનમાં જ ચોટેલી હોય છે. શું મારી મનુ પણ છોકરાઓ સાથે..." સમારેલા બટેટા તપેલીમાં નાખી વઘાર કરવા મરચું, મીઠુ સાથે બીજો મસાલો ભભરાવી ગેસ ધીમો કરે છે."મમ્મી..." માનવી આજે વહેલી ઉઠીને રસોડામાં આવેલી જોઈને નીતાબેનની આંખો પહોળી થઈ જાય ...વધુ વાંચો

4

પ્રેમ થાય કે કરાય? ભાગ - 4

નોકરીસુરત :ઘરનાં ડોરબેલનો અવાજ રસોડામાં કામ કરતા શોભનાબેનનાં કાન સુધી પહોંચતા તેઓ જઈને દરવાજો ખોલે છે."મમ્મી... હૂ.... હૂ..." દરવાજામાં કેવિન તેની મમ્મીને ભેટીને બુમ પાડવા લાગે છે."અરે... શું થયું? પણ..." કેવિન તેની મમ્મીનો હાથ પકડી તેને ઝડપથી સોફા પર બેસાડીને પોતાની બેગમાંથી પેડાંનાં બોક્સમાંથી પેડો લઈ તેની મમ્મીનાં મોઢામાં મૂકે છે."શે.. નાં...છે. આ પેડાં" શોભનાબેન પેડો ખાતા ખાતા બોલે છે."અરે મમ્મી અમદાવાદની એક આઈટી કંપનીમાં મારું સિલેકશન થઈ ગયું છે. મારો સ્ટાર્ટિંગ પગાર 25 હજાર છે." કેવિને સુરતની ખાનગી કોલેજમાં I. T નો અભ્યાસ પૂર્ણ કરી. કોલેજ કેમ્પસમાં આવેલી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે છે. જેમાં તેનું સારા પગાર સાથે સિલેકશન ...વધુ વાંચો

5

પ્રેમ થાય કે કરાય? ભાગ - 5

શોખઆજે પીજીમાં રહેતા છોકરાઓમાં કોઈનો બર્થડે હોવાથી બધા છોકરાઓ સાંજે હોટેલમાં જમવા જવાના હતાં. આથી આજ સાંજે અમારા રસોડામાં હતી. માનવી રોજની જેમ એના મોબાઈલનાં ચેટિંગમાં અને રિલ્સ જોવામાં આખો દિવસ કાઢતી હતી એમાં પણ આજે તો ટિફિન નહતા બનાવવાના એટલે એના કાનને પણ મારા અવાજથી શાંતિ હતી.આજે મારાં શરીરને પણ આરામ કરવાની પરમિશન મળી હતી. ડ્રોઈંગરૂમમાં આવતા પંખાના પવનથી આંખો ભારે થઈને ઘેરાવા લાગી હતી. એટલે હું થોડીવાર પલંગમાં આડી પડી. ત્યાં આખો દિવસ થાકના કારણે ખબર નહિ કયારે ઉંઘ આવી ગયી.2 કલાક પછી...ઉંઘમાંથી ઉઠી તો ઘડિયાળમાં 2:30 વાગ્યાં હતાં. માનવી તેનાં રૂમમાં મોબાઈલમાં ખોવાયેલી હતી. માનવીને જોઈને ...વધુ વાંચો

6

પ્રેમ થાય કે કરાય? ભાગ - 6

સરપ્રાઈઝ"મનુ તું મને આ ક્યા લઈને આવી?" મમ્મી એક સામાજિક સંસ્થાનાં ગેટ પર ઉભી રહી. સંસ્થાનાં પ્રાંગણમાં કરેલી અદભુત અને સજાવટ જોઈને પૂછવા લાગે છે."અરે તને કેટલીવાર કહ્યું મારું નામ માનવી છે. આમ જાહેરમાં મને મનુ કહીને ના બોલાવીશ. બીજું એ કે અંદર શું છે તે તો સરપ્રાઈઝ છે. તો ચુપચાપ ચાલ અંદર."માનવી તેની મમ્મી સાથે તે સંસ્થામાં પ્રવેશ કરે છે.આ સંસ્થા મહિલાઓ માટે અને શહેરની વિધવા સ્ત્રીઓ માટે કામ કરે છે. આજે વિધવા મહિલાઓ માટે આ સંસ્થામાં રસોઈની રંગત, ગાયન, ભરતગુંથણ, મહેંદી અને કોઈને લખવાનો એવા કોઈ અલગ અલગ શોખ ધરાવતી મહિલાઓને પ્રોત્સાહિત કરી. તેમના જીવનમાં આગળ આવવા ...વધુ વાંચો

7

પ્રેમ થાય કે કરાય? ભાગ - 7

ટેસ્ટ" કોણ છે આ ભાઈ?" પીજીમાં રહેતા દસ મિત્રોના સર્કલમાંથી કૌશલ કેવિનને જોઈને તેનાં મિત્ર નિશાંતને પૂછે છે." આ મિત્ર કેવિન છે. જે સુરતમાં રહે છે. અહીંની I. T કંપનીમાં 6 મહિના માટે તેનું સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યો છે. જો તમને કોઈને વાંધો ના હોય તો 6 મહિના તે આપણી સાથે રહેશે." નિશાંત પીજીમાં રહેતા તમામ મિત્રો સાથે કેવિનની ઓળખાણ કરાવે છે." અમને શું વાંધો. એક સે ભલે દો, દો ભલે તીન." પોતાના કપડાં ઈસ્ત્રી કરી રહેલો વિશાલ હિરોના અંદાજમાં બોલે છે.આજે રવિવાર હોવાથી પીજીમાં રહેતા દસે દસ મિત્રો આરામનાં મૂડમાં છે."હેલ્લો, મમ્મી હા હું અમદાવાદ ...વધુ વાંચો

8

પ્રેમ થાય કે કરાય? ભાગ - 8

કવિતા"સોમાકાકા એ શું કહ્યું નાં સાંભળ્યું! એ બેન બહુ જિદ્દી છે. એ દસ ટીફીન સિવાય ઉપર અગિયારમું ટિફિન નહિ તો ગમે તેટલા રૂપિયા એક્સટ્રા આપીશ તો પણ નહિ. તું તો હાલ આવ્યો અમે તો છેલ્લા ત્રણ વર્ષથી તેમના હાથનું ટિફિન જમીએ છીએ." કૌશલ દાળભાત મિક્સ કરીને તેમાં લીંબુ નીચોવી રહ્યો છે.કેવિન કૌશલની વાત સાંભળીને થોડીવાર માટે શાંત થઈ જમવા લાગે છે. વિશાલનાં હાથે દાળ ભાતમાં રેડવા જતા સહેજ નીચે પાથરેલા પેપર પર ઢળાઈ જાય છે. દાળ જ્યાં ઢળાય છે. તે પેપર આજનું છે. જેમાં નીતાબેનની લખેલી ભાગ્યવાળી કવિતા તેમના ફોટા સાથે છપાયેલી છે. દાળ તેમના ફોટા અને ફોટાને અડકીને ...વધુ વાંચો

9

પ્રેમ થાય કે કરાય? ભાગ - 9

મુલાકાત"હેલ્લો નિશાંત કેવિન બોલું છું.""હા બોલ"ટ્રાફિકમાં આવતા ગાડીઓના હૉર્ન અને ખખડી ગયેલા વાહનોના એન્જીનોનાં અવાજ વચ્ચે કેવિનનો અવાજ નિશાંત લે છે."પેલા ટિફિનવાળા માસીનું એડ્રેસ આપીશ. એકવાર તેમને ટીફીન માટે રૂબરૂ મળતો આવું. કદાચ માની જાય તો...""ભીંડીની સબ્જી દાઢે વળગી લાગે છે!""જે સમજો તેં પણ જલ્દી મને એડ્રેસ સેન્ડ કર.""હા કરું ભાઈ કરું." નિશાંત ફોન કટ કરીને મેસેજ સેન્ડ કરે છે. ત્યાં કેવિન મેસેજ જોઈને લાલ સિગ્નલ ગ્રીન થતા જ તેં એડ્રેસનાં માર્ગ પર બાઈક હંકારી મારે છે.* * * * * *નીતાબેન રસોડામાં બપોરનું કામ પૂરું કરીને વાસણ ઘોડામાં ગોઠવવા જાય ત્યાં તેમના હાથે અજાણતા કાચનાં કપ રકાબી ફૂટી ...વધુ વાંચો

10

પ્રેમ થાય કે કરાય? ભાગ - 10

જાદુ" શું ભાઈ ટિફિનની વ્યવસ્થા કરી કે નહિ? " કૌશલ મોબાઈલ ચાર્જિંગમાં ભરાવતા કેવીનને સવાલ પૂછે છે." અરે હા તો ભૂલી જ ગયો. બપોરે એડ્રેસ લીધું હતું. તેં પછી શું થયું? " નિશાંત ગરમીથી બચવાં પંખાનું રેગ્યુલટર ફુલ કરતા પૂછે છે." શું થાય! તેઓ મારું અગિયારમું ટીફીન બનાવવા માટે માની ગયાં." કેવિન મોબાઈલમાંથી નજર હટાવી નિશાંત સામે જોવે છે."હોય જ નહિ ને. તેં બિલકુલ ના માને. તારા પહેલા કેટલા લોકો ટીફીન બંધાવા ગયેલા પણ તેઓએ કોઈને હા પાડેલી નહી ને. તને પહેલી મુલાકાતમાં હા પાડી દીધી. ગપ્પા.." વિશાલ કેવિનની વાત માનવા તૈયાર થતો નથી."અરે જે ટિફિન બંધાવા નહતા જતા. ...વધુ વાંચો

11

પ્રેમ થાય કે કરાય? ભાગ - 11

સપનુંસાંજનાં ટીફીન માટે મમ્મી શાકમાર્કેટમાં શાક લેવા ગઈ છે. બપોરનાં અગિયાર ટિફિન મમ્મીએ આજે વહેલા તૈયાર કરી દીધા છે. હું સોમાકાકાની સાયકલની ઘંટડીના અવાજની રાહ જોઈને બેઠી છું.ત્યાં સોમાકાકાનાં સાયકલની ઘંટડી તો મને નથી સંભળાતી પણ ઘરનાં ડોરબેલનો અવાજ કાને સંભળાય છે. હું સોફા પરથી ઉભી થઈને દરવાજો ખોલ્યો તો...આંખો પર કાળા ચશ્માં, ગ્રીન અડધી બોયની ટી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટમાં રણબીર કપૂર જેવો લાગી રહેલો કેવિન ઉભો છે. એને જોઈને તો મારી આંખના મોતિયા જ મરી ગયાં. હું તો દરવાજામાં ઉભી રહીને એને ટગર ટગર જોઈ રહી."અમારે ત્યાં મહેમાન આવે ને તો એને મીઠો આવકારો આપી. ચા ...વધુ વાંચો

12

પ્રેમ થાય કે કરાય? ભાગ - 12

ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ્રિજમાંથી ભીંડા કાઢીને તેમાંથી ઘરડા ભીંડા અલગ કરી. તેને ચોખ્ખા ધોઈને સાફ કરી શમારવા લાગે છે. તે આજે મનોમન કંઈક ગણગણી રહી છે. જે જોઈને મને થોડું બાલિશ લાગી રહ્યું છે. કેમ કે આનાં પહેલા મેં ક્યારેય એને આમ આરામથી કામ કરતા નથી જોઈ."કેમ આજે મોબાઈલ સાથે ઝગડો થયો કે શું?" આજે હું મમ્મીના બોલાવ્યા વગર રસોડામાં તેની હેલ્પ કરવા ગઈ એટલે મમ્મીએ મને હસીને મારી સાથે મીઠો કટાક્ષ કર્યો."ના રે ના. શું આજે ભીંડીની સબ્જીનો વિચાર છે?" મેં કિચન પર પડેલા ભીંડા તરફ નજર કરીને પૂછ્યું.મમ્મી તો આજે પોતાની ...વધુ વાંચો

13

પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે." રવિવાર હોવાથી મોડા સુધી સુઈ રહેલો કૌશલ પ્રદીપને કહી રહ્યો છે."હું..પણ કેમ??" કેવિન પૂછે છે."અરે જોતો નથી. બધા કેવા મગરની જેમ પડ્યા છે. આજે ત્રીજી તારીખ થઈ પણ કોઈ બિલનાં પૈસા આપવા જતું નથી. કાલે પણ નીતાબેનનો કોલ આવેલો કે તેમને પૈસાની જરૂર છે." નિશાંત હાથમાં નાહવાનો રૂમાલ લઈને બાથરૂમમાં જવાની તૈયારી કરી રહ્યો છે."તો તું જતો આવને?" કેવિન નિશાંતને જવા કહે છે."દેખાતું નથી તને મારે હજી નાહવાનું બાકી છે. આ બધામાં ફક્ત તું જ સૌથી વહેલો ઉઠીને તૈયાર થઈને બેઠો છે." નિશાંત બાથરૂમનો દરવાજો બંધ કરી ...વધુ વાંચો

14

પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

સ્પર્શ" ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જોઈ રહેલા કેવિનને જોઈને નીતાબેન પૂછે છે."આ સર્ટિફિકેટ તમારા છે?"" મારા જ છે.""એટલે તમે ફક્ત રસોઈનાં રાણી નહિ પણ કવિતાનાં કારીગર પણ છો એમને?" કેવિનને નીતાબેનની હોબી વિશે જાણવામાં રસ જાગી રહ્યો છે."કારીગર તો નહિ પણ એક જમાનામા લખવાનો શોખ હતો." નીતાબેન હળવેકથી બોલે છે."શોખ હતો એટલે? આ સર્ટિફિકેટમાં તો થોડા દિવસ પહેલાની તારીખ છે.""તમારી નજરે તારીખને પણ ના છોડી. વાહ..." નીતાબેન હસવા લાગે છે. કેવિન પણ હસી જાય છે."આતો થોડા દિવસ પહેલા અચાનક જ એમાં ભાગ લેવાઈ ગયો અને નસીબ કે મારી કવિતા તે સ્પર્ધા જીતી પણ ગઈ." નીતાબેનનાં ...વધુ વાંચો

15

પ્રેમ થાય કે કરાય? ભાગ - 15

પરિવર્તન કેવિનની વાત આમ તો સાચી હતી. એક તો જિંદગી મળી છે. તો શું તેમાં પણ બળી બળીને શું બધો ત્યાગ, સમર્પણ, બલિદાન ફક્ત સ્ત્રીઓને જ આપવાના? લગ્ન બાદ શું પોતાના શોખ કે સપનાઓને સ્ત્રીઓએ ભૂલી જવાનાં? એક તો જિંદગીમાં કેટલું જીવવવાના એની આપણને ખબર નથી. તેમાં વળી પારકા લોકોએ બનાવેલા બંધનમાં જિંદગી જીવવાની? આ તો વળી કેવી જિંદગી.રાત્રે ઘરનું બધું કામ પતાવી પોતાના રૂમમાં રહેલું કબાટ કે જેમાં મારાં શોખ અને સપનાઓની દુનિયા વસેલી છે. તે કબાટનાં દરવાજા ખુલ્લા મૂકી તેમાં રહેલી પોતાની મનગમતી બાંધણી કે જે પહેરવાનો મને બહુ શોખ. હું વારે તહેવારે તે બાંધણી જ ...વધુ વાંચો

16

પ્રેમ થાય કે કરાય? ભાગ - 16

મીઠી વાતો"ખલિલ ધનતેજવીની પુણ્યતિથિ નિમિતે 'હેલીનાં માણસો" કાવ્ય સંમેલનનું આયોજન..." નીતાબેન બહાર દરવાજા પર લગાવેલું પોસ્ટર વાંચી રહ્યા છે."કેવી સરપ્રાઈઝ?" કેવિન પૂછે છે."સારી.. પણ આ બધું તમે કેમ..."" મેં કંઈ નથી કર્યું. મેં કહ્યું હતુ ને મને પણ સાહિત્યમાં થોડો ઘણો રસ છે. એટલે મારાં એક ગ્રુપમાંથી જાણવા મળ્યું ને બસ... એ બધું છોડો અને જઈને પોતાના શબ્દોનો શણગાર લોકો સામે રજુ કરો." કેવિન નીતાબેનની વાત વચ્ચેથી અટકાવતા જણાવે છે.નીતાબેનનાં ચહેરા પર એક મુસ્કાન છવાઈ જાય છે. માનવી તો કેવિનને જ જોઈ રહી છે.ઓપન થિયેટરમાં આયોજિત આ સંમેલનમાં સાહિત્ય ક્ષેત્રનાં ઘણાં લોકો પધાર્યા છે. ત્રણે જણ ત્યાં જઈને પોતાનું ...વધુ વાંચો

17

પ્રેમ થાય કે કરાય? ભાગ - 17

ભોજનનીતાબેન અરીસામાં જોઈ પોતાની સાડીનો પલ્લું ખભા પરથી નીચે ઉતરી ના જાય એટલે પિન ભરાવી રહ્યા છે. કપાળમાં લગાવેલી બરાબર મધ્યમાં આવે તેમ વારેઘડીયે ઉખાડીને ચોંટાડી રહ્યા છે. ખબર નહી કેટલા વર્ષ પછી આટલો સમય અરીસા સામે પસાર કરી રહ્યાં છે.ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન ડોરબેલનો રણકાર સાંભળતા જ ઝડપથી દોડીને દરવાજો ખોલે છે. સામે બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં કેવિન હાથમાં કંઈક લઈને ઉભો છે."આવ... શું છે આ હાથમાં?" કેવિનનાં હાથમાં બે બોક્સ છે. જે જોઈને નીતાબેન આશ્ચર્યચકિત થઈને બોલે છે." પહેલા તો કોંગ્રેચૂલેસન." કેવિન બન્ને બોક્સ ટિપોઈ પર મૂકી. નીતાબેનને પહેલીવાર ગળે મળીને અભિનંદન પાઠવે ...વધુ વાંચો

18

પ્રેમ થાય કે કરાય? ભાગ - 18

પસ્તાવોકેવિન સાથે ડાઇનિંગ ટેબલ પર બનેલી ઘટના નીતાબેનને વિચારવા મજબુર કરી રહી છે. કેવિન તો જમીને ઓફિસ જવાનું હોવાથી રહે છે. નીતાબેનને અંદરથી ખબર નહિ કોઈ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે. તે રસોડાની સાફસફાઈ અધૂરી મૂકીને દોડીને બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે."શું મને કેવિન સાથે પ્રેમ થઈ ગયો છે? ના ના. એ તો મારાં માનવીનાં ઉંમરનો છે. એની સાથે પ્રેમ કેમ થાય? તો પછી એ જયારે જયારે તારી આસપાસ હાજર હોય છે. ત્યારે તારી અંદર એની માટે લાગણીઓનાં વંટોળ કેમ ચડે છે. તેની વાતો તને આ દુનિયામાં પોતાનું કોઈક હોવાનો અહેસાસ કરવાતું હોય તેવું કેમ લાગે છે? ...વધુ વાંચો

19

પ્રેમ થાય કે કરાય? ભાગ - 19

નિરાશગરમીથી રેબઝેબ થઈ ગયેલી માનવી ઘરમાં આવી ચહેરા પર બાંધેલો દુપટ્ટો છોડીને સોફા પર બેસી એક ઉંડો શ્વાસ લે છત પર લટકી રહેલા પંખાની ઘીમી ઝડપ જોઈને તે સહેજ હાથ લાંબો કરીને રેગ્યુલટર દ્વારા પંખાની ઝડપ વધારે છે. નીતાબેન સાંજનાં માટે રસોઈની તૈયારીમાં લાગેલા છે. માનવીની નજર સોફાની બાજુમાં ખૂણા પર મુકેલા ટેબલ પર જાય છે. તે રેડ પેપરથી પેક બોક્સ જોઈને ઉભી થઇ તે હાથમાં લે છે. તેનાં પર પોતાનું નામ વાંચી તેનાં ચહેરા પર આનંદ ખેંચાઈ આવે છે."આના પર તો મારું નામ છે. મારાં માટે કોણ લાવ્યું હશે?" તે બોક્સ હાથમાં લઈને રસોડામાં દોડી જાય છે."મમ્મી આ ...વધુ વાંચો

20

પ્રેમ થાય કે કરાય? ભાગ - 20

પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માનવી ચકાસી રહી છે."વાઉ, શું ફીચર આપ્યા છે! મસ્ત છે." સ્માર્ટવોચનાં વખાણ કરી રહેલી માનવી ખુશ દેખાઈ રહી છે.પલંગ પર લાંબી થતાં જ તે ખુલ્લી આંખે સપના જોવા લાગે છે."હું તો કેવિનને પ્રેમ કરું છું જ,શું કેવિન પણ મને પ્રેમ કરે છે? અરે ગાંડી પ્રેમ કરે છે. ત્યારે તો તારા માટે આટલી મોંઘી ગિફ્ટ લાવ્યો." મનોમન બોલી રહેલી માનવી ઉભી થઈ અરીસા સામે જઈને ઉભી રહે છે. માનવી રૂપ પર તેની મમ્મી પર ગઈ હતી. એ જ અણિયારી આંખો, ધનુશ આકારનાં મુલાયમ ગુલાબી હોઠ, નમણું નાક અને છાતી પર ઉપસી રહેલા ...વધુ વાંચો

21

પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવવાનું છે? લાવવાનું હોય તો હું લેતી આવું." માનવી પર દુપટ્ટો બાંધી રસોડામાં ટિફિન માટે રસોઈ બનાવી રહેલી તેની મમ્મીને જણાવે છે."કંઈ નથી લાવવાનું પણ તું ફાલતુ ખર્ચો ના કરતી!" નીતાબેન શાકનો વઘાર કરતા કરતા બોલે છે."અરે નહિ કરું." માનવી ખભે પર્સ ભરાવીને ઘરની બહાર નીકળી જાય છે. * * *નીતાબેન અગિયાર ટીફીન સોમાકાકાને આપીને થોડીકવાર થાક ખાવા માંડ સોફા પર હજુ બેસે છે જ ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન ઉભા થઈને ઘરનો દરવાજો ખોલે તો સામે તેમના નણંદ રમીલાબેન ...વધુ વાંચો

22

પ્રેમ થાય કે કરાય? ભાગ - 22

મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શોપિંગ મોલમાં ફરતા ફરતા તેની નજર મોલમાં રહેલી ગિફ્ટ દુકાન પર જાય છે. તેનાં મગજમાં કેવિનને રિટર્ન ગિફ્ટ આપવાનો વિચાર આવે છે. તે તેની ખાસ સહેલી અંકિતાને સાથે લઈને તે ગિફ્ટ આર્ટિકલની દુકાન પર જાય છે."તારે વળી કોની માટે ગિફ્ટ લેવી છે?" અંકિતા માનવીને સહજભાવે પૂછે છે."જેના પણ માટે લેવી છે. મારે લેવી છે તારે તો નહિ ને. ચુપચાપ ચાલને." માનવી અંકિતાનો હાથ પકડીને જબરજસ્તી ગીફ્ટની દુકાનમાં લઈ જાય છે.બન્ને જણ ગિફ્ટની દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલી અલગ અલગ પ્રકારની ગિફ્ટ જોવા લાગે છે."કઈ ગિફ્ટ લઉં?" માનવી હજાર પ્રકારની ગિફ્ટ ...વધુ વાંચો

23

પ્રેમ થાય કે કરાય? ભાગ - 23

ચડભડનીતાબેન રમીલાબેનનાં જુનવાણી વિચારો સામે આત્મસમર્પણ કરીને બેઠા છે. રમીલાબેન આવ્યા ત્યારથી તેમની જીભ આરામ કરવાનું નામ જ નથી છોકરીઓ પર લાલ આંખ ના રાખીએ ને તો તે ઘરની ઈજ્જત લીલામ કરતા વાર ના લગાડે. એટલે તને ચેતવું છું કે મારી નજરમાં એક સારો છોકરો છે. સારુ ઘર અને સારી નોકરી પણ કરે છે. પાછી સાઈડમાં વિદેશ જવાની તૈયારી પણ કરે છે. જો તેનું કામ થઈ ગયું ને તો..." રમીલાબેન પોતાની વાતો પુરી કરે ત્યાં માનવી આવી પહોંચે છે. તે રમીલાફોઇની વાતો સાંભળી જાય છે."મારે હાલ કોઈ લગ્ન નથી કરવા. મારે હજુ ભણવાનું પણ બાકી છે." માનવી રમીલાફોઇની વાતો ...વધુ વાંચો

24

પ્રેમ થાય કે કરાય? ભાગ - 24

લગ્નમાનવીની નજર પેપરમાં આપેલી એક જાહેરાત પર પડે છે."વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષો માટે લગ્ન નોંધણી વિષયક. જીવનનાં અંતિમ પર એકલતાથી જીવતા સ્ત્રી અને પુરુષો માટે પસંદગી મેળો રાખેલો છે. વધુ માહિતી માટે..."માનવી જાહેરાત જોઈને તેનાં મનમાં તેની મમ્મીનો વિચારો આવે છે."મમ્મી તારે લગ્ન કરવા છે?""મનુ... શું બોલે છે તું એનું તને ભાન છે?" નીતાબેન ગુસ્સામાં બોલે છે."એટલે મારો કહેવાનો એ મતલબ નથી. જો કાલે ઉઠીને મારા લગ્ન થાય તો હું તો પરણીને સાસરે જતી રહીશ. પછી ઘરડા ઘડપણમાં તારી સેવા કોણ કરશે? તું એકલી કેવી રીતે પાછળની જિંદગીનો સમય પસાર કરીશ. આમ પણ જો આજકાલ ઘણાં વિધુર પુરુષો ...વધુ વાંચો

25

પ્રેમ થાય કે કરાય? ભાગ - 25

પ્રપોઝનીતાબેન રસોડામાં નિત્યક્રમ મુજબ રસોઈની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે માનવીનાં રૂમ તરફ નજર પણ રાખી રહ્યા છે. દસ વાગવા આવ્યા છતાં માનવીનાં રૂમમાં કોઈ હલનચલન નથી દેખાતી.થોડીવારમાં માનવી લાલ ફૂલોવાળો ડ્રેસ અને વાદળી હરીભરી લેંગીજ પહેરી, હાથમાં લાલ રંગનું બ્રેસલેટ જેવું આજની ફેશનનું પહેરી, સિલ્કી વાળ ખભા પર છુટા રમતા મૂકી રૂમમાંથી બહાર નીકળે છે."હમણાંથી બહાર જવાનું વધી ગયું છે." નીતાબેનનો કટાક્ષ માનવીનાં કાને અથડાય છે."હું મારા કામથી જવુ છું.""મને તો કહે શું કામથી જાય છે." નીતાબેન માનવીનાં પગથી માંડીને માથા સુધી એક નજર ફેરવી લે છે."ફ્રેન્ડને મળવા જવું છું." માનવી રઘવાટમાં જવાબ આપી રહી છે."કઈ ફ્રેન્ડ?""તું ...વધુ વાંચો

26

પ્રેમ થાય કે કરાય? ભાગ - 26

પસંદનીતાબેન સોફા પર બેસી શાક સમારી રહ્યા છે. માનવી સામે ખુરશી પર બેસી તેનાં ફોનમાં કોઈની સાથે ચેટિંગ કરી છે. ચેટિંગ કરતા કરતા તેનાં ચહેરા પર એક હસી આંટો મારીને જતી રહે છે. માનવી જ્યારથી ઘરે આવી છે ત્યારથી તેનાં ચહેરા પર એક આનંદઉમળકો ઉભરાઈ રહ્યો છે. જેની નોંધ નીતાબેન પોતાની બારીક આંખોથી લઈ રહ્યાં છે."શું કોઈ જોક્સ વાંચે છે?" નીતાબેન શાક સમારતા સમારતા માનવીને કટાક્ષમાં પૂછે છે."ના તને કોને કહ્યું કે હું જોક્સ વાંચું છું." માનવી મોબાઈલના કીપેડ પર પોતાની આંગળીઓ ઝડપથી દબાવતા જવાબ આપે છે."આ તો ક્યારની એ જોવું છું કે તું મોબાઈલમાં જોઈને મંદ મંદ હસી ...વધુ વાંચો

27

પ્રેમ થાય કે કરાય? ભાગ - 27

પ્રેમ કે લાગણીમાનવી કેવિન સાથે પોતાના રૂમમાં મોબાઈલ પર ચેટ કરી રહી છે. નીતાબેન ઘરનું બધું કામ પરવારીને પોતાના જઈને સુવાની તૈયારી કરે છે. તે જેવી આંખો બંધ કરવાની કોશિશ કરે છે ત્યાં જ તેમના મગજમાં માનવીએ કરેલી કેવિનની વાત મગજમાં ચકરાવા લાગે છે. તે વિચારોનાં સમંદરમાં ડૂબવા લાગે છે."હું કેવિનને પ્રેમ નથી કરતી તો પછી માનવીએ જયારે કેવિનનું નામ લીધું તો મારા શરીરમાં કેમ એક લખલખું તીર પસાર થઈ ગયું. કેમ કેવિન નામ સાંભળતા જ મારા હૃદયનાં ધબકારા એકદમ વધી ગયા. કેમ કેવિનની નજીક હું ખેંચાઈ રહી છું? શું મને ખરેખર કેવિન પ્રત્યેય પ્રેમ થઈ ગયો છે?" નીતાબેનનાં ...વધુ વાંચો

28

પ્રેમ થાય કે કરાય? ભાગ - 28

વાતચીત"માનવી કેવિનને અમદાવાદ આવે લગભગ ચારેક મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે. બાકીનાં બે મહિના પછી તે ટ્રેનિંગ પુરી પાછો સુરત પણ જતો રહેશે. એટલે શક્ય હોય તો આ રવિવારે કેવિનને ઘરે બોલાવ મારે તેની સાથે વાત કરવી છે." નીતાબેન ખુરશી પર પગ લાંબા કરીને આરામની મુદ્રામાં બોલે છે."આ રવિવારે!""હા કેમ. કંઈ પ્રોબ્લેમ છે?""ના ના આ તો બસ એમ જ, પણ મને એ તો કહે કે તારે પૂછવું છે શું? તું પણ તો એને સારી રીતે ઓળખે છે.""છતાંય એકવાર કન્ફોર્મ કરવું જરૂરી છે." નીતાબેન પોતાના શબ્દો પર જોર આપી બોલે છે."ઠીક છે. હું પૂછી લઈશ." માનવી ફોન લઈને પોતાના ...વધુ વાંચો

29

પ્રેમ થાય કે કરાય? ભાગ - 29

પ્રેમ કે વ્હેમનીતાબેન બોક્સ પરનું કવર ખોલે છે. તેમાં એક ચાંદીની વીંટી છે. વીંટી હાથમાં લઈને તેનાં પર પોતાની નજર ફેરવી રહ્યા છે."ચાંદીની વીંટી!" નીતાબેન આશ્ચર્ય સાથે પૂછે છે."હા કેવી લાગી?""સારી છે, પણ મોંઘી લાગે છે!" નીતાબેન વીંટીને ચારે તરફથી નજર ફેરવી તેની કિંમત કેટલી હશે તેનો અંદાજો લગાવવાની કોશિશ કરી રહ્યા છે.કેવિન પોતાની જગ્યા પરથી ઉભો થઈને નીતાબેનનાં હાથમાંથી વીંટી લઈ લે છે."વીંટી પહેરવા માટે હોય છે. હાથમાં રમાડવા માટે નહીં."કેવિન તે વીંટી નીતાબેનનાં જમણા હાથની વચલી આંગળીએ પહેરાવી દે છે. કેવિન નીતાબેનની વચલી આંગળીને પોતાના હોઠ વડે ચૂમે છે. નીતાબેન પોતાની જાત પરનો કાબુ ગુમાવી રહ્યા છે."તમેં ...વધુ વાંચો

30

પ્રેમ થાય કે કરાય? ભાગ - 30

શું ?ઘરનાં ડ્રોઈંગરૂમમાં ફક્ત ઝડપથી ફરી રહેલા પંખાનો અવાજ આવી રહ્યો છે. કેવીને કરેલા ખુલાસા પછી નીતાબેન અને કેવિન મૌન ધારણ કરીને બેઠા છે. નીતાબેનનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે."મારે એક વાત કહેવી છે. કદાચ તમને ગમે કે ના ગમે." કેવિન હળવેકથી નજર નીચી કરીને બોલે છે."કહેવામાં બાકી શું રાખ્યું છે? કે હજુ કહેવું છે શું?" નીતાબેનનો કેવિન પ્રત્યેય અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે."હું માનવીને નહીં... " કેવિન આટલુ બોલીને ઘડીક અટકી જાય છે."હું તમને પ્રેમ કરું છું."કેવિનનાં મોઢામાંથી આ વાક્ય સાંભળતા જ નીતાબેનની આંખો એકદમ સ્થિર થઈ જાય છે."શું બોલ્યા તમે?" નીતાબેનને સાંભળવામાં કોઈ ભૂલ ના ...વધુ વાંચો

31

પ્રેમ થાય કે કરાય? ભાગ - 31

સગપણ"હેલ્લો, હા બેટા શું કરે છે?" કેવિન તેની મમ્મીનો કોલ રિસીવ કરી વાત કરે છે."બસ મજામાં. મમ્મી કંઈ કામ હતું એટલે તો તને ફોન કર્યો છે.""શું કામ છે?""તારા માટે એક છોકરી ગોતીને રાખી છે. એમ. કોમ ભણેલી છે. એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. 20 હજાર સેલેરી છે. ગોરી ગોરી હીરોઇન જેવી છે. મને તો ગમી ગઈ છે. બસ તું જલ્દીથી બે મહિનાની ટ્રેનિંગ પતાવીને સુરત આવે એટલે તમારી બંને વચ્ચે એકવાર વાત કરાવી દઈએ. પછી તમારું સગપણ પણ ગોઠવી દઈએ. હું તો બધી તૈયારીમાં પણ લાગી ગઈ છું." કેવિનની મમ્મી કેવિનનાં સગપણ માટે છોકરી ગોતી કેવિનનું સગપણ કરવાની ...વધુ વાંચો

32

પ્રેમ થાય કે કરાય? ભાગ - 32

નાટકઘરનો ડોરબેલનો અવાજ સાંભળતા જ નીતાબેન અને કેવિનનાં હોઠ અલગ પડે છે. નીતાબેન પોતાના વાળ અને સાડી સરખી કરીને ખોલવા જાય છે."માનવી લાગે છે." નીતાબેન મનોમન બબડીને દરવાજો ખોલે છે.માનવી મોંઢા પરથી દુપ્પટો હટાવી ઘરમાં દાખલ થાય ત્યાં સોફા પર કેવિનને જોઈને ખુશ થઈ જાય છે."કેવિન તું આમ અચાનક!""તને સરપ્રાઈઝ આપવા આવ્યો છું." નીતાબેનનાં ચહેરા પર એક ફીકી સ્માઈલ આવી જાય છે."સાચે જ." માનવી કેવિનની પાસે જઈને બેસીને જાય છે."તો પછી મને એ કહે કે સરપ્રાઈઝમાં શું છે?" માનવી તેની મમ્મી સામે આંખ મીંચકારીને કેવિનને પૂછે છે.કેવિન પેન્ટનાં ખીસામાંથી બીજું એક બોક્સ કાઢી માનવીનાં હાથમાં આપે છે. માનવી તે ...વધુ વાંચો

33

પ્રેમ થાય કે કરાય? ભાગ - 33

સવાલનીતાબેન ઊંડા શ્વાસ લઈને પોતાની જાતને શાંત કરે છે. તેમના પલંગની બાજુમાં મુકેલા તેમના અને રાકેશભાઈનાં ફોટોને હાથમાં લઈને રહે છે."તમે મને કેટલા સવાલો પૂછીને એક ગુનેગારનાં કઠેરામાં ઉભી કરી દીધી. તમે પુરષ એટલે તમને પૂરો હક છે. એક સ્ત્રીની વાત જાણ્યા વગર તેને ગુનેગાર બનાવી દેવાની. શું તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે એક પુરુષ વગરનું ઘર એક સ્ત્રી કેવી રીતે આ મોંઘવારીમાં ચલાવતી હશે? એક વિધવા સ્ત્રી કે જેના પર સમાજનાં જાતજાતના બંધનોથી તેની પગની બેડીઓ બંધાઈ હોય તે સ્ત્રી તેનાં જીવનના દરેક ડગલેને પગલે કેટલી મુસીબતોનો સામનો કરતી હોય છે? તેનાં પુરૂષનાં ગયાં પછી કેટલા ...વધુ વાંચો

34

પ્રેમ થાય કે કરાય? ભાગ - 34

પસ્તાવોનીતાબેન રોજનાં નિત્યક્રમ મુજબ પોતાના કામે લાગી ગયા છે. રસોડામાં શાકનો વઘાર કરતા કરતા તેમને એક વિચાર આવે છે."હું સાચું સાચું કહી દઉં એના કરતા કેવિનને જ આ ઘરમાં આવવાની ના પાડી દઉં તો. ના કેવિન આ ઘરમાં આવશે. કે ના મને અને માનવીને તેની કોઈ યાદ આવશે, પણ સીધી રીતે કેવિનને કેવી રીતે કહું?" નીતાબેન વિચારોનાં વાયરામાં ફન્ટાવા લાગ્યા છે."મમ્મી... મમ્મી... શું બનાવે છે?" માનવી ખભા પર ફેલાયેલા વાળનો અંબોળો વાળતા તેની મમ્મીને પૂછે છે. શાકનો વઘાર કરવામાં વ્યસ્ત તેની મમ્મી કંઈ જવાબ આપતી નથી. માનવી કિચનમાં એક નજર ફેરવી લે છે."મમ્મી ખબર છે ને આજે રવિવાર છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો