Sumudrantike book and story is written by Dhruv Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sumudrantike is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમુદ્રાન્તિકે - નવલકથા
Dhruv Bhatt
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો છું. જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે.
અહીંથી થોડે દૂર સમુદ્રમાંથી ઊભા થતા કોઈ મહાદાનવના શીર્ષ સમો એક ખડક ઊપસ્યો છે. તેના પર શિકોતર માતાનું મંદિર છે. જાનકી મને તે મંદિરે લઈ જવાની છે.
ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો છું. જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે.
અહીંથી થોડે દૂર ...વધુ વાંચોઊભા થતા કોઈ મહાદાનવના શીર્ષ સમો એક ખડક ઊપસ્યો છે. તેના પર શિકોતર માતાનું મંદિર છે. જાનકી મને તે મંદિરે લઈ જવાની છે.
‘લે, હાલ, હવે વયું જવાસે,’ જાનકી મારી પાસે આવીને બોલી, અહીંના માણસોની બોલી એક ખાસ પ્રકારના, મનને કાનને ગમે તેવા લહેકાવાળી છે. દરેક જણ વાત શરૂ કરતાં પહેલાં, ‘લે, તંયે, હવે’ એવું કંઈક બોલીને પછી જ આગળના શબ્દો બોલે ...વધુ વાંચોકદાચ એથી આખીયે વાતની રજૂઆત વધુ સચોટ અને ભાવવાહી બને છે.
પરોઢિયે જાગ્યો ત્યારે દરિયે ઓટ આવી ગઈ હતી. નાળિયેરીનાં પાન પર ઝાકળના ટીપાં બાઝ્યાં છે. સૂર્યોદય થતાં તે સ્વર્ણ મોતી-શાં ચમકી ઊઠશે. હું ઊઠીને કૂવા પર ગયો. ડોલ સીંચીને મોં ધોયું. પછી વાડી બહારના માર્ગે લટાર મારવા નીકળી પડ્યો. ...વધુ વાંચોરક્ષણ-વાડના પથ્થરો પર પણ ભીનાશ છવાયેલી છે. હવામાં કંઈક અપરિચિત પરંતુ મધુર સુગંધ છે. દીવાદાંડી તરફ જવાને બદલે હું વાડીઓની પાછળના ભાગે આવેલા કિનારા તરફ ચાલ્યો. કિનારે પહોંચીને ખડકો પર બેસી ઓસરતો સમુદ્ર જોઈ રહ્યો. ઊગતા સૂર્યની કિનાર દરિયા પર દેખાઈ ત્યારે હું પાછો વળ્યો.
ઠંડી થોડી વધારે લાગે છે તેવું લાગતાં હું જાગ્યો ત્યારે ચંદ્ર આથમી ગયો હતો. પૂર્વમાં આકાશ લાલાશ પકડતું જતું હતું. મેં સૂતાં સૂતાં જ બારી બહાર જોયા કર્યું. રાત્રે ગંભીર ગર્જના કરતો સમુદ્ર પછડાઈ પછડાઈને થાક્યો હોય તેમ શાંત ...વધુ વાંચોગયો છે.
ઊઠીને પરસાળમાં આવ્યો તો આરામખુરશી સામે નાના ટેબલ પર ત્રાંબાના કળશમાં બાવળનું લીલુંછમ્મ દાતણ મૂકેલું છે. પગી બંગલાના ચોગાન વચ્ચે કૂવા પરથી પાણી સીંચે છે અને કવાર્ટર પાસેની કૂંડી ભરે છે.
અશ્વ લઈને આવેલો માણસ કવાર્ટર્સના ઓટલા પાસે રોકાઈ ગયો. સરવણ અંદર જઈને પાણી લઈ આવ્યો પછી પેલો માણસ ઓટલા પર, પરસાળમાં આવ્યો. ધાર પર ઊભા રહીને તેણે પોતાનું મોં ધોયું પછી ઊંચેથી રેડીને પાણી પીધું અને બોલ્યો, ...વધુ વાંચોઆ મોટે બંદરેથી ઘોડો લઈને આવ્યો છું.’
‘આવો, બેસો,’ મેં કહ્યું. તે ઘોડો લઈને આવ્યો છે તેવું શા માટે કહેવું પડ્યું તે મને ન સમજાયું.