Pride book and story is written by Bhoomi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pride is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી હતી. આકાશમાં વાદળ વિખરાઈ ગયા હતા. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલા સુંદર લાગી ...વધુ વાંચોહતા. એ સમયે એક પડછાય
મહેક - ભાગ-૨કાલાવડ-જામનગર હાઇ-વે પર 'હરીપર' નામનું એક સુંદર ગોકુળિયું ગામ હતું… ગામડાની સંસ્કૃતિ, સંસ્કાર કે, તેની માયા શહેરમાં રહીને પણ ઘણા લોકો ભુલતા નથી, તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ એટલે 'રસિકભાઈ' હતા. આશિષભાઈના કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતાં. તે પોતાના દરેક ...વધુ વાંચોપ્રસંગો હમેશા ગામડે આવીને ઉજવતા અને આ રીતે પોતાની જન્મભૂમિનું રૂણ ચુકવતા હતા. આજે તેના દિકરાના લગ્ન હતા. રસિકભાઈનાં ઘરની બાજુમાં જ એક નદી વહેતી હતી. એ નદી પર નાનોએવો બાંધ બાંધવામાં આવ્યો હતો. તેમાં જમાં થતું પાણી તળાવનું રૂપ લઈ રહ્યું હતું. નદી તરફનાં દરવાજા પાસે જ એક નાનકડો ઓટલો બનાવ્યો હતો. એ ઓટલા પર લગ્નના શોરબકોરથી દુર શાંતિથી
મહેક:- ભાગ ૩બધાં ફ્રેન્ડસની સાથે વાત કરી કાજલે ફાઈનલી બધાને શિમલા ટુર્સ માટે મનાવી લીધા હતાં. હવે મહેકને મમ્મી-પપ્પાની પરમિશન લેવાની હતી.."મમ્મી...! મારી કોલેજના ફ્રેન્ડસ ટુર્સમાં શિમલા જાય છે." ઝુલા પર મમ્મી પાસે બેસતા મહેકે કહ્યું."મને બતાવે છે &n
મહેક_ભાગ_ ૪મહેક, કાજલ અને રાજેશ હોટલની કેન્ટીનમાં ફ્રેન્ડસ સાથે બ્રેકફાસ્ટ માટે જોડાયા...ત્રણેયને આવી જતા જોઈ ગ્રુપ લીડર યોગેશ બોલ્યો. "ફ્રેન્ડસ, આપણે અહી બે દિવસ રહેવાનું છે. એટલે આજ ચાલતાં-ચાલતાં આસપાસનાં જોવાલાયક સ્થળની મુલાકાત લઈશું.. ત્યાર પછી અહીની સોપિંગ માટેની ...વધુ વાંચોબજારની મુલાકાત લઈ હોટલ આવશું. કાલે ટેક્સી દ્વારા દુરના સ્થળો જોવા જઈશું..."લીડર સાહેબ કોઇને ગ્રુપથી અલગ રહી થોડી ક્ષણો માણવાની મંજૂરી મળશે.?" પ્રિતીએ પોતાના મજાકિયા અંદાજમાં પુછ્યું."બીલકુલ નહિ... જ્યા સુધી આપણે અહી રહીએ ત્યાં સુધી કોઈ ગ્રુપથી અલગ નહી રહી શકે. પણ હા, 'સાંગાલા વેલી બંજારા કેમ્પમાં' આ નિયમો ચાર-પાંચ દિવસ સુધી હટાવી લેવામાં આવશે. આ હશીન વાદીયા અને ફુલ
મહેક ભાગ-૫વાંકાચૂકા પથ્થરીલા ચડાણવાળા રસ્તેથી જંગલના મધ્ય ભાગમાં એક નાનકડા મકાન પાસે આવી પેલા બેય વ્યક્તિ ઉભાં રહ્યાં. ચોતરફ એક નજર કરી પછી એ બંને મકાનની અંદર ચાલ્યાં ગયાં.. મહેક એક ઝાડ પાછળ છુપાઈને જોઈ રહી છે કે હવે ...વધુ વાંચોશું કરે છે?પ્રભાત એક મોટા પથ્થરની આડમાં મકાન તરફ નજર રાખી ચુપચાપ ત્યાં બેસે છે. જાણે પ્રભાત, મહેકની ધીરજના પારખા કરતો હોય તેમ બેગ ખોલી એક પેકેટ અને પાણીની બોટલ કાઢે છે. પેકેટ તોડી તે આરામથી ખાઈ છે.. મહેક તેને જોઈ રહી હતી. પાણીની બોટલ જોઈ મહેકને પણ પાણી પીવાની ઈચ્છા થઈ હતી પણ બેગ તો કાજલ પાસે રહી ગઈ