લાઇમ લાઇટ - ૨૭ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઇમ લાઇટ - ૨૭

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૭

જૈનીને ધારાની વાત સાંભળી દુ:ખ થવાને બદલે ખુશી થઇ રહી હતી. ધારાનું સાકીરે જાતીય શોષણ કર્યું હતું અને એ તેના બાળકની મા બનવાની હતી. અને એ વાત ધારાએ પોતાને કરીને મૂર્ખામી કરી હતી. સ્ત્રીસહજ લાગણીથી તેણે દિલની વ્યથા મારી સમક્ષ ઠાલવી દીધી છે. પણ પોતે ધારાની વાતનું રેકોર્ડિંગ કરીને મોટી બાજી મારી હતી. આ રેકોર્ડિંગ સાકીર માટે વિસ્ફોટક સાબિત થઇ શકે એમ હતું. આ પુરાવાને આધારે સાકીર પાસે મનમાની કરીને ફિલ્મ મેળવી શકે એમ હતી. જૈનીને ખબર હતી કે કોઇ પણ ફિલ્મ મેળવવી મુશ્કેલ હોય છે. ધારા તો સ્ટારકિડ હોવા છતાં તેને ફિલ્મના ફાંફા પડી રહ્યા છે અને સાકીર તેનું જાતીય શોષણ કરી રહ્યો છે છતાં ચૂપ બેઠી છે. તો મારા જેવી આઉટસાઇડરની તો અહીં વિસાત જ શું છે. ઘણી હીરોઇનોએ ટોપ પર પહોંચવા જ નહીં ટકી રહેવા સંઘર્ષ કરવો પડે છે. સમાધાન કરવા પડે છે. બહુ ઓછી હીરોઇનો પોતાની શરતોએ કામ કરી શકે છે. પોતે જ પહેલી ફિલ્મ મેળવવા કેટલા બધા નિર્માતા અને ફાઇનાન્સરોની ઓફિસોના ચક્કર કાપ્યા હતા. કેટલાના બિસ્તર ગરમ કર્યા હતા? કેવા સમાધાન કર્યા હતા? મિડિયામાં સાચા-ખોટા સમાચારો ઉછાળ્યા હતા? કેમકે અહીં કશું જ સરળતાથી મળતું નથી. કોઇને કોઇ કિંમત ચૂકવવી પડે છે. હવે હાથમાં અનાયાસ જ સારી તક આવી ગઇ છે. ધારાએ ભોળપણમાં વાત કરી દીધી છે. હવે સાકીરને બ્લેક્મેલ કરીને એક ફિલ્મ કે પછી મોટી રકમ મેળવી શકાય એમ છે. આ કામ કેવી રીતે પાર પાડવું એ જૈની વિચારવા લાગી. તેને થયું કે મિડિયામાં પણ નામ આપ્યા વગર આ ખબર ઉછાળી શકાય કે જાણીતી સ્ટારકિડ એક સ્ટારના સંતાનને પોતાના ઉદરમાં ઉછેરી રહી છે. ધારાના કુંવારી માતા બનવાના સમાચાર સનસનાટી મચાવી શકે છે. જેથી ધારાની બદનામી થાય અને પોતાની એક હરિફ ઓછી થાય. ત્યારે એને ખબર ન હતી કે ધારા તેની બધી બાજી ઊંધી પાડી દેવાની છે.

*

"લાઇમ લાઇટ" ની નિષ્ફળતાથી પ્રકાશચંદ્ર બરબાદ થઇ રહ્યા હતા એટલે આત્મહત્યા કરી હતી પણ તેમના મોત પછી આ ફિલ્મ સાથે સંકળાયેલા બધા જ આબાદ થઇ ગયા હતા. વિતરકોને સારી કમાણી થઇ હતી તો ફાઇનાન્સરોને તેમનો નફો મળી ગયો હતો. કલાકારોની સારી નોંધ લેવામાં આવી રહી હતી. એ કારણે તેમને ફિલ્મો ઓફર થઇ રહી હતી. પ્રકાશચંદ્રના મૃત્યુ પછી "લાઇમ લાઇટ"ને વધુ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ ફરી કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહેતી હતી. રસીલી અને મોન્ટુના અફેરની વાતો ગોસિપ કોલમોમાં ચગાવવામાં આવી હતી. બંને એક હોટલમાં હાથમાં હાથ નાખીને ગયા અને સાથે ભોજનનો આનંદ માણ્યો એ વાત લગભગ બધા જ નાના-મોટા અખબારોએ મીઠું-મરચું નાખીને રજૂ કરી હતી. તેમને તો સારો મસાલો મળી ગયો હતો. ફિલ્મમાં બંનેએ આપેલા ચુંબન અને અર્ધનગ્ન અંતરંગ દ્રશ્યોના ફોટા મૂકીને આ વાતને વધારે ચટાકા સાથે વાચકોને પીરસવામાં આવી રહી હતી. ફિલ્મી દુનિયામાં બીજા અફેર હમણાં ઠંડા પડી ગયા હતા. રસીલી-મોન્ટુનું અફેર હોટકેકની જેમ વેચાઇ રહ્યું હતું.

આ બધી ખબરોથી "લાઇમ લાઇટ" નો નવો અને નાદાન મોન્ટુ ચિંતામાં પડી ગયો હતો. ત્યાં રસીલીનો ફોન આવ્યો:"હાય મોન્ટુ! ગુડ ઇવનિંગ! શું કરે છે આજે રાત્રે?"

મોન્ટુ તો રસીલીની વાતથી હેબતાઇ ગયો હોય એમ બોલ્યો:"જી... આજે તો... પણ શું કામ હતું?"

"અરે! તું કંઇ ગભરાયેલો લાગે છે..."

"જી નહીં...."

"તો પછી ચાલને આજે કારમાં લોંગ ડ્રાઇવ પર જઇએ. મારે બે દિવસ કોઇ શુટિંગ શિડ્યુલ નથી..."

"ના-ના. હવે હું જાહેરમાં તમારી સાથે નહીં આવી શકું. તમારી સાથે જમવા આવવામાં હું તકલીફમાં મૂકાઇ ગયો છું..."

"અરે ! હું તો સેક્સ ડ્રાઇવની વાત કરતી હોઉં એમ તું તો ના પાડે છે! લોંગ ડ્રાઇવમાં શું વાંધો છે?"

"અં....તમે તો બહુ બોલ્ડ છો! અરે આપણા અફેરની વાતો ચગી છે. અને ફિલ્મોના દ્રશ્યોના સીનના પોઝ મિડિયામાં આવી રહ્યા છે. મારા પરિવારવાળા તો પૂછી રહ્યા છે કે આ બધું શું છે? મેં કહ્યું કે અમે તો ખાલી જમવા ગયા હતા. મિડિયાએ તેને અફેર તરીકે ચગાવી દીધું. અમારી વચ્ચે કંઇ નથી..."

"મોન્ટુ, તું તો ડરી ગયો છે. આટલી અમથી વાતથી ગભરાતો રહીશ તો આગળ ફિલ્મોમાં કેવી રીતે કામ કરીશ...."

"જો હું સીધો અને સરળ માણસ છું. મને આવી વાતો ઉડે એ ગમતું નથી. પ્લીઝ હવે તમે હમણાં ન મળતાં મને..."

"મતલબ કે આપણે સાથે ફિલ્મ મેળવીએ તો પણ મળવાનું નહીં?"

"ત્યારની વાત ત્યારે, ચાલો પછી વાત કરીશું..."

મોન્ટુએ ફોન કાપી નાખ્યો એ જોઇ રસીલી હસી પડી. "લાઇમ લાઇટ" સતત ચર્ચામાં રહેતી હતી એટલે તે ખુશ હતી. ફિલ્મએ સારી એવી કમાણી કરી લીધી હતી. હવે કામિનીને કોઇ ચિંતા નહી રહે એ વાતે પણ તે ખુશ હતી. પ્રકાશચંદ્રના મૃત્યુની તમામ વિધિઓ પૂર્ણ થઇ ગઇ હતી. રસીલીને થયું કે હવે કામિની સાથે શાંતિથી બેસીને બધી વાત કરી લેવી જોઇએ. તે વિચારતી હતી અને કામિનીનો જ ફોન આવ્યો:"રસીલી, શું કરે છે?"

"હું તમારો જ વિચાર કરતી હતી..." રસીલીએ સાચું જ કહ્યું.

"સારી વાત છે. તું ઘરે હોય તો મારે નિરાંતે તને મળવું છે..." રસીલીના મનની વાતનો પડઘો પાડતી હોય એમ કામિની બોલી.

"જરૂર, તમે અત્યારે જ આવી જાવ. હું ફ્રી જ છું..." મોન્ટુ સાથેની લોંગ ડ્રાઇવનો કાર્યક્રમ બંધ રહ્યો એટલે રસીલી નવરી જ બેઠી હતી. કામિની સાથે બધી વાત થઇ જાય તો એ પોતાની આગળની જિંદગીમાં કેવી રીતે આગળ વધવું એનું આયોજન કરી શકે એમ હતી. સાકીરનો ફોન આવી ગયો હતો. તેણે એક આલિશાન ફ્લેટ ખરીદી લીધો હતો. રસીલીએ હવે એક-બે દિવસમાં ત્યાં જવાની તૈયારી કરવાની હતી. આ ભાડાનો ફ્લેટ હવે મૂળ માલિકને સોંપી દેવાનો હતો. કામિની આવે એટલે તેની સાથે કેટલીક વાત કરી લેવાની હતી. રસીલી બધામાંથી મુક્ત થઇ રહી હતી. પતિ સાથે છૂટાછેડા અપેક્ષા કરતાં જલદી મળી ગયા હતા. પિતા પોતાની રીતે જિંદગી જીવી રહયા હતા. હવે તે પોતાની અભિનય કારકિર્દી પર ધ્યાન આપવા માગતી હતી. "લાઇમ લાઇટ" સફળ થયા પછી તેનો ભાવ વધી ગયો હતો. તેને એક નિર્દેશકે સાઇન કરી ત્યારે તેણે વધારે ફી માગી હતી. એ આપવાની તૈયારી સાથે તેણે રસીલીને તાકીદ કરી હતી કે ભાવ વધારી દીધો છે એનો વાંધો નથી પણ શરીરનું વજન ના વધારતી. આ ફિગરને કારણે જ તારા ચાહકો તારી ફિલ્મ જોવા આવે છે. રસીલીએ પણ નક્કી કર્યું હતું કે તે નવા ફ્લેટમાં નાનું જીમ ઊભું કરી એક ટ્રેનર રોકીને ફિટનેસ પર ધ્યાન આપશે. શરીર પર થોડી પણ ચરબી વધશે તો બેડોળ લાગશે. ફિટનેસ જાળવી રાખવી પડશે. રસીલી આદમકદ અરીસા સામે ઊભી રહી ગોળ ફરીને પોતાનું આખું શરીર જોવા લાગી. પાતળા રેશમી પારદર્શક ગાઉનમાં તેના ગોરા શરીરના આગળ-પાછળના બધા જ ઉભાર સ્પષ્ટ દેખાતા હતા. તેણે પોતાની સેક્સી કમર પર બંને હાથ મૂક્યા. આ એ જ શરીર છે જેની પાછળ પ્રકાશચંદ્ર દિવાના થયા હતા. પણ મારા અને એમના નસીબમાં લાંબો સાથ ન હતો. હવે કામિની સાથે છેલ્લી વાતો કરી લઉં એટલે છૂટી. એમ વિચારતી રસીલીએ ડોરબેલનો અવાજ સાંભળ્યો. તેને ખ્યાલ આવી ગયો કે કામિની આવી ગઇ હશે.

રસીલીએ દરવાજો ખોલ્યો અને અને કામિનીને બદલે બીજા કોઇને જોઇ ચમકીને બોલી:"તું? અહીં?"

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૪૩૦૦૦ થી વધુ વ્યુઝ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં રસીલી અને કામિની એકબીજાને કેમ મળવા માગે છે? કામિનીની રાહ જોતી રસીલીને ત્યાં કોણ આવી ચઢ્યું હતું? એ ઉપરાંત રસીલીએ તેના મોન્ટુ સાથેના અફેરની વેબ લિન્ક કોને અને કેમ મોકલી હશે? ઇન્સ્પેક્ટરની મુલાકાત પહેલાં કામિનીએ છેલ્લે કોને ફોન કર્યો હશે? ઇન્સ્પેક્ટરના ગયા પછી રસીલીએ કોને ફોન કર્યો હશે? આ ઉપરાંત ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જૈનીને ધારા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ કેમ કર્યું હશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના બાકી જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તે તમને એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧૨૭૫૦૦ થી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૬૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની સાથે આ વ્યવસાયમાં સપડાયેલી કોલેજની બીજી વિદ્યાર્થીની રચના અને બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે. અને ૨૩૦૦ ડાઉનલોડ સાથે તેને ૫૦૦ થી વધુ સરેરાશ ૫ રેટીંગ્સ મળ્યા છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

૮ પ્રકરણની લોકપ્રિય લઘુનવલ "આંધળો પ્રેમ" (૬૪૦૦ ડાઉનલોડ) તમને જકડી રાખશે.

મિત્રો, મારી કુલ ૧૩૦ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૬૮ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૭૭ લાખને પાર કરી ગયો છે એ માટે આપ સૌનો ખાસ આભાર!