મહેક ભાગ - ૧૩ Bhoomi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેક ભાગ - ૧૩

 મહેક ભાગ-૧૩



અત્યારે કેમ્પમાં ઘણા ગેસ્ટ નજર આવી રહ્યા હતા.અહીં રહેવા માટે ટેંટ અને રૂમ બન્નેની સગવડ હતી. થોડી દુર સફરજનના ઝાડ હતા. જેમાં ફુલ આવી ગયા હતા. મહેક ચા પીતા કેમ્પનું નિરીક્ષણ કરી રહી હતી..
ધીરે-ધીરે મહેકના ફ્રેન્ડસ કેન્ટીનમાં આવવા લાગ્યા, મહેકથી દુર બેસી વાતો કરતા ચા-નાસ્તો કરી રહ્યા હતા. મહકે ચાને ન્યાય આપી પોતાના રૂમમાં ચાલી ગઇ. મમ્મી સાથે ફોન પર વાત કરી થોડો સમય આરામ કરવાના ઈરાદે બેડ પર લંબાવ્યું...
મોબાઇલની રિંગના અવાજથી મહેક જાગી ગઈ. મોબાઈલમાં જોયું તો પ્રભાતનો કોલ હતો.. કોલ લેતા મહેકે 'હલ્લો' કહ્યું... સામેથી પ્રભાતનો આવાજ સંભળાયો.... "મોબાઈલ મુકી ક્યાં ચાલી ગઇ હતી. ક્યારનો ફોન કરું છું."
"સોરી...! હું ઉંઘી ગઇ હતી... બોલ શું છે..?
"સરનો ફોન હતો. આપણી મદદ માટે તીબેટ બોર્ડર પર એક આર્મીની ટુકડી આપણા ઇશારાની રાહ જોશે, એ ટુકડીનો કેપ્ટન 'અશોક' સતત આપણા સંપર્કમાં રહેશે, મે એને તારો નંબર આપ્યો છે. જરૂરી હશે તો ઈ તને કોલ કરશે.."
"વાહ... ! આર્મી આપણી મદદ કરશે એતો આપણા માટે ગુડ ન્યૂઝ છે. બસ હવે આપણો શિકાર અહી આવી જાય..." મહેક ખુશ થતા બોલી. "ઓ.કે...! પંકજ અને જનક મનાલી જવા નીકળી ગયા..?"
"હા.. એતો તારા ગયા પછી તરત નીકળી ગયા હતા. કેમ..?"
"કંઈ નહિ, બસ અમસ્તું પુછ્યું.. કંઈ નવીન હોયતો કોલ કરજે."
"ઓ.કે.! તું ફોન ઓફ ન રાખતી અને કોઈ ખોટું સાહસ કરતી નહિ, જો કંઈ કર તો મને જાણ કરજે."
"ઓ.કે...! બાય...! કહી મહેકે કોલ કટ કરી બાથરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઇ.
★★★★★★★
1: PM સમય થયો હતો. મહેક તૈયાર થઇ રહી હતી ત્યારે બારણે ટકોરા થાયા. મહેકે બારણું ખોલ્યું સામે પંદર-સોળ વર્ષનો છોકરો ઉભો હતો.. મહેકની સામું જોઈ એ બોલ્યો... "મેડમ, આપ લંચ કેન્ટીનમે લોગે યા આપકે કમરેમે ભીજવાદું.."
"મહેકે એની સામે સ્માઇલ કરી કહ્યું... "મે થોડી દેરમે આ રહી હું, કેન્ટીન મે આકે લંચ કરુંગી, તુમ જાઓ.."
"ઓ.કે..! મેડમ.." કહી તે ચાલ્યો ગયો. મહેક તૈયાર થઇ રૂમ લોક કરી કેન્ટીન તરફ ચાલી.. કેન્ટીનમાં અત્યારે મહેકના ફ્રેન્ડસ સાથે થોડા અજાણ્યા ચહેરા પણ હતા. મહેક તેને જોતા બધાથી દુર એક ટેબલ પર બેસી લંચ કરી રહી હતી. ટેબલ પર પડેલા મોબાઈલની ધ્રુજારીથી મહેકની નજર મોબાઈલ સ્ક્રિન પર ગઇ.. કાજલનો મેસેજ હતો... "એલી કંઈક બહાનું બનાવી અમારી સાથે જોઇન થઇ જાને, તારા વિના મજા નથી આવતી..!" મહેકે રિપ્લાઇ આપતા લખ્યું. "કોઈ મુર્ખામી ના કરતી, અહીં અજાણ્યા ચહેરામાં કોણ આપણો દુશ્મન હોય એ કહેવું મુશ્કેલ છે. આપણો શિકાર ચાલાક છે. એણે અહીં આવતા પહેલા એના માણસોને મોકલ્યા હશે." મેસજ સેંડ કરી મહેક ચુપચાપ લંચ કરતી રહી...
લંચ કરી મહેક રૂમ તરફ જવા લાગી એના ફ્રેન્ડસ પાસેથી પસાર થઈ આગળ જઈને કંઇક યાદ આવ્યું હોય તેમ પાછા ફરી એના ફ્રેન્ડસ પાસે જઇને બોલી. "તમે ગુજરાતી છો..?"
"હા..! અમે ગુજરાતી છીએ." જવાબ આપતી કાજલે પુછ્યું. "અને તમે..?"
"હું પણ ગુજરાત અમદાવાદથી છું. તમને ગુજરાતીમાં વાતો કરતા સાંભળ્યા એટલે પાછી આવી..."
"અમે રાજકોટાના છીએ. મારૂ નામ કાજલ છે. આ મારા મિત્રો છે. કાજલે બધાનો પરિચય આપવાનું નાટક કરતા પુછ્યું. "તમારૂ નામ... ? તમે એકલા જ છો.. ?"
"મારૂ નામ મહેક છે. અત્યારે તો એકલી જ છું, મારો ફ્રેન્ડ આવવાનો છે .."
"હવે તમે એકલા નથી. તમારો ફ્રેન્ડ ના આવે ત્યાં સુધી અમારૂ ગ્રુપ જોઇન કરો, અમને પણ મજા આવશે. બેસોને ઉભા છો કેમ." કાજલે ખાલી ચેર તરફ ઇશારો કરતા કહ્યું..
"થેંક્સ ફ્રેન્ડસ..! હું એકલી અહીં બોર થતી હતી, પણ હવે મજા આવશે.!" મહેક ચેર પર બેસતા બોલી.
મહેક વાતો કરતાં અજાણ્યા ચહેરા તરફ જોઇ લેતી હતી. એમાંથી એક કપલ પર નજર અટકી જે એની વાતો સાંભળી રહ્યું હતું અને એના તરફ જ જોઇ રહ્યું હતુ..
"ઓ.કે... ફ્રેન્ડસ, ચાલો પછી મળીએ, મારે એક જરૂરી કોલ કરવો છે." કહી મહેક તેના રૂમ તરફ આગળ વધતા કાજલને મેસેજ કર્યો... "સાવધાન તારી જમણી સાઇડના ટેબલ પર બેઠેલ કપલ મને ગરબડ લાગે છે. નજર રાખજે.." મહેક રૂમમાં આવી પ્રભાત ને કોલ કર્યો...
પ્રભાતે કોલ લેતા બોલ્યો.. "હા બોલ, શું કંઈ નવીન છે..?"
"હા... મને લાગે છે અહી થોડા લોકો શંકાસ્પદ છે."
"ઓ.કે...! એના પર ખાલી નજર રાખજે કોઇ ઉતાવળ ન કરતી."
"મે એ કામ કાજલને સોપ્યું છે. હું એની સામે નહી જાવ.. અને હા.. તારે એક કામ કરવાનું છે. અશોક સાથે આપણે એક મિટીંગ કરવી છે એટલે સાંજે એને મળવા જવું છે. તું અશોકને ખબર કરી દે..."
"હું અશોક સાથે વાત કરી તને કોલ કરું છું."
"ઓ.કે..!"
મહેકે કોલ કટ કર્યો મોબાઈલ બેડ પર મુકી બેગમાથી એક બુક કાઢી સમય પસાર કરવા બેડ પર સુતા-સુતા વાંચતી રહી..
★★★★★★★

5:PM મહેક રૂમની બાહર આવી થોડે દુર ચાલી સામે દેખાતી નદીને જોઈ રહી હતી. મોટા પથ્થરો કિનારે દેખાતા હતા અને આસમાની રંગની નદી. ફિલ્મોમાં જોવા મળતા દ્રશ્ય જેવું જ દ્રશ્ય હતું. સાંજ ઢળતી જતી હતી ઠંડક વધતી જતી હતી. ત્યારે ફોનની રિંગ સંભળાય એટલે મહેકે કોલ રીસીવ કરતા બોલી. "હા.. બોલ."
સામેથી પ્રભાત બોલતો હતો. "અશોક સાથે મારી વાત થઈ ગઈ છે. આપણે એને મળવા બોર્ડર પર જવાનું છે. બોર્ડર જવાનો રસ્તો તમારા કેમ્પ પાસેથી પસાર થાય છે. એટલે તું તૈયાર રહે અમે આવ્યે છીએ."
"ના.. હું કેમ્પથી થોડી આગળ જઈને તમારી રાહ જોઈશ. ઓ.કે.."
"ઓ.કે.."  
કોલ કટ કરી મહેક પાછી નદીના સોંદર્યમાં ખોવાઈ ગઈ.
"હાય મહેક... ગુડ ઇવનિંગ.." પાછળ કાજલનો આવાજ સંભળાતા મહેકે પાછળ ફરી જોયું. એ રાજેશ સાથે એની તરફ આવી રહી હતી..
"હાય... ગુડ ઇવનિંગ.. બીજા ફ્રેન્ડસ ક્યાં ગયા..?" કાજલ અને રાજેશ પાસે આવ્યા એટલે મહેકે પુછ્યું..
"બધા પોત-પોતાની રીતે જંગલ અને પહાડોમાં ફરવા નીકળી ગયા છે. અમે બન્ને પણ થોડે દુર લટાર મારવાના વિચાર સાથે નીકળ્યા હતા ત્યાં તને અહીં જોઇ એટલે તારી પાસે આવ્યા... તું પણ સાથે ચાલ મજા આવશે..
"ઓ.કે... પણ તમારી સાથે વધું ટાઇમપાસ નહિ કરી શકું.! અમારે બોર્ડર પર જવું છે, પ્રભાત આવી રહ્યો છે. આપણે આગળ ચાલતા જઈએ, એ આવશે એટલે હું તેની સાથે ચાલી જઈશ..."
"ઓ.કે... જઇ આવ પણ ડિનર આપણે બધા સાથે જ કરશું.."
"ઓ.કે... જરૂર ડિનર સાથે કરશુ.."
"ઓ.કે.. ચાલો.." મહેક, કાજલ અને રાજેશ જંગલના ઢોળાવવાળા રસ્તા તરફ આગળ વધ્યા...
★★★★★★★
7:PM મહેક, પ્રભાત અને મનોજ તીબેટ બોર્ડર પર આર્મી ચેકપોસ્ટની રૂમમાં અશોકની રાહ જોઇ રહ્યા છે...
બારણા પર ટકોરા થતા પ્રભાતે બારણા તરફ જોયું, સામે અશોક હતો. સરે મોકલેલ ફોટામાં હતો એજ ચહેરો જોઇ પ્રભાતે હાથ મિલાવ્યો. અશોક અંદર આવતા પ્રભાતે મહેક, મનોજનો પરિચય અશોક સાથે કરાવતા કહ્યું. ફ્રેન્ડસ આ છે કેપ્ટન અશોક એ ગુજરાતી છે."
"મેડમ કહો અમારે કઇ રીતે મદદ કરવાની છે.?" અશોકે મહેક સાથે હાથ મિલાવતા કહ્યું
"અત્યારે હું તમને કોઇ ઓર્ડર આપવા નથી આવી, પણ મારે તમારી સલાહ જોઇએ છે. તમારા અનુભવના આધારે અમને માર્ગદર્શન આપો.. અમારે આમાં હવે આગળ કઇ રીતે વધવું જોઈએ.."
"ઓ.કે... તો પહેલા મને ઉપરથી જે ઓર્ડર મળ્યો છે એ કહું. આ મિશનમાં અમારી ભૂમિકા મિટીંગના સ્થળ સુધી અમારે તમારી પાછળ રહેવાનું છે. ત્યાર પછી તમારૂં કામ પુરૂ અને અમારૂ કામ શરૂ થશે. બસ તમે અમને લોકેશન બતાવો."
"કેપ્ટન તમારી સાથે કેટલા જવાન હશે..?" મહેકે અશોક સામે જોતા પુછ્યું
"અમે દસ જવાનની ટીમ બનાવી છે. કેમ કોઇ શંકા છે.?"
"અરે નહિ.! મને આર્મી પર ક્યારે શંકા નથી થઇ, મને ખબર છે. ઇન્ડિયન આર્મીનો એક-એક જવાન સો દુશ્મન પર ભારી પડે એમ છે. પણ આ મિશનમાં જરૂર ના પડે ત્યાં સુધી કોઇને મારવાના નથી; બધાને જીવતા પકડવના છે. તો જ આ મિશન સફળ ગણાશે. જો મારવા હોત તો અમે આટલો સમય બગાડ્યો ના હોત.."
"મને ખબર છે મેડમ એના માટે અમારી પાસે બેકપ પ્લાન છે તમે ચિંતા ના કરો. બસ અમને ટારગેટ સુધી પહોચાડો.
"એ લોકોની મિટીંગ મનાલીમાં છે, એ સો ટકા ફાઇનલ છે. પણ ક્યાં.? એ નથી ખબર..! આ મિટીંગના બધા મેમ્બર મનાલીમાં કાલ સાંજ સુધીમાં આવી જશે, એ લોકો જ આપણને જગ્યા બતાવશે.." મોબાઈલની રિંગ સાંભળી મહેક આગળ બોલતા અટકી.. કાજલનો કોલ હતો. મહેકે કોલ લેતા 'હેલ્લો' કહ્યું... સામેથી કાજલનો આવાજ સંભળાયો..
"એલી.... આપણા શિકારે આપણને દગો દીધો..! એ સાંગલા નથી આવી રહ્યો..."
"શું કહ્યું તે..? પણ સવારે તો તે કહ્યું હતું એ દિલ્લીથી નીકળી ગયો છે. તો શું અડધે રસ્તેથી પાછો ચાલ્યો ગયો..?"
"ના.. ના..! પાછો તો નથી ગયો પણ હવે સાંગલા નહી આવે એ પાકુ છે.."
"એલી... આમ ઝટકો ના આપ. સાચું કે, શું થયું છે..?" મહેક કન્ફ્યુઝ થતા બોલી.
"આપણો શિકાર સીધો મનાલી પહોચ્યો છે. હોટલ 'રોયલ ગાર્ડનનું' લોકેશન બતાવી રહ્યું છે. કાજલે સ્પષ્ટ કર્યું.
"ઓહ યાર, તે તો ડરાવી દીધી.! મને થયું આપણી મહેનત પર પાણી ફરી ગયું. ચાલો આપણો એટલો સમય બચી ગયો. હવે તું તારી બેગ લે અને બધાં ફ્રેન્ડસને બરાબર સમજાવી ત્યાંથી નીકળવાની તૈયારી કર, અમે તને લેવા આવ્યે છીએ..."
"મારે શું-કામે સાથે આવવાનું છે..! હું અહીં રહીને તમને ફોન પર લોકેશન બતાવતી રહીશ.."
"ના..ના.. તારા વિના અમે અધુરા છીએ.! તું અમારી આંખ છે, અંધારાની રોશની છે. તું મારાથી પાંચ કિ.મી. દુર હોય તો ચાલે એથી વધું નહી. હવે સમજી તારું અમારી સાથે કેમ રહેવું જરૂરી છે."
ઓ.કે. બાબા..! હું ક્યારેય તારી સામે જીતી છું.  હું આવું છું... ચાલ લેવા આવ." કહી કાજલે કોલ કટ કર્યો..
મહેકને ફોન રાખતા જોઇ પ્રભાતે પુછ્યું.  "શું થયું મહેક.?"
"ખબર નહિ પણ અચાનક આપણા શિકારે પ્લાન ચેન્જ કર્યો છે, અહી આવવાની બદલે સીધો મનાલી પહોંચ્યો છે; એટલે આપણે પણ અત્યારે જ મનાલી જવા નીકળવું પડશે. તું પંકજને કોલ કરી કહે કે હોટલ રોયલ ગાર્ડન પર નજર રાખે. અશોક તમે તમારી ટીમ સાથે કાલ મનાલી આવી જાવ.."
"ઓ.કે. મેડમ, અમે કાલ સાંજ પહેલા પહોચી જઈશું. 
"ઓ.કે.. ચાલો મનાલીમાં મળશું." અશોકની રજા લઈ બધા ત્યાથી નીકળી બંજારા કેમ્પ આવ્યા. મહેકે પોતાની બેગ લીધી અને કાજલને સાથે લઈ સાંગલા પહોંચ્યા. પ્રભાત અને મનોજ ગેસ્ટહાઉસમાંથી ચેકઆઉટ કરી બેગ લઈ બધા મનાલી જવા રવાના થયા.
★★★★★★★
રાતના નવ વાગ્યા હતા. મનાલી તરફ દોડતી કારમાં પ્રભાતે ચિંતીત સ્વરમાં પુછ્યું. "મહેક તને આમાં કંઈ ગરબડ નથી લાગતી..?" 
"હા, મને પણ એવું જ લાગે છે.! પણ એ મનાલી સુધી આવ્યો છે તો એ આપણા પક્ષમા છે. હવે વિચારવાનો સમય નથી જે હશે તે ત્યાં જઇને ખબર પડી જશે.."
કાર તેજીથી મનાલી તરફ આગળ વધી રહી હતી.
"એને અચાનક પ્લાન કેમ બદલ્યો હશે..? શું કારણ હોય શકે.?" ક્યારની ચુપ બેઠેલી કાજલે પુછ્યું..
"એના ઘણા કારણ હોય શકે... પહેલેથી એનો પ્લાન મનાલી જવાનો હોય, પણ આપણને ભટકાવવા પ્લાનમાં સાંગલાનું નામ લીધું હોય.! બીજું કારણ એ હોય કે એના માણસો પહેલેથી સાંગલામાં હોય; એ આપણને ઓળખી ગયા હોય.! કારણ જે હોય તે, એ મનાલી આવી ગયો એટલે આપણું અડધું મિશન કંપ્લીટ થય ગયું સમજો. કાજલ, મે તને બે નંબર આપ્યા હતા એ બન્ને નંબર મનાલીમાં છે.?"
"ના...! એક જ નંબર મનાલીમાં છે.. બીજો તો હજી દિલ્લીમાં જ છે.." કાજલે મોબાઈલ જોતા કહ્યું
"ક્યો નંબર મનાલીમાં છે..?" કાજલના હાથમાથી મોબાઈલ લઇ મહેક એ નંબરને જોઇ રહી હતી ત્યારે મહેકના હોઠો પર સ્મિત રમી રહ્યું હતું.. પ્રભાત સામે જોતા મહેક બોલી... "મુબારક હો, આપણા બન્નેનું ટારગેટ એક જ છે.. તૈયાર થઇ જાવ દોસ્તો મિશન D નો મતલબ જાણવા માટે...!!

ક્રમશઃ