જિંદગી ની આંટી ઘૂંટી

(218)
  • 89k
  • 13
  • 35.9k

જિંદગીની આંટીઘૂંટી ભાગ-૧મહેશભાઈ આજે 60 વર્ષની ઉંમરે તેમના આલિશાન બંગલા ના ,બગીચા ના બહાર હિંચકે બેઠા બેઠા આકાશમાં મીટ માંડી છે ,એક સમયના ઉદ્યોગપતિ અને આજે પણ તેનાથી વધુ પૈસાની રેલમછેલ એમના ઘરમાં છે. પણ પરિવાર !!બસ એટલે જ આકાશ સામુ જોઇ ઈશ્વરને કંઈક કહી રહ્યા હોય તેમ કે હે પ્રભુ કેવી આ જિંદગીની આંટીઘૂટી છે, જે ચક્ર વ્યુહ માંમાણસ ફસાતો જાય છે, અને તેને કદાચ કોઈ રસ્તો મળતો જ નથી, હવે શું કરવું છે, આવી જિંદગીને જેની ગૂંચો ઉકલે છે પાછી વીંટળાય છે પાછી ઉકલે છે, શું દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી હશે, કે મારા એકલાની જ છે,

Full Novel

1

જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૧

જિંદગીની આંટીઘૂંટી ભાગ-૧મહેશભાઈ આજે 60 વર્ષની ઉંમરે તેમના આલિશાન બંગલા ના ,બગીચા ના બહાર હિંચકે બેઠા બેઠા આકાશમાં માંડી છે ,એક સમયના ઉદ્યોગપતિ અને આજે પણ તેનાથી વધુ પૈસાની રેલમછેલ એમના ઘરમાં છે. પણ પરિવાર !!બસ એટલે જ આકાશ સામુ જોઇ ઈશ્વરને કંઈક કહી રહ્યા હોય તેમ કે હે પ્રભુ કેવી આ જિંદગીની આંટીઘૂટી છે, જે ચક્ર વ્યુહ માંમાણસ ફસાતો જાય છે, અને તેને કદાચ કોઈ રસ્તો મળતો જ નથી, હવે શું કરવું છે, આવી જિંદગીને જેની ગૂંચો ઉકલે છે પાછી વીંટળાય છે પાછી ઉકલે છે, શું દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી હશે, કે મારા એકલાની જ છે, ...વધુ વાંચો

2

જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૨

(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશ લગ્ન કરવાની ના પાડી છે હવે આગળ) મહેશ તું લગ્ન કરી લે, ને સીતાનું પણ ઠેકાણું પડશે અને પછી તું ભણજે તને કોણે ભણવાની ના પાડી છે. તારી લગ્ન ન કરવાની જીદ છોડી દે ,અને જો તારે લગ્ન ન કરવા હોય તો.... અને એ રાત નું મનોમંથન ઊંઘ ના આવે શું કરવું ?શું ન કરવું શું મારે ઘર પરિવાર છોડી દેવા? કે પછી લગ્ન કરી લેવા ?જો લગ્ન કરી લઉં તો બંધાઈ જાઉ, લગ્ન પછી મને કોઇની દિકરી ને દુઃખી કરવાનો અધિકાર નથી, તો પછી મારી જિંદગીનું શું ?શું મારે મારી જિંદગી જીવવી ...વધુ વાંચો

3

જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૩

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ભાગીને મુંબઈ પહોંચી જાય છે અને વિચારે છે કે હું શું કરું? અહીં રહુ ભાગી જાવ? હવે આગળ ***હું આગળ ચાલતો જ રહ્યો ચાલતાં ચાલતાં થાકી ગયો, મારી મંઝિલ ક્યાં? ભૂખ તો પેટ ને દઝાડતી જ હતી અને સાથે ધીરે ધીરેમાથા ઉપર આવી રહેલો સૂરજનો તડકો, ગરમીથી અકળાઈ ઉઠ્યો મારું માથું ભમવા લાગ્યું, હજુ તો મુંબઈ પહોંચ્યો અડધો દિવસ થયો હતો .અને દિવસે ""તારા દેખાઈ ગયા" જાણે ચક્કર આવવા લાગ્યા બધું ગોળ ગોળ ફરવા લાગ્યું કંઈખબર જ ન પડી અને એક દિવાલ પકડી ને ફસડાઈ પડ્યો મુંબઈ તો દોડતું શહેર ...વધુ વાંચો

4

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૪

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને હજી મંઝિલ શોધે છે? તે વિચારે છે શું કરીશ? કોણ મને કામ આપશે હવે આગળ ... મને વિચાર આવ્યો કે હું શું કરીશ? ક્યાં જઈશ? કોણ કામ આપશે ?અને એવા વિચારોમાં ત્યાં જ ફરી, પાછો ઊંઘી ગયો. . સવારના સાત વાગવા આવ્યા હશે, અને કોઈ મને હલાવી રહ્યું હતું .કેમ? કોણ હતું? ને મેં આંખો ખોલી ને તેની સામે જોયું તો એક કાકા હતા, તે બોલ્યા છોકરા કેમ અહીં ઊંઘી ગયો છે, શું થયું છે ..ઊભો થા અહીં થી તે મનમાં બબડતા બોલ્યા, ...વધુ વાંચો

5

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૫

( આપણે આગળના ભાગમાં જોયું કે, મહેશભાઈ એક કાકાએ આશરો આપ્યો, અને હવે એક પાર્સલ આપવા કહે છે ,અને મૂંઝવણમાં મુકાયા છે.. ) ૧૭ વર્ષનુ મગજ જાજુ વિચારી શકતું નથી, કાકાએ કહ્યું છોકરા આ પાર્સલ પહોંચાડી દે, આ કામના હું તને સો રૂપિયા આપીસ, સો રૂપિયા સાંભળીને તમ્મર જેવું આવી ગયુ, કેમ માડમાડ કોઈ દિવસ જોયેલા અને આ એક કામ ના સો રૂપિયા! પૈસાની તો જરૂર હતી, પૈસા માટે ભલભલા લોકો ફસાઈ જાય છે, અને જેની હાલ મારે તો જરૂર જ હતી, શું તો આ કાગળની નોટો પણ તેના ...વધુ વાંચો

6

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૬

(આપણે આગળના ભાગમાં જોયું કે મોહનભાઈ રાતે કાકા ની હોટલ થી નીકળી જાય છે ખિસ્સામાં સો રૂપિયા છે અને શોધમાં એક હોટેલમાં જઈને ઊભા રહે છે) .. એકધારા સવાલોથી હું મુંજાઈ ગયો, શું કહેવું ?અને શું ના કહેવું? મેં ધીરે ધીરે જવાબ આપ્યો કે હું ભણવા માટેઆવ્યો છું , . પણ મારે ઘરની પરિસ્થિતિ સારી નથી, તેથી મારે નોકરી કરવી છે .જાણે કે શેઠ કંઇ ખબર પડી ગઈ હોય, કે હું ઘરેથી ભાગેલો છું કે પછી! તેમને મારા જેવા છોકરાઓ નો અનુભવ છે, તેમને મારી સામું જવાબ ન ...વધુ વાંચો

7

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૭

(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશભાઈ સપનુ જોવેછે ,અને તે નિર્ણય કરે છે કે તે આજે તોકોલેજ જશે હવે આગળ....) હું પણ ટેબલ ની સાફ સફાઈ કરવા લાગી ગયો, રઘુ એ પાણીના જગ ગોઠવી દીધા, એટલામાં રસોઇયો રસોઇ કરવા માટે આવી ગયો, અમારે રસોઈયા સાથે ખાસ વાતચીત ન થાય કે રસોડામાં જ રહે અને અમારે રસોડામાં ખાસ જવાનું નહીં ફકત રસોઈ બની જાય પછી સાફસફાઈ માટે જવાનું, તે રસોઈ બનાવીને બહાર ની તરફ ના બારામાં મૂકી આપે. કોઈ વાર તે થોડો મોડો પડે તો શેઠ જાતે અંદર રસોઈ બનાવવા ચાલ્યા જાય મે રઘુ ...વધુ વાંચો

8

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-8

(આપણે આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને કોલેજ પહોંચે છે પણ કોલેજ બંધ થઈ ગયેલી હોય છે હવે તે દિવસે કોલેજ સાયકલ લઈને જવાનું વિચારે છે હવે આગળ) એ જ વિચારોમાં રાતે ઊંઘ નહોતી આવી રહી, આજે વધારે ચાલેલો તેથી આખું શરીર પણ દુખતું હતું, જાણે અંદરથી તાવ ભરાયો હોય તેવું લાગતું હતું, પણ અહીંયા તો કોને કહું મને યાદ આવ્યું કે ગામડે એક વાર દોડ હરીફાઈ હતી અને તેમાં હું આવું જ દોડેલો અને થાકી ગયેલો, ત્યારે મારી માએ મને ગરમ પાણીમાં મીઠું નાખીને નવડાવેલો અને ...વધુ વાંચો

9

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-9

આમ અચાનક સાઇકલ જોઈને થોડીવાર તો આંખો ફાટી રહી ગઈ, અરે કાકા તમે અહી, અત્યારે કેમ? કાકા બોલ્યા કાલે મેં તારી આંખમાં ઉદાસીનતા જોઈ હતી, તારે એવું તારે કોઇ ઇમરજન્સી કામ હશે, તો જ તે મારી પાસે સાયકલ માગી હશે ને, તેવું વિચારી હું સાયકલ લઈને આવ્યો છું,અજાણ્યા શહેરમાં દિકરા કોઇ જ્યારે આપણને ઓળખતુંયે નથી અને કોઇ અગત્યનું કામ આવી પડે છે, ત્યારે કેવી મન:સ્થિતિ થાય છે, તે મને ખબર છે, દીકરા તું મારોબીજો કોઇ વિચાર ના કર અને તું તારે જે કામ હોય તે કરી આવ...લે તું આ સાઇકલ, મારે તો મિલ માં જવું છે, ...વધુ વાંચો

10

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-10

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ વિઘ્નો દૂર કરતા કરતા કોલેજનું એડમિશન ફોર્મ ભરી દે છે પણ હવે તેમનો પગાર નથી અને ફી ભરવાની છે તે હવે શું કરશે? કોણ એમની મદદ કરશે હવે આગળ) એમને એમ વિચારોમાં આખો દિવસ કામ કરતો ગયો, બીજી ચિંતા સોમવાર ની પરીક્ષાની પણ હતી કેવી હશે પરીક્ષા? શું હું બરાબર આપી શકીશ, હવે તેની તૈયારી પણ કઈ રીતે કરવી , એમને એમ સાંજ પડી ગઈ, સાંજે ગ્રાહકો જમવા આવવા લાગ્યા, પાછો કામમાં લાગી ગયો, છેલ્લે પેલા કાકા જમવા આવ્યા, તેમણે મને પૂછ્યું કામ થઈ ગયું દીકરા મે કહ્યુ હા, કાકા ... ...વધુ વાંચો

11

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-11

(આગળના ભાગમાં જોયું કે મહેશને કોલેજમાં ફી ભરવાની ચિંતા છે અને તેને કોણ મદદ કરશે? અને તેને સાયકલ ઘંટડી સંભળાય છે, હવે આગળ)' અરે' તમે અત્યારે અહીં ક્યાંથી? એવા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યા. દીકરા હું કદાચ તારી પિતાના ઉંમરનો હોઈશ ,ભલે તું મને કંઈ ના કીધું હોય પણ મેં તારું મન કળી લીધું હતું, એટલે જ હું અહીં આવ્યો છું, લે આ સાયકલ અને તારે ફી ના કેટલા પૈસા ભરવાના છે, હું તો અવાક્ થઇ સાભળી રહ્યો,આ શું સાક્ષાત ભગવાન મારી મદદ કરવા આવ્યા છે, મેં કહ્યું કાકા સાઇકલ તો બરાબર છે પણ આ ...વધુ વાંચો

12

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-12

(આગળના ભાગમાં જોયું કે કાકાએ મહેશભાઈ ની મદદ કરી, અને તેમના જીવનની કહાની કીધી ,હવે આગળ ) હું અને રઘુ તો બેસી રહ્યા ,અને હું તો વિચારોમાં ખોવાઈ ગયો કે શું મારું સપનું? પુરું કરી શકીશ, અને રઘુ બોલ્યો મહેશ યાર તને એક વાત પૂછયુ તું એનો સાચો જવાબ આપજે, યાર તું સાચું કહે તુ ઘરેથી ભાગીને મુંબઈ આવ્યો છે ,રઘુ આજે તારે ઘરે જવાનું મોડું થશે, ચાલ હું તને કાલે બધી વાત કરીશ અને તેના ઘરે ચાલ્યો, અને હું વિચારમાં પડી ગયો કે કાલે તો હવે રઘુને સાચી હકીકત કહેવી જ પડશે હવે ...વધુ વાંચો

13

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-13

(આગળનાભાગમાં જોયું કે હવે મહેશભાઈ ને એક દિવસ હોટલમાં કામ કરવાનું બાકી છે નોકરી ક્યાં શોધશે? અને વિચારે કાલથી થશે હવે આગળ) આજનો આખો દિવસ તો બેચેની માં ગયો,હવે શું કરવું? હું શું કરી શકીશ? અહીં આવ્યો ,પછી અત્યાર સુધી નો સમય,રઘુ નુ મળવું સખારામ કાકાએકરેલી મદદ બધું આખો આગળ તરવરતુ હતુ, રઘુ પણ આજે તો બહુ ઓછું બોલતો હતો, સાજ પડવા આવી હતી, ગ્રાહકો ધીરે ધીરે આવવા લાગ્યા,હું અને રઘુ કામમાં લાગી ગયા, આજે સખારામકાકા જમવા નહોતા આવ્યા, કદાચ ક્યાંક બહાર ગયા હશે,અમે કામ પૂરું કરીને બેઠા,રઘુ હવે આપણે કાલનો દિવસ મળીશું!રઘુ ની આખ પાણી ...વધુ વાંચો

14

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-14

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ કોલેજ જાય છે, ને હવે નોકરીની શોધમાં ફરે છે હવે આગળ) હું નોકરી શોધવા આમતેમ ભટકતો હતો, પણ ક્યાંય નોકરી નો મેળ ના પડ્યો, હું થાકી ગયો હતો, સ્ટેશનરીની દુકાન થી એક નોટબુક ખરીદી અને નાસ્તાની લારી પરથી થોડો નાસ્તો કર્યો , અને એક જગ્યાએ ઓટલા પર જઈ બેઠો ,શું કરીશ ?આજે તો નોકરી નું ઠેકાણું પડ્યું નહીં, હવે હું શું કરું! આજની રાત કેવી રીતે વિતાવવી, અને પાછું કાલે તો નોકરી શોધવી પડશે , નોકરી ક્યાં મળશે? એવું વિચારતો વિચારતો ...વધુ વાંચો

15

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-15

(આગળના ભાગમાં જોયું મહેશ ભાઇ નોકરી શોધતા શોધતા એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશન નું કામ ચાલે છે નોકરી એ રહે છે, વિચારતો બેઠા છે, હવે આગળ)મજુરને જોઈને વિચાર આવ્યો કે આખો દિવસ કેટલું કામ અને આ કામમાં તો થાકી પણ જવાશે,પણ મારે આ કામ કરવું જ પડશે ,અને એ દિવસે હું ત્યાં રોકાયો,કેટલાય સમય સુધી બેસી રહ્યો,પછી એક ભાઈ એ મને પૂછ્યું કંઈ કામ કરવા આવ્યો છે,મેં કહ્યું હાઅને રહેવાનું પણ અહીં'હા' તારે જે જગ્યાએ રહેવું હોય તે સાફ કરી દે, બિલ્ડીંગ માં બે માળ ભરાઈ ગયેલા હતા, એટલે પહેલાં માળ ની નીચે ભોયતળિયુ સાફ કર્યુમારી પાસે તો બીજું ...વધુ વાંચો

16

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-16 

(આપણે આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ કામના સ્થળે જ રહે છે અને રામજીકાકા તેમને પ્રશ્ન કર્યો તેનો જવાબ આપવો નહીં તેની અવઢવ માં પડે છે, હવે આગળ)શું કરું?રામજીકાકા ને સાચેસાચું બધું કહી દઉં નાના અત્યારે નહી ,અત્યારે તો કોલેજ જવાનું મોડું થાય છે, અને હું ત્યાંથી ઊભોથયો,રામજીકાકા કોઈક વાર વાત કરીશ,શું વાત છે?મેં કઈ ખોટું પૂછી લીધું, ના ના એવું કંઈ નથી.કહીને હું કોલેજ જવા નીકળી ગયો,કદાચ રામજીકાકા મારા વિશે વિચારતા હશે,અને હું ચાલતો જ કૉલેજ પહોંચ્યો મારે હું નહોતો ગયો, તે દિવસ ની નોટસ તો લખવાની હતી,અરે, મારી નોટસ તો આકાશ પાસે જ હતી તે આગળ ની નોટસ ...વધુ વાંચો

17

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-17 

(આગળના ભાગમાં જોયુ કે મહેશભાઈ ને પરીના બહુ જ વિચાર આવે છે, અને તે આકાશ વિશે જાણવા માગે અને આકાશને પ્રશ્ન કરે છે હવે આગળ)આકાશ સ્વસ્થ થતા બોલ્યો મારા ઘરમાં મમ્મી પપ્પા ને હું છે,મારા પપ્પા મોટા બિઝનેસમેન છે, તેથી તો હું બાઈક લઈને આવું છું,મહેશ: એવું તારા પપ્પાને શાનો બિઝનેસ છે,આકાશ :મોટી ગારમેન્ટ્સ ની ફેક્ટરી છે,મહેશ: સારુ કહેવાય તારા નસીબ સારા છે, આકાશ વિચારમાં પડી ગયો શું ધૂળ ને ઢેફાં નસીબ સારા છે, મારા પિતા ને એવડો મોટો બિઝનેસ હોત તો હું ગાડી લઈને કોલેજ ના આવત,મારા પિતા ના ધંધા વિશે કોઈને કશું કહેવું જેવું ...વધુ વાંચો

18

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-18 

(આગળના ભાગમાં જોયું કે કુસુમ તેની ગાડીમાં મહેશ લિફ્ટ આપે છે, અને તે પદમા ને ગમતું નથી, જ્યારે મહેશ જાય છે, ત્યારે પદમાને પણ લાઇબ્રેરીમાં જોવે છે, હવે આગળ)પરી ને જોઈને મન વિચારના ચગડોળે ચડ્યું,શું એને પણ વાંચનનો રસ હશે?કે તે મારી પાસે આવી હશે ,આખી લાઇબ્રેરીમાં હું અને તે બંને એકલા જ હતા, તે કઈ બોલી નહોતી, અને મારી બોલવાની હિંમત નહોતી, અચાનક તેણે મારી સામે જોયું ,અને હું તેની સામે હસ્યો પણ તે ના હસી હજી તેને તો મારા પર ગુસ્સો હશે ,મેં તેની પાસે પેન માગી તો તેને મને બોલ્યા વગર આપી દીધી,પણ પેનલેતા મારો હાથ તેને ...વધુ વાંચો

19

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-19

( આગળના ભાગમાં જોયું કે મહેશ કોલેજમાંથી કામના સ્થળે પાછો આવે છે તેને થયેલો પદના હાથનો સ્પર્શ વારંવાર યાદ છે ,અને તે રાતે જમીને દરિયાકિનારે ફરવા નીકળે છે અને એવું દૃશ્ય જુએ છે કે ત્યાં રોકાઈ જાય છે આગળ)અરે,કાકા અહીં, ના તેતો ના હોય,શું તે દાણચોરીના કામમાં સપડાયેલા હશે? ના તેમની વાતો અને સ્વભાવ પરથી તો તે ઘણા સારા હતા, તે આવું કામ કરતા હશેઅત્યારે તેમની પાસે જવાય તેવું નહોતું પછી થી તપાસ કરીશ , ત્યાંથી હુંપાછો વળી અને કામના સ્થળે આવી ગયો મન ચકડોળે ચઢી ગયું વ્યક્તિઓ કેવી હોય તે જાણવું મુશ્કેલ છે ? ...વધુ વાંચો

20

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-20

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ પદમા ને પ્રપોઝ કરવાનો વિચાર છે, તે પ્રપોઝ કરી શકશે, હવે આગળ ) અમે બધા મજાક મસ્તી કરતા કરતા પાણીપુરીની લારી એ પહોંચ્યા, એકાદ વાર પાણીપુરી ખાધેલી ત્યાં, ત્યાં તો ગોલગપ્પા કહે.અમે ચારેય જણા ત્યાં પહોંચ્યા ,બીજી બધી વાતો થતી રહી, ગોલગપ્પા ખવાતા રહ્યા, પણ હું જે પદમા ને કહેવા નો હતો તે કહી ન શક્યો,ફક્ત એટલું બોલ્યો...પદમા આ વેકેશનમાં અમારા વિના ગમશે!તે બોલી ના યાર મિત્ર મંડળ તો યાદ આવશે,પણ વેકેશન પછી ફરીથી મળીશું, મેં વાત કરવાનું ટાળી દીધું . અને અમે બધા છુટા ...વધુ વાંચો

21

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-21

(આગળના ભાગમાં જોયું કે મહેશ રઘુ ને શોધવા નીકળી પડે છે, અને તેના ઘેર જઈને જુએ છે ) અહીંયા તો ઝૂંપડું હતું અને આ શું? બંગલો અને આટલો ભવ્ય! બહાર રઘુના નામનું પાટિયું ઝૂલતુ હતુ , હું ઉભો રહ્યો અને સિક્યુરિટી મારું નામ કહ્યું મારું નામ સાંભળતા જ ઝડપથી ઊઠીને બહાર આવ્યો, બે વર્ષ માં કોઈ આટલું કમાઈ શકે ! રઘુ મને ઘરમાં લઈ ગયો, તેના લગ્ન પણ થઇ ગયા હતા. થોડી ઔપચારિક વાતચીત પછી મેં તેને પૂછ્યું આ કઈ રીતે! આ બધું સખારામ કાકા નો પ્રતાપ છે, તેમને ...વધુ વાંચો

22

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-22

( આગળના ભાગમાં જોયું કે મહેશ ના જીવન વિશે પદમા ને ખબર પડે છે અને તેની સાથે સગાઇ તેના પિતાને મનાવે છે તેના પિતા જો તે ઘર જમાઈ બને તો જ તૈયાર થાય છે, હવે આગળ)પદમા નો સંદેશો આવ્યો તે વાંચ્યું વાંચી ને ઘણુદુઃખ થયુ,મારે ઘર જમાઈ તો નહોતું બનવું, મોટા લોકો નાના માણસોને શું સમજતા હશે,નાના માણસો નું સ્વમાન નહિ હોય.મેં વળતો સંદેશો મોકલ્યો કે મને માફ કરજે પદમા હું ઘર જમાઈ બનવા તૈયાર નથી,મારું મન વિચારે ચડી ગયું 'પૈસાની આટલી બધી કિંમત પૈસા એ તો મારો પ્રેમ છીનવી લીધો'હું એ પૈસા કમાઈને જ રહીશ અત્યાર સુધી ભણવાનું ...વધુ વાંચો

23

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-23

( આગળના ભાગમાં જોયું કે પદમા અને મહેશ ભાગીને લગ્ન કરી સુરત આવી જાય છે અને પદમા ઉદાસ રહે અચાનક ફોન આવતા પદમાં ખુશ દેખાય છે,) તેને ફોન પર વાત કરતી જોઈ તે ખુશ હતી, હું પણ ખુશ થયો, કોનો ફોન હશે ? આ નંબર તો સુકેતુ ભાઈ સિવાય કોઈની પાસે નથી અહીંયા તો ખાસ કોઈ જાણતું નથી, હવે પદમા વાત કરીને ફોન મૂકે તો જ ખબર પડે પદમા એ ફોન પર વાત કરી અને ફોન મૂકી દીધો,કોનો ફોન હતો?તે ખુશ હતી બોલી કે આઈ નો તેની આયાને આઈ કહેતી,તેમને નંબર કોણે આપ્યો!મુંબઈમાં મારી શોધખોળ ...વધુ વાંચો

24

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-24 - છેલ્લો ભાગ

આગળના ભાગમાં જોયું કે પદમાને શ્રીમંત કરવાનું છે અને તેના માતા-પિતા તેને સ્વીકારવા માંગે છે, હવે આગળ)પદમા થોડી વાર કંઇ બોલી નહી, શું થયું! વિચારીને કહું આઈ ..અને તે વિચારમાં પડી ,શું કરું હું !સાચે જ મારા માતા પિતા મને સ્વીકારવાના હશે કે પછી.. મહેશ હું શું કરું! તારે જવું હોય તો જા ને તારું પિયર છે અને વ્યાજનું વ્યાજ તો બધાને વ્હાલુ હોય,તો એકવાર મુંબઈ પિતા જોડે વાત કરી લે,આટલા વખત પછી શું પિતા મારી સાથે વાત કરશે, તે આઇને ફોન કરે છે, અને તેના પિતા જોડે વાત કરે છે, તેના પિતા નો અવાજ સાભળતા અશ્રુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો