અજીબ કહાની પ્રિયાની....

(1k)
  • 123.6k
  • 31
  • 60.5k

"પ્રિયાબેન....., પ્રિયાબેન....., ઉઠો હવે. કોલેજ જવાનું છે." "થોડીવાર સૂવા દો ને ભાભી પ્લીઝ." "મોડું નહિ થાય તમને." "ના....., હું ફટાફટ તૈયાર થઈ જઈશ." "ઠીક છે, તમે ઉઠીને આવો બહાર. હું તમારાં માટે બ્રેકફાસ્ટ રેડી રાખું છું." "ઓ. કે. ભાભી." નણંદ ભાભી વચ્ચેની આ લગભગ રોજ ચાલતી મગજમારી હતી. "માયા...., મારી ચા ક્યાં છે?" પ્રિયાનાં મોટાં ભાઈ એટલે કે માયાનાં પતિદેવ કમલેશ ડાઈનિંગ ટેબલ પર આવી પૂછી રહ્યાં હતાં. "એ..... હા....લાવું... હમણાં." માયાએ ચા, થેપલા, બ્રેડ, બટર ને થોડાં સૂકા નાશ્તા સાથે ટેબલ સજાવી દીધું.

Full Novel

1

અજીબ કહાની પ્રિયાની.... - 1

"પ્રિયાબેન....., પ્રિયાબેન....., ઉઠો હવે. કોલેજ જવાનું છે.""થોડીવાર સૂવા દો ને ભાભી પ્લીઝ.""મોડું નહિ થાય તમને.""ના....., હું ફટાફટ તૈયાર થઈ છે, તમે ઉઠીને આવો બહાર. હું તમારાં માટે બ્રેકફાસ્ટ રેડી રાખું છું.""ઓ. કે. ભાભી."નણંદ ભાભી વચ્ચેની આ લગભગ રોજ ચાલતી મગજમારી હતી. "માયા...., મારી ચા ક્યાં છે?" પ્રિયાનાં મોટાં ભાઈ એટલે કે માયાનાં પતિદેવ કમલેશ ડાઈનિંગ ટેબલ પર આવી પૂછી રહ્યાં હતાં."એ..... હા....લાવું... હમણાં."માયાએ ચા, થેપલા, બ્રેડ, બટર ને થોડાં સૂકા નાશ્તા સાથે ટેબલ સજાવી દીધું. "પ્રિયા ઉઠી નથી હજી?""ઉઠી જશે હમણાં." કમલેશને હાથમાં ચાનો કપ આપતાં માયાએ કહ્યું,"ગુડ મોર્નિંગ, મોટાભાઈ.""ગુડ મોર્નિંગ."પ્રિયાએ કમલેશની બાજુની ખુરશીમાં બેસી ગઈ. ચામાં બ્રેડ - બટર બોળી-બોળી ...વધુ વાંચો

2

અજીબ કહાની પ્રિયાની.... - 2

માયાએ લેડીઝ લોકો સામે જોયું ને પછી બોલી,"તમે આરામથી બેસી વાતો કરો, હું તમારાં બધાં માટે ઝટપટ રસોઈ બનાવી છું" "એ, ના. અમે આટલાં બધાં જણ છીએ. તમે ક્યાં હેરાન થશો." છોકરાં પક્ષવાળાં તરફથી એક ડાહ્યા બેન બોલ્યા."એમાં શું હેરાન. નહિ વાર લાગે.""અમે બીજી વખત આવશું ત્યારે જમીને જ જશું. તમે બેસો."બીજાં એક બહેન બોલ્યાં."તો તમને જે ચાલે એ બનાવી દે. એમનેમ તો જવાનું જ નથી." કમલેશે કહ્યું."સરસ , કડક, મીઠી ચા બનાવો, બસ થઈ ગયું." એક ભાઈ બોલ્યાં."હમણાં જ બનાવી લાઉં છું." એવું કહી માયા અંદર કિચનમાં ગઈ."હું પણ આવું છું." એમ કહી પ્રિયા એની પાછળ ગઈ. માયાએ ચા મૂકી ...વધુ વાંચો

3

અજીબ કહાની પ્રિયાની.... - 3

કિચનનું બધું જ કામ પતાવી પ્રિયા બહાર આવી. ભાભી બાલ્કનીમાં કપડાં સૂકવતાં હતાં. અંદર આવ્યાં એટલે પ્રિયાએ સ્કૂટીની ચાવી જાય છે?""હમણાં આવું છું. મોનિકાનાં ઘરે નોટ્સ લેવા જાઉં છું. કાલે અસાઈન્મેન્ટ્સ છે.""સારું, સારું."પ્રિયા મોનિકાનાં ઘરે જવાને બદલે એક ઓફિસમાં ગઈ. એ ઓફિસમાં લલિત કામ કરતો હતો. લલિત પ્રિયાની જ કોલેજમાં એનાથી એક વર્ષ આગળ ભણતો હતો. બંને લાયબ્રેરીમાં રોજ વાંચવાં માટે જતાં હતાં. એકવાર બાજુ-બાજુમાં બેઠાં હતાં. એકબીજાને સ્માઈલ કરી. રોજ મળવાનું થતું એટલે થોડી-થોડી વાતચીત થવાં લાગી. ધીરે- ધીરે સારાં મિત્ર બની ગયાં હતાં. ગ્રેજ્યુએશન કરી લલિત એક ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ કરવાં લાગ્યો. સાથે-સાથે આગળ ભણવાનું પણ ...વધુ વાંચો

4

અજીબ કહાની પ્રિયાની....- 4

પ્રિયા ત્યાંથી નીકળ્યા પછી મોનિકાનાં ઘરે ગઈ, નોટ્સ લીધાં ને પછી પોતાનાં ઘરે આવી. "ભાભી હું આવી ગઈ છું. એવું કહી સીધી પોતાનાં રૂમમાં જતી રહી. ફ્રેશ થઈ નોટ્સ લખવા બેસી ગઈ. બીજા દિવસે કોલેજમાં અસાઈન્મેન્ટ્સ હતાં એની તૈયારી કરવા લાગી. થોડીવાર માંડ થઈ હશે ને માયાભાભીનો આવાજ કાને અથડાયો,"પ્રિયાબેન.... ઓ... પ્રિયાબેન.""હં... ભાભી.""બહાર આવો તો...""આવી.. ભાભી..""હું શાંતામાસીનાં ઘરે જાઉં છું. હમણાં કલાકમાં આવી જઈશ. કપડાં લઈ લેજો. ભાખરી શાકની તૈયારી કરી દેજો, ત્યાં સુધી હું આવી જઈશ."પ્રિયાએ માથું હલાવી હા પાડી. ભાભીનાં ગયાં પછી દરવાજો બંધ કરી પ્રિયાએ અસાઈન્મેન્ટની તૈયારી કરવા માંડી. ભણીને પછી સૂકાયેલાં કપડાં લીધાં, વાળીને ઠેકાણે ...વધુ વાંચો

5

અજીબ કહાની પ્રિયાની....- 5

પ્રિયા ઘરે આવી. માયાભાભી બાજુવાળાં લતાબેન સાથે પેસેજમાં ઉભા વાતો કરી રહ્યાં હતાં. પ્રિયા લતાબહેન સામે જોઈ, સહેજ હસી પોતાનાં રૂમમાં ગઈ. બૅગ રાખી. બુક્સ ટેબલ પર મૂકી.હાથ - મોઢાં ધોયા ને બહાર જમવા માટે આવી. "ભાભી..., ભાભી...." જરા મોટા અવાજે એણે માયાભાભીને બોલાવ્યાં. "એ...આવી...." ભાભીએ બહારથી જવાબ આપ્યો."તમે જમી લીધું છે?" બહારથી ભાભી અંદર આવ્યાં એટલે પ્રિયાએ પૂછ્યું."ના..ના.., તમારી રાહ જોતી હતી.""ચાલો તો જમી લઈએ.""હા, ચાલો જમી લઈએ.""મોટાભાઈ......""એ પોતાનાં ટાઈમ પર આવી, જમીને ગયાં છે." પ્રિયા વાત પૂરી કરે એ પહેલાં જ માયાભાભી કહી દીધું. જમતાં - જમતાં પ્રિયાએ ભાભીને પોતાની એક્ઝામ્સ આવી રહી છે એ વાત કરી. લાયબ્રેરીમાં વધુ સમય ...વધુ વાંચો

6

અજીબ કહાની પ્રિયાની..... - 6

દિવસો નિયમિત રીતે પસાર થઈ રહ્યાં હતાં. પ્રિયાની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. સુશીલ દુબઈથી આવી ગયો હતો. આજે કે અઢાર તારીખે એ પ્રિયાને પહેલીવાર મળવા એનાં ઘરે આવવાનો હતો. કમલેશ, માયા અને પ્રિયા ત્રણેય સવારથી એનાં સ્વાગત માટેની તૈયારી કરી રહ્યાં હતાં. માયા અને પ્રિયા સવારથી કિચનમાં રસોઈની તૈયારી કરવા લાગી ગયાં હતાં. કમલેશ ઘરની ગોઠવણી વ્યવસ્થિત કરી રહ્યો હતો. રસોઈની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ હતી. બસ સલાડ કટ કરવાનું બાકી હતું. કાકડી , ટમેટાં ફ્રિજમાંથી બહાર કાઢી કટ કરવા માટે પ્રિયાએ ચાકૂ હાથમાં લીધું એટલે માયાભાભી બોલ્યાં..,"જાઓ , તમે હવે નવાં કપડાં પહેરી તૈયાર થઈ ...વધુ વાંચો

7

અજીબ કહાની પ્રિયાની... - 7

કમલેશભાઈ અને માયાભાભીનાં બહાર ગયાં પછી સુશીલને પ્રિયા સાથે વાત કરવાની સરખી છૂટ મળી ગઈ હોય એવું લાગ્યું. એણે ગળું જરા ખંખેર્યું. સ્વસ્થ થયો. વાત કરવાની શરૂઆત કરી..."બ્યૂટીફૂલ.""હં""યો..ર..ડ્રેસ ઈઝ સો બ્યૂટીફૂલ.""થેન્ક યૂ." પ્રિયા જરા શરમાતા બોલી."તમારાં શોખ વિશે જણાવો.""મને વાંચવાનો, સંગીત સાંભળવાનો ઘણો શોખ છે.""ઓહ...અચ્છા...""ને તમારાં શોખ?" પ્રિયાએ પૂછ્યું."વેલ....મ્યૂઝિક સાંભળવાનો શોખ તો મને પણ છે. ઉપરાંત મને પેન્ટિંગ કરવાનો પણ શોખ છે.""અચ્છા.." પ્રિયા માથું હલાવતી બોલી."તમારી પસંદ, નાપસંદ વિશે પણ મને સાંભળવાનું ગમશે." સુશીલ બોલ્યો.પ્રિયાએ પોતાની પસંદ વિશે કહ્યું પછી નાપસંદ વિશે બોલવા લાગી."મને રસોઈ કરવી પસંદ છે, મને ભણવાનું પસંદ છે, સ્વચ્છતા પસંદ છે, વગેરે, વગેરે. નાપસંદગીમાં એણે ...વધુ વાંચો

8

અજીબ કહાની પ્રિયાની.... - 8

સુશીલનાં ગયા પછી પ્રિયાએ એણે આપેલી ગિફ્ટ ખોલીને જોઈ. જોતાં જ એની આંખ પહોળી થઈ ગઈ. ગિફ્ટ બોક્ષમાં એક - સુટ, અને સાથે એક રીયણ ડાયમંડ નાની ઈયર રીંગ અને એક ગ્રીટીંગ કાર્ડ હતું. કમલેશ અને માયા પણ આ જોઈને છક થઈ ગયાં. "આ લોકો ખૂબ મોટો વ્યવહાર કરી રહ્યાં છે." માયા બોલી."આપણે સુશીલકુમારને આપેલી ગિફ્ટ તો આ ગિફ્ટની સામે એમને એકદમ જ સામાન્ય લાગશે." કમલેશ જરા સંકોચ અનુભવતાં બોલ્યો."હાસ્તો વળી. આપણે તો એક પરફ્યૂમની બોટલ લઈ આવ્યાં. જો કે બ્રાન્ડેડ હતી.પણ....""હજી તો સગાઈ પણ થઈ નથી ને , મોટાભાઈ આ લોકો અત્યારથી જ આટલો મોટો વ્યવહાર કરે છે. ""અરે, ...વધુ વાંચો

9

અજીબ કહાની પ્રિયાની.... - 9

પહેલાં તો સુશીલનાં માતા - પિતાએ એકબીજાં સામે જોયું પછી કમલેશ અને માયા સામે જોયું. ને સુશીલનાં પિતાએ વાત શરૂ કરી."એમાં એવું છે ને કે કમલેશભાઈ, તમારાં ઘરેથી આવ્યા પછી સુશીલે અમને એક વાત જણાવી છે. જે કહેવા માટે અમારે તમને અહીં તાત્કાલિક બોલાવવા પડ્યાં છે." થોડું ગંભીર મોઢું કરી સુશીલનાં પિતા બોલ્યાં."કઈ વાત?" કમલેશ જરા દબાયેલા સ્વરથી બોલ્યો."એ જ કે પ્રિયા....." આટલું બોલી અટકી ગયાં ને સુશીલની માતા સામે જોઈ બોલ્યાં, "તું હવે આગળ બોલ."આ સાંભળી કમલેશ અને માયા એકબીજાંની સામે જોવા લાગ્યાં. એ લોકોનાં મોઢાંનાં હાવભાવ ચિંતાજનક જણાતા હતાં."અમને એવું હતું કે અમારી પસંદ એ જ સુશીલની પસંદ ...વધુ વાંચો

10

અજીબ કહાની પ્રિયાની....- 10

કમલેશ અને માયા ઘરે આવ્યાં એટલે અધીરી બની પ્રિયાએ સવાલો પર સવાલોનાં બાણ છોડ્યાં."શું કહ્યું સુશીલનાં માતા - પિતાએ? કોઈ ભૂલ થઈ હતી કે? કેમ તાત્કાલિક બોલાવ્યાં હતાં? વગેરે, વગેરે."અરે ! પહેલાં અમને અંદર તો આવવા દે, શાંતિથી ઘડીક બેસવા દે, પછી તને કરીએ છીએ બધી વાત." કમલેશે કહ્યું."હા..,હા.., બેસો. હું પાણી લઈ આવું છું."પ્રિયાએ બેય જણને પાણી આપ્યું. ટી.વી. બંધ કર્યું ને બેસી ગઈ વાત સાંભળવા માટે."બોલો હવે...""કંઈક તો થયું છે." કમલેશને થોડી ગમ્મત કરવાનું મન થયું એટલે માયા સામે આંખ મારતાં બોલ્યો."મને પણ એવું જ લાગે છે કે કંઈક તો ચોક્કસ થયું છે." માયા પણ મોઢું જરા ...વધુ વાંચો

11

અજીબ કહાની પ્રિયાની......11

હૉલ પર બધાં મહેમાન પહેલેથી હાજર હતાં. સુશીલ અને એનાં ઘરનાં લોકો પણ પહોંચી ગયાં હતાં. આ લોકો એટલે પ્રિયાને સુશીલની પાસેની ખુરશીમાં બેસાડવામાં આવી. ને પછી એનાં ચહેરા પરથી ચૂંદડી હટાવવામાં આવી. પ્રિયાને જોતાં જ સુશીલની નજર બે મિનિટ માટે એનાં ચહેરા પર જ સ્થિર થઈ ગઈ. સ્વર્ગની કોઈ અતિ સુંદર અપ્સરા સમાન પ્રિયા દેખાઈ રહી હતી. એનું રૂપ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. એક ફિલ્મી હિરોઈન પણ એની સામે ઝાંખી લાગે એવી સોહામણી લાગી રહી હતી. ત્યાં હાજર રહેલાં બધાં લોકો એની ખૂબસૂરતીનાં વખાણ કરતાં થાકતા નહોતાં. બધાં જ મહેમાનોની હાજરીમાં પ્રિયા અને સુશીલે એકબીજાંને રીંગ પહેરાવી. ...વધુ વાંચો

12

અજીબ કહાની પ્રિયા ની.....12

"ચાલ પ્રિયા હવે હું જાઉં છું. ઘણું જ મોડું થઈ રહ્યું છે. મારે હજી ઓફિસનાં બે- ત્રણ કામ પતાવવાના ને પછી ઘરે પહોંચીશ.""હા.. બસ...હવે..જા.. મેં તને ક્યારનો રોકીને રાખ્યો છે, નઈ.""આવજો.... માયાભાભી..., બાય પ્રિયા..""આવજો...લલિતભાઈ .." માયાએ કીધું."બાય...લલિત...બીજીવાર આવી જ રીતે આવી જજે...""એ...હા...".કહી લલિત ત્યાંથી રવાના થઈ ગયો.લલિત આવીને મળી ગયો પછી પ્રિયાને થોડું સારું લાગવા માંડ્યું હતું. પહેલાં કરતાં થોડી સ્વસ્થ રહેવાં લાગી હતી. સુશીલનાં દુબઈ ગયાં પછી અઠવાડિયે એનો ફોન આવ્યો. એ વખતે મોબાઈલ ફોન નહોતાં."પ્રિયા...ઓ...પ્રિયા..." કમલેશે પ્રિયાને અવાજ આપ્યો."હં...મોટાભાઈ...""જલ્દીથી બહાર આવ ...સુશીલકુમારનો આઈ. એસ. ડી. કૉલ છે."આ સાંભળી પ્રિયા તરત જ રૂમમાંથી બહાર આવી ગઈ. ને સુશીલ ...વધુ વાંચો

13

અજીબ કહાની પ્રિયાની......13

બીજાં દિવસે સવારે ઉઠીને પ્રિયાને ઘણી વખત થયું કે એ પોતાનાં મનની વાત મોટાભાઈને કરે પણ એમની સામે કંઈ શકી નહિ. માયાભાભી જોડે પણ એણે પોતાનાં મનની વાત કહેવાનો પ્રયત્ન કરી જોયો પણ નિષ્ફળ રહી. એને થયું કે લલિત મારો એકદમ સારો દોસ્ત છે. કદાચ એની સામે એ પોતાનાં મનની વાત કહી શકશે.એણે લલિતને લાયબ્રેરીમાં મળવાનું વિચાર્યું. પ્રિયાએ લલિતને ફોન કર્યો પણ એનો સંપર્ક થઈ શક્યો નહિ. એને થયું કે એ લાયબ્રેરી પહોંચી જાય ત્યાં કદાચ મળી જશે...એ એક્ટિવા લઈને ફટાફટ લાયબ્રેરી જવા નીકળી ગઈ. લાયબ્રેરીમાં લલિત નહોતો. લાયબ્રેરીમાં લગભગ એકાદ કલાક જેટલું બેઠી રહી પણ લલિત આવ્યો નહિ. 'હવે ...વધુ વાંચો

14

અજીબ કહાની પ્રિયાની.....14

જોત - જોતામાં ખૂબ જ ધામધૂમથી ઘણાં બધાં મહેમાનોની હાજરીમાં પ્રિયા અને સુશીલનાં લગ્ન સપન્ન થયાં. ચાર - પાંચ કાર્યક્રમમાં સંગીત, મહેંદી, હલ્દી, ફેરા, રીસેપ્શન જેવાં વિવિધ ફંક્શન્સ રાખવામાં આવ્યાં હતાં. લગ્ન પછી સુશીલ અને પ્રિયા યુરોપ હનીમૂન માટે પણ જઈ આવ્યાં. હનીમૂનથી આવ્યાં પછી હવે એ લોકોનું અસલ લગ્નજીવન શરૂ થયું. સાસરે પહેલો દિવસ હોવાથી પ્રિયા સવારે વહેલી ઉઠી ગઈ. નાહી - ધોઈ લીધું. પછી ભગવાનનાં મંદિરની રૂમ હતી ત્યાં દર્શન કરવા ગઈ ને પછી કિચનમાં ગઈ. પોતાનાં માટે ચા કરી. ચા પીધી. પ્રિયાને છાપું વાંચવાની આદત એટલે ચા પીધાં પછી થોડીવાર છાપું વાંચવા બેઠી. ઘરમાં હજી સુધી બીજું ...વધુ વાંચો

15

અજીબ કહાની પ્રિયાની......15

સુશીલનાં ઓફિસ ગયાં પછી એનાં મમ્મી પાછાં અંદર ભગવાનની રૂમમાં ગયાં. પ્રિયા અંદર કિચનમાં રંજનબેનને રસોઈમાં મદદ કરાવવા માટે "તમે રહેવા દો..., વહુરાણી....,હું કરી લઈશ...""થોડુંક કંઈ બનાવી લઉં. બેઠાં - બેઠાં આમ પણ કંટાળો આવે છે. મને તો આમ પણ રસોઈ બનાવવી ખૂબ જ ગમે છે." પ્રિયા હસીને બોલી.રંજનબેન પ્રિયાને મદદ કરવા લાગી ને પ્રિયા રસોઈ બનાવવા લાગી.ઘરનાં બીજાં કામ કરવાં માટે બીજી બે બાઈઓ આવતી હતી. જે આવી ગઈ હતી ને પોત - પોતાનું કામ કરી રહી હતી. પ્રિયા રસોઈ બનાવી બહાર હૉલમાં આવી. હૉલમાં એનાં સાસુ બાજુનાં ઘરમાં રહેતાં પાડોશણ જોડે વાતો કરતાં બેઠાં હતાં. પ્રિયા થોડીવાર એ લોકો ...વધુ વાંચો

16

અજીબ કહાની પ્રિયાની....16

રાતનાં જમવા માટે સુશીલની રાહ જોવામાં પ્રિયાનાં ભૂખનાં મારે બેહાલ થઈ રહ્યાં હતાં. રડમસ અને ઉદાસ ચહેરે એ બેઠી ને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. એ રૂમમાંથી બહાર આવી. સુશીલ આવ્યો હતો. એને જોતાં જ પ્રિયાએ સવાલોનાં બાણ છોડ્યાં,"તમે આટલી વાર સુધી ક્યાં હતાં? કેમ આટલું મોડું થયું? કંઈ થયું તો નથી ને? " વગેરે.., વગેરે..."ઓફિસનાં કામથી એક પાર્ટી સાથે મીટીંગ હતી એટલે આવવામાં મોડું થયું. બહુ મોટી ડીલ ફાઈનલ કરવાની હતી.""મને તો એટલી ચિંતા થઈ રહી હતી ને..., હું જમવાનું ગરમ કરું છું આપણે જમી લઈએ." "તું જમવાની બાકી છે?""હા...તમારી જ રાહ જોતી હતી, મને થયું કે તમે આવો પછી ...વધુ વાંચો

17

અજીબ કહાની પ્રિયાની....17

પ્રિયા મોટાભાઈનાં ઘરે આવી. ભાઈ - ભાભીને મળીને ખૂબ જ ખુશ થઈ. સુશીલનાં નહિ આવવાનું કારણ પણ જણાવ્યું. માયાભાભીએ ભાવતી જ બધી રસોઈ બનાવી હતી. જમીને ત્રણેય જણાં વાતો કરવાં લાગી ગયાં. "તમારે સારું ને પ્રિયાબેન ઉઠીને કંઈ જ કામ કરવાનું નહિ. આખો દિવસ ટી. વી. સામે જ બેસી રહેવાનું. આવવા - જવા માટે ય ગાડી. સાચે જ નસીબદાર છો તમે.""હા.. કામ તો કંઈ જ કરવાનું નથી હોતું પણ છતાં હું સવારની રસોઈ કરાવવા લાગી જાઉં છું. પણ....""પણ....શું....? બેના......""પણ...આ...લોકોનાં સ્વભાવ મને થોડાં વિ...(વિચિત્ર પૂરું બોલી નહિ ને શબ્દ ફેરવી નાંખ્યો) આપણાંથી જરા જુદાં લાગ્યાં. ""એ તો ફેર રહેવાનો જ ને ...વધુ વાંચો

18

અજીબ કહાની પ્રિયાની.....18

પ્રિયા આગળ પોતાની વાત કહેતાં બોલી કે, " કદાચ મારાં જેવી સામાન્ય યુવતી માટે સામાન્ય ઘરનાં સામાન્ય લોકો જ છે. પૈસાવાળાં લોકોની જિંદગી સાથે એડજેસ્ટ કરવું ઘણું જ આકરું લાગે છે. ને એ જ વાત પેલા દિવસે પણ મારાં મનમાં થઈ આવી હતી.""કયા પેલા દિવસે......?""સુશીલનાં દુબઈથી પાછાં ફરવાની ખુશીમાં જ્યારે એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી ત્યારે....., એ દિવસે...""તો... તો..., તારે ત્યારે ને ત્યારે જ ઘરમાં કમલેશભાઈ કે માયાભાભી સાથે વાત કરી લેવી હતી....""મેં ઘણી કોશિશ કરેલી એ લોકો સાથે વાત કરવાની.....પણ...""પણ....શું....બોલ....આગળ....""પણ ખબર નહિ હું એ લોકોને કશું જ કહી શકી નહિ. કદાચ મારી વાતને લીધે એ લોકોનાં રીએક્નશનાં ...વધુ વાંચો

19

અજીબ કહાની પ્રિયાની....19

પ્રિયાએ રૂમમાં જઈ ટી. વી. ચાલુ કર્યું ને પોતાની ફેવરિટ સિરિયલ જોવા માટે બેસી ગઈ. સિરિયલ જોવામાં મશ્ગૂલ હતી એને પોતાનાં નામની બૂમ સંભળાય. અચરજ સાથે એણે આંખોં ઉંચી કરી ને બોલી, "સુશીલ આજે વહેલો આવી ગયો......""પ્રિયા...., પ્રિયા.....""આવી......"પ્રિયા ટી.વી. બંધ કરી બહાર આવી. "આ જો..., હું શું લઈને આવ્યો...છું...?""શું....""મોબાઈલ....ફોન.....""શું વાત કરે છે... !!!!!""મમ્મી - પપ્પાને બહાર બોલાવ.....""હા.....,"પ્રિયા મમ્મી પપ્પાને બહાર બોલાવી લાવે છે."મમ્મી...., આ જો....., મોબાઈલ ફોન...., પપ્પા....આનાથી ગમે ત્યારે આપણે કોઈની પણ સાથે વાત કરી શકીએ છીએ.""હેં....., સાચે....જ....!!!!" મમ્મી આશ્ચર્યથી બોલ્યાં."હા...., મમ્મી.... ""સરસ...." પપ્પા ફક્ત એટલું જ બોલ્યાં. "પ્રિયા...હજી શહેરમાં માત્ર સો પીસ જ આવ્યાં છે ને એમાંથી મેં એક ...વધુ વાંચો

20

અજીબ કહાની પ્રિયાની....20

પોતાની બુક્સ, પોતે હાથે બનાવેલું વૉલ હેગિંગ, જાતે ભરેલાં ટેબલ ક્લોથ, પેઈન્ટ કરેલી ચાદર વગેરે તરફ પ્રિયા નજર ફેરવતી જુની મધુર યાદોનાં ઝરૂખામાં પ્રિયા સમાતી જઈ રહી હતી. ને અચાનક જ માયાભાભીની બૂમ કાને અથડાઈ એટલે ભૂતકાળમાં સરી ગયેલી પ્રિયાનું ધ્યાન તૂટ્યું."હા......ભાભી......""ચાલો.....જમવા....તમારાં ભાઈ આવી ગયાં છે.....""આવી......ભાભી......."ત્રણેય સાથે જમવા માટે બેઠા. પહેલાંની જેમ જ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ગયાં. જમતાં-જમતાં પ્રિયાનાં મનમાં વિચાર આવ્યો....'અહીં કેવું પોતાપણું લાગી રહ્યું છે, ખબર નહિ કેમ ત્યાં આવી રીતનું પોતાપણું નથી લાગી રહ્યું..અહીંયા દરેકે દરેક કોળિયામાં આનંદની અનુભૂતિ મળી રહી છે ને ત્યાં કોળિયો ખાતી વખતે અજીબ પ્રકારની મનમાં અશાંતિ અનુભવાતી હોય છે. ...વધુ વાંચો

21

અજીબ કહાની પ્રિયાની...21

પ્રિયા ફટાફટ રસોઈ બનાવવા લાગી. રસોઈનું કામ પતાવીને પ્રિયા બહાર હૉલમાં ટી. વી. પર સિરીયલ જોવાં માટે બેસી ગઈ. કમલેશ આવી ગયો એટલે ત્રણેય સાથે જમવાં બેસી ગયાં. જમીને પ્રિયા કામ પતાવી રહી હતી ને સુશીલનો ફોન આવ્યો.પ્રિયાએ ઘણી વાર સુધી સુશીલ સાથે વાત કરી. ફોનમાં સુશીલ ઘણી જ સારી રીતે વાત કરી રહ્યો હતો. એની વાતો પરથી પ્રિયાને એવું લાગતું હતું કે સુશીલને એનાં વગર ગમતું નથી, એનાં વગર ફાવતું નથી. સુશીલ જાણે એને એકદમ જ મિસ કરી રહ્યો હોય.'હું પાસે હોઉં છું ત્યારે સુશીલ આટલી સારી વાતો નથી કરતો ને એનાથી દૂર આવી છું તો કેટલી વાતો ...વધુ વાંચો

22

અજીબ કહાની પ્રિયાની....22

પ્રિયા, કમલેશ અને માયા ત્રણે ત્રણ જણાં વૉશિંગ મશીન જોઈને એકદમ ખુશ થઈ ગયાં. સાધારણ પરિસ્થિતિનાં લોકો માટે તો એક સપના જેવું હતું."ખરાં છે....ને સુશીલ કુમાર. હજી ગઈકાલે અમારી વચ્ચે વાત થઈ ને આજે તો એમણે ઘરે મશીન મોકલાવી પણ દીધું."આ સાંભળી પ્રિયા અને માયા સ્હેજ ચોંકી ગયાં. બંનેવે કમલેશની સામે પ્રશ્નાથ ભાવમાં જોયું. "તમારી વચ્ચે વાત....?""હા......""કઈ....વાત....?"'અરે.., એમનાં એક ખાસ મિત્રની ઈલેકટ્રોનિક સ્ટોરનું કાલે ઓપનિંગ હતું. એમણે પોતાનાં ઘર માટે એક વૉશિંગ મશીન બુક કરાવ્યું, ને પછી મને પણ મશીન લેવા માટે ફોન કર્યો. પણ મેં કોઈ બહાનું બતાવી વાતને ટાળી દીધી હતી, એમને મોઢાં પર તો કહેવાય નહિ કે ...વધુ વાંચો

23

અજીબ કહાની પ્રિયાની...23

લલિતે થોડાં શરમાઈને વાત કરવાની શરૂઆત કરી."પ્રિયા..""હા...., ""મારે તને એક વાત કરવી છે.""બોલ....""મારી સગાઈ નક્કી થઈ ગઈ છે....""અરે..વાહ..! આ બહુ સારાં સમાચાર છે. અભિનંદન..""થેન્ક યૂ....""શું નામ છે છોકરીનું....?""શીલા....""સરસ...નામ છે..ફોટો છે કે નહિ એનો...?""છે...પણ.. અત્યારે લાવતાં ભૂલી ગયો છું....""વાંધો નહિ..., બીજી કોઈ વાર...જોઈ લઈશ એને...""તારી લાઈફ કેવી ચાલી રહી છે.....""સારી ચાલી રહી છે. જેમ ચાલે છે એમ જ ચાલી રહી છે. આમ તો બધું બરાબર જ છે પણ....""પણ....શું....?""પણ...સુશીલ રાતનાં લેટ ઘરે આવે છે એ વાત પચાવવી થોડીક અઘરી છે..., બાકી તો...જલસા જ છે....તું બોલ હવે તારાં વિશે....""મને એક સારી કંપનીમાં ફુલ ટાઈમ નોકરી મળી ગઈ છે. પગાર પણ સારો છે. ...વધુ વાંચો

24

અજીબ કહાની પ્રિયાની....24

હૉસ્પિટલથી માયા બાળકને લઈ ઘરે આવી. ધામધૂમથી છઠ્ઠી ઉજવવામાં આવી. બાળકનું નામકરણ થયું. રૂષભ નામ પાડવામાં આવ્યું. બાળકનાં આવવાથી એકેય જણ નવરું બેસી રહેતું નહોતું. વર્ષો પછી આ ઘર નાનાં બાળકની કિલકારીઓથી ગૂંજવા લાગ્યું હતું. રૂષભને રમાડવા માટે સૌ કોઈ બહાના શોધતું ફરતું હતું. રૂષભ હતો પણ એવો ગોરો ને ગોળમટોળ. એની સાથે કાલી - ઘેલી ભાષામાં વાત કરીએ એટલે ખડખડ હસવા માંડતો. એને રમાડતાં - રમાડતાં કોઈ ધરાતું જ નહોતું. પ્રિયાને રૂષભની એવી માયા લાગી ગઈ હતી કે એને છોડીને જવાનું પ્રિયાને મન તો નહોતું થતું પણ એનો જવાનો દિવસ આવી ગયો હતો એટલે હવે તો જવું પડે ...વધુ વાંચો

25

અજીબ કહાની પ્રિયાની.... - 25

મીતનાં આવ્યાં પહેલાં પ્રિયા સમય પસાર કરવાનાં બહાના શોધતી રહેતી હતી ને હવે સમયનો એવો અભાવ રહેતો હતો કે ટી. વી. પર એકાદી સિરિયલ જોવા મળતી હતી. મીતનાં લાલન-પોષણમાં જ દિવસનો મોટાં ભાગનો સમય એનો જતો રહેતો હતો. સુશીલે ઘરનાં એક રૂમને એટલાં બધાં જાત-જાતનાં રમકડાંથી ભરી દીધું હતું કે જાણે એ રૂમમાં અંદર જતાં જ ટૉય લેન્ડમાં આવી ગયાં હોય એવું લાગતું. આ બધું જોઈને પ્રિયા છક થઈ ગઈ હતી. એને પોતાનું બાળપણ યાદ આવ્યું, એને નાનપણમાં રમવા માટે બે -ચાર ઢીંગલીઓ અને એક કિચન - સેટ જ મળ્યા હતાં. આમ તો હવે સુશીલે રાત્રે ઘરે મોડાં આવવાનું છોડી ...વધુ વાંચો

26

અજીબ કહાની પ્રિયાની....26

આખી રાત પ્રિયા આંસુ સારતી બેસી રહી હતી. બીજાં દિવસે સવારે સુશીલ ઉઠ્યો, એ પ્રિયા પાસે ગયો. એણે પ્રિયાને "શું કામ કષ્ટ આપે છે, પોતાની જાતને....હું દુબઈ રીટર્ન છોકરો છું, મિત્રો સાથે ક્યારેક જ ડ્રીંક કરી લઉં છું. રોજ ક્યાં ડ્રીંક કરું છું? પીવું મને ગમતું પણ નથી......, આ તો મીત આવ્યો એ વાતની એટલી બધી ખુશી થઈ હતી કે....""પણ....સુશીલ...., લગ્ન નક્કી કરતાં પહેલાં તારે મને આ વાત જણાવવી જોઈતી હતી.""મારી ભૂલ થઈ ગઈ બસ...., હવે મને માફ કરી દે...તને નથી ગમતું તો આજથી....હું નહિ પીવું...બસ..."આવી બધી ડાહી - ડાહી વાતો કરીને એ પ્રિયાને ફોસલાવી રહ્યો હતો. એની વાત સાંભળી ...વધુ વાંચો

27

અજીબ કહાની પ્રિયાની.....27

લલિત પહેલાં તો ચૂપચાપ બેસીને પ્રિયાની વાત સાંભળી રહ્યો પછી ધીરે રહીને બોલ્યો,"પ્રિયા....,""હમ્મ.....""એક વાત કહું.....""હા..... , બોલ..... ""તું...શું..., આમ જિંદગીભર રડતી જ રહીશ....?""ના...., જિંદગીભર નથી રડવું....., એટલે જ તો તારી પાસે આવી છું.....,કંઈક રસ્તો બતાડ.....""એક રસ્તો છે.......""શું..... ?""સુશીલને એની રીતે મજા કરવા દે.......ને.. .....""ને...... ?""ને......એમ કે, એક બાજુ સુશીલને જે કરવું હોય એ કરવા દે.....અને....બીજી ....બાજુ.. આપણે બે મજા કરીએ....""એટલે.......?""એટલે કે, હું તો આપણાં કોલેજકાળથી તને ચાહતો જ હતો, પણ તને એ વિશે જણાવું એની પહેલાં જ તેં સુશીલ સાથી સગાઈ કરી લીધી હતી ને મારાં મનની વાત મનમાં જ રહી ગઈ હતી......., તો હવે.......""તો....હવે......?""મારી ચાહતનો તું સ્વીકાર કર, ...વધુ વાંચો

28

અજીબ કહાની પ્રિયાની...28

મીતને આવી રીતે હસતાં જોઈ પ્રિયા મનનું દુ:ખ થોડીવાર માટે ભૂલી ગઈ. એણે હવે પોતાનું મન મીતનાં સારાં ઉછેર વાળવાનું નક્કી કરી લીધું હતું. મીતને લઈ એ અંદર પોતાનાં રૂમમાં સૂવા માટે જતી રહી. આચાનક અડધી રાત્રે એની આંખ ખુલી. એણે બાજુમાં જોયું તો હજુ સુધી સુશીલ આવ્યો ન હતો. એણે ઘડિયાળ સામે જોયું, ત્રણ વાગ્યા હતાં. એ ઉઠીને સુશીલને ફોન કરવા ગઈ. અડધો કલાક સુધી એણે ટ્રાય કરી પણ રીંગ જ વાગતી, સુશીલ ફોન ઉપાડતો જ ન હતો. એક પછી એક ખોટાં વિચારો એનાં મનમાં ભરાતાં ગયાં ને એને અકળાવી રહ્યાં હતાં. એ ફરી પાછી સૂઈ ન શકી. ...વધુ વાંચો

29

અજીબ કહાની પ્રિયાની....29

મીત હવે મોટો થઈ ગયો હતો. પ્રિયા એને હવે ભણાવતી નહોતી. મીતને ભણાવવા માટે એક સર ઘરે આવતાં હતાં. એમનું દક્ષેશ સર. એ સર ખૂબ જ નમ્ર અને વિવેકી હતાં. પ્રિયાની સાથે વાતો કરવાનું એમને ખૂબ જ ગમતું હતું. એ અવાર- નવાર પ્રિયાનાં વખાણ કરતાં, પ્રિયાનાં હાથની ચા એમને બહુ ભાવતી એટલે રંજનબેનને ચા બનાવવા માટે ના પાડતાં ને પ્રિયા જ એમનાં માટે ચા બનાવે એવો એ આગ્રહ રાખતાં. પ્રિયાને પણ એમની સાથે વાતો કરવું ગમવા માંડ્યું હતું, એમની સાથે ફાવવા લાગ્યું હતું. દક્ષેશ સર આવે એટલે એનાં મનનો ખાલીપો થોડીવાર માટે ભરાઈ જતો હતો. થોડાંક જ મહિનાઓમાં બેય ...વધુ વાંચો

30

અજીબ કહાની પ્રિયાની......30

પ્રિયાએ ફોન હાથમાં લીધો ને જોયું તો સુશીલનો ફોન હતો."હૅલો....""પ્રિયા....""હા....., બોલ.....""હું હમણાં થોડીવારમાં ઘરે આવું છું, તું તૈયાર થઈ આપણે બહાર જવાનું છે. અત્યારે વધારે સવાલ ન કરતી, હું આવું પછી વાત." આટલું કહી સુશીલ ફોન કટ કરી દીધો.પ્રિયાએ પોતાની જાતને ઠીક કરી. ખોંખારો ખાધો ને પછી બોલી, "સુશીલ હમણાં આવી રહ્યો છે....""ઓહ...., અચ્છા...., તો હું હવે જાઉં છું...." એમ કહી દક્ષેશ સર ત્યાંથી જતાં રહ્યાં.થોડીવારમાં સુશીલ આવી ગયો. પ્રિયા તૈયાર થઈને જ બેઠી હતી. દૂર સુધી બેય લૉંગ ડ્રાઈવ માટે નીકળી ગયાં. સુશીલને સારો બિઝનેસ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. એ ખુશીમાં એ પ્રિયાને લઈને બહાર ફરવા નીકળ્યો હતો. બંન્ને ...વધુ વાંચો

31

અજીબ કહાની પ્રિયાની....31 - (અંતિમ ભાગ)

પ્રિયાએ દક્ષેશ સરને મળવા માટે ટાળ્યું, એની સાથે વાત-ચીત કરવાની બંધ કરી દીધી. એનો મતલબ એ નહોતો કે મનમાં કોઈ અપરાધ ભાવ હતો, પણ એ પોતાની લાગણીને જીવે ત્યાં સુધી આવી ને આવી ખીલેલી રાખવા માંગતી હતી. કારણ એ દિવસ પછી એનો નવો જન્મ થયો હોય એવું એને લાગ્યું હતું. એક નવી જ પ્રિયા એનામાં પ્રવેશી ગઈ હતી. એનું દિલ પ્રસન્ન અને મન આનંદિત બની ગયું હતું. પોતે ભોગવેલી માનસિક યાતના પળવારમાં પીગળી ગઈ હતી. એક સુંદર, સંપૂર્ણ સ્ત્રી તરીકે એણે પોતાની જાતને સ્વીકારવા લાગી હતી. કોઈનાં મ્હેણાં-ટોણાં કે દબાવની હવે એનાં પર અસર થતી ન હતી. પોતાની જાત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો