Parijatna Pushp - 24 books and stories free download online pdf in Gujarati

પારિજાતના પુષ્પ - 24

આપણે પ્રકરણ-23 માં જોયું કે,


અરમાને અદિતિના ગાલ ઉપર પોતાના બંને હાથ પ્રેમથી ફેરવ્યા અને તેને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર ચૂંબનોનો જાણે વરસાદ કરી દીધો અને આરુષ અદિતિના ખોળામાં માથું મૂકીને ત્યાં જ દરિયાકિનારે સૂઈ ગયો અને અદિતિના બંને હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી રમાડવા લાગ્યો અને તેની આંખમાં આંખ પરોવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોઈ રહ્યો કે જાણે મનોમન અદિતિને પૂછી રહ્યો હતો કે " તને શું પ્રોબ્લેમ છે..?? તું કેમ બિલકુલ ચૂપ છે..?? મને અહીં એકલો-અટૂલો છોડીને કઈ દુનિયામાં ચાલી ગઈ છે તું..?? તું મારી પાસે પાછી આવી જા, મારી અદિતિ મારે તારી ખૂબજ જરૂર છે... " અને આરુષની આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગ્યાં...


આરુષ અદિતિની આંખમાં અદિતિ શું વિચારી રહી છે તે વાતને જાણે કળવા માંગતો હતો...આરુષના આંસુઓથી અદિતિનું માંહ્યલુ હ્રદય ભીંજાય છે કે નહિ..?? હવે આગળ


પરંતુ જાણે પૂતળું બની ગયેલી અદિતિની ઉપર તો આરુષના આંસુઓની કોઈ જ અસર થતી ન હોય તેમ તે નિસ્તેજ દ્રષ્ટિએ આકાશ ભણી જોઈ રહી હતી, જાણે આકાશમાં પોતાના ખોવાયેલા અતીતને અને ખોવાયેલા અરમાનને શોધ રહી હોય તેમ...દુઃખી હ્રદયે આરુષ અદિતિને લઈને


પોતાના ઘરે પાછો ફર્યો.

બીજે દિવસે સવારે અદિતિની મમ્મી સંધ્યાબેનનો, અદિતિની ખબર-અંતર પૂછવા માટે ફોન આવ્યો.


આરુષે સંધ્યાબેનને અદિતિની હાલની પરિસ્થિતિની જાણ કરી અને ખૂબજ ખુશી સાથે અદિતિ "માં" બનવાની છે તે સમાચાર પણ આપ્યા તેમજ તે નાનીમા બની રહ્યા છે તે માટે બધાઈ પણ આપી પરંતુ સાથે સાથે તેની તબિયતમાં કે વર્તનમાં હજી કોઈ જ ફરક કે સુધારો થયો નથી તે વાત પણ જણાવી.


અને કુંજન તેમજ ગુડ્ડી થોડા દિવસ અદિતિ પાસે રહીને ગયા તેથી અદિતિના વર્તનમાં ખૂબ ફેરફાર દેખાઈ રહ્યો હતો પરંતુ અદિતિ નોર્મલ થાય તે પહેલાં કુંજન અને ગુડ્ડી બંને તેમના ઘરે ચાલ્યા ગયા તેથી પોતે થોડો વધુ ચિંતામાં મૂકાઈ ગયો છે તેમ જણાવ્યું.


આ ‌બધીજ વાત જણાવ્યા પછી આરુષે સંધ્યાબેનને થોડા દિવસ અદિતિ પાસે રહેવા આવવા માટે કહ્યું અને સંધ્યાબેને અદિતિની વર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી લઈને આરુષના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો અને અદિતિ પાસે રહેવા માટે તે અદિતિના ઘરે આવ્યા.


પોતાની જીવથી પણ વધારે વ્હાલી અદિતિને સૂનમૂન જોઈને સંધ્યાબેન અદિતિને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા પણ અદિતિની આંખમાં તો આંસુ જાણે સૂકાઈ જ ગયા હોય તેમ ટપકવાનું નામ જ લેતાં ન હતાં.


અદિતિને જોઈને સંધ્યાબેન પણ સૂનમૂન થઈ ગયા અને વિચારમાં ડૂબી ગયા કે અદિતિને આ શું થઈ ગયું છે..?? તે આખો દિવસ કયા વિચારોમાં ખોવાયેલી રહે છે..?? મારી સાથે, એની "માં" સાથે પણ વાતચીત નથી કરતી..!! અને સંધ્યાબેન પણ ગહન વિચારોમાં ડૂબી જતાં.


એટલામાં તેમને અરમાને આપેલી એક કેસેટ યાદ આવી જેમાં અરમાને પોતાના છેલ્લાં સમયે તેને જે અદિતિને કહેવું હતું તેનું રેકોર્ડિંગ કરી રાખ્યું હતું અને સંધ્યાબેનને કહ્યું હતું કે, કદાચ મારા મૃત્યુ બાદ અદિતિ અહીં આવે અને મારા વિશે કંઈપણ પૂછે તો તમે તેને આ કેસેટ સંભળાવજો અને મારી તેને વ્હાલભરી ખૂબ ખૂબ યાદ આપજો.

અદિતિની મમ્મી સંધ્યાબેને આ વાત આરુષને જણાવી અને આરુષને પૂછ્યું કે, " આપણે આ કેસેટ અદિતિને સંભળાવવી છે..?? કદાચ, અરમાનનો અવાજ, અરમાનની જૂની વાતો સાંભળીને અદિતિનું મન અને આંખો પલળે અને ભીતરમાં ધરબાયેલી લાગણીઓ બહાર આવી અશ્રુધારા બની વહેવા લાગે તો તેની તબિયતમાં સુધારો થઇ શકે છે....

આરુષ અદિતિને અરમાનની ટેપ કરેલી કેસેટ સંભળાવવા તૈયાર થાય છે કે નહિ..?? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
‌ દહેગામ
1/3/2021


બીજા રસપ્રદ વિકલ્પો