પારિજાતના પુષ્પ

(448)
  • 99.9k
  • 25
  • 44.9k

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-1 " જૂના સંસ્મરણો, થીજી ગયેલી યાદો અને જાણે સ્થિર થઈ ઉભો રહી ગયો વર્તમાન..!! " ટપક ટપક વરસે વરસાદ.....ધોધમાર ધોધમાર વરસે તો કેવું.....!! ભૂતકાળની કોઈ વાત....ને વર્તમાન સ્થિર થઈ જાય તે કેવું.....!! ચંચળ, ઠરેલ ને પ્રેમાળ...અદિતિ....!! વરસાદ, હિંચકો, પારિજાતના પુષ્પ, પક્ષીઓનો મીઠો કલરવ, આમતેમ દોડતી ખિસકોલી, બગીચો, એકાંત અને અદિતિ....!! પણ આજે આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો ને....!! ફોન કટ થઈ ગયો...!! વાત અધૂરી રહી ગઈ....!! બસ,એ વાતે જ વિહવળ બનાવીને મૂકી દીધી અદિતિને....!! ભૂતકાળની કોઈ યાદે હચમચાવીને મૂકી દીધી અદિતિને...!! અદિતિ અને આરુષના લગ્નને બે વર્ષ થયા હતા. પરંતુ બે વર્ષમાં

Full Novel

1

પારિજાતના પુષ્પ - પ્રકરણ-1

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-1 " જૂના સંસ્મરણો, થીજી ગયેલી યાદો અને જાણે સ્થિર થઈ ઉભો રહી ગયો વર્તમાન..!! ટપક ટપક વરસે વરસાદ.....ધોધમાર ધોધમાર વરસે તો કેવું.....!! ભૂતકાળની કોઈ વાત....ને વર્તમાન સ્થિર થઈ જાય તે કેવું.....!! ચંચળ, ઠરેલ ને પ્રેમાળ...અદિતિ....!! વરસાદ, હિંચકો, પારિજાતના પુષ્પ, પક્ષીઓનો મીઠો કલરવ, આમતેમ દોડતી ખિસકોલી, બગીચો, એકાંત અને અદિતિ....!! પણ આજે આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો ને....!! ફોન કટ થઈ ગયો...!! વાત અધૂરી રહી ગઈ....!! બસ,એ વાતે જ વિહવળ બનાવીને મૂકી દીધી અદિતિને....!! ભૂતકાળની કોઈ યાદે હચમચાવીને મૂકી દીધી અદિતિને...!! અદિતિ અને આરુષના લગ્નને બે વર્ષ થયા હતા. પરંતુ બે વર્ષમાં ...વધુ વાંચો

2

પારિજાતના પુષ્પ - પ્રકરણ-2

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-2 " અચાનક શાંત વાતાવરણમાં આટલો બધો ખળભળાટ ક્યાંથી...!! ક્યાંક વિજળી પડયાની વાત લાગે છે....!! " દુન્યવી ઉત્તમ સંબંધોમાંનો એક અનોખો અને ઉત્તમ સંબંધ એટલે મિત્રતા, ઈશ્વરે બીજા બધા દુન્યવી સંબંધો જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન વગેરે જન્મની સાથે લઈને મનુષ્યને મોકલ્યો છે....!! પરંતુ મિત્રની પસંદગી ઈશ્વરે મનુષ્યના હાથમાં સોંપેલી છે....!! " આટલા મોટા બંગલામાં અદિતિ એકલી પડી જતી હતી તેથી તેમજ તેને ડોગ પાળવાનો શોખ પણ હતો તેથી તેણે આરુષને એક આર્સેસિયન ડોગ લાવી આપવા કહ્યું પણ આરુષને ડોગ પસંદ ન હતું તેથી તેણે અદિતિને ચોખ્ખી " ના " પાડી દીધી, અદિતિને થોડું દુઃખ પણ ...વધુ વાંચો

3

પારિજાતના પુષ્પ - પ્રકરણ - 3

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-3 " શૂન્ય મનસ્ક અદિતિ.... " આપણે ગયા પ્રકરણમાં જોયું કે.... અચાનક આટલા બધા પછી અરમાનનો ફોન આવ્યો અને ફોન કટ થઈ ગયો....!! અદિતિની નાજુક-નમણી આંગળીઓ એક હાથમાં રીસીવર અને બીજા હાથમાં ફોનનું ડાયલ ઘૂમાવતી રહી.... પણ.... અરમાનનો નંબર ક્યાં હતો અદિતિ પાસે....?? ક્યાંથી પોતાનો નંબર લઈ ક્યાંથી ફોન કરેલો અરમાને....?? શું ખબર....?? અરમાન કેનેડાથી જ બોલતો હતો કે પછી અહીં ઇન્ડિયા આવ્યો હતો....?? આટલું બધું દર્દ કેમ હતું તેના અવાજમાં.....?? તે કોઈ મુશ્કેલીમાં તો નહિ હોય ને....?? બધું હેમખેમ તો હશે ને....?? જેવા અનેક સવાલો અદિતિના નાજુક મનને અકળાવી રહ્યા..... ઘણાં બધા પ્રયત્નો કરવા ...વધુ વાંચો

4

પારિજાતના પુષ્પ - 4

" પારિજાતના પુષ્પ " " જુગલબંધી " " અદિતિ અરમાનની જુગલબંધી...." અદિતિ અને અરમાન બંને ઉત્તમ મિત્ર....બંને જ સ્કૂલમાં એક જ ક્લાસમાં સાથે જ ભણે. અરમાન પણ ભણવામાં હોંશિયાર પણ અદિતિ જેટલો ચાલાક નહિ. અદિતિ અને અરમાન બંને બાજુ બાજુમાં જ રહેતા, બંનેના ઘર વચ્ચે એક જ દિવાલ, એક જ કમ્પાઉન્ડમાં બંનેના નાના પણ સુંદર ઘર, કમ્પાઉન્ડમાં નાનો સુંદર બગીચો જાણે સ્વર્ગ જ જોઈ લો ખૂબજ આહલાદક અને મનમોહક....આ બગીચામાં મોગરો, ગુલાબ, જાસુદ જેવા રંગબેરંગી ફૂલો થાય.... અને અદિતિને સૌથી વહાલું એવું પારિજાતનું વૃક્ષ, જે આખીય સોસાયટીમાં સૌનું ધ્યાન ખેંચતું તેમજ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું તેટલું સુંદર. આ વૃક્ષ ...વધુ વાંચો

5

પારિજાતના પુષ્પ - 5

" પારિજાતના પુષ્પ " " દોસ્ત " આપણે ગયા પ્રકરણમાં જોયું કે..... અદિતિની માંદગી તો લાંબી ચાલી...અરમાન જાણે પડી ગયો અને ખૂબજ ઉદાસ રહેવા લાગ્યો.. બિલકુલ સુનમુન રહેવા લાગ્યો.. તે ન તો સ્કૂલે જતો કે ન તો જમતો.. કે ન કોઈની સાથે વાત કરતો કે ન કોઈ પણ ફ્રેન્ડ સાથે રમવા પણ જતો.. અરમાનની મમ્મી દર્શનાબેનને અરમાનની ખૂબ ચિંતા થવા લાગી... અને એક દિવસ તો અરમાને હદ જ કરી નાખી...!!સવારનો ક્યાંક ચાલ્યો ગયો, સાંજ સુધી ઘરે ન આવ્યો ખૂબજ શોધખોળ થઈ ગઈ, દર્શનાબેનની આંખમાં તો આંસુ સૂકાતા ન હતા. બધા ખૂબજ ચિંતામાં પડી ગયા. ક્યાં ગયો હશે આ છોકરો..?? ...વધુ વાંચો

6

પારિજાતના પુષ્પ - 6

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-6 " પતિ બનવું સહેલું....પણ મિત્ર બનવું મુશ્કેલ...." મિત્ર હો તો અરમાન જેવો... અદિતિને શું છે થી માંડીને અદિતિને શું ગમે છે તેની બધીજ ખબર હોય અરમાનને....!! અરમાનને તેનાથી ચાર વર્ષ મોટો એક ભાઈ કરણ પણ અદિતિ તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી, તેને ન તો ભાઈ હતો કે ન તો બહેન હતી એટલે તેના માટે તો અરમાન જ સર્વસ્વ.... તેને એક સેકન્ડ પણ અરમાન વગર ન ચાલે....!! ****************** આરુષ પણ તેના મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો, મમ્મી-પપ્પા સાથે કેનેડા સેટલ હતો પણ મમ્મી-પપ્પાના ડેથ પછી અચાનક ઈન્ડિયામાં પોતાનો બિઝનેસ તેણે સેટ કરી દીધો અને પછી ...વધુ વાંચો

7

પારિજાતના પુષ્પ - 7

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-7 " અમૂલ્ય ભેટ " અદિતિ અને અરમાનનું બાળપણ એટલે અવિસ્મરણીય દિવસો, અવિસ્મરણીય ઘટનાઓ અવિસ્મરણીય યાદોનો ખજાનો..... અદિતિની બીમારી દરમ્યાન અરમાન અદિતિની બાજુમાંથી ખસવાનું નામ લેતો ન હતો. તે અદિતિને કહ્યા કરતો હતો કે, " તું મને માર ખવડાવીશ તે ચાલશે, મને હેરાન કરીશ તે પણ ચાલશે, પણ તું જલ્દીથી સાજી થઈ જા. મારે તારી સાથે રમવું છે, મારે તારી સાથે ઘણીબધી વાતો કરવી છે, તું ક્યારે પથારીમાંથી ઊભી થઈશ અદિતિ...?? " અને નાનકડા અરમાનની આંખોમાં આંસુ આવી જતાં.... બસ, અરમાન તેમજ અદિતિના ઘરના બધા સભ્યો અને અરમાનના ઘરના બધા જ સભ્યોની પ્રાર્થનાથી અદિતિની તબિયત ...વધુ વાંચો

8

પારિજાતના પુષ્પ - 8

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-8 " અદિતિની મુંઝવણ " ઈચ્છાઓની સાથે સાથે પહેલાની અદિતિ પણ મૃત્યુ પામી ચૂકી હતી. ખાલી જીવીત હતી તો ખોખલી યાદો... આરુષ ઑફિસેથી રિટર્ન આવે એટલે ઘણીબધી વાતો કરવી હોય અદિતિને આરુષ સાથે પણ આરુષનો કંઈપણ વાત કરવાનો મૂડ જ ન હોય એટલે અદિતિ પણ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ આરુષ સાથે બેસીને જમી લેતી અને પછી બંને સાથે બેસીને થોડીકવાર ટી.વી. જોતા અને સૂઈ જતા. બસ, આજ યંત્રવત જીવન અને નિત્યક્રમ હતો અદિતિનો અને આરુષનો....હવે આગળ.... અદિતિની આ પરિસ્થિતિથી સાવ અજાણ સંધ્યાબેન અદિતિને પૂછ્યા કરતા હતા કે, " ખુશ ખબરી ક્યારે સંભળાવે છે, બેટા ? ...વધુ વાંચો

9

પારિજાતના પુષ્પ - 9

અદિતિનું ભરતનાટ્યમ.... આજે અદિતિને સમજાયું હતું કે લગ્ન કરવાથી ફક્ત પોતાનું ઘર જ નથી બદલાતું પણ સમગ્ર જીવન જ જાય છે. આજે તેને સમજાયું કે મમ્મી-પપ્પાને છોડીને જતી વખતે દીકરીઓ શા માટે રડતી હશે...?? ખરા અર્થમાં આજે અદિતિને સમજાયું હતું કે પતિ અને સાસરું કોને કહેવાય...?? સ્ત્રીએ જ હંમેશાં બધો ભોગ આપવો પડતો હોય છે...!! પોતાનું ઘર ટકાવી રાખવા માટે ફક્ત સ્ત્રીએ જ સહન કરવું પડતું હોય છે. તેમ અદિતિ વિચારી રહી હતી.... આજે અદિતિને એ વાતનો અહેસાસ થયો કે અરમાન સાથે જ તેને લગ્ન કરવાના હતા. તો પછી આ બધું શું થઈ ગયું...?? અરમાન અને અદિતિ બંને નાના ...વધુ વાંચો

10

પારિજાતના પુષ્પ - 10

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-10 જોતજોતામાં કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી.અદિતિ તેમજ અરમાનનું રિઝલ્ટ પણ ગયું હતું બંનેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો અને સાથે સાથે અરમાન તેમજ તેના મમ્મી-પપ્પાનો કેનેડા માટેનો કોલ લેટર પણ આવી ચૂક્યો હતો. કેનેડા જવા માટેના એકે એક ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે અદિતિ હર પળે પળે અરમાનની સાથે હાથમાં હાથ મીલાવીને દોડતી રહી હતી, કેનેડા જવાની તૈયારી કરવાની ધમાલમાં ને ધમાલમાં અરમાન અને અદિતિ બંને એ વાત ભૂલી ચૂક્યા હતા કે બંને એકબીજાને છોડીને હજારો કિલોમીટર દૂર થઈ રહ્યા છે....હવે આગળ અન્યોઅન્યની મદદ કરવા ટેવાયેલા બંને, અદિતિ અને અરમાન એકબીજાથી છૂટા ...વધુ વાંચો

11

પારિજાતના પુષ્પ - 11

" " કેનેડા... " અરમાન તેના મમ્મી-પપ્પા સાથે કેનેડા પહોંચી ગયો અને તેમને પીકઅપ કરવા માટે ભાઈ અને ભાભી ઉપર આવીને જ ઉભા હતા. કરણ અને સીમા બંને પોતાના પરિવારને અહીં કેનેડામાં પોતાની સાથે જોઈને ખૂબજ ખુશ થઈ ગયા હતા. કેનેડાની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે અરમાનને અને તેના મમ્મી-પપ્પાને કંઇક અલગ જ પ્રકારની ખુશ્બુ આવી રહી હતી. એક અદમ્ય ઠંડકનો અહેસાસ થઈ રહ્યો હતો. મમ્મી-પપ્પાના ચહેરા ઉપર એકદમ ખુશી છવાએલી દેખાતી હતી મમ્મીની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી ગયાં પણ અરમાન જરા ઉદાસ ઉદાસ લાગતો હતો જાણે પોતાની કોઈ કિંમતી વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ હોય ...વધુ વાંચો

12

પારિજાતના પુષ્પ - 12

" રીંગ સેરેમની "ચાર-પાંચ મહિના સુધી નિયમિત અરમાન અદિતિને ફોન કર્યા કરતો હતો પણ અચાનક શું થયું તેની કંઈજ ન પડી અને અરમાનના ફોન આવવાના બિલકુલ બંધ થઈ ગયા. અદિતિને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું. એટલામાં તેની ફ્રેન્ડ કુંજનના મેરેજ હતા તેને પોતાના ફેમીલી સાથે તેમાં જવાનું ઈન્વીટેશન મળ્યું. અદિતિ પોતાના મમ્મી-પપ્પાની સાથે કુંજનના મેરેજ માં ગઈ ત્યાં આરુષે તેને જોઈ, આરુષને અદિતિ ખૂબ ગમી ગઈ. આ વાત આરુષે કુંજનને કરી. આરુષ અદિતિને ઘરે અદિતિને જોવા તેમજ મળવા માટે આવ્યો.... આરુષ કુંજનનો પિતરાઈ ભાઈ થતો હતો એટલે લગ્નના એક વીક પછી જીદ કરીને કુંજનને લઈને અદિતિને મળવા ...વધુ વાંચો

13

પારિજાતના પુષ્પ - 13 - અદિતિના લગ્ન

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-13અદિતિ અને આરુષની જોડી ખૂબજ સુંદર લાગી રહી હતી અદિતિ તો જાણે સ્વર્ગમાંથી પરી ઉતરીને હોય એટલી બધી સુંદર લાગી રહી હતી. આરુષ આજે ખૂબજ ખુશ હતો. પણ અદિતિને મનમાં ને મનમાં કોઈ સવાલ મૂંઝવી રહ્યો હતો. આરુષ અદિતિને પૂછી રહ્યો હતો કે," તને કેનેડા રહેવું ગમશે કે અહીં ઇન્ડિયામાં..?? " અદિતિ વિચારી રહી હતી કે અરમાનની ગેરહાજરીમાં ઈન્ડિયા શું કે કેનેડા શું બધું એક જ છે. તેને કંઈજ ફરક પડતો નથી. અને તે કંઈ જ જવાબ ન આપી શકી.આરુ‌ષ જ બોલી ગયો કે આપણે અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જઈશું જેથી તારા મમ્મી-પપ્પા એકલા ન પડે.અને આમેય ...વધુ વાંચો

14

પારિજાતના પુષ્પ - 14

લગ્નનો માંડવો ઘર આગળ બંધાઈ ચૂક્યો હતો પણ અદિતિને સમજાતું ન હતું કે લગ્ન કરવા કે ન કરવા અરમાન ઈન્ડિયા તેને લેવા માટે આવશે કે નહી આવે અને આવશે તો ક્યારે આવશે..?? આવા બધા અનેક સવાલો અદિતીના લાચાર મનને મૂંઝવી રહ્યા હતા..?? પણ હવે આરુષ સાથે લગ્ન કર્યા વગર છૂટકો જ ન હતો તે વાત પણ એટલી જ ચોક્કસ હતી.  અદિતિનું ? પણ ખૂબજ સુંદર સજાવવામાં આવ્યું હતું. અદિતિના હાથમાં આરુષના નામની મહેંદી લાગી ચૂકી હતી. અદિતિ કંઈ બોલી શકતી ન હતી કે કોઈને કંઈ કહી પણ શકતી ન હતી પણ મનોમન અરમાનને યાદ કરી રહી હતી અને ...વધુ વાંચો

15

પારિજાતના પુષ્પ - 15

એક દિવસ અરમાનનો ફોન અદિતિની મમ્મીના ઘરે આવ્યો અદિતિના ખબર-અંતર પૂછ્યા અદિતિના લગ્ન થઈ ગયા છે તે વાત જાણીને ખૂબ આનંદ થયો અને પોતે અદિતિને મળવા માટે ઈન્ડિયા આવવાનો છે તે વાત પણ તેણે જણાવી. આ વાત કહેવા માટે અદિતિની મમ્મી સંધ્યાબેને અદિતિને ફોન કર્યો તો આરુષે ફોન ઉપાડ્યો. અદિતિ આરુષનું જમવાનું પીરસવામાં બીઝી હતી. તેથી સંધ્યાબેને આ વાત આરુષને કરી અને અદિતિને સમાચાર આપવા કહ્યું પણ આરુષને અદિતિ અરમાનને મળે તે વાત બિલકુલ પસંદ ન હતી તેથી તેણે અદિતિને આ વાત જણાવી જ નહીં. અરમાને અદિતિની મમ્મી પાસેથી અદિતિનો નંબર લીધો અને અદિતિના ઘરે અદિતિને ફોન પણ કર્યો ...વધુ વાંચો

16

પારિજાતના પુષ્પ - 16

આપણે ગયા પ્રકરણમાં જોયું કે... આરુષ અદિતિને અરમાનથી ખૂબજ દૂર ખેંચીને લઇ જવા માંગતો હતો. બસ, તેના મનમાં એકજ ઘૂમરાયા કરતો હતો કે, " અરમાન, અદિતિને મળવો ન જોઈએ " અને તેને માટે આરુષ કંઈપણ કરવા તૈયાર હતો. હવે આગળ.... અદિતિ ઘરે એકલી હતી બસ, એઝયુઝ્વલ તેના ગાર્ડનમાં તે અને બિલાડીના બે બચ્ચા આગળ પાછળ દોડી રહ્યા હતા અને ફેકટરીનો એક માણસ આવીને તેના હાથમાં ફ્લાઈટની બે ટિકિટ આપીને નીકળી ગયો. અદિતિ વિચારમાં પડી ગઈ, આરુષે ક્યાં બહારગામ જવાનો પ્લાન કરી દીધો અને એ પણ આમ અચાનક કેમ..? તે કંઈજ અદિતિની સમજમાં આવતું ન હતું અને તે આરુષને ફોન ...વધુ વાંચો

17

પારિજાતના પુષ્પ ‌- 17

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, જેમ જેમ અરમાનના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ તેને અદિતિ વધુ વધુ યાદ આવી રહી હતી. તેની આંખો જાણે આંસુનો દરિયો બની ગઈ હતી જે અનરાધાર વહ્યે જતી હતી.... તે દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી અદિતિ મને જલ્દીથી મળવા આવી જાય. પણ... તેને ક્યાં ખબર હતી કે તેની અદિતિ તેનાથી કોશો દૂર હતી...!! અને તે ઈન્ડિયા આવી ગયો છે અને તેની આટલી બધી દયનીય પરિસ્થિતિથી માસૂમ ભોળી અદિતિ બિલકુલ અજાણ છે...!! *********************** આરુષ એકદમ ફરવાના તોફાની મૂડમાં હતો પણ અદિતિને જરા પણ મૂડ ન હતો. અદિતિ ખૂબજ થાકી ...વધુ વાંચો

18

પારિજાતના પુષ્પ - 18

અદિતિના મમ્મી સંધ્યાબેન આજે ગહેરા શોકમાં ડૂબી ગયા હતા અને ખૂબજ રડી રહ્યા હતા આજે તેમનું રડવાનું બંધ જ ન હતું. મમ્મીનું આમ અચાનક રડવાનું કારણ અદિતિએ પૂછ્યું તો અદિતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને ફોનનું રીસીવર તેના હાથમાંથી છટકી ગયું અને તે જમીન ઉપર ફસડાઈ પડી.અદિતિના પડવાનો અવાજ આવતાં જ અદિતિના ઘરે કામ કરતાં રમાબેન રસોડામાંથી દોડીને બહાર આવ્યા તેમણે અદિતિને ઉઠાડવાની કોશિશ કરી પણ તે મૂર્છિત થઈ ગઈ હતી તેથી તેણે કંઈ જ જવાબ ન આપ્યો.રમાબેન રસોડામાંથી તેને માટે પાણી લઈ આવ્યા અને તેના મોં ઉપર છાંટ્યું પછી તે ભાનમાં આવી એટલે તેને બેડ ઉપર ...વધુ વાંચો

19

પારિજાતના પુષ્પ - 19

આરુષ પોતાના જીવનમાં ક્યારેય આવી મૂંઝવણમાં મૂકાયો ન હતો પરંતુ આજે જીવનમાં પહેલીવાર તે આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી હતો. અને કદાચ તેથી જ ખૂબજ દુઃખી થઈ ગયો હતો અને વિમાસણમાં પડી ગયો હતો...!! આરુષથી, પોતાની અદિતિની આ હાલત જોઈ શકાતી ન હતી. અદિતિને આમ સૂનમૂન જોઈને તે પણ સૂનમૂન બની જતો હતો અને ચિંતામાં પડી જતો હતો કે, " મારી અદિતિને ક્યારે સારું થશે..?? અને થશે પણ ખરું કે નહિ..?? મારી પહેલાંની અદિતિ મને પાછી મળશે કે નહિ મળે તે પ્રશ્ન તેના દિલોદિમાગમાંથી ખસતો ન હતો. અને આવા વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠતો હતો.સમય પસાર થયે જતો હતો અદિતિની ...વધુ વાંચો

20

પારિજાતના પુષ્પ - 20

અરમાનની કોઈ નિશાની અદિતિની સામે લાવવાથી કદાચ અદિતિને અરમાનની યાદ આવે અને તે રડી પડે અને આ આઘાતમાંથી બહાર શકે તેવી શક્યતા ડૉક્ટરે આરુષને બતાવી. તેથી આરુષે આ વાતની જાણ અદિતિની મમ્મીને કરી અને અરમાનની કોઈ નિશાની છે કે નહિ તે પૂછ્યું પણ ખરું, અદિતિની આ હાલતને લઈને સંધ્યાબેન ખૂબજ રડી પણ પડ્યા હતા અને તેમણે આરુષને અદિતિને અરમાને ગીફ્ટ આપેલી "Dancing dall" યાદ કરાવી હતી. અરમાને અદિતિના વોર્ડડ્રોબમાંથી Dancing dall શોધી કાઢી અને તે અદિતિ પાસે લઈ આવ્યો અને તે બતાવીને આરુષ અદિતિને કહેવા લાગ્યો કે, " આદિ,જો આ ડોલ કેટલી બધી સરસ છે, તું જેમ ખૂબજ સુંદર ...વધુ વાંચો

21

પારિજાતના પુષ્પ - 21

આપણે પ્રકરણ-20 માં જોયું કે,અદિતિની આવી સીરીયસ પરિસ્થિતિને લઈને ડૉ. નીશાબેન પણ વિચારમાં પડી ગયાં કે અદિતિને કઈ રીતે પરિસ્થિતિમાં લાવવી..?? અને કઈરીતે તેની ટ્રીટમેન્ટ કરવી..?? હવે આગળ...અદિતિની આ પરિસ્થિતિની જાણ આરુષની કઝિન સિસ્ટર અને અદિતિની બેસ્ટ ફ્રેન્ડ કુંજનને થતાં તે અદિતિની ખબર પૂછવા અને તેને મળવા માટે આરુષના ઘરે આવી. કુંજનને તેમજ તેની નાની રૂપાળી, કાલું કાલું બોલતી મીઠી-મધુરી દિકરી ગુડ્ડીને જોઈને અદિતિના મુખ ઉપર હાસ્યની રેખા તરી આવી. અદિતિનો હસતો ચહેરો જોઈને આરુષને પણ થોડી રાહત લાગી અને તેના ચહેરા પર પણ સ્માઈલ આવી ગયું અને તેણે ઘણાં લાંબા સમયના તણાવ પછી, જેમ ભર ઉનાળે ઠંડા પવનની લહેર ...વધુ વાંચો

22

પારિજાતના પુષ્પ - 22

આપણે પ્રકરણ-21માં જોયું કે, ગુડ્ડી તો અદિતિના ખોળામાંથી નીચે ઉતરવાનું નામ જ લેતી ન હતી જાણે તે વર્ષોથી અદિતિને હોય તેમ. આજે તો તેણે હદ જ કરી નાંખી હતી, રાત પડી એટલે તેણે અદિતિ સાથે અદિતિના બેડરૂમમાં સૂઈ જવાની જીદ કરી. પણ ગુડ્ડીને વાર્તા સાંભળીને જ સુઈ જવાની આદત હતી તેથી કુંજન ગુડ્ડીને "ના" પાડી રહી હતી કે, આંટી તો તને વાર્તા નહિ સંભળાવે તું મારી સાથે જ સુઈ જવા માટે ચાલ, હું તને સરસ વાર્તા સંભળાવીશ. પણ, સ્ત્રી હઠ, રાજ હઠ અને બાળ હઠને સમજવી મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે. ગુડ્ડી તેની મમ્મી કુંજનની વાત માનવા બિલકુલ તૈયાર ...વધુ વાંચો

23

પારિજાતના પુષ્પ - 23

આપણે પ્રકરણ-22 માં જોયું કે, આરુષે અરમાન અને અદિતિની વાત વાર્તા સ્વરૂપે ગુડ્ડીને કરી તોપણ અદિતિના વર્તનમાં કંઈ જ પડતો ન હતો તેથી આરુષની ઊંઘ આજે ફરીથી ઉડી ગઈ હતી, તે વિચારી રહ્યો હતો કે, અદિતિને રડાવવા માટે અરમાનનું નામ ગમે તેટલી વખત લેવામાં આવે તોપણ અદિતિને તો જાણે કંઈ જ ફરક પડતો નથી..!! અદિતિ જાણે અરમાનને ઓળખતી જ ન હોય..!! તેને અરમાનના નામ થી કંઈ જ ફરક પડતો ન હોય તેમ તે બીહેવ કરે છે..!! હવે શું કરવું તે એક પ્રશ્ન છે..?? અને આંખો બંધ કરીને મનોમન ભગવાન પાસે ભીખ માંગી રહ્યો હતો કે, " હે પ્રભુ, મને અદિતિ ...વધુ વાંચો

24

પારિજાતના પુષ્પ - 24

આપણે પ્રકરણ-23 માં જોયું કે, અરમાને અદિતિના ગાલ ઉપર પોતાના બંને હાથ પ્રેમથી ફેરવ્યા અને તેને પોતાની બાહુપાશમાં જકડી અને તેની ઉપર ચૂંબનોનો જાણે વરસાદ કરી દીધો અને આરુષ અદિતિના ખોળામાં માથું મૂકીને ત્યાં જ દરિયાકિનારે સૂઈ ગયો અને અદિતિના બંને હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી રમાડવા લાગ્યો અને તેની આંખમાં આંખ પરોવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોઈ રહ્યો કે જાણે મનોમન અદિતિને પૂછી રહ્યો હતો કે " તને શું પ્રોબ્લેમ છે..?? તું કેમ બિલકુલ ચૂપ છે..?? મને અહીં એકલો-અટૂલો છોડીને કઈ દુનિયામાં ચાલી ગઈ છે તું..?? તું મારી પાસે પાછી આવી જા, મારી અદિતિ મારે તારી ખૂબજ જરૂર ...વધુ વાંચો

25

પારિજાતના પુષ્પ - 25

આપણે પ્રકરણ-24 માં જોયું કે અદિતિના મમ્મી સંધ્યાબેન અદિતિના ઘરે થોડા દિવસ રહેવા માટે આવે છે અને અરમાને તેમને એક કેસેટ યાદ આવતાં તે કેસેટ આરુષના હાથમાં આપે છે, જેમાં અરમાને પોતાના છેલ્લાં સમયે તેને જે અદિતિને કહેવું હતું તેનું રેકોર્ડિંગ કરી રાખ્યું હતું અને સંધ્યાબેનને કહ્યું હતું કે, કદાચ મારા મૃત્યુ બાદ અદિતિ અહીં આવે અને મારા વિશે કંઈપણ પૂછે તો તમે તેને આ કેસેટ સંભળાવજો અને મારી તેને વ્હાલભરી ખૂબ ખૂબ યાદ આપજો.અદિતિના મમ્મી સંધ્યાબેને આ વાત આરુષને જણાવી અને આરુષને પૂછ્યું કે, " આપણે આ કેસેટ અદિતિને સંભળાવવી છે..?? કદાચ, અરમાનનો અવાજ, અરમાનની જૂની વાતો સાંભળીને ...વધુ વાંચો

26

પારિજાતના પુષ્પ - 26

આપણે પ્રકરણ-25 માં જોયું કે અરમાન ખૂબજ આક્રંદથી આંસુ સારતાં સારતાં તેની છેલ્લી ક્ષણોમાં અદિતિને કહે છે કે, " મારા અંતિમ દિવસો ગાળવા માટે અહીં તારી પાસે આવ્યો હતો. અદિતિ પણ ખેર.. ઈશ્વરને જે ગમ્યું તે ખરું..!! પણ મને યાદ રાખજે તું ભૂલી ન જતી હો નેં.....અદિતિ... " અને અદિતિ તેની સામે જ હોય.. અદિતિનો હાથ તેના હાથમાં જ હોય અને અદિતિ જાણે તેને દૂર ક્યાંક લઈ જઈ રહી હોય તેમ અરમાન છેલ્લીવાર પથારીમાંથી ઊભો થયો અને બે ડગલાં ચાલ્યો અને જમીન ઉપર 'ધબાક' અવાજ સાથે ફસડાઈ પડ્યો.... તેનાં મોંમાંથી નીકળેલો છેલ્લો ઉદગાર પણ "અદિતિ" જ હતો. સંધ્યાબેન, " ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો