Strange story Priyani ...... 30 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની......30

પ્રિયાએ ફોન હાથમાં લીધો ને જોયું તો સુશીલનો ફોન હતો."હૅલો...."

"પ્રિયા...."

"હા....., બોલ....."

"હું હમણાં થોડીવારમાં ઘરે આવું છું, તું તૈયાર થઈ જા, આપણે બહાર જવાનું છે. અત્યારે વધારે સવાલ ન કરતી, હું આવું પછી વાત." આટલું કહી સુશીલ ફોન કટ કરી દીધો.

પ્રિયાએ પોતાની જાતને ઠીક કરી. ખોંખારો ખાધો ને પછી બોલી, "સુશીલ હમણાં આવી રહ્યો છે...."

"ઓહ...., અચ્છા...., તો હું હવે જાઉં છું...." એમ કહી દક્ષેશ સર ત્યાંથી જતાં રહ્યાં.

થોડીવારમાં સુશીલ આવી ગયો. પ્રિયા તૈયાર થઈને જ બેઠી હતી. દૂર સુધી બેય લૉંગ ડ્રાઈવ માટે નીકળી ગયાં. સુશીલને સારો બિઝનેસ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. એ ખુશીમાં એ પ્રિયાને લઈને બહાર ફરવા નીકળ્યો હતો. બંન્ને દૂર હાઈ વે પરની એક સરસ રેસ્ટોરન્ટમાં જમ્યા ને પછી સુશીલે પ્રિયાને ઘરે ડ્રોપ કરી ને પછી "આવું છું," એમ કહી, જતો રહ્યો.

પ્રિયા ઘરમાં આવી. એ આજે ખૂબ જ ખુશ હતી. પહેલીવાર એને પોતાની જાત ખૂબ જ ગમી રહી હતી. એને પોતાનાં પર જ આજે પ્રેમ થઈ રહ્યો હતો.. દક્ષેશ સરે આંખો દ્વારા પ્રેમનું જે રસપાન એને કરાવ્યું હતું, એનો નશો જાણે એને ચડી ગયો હતો. એ પોતાનાં રૂમમાં ગઈ. લાઉડ મ્યૂઝિક ચાલુ કર્યું. પોતાની મસ્તીમાં એકલી- એકલી નાચવા લાગી, ઝૂમવા લાગી. એક અલગ જ દુનિયામાં પોતે પ્રવેશી ગઈ હોય એવું એને ફીલ થતું હતું. પ્રેમની અનુભૂતિ એને જે આજે થઈ રહી હતી, એ અનુભૂતિ આજ સુધી ક્યારેય એણે મેળવી નહોતી. પોતે જાણે ઊંચે આકાશમાં ઊડી રહી હોય એવું એને લાગી રહ્યું હતું. આજે એનું અંતરમન પ્રસન્નતાનાં ફૂલોથી ખીલી ગયું હતું. બધું જ સારું લાગવા માંડ્યું હતું. પોતાના પર જ ખૂબ પ્રેમ ઉભરાઈ આવતો હતો, પોતાના પર ગર્વ થઈ રહ્યો હતો, પોતાની જાતને ખાસ સમજવા લાગી હતી, પોતે જ પોતાને સુંદર લાગી રહી હતી. આ પ્રકારની ખુશી, આવા પ્રકારનો હર્ષ, આટલી સરસ અનુભૂતિ એણે પોતાના આટલા વર્ષોનાં જીવનમાં ક્યારેય મેળવી નહોતી.

દક્ષેશ સરનાં આંખોથી વરસેલા પ્રેમનાં વરસાદમાં એ પોતાનાં તન અને મનને ભીંજવી રહી હતી. પ્રીત ભરેલા આનંદનાં એ છાંટા એનાં અંગે અંગને મહેકાવી રહ્યાં હતાં. જીવનમાં પહેલી જ વાર આ પ્રકારની લાગણી એનાં દિલમાં જન્મી હતી. થોડી વાર આમ જ આનંદ માણીને એ સૂઈ ગઈ. સુશીલ મોડી રાત્રે ક્યારે ઘરે આવ્યો એની ખબર પણ એને નહિ પડી. બીજા દિવસે વહેલી સવારે મીત સ્કૂલ પિકનિકથી ઘરે પાછો ફર્યો.

"ગુડ મોર્નિંગ મોમ...."

"ગુડ મોર્નિંગ બેટા...., કેવી રહી તારી ટ્રીપ.....?"

"ઓહ...! ફેન્ટાસ્ટિક......! મોસ્ટ એન્જોયેબલ.....!"

"ગુડ......"

"આઈ એમ સો ટાયર્ડ....., સો...., આઈ એમ ગોઈન્ગ ટૂ સ્લીપ...., આપણે પછી વાત કરીએ."

"યા....., સ્યોર....., બેટા....."

મીત પોતાની રૂમમાં સૂવા માટે જતો રહ્યો. પ્રિયા ચાનો કપ લઈ બાલ્કનીમાં બેઠી. ચા પીતા-પીતા એ વિચારે ચઢી ગઈ. મીત, સુશીલ, લલિત, દક્ષેશ, આ બધાં વારે ઘડીએ એનાં વિચારોનાં ચક્કરમાં ફર્યા કરતા હતાં. બધાંનાં ચહેરા, બધાંની વાતો, બધાંની લાગણી એનાં મનમાં તરવર થયા કરતી હતી. પ્રિયા પોતાનાં દિલનાં છેક ઊંડાણ સુધી પહોંચી ગઈ હતી. થોડીક ક્ષણો માટે એ ખુરશી પર સ્થિર થઈને બેસી રહી. થોડીવાર પછી એ ત્યાંથી ઊભી થઈ ને બાથરૂમમાં ન્હાવા ગઈ. નાહીને બહાર આવી ને એ ભગવાનની રૂમમાં પૂજા કરવા માટે બેસી ગઈ. આંખ બંધ કરી ને બે હાથ જોડી એણે ભગવાન સામે પ્રાર્થના કરી. પછી એ પોતાનાં રૂટિન કામમાં લાગી ગઈ.

સાંજે દક્ષેશ સર મીતને ભણાવવા માટે ઘરે આવ્યા. એમણે ઘરમાં આમ-તેમ નજર ફેરવી. પ્રિયા ઘરમાં ન દેખાતાં એમણે મીતને પૂછ્યું,

"મમ્મી નથી...ઘરે...?"

"ના...., મમ્મી...., યોગા ક્લાસીસ ગઈ છે."

"ઓહ..., આઈ...સી...."

એમણે મીતને ભણાવ્યું ત્યાં સુધીમાં પ્રિયા ઘરે પાછી આવી નહોતી. એક ઊંડા નિસાસા સાથે એ ત્યાંથી નીકળી ગયાં. બીજા દિવસે પણ એવી જ પરિસ્થિતિ હતી. ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે......., ને રોજ એ જ પરિસ્થિતિ સર્જાતી રહેતી હતી. દક્ષેશ સર સમજી ગયાં હતાં કે પ્રિયા એમને હવે મળવા માટે ટાળી રહી છે. એ આવી, મીતને ભણાવી, ચૂપચાપથી જતાં રહેતા હતાં.

આમ ને આમ..., બે વર્ષ નીકળી ગયાં. મીતને ભણાવવા માટે ઘરે આવવાનું એમનું હવે બંધ થઈ ગયું હતું. પેલા દિવસ પછી એ ક્યારેય પ્રિયાને મળી શક્યા નહોતા.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED