લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખ ડાઉનલોડનો અનુભવ કહી રહ્યો છે. હવે નવી નવલકથા લાઇમ લાઇટ ને આથી વધુ પસંદ કરવામાં આવશે એવી આશા છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી મને ખાતરી છે. અને તમારા પ્રતિભાવ થકી લાઇમ લાઇટ
Full Novel
લાઇમ લાઇટ ૧
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખ ડાઉનલોડનો અનુભવ કહી રહ્યો છે. હવે નવી નવલકથા લાઇમ લાઇટ ને આથી વધુ પસંદ કરવામાં આવશે એવી આશા છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી મને ખાતરી છે. અને તમારા પ્રતિભાવ થકી લાઇમ લાઇટ ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨ ફિલ્મના નિર્દેશક પ્રકાશચન્દ્રને થતું હતું કે "લાઇમ લાઇટ" નો સારો પ્રચાર તો જ હીરોઇન રસીલીને લોકો ઓળખી શકશે. તે ગુમનામીના અંધારામાં જતી રહેવી ના જોઇએ. તે જાણતા હતા કે હજારો છોકરીઓ આ ઝાકઝમાળની દુનિયામાં સ્થાન બનાવવા આવે છે. એમાંથી આંગળીના વેઢે ગણાય એટલી જ છોકરીઓ સફળતા અને પ્રસિધ્ધિ મેળવી શકે છે. રસીલી માટે તેમને લાગણી હતી. તે રસીલીની મહેનતથી પ્રભાવિત થયા હતા. તે ડિઝર્વ કરતી હતી. તે માનતા હતા કે જો રસીલીને યોગ્ય એક્સ્પોઝર મળશે તો હની લિયોની કે વિભા બાલનને લોકો ભૂલી જશે. તેમને "લાઇમ લાઇટ"ની હીરોઇન રસીલી સાથેનો એ દિવસ યાદ ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૩
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૩ "લાઇમ લાઇટ" ની હીરોઇન રસીલી સાથે તેના નિર્દેશક પ્રકાશચન્દ્રનો ચુંબન કરતો ચકચાર મચાવી રહ્યો હતો. મીડિયાને તો મસાલો મળી ચૂક્યો હતો. પણ એ ફોટો પ્રકાશચન્દ્રની પત્ની કામિની માટે તીખું મરચું સાબિત થઇ રહ્યો હતો એ પ્રકાશચન્દ્ર સમજી શકતા હતા. કામિનીએ એ ફોટો બતાવીને તેનો જવાબ માગ્યો ત્યારે "એક મિનિટ" ની રજા લઇને તેમણે માહિતી મેળવવા પીઆરનું કામ કરતા સાગરને ફોન લગાવ્યો. તેમને હતું કે સાગર ફિલ્મના પ્રચાર માટે કોઇપણ ગતકડું મૂકી શકે છે. પણ જ્યારે સાગર પોતે આ વાતથી અજાણ હોવાનું કહી રહ્યો હતો ત્યારે પ્રકાશચન્દ્રનું મગજ ચકરાઇ ગયું. પોતાની ફિલ્મની હીરોઇન સાથે ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૪
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪ "લાઇમ લાઇટ" નો પ્રચાર વેગ પકડી રહ્યો હતો ત્યારે રસીલી સાથેના પ્રકાશચન્દ્રના ચુંબન દ્રશ્યએ તેમના ઘરમાં ગ્રહણ સર્જી દીધું હતું. રસીલી સાથેનો એ ફોટો જોયા પછી પત્ની કામિનીને શું જવાબ આપવો એ પ્રકાશચન્દ્રને સમજાતું ન હતું. કામિનીને જવાબ આપતાં પહેલાં તેમણે સાગર સાથે ચર્ચા કરી લીધી હતી. તે દુનિયાને એ ફોટો બનાવટી હોવાનું કહેવાના હતા પણ કામિનીને શું ખુલાસો કરવો એ સમજાતું ન હતું. અને કામિની અચાનક ક્યાંક જતી રહી એટલે પ્રકાશચન્દ્રની ચિંતા બેવડાઇ હતી. આટલા વર્ષોમાં પહેલી વખત આ સ્થિતિનો તે સામનો કરી રહ્યા હતા. પહેલી વ્યવસાયિક ફિલ્મ માટે અંગત જીવનમાં મોટી ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૫
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૫ રસીલી પ્રકાશચન્દ્રની સુધી રાહ જોયા પછી એકલી બેઠી હતી. તે ભૂતકાળમાં સરવા લાગી. એક નાનકડા ગામમાં જન્મેલી રસીલીની મા સુનિતા તે તેર વર્ષની હતી ત્યારે જ ઘર છોડીને જતી રહી હતી. પિતા જશવંતભાઇ દારૂના રવાડે ચઢી ગયા પછી તેને કામ કરવા મોકલતા હતા અને પૈસા માટે મારઝૂડ કરતા હતા. દસ વર્ષની રસીલી માની વેદના સમજતી હતી. પણ કંઇ બોલી શકે એમ ન હતી. સુંદર અને ઘાટીલા શરીરવાળી મા ધીમે ધીમે ફિક્કી પડી રહી હતી. એક દિવસ સુનિતા તક મેળવીને ભાગી ગઇ હતી. તે કોઇની જોડે ભાગી ગઇ હતી એ ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૬
-રાકેશ ઠક્કરકામિની ફાઇનાન્સર રાજીવ ગોયલને મળવા ગઇ ત્યારે તેમણે જે વાત કરી એ સાંભળી પોતે અહીં એકલી આવીને ભૂલ નથી કરીને? એવો સવાલ થયો. પ્રકાશચન્દ્રએ ગોયલ પાસે કામિની સાથે આવવા માટે કહ્યું હતું. પણ કામિનીને એવી કોઇ જરૂર લાગી ન હતી. તે રાજીવને ઘણા સમયથી ઓળખતી હતી. રાજીવે તેની ઘણી ફિલ્મોને ફાઇનાન્સ પૂરું પાડ્યું હતું. ત્યારે તે ફિલ્મોમાં માત્ર હીરોઇન તરીકે જ હતી. ફિલ્મનું કામ નિર્માતા-નિર્દેશક સંભાળતા હતા. તેને પોતાની ફી સાથે મતલબ રહેતો હતો. ફાઇનાન્સરનો હિસાબ નિર્માતા સાથે રહેતો હતો. પહેલી વખત તે નિર્માતા-નિર્દેશક પતિ માટે રાજીવ પાસે હાથ ફેલાવવા આવી હતી. તેને ખબર ન હતી કે રાજીવ ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૭
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૭ ધારાને થયું કે આજે પોતે વધારે પડતું તો લીધું નથી ને? સામે હસતા ઊભેલા સાકીર ખાન સામે તે જોઇ રહી હતી. બે-ત્રણ વખત તેણે આંખો ખોલ-બંધ કર્યા પછી તેને ભાન થયું કે સામે ખરેખર સાકીર ખાન ઊભા છે અને તે કોઇ સપનું જોઇ રહી નથી. "હાય બેબી! હાઉ આર યુ?" સાકીરે ફરી તેને બોલાવી. "ઓહ! આઇ એમ ફાઇન!" ધારા ઉત્સાહથી બોલી. "શું વાત છે એકલી બેઠી છે? કોઇની કંપની નથી?" "ના, હમણાં સુધી જૈની હતી. હું પણ હવે નીકળું જ છું." "કેમ? એકલી જ જઇશ?" "હા, કાર જાતે જ લઇને જવાની છું..." ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૮
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૮ રાતવાસો કરીને પ્રકાશચંદ્ર ગયા પછી રસીલી પડી. અને ફરી ફ્લેશબેકમાં સરી પડી. રાત્રે ઘરનો દરવાજો કોઇ જોરજોરથી ખખડાવી રહ્યું હતું. પિતા દારૂની મહેફિલમાં આખી રાત પડી રહેતા હતા અને ત્યાં જ થોડી નીંદર કાઢી સવારે આવતા હતા. ડર અને આશંકા સાથે તેણે ઝટપટ કપડાં બદલી નાખ્યા. તેણે હિંમત કરી બૂમ પાડી:"કોણ છે....?" એક ધીમો પુરુષ સ્વર સંભળાયો:"હું છું...જલદી દરવાજો ખોલ..." રસીલીને સ્વર ઓળખાયો નહીં. તે જ્યાં જ્યાં કામ કરી આવી હતી ત્યાં મળેલા પુરુષોના સ્વરને યાદ કરવા લાગી. તેને કંઇ યાદ આવ્યું નહીં. તેનો કોઇ દીવાનો આવી ગયો તો નહીં હોય ને? ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૯
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૯ પ્રકાશચંદ્રએ રસીલીને "લાઇમ લાઇટ" ના પોતાના વિશે કંઇ પણ ના કહેવાની તાકીદ કરી એ રસીલીને યોગ્ય લાગ્યું હતું. એકમાત્ર પ્રકાશચંદ્રને જ તેના ભૂતકાળની ખબર હતી. ફિલ્મ લાઇનમાં રસીલીનું ભવિષ્ય ઉજજવળ બને એવું પ્રકાશચંદ્ર ઇચ્છતા હતા. પણ રસીલી પોતાના ભૂતકાળને ભૂલી શકવાની ન હતી. વળગાડની બીમારીની જેમ વારેઘડીએ ભૂતકાળ મનના વૃક્ષની એક ડાળી પર આવીને બેસતા પંખીની જેમ યાદ આવી જતો હતો. પ્રકાશચંદ્રના ગયા પછી ફરી તે જીવનના એ કાળમાં સરી પડી જ્યાંથી અહીં સુધીની નિસરણી બની હતી. હોસ્પિટલમાં અકસ્માતને કારણે ઘાયલ પિતા પાસે રાત્રે રોકાયેલી રસીલીને વોર્ડબોય રાઘવે બાજુની ખાલી રૂમમાં આરામ ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૦
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૦ "લાઇમ લાઇટ" ના ટ્રેલરના લોન્ચિંગમાં રસીલીને રૂબરૂ જોઇ પબ્લિક ગાંડા જેવું ગયું હતું એ જોઇ પ્રકાશચંદ્ર ખુશ થયા હતા. દર્શકોનો સારો પ્રતિસાદ તે સમજી શકતા હતા. પ્રકાશચંદ્ર પોતે પણ રસીલીના જોબનથી પોતાની ઉત્તેજના વધી હતી એ અનુભવી ચૂક્યા હતા. પ્રકાશચંદ્રએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે રસીલીને કારણે તેમની નપુંસકતાની બીમારી પોબારા ગણી જવાની હતી. અને તે એક યુવાનની જેમ ફરી પોતાના પુરુષત્વનું ગૌરવ મેળવવાના હતા. તે ખુદ આજે રસીલીના રૂપથી ઘાયલ હતા. તેમને થયું કે રસીલી પડદા પર ધૂમ મચાવી દેશે. આ કાર્યક્રમમાં તેનું જોબન છલકાય એવો ડ્રેસ પ્રકાશચંદ્રએ ખાસ તૈયાર ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૧
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૧ કામિની ઘણા દિવસથી જોઇ રહી હતી કે પતિ પ્રકાશચંદ્ર પહેલાંથી વધુ ખુશ રહેવા લાગ્યા હતા. પરંતુ પોતાની સાથેના અંતરંગ વર્તનમાં અગાઉ જેવી જ શુષ્કતા અને ઔપચારિકતા હતી. "લાઇમ લાઇટ" નો પ્રચાર વધી રહ્યો હતો અને તેના વિશે ચર્ચા વધી હતી એ કારણે પ્રકાશચંદ્ર ખુશ રહેતા હોવાનું પણ તે માની રહી હતી. તેને એ વાતની રાહત હતી કે ફિલ્મનો પ્રચાર વધી રહ્યો હોવાથી સફળતાની શક્યતા વધી જતી હતી. કામિનીએ પોતાના સમયની ફિલ્મો વિશે વિચાર કર્યો. પોતે અભિનય છોડી દીધાને હજુ દાયકો માંડ થયો હતો. ત્યારે પ્રચારના આટલા માધ્યમ ન હતા કે આટલી આક્રમકતા ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૨
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૨ "લાઇમ લાઇટ" ના ટ્રેલરને લોન્ચ કરવાનો કાર્યક્રમ સરસ રીતે ગયા પછી પ્રકાશચંદ્ર તેને ઘરે મૂકવા આવ્યા અને તેનો સાથ માણીને ગયા પછી રસીલીના દિલમાં એક ટીસ ઊઠી. તેના કાનમાં "રસુ" નામનો અવાજ ગુંજવા લાગ્યો. તેને ખબર ન હતી કે ટ્રેલર લોન્ચિંગના કાર્યક્રમમાં તેનો ભૂતકાળ પણ તેની સામે ફરી લોન્ચ થવાનો છે. તે "રસુ" નામની બૂમમાં આવતો કર્કશ અવાજ ઓળખી ચૂકી હતી. તે આ સ્થિતિમાં પોતાના ભૂતકાળને આંખ સામે જીવંત કરવા માગતી ન હતી. પણ પ્રકાશચંદ્ર ગયા પછી તેની સામે ભૂતકાળ તરવરવા લાગ્યો. આજે તે એક ફિલ્મની હીરોઇન બનવાનું સ્વપ્ન સાકાર કરી રહી ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૩
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૩ પ્રકાશચંદ્ર પ્રચારનું કામ સંભાળતા સાગર સાથે બેસીને લાઇમ લાઇટ ના પ્રચારનો રીવ્યુ લઇ રહ્યા હતા. ફિલ્મની હાઇપ દિવસે દિવસે વધતી જતી હતી. સાગર લાઇમ લાઇટ ને કોઇને કોઇ કારણથી ચર્ચામાં રાખવામાં સફળ રહ્યો હતો. તે કેટલીક વેબસાઇટો સાથે ડિલ કરી ચૂક્યો હતો. એના પર આવતા સમાચારને આધાર બનાવી અખબારો અને મેગેઝીનો છાપી રહ્યા હતા. તેમાં વિભા બાલનના સમાચાર વધુ છવાયેલા રહ્યા હતા. કેટલીક વેબસાઇટો વિભાના આક્ષેપ સાથે રસીલીના ભરાવદાર બદનના ફોટાની સામે કેટલીક હીરોઇનોના બ્રા, સ્વીમસૂટ અને લોકટના કપડામાં પડાવેલા ફોટા છાપીને જાણે વાચકોને પૂછી રહી હતી કે વિભાની વાતમાં ખરેખર દમ છે ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૪
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૪ સાકીર ખાન સાથેની મુલાકાતથી રસીલી ઉત્સાહમાં હતી. એક જ મુલાકાતમાં સાકીર ખાનની નજીક આવી ગઇ હતી. તેને કલ્પના ન હતી કે તે પહેલી ફિલ્મ રજૂ થયા વગર એક સુપરસ્ટાર સાથે કામ કરશે. તેણે હીરોઇન બનવાનું સપનું જોયું ત્યારે તેને એમ હતું કે પહેલાં ટીવી પર નાની- મોટી ભૂમિકાઓ ભજવીને મોટા પડદે જે મળે એ સાઇડ રોલ સ્વીકારીને આગળ વધશે. ટીવી કે ફિલ્મમાં કામ કરવા માત્ર સુંદર અને સેક્સી શરીર જ ચાલે એમ ન હતું. થોડો અભિનય આવશ્યક હતો. અને એ માટે તે એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માગતી હતી. પિતાનું જીવન બચાવવા તે ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૫
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૫ સાગરને એ વાત સમજાતી ન હતી કે "લાઇમ લાઇટ" ના હીરોએ મિડિયામાં વિરુધ્ધ વાત કરી હોવા છતાં એ તેને કેમ એમ કહી રહ્યા હતા કે નુકસાન તને થશે! મોન્ટુએ ફોન કરી તેને ફરિયાદ કરી હતી કે રસીલીને પ્રચારમાં વધુ મહત્વ અપાઇ રહ્યું છે. તેને બાજુમાં કરી દેવામાં આવ્યો છે. તેની આ ફિલ્મથી લાઇમ લાઇટમાં આવવાની ગણતરી સ્વાભાવિક હતી. પણ સાગરનો અનુભવ કહેતો હતો કે હીરોઇનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવતી ફિલ્મમાં નવોદિત હીરો લેવામાં આવતા હતા અને તેને આવો અન્યાય થતો જ હતો. જો જાણીતા સ્ટાર હીરોને લેવામાં આવે તો ફિલ્મની લાગત વધી જાય ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૬
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૬ રસીલીએ સાકીરને પોતાના ફ્લેટ પર બોલાવ્યો અને લુચ્ચું હસીને મોબાઇલમાંથી પ્રકાશચંદ્રનો ડાયલ કર્યો. આજે સાકીરને શિકાર બનાવવાનો હોવાથી રસીલીએ બહાનું બનાવી પ્રકાશચંદ્રને આવવાની ના પાડી દીધી. સાકીર સાથે વાત કરી એના પરથી રસીલીને ખ્યાલ આવી ગયો કે તેની ખ્વાહીશ શું છે. રસીલી હીરોઇન બનવાનું સપનું લઇને આવી હતી. તે કોઇપણ સમાધાન કરીને ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા સાથે સારી એવી દોલત ભેગી કરવા માગતી હતી. તે ફરી ભૂતકાળમાં સરી રહી હતી. ધન- દોલત ના હોય તો વ્યક્તિ કેવી નિ:સહાય બની જાય છે અને કેવા કામ કરવા પડે છે એનો કડવો અનુભવ તે લઇ ચૂકી ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૧૭
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૭ રસીલી ફરી નિરાશામાં સરી રહી હતી. વેશ્યા બનીને પોતાના અને પિતાનો સહારો બની રહી હતી ત્યારે ભારતીબેન તેને આ કામમાંથી મુક્ત કરી રહ્યા હતા. અને જરૂર ન હોવાનું કહી રહ્યા હતા. રાતોરાત એવું તો શું થઇ ગયું કે મારી જરૂર ના રહી. કેટલાય પુરુષો પોતાની રાતને રંગીન બનાવવા તેની પાસે જ આવતા હતા. ભારતીબેને રસીલીને કારણે તેમના એક નિયમમાં પણ ફેરફાર કર્યો હતો. જેથી રસીલી વધુ કમાઇ શકે. અત્યાર સુધી કોઇપણ છોકરીને એક રાત્રિમાં એક જ ગ્રાહકને સંતોષ આપવાનો રહેતો હતો. પણ રસીલી પ્રત્યેની લાગણી કે પોતાનો સ્વાર્થ જે કહો તે ભારતીબેને ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૧૮
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૮ રસીલીને થયું કે તેનું હીરોઇન બનવાનું સપનું સાકાર થતાં જ ચકનાચૂર થઇ જશે. ભારતીબેન પર મુંબઇથી એક નિર્દેશકનો ફોન આવ્યો હતો અને તેમણે રસીલીને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવી હતી. રસીલીને આ બાબતે શંકા હતી. તેણે ભારતીબેનને ત્યાંથી બહાર નીકળ્યા પછી જ્યારે તેમણે આપેલા ફોન પર વાત કરી ત્યારે સામેથી તેને ઓળખવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. એ ડાયરેકટર પોતાને તો ઠીક ભારતીબેનને પણ ઓળખવાનો ઇન્કાર કરી રહ્યા હતા. ભારતીબેનને ત્યાં તેની સાથે વેશ્યા તરીકે કામ કરતી છોકરીઓનું જ આ કારસ્તાન હોવાનું હવે રસીલીના મનમાં પાકું થઇ રહ્યું હતું. તેને ભારતીબેનને ત્યાંથી કાઢવાની ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૧૯
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૯ રસીલીએ મોકો જોઇને ચોક્કો મારી દીધો હતો. રસીલીને ખ્યાલ આવી કે સાકીર ખાન તેના રૂપ અને શરીર પાછળ પાગલ થઇ ગયો છે. તેણે પહેલો એવો પુરુષ જોયો હતો જેણે એક જ રાતમાં બે રાઉન્ડ લીધા હતા. સાકીર શબાબનો શોખિન હતો એનો અંદાજ આવી ગયો હતો. એને પહેલી વખત પોતાના બાહુપાશમાં લીધો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તેને પોતાના શરીરના પાશમાં નાગચૂડની જેમ ભરડો લઇ દીવાનો બનાવી દેવાનો. રસીલીએ પોતાની રસઝરતી વાતો અને ઘાટીલા શરીરથી તેને થોડી જ વારમાં વશમાં કરી લીધો હતો. રસીલીએ મનોમન તેની મોટી કિંમત વસૂલ કરવાનો મનસૂબો ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૦
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૦ "લાઇમ લાઇટ" સાથે સંકળાયેલા બધા જ માટે આજે કતલની રાત હતી. પ્રકાશચંદ્ર સાથે વધારે રોકાયા નહીં. પ્રકાશચંદ્ર આજે એટલા ચિંતામાં હતા કે રસીલી સાથે રંગીન રાત વીતાવી શકે એવી સ્થિતિમાં ન હતા. જો ફિલ્મ હિટ ના રહી તો જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ થઇ જવાની હતી. છેલ્લા ઘણા મહિનાઓની મહેનતનું આવતીકાલે પરિણામ આવવાનું હતું. આવતીકાલે "લાઇમ લાઇટ" નો પહેલો શો શરૂ થવાનો હતો. રસીલીને કોઇ ચિંતા ન હતી. તે આરામથી મખમલી ગાદલા પર પોતાની ભરાવદાર કાયા ફેલાવીને ઊંઘી જવાની હતી. તેણે પહેલી ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ ઘણી ફિલ્મો મેળવી લીધી હતી. અને ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૧
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૧ "લાઇમ લાઇટ" નો પહેલો શો સવારે ૯ વાગે હતો. પ્રકાશચંદ્ર સવારે કેટલાક મલ્ટિપ્લેક્સ સિંગલ સ્ક્રીન પર નજર નાખી આવ્યા હતા. ક્યાંક થોડા દર્શકો હતા તો ક્યાંક સારી ભીડ જોવા મળી હતી. મોટાભાગના થિયેટરો પર રસીલીના સેક્સી પોઝવાળા જ મુખ્ય પોસ્ટરો હતો. જેમાં રસીલીની આસપાસ ફિલ્મના શુટિંગની લાઇટો હતી. નાના પોસ્ટરો પર હીરો મોન્ટુને સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રકાશચંદ્રએ પહેલી વખત પોતાના નામ કરતાં રસીલીના નામ પર ફિલ્મ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રકાશચંદ્ર વહેલી સવારે નીકળી ગયા પછી કામિની ઊઠી હતી. આજે ઊઠ્યા પછી તેને પતિદેવનું મોં જોવા મળ્યું ન હતું. એ ચા-નાસ્તા સાથે ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૨
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૨ "લાઇમ લાઇટ" ની સફળતાની ચિંતા કરતા પ્રકાશચંદ્રએ સ્થિતિ જાણવા પીઆરનું કામ કરતા સાગર વાત કરી ત્યારે તેણે ફિલ્મને રસીલીને કારણે વાંધો નહીં આવે એવું કહ્યું. પ્રકાશચંદ્રને થયું કે તેમણે આટલી બધી ફિલ્મો આપી હોવા છતાં નવીસવી રસીલીને કારણે ફિલ્મ ચાલશે એનો મતલબ શું? પોતાની આટલી વર્ષોની મહેનત અને નામની કોઇ કિંમત જ નથી? સાગરની વાતથી ઠેસ પામેલા પ્રકાશચંદ્રએ જરા કડક અવાજમાં પૂછ્યું:"સાગર, તારો કહેવાનો મતલબ શું છે? મને કોઇ ઓળખતું જ નથી..? મારા નામ પર ફિલ્મ ચાલવાની નથી?" સાગરને સમજાઇ ગયું કે પ્રકાશચંદ્ર વાસ્તવિક્તા સ્વીકારી શકશે નહીં. એટલે તેણે પ્રકાશચંદ્રને સારું લાગે એવી ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૩
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૩ "લાઇમ લાઇટ" વિશે જ્યાં પણ અહેવાલ કે નાના-મોટા સમાચાર હતા એ પ્રકાશચંદ્ર માટે ઘંટડી જેવા હતા. ટ્રેડ એનાલિસ્ટ તરુણકુમારનો અહેવાલ સાચો માનવામાં આવતો હતો. અને તેમણે જાહેર કરી દીધું હતું કે ફિલ્મ દર્શકોને પસંદ આવી નથી. પ્રકાશચંદ્ર માટે આ વાત મોટા આંચકા સમાન હતી. આ ફિલ્મ માટે તે પોતાનું બધું જ દાવ પર લગાવી ચૂક્યા હતા. "લાઇમ લાઇટ" ફિલ્મની નિષ્ફળતાનો દીવા જેવો સ્પષ્ટ પુરાવો મળી ચૂક્યો હતો. એમને છાતીમાં કંઇક થયું અને એ ઢળી પડ્યા. બીજા રૂમમાં એમની જેમ જ ફિલ્મ વિશે વિચારતી કામિનીને ખબર જ ન હતી કે પ્રકાશચંદ્ર પડી ગયા છે. ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૨૪
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૪ "લાઇમ લાઇટ" ની નિષ્ફળતા સાથે પ્રકાશચંદ્રના જીવનનો અંત આવી ગયો હતો. પોલીસની સાથે એક એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. ડોક્ટરે એક જ ક્ષણમાં પ્રકાશચંદ્રના મોતની પુષ્ટિ કરતા હોય એમ એક સફેદ કપડું મંગાવી તેમની લાશ પર ઓઢાવી દીધું હતું. ડોકટર પોતાની કાર્યવાહી પતાવી પોલીસની રજા લઇ નીકળી ગયા. પોલીસ કોન્સ્ટેબલે ઇન્સ્પેક્ટરને ફોન કરી દીધો હતો. તે પણ દસ મિનિટમાં જ આવી ગયા. જાણીતા ફિલ્મ નિર્દેશકના મોતની ઘટના હોવાથી તેમણે પોલીસ કુમક પણ બોલાવી દીધી હતી. તે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હતા. પણ એ પહેલાં તે કામિની સાથે વાત કરીને માહિતી મેળવી લેવા માગતા ...વધુ વાંચો
લાઇમ લાઇટ ૨૫
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૫ ઇન્સ્પેક્ટરે પ્રકાશચંદ્રના મોબાઇલમાં રસીલીનો નંબર જોઇ કામિનીને તેના વિશે પૂછ્યું ત્યારે તે ચોંકી હતી. કામિનીએ ઇન્સ્પેક્ટરના એ સવાલની પુષ્ટિ કરી કે રસીલી "લાઇમ લાઇટ" ની હીરોઇન જ છે. એ પછી ઇન્સ્પેક્ટર રાણાવતે ધારદાર નજરે કામિની તરફ જોઇને અણિયાળો સવાલ ફેંક્યો:"ક્યાંક પ્રણયત્રિકોણ તો નથી ને? આપણી ફિલ્મોમાં આવે છે એવો!" કામિનીને ઇન્સ્પેક્ટરનો આ સવાલ ગિલોલમાંથી છૂટેલા પત્થર જેવો સખત લાગ્યો. તે સમસમીને બેસી રહી. તેની આંખમાં અત્યાર સુધી આંસુ તગતગતા હતા. હવે તણખા ઝરશે એવું ઇન્સ્પેક્ટરને લાગ્યું. તેણે વાતને સ્પષ્ટ કરી:"તમને ખરાબ લાગ્યું હોય તો માફી ચાહું છું. પણ મારે તપાસ તો બધા જ ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૬
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૬ સોશિયલ મિડિયા પર શ્રધ્ધાંજલિનો પ્રવાહ વહી રહ્યો હતો. તેમના જીવન અને ફિલ્મો લખાઇ રહ્યું હતું. પ્રકાશચંદ્રની આર્ટ ફિલ્મોએ દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું. તેમાં એ વાતનો ખાસ ઉલ્લેખ હતો કે છેલ્લી ફિલ્મ "લાઇમ લાઇટ" વ્યવસાયિક રીતે સફળ થઇ શકી ન હતી પણ ચર્ચા જગાવી ગઇ હતી. અખબારો અને ટીવી ચેનલો પર નિર્દેશક પ્રકાશચંદ્રના જ સમાચાર છવાયેલા હતા. તેમના વિશેની નાની –મોટી સામાન્ય-અસામાન્ય વાતો સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેની સાથે તેમના અપમૃત્યુ અંગે સિને એસોસિએશને ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશન તરફથી સહાય જાહેર કરવામાં આવી હતી. અને તેમણે આર્થિક સમસ્યાને કારણે ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૭
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૭ જૈનીને ધારાની વાત સાંભળી દુ:ખ થવાને બદલે ખુશી થઇ રહી હતી. ધારાનું સાકીરે શોષણ કર્યું હતું અને એ તેના બાળકની મા બનવાની હતી. અને એ વાત ધારાએ પોતાને કરીને મૂર્ખામી કરી હતી. સ્ત્રીસહજ લાગણીથી તેણે દિલની વ્યથા મારી સમક્ષ ઠાલવી દીધી છે. પણ પોતે ધારાની વાતનું રેકોર્ડિંગ કરીને મોટી બાજી મારી હતી. આ રેકોર્ડિંગ સાકીર માટે વિસ્ફોટક સાબિત થઇ શકે એમ હતું. આ પુરાવાને આધારે સાકીર પાસે મનમાની કરીને ફિલ્મ મેળવી શકે એમ હતી. જૈનીને ખબર હતી કે કોઇ પણ ફિલ્મ મેળવવી મુશ્કેલ હોય છે. ધારા તો સ્ટારકિડ હોવા છતાં તેને ફિલ્મના ફાંફા ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૮
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૨૮પ્રકાશચન્દ્રના મૃત્યુ પછી "લાઇમ લાઇટ" ફિલ્મએ સફળતા મેળવી એટલે પોતાનું બધું કામ થઇ ગયું હોવાથી રસીલી પત્ની કામિનીને મળવા માગતી હતી. અને બધા ખુલાસા કરી કેટલીક જવાબદારીઓમાંથી છૂટવા માગતી હતી. ત્યાં સામેથી જ કામિનીનો ફોન આવી ગયો. રસીલીએ મોન્ટુ સાથેનો લોંગ ડ્રાઇવનો કાર્યક્રમ કેન્સલ થયો હોવાથી કામિનીને પોતાના ફ્લેટ ઉપર જ બોલાવી હતી. તે કામિનીની રાહ જોતી બેઠી હતી અને ડોરબેલ વાગી એટલે દરવાજો ખોલવા ગઇ. દરવાજો ખોલ્યા પછી સામે કામિનીને બદલે સાગરને જોઇ તે પહેલાં તો ચમકી ગઇ. પછી નવાઇ પામી તેને આવકાર આપ્યો.રસીલીના ચહેરા પર નવાઇ જોઇ સાગરને ખ્યાલ આવી ગયો કે તેના આવવાની ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૨૯
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૨૯પીઆર તરીકે કામ કરતા સાગર માટે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના લફરાં કે સ્ખલનની વાતો સામાન્ય હતી. નાના-મોટા અનેક કલાકારોની ફિલ્મોના પ્રચારનું કામ કરી ચૂક્યો હતો. રાજકારણીઓ અને ક્રિકેટરો પણ તેની મદદ લેતા હતા. ક્રિકેટરો કોઇ નવી હીરોઇન સાથે પોતાના અફેરની ચર્ચા ચાલુ કરવાનું કામ સાગરને સોંપતા હતા. બીજી તરફ નવી હીરોઇન બનેલી છોકરી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેવા મોકો શોધતી જ રહેતી હોય ત્યારે ક્રિકેટર સાથેના લફરાની વાત તેની ફિલ્મને ફાયદો કરાવી આપતી હતી. એટલે એ તૈયાર થતી જતી. ઘણી વખત માત્ર પ્રચાર માટે અપનાવેલો આ તુક્કો સાચો પડી જતો હતો. બે ક્રિકેટરોએ તો ખોટા અફેરના ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૦
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૦કામિની પોતાની ઝીરો ફિગરની વાત કરતાં રસીલી સામે રડી પડી. ઝીરો ફિગર બનાવવામાં તેનું શરીર પાતળું ગયું અને તેની કેવી સજા ભોગવી એ વાત કરતી વખતે તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા."કામિનીબેન, હું તમારી વ્યથા સમજી શકું છું. તમે મારી પાસે મદદ માગી અને મેં તમારી થાય એટલી મારી મર્યાદામાં રહીને મદદ કરી એ માટે તમારે આભાર માનવાનો ના હોય. દુ:ખ તો એ વાતનું છે કે મારી અને તમારી બંનેની મહેનત ફળી નહીં. પ્રકાશચંદ્ર આ દુનિયા છોડીને જતા રહ્યા. તમારી વિનંતીથી મેં પ્રકાશચંદ્ર સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. મેં તમને કોઇ સવાલ કર્યો ન તો. અને ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૧
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૧શાંત પડેલી આગની રાખમાં પડેલી નાનકડી ચિનગારીથી અચાનક મોટો ભડકો ઊઠે એમ કામિનીની આંખમાંથી અંગારા ઝરવા હતા. પ્રકાશચંદ્ર સામેનો ગુસ્સો એકદમ ફૂટી નીકળ્યો હોય એમ કામિનીએ પ્રકાશચંદ્રના મોતને યોગ્ય માન્યું હતું. પ્રકાશચંદ્રએ આત્મહત્યા કરી લીધી એ પગલાને કામિની યોગ્ય માની રહી હતી એ જાણી રસીલીને નવાઇ લાગી. તેણે તો પ્રકાશચંદ્રના મોત માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને તેમના પગલાને યોગ્ય માન્યું ન હતું. રસીલીને પ્રકાશચંદ્ર પ્રત્યે કોઇ વિશેષ પ્રેમ કે લાગણી ન હતી. તેણે તો સહજતાથી આ વાત કહી હતી. પણ કામિનીના મનમાં કોઇ બીજી જ વાત ચાલતી હતી. તેણે "પ્રકાશચંદ્ર આવા જ મોતને લાયક હતો" ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૨
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૨રસીલીના ઘરેથી નીકળ્યા પછી કામિનીએ નક્કી જ રાખ્યું હતું કે પોતાના ઘરે જવાને બદલે ફાઇનાન્સર રાજીવ ઘરે જશે. તેણે પોતાના પહોંચવાની જાણ કરતો મેસેજ અગાઉથી જ રાજીવને કરી દીધો હતો. ઘણા દિવસોથી રાજીવ સાથે રૂબરૂ મુલાકાત થઇ શકી ન હતી. કામિની રસીલીના ફ્લેટના વિસ્તારમાં પહેલી વખત આવી હતી. ત્યાંથી રાજીવના ઘરનો રસ્તો તેને ખ્યાલ આવે એવો ન હતો. એટલે કારમાં બેસી રાજીવના ઘરનું લોકેશન મૂકી તેની બિલ્ડિંગ પાસે પહોંચી ગઇ. રાજીવનું રહેવાનું આ સાચું ઘર ન હતું. તેણે રોકાણ માટે લઇ રાખેલો ફ્લેટ હતો. જે ખાલી જ રહેતો હતો. રાજીવે કામિની સાથે મુલાકાત કરવા આ ફ્લેટનો ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૩
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૩રસીલીના શબ્દો આખા રૂમમાં કામિનીને પડઘાતા લાગ્યા. પ્રકાશચંદ્રની હત્યા થઇ છે એ કહેવા રસીલી ખાસ આવી એ કામિનીને સમજાઇ ગયું. કામિનીને આશંકા હતી જ કે કોઇ મોટો ધડાકો કરવા રસીલી આવવાની છે. રસીલીએ કોઇ ઔપચારિક વાત કર્યા વગર સીધી જ પ્રકાશચંદ્રની હત્યાની વાત કરી એ જાણી કામિનીને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા. તેનું માથું ભમવા લાગ્યું. રસીલી નિર્લેપ થઇને પ્રકાશચંદ્રની હત્યા થઇ હોવાની વાત ઉચ્ચારી ગઇ હતી. કામિની એ નક્કી કરી ન શકી કે રસીલી હત્યાની શક્યતા વ્યક્ત કરી રહી છે કે ખરેખર તેની પાસે કોઇ પુરાવા છે? કામિનીએ તેના પર એકસાથે અનેક સવાલનો મારો કર્યો ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૪
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૪ રસીલીએ પ્રકાશચંદ્રની પોતે કરેલી હત્યાને સામાન્ય બાબત તરીકે લીધી હતી એ વાતનો કામિનીને અંદાજ આવ્યો પણ રસીલી મને હત્યારી સાબિત કરીને પોતાનો કોઇ સ્વાર્થ સિધ્ધ કરવા માગતી નથી ને? એવો વિચાર કામિનીના મનમસ્તકમાં ટકોરા મારી રહ્યો હતો. રસીલીએ મારી પાછળ જાસૂસી કરાવીને ઘણી બધી માહિતી તો મેળવી જ લીધી છે. મેં પ્રકાશચંદ્રની હત્યા કરી એનો એકરાર કરી લીધા પછી તેના ચહેરા પર સામાન્ય ભાવ જ હતા. તે મારા મોંએ હત્યાની વાત ઓકાવવામાં સફળ થઇ છે. મેં એના પ્રત્યેની લાગણી અને એણે કરેલા અહેસાનને યાદ કરીને આટલું મોટું રહસ્ય તેની સામે છતું કરી દીધું છે. તેના પર ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૫
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૫ પોલીસ ઇન્સ્પેકટરે કામિનીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું એ જાણી રસીલીના દિલમાં પણ ફડકો હતો. પોતે એકમાત્ર આ કેસની જાણકાર હતી. કામિનીએ તેના જ પતિ પ્રકાશચંદ્રની હત્યા કરી એમાં પોતાનું અદ્રશ્ય સમર્થન હતું. એ વાતને તેણે છુપાવી હતી. પોલીસને ક્યાંક કોઇ બાબતે શંકા ઊભી થશે તો પોતે પણ ભોગવવું પડશે એ સમજતી હતી. પણ અત્યારે પોતે હિંમત હારવા માગતી ન હતી. અને આપત્તિમાં આવેલી પોતાના જેવી બીજી સ્ત્રીને મદદ કરવાનો પોતાનો ધર્મ હતો. આખી દુનિયામાં કોઇ એવું ન હતું જે તેમની મદદ કરી શકે. તેમણે પોતાની સમસ્યાને પોતે જ સુલઝાવવાની હતી. તે કામિનીને મજબૂત બનાવવા પ્રયત્ન ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૬
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૬પોલીસ ઇન્સ્પેકટર રાણાવતનો સવાલ સાંભળી કામિનીને હવે તેનાથી ડર લાગવાને બદલે શંકા ઊભી થવા લાગી. શું બ્લેકમેલ કરી રહ્યો છે? તેણે પોતે સ્વીકારી લીધું હતું કે પ્રકાશચંદ્રની આત્મહત્યા માટે હવે કોઇ શંકા નથી અને હવે ફરી ફરીને એ જ સવાલ ઉઠાવી રહ્યો છે કે પ્રકાશચંદ્રએ આત્મહત્યા જ કરી હતી? શું તેને પોતાની પાસેથી પૈસાની અપેક્ષા છે? કામિની હવે તેની સાથે સારી રીતે વાત કરવાના મૂડમાં ન હતી. તેના ચહેરાના બદલાઇ રહેલા હાવભાવથી રાણાવત ચમક્યો અને પોતાની વાતને વાળી લેતો હોય એમ બોલ્યો:"મેડમ, મારા કહેવાનો મતલબ એ છે કે જો પ્રકાશચંદ્રની આત્મહત્યા પાછળ કોઇ કારણ કે વ્યક્તિ ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૭
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૭રસીલીને ખબર ન હતી કે ફિલ્મ સાઇન કરવા આવેલો સુજીતકુમાર કોણ નીકળવાનો છે? તેણે મદારીની સાપવાળી હાથ નાખી દીધો હતો. એક ભોજપુરી નિર્માતાની ભલામણથી સુજીતકુમારને બોલાવ્યો હતો. અને તેણે રસીલીની સામે જે રહસ્યોદ્ઘાટન કર્યું હતું એ ચોંકાવનારું અને આંચકો આપનારું હતું. સુજીતકુમારે તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની વાત કરી ત્યારે રસીલીનું મગજ છટક્યું હતું. અત્યારે તે ફિલ્મોમાં મુખ્ય હીરોઇન તરીકે અને મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી હતી ત્યારે આ માણસ સી ગ્રેડની નહીં અને છેક પોર્ન ફિલ્મની ઓફર લઇને આવ્યો હતો. તેની હિંમત દાદ માગી લે એવી હતી. પોર્ન ફિલ્મ કરતી સ્ત્રીને હીરોઇન તરીકે ઓફર ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૮
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૮ સુજીતકુમારને ત્યાં રસીલીએ માની દશા જોઇ ત્યારે ચોધાર આંસુએ રડી પડી. રસીલીએ જોયું કે મા એક વ્હીલચેરમાં દયનીય સ્થિતિમાં બેઠી છે. તેને અપંગ જોઇને રસીલીનું દિલ રડી ઊઠ્યું. તે માના પગમાં બેસી ગઇ. માએ ગાઉન પહેરેલો હતો. એ જ્યારે પગ પાસે અડકી ત્યારે તે ચમકી ગઇ. આ શું? માના પગ જ નથી? સુનિતાને થાપા પછીના બંને પગ ન હતા."મા, તારી આવી દશા? કેવી રીતે? કોણે કરી?""બેટા, બધો કુદરતનો ખેલ છે....મારી વાત છોડ, તું કેમ છે? જાણ્યું છે કે તું મોટી હીરોઇન બની ગઇ છે. ચાલ, તને જીવનમાં આખરે સુખ, સમૃધ્ધિ અને પ્રસિધ્ધિ મળ્યાં ખરાં!""મા, મારી વાત ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૩૯
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૯ સાકીર ખાન જેવા સુપર સ્ટારે એવો તો કયો ગુનો કર્યો હશે કે તેની ધરપકડ થઇ એવો પ્રશ્ન તેના ચાહકોના મનમાં ઊભો થયો. મિડિયાએ શરૂઆતમાં સાકીરની ધરપકડનું કોઇ કારણ જણાવ્યું ન હતું. જેવી એ વાતની પુષ્ટિ થઇ કે પોલીસે સાકીરની ધરપકડ કરી છે કે તરત જ બ્રેકિંગ ન્યુઝ આપી દીધા કે, ''સાકીર ખાનની પોલીસે ધરપકડ કરી.'' આ અગાઉ પણ સાકીર સામે કેસ થયા હતા. પણ એવા કોઇ ગંભીર ગુના ન હતા કે તાત્કાલિક ધરપકડ થાય. અગાઉ ફિલ્મના પાત્ર દ્વારા ધાર્મિક ભાવના દુભાવવાના અને કોઇ બાબતે વિવાદાસ્પદ બયાન આપવા બદલ તેના પર કેસ થયા હતા. જે ઘણા વર્ષોથી ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૦
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૦સાકીર ખાનની ધરપકડ પછી જો કોઇ સૌથી વધારે ખુશ હતું તો એ અજ્ઞયકુમાર હતો. સાકીરે તેની બહુ વખત પંગો લીધો હતો. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સાકીરે જ પછાડી હતી. સાકીરે અજ્ઞયકુમારની હીરોઇનો સાથે ફિલ્મો કરીને તેની ફિલ્મ સાથે જ કે એક સપ્તાહ આગળ-પાછળ રજૂ કરાવીને અનેક વખત ઝાટકા આપ્યા હતા. અજ્ઞયકુમાર સ્વભાવનો સીધોસાદો માણસ હતો. તેને ફિલ્મોમાં રાજકારણ રમવાનો શોખ ન હતો. તેને રાજકારણમાંથી પણ ઓફર આવતી હતી. ગઇ ચૂંટણીમાં તો તેને ટિકિટ લેવા માટે દબાણ થયું હતું. તેના વતનમાં કોઇ યોગ્ય ઉમેદવાર ન હોવાથી તેને જબરદસ્તી ઊભો રાખવા ચારેબાજુથી ભલામણ થઇ હતી. કેમકે તેની ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૧
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૧ રસીલી સુજીતકુમારને ત્યાં પોર્ન ફિલ્મના રીહર્સલ માટે પહોંચી હતી. તે બેડરૂમમાં ડબલબેડ પાસે પહોંચી ત્યારે કે સાથી તરીકે સામે આવેલા યુવાનને જોઇ તેની આંખો પહોળી થઇ ગઇ. સામે ઊભેલો યુવાન પણ રસીલીને પોતાની સાથી હીરોઇન તરીકે જોઇને નવાઇ પામ્યો હતો. અને બંને આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા:"તું.... અહીં.....?"રસીલીને કલ્પના ન હતી કે તેની પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' માં તેના હીરો તરીકે કામ કરનાર મોન્ટુ તેની પહેલી ગણાતી પોર્ન ફિલ્મનો પણ હીરો હશે. આ તરફ મોન્ટુ રસીલીને જોઇ નવાઇ પામ્યો હતો અને પોતાને તેની સામે પોર્ન ફિલ્મ કરવા માટે શરમનો અનુભવ કરી રહ્યો હતો. રસીલી જેવી ટોપના હીરો ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૨
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૨ રસીલીએ પોલીસ સાથેની મિલીભગતથી સુજીતકુમારને પકડાવી દીધો હતો. તેને હતી કે તે પોતાની માનો પતિ છે. પણ તે ખોટું કામ કરી રહ્યો હતો. અને પોતાની પાસે ખોટું કામ કરાવી રહ્યો હતો. પોર્ન ફિલ્મમાં કામ કરવા તે એટલે જ રાજી થઇ હતી કે તેનો ખોટો ધંધો બંધ કરાવી શકે. રસીલીને શંકા હતી જ કે જે રીતે તેને બ્લેકમેલ કરીને પોર્ન ફિલ્મ કરવા મજબૂર કરી રહ્યો છે એ રીતે માને પણ તેણે કોઇ રીતે પોતાના વશમાં રાખી હશે. સુજીતકુમારને પોલીસ લઇ ગઇ પછી મા સુનિતાએ તેની કથની કહેવાની શરૂઆત કરી. "બેટા, તારી માએ ઘણાં દુ:ખ સહન કર્યા ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૩
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૩રસીલી સાકીરને મળીને તેની હિતેચ્છુ સાબિત થવા માગતી હતી. તેને ખબર હતી કે પોલીસે સાકીર સાથે મુલાકાત કરવા દીધી નથી. તેની પત્ની સાથે પણ નહીં. પોતાને જોઇને સાકીર ખુશ થઇ જશે. પોતે એની સૈયાસંગિની જ નહીં હૈયાસંગિની પણ છે એવું પ્રતિત કરાવી તેની ધરપકડમાં પોતાનો હાથ હોય શકે એવું વિચારવાનો મોકો આપશે નહીં એવા હેતુથી ગઇ હતી. રસીલીએ મુશ્કેલીથી પોલીસ પાસેથી મુલાકાત માટે સમય મેળવ્યો હતો. હવે જ્યારે સાકીરે તેની ડ્રગ્સના આરોપમાં થયેલી ધરપકડ માટે પોતાને જ આરોપીના કઠેડામાં મૂકી દીધી છે એ સાંભળી એક ક્ષણ તો એને ચક્કર જેવા આવી ગયા. પણ એ ક્ષણને રસીલીએ ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૪
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૪મોન્ટુનો રૂબરૂ મળવા માટેનો આગ્રહ અને ઉતાવળ જોઇ રસીલીએ તેને રાત્રે જ પોતાના ઘરે બોલાવી લીધો. ફિલ્મનું શુટિંગ વહેલું હતું અને આખો દિવસ તેને સમય મળવાનો ન હતો. તે મોન્ટુની રાહ જોતી મોબાઇલમાં ફિલ્મી સમાચારો પર નજર નાખવા લાગી. એક-બે જગ્યાએ સાકીર ખાનના સમાચાર હજુ આવતા હતા. તેના કેસ અને તેની અટકી ગયેલી ફિલ્મો વિશે લખવામાં આવી રહ્યું હતું. સાકીર ખાનનો અભિનયની દુનિયામાં એક સમયે ડંકો વાગતો હતો. તેના પર યુવાન થતી દરેક છોકરી ફિદા થતી હતી. સોશિયલ મિડિયા પર તેની મહિલા ફેન્સની સંખ્યા મોટી હતી. બધી જ જાણે પૂછી રહી હતી:"સાકીરજી, યે ક્યા કર દિયા? ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૫
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૫રીંકલ મા નતાશાની મદદ લઇ અજ્ઞયકુમારને સાચા રસ્તે વાળવા માગતી હતી. અજ્ઞયકુમાર પોતાના દિલમાં પોતાના ઘરમાં ફરે એવું ઇચ્છતી હતી. રીંકલને એમ હતું કે મા નતાશા વાત કરશે તો અજ્ઞયકુમાર ટાળી શકશે નહીં. તે માનું માનીને છૂટાછેડા આપવાનો વિચાર પડતો મૂકશે. પણ મા તેને અજ્ઞયકુમારને પડતો મૂકવાની સલાહ આપી રહી હતી. રીંકલે અજ્ઞયકુમાર તેનાથી દૂરી બનાવી રહ્યો છે અને છૂટાછેડા આપવાની વાત કરી રહ્યો છે તેનાથી નતાશાને અવગત કરી ત્યારે માએ તેને જે સલાહ આપી એનાથી એ નવાઇ પામી. નતાશાએ તેને બીજા પુરુષ સાથે અફેર શરૂ કરવાની સલાહ આપી. માની વાત સાંભળી રીંકલને ગુસ્સો આવ્યો અને ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૬
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૬રસીલી ઉપર ડીએસપી દેવરેનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તમારો પીછો કોણ કરતું હતું એનો લાગી ગયો છે ત્યારે રસીલી ચોંકી ગઇ. તેને કલ્પના ન હતી કે સાકીર ખાનને તેના પર અવિશ્વાસ ઉભો થયો હતો. તેની સાથેની મુલાકાતમાં તેને પકડાવવા માટે રસીલી પર શંકા વ્યક્ત કરીને તેણે વાત મજાકમાં કરી ન હતી. તેણે પોતાના કોઇ અંગત માણસને કહીને પીછો કરાવવાનું શરૂ કરી દીધું હતું. ડીએસપી દેવરેએ માહિતી આપી કે સાકીરનો એડવોકેટ તેનો પીછો કરાવી રહ્યો હતો. પોલીસે રસીલીનો પીછો કરતા એક માણસને ઘણી વખત એડવોકેટની ઓફિસમાં જતા જોયો હતો. પણ પોલીસે તેના માણસને હુલ આપી ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૭
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૭સાકીર ખાનને ફસાવવામાં રસીલીએ મોટી ભૂમિકા ભજવી હતી. સાકીરની દરેક અપડેટ પર તેની નજર રહેતી હતી. તેના કારણે જ સાકીરના કેસમાં કેટલીક અપડેટ આવી રહી હતી. સાકીર ખાનને ડ્રગ્સના કારોબારમાં પોલીસના હાથે પકડાવ્યા પછી તે જલદી છૂટી ના શકે એ માટે રસીલી ચક્કર ચલાવ્યા કરતી હતી. પોલીસને સાકીરના રૂપમાં મોટી સફળતા મળી હોવાથી તે રસીલીની આભારી હતી. અને આ કેસમાં તે રસીલી ઉપર જ વધારે આધારિત હતી. એટલે જ રસીલીનો પીછો કરતા સાકીરના વકીલના માણસને પોલીસે તરત જ દબોચી લીધો હતો. રસીલીની મદદથી સાકીર વિરુધ્ધનો કેસ મજબૂત બની રહ્યો હતો. પોલીસ પાસે સાક્ષીઓ વધી રહ્યા હતા. ...વધુ વાંચો
લાઇમ લાઇટ - ૪૮ (અંતિમ)
લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૮ (અંતિમ)રીંકલ પોતાના બંગલાના હોલના કાચના દરવાજા પાસે પહોંચી અને પારદર્શક કાચમાંથી જોયું તો પતિ અજ્ઞયકુમાર તેનો ચહેરો જોઇ તે ગુસ્સા અને આશ્ચર્ય સાથે બોલી હતી:"તું...." પણ એ અવાજ કાચની બીજી બાજુ દયામણા ચહેરે ઊભેલા અજ્ઞયકુમાર સુધી પહોંચ્યો ન હતો. અજ્ઞયકુમાર રીંકલના ચહેરાના હાવભાવ જોઇને સમજી ગયો હતો કે તે પોતાને જોઇને બહુ ગુસ્સામાં છે. અજ્ઞયકુમારે તેને દરવાજો ખોલવા ઇશારો કર્યો. રીંકલને તેના પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તે અજ્ઞયકુમાર સાથે બોલવા માગતી ન હતી. અને તેનો ચહેરો જોવા માગતી ના હોય એમ પીઠ ફેરવીને ઊભી રહી ગઇ. અજ્ઞયકુમાર પોતાની સાથે આવો ખરાબ વ્યવહાર કરશે ...વધુ વાંચો