જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-23 Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-23

( આગળના ભાગમાં જોયું કે પદમા અને મહેશ ભાગીને લગ્ન કરી સુરત આવી જાય છે અને પદમા ઉદાસ રહે છે અચાનક ફોન આવતા પદમાં ખુશ દેખાય છે,)
તેને ફોન પર વાત કરતી જોઈ તે ખુશ હતી, હું પણ ખુશ થયો, કોનો ફોન હશે ?
આ નંબર તો સુકેતુ ભાઈ સિવાય કોઈની પાસે નથી અહીંયા તો ખાસ કોઈ જાણતું નથી, હવે પદમા વાત કરીને ફોન મૂકે તો જ ખબર પડે
પદમા એ ફોન પર વાત કરી અને ફોન મૂકી દીધો,
કોનો ફોન હતો?
તે ખુશ હતી બોલી કે આઈ નો તેની આયાને આઈ કહેતી,
તેમને નંબર કોણે આપ્યો!

મુંબઈમાં મારી શોધખોળ કરી પછી હું ના મળી એટલે પિતાજી ફરી એમના કામમાં લાગી ગયા,
પણ આઈ ને ક્યાં મન નહોતું લાગતું ,
હું એમને ઘણીવાર આપણી વાતો કરતી, એટલે તેમની પાસે તારા ઘરનું અને ઓફીસ નું એડ્રેસ હતું,
મને શોધવા ફ્લેટ પર પહોંચ્યા ત્યાં તાળુ જોઇને પાછા વળી ગયા,
તેમને ખબર પડી ગઈ કે હું તારી સાથે જ હોઇશ પણ થોડાક દિવસ તેમને જાણે વિરામ લીધો.
અને એક દિવસ સુકેતુ ભાઈને ઓફિસ ગયા,
કેટલી વિનવણી કરી ફોન નંબર માગ્યો પણ સુકેતુ ભાઇ એ નંબર ના આપ્યો પણ
સુકેતુ ભાઈએ ત્યાંથી આજે ફોન જોડી આપ્યો,
ચહેરા ની ખુશી જોઈ લાગી રહ્યું કે પોતાના ને વાત કરીને આટલી ખુશી મળે છે, તો પોતાના કુટુંબને મળીને કેટલી ખુશી થશે..
મારી પાસે ગાડી હતી આ વીકમાં તો ગામ જવાનું નક્કી કર્યું, હું મારા મા-બાપને માફી માગીશ ભલે મને ધક્કા મારીને કાઢી મુકે પણ મારે તો ગામ પાછા જવુ જ છે અને ગામ જવાનો હતો,
તે દિવસે અચાનક મુંબઈ જવા નો ફોન આવ્યો ત્યાં હવે મારા પર કોઇ ખતરો નહોતો! મારે જવું પડે તેવું જ હતું,
પદમા મારે મુંબઈ જવું પડશે,
હું આવું તમારી સાથે ,
હું ત્યાની પરિસ્થિતિનો તાગ મેળવી લઉ પછી આવું ત્યારે સાથે લઈ જઈશ,
પદમાં તને એકલી અહીં ફાવશે,
બે દિવસ નો તો સવાલ છે,
ફાવશે જ , હવે આ જ મારું ઘર છે,
હું પદમા ને મૂકીને મુંબઈ ચાલ્યો ગયો, મુંબઈમાં બે દિવસનું કામ હતું ,
આકાશ ને મળવાની ઇચ્છા થઈ લાવ ફોન કરી લઉ પણ તેનો ફોન લાગતો નહોતો.
સુકેતુ ભાઇ અહીં કેવી પરિસ્થિતિ છે,
હજુ હમણાં તો ગુજરાતમાં રહે તો સારું મારું ભણવાનું! જો જીવતો રહીશ તો આગળ કંઈ કરી શકીશ.
હું કદાચ કોશિશ કરીશ તને છેલ્લી એક્ઝામ આપવા મળી જાય, મેં સુકેતુ ભાઇ નો આભાર માન્યો તે હતા તો હું જીવતો સુરતમાં છું,
અને હું મારું કામ પૂરું કરી પાછો સુરત આવી ગયો, અને હવે સુરતમાં રહેવાનું વિચારી લીધું ,અહીં પણ મારું કામચાલવા લાગ્યું હતું ,
અમારી એક પ્રેમ ભરી જિંદગી શરૂ થઈ ગઇ હતી, હું અને પદમા એકબીજા ને ખૂબ પ્રેમ કરતા હતા..અમરી જિંદગી માં મસ્ત હતા.
અને એક દિવસ પદમાએ કહ્યું ચાલ આપણે ગામ જઈએ, ત્યાં શું કામ?કેમ મને તારા મનની વાત ખબર નહી પડતી હોય,
અને હુંગામ જવા તૈયાર થયા..
ગામ છોડી દીધે પાંચમું વર્ષ હતું પાંચ વર્ષમાં તો હું કેટલો બદલાઇ ગયો હતો ,ગામ બદલાયું હશે!
તેવું ને તેવું હશે!
પદમાએ મસ્ત રેડ સાડી પહેરી હતી તે પહેલી વખત સાસરે જતી હતી, નવોઢા લાગી રહી હતી.
મને તો વિચારો ની રફતાર પકડી પદમા મારા ગામ વિષે પૂછી રહી હતી,
હું યંત્રવત જવાબ આપતો હતો અને મારા હાથ ગાડી ના સ્ટેરીંગ પર ફરતા હતા, મારા ગામના નામનું પાટિયું આવ્યું
મારી ધડકન તેજ થઇ ગઈ શું થશે !
ગામના રોડે ગાડી લીધી, કાચારસ્તા ની જગ્યાએ પાકા રોડ થઈ ગયા હતા,
મને પરસેવો છૂટી રહ્યો હતો, અને ગાડી મારા ફળિયા આગળ જઇને ઊભી રાખી.

ગાડી જોતા નાના છોકરા ભેગા થઈ ગયા, કોની ગાડી હશે એવું સ્ત્રીઓ અંદર અંદર ચર્ચા કરવા લાગી, અને હું ગાડીમાંથી નીચે ઊતર્યા, ઘણું બધું બદલાયું હતું, પણ મારું ઘર તેવું ને તેવું હતુ
પદમા ને બધા જોતા રહ્યા, અને હું મારા ઘરના દરવાજે ઊભો રહ્યો,
ઓસરીમાં મારી બા ખાટલા માં બેઠા હતા ,ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી કદાચ મારા ભાભી હશે,
મેં કહ્યું બા, ત્યાં પેલી સ્ત્રી બોલી કોણ છો ભાઈ! હું આ ઘર નો દીકરો છું મહેશ,
અમારે તો દિયર હતા, પણ તે તો હવે નથી રહ્યાં, મારી મા ની આંખ માંથી આંસુ નો ધોધ વહેતો હતો, અને આ વાક્ય સાંભળીને મારી પણ આંખોમાંથી હું બાને પગે લાગ્યો, પણ તે કશું બોલી નહિ પણ મારા બાપુ તો હજી અડીખમ હતા,
તે ખેતરેથી આવી પહોંચ્યા ભાઈ કોણ છે તું! અને આ કોણ!
બાપુ મહેશ છું ,
કોણ મહેશ અમારો દીકરો તો પાંચ વરસ પહેલાં ચાલ્યો ગયો,
હું મારા બાપુ ના પગમાં પડ્યો
ભાઈઓ પણ ખેતરેથી આવી ગયા, બાપુ મે ભૂલ કરી છે, બાપુ મને માફ કરો,
પણ બાપુ એકના બે ન થયા જો આ તારી માની હાલત તારા લીધે જ આવી થઈ છે,

રોજ તારા કાગળ ની રાહ જોઈ જોઈને આંખો એ ગુમાવી તને તેની દયા ના આવી,
બાપુ હવે હું આવ્યો છું બધું સરખું થઇ જશે,
હવે કઈ સરખું ન થાય તેને વાચા અને મગજ બધું ગુમાવી દીધું છે,
તું અહીંથી ચાલ્યો જા અને ફરી આ ગામમાં પગ ના મુકતો બાપુ અમને આશીર્વાદ તો આપો આ તમારી વહુ છે મારે દીકરો જ નથી તો વહુ કોની! અને તે ઘર ની અંદર ચાલ્યા ગયા..(કેવી હશે એ બાપ ની વેદના) અને પદમા રડતી રડતીગાડીમાં બેસી ગઈ અને હું પણ ...
શોરી મારે લીધે આજે આ બધું થયું..
નારે શું કામ એવું વિચારે છે, પરી
આપણે બંને એકલા જીવન પસાર કરવાનું છે,
હું ફરીથી આવીશ મારી માને મળવા તેને લેવા!
હવે શું મહેશ તારું ઘર માં કે ગામમાં કોઈ સ્થાન જ નથી,
ના જ હોય ને મેં ઘરેથી ભાગીને કોઈ બહાદુરીનું કામ તો કર્યું નહતું,
પણ મારું સપનું આ ઘરના એ સમજતા નથી મારી પાસે પૈસા આવ્યા તો ભાઈઓ પણ સુખી થશે,
જવા દેને એ લોકોને નહીં સમજાય!
મહેશ બાપુ ગુસ્સામાં હતા, જે નો દીકરો કે દીકરી ઘરે થી ભાગે છે તેના મા-બાપ ઉપર શું ગુજરતી હશે! બાપુ ને જોઈને ખબર પડી,
મારા માતા-પિતાની પણ આવી જ હાલત થઇ છે...અને તે ઉદાસ થઈ જાય છે..
પદમા ના પિતા આખુંમુંબઈમાં શોધી વળે છે,
પણ તેમને ક્યાય પણ મળતી નથી તે સુકેતુ ભાઈને ઓફિસ પણ જઈ આવે છે પણ ત્યાં પણ કંઈ પત્તો લાગતો નથી..

પદમા ના આઇ તેના મમ્મી ને સમજાવે છે કે તમે જો દીકરી મળે તો તેને સ્વીકારી લો, છોરુ કછોરૂ થાય માવતર કમાવતર ન થાય,
નહીં હું તેને કદાપી આ ઘર માં નહિ આવવા દઉ તેને અમારી ઈજ્જત ની પરવા નથી કરી,
જુઓ બહેન શાંતિ થી વિચારો તેને તો તમને વાત કરી હતી, પણ તમે જ અનાથ છે તેમ કહી ઠુકરાવી દીધો ,
પણ તમે વિચારો તો પ્રેમ ઊચ નીચ જોઇને થોડો થાય છે.
અને પદમા ના મમ્મી થોડા શાંત પડે છે,
અહીં મારું અને પદમા નું લગ્નજીવન સરસ રીતે શરૂઆત થાય છે..
પદમા મને જરાક પણ દુઃખી કરવા નહોતી માગતી, અને હું પણ તેને દુઃખી કરવા નથી માગતો લગ્ન જીવન તો રથ ના પૈડાં જેવું છે, જો બંને સરખા ચાલે તો બરાબર પણ એક જો ખોટકાયુ તો...
લગ્ન કરે એક વર્ષ સુરતમાં માં જ પુરુ કર્યુ .. બરોડા માં મારી સાઇડ નું કામ ચાલુ થઇ ગયું,
ધન તો પુષ્કળ કમાઈ રહ્યો છું બરોડા સુરત અને મુંબઇ ત્રણ જગ્યાએ કામ ચાલતું હોવાથી મારી પાસે પૈસો છે , અને સારી પત્ની છે, પણ મા બાપુ નો પ્રેમ ના મેળવી શક્યો .
.'કંઇ મેળવવા કંઈ ગુમાવવું પડે છે'
પદમા પણ વચ્ચે વચ્ચે મારી સાથે મુંબઇ આવે છે ,પણ અમે અંધેરીમાં અમારા ફ્લેટમાં રહીએછીએ,
પદમા ની એક ઇચ્છા છે, સુરતમાં ભવ્ય બંગલો બનાવવાની અન પદમા ને ગમે તેવો ભવ્ય બંગલો તૈયાર કરાવી રહ્યો છું મારા ગામમાં પણ હું કોઈને મારું નામ જાહેર ન થાય તે રીતે દાન આપીને સ્કૂલ અને દવાખાનું તૈયાર કરાવ્યુ મારા મા બાપુ નુ નામ આપ્યુ છે ..
ધન પુષ્કર કમાઈ રહ્યો છું પણ પ્રેમ માટે હજુ અધુરો છુ માબાપનો પ્રેમ ભાઈઓ નો પ્રેમ...
એક દિવસ સમાચાર આવે છે કે મારી માં મૃત્યુ થઈ ગયું , ઘણો દુઃખી થઇ ગયો, મેં મારું સર્વસ્વ ગુમાવ્યું...
હું અને પદમા ગામ જવા નીકળ્યા..
મહેશ તને તારા બાપુ બેસવા દેશે,
નહીં બેસવા દેતો ધક્કા મારીને બહાર કાઢશે પણ મારી માનું મો તો હું જોઈ શકીશ,
પણ આ વખતે બાપુ કશું બોલતા નથી અમે બધી અંતિમ ક્રિયા પૂરી કરીને પાછા આવવા નિકળ્યા ...
ગણેશભાઈ બોલ્યા આજનો દિવસ રોકાઈ જાવ ..કાલે બેસણું પુરુ કરીને જાજો..
પણ બાપુ મારી સાથે વાત નથી કરતા અમે બીજા દિવસે બેસણું પૂરું થયું પછી પાછા આવવા નીકળ્યા...
અમે વિચાર્યું કે એક ભાઈ ખેતી કરે અને એક ભાઈને મારા બિઝનેસમાં લઈ લઉ બાને દિવસો પૂરા થાય પછી વાત કરીશ...
અને હું હવે કોઇક વાર ગામ જવા લાગ્યો મારા બાપુ ને ખબર પડી કે ગામમાં દવાખાનું અને સ્કુલ મેં બંધાવ્યા છે , બધા જ સંબંધીઓ કહ્યુ કે મહેશ ને માફ કરી દો પણ ના તે મારી જેમ જીદ્દી હતા..
મારું જીવન દિવસો વિતવા લાગ્યાપદમા પેલેસ તૈયાર થઈ ગયો..

તેમાં રહેવા ગયા..
મારા અને પદમા વચ્ચે ખાટા મીઠા ઝઘડા થાય છે કે તમે મને સમય નથી આપી શકતા ,હવે હું બિઝનેસને સમય નો સમન્વય તો ના જ કરી શકું ..
પદમા પ્રેગનેટ થઇ મારા જીવનનું સૌથી ખુશીનો દિવસ હું અને પદમા ખૂબ જ ખુશ હતા, સારામાં સારી હોસ્પિટલ દવા ચાલુ કરાવી અને આખા દિવસની કામવાળી રાખી ...
પદમાં પણ ઘરે રહીને સીએ નું કામ કરતી હતી તે પણ બંધ કરાવી દીધું બસ તેને ફક્ત આરામ કરવાનો અને આવનાર બાળકનું ધ્યાન રાખવાનું ..
મહેશ આપનો આવનાર બાળક એટલું નસીબદાર હશે હા પરી આપણે ઘણા સંઘર્ષ કર્યા છે..
પણ તેને તો આપણે રાજકુમારની જેમ જ ઉછેર કરી છું!કેમ રાજકુમાર રાજકુમારી નહીં,
હા ચાલ ને જે આવે તે પણ હશે" આપણી આંખોનો તારો" સાતમો મહિનો ચાલી રહ્યો હતો .. પદમા ના શ્રીમંત કરીતેના પિતા ના ઘરે જવું છે, હવે તે આઇ ને ફોન કરવાનું વિચારે છે..
( પદમાના પિતા માની જશે કે પછી .... આગળના ભાગમાં)