મહેક ભાગ-૭
સવારના છ થયા હતા. મહેક, નહાઇને બાથરૂમમાથી બાહર આવી. જોયું તો પ્રભાત હજી ઊંઘી રહ્યો હતાં.. "પ્રભાત હવે જાગીજા.. આપણે હજી ઘણે દુર જવાનું છે. એક સરસ રોમેન્ટિક યાદગાર રાત વિતાવાની ખુશીનાભાવ સાથે સુતેલા પ્રભાતના ગાલને સહેલાવતી મહેક તેને જગાડી રહી હતી.
"થોડીવાર સુવાદેને.. અત્યારમાં તારે ક્યા જઉ છે..?" ઊંઘમાં બોલતો પ્રભાત રજાઈ માથે ઓઢી સુઈ ગયો.
"એય... કહ્યુંને મોડુ થાય છે. ચાલ ઉભોથા,." માથાપરથી રજાઈ ખેચી તેના ચહેરાપર ઝુકી ગાલપર કિસ કરી ફરી પ્રભાતને જગાડતા મહેક બોલી.
"પ્લીઝ... ! થોડીવાર સુવાદે, હેરાન ના કર આખી રાત તો સુવા નથી દીધો."
"એય... જુઠ્ઠા! તે મને જગાડી હતી."
"ઓ.કે.. બાબા! મે જગાડી હતી. પણ અત્યારે મને ઘડીક સુવાદે, તું થોડીવાર બાહર વોક કરી આવ જા.." પ્રભાત ફરી રજાઈ ઓઢીને ઊંઘી ગયો
"તો તું એમ નહી માને.." મહેકે રજાઈ ખેચી દુર ફેકીને પ્રભાત પર ચડીબેસી.
"ઓહ..યાર..! શું કરે છે.?" પ્રભાતે આંખો ખોલી મહેક સામે જોયું. ભીના ખુલ્લા વાળ, તાજગી ભર્યું મુખ અને ગુલાબની પંખડી જેવા હોઠ પર સ્મિત સાથે પોતાના પર ઝુકી સામું જોતી મહેકને જોઇ રહ્યો. પ્રભાતે મહેકના મુખને પોતાની બન્ને હથેળીમાં લેતા બોલ્યો ! "મારી સાથે રાત વિતાવાનો તને જરા પણ પછતાવો નથી થતો ?"
"પછતાવો શેનો થવો જોઈએ? જે, થયું એ બન્નેની મરજીથી થયું છે. તું ખોટો ડર ન રાખીશ. હું તને આ માટે બ્લેકમેલ નહીં કરું. વન નાઇટની મસ્તી સમજીને ભુલી જવાનું." પ્રભાતની સામે એક આંખ જીણી કરી મહેક હસતી રહી.
"ભલે તું યાદ રાખે કે ભુલી જાય. પણ હું હમેશા યાદ રાખીશ.." મહેકના કપાળને ચુમી પ્રભાત ભાવુક થતા બોલ્યો.
"એય... બસ કર હવે. છોડ મને બદમાશ.." પ્રભાતના ગાલ પર હળવી થપલી મારતા મહેક બોલી..
"ચાલ આપણી આ મુલાકાતને વધુ યાદગાર બનાવીએ.." મહેકને બાહોમાં લેતા પ્રભાત બોલ્યો.. મહેક પણ સમર્પણ કરતી હોય તેમ પોતાને પ્રભાતના હવાલે કરી ગુલાબી સવારની મસ્તીને માણતી રહી.
@@@@@@
"ચાલ હવે મસ્તી ઘણી કરી, હવે તારા મિશન પર ધ્યાન આપ. મહેક તૈયાર થતા બોલી.
"હલ્લો મેડમ! હવે આ મિશન મારું નથી, આપણું છે. તમે બસ હુકમ કરો મારે શું કરવાનું છે..?" તૈયાર થતી મહેકને નીહાળતા પ્રભાત બોલ્યો.
"તમારી પાસે કોઈ ગાડી છે કે પછી આમને આમ પંદર દિવસથી પીછો કરો છો.?"
"હા, અમારા પાસે ગાડી છે, બોલ શું કરવાનું છે ?"
"તારા સાથીને કહે કે ગાડી સાથે તારી શિમલામાં રાહ જુએ."
"ઓકે મેડમ, ચાલો ફોન કરી દવ છું."
પ્રભાત મોબાઇલ પર વાત કરતા બાહર ચાલ્યો ગયો. મહેકે મમ્મીને ગુડ મોરનિંગનો મેસેજ કરી કાજલને કોલ કર્યો... થોડી વાર પછી કાજલનો અવાજ સંભળાયો. "હા , બોલ હવે અમારે શું કરવાનું છે? પાછો પ્લાન બદલ્યો તો નથીને.?"
"ના.. પ્લાન નથી બદલ્યો.. તમે ક્યારે નીકળો છો એજ જાણવા ફોન કર્યો છે."
"બધા તૈયાર થઈને આવે એટલે નિકળીયે છીએ, "તમે ક્યારે નીકળો છો?"
"અમેય તૈયાર થઈ ગયા છીએ. ઓકે બાય." પછી કોલ કરું.." મહેકે કોલ કટ કરીને બેગ પેક કરી ત્યાં જ બેસી પ્રભાતની રાહ જોવે છે..
"ચાલ હવે જઈએ, મે બધાને ફોન કરી દિધા છે. મારા સાથી શિમલામાં આપણી રાહ જોશે. મારા સરની પણ મંજૂરી મળી ગઈ છે. રૂમનું બીલ પણ આપી દીધું. હવે કઈ બાકી રહેતું હોય તો હુકમ કરો મેડમ." પ્રભાતે રૂમમાં આવતા બોલ્યો..
"હુ પણ તૈયાર જ છું. ચાલ નીકળ્યે." મહેક ઉભી થઈ. બન્ને ત્યાંથી ચાલતા બજાર સુધી આવ્યા ટેક્સી ભાડે કરી શિમલા પહોંચ્યા...
"મહેક, આ છે મારા સાથી. 'જનક ચૌધરી,' 'મનોજ શર્મા,' 'પંકજ રાઠોડ." શિમલા પહોચતા એક સ્કોર્પિયો ગાડી પાસે ઉભેલા પ્રભાતની ઉમરના ત્રણ યુવકોનો પરીચય કરાવતા પ્રભાત બોલ્યો. "ફ્રેન્ડસ, આ મારી ફ્રેન્ડ મહેક છે. હવે આપણે આગળ આના ઓર્ડરને ફોલો કરવાનો છે."
"ઓ.કે..તો કહો મેડમ હવે આપણે કઇ તરફ જવાનું છે.?" પંકજે મહેક સામે જોતા પુછ્યું..
"સાંગલાવેલી જોયું છે..?"
"હા.! કિનૌર જીલ્લામાં આવ્યું એજને?"
"હા, એજ! ત્યાં જવાનું છે, ચાલો નીકળ્યે." ગાડીનો ડોર ખોલતા મહેકે કહ્યું.
બધા ગાડીમા બેસી સાંગલાવેલી તરફ ગાડી દોડતી કરી....
"પ્રભાત, મને એક વાત નથી સમજાતી, આજ શિમલા રોજના જેમજ ધબકી રહ્યું છે. કોઈ ઘટના બની હોય એવું ન દેખાયુ. તો શું હજી કોઈને ખબર નહિ પડી હોય..?" મહેક આશ્ચર્ય ભાવથી પ્રભાત સામે જોતા પુછ્યું. પ્રભાત મહેક સામે સ્માઈલ કરતા જોઈ રહ્યો હતો.
"કેમ સ્માઈલ કરે છે?"
"મેડમ કશું હાથ લાગ્યું હોય તો બધાને ખબર પડેને.." મોનોજે ગાડી ચલાવતા કહ્યુ.
"મતલબ ?" મહેકે આશ્ચર્યથી બધા સામે જોતા પુછ્યું. બધા એકી સાથે હસી રહ્યા હતા.
"ઓહ! મતલબ કે તમે લોકો પણ અમારી પાછળ હતા."
"મેડમ તમે ચિંતા ના કરો..! તમે ઘરે પહોંચશો ત્યાં સુધી કોઈને ખબર નહી પડે." જનકે પોતાની હસી રોકતા કહ્યું..
"તમે બધા મને મેડમ ના કહો, મારુ નામ મહેક છે."
"મહેક, મે, મારા વિશે તને બધું કહ્યું, પણ તે હજી કંઈ કહ્યું નથી. તું આ લોકો પાછળ કેમ પડી છે ? તુ કઈ બ્રાંચની ઓફિસર છે.?
"મે કહ્યુંને હું કોઈ ઓફિસર નથી." ઓ.કે! તો મારા વિશે તારે જાણવું જ છે." મહેકે પોતાની હકીકત કહેવાનું શરુ કર્યું, બધા તેને સાંભળી રહ્યા હતા..
"આ વાત છે એક વર્ષ પહેલાની. અમારૂ રાજકોટ ધીરે ધીરે સ્માર્ટ સીટી બની રહ્યું હતું. સાથો-સાથ મહાનગરો જેવા દુષણનો પણ વધારો થયો હતો. અમીર બાપના નબીરામાં સીગરેટથી લઈને ડ્રગ્સ સુધીનું વ્યસન પહોચી ગયું હતું... બધા એક ધ્યાન થઈ મહેકને સાંભળી રહ્યા હતા... મહેકે આગળ વાત કરતા કહ્યું... "મારો એક પત્રકાર મિત્ર છે. હું તેને આર્ટિકલ લખવામાં મદદ કરતી હતી. ત્યારે એ ડ્રગ્સ પર આર્ટિકલ લખવાની તૈયારી કરી રહ્યો હતો. તેને મદદ કરવા માટે મે એવા દોસ્ત બનાવ્યા જેની લાઇફ સ્ટાઇલ હાઇ-ફાઇ હોય. ધીરે ધીરે હું ડ્રગ્સના વ્યસનવાળા લોકોના સંપર્કમાં આવી. એને ડ્રગ્સ કોની પાસેથી મળે છે એ જાણવા હું તેના પર નજર રાખતી હતી. ધીરે ધીરે મને એ લોકોની ખબર પડી, એનો પીછો કરતાં આઠ મહિના પહેલાં મને યાકુબનો ભેટો થયો. મારી ફ્રેન્ડ કાજલ સાથે 'છ' કલાક પીછો કરતા ખબર પડી કે અમદાવાદમાં બે દિવસમાં ડ્રગ્સ આવવાનો છે. હું મારા પત્રકાર મિત્ર સાથે વાત કરી યાકુબની પાછળ અમદાવાદ પહોચી ગઈ. ડ્રગ્સ આવવાની ચોક્કસ જગ્યાની જાણ થતા મારા મિત્રને અમદાવાદ પોલીસને મારા ઈશારે રેડ કરવાનું કહ્યું હતું. રાત્રિના બે વાગ્યે મે રેડ કરવાનું કહ્યું.. પોલીસે રેડ કરી. પુષ્કળ પ્રમાણમાં ડ્રગ્સ અને માણસોને પકડીયા. એ સફળ કામનું ક્રેડીટ મારા મિત્રને લેવા દઈ, હું ચુપચાપ પાછી રાજકોટ આવી મારી લાઇફ જીવવા લાગી હતી. દેશ માટે કોઈ મોટું કામ કર્યું હોય એવી ખુશી સાથે થોડો અફસોસ થતો હતો. કારણ કે યાકુબ છટકી ગયો હતો..." નોન સ્ટોપ બોલવાથી ગળું સુકાઈ રહ્યું હતું એટલે મહેકે થોડીવાર વિરામ લેતા પાણી પીધું..
"પછી શું થયું..?" પ્રભાતે આગળ જાણવા મહેક સામે જોતા પુછ્યું.
મહેકે આગળ વાત કરતા બોલી... "હું એ કામની ખુશી સાથે મારી કોલેજ લાઇફ જીવી રહી હતી. પણ એ ખુશી વધું સમય ના ટકી! પંદર દિવસ પછી મને એક પ્રાઇવેટ નંબરપરથી હિન્દીમાં મેસેજ મળ્યો હતો. તેમા મારા કામના વખાણ કરતા લખ્યું હતું. 'ગ્રેટ જોબ..હું તારા સાહસને સલામ કરું છું. પણ તારી ઉતાવળના લીધે અમારું કામ બગડી ગયું. બે દિવસ પછી ઈન્ડિયાના બધા ડ્રગ્સ ડીલરની મિટિંગ થવાની હતી. તારા કારણે એ મિટિંગ કેન્સલ થઈ...' મે કોઈ મોટો અપરાધ કર્યો હોય, સારું કરવાના ચક્કરમાં મે દેશને મોટું નુકસાન કર્યું હોય એવું મને લાગ્યું હતું. મારે માફી માંગવી હતી પણ એ એક પ્રાઇવેટ નંબર હતો. એ અપરાધબોજ સાથે હું જીવવા લાગી હતી. ત્યાર પછી ક્યારેય એ નંબરથી કોઈ મેસેજ ના આવ્યો. છ મહિના વીતી ગયા હતા. હું બધું ભુલી ગઈ હતી."
ગાડી ઝડપથી સાંગલાવેલી તરફ આગળ વધી રહી હતી. બધા મહેકને સાંભળી રહ્યા હતા.
"આજથી બે મહિના પહેલાં અચાનક પેલા પ્રાઈવેટ નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. તેમાં લખ્યું હતું.. 'અમદાવાદમાં કરેલી ભૂલ તારે સુધારવી હોય તો વીસેક દિવસનો સમય લઈને દિલ્લી આવીજા.દિલ્લી આવીને લંચના સમયે ચાંદનીચોકમાં રોશની રેસ્ટોરન્ટમાં જાજે. ત્યાં 12નંબરના ટેબલ પર બેસી કાઠિયાવાડી ડીસનો ઓર્ડર આપીશ એટલે આગળ તારે શું કરવાનું છે એ માહિતી ત્યાથી મળશે...' ત્યાના એડ્રસ સાથેના એ મેસેજે મને વિચાર કરતી કરી દીધી હતી.. હું શું કરું..? જાવાની ઈચ્છા હતી પણ કેમ જઉ..? ત્યાં ના તો કોઇ ફ્રેન્ડ હતું, ના કોઇ સગું. કોલેજના કોઈ કામના બહાને પણ જઈના શકું. મારા મમ્મી-પપ્પાની નજર હમેશા મારી કોલેજ પર રહેતી. શું કરું એવા વિચારમાં બે દિવસ નીકળી ગયા...
તમે સાચી નિષ્ઠાપૂર્વક કંઈક મેળવવાની ઈચ્છા રાખો તો ભગવાન પણ તમારી મદદ કરે છે એ વાત મને ત્યારે સમજાય હતી. બે દિવસ વિચારતી રહી કે કેમ દિલ્લી જઉ. બે દિવસ પછી બોપરના સમયે હું કોલેજથી ઘરે આવી ત્યારે મારા મમ્મીએ મને પુછ્યું. "તે ભારત ન્યૂઝ ચેનલમાં કોઇ ફોર્મ ભર્યું હતું..?" હું તો હેરાનીથી મમ્મી સામે જોઈ રહી! મારે જે રસ્તે જઉ નથી એ રસ્તા વિશે હું કોઈને શું-કામે પૂછું. મારે ક્યાં રિપોર્ટર બનવું હતું કે હું કોઈ ન્યુઝ ચેનલમાં ફોર્મ ભરુ. હું આવા વિચાર કરતી ઘડીક મમ્મી સામે તો ઘડીક તેના હાથમાં રહેલા કવર સામે જોઈ રહી હતી. 'મમ્મીએ કહ્યું. આજે જ કુરીયર આવ્યું છે. તને વીસ દિવસ માટે દિલ્લી બોલાવી છે.' ત્યારે મારા દિમાગની ટ્યુબલાઇટ થઈ..! આ કામ જરૂર પેલા પ્રાઇવેટ નંબરવાળાનું છે.. 'હા મમ્મી..! પણ આટલો જલ્દી જવાબ આવશે એવી ખબર નો'તી.' જીંદગીમાં પહેલીવાર મમ્મી સામે ખોટું બોલવાનું દુઃખ થઈ રહ્યું હતું પણ શુ કરું મારું સપનું મને દિલ્લી બોલાવી રહ્યું હતું..!"
ક્રમશઃ