જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-20 Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-20

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ પદમા ને પ્રપોઝ કરવાનો વિચાર છે, તે પ્રપોઝ કરી શકશે, હવે આગળ )
અમે બધા મજાક મસ્તી કરતા કરતા પાણીપુરીની લારી એ પહોંચ્યા, એકાદ વાર પાણીપુરી ખાધેલી ત્યાં, ત્યાં તો ગોલગપ્પા કહે.
અમે ચારેય જણા ત્યાં પહોંચ્યા ,બીજી બધી વાતો થતી રહી, ગોલગપ્પા ખવાતા રહ્યા,
પણ હું જે પદમા ને કહેવા નો હતો તે કહી ન શક્યો,
ફક્ત એટલું બોલ્યો...પદમા આ વેકેશનમાં અમારા વિના ગમશે!
તે બોલી ના યાર મિત્ર મંડળ તો યાદ આવશે,
પણ વેકેશન પછી ફરીથી મળીશું, મેં વાત કરવાનું ટાળી દીધું .
અને અમે બધા છુટા પડ્યા,
આકાશ મારા મનની વાત કરી ગયો હોય તેમ બોલ્યો, મહેશ પદમા ને કંઈ કહેવું હતું ?
મેં કહ્યું ના યાર ચાલ હવે વેકેશન પછી મળીશું, એમ કહી ને અમે બધા છૂટા પડ્યા .
દિવાળી આવતી હતી તેથી અહીં પણ મજૂરો ઘરે જવાના હતા, પણ હું ક્યાં જઉ?
આજે ઘર યાદ આવતુ હતુ, ઘર વગર ની પહેલી દિવાળી હતી,
મા બાપુ યાદ આવતા હતા, કુટુંબ સાથે કેવો તહેવાર ઉજવાય અને અહીં...

રામજીકાકાએ મને પૂછ્યું કે તારે ઘરે નથી જવાનું મે કહ્યું મારે તો આ જ ઘર છે,
કાકા ક્યાં જવું ,
મારી બધી વાત કરી તેમને મને આશ્વાસન આપતાં કહ્યું કે તે' ખોટું તો કર્યુ છે'
' જો, પોતાના મા-બાપને કોઈ દિવસ દુઃખી ના કરાય'
મને પણ બધી જ ખબર પડે છે કાકા,
પણ મારું સપનું મને અહીં સુધી લઈ આવ્યુ છે,
ને હું એક દિવસમાં મારે ગામ પાછો જઈશ.

તેમને મને કહ્યું દીકરા આ દિવાળી અમે અહીં તારી સાથે કરીશું ,અને તેઓ તેમના ગામ ના ગયા.

" કુદરતે માનવમાં માનવતા અને પ્રેમ મૂક્યા છે , એકબીજા પ્રત્યેની લાગણીથી માણસ જીવે છે"
અને એમ કરતાં દિવાળી પૂરી થઇ અને કામ પાછું શરૂ થઈ ગયું,
કોલેજ ખુલવાના બે દિવસ બાકી હતા,
રઘુ ને મળવા હોટલ જવા નીકળ્યો હોટલ છોડ્યા ,પછી તો તે મને મળ્યો નહોતો,
હું ત્યાં જઇને ઊભો રહ્યો ત્યાં કોઈ બીજો છોકરો દેખાયો, રઘુ નહોતો,
શેઠ મને જોઈને ઓળખી ગયા, આવ મહેશ કામની શોધમાં આવે છે, ના શેઠજી રઘુ ને મળવા,
રઘુ તો તું ગયો એના થોડાક દિવસોમાં નોકરી છોડીને ચાલ્યો ગયો હતો,
અને મને પેલા સખારામ કાકા મેં થોડાક મહિના પહેલા જોયેલા, તે હવે કોને પૂછયું,
આ નવા છોકરાને ના,ના હવે કોઈને નથી પૂછવું ખબર પડવાની હશે તો સમય અાવે પડશે.
અને હું રઘુ ના વિચાર કરતો ત્યાંથી ચાલી નીકળ્યો,
કામના સ્થળે હવે તો બિલ્ડિંગનું કાચું કામ તો પૂરું થવા આવ્યું હતું ,
અને સાથે એક સારા સમાચાર હતા કે રામજીકાકા પિતા બનવાના હતા,
*****************************************
પદમા તેના ઘરે હિંચકા પર બેઠી છે તેનું ઘર ના કહેવાય હવેલી છે,
તેના પપ્પા મોટા બિઝનેસમેન છે અને મમ્મી પણ તેના પપ્પાના બિઝનેસ પાર્ટનર જ છે,
તે બંનેને પદમામાટે સમય નથી ,પદમા પાસે પૈસો પુષ્કર છે, પણ પ્રેમ નથી,
આયા પાસે મોટી થઈ છે તેથી તેને પૈસા નો ઘમંડ નથી તેના સંસ્કાર સારા પડ્યા છે,
પદમા હિંચકા પર બેસીને વિચારે છે,
કે બે દિવસ પછી તો કોલેજ ખુલશે.
મહેશ મને શું કહેવામાગતો હતો,
તે મને પ્રેમ કરતો હશે!
મને ગમે છે,
પણ હું હમણાં તેને નહિ કહુ
તે મને પ્રેમ ના પણ કરતો હોય,
બે દિવસ પછી કોલેજમાં જઈને શું થાય છે?
અને રીઝલ્ટ શું આવે છે?
બે દિવસ બાદ કોલેજો ખૂલી કોલેજમાં પાંખી હાજરી હતી,
આજે કોલેજ પહેલો દિવસ હતો તેથી,
હું અને પદમા ક્લાસમાં ગયા, લેક્ચર ન હતું.
ને થોડી આડીઅવળી વાતચીત કરી, આજે કુસુમ અને આકાશ આવેલા નહોતા,
ક્યાં ગયા હશે?
કે કાલથી આવશે! પદમા એ કહ્યું મહેશ હું ઘરે જાઉ છું,
આજે તો ખાસ કઈ છે નહીં.
હું કઈ બોલ્યો નહી ને માથું હલાવીને સંમતિ આપી,
અને તે નીકળી ગઈ.
અને હું પણ ચાલ્યો કામના સ્થળે આવ્યો તો જોયું આજે મોટા બિલ્ડર જે આ બિલ્ડીંગ બનાવી રહ્યા છે તે આવ્યા હતા,
રાકેશ ભાઈ એ મને બોલાવ્યો અને મારી ઓળખાણ તેમની સાથે કરાવી, તેમનેપૂછ્યું
શું કરે છે?
બી.કોમ
તને એકાઉન્ટ લખતા ફાવશે,
હા ,
તારેઓફિસમાં બેસીને એકાઉન્ટ લખવાનું અને મજૂરો પર દેખરેખ રાખવાની,
પગાર કેટલો લઈશ
તમે જે આપોતે સાહેબ
મહિને હજાર રૂપિયા આપીશ,
તારે મારી બીજી સાઈટ ના પણ એકાઉન્ટ લખવાના,
હા સાહેબ,
અને મને કામ હતું તેનાથી વધુ સારું કામ મળી ગયું ,
મારી ભણેલી લાઇનનું કામ મને મળી ગયું,
આજે હું ખુશ હતો,
હવે પદમા ને પ્રપોઝ કરું અને તે માની જાય તો જિંદગી રંગીન બની જાય...
અને ના પાડશે તો હું તેને મારી બેસ્ટ ફ્રેન્ડ બનાવીને જ રાખીશ,
અને આજે તો મારે ખુશીનો દિવસ હતો..

બીજા દિવસે સવારે હું કૉલેજ પહોંચ્યો અને જઈને દરવાજે ઊભો રહ્યો ,
અને ગાડી આવી, તેમાંથી કુસુમની સાથે આકાશ પણ ઉતર્યો,
હું તો આભો જ બની ને જોઈ રહ્યો, અને કહ્યુ,
આકાશ આજે તો દિવસ કઈ બાજુ ઊગ્યો છે?
એમ જ છે ને યાર
હવે તો હું અને કુસુમ આ રીતે સાથે જ આવીશું અને તેમના હાથમાં પત્રિકા હતી, પદમા આવી કે નહીં ,
હજુ નથી આવી
એટલામાં પદમા આવી ગઈ, ચારે જણા બેઠા અને કુસુમ બોલી તમારા બંને માટે સરપ્રાઈઝ છે,
શું ?
લો આ પત્રિકા હું અને પદમા પત્રિકા જોતાં જ રહી ગયા , કુસુમ અને આકાશ ની સગાઈ હતી,
કુસુમ બધાને પત્રિકા વેચવા લાગી,
હું આકાશને એક બાજુ લઈ ગયો ને પૂછ્યું,
આ કઈ રીતે બન્યું !
અને આકાશે કહ્યું તને યાદ છે,
છેલ્લા દિવસે આપણે છુટા પડ્યા પછી હું અને કુસુમસાથે ઘરે જવા નીકળ્યા હતા,
તે દિવસે કુસુમ ગાડી નહોતી લાવી તેથી મેં તેને મારી બાઈક પર લિફ્ટ આપી અને વાતો વાતો માં મેં કિધુ બે દિવસ પછી ચોપાટી પર મળવા આવીશ,
તેને હું પ્રપોઝ કરવા માગતો હતો, તેને જોઇ તે દિવસથી હું તેને પ્રેમ કરતો હતો,
તે ચોપાટી પર મને મળવા આવી, અને મેં મારા દિલની વાત એને કરી દિધી.

તેને મારો પ્રેમ સ્વિકારીલીધો, પણ એક શરતે... મારે ઘર જમાઈ બનીને તેના ઘરે રહેવું પડશે.
અને મેં તે સ્વીકારી લીધુ,
આકાશ તારુ સ્વમાન ન ઘવાયું,
જો યાર હું રહ્યો રંગીલો માણસ અને સાચો પ્રેમ મળતો હોય તો તેમાં શું વાંધો છે?

આકાશ મનમાં બોલ્યો યાર પૈસા છે તો બધું જ છે,
અને કુસુમ સાથે બધા ખુશ થતા ક્લાસમાં ગયા.
હવે એક વીક પછી સગાઇ માં જવાનું હતું મારી પાસે તો સારા કપડા નહોતા ,
પૈસા છે તો બીજા બે જોડી કપડાં ખરીદી લઉં એવું વિચારતો હતો ,અને હું એક દિવસ કપડાં લઈ આવ્યો,
જઈશ કેવી રીતે?
આકાશે કહ્યું કઈ ચિંતા ના કરતો પદમા ના ઘરે જતો રહેજે,
અને તેની સાથે આવી જજે ,
દિવસો વીતવા લાગ્યા ,
હવે તો ઓફિસમાં જ બેસવાનું ને કામ કરવાનું , સારું હતું
સગાઇનો દિવસ આવી ગયો
મને પદમા એ એડ્રેસ આપેલું તેથી ત્યાં પહોંચી ગયો, તે આછા પીન્ક ડ્રેસમા ખૂબસૂરત લાગી રહી હતી,
હું વાત કરી લઉં, પેલી કવિતા સાથે જ લાવેલો છું પણ તેને આપુ??
એવા વિચારોમાં ગાડીમાંથી ઉતરી ગયો ને પેલી કવિતા ગાડીમાં રહી ગઈ,
આકાશ અને કુસુમ ની સગાઈખૂબ ભવ્ય રીતે કરવામાં આવી,
આજે કુસુમના પપ્પા અને દાદીને મળવા નું થયું,
પણ આકાશ તરફ થી અમે કોલેજના મિત્રો જ હતા ,પણ મે પૂછવાનું ટાળ્યું .
પાછા ફરતી વખતે બીજા એક ભાઈબંધ ની ગાડી માં પાછો આવ્યો, ઘરે આવી જોયું તો કવિતા મારી પાસે નહોતી...
હવે પાછી કોલેજ રેગ્યુલર શરૂ થઈ ગઈ મારું રીઝલ્ટ આવી ગયું હતું ,
મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો અને હું કોલેજમાં ફર્સ્ટ અને પદમા સેકન્ડ..
પદમા મને બદલાયેલી લાગતી હતી,
ત્યારે જ વેલેન્ટાઈન ડે ઉજવવાની નવી નવી શરૂઆત થઈ હતી,
આ જ વખતે તો મેં પાક્કો નિર્ધાર કર્યો હતો કે વેલેન્ટાઇન ડેના દિવસે તો મારે પદમાને કહી દેવું છે,
અને તે દિવસ આવી ગયો, હું સવારે તૈયાર થઈને રસ્તામાંથી ગુલાબ ખરીદી અને કૉલેજ પહોંચ્યો,
આજે તો બધ રોઝ જ દેખાતા હતા પ્રેમીઓનો દિવસ પ્રેમનો ઈઝહાર કરવાનો દિવસ,
પેલી કવિતા શોધી પણ મને જડતી નહોતી, મને એમ કે ખોવાઈ ગઈ હશે અને પદમા આવી મને તો તે હંમેશા તે પરી જ દેખાતી, મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું,

હું તેની પાસે ગયો અને આંખ બંધ કરીને મારા દિલની વાત કરી દીધી,
તે પણ શરમાઈ ગઈ ને મારી લખેલી કવિતા તે બોલી ગઈ, અરે!!!
આ તારી પાસે! તે દિવસે ગાડીમાં જ રહી ગઈ હતી,
તે દિવસથી મને તો ખબર પડી ગઈ હતી કે તું મને પ્રેમ કરે છે,
હું પણ તારી ધીરજ ની પરીક્ષા કરતી હતી,
હાશ આજે સમજાયું કે" ધીરજના ફળ મીઠા" કુસુમ અને આકાશ તો તેમની દુનિયામાં મસ્ત હતા, અને હું ને પદમા પણ,
હવે તો કોલેજ રંગીન અને સપનાઓ રંગીન થયા હતા, અત્યાર સુધી મારું જે સપનું લઈને આવ્યો હતો તેના માટે જીવતો હતો,
હવે તો પદમા માટે આ જિંદગી હતી તેને મારી પલકોની પરી બનાવવાની હતી,

"આ જિંદગી નો ખેલ અજીબ જ છે, તે કોઇ દિવસ સમજાતોનથી"

દિવસો વીતતા જતા હતા, બે પ્રેમીઓ એકબીજામાં ખોવાઈ ગયેલા હતા,
વારેવારે મન વિચારતું કે પ્રેમ થઇ ગયો છે, પણ શું સગાઈ કે લગ્ન થશે? એમ કરતાં કોલેજ નું એક વર્ષ પૂરું થયું ,
રામજી કાકા ને ત્યાં પુત્ર નો જન્મ થયો હતો, બિલ્ડીંગ નું કામ પૂરું થતા .
રામજી કાકા ને બીજે રહેવાચાલ્યા ગયા,
મને હવે રેગ્યુલર ઓફિસમાં નોકરી મળી ગઇ, રહેવા માટે ફ્લેટ મળીગયો,
' સમય સમયનું કામ કરતો જાય છે'
' અમારે પ્રેમ વધુને વધુ મજબૂત બનતો જાય છે'
હવે તો મારો પગાર થોડો સારો હતો હું હજુ પણ રઘુને શોધતો હતો, પણ હજુકોઈ પત્તો લાગતો નહોતો,
હવે તો મને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના પણ રસ પડતો થઈ ગયો હતો ,
અમારા બિલ્ડર સુકેતુ ભાઈને મારા ઉપર પુરો વિશ્વાસ હતો ,તે એવું કહેતા હતા કે તુ અહીં આવ્યો ત્યારથી અમારા ધંધાને ચાર ચાંદ લાગી ગયા છે .

હવે ધીરે ધીરે મુંબઇનું જીવન પણ અનુકુળ આવી ગયું, અને સેકન્ડ યર નું વેકેશન પડવાની તૈયારી છે,
પરી વેકેશન માં શું કરીશ?
હું તો સીલાઈ કામ શીખવા નું વિચારુ છું શીખી લે કામ લાગશે ,
અને તું?
મારે એક મારા મિત્રને શોધવો છે
આપણે દર રવિવારે ચોપાટી મળીશું ,
એવું નક્કી કરી છુટા પડ્યા,
અને હું રઘુ નેશોધવા આ વેકેશનમાં નીકળી પડયો,
તેના ઘરે જઈને જોયું તો આ શું ?

(શું થયું હશે, રઘુ ના ઘરમાં? શું તે ઘરે જ હશે? અને હશે તો તે કેવી હાલતમાં હશે? જોઈએ હવે આગળના ભાગમાં....)